VSSM has helped file applications along with an appeal to the district collector of Rajkot with a request to expedite the allotment…

Mittal Patel with the Kangasiya families of Rajkot

The Kangasiya families of Rajkot survive under conditions the shared images depict. When we first came in their contact, they possessed no identity proof. With the support VSSM provided and compassion, the officials showed they could acquire identity proof.

The pressing issue was to help them obtain residential plots. Our Prime Minister has pledged to provide housing to all by 2022.

 “Ben, when will we have a place to call our own, a place we will not ask to vacate?” the families invariably inquired whenever I visited them.

VSSM has helped file applications along with an appeal to the district collector of Rajkot with a request to expedite the allotment. We would also like to request the ever-supportive respected Chief Minister Shri Vijaybhai Rupani to kindly help us with this matter. 

રાજકોટના કુવાળવાગામમાં કાંગસિયા સમુદાયના પરિવારો ફોટોમાં દેખાય એ હાલમાં રહે.

આ પરિવારોને અમે પહેલીવાર મળ્યા ત્યારે એમની પાસે ઓળખના એકેય આધારો નહોતા. અમે મદદ કરી અધિકારીએ લાગણી રાખી એટલે આધારો તો થઈ ગયા.

હવે મુખ્ય મુદ્દો તેમને સ્થાયી રહેણાંક અર્થે પ્લોટ મળે તે. 

આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન 2022 સુધીમાં ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું. 

જ્યારે પણ આ પરિવારોની વસાહતમાં જવું ત્યારે પુછાતો પ્રશ્ન બેન ક્યારે અમને અમારી જગ્યા મળશે જ્યાંથી અમને કોઈ ખાલી ન કરાવે. 

રાજકોટ કલેક્ટર શ્રીને પ્લોટ ફાળવવા અરજી તેમજ દરખાસ્ત કરી દીધી છે. બસ તેમને ઝટ પ્લોટ ફળવાય તે માટે વિનંતી… 

આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ પણ અમારા કાર્યમાં ઘણી મદદ કરે તેમને પણ આ બાબતે મદદરૃપ થવા વિનંતી…

#MittalPatel #vssm

The current living condition of Kangsiya families

The current living condition of these families

Nomadic Settlement of Rajkot

“Please give me poison I do not wish to live any longer!” pleads Ranjitbhai to his father Devrajbhai…

Devrajabapa with his younger son visits VSSM office

“Please give me poison I do not wish to live any longer!” pleads Ranjitbhai to his father Devrajbhai after making constant rounds of various clinics for the last seven months. Ranjitbhai lives in Lodhiyana village of Amreli and earned his living from applying sequins on sarees. Seven months ago, a truck hit him while he was on his way to Una. One of his legs suffered a severe injury and had to be operated on to insert a rod. The family spent their savings on this surgery. While recuperating he developed some infection in the same leg, once again he was making rounds of hospitals in Rajkot, Junagadh, Mahuva… but no one could treat his condition and severe pain persisted. Finally, when they learnt about a free treatment program in Timbi, the father-son duo reached Timbi.

Pareshbhai from Timbi Hospital administration department called me up with a request to help Ranjitbhai receive treatment from Ahmedabad Civil Hospital. Ranjitbhai had no money to travel to Ahmedabad hence, Pareshbhai arranged for an ambulance while Kiran took care of the formalities for his admission into Civil Hospital.

Now it was a matter of waiting and being patient. Ranjitbhai’s wound was dressed daily, the doctor made daily visits but would not talk much to the patient. The father-son duo was very confused with this approach. It made them restless. Why are they operating Ranjitbhai when other doctors had advised the same? The question bothered them. But how to find an answer to the same!?

In the meanwhile,  cyclone Tauktae blew away the roof over their house in their hometown and their livelihood also suffered.

VSSM’s Kiran would regularly visit the father-son duo at the hospital. One day the father requested Kiranbhai, ‘Please get us relieved from here. It is better for Ranjit to be amidst the family instead of dying a lonely death here at the hospital.”

Kiran mentioned this to me, I called Devrajbapa to the office. Ranjit’s younger brother who was visiting him also accompanied his father to the office.

Devrajbapa was in tears describing the silence of the doctors and the condition of their cyclone ravaged house. Ranjit was much better but the men had lost hope, primarily because the doctor would not provide regular updates on Ranjit’s medical condition and they were not confident to speak to the doctor on their own.

I spoke to Shri Kamleshbhai Upadhyay who works at Civil Hospital, he spoke to the doctors treating Ranjitbhai. The doctors asked for  Devrajbapa to meet him. Kiran accompanied Devrajbapa and his younger son to meet the doctor. Devrajbapa asked all the questions that bothered him about Ranjitbhai’s condition, and the doctor patiently replied and resolved to each one of them.

“Now we will be here for as long as it takes for Ranjit to fully recover…” a relieved Devrajbapa tells us.

We provided the younger son with a tarpaulin and some cash while assuring him of support to start some business. Devrajbapa was at peace by now.

The reason for my sharing this rather insignificant story here is to draw your attention to the improving conditions of public hospitals and the need for them to pay attention to matters like so, to improve the communication with the patients and their relatives and ease their worries.

Yesterday the doctors performed plastic surgery on Ranjitbhai’s wound that had finally healed, he will be able to leave for Lundhiya in the next few days.

 ‘મને ઝેર દઈ દ્યો મારે હવે નથી જીવવું..’

છેલ્લા સાતે મહિનાથી એક દવાખાનામાંથી બીજે ને ત્યાંથી ત્રીજે ધક્કા ખાતા રણજીતભાઈએ પોતાના પિતા દેવરાજભાઈને આ કહ્યું.મૂળ અમરેલીના લોંધિયાગામના વતની રણજીભાઈ દેવીપૂજક સાડીઓમાં ટીલડીઓ લગાડવાનું કરે. સાત મહિના પહેલાં ઉના જતા ટ્રકે અડફેટે લીધા. ઢીંચણથી નીચેના ભાગમાં ફેક્ચર આવ્યું. ઓપરેશન થયું સળિયા નંખાયા. બચત ખર્ચાઈ ગઈ. ઘરે આવ્યા પછી પગમાં રસી થઈ. ફરી દવાખાનાના ધક્કા, દેવરાજાબાપા કહે, જુનાગઢ, રાજકોટ, મહુવા વગેરે કાંઈ કેટલાય દવાખાને ધક્કા ખાધા પણ દરદ મટે નહીં. છેવટે ટીંબીમાં મફત સારવારની જાણ થઈ. તે પહોંચ્યા ટીંબી.

ટીંબી હોસ્પીટલના સંચાલનમાં પરેશભાઈ કાર્યરત એમણે મને ફોન કર્યો ને રણજીતભાઈને સીવીલમાં સારવાર કરાવવામાં મદદ કરવા કહ્યું. અમદાવાદ આવવા પૈસા નહીં તે પરેશભાઈએ એમ્બ્યુલન્સ બાંધી આપી. અહીંયા આવતા વેત અમારા કાર્યકર કીરણે એમને દાખલ કરાવી દીધા. હવે મુદ્દો હતો ધીરજનો. રોજ ડ્રેસીંગ થયા. ડોક્ટર આવે ફટાફટ રજીભાઈને જોઈને જતા રહે. પણ દેવરાજબાપા કે રણજીતભાઈ સાથે ઝાઝી વાત ન થાય. બીજા ડોક્ટરોએ તો ઓપરેશનનું કહેલું ત્યારે અહીંયા એમાનું કેમ કરતા નથી તે પ્રશ્ન પણ થાય. પણ પુછી ન શકે. 

તૌકતે વાવાઝોડુ એમના ગામમાં આવીને ગયું અને એમનું છાપરુ ઊડી ગયું. રોજગારના  પણ કોઈ ઠેકાણા નહીં.  

માનસીક રીતે ભાંગી પડેલા રણજીભાઈ અને બાપાના હાલચાલ પુછવા અમારો કિરણ નિયમીત જાય. તે એક દિવસ એમણે કિરણને કહ્યું, ‘અમને રજા દઈ દ્યો. ઘીરે અમારા બધાની વચમાં રણજીત મરશે તો ચાલશે પણ આંયા…’

કીરણે મને વાત કરીને અમે દેવરાજાબાપાને ઓફીસે બોલાવ્યા. તેમનો નાનો દીકરો પણ ખબર પુછવા આવેલો તે બાપ દીકરો બેઉ ઓફીસે આવ્યા. 

ડોક્ટર કાંઈ કહેતા નથી ને ઘરની સ્થિતિ તો બોલતા બોલતા દેવરાજબાપાની આંખમાં આસુ આવી ગયા. રણજીતભાઈને ઘણું સારુ હતું છતાં આ લોકો હિંમત હારી ગયેલા. મૂળ પ્રશ્ન ડોક્ટરે તેમની સાથે વાત નહોતી કરી. ક્યાંક આ લોકો ડોક્ટરને પુછી ન શક્યા.

આખરે સીવીલમાં કાર્યકરત અને ખુબ સંવેદનશીલ શ્રી કમલેશભાઈ ઉપાધ્યાયને આ વાત કહી. તેમણે વિભાગના ડોક્ટરને વાત કરી. ડોક્ટરે કહ્યું કાકાને મોકલી આપો હું વાત કરીશ. અમે કીરણ સાથે દેવરાજાબાપાને તેમના નાના દીકરાને સીવીલ મોકલ્યા. બાપાએ ડોક્ટરને ઘણા પ્રશ્નો પુછ્યા ને ડોક્ટરે દરેક વાતનું સમાધાન આપ્યું. કાકાના જીવને શાંતિ થઈ એ પછી એમણે કીરણને કહ્યું, ‘હવે જેટલા દી રાખશે એટલા દી રેશું ને રણજીતને હાજો નરવો લઈને આંયાથી જશું..’ગામડેથી આવેલા એમના નાના દીકરાને તોરપોલીન ને થોડા પૈસા આપ્યા. સાથે નવો ધંધો કરવા મદદ કરવા કહ્યું. કાકાને જીવને હવે સાવ શાંતિ થઈ. 

આ વાત સાવ નાનકડી છે.. મૂળ સારવારની સાથે ક્યાંક વાત કરવાનું થાય તો શું પરિણામ આવે એ દર્શાવવા આ લખ્યું. 

સરકારી હોસ્પીટલોમાં પહેલાં કરતા સુવિધા ઘણી સરસ થઈ છે. એમાં આવી વાતો પર ધ્યાન દેવાય તો સોને પે સુહાગા જેવું થઈ જાય.  ખેર ગઈ કાલે જ રણજીતભાઈને પગમાં જ્યાં પસ થયું હતું તે લાંબા સમયના ડ્રેસીંગ પછી સારુ થયું ને એમની પ્લાસ્ટીક સર્જરી પણ થઈ ગઈ. બે ચાર દિવસમાં હવે એ લુંધિયા જઈ શકશે.. 

#MittalPatel #VSSM

VSSM has been providing a monthly ration kit to Lilakaka and Dhulikaki so that they do not have to be at the mercy of others…

Mittal Patel assures Lilakaka and Dhulikaki that VSSM will
be with him all the way

To some, ageing is a punishment. How to survive years when living even a moment seems an eternity?

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura. The couple has no children. They worked as labourers until body supported; they are old and weak now, kaka is bedridden due to some medical condition. Kaki cannot leave his side. Recently, kaka’s health condition worsened, he lost his ability to speak.

It is their neighbours who sustain them. VSSM has been providing a monthly ration kit to them so that they do not have to be at the mercy of others.

I recently visited the Kaka-Kaki to inquire about their well-being. Kaka sat upon his charpoy, he was trying to tell me something, but he couldn’t speak. We could not comprehend what he was trying to say, but we assured him that we will be with him all the way.

VSSM’s Shankarbhai was the first to reach and identify this couple who reside in a remote region. And many like them need support to spend their silver years with dignity.

VSSM nurtures 185 such destitute elderly, each of whom receives a monthly ration kit of Rs. 1200.

It is believed one should give away 10% of their income for the welfare of those in need.

If you wish to adopt an elderly, do get in touch with Nitinbhai on 9099936013 or Dimpleben on 9099936019

ઘડપણમાં ઘડી કાઢવી મુશ્કેલ ત્યાં દિવસો કેમના નીકળે?

#પાટણના #જસુપુરામાં નિસંતાન લીલાકાકા ને ધુળીકાકી રહે.

મજૂરી થતી ત્યાં સુધી કરી. પછી શરીર થાક્યુ.. ને છેલ્લા કેટલાક વખતથી તો કાકાએ ખાટલો ઝાલ્યો. હવે કાકી એમને મુકીને ક્યાંય ન જઈ શકે.

જો કે આટલું ઓછુ હતું ત્યાં હમણાં કાકાની વાચા ગઈ.

પડોશીઓના સહારે નભતા આ દંપતીને અમે દર મહિને રાશન આપીએ મૂળ કોઈની ઓશિયાળી વેઠવીન પડે માટે…

હમણાં એમની ખબર પુછવા ગઈ. અમને જોઈને કાકા ખાટલામાં બેઠા થયા. કશુંક કહેવું હતું પણ બોલી ન શક્યા. મે રજા માંગી ત્યારે પણ બોલવું હતું પણ ન બોલાયું..

એ શું કહેવા માંગે છે તે ન સમજાયું પણ અમે સાથે છીએ ચિંતા ન કરોનું અમે કાકાને કહ્યું.. 

અમારા કાર્યકર શંકરભાઈએ આ માવતરને શોધ્યા.. અંતરિયાળ ગામડાંઓમાં કેટલાય લોકો છે જેમને આપણી મદદની જરૃર છે.. ત્યારે અમે અમારાથી થતું કરીએ..

આવા 185 થી વધુ  માવતરોને અમે સાચવીએ.. પ્રત્યેકને માસીક રાશન આપવાનો ખર્ચ 1200 રૃપિયા. 

કહે છે કમાણીનો દસમો ભાગ સતકાર્યો માટે કાઢવો જોઈએ.. 

તમને આવી ઈચ્છા થાય, માવતરને દત્તક લેવાની ઈચ્છા થાય તો ચોક્કસ સંપર્ક કરજો અમારા નિતીનભાઈ- 9099936013  અને ડિમ્પલબેનનો – 9099936019

#MittalPatel #vssm #માવજતકાર્યક્રમ

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura

Mittal Patel meets Dhulikaki and Lilakaka

11 Dafer families living at various places in Surendranagar were allotted plots in Dhrangadhra’s Virendragadh…

Mittal Patel with Gulabbhai Dafer

“It is our good fortune that Almighty sent Mittalben to us!”

That was a profound statement Gulabbhai made before Kintubhai Gadhvi on camera. Such statements bring a sense of increasing responsibilities.

To be born and live a life as Dafer is a daunting task. The Dafer are hired to protect farm and village boundaries but always denied residency to the village. Under such circumstances 11 Dafer families living at various places in Surendranagar were allotted plots in Dhrangadhra’s Virendragadh, Gulabbhai is one of them.

“Getting a plot in Dhrangadhra has been the best thing. It is place where we will find work and we shall not obstruct anyone with our presence!”

Honestly, it is not this  community but our perception about them that has been an obstruction, not their presence. We are glad that acceptance has grown than earlier. 

Our heartfelt congratulations to Gulabbhai, Ushmanbhai and others who have received plots, their dream of living in a pucca  house will soon become a reality. 

Our Chief Minister has always shown compassion towards the plight of these communities, we respect his concern for these marginalised.  

Surendranagar District Collector and his team have worked hard to provide plots to homeless in the district. We applaud the path-breaking efforts they have put in. 

We are extremely grateful to the support provided by Jewelex Foundation, US based respected Kiritbhai Shah and other well-wishing donors whose support helps us sustain a team that continue working relentlessly. 

‘અમારા નસીબના બેનને માલીકે મેકલ્યા..’

કેવડી મોટી વાત ગુલાબભાઈએ કીંતુભાઈ ગઢવીના કેમેરા સમક્ષ કહી.  મૂળ તો આ બધુ સાંભળુ ત્યારે જવાબદારી વધ્યાનું લાગે… 

ડફેર તરીકે જન્મવું ને જીવવું ઘણું કપરુ.. સીમરખા તરીકે તો સૌ ગામમાં રાખે પણ કાયમી રહેવાની વાત આવે એટલે નકાર..આવામાં સુરેન્દ્રનગરમાં અલગ અલગ જગ્યાએ રહેતા 11 ડફેર પરિવારોને ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાં ગુલાબભાઈને પણ એક પ્લોટ મળ્યો.. 

‘ઘ્રાંગધ્રામાં વસવાટ થ્યો એ હારામાં હારુ થ્યું બેન.. આયાં નાનુ મોટુ કામેય જડી જાશે ને કોઈને અમારાથી નડતરેય નહીં થાય..’

આમ જુઓ તો નડતર આ સમુદાયની ક્યાં હતી. સમાજ તરીકે આપણે સૌ આ પરિવારોને સ્વીકારી ન શક્યા એની હતી.. 

ખેર પહેલાં કરતાં થોડો સ્વીકારભાવ વધ્યો છે એનો રાજીપો.. 

ગુલાબભાઈ, ઉષ્માનભાઈ જેમને પણ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા તે સૌને અભીનંદન. હવે એમના પાકા ઘરનું સમણું સાકાર થશે.. 

મુખ્યંત્રી શ્રીની લાગણીને પ્રણામ.. તેઓ હંમેશાં આ બધા પરિવારોને ઘર મળે તે માટે સતત ચિંતા કરે. તો સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી અને તેમના અધિકારીગણનો આભાર એમણે આ પરિવારો માટે લાગણી રાખી માટે આ કાર્ય થયું.

આ કાર્ય માટે મદદ કરનાર જવેલેક્ષ ફાઉન્ડેશન, આદરણીય શ્રી કીરીટભાઈ શાહ (અમેરીકા) ને અન્ય પ્રિયજનોનો આભાર તેમની મદદથી જ અમારો કાર્યકર હર્ષદ દોડાદોડી કરી શક્યો…તેની તબીયના ઘણા પ્રશ્નો વચ્ચે એણે આ કાર્ય પુર્ણ કર્યું.. આપ સૌનો ઘણો આભાર.. 

#MittalPatel #vssm Kirit H Shah

11 Dafer families with their plot allotment documents

VSSM cares and nurtures 184 elders like Champa Ma…

Mittal Patel meets Champa Ma


“See, I made you laugh,” Champa Ma.

Champa Ma has lost her eyesight and ability to work. It has been  years she lost her husband, there is no one in the family. A lady from Thakkar community in Shihori provided refuge to Champa Ma, but after her demise Champa Ma had nowhere to go. Later, when she remembered Shihori’s Babubhai Raval, Champa Ma landed at his doorstep, the family embraced her and provided space to stay. On learning about her, VSSM started providing a monthly ration kit so that Babubhai’s family did not feel the burden and Champa Ma also remained a little relaxed.
As you can see in the images, Champa Ma adores her twin goats. “We cannot tie these goats away from her, Champa Ma would start shouting otherwise, and the goats also start bleating if they don’t see Champa Ma around!” Babubhai shared. We all broke into hearty laughter after hearing Babubhai.
“I cannot be of any service to others, at least  I can take care of these goats. Ben, I felt really good that you came all the way to meet us.” Champa Ma shared as she reached out for my hand and held it.
“I too had come here to listen to this warm words of yours.” Champa Ma laughed again after she heard me say this.
VSSM cares and nurtures 184 elders like Champa Ma. We provide them ration kits or food (if they are unable to cook for themselves), anticipating that their later years are free from stress of finding food. One ration kit costs Rs. 1200, it gives food security to one individual for a month. And if we have more individuals like Babubhai, the world would be a better place.
 The efforts of our Ishwarbhai and Kanubhai who remain relentless in ensuring help reaches those who deserve it the most.
તમે મને હસાડી દીધી… એવું ચંપામાએ હસતા હસતા કહ્યું…
એમની આંખોના દિવા ઓલવાઈ ગયા છે. હાથપગ પણ ઝાઝુ કામ નથી કરતા. એમના પતિને ગુજરે ગયે વર્ષો થયા. પરિવારમાં પણ બીજુ કોઈ નહીં. આવા નોંધારા થયેલા ચંપામાને વર્ષો પહેલાં શિહોરીના એક ઠક્કર બહેને આશરો આપેલો. પણ એ બહેન અવસ્થા થતા દુનિયા છોડી ગયા. ક્યાં રહેવું એ પ્રશ્ન ચંપા મા સામે હતો.
ત્યાં એમને યાદ આવ્યા શિહોરીમાં રહેતા બાબુભાઈ રાવળ. ચંપા મા બાબુભાઈના ઘરે આવ્યા ને કાયમી આશરો આપશોનું કહ્યું. બાબુભાઈ અને એમના પરિવારે હા પાડી ને ચંપા મા રહી પડ્યા બાબુભાઈના ઘરે… 
અમારા ધ્યાને ચંપામા આવ્યા. અમે દર મહિને એમને રાશન આપવાનું શરૃ કર્યું. જેથી બાબુભાઈને ટેકો રહે ને ચંપામાના જીવને પણ સાવ માથે નથી પડ્યાનો હાશકારો થાય. 
આ ચંપામાને ફોટોમાં દેખાય એ બકરી ઘણી વહાલી. બાબુભાઈ કહે, બકરીને અમારાથી ક્યાંય આઘી પાછી બંધાય નહીં જો બાંધીએ તો ચંપામા રાડો પાડે ને ચંપા મા ક્યાંક આઘા પાછા થાય તો બકરીબેન રાડો પાડે.. બાબુભાઈની વાત સાંભળી અમે સૌ હસ્યા ત્યાં ચંપા મા કહે, ‘મારાથી બીજી સેવા નથી થતી પણ આ બકરીની તો કરુ..પણ બેન તમે આવ્યા તે મને ખુબ હારુ લાગ્યું..’ એમ કહીને એમણે મારો હાથ શોધ્યો ને પકડ્યો… 
બસ આ હારુ લાગ્યું એ સાંભળવા જ તમારી પાસે આવી હતી.. મારી વાત સાંભળી એ ફરી હસ્યા..ચંપા મા જેવા બીજા 184 માવતરોને અમે સાચવીએ. દર મહિને રાશન તો ક્યાંક જમવાની વ્યવસ્થાઓ કરીએ જેથી એમની પાછલી જિંદગી સુખેથી જાય.. એક માવતરને માસીક 1200નું રાશન આપીએ..જેથી એમને કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય..બાબુભાઈ જેવા માણસોને જોઈને દુનિયા જીવવા જેવી લાગે.. 
અમારા કાર્યકર ઈશ્વર અને કનુભાઈનો આભાર.. તેમણે ચંપામાને શોધ્યા ને વિગત અમારા સુધી પહોંચાડી… 
#MittalPatel #vssm

Champa Ma held Mittal Patel’s hand and thanked her 

Champa Ma with her Monthly ration kit

Chamapa Ma adores her twin goats

 

VSSM, with financial assistance from Rosy Blue India we planted more than 3000 trees in Surana’s cemetery and school premises…

Mittal Patel visited tree plantation site

A village pledging to raise trees; what more could we ask for? The villagers of Banaskantha’s Surana village did not wait for others to come and work for the betterment of their village, they decided to work for themselves beginning with cleaning the gando-baval covered cemetery. They also enclosed the area with a compound wall and barbed wire fence and created water facility. It was after they accomplished these tasks that they contacted us for tree plantation. When the partners are so proactive, how can we not support? VSSM, with financial assistance from Rosy Blue India we planted more than 3000 trees in Surana’s cemetery and school premises.

Chandubhai has been assigned the responsibility of Vriksh-Mitra, he will care and nurture the saplings for 3 coming three years. VSSM will pay him the remuneration for the responsibilities he will carry out. Arrangements have also been made for drip irrigation to avoid wastage of water. Surana Sarpanch and many other leaders have been helping us with the plantation but Virambhai works with same passion as that of Vriksha Mitr.

Our team members Naranbhia, Chiragbhai and Ishwarbhai are working hard to ensure maximum trees are planted this monsoon. It is due to them we could find such responsible villages to work with.

Hoping for a Banaskantha that is so green that the Rain Gods find no reason to not bless them with rains and water…  

ગામ પોતે વૃક્ષ ઉછેર માટે કટીબદ્ધ થાય એનાથી રૃડુ એકેય નહીં. કોઈ આવે ને મારા ગામમાં લોક કલ્યાણાના કાર્યો કરે એની રાહ બનાસકાંઠાના સુરાણાગામના લોકોએ ન જોઈ. જાતે કટીબદ્ધ થયા ને ગામનું બાવળ આચ્છાદીત સ્મશાન સાફ કર્યું. તેની ફરતે દિવાલ અને જરૃર પડી ત્યાં તાર ફ્રેન્સીંગ કર્યું. સાથે પાણીની વ્યવસ્થા પણ. 

આમ પચાસ ટકા કાર્ય પૂર્ણ કર્યા પછી અમને વૃક્ષ ઉછેરમાં મદદ માટે કહ્યું. આવા જાગૃતગામમાં તો હોંશે હોંશે મદદ કરવાનું મન થાય. અમે રોઝી બ્લુ ઈન્ડિયાની મદદથી સુરાણાના સ્મશાનમાં અને નિશાળમાં 3000 થી વધુ વૃક્ષો વાવ્યા ને હજુ વધારે વૃક્ષો વાવવાનું ચાલુ છે.

ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોની સંભાળ ગામના ચંદુભાઈ રાખશે.. અમે એમને મહેતાણું આપીશું. પાણી માટે ડ્રીપની વ્યવસ્થા પણ કરી જેથી પાણીનો બગાડ ન થાય. 

ગામના સરપંચથી લઈને ઘણા આગેવાનો આ કાર્યમાં મદદ કરે. પણ વીરમભાઈની મદદ વૃક્ષમિત્ર જેટલી જ..

અમારા કાર્યકર નારણભાઈ, ચીરાગભાઈ અને ઈશ્વરભાઈની મહેનત ઘણી.. આવી સરસ જગ્યાઓ શોધવાનું તેમના શીરે… 

જળ દેવને બનાસકાંઠામાં મન મુકીને વરસવું ગમે એવું હરિયાળુ બનાસકાંઠા ઝટ બને એવી અભ્યર્થના…

#MittalPatel #vssm #tree

#treeplanting #trees #savetrees

#Environment #GreenCover

#village #greenvillage #ecofriendly

#Banaskantha #Gujarat #india

Villagers of Banaskantha’s Surana village did not wait for
others to come and work for the betterment of their village

VSSM planted more than 3000 trees in Surana’s cemetery
and school premises.

Tree plantation site

Arrangements have also been made for drip irrigation to
avoid wastage of water

A positive contagion…

Mittal Patel during Tree-worship ceremony

In association with Mandal’s Sadbhavna Mitr Mandal, VSSM planted around 1500 trees around the village cemetery. VSSM will also nurture and raise these trees. While the plantation was underway,  the ones who admired the systematic way of tree plantation  initiated cleaning the neighbouring cemetery and began removing the wild growth of the mad-babul tree.

VSSM team in Mandal for Tree-Worship Ceremony

Yesterday while we were in Mandal for the Tree-Worship program, some villagers visited us with a request to help them with tree plantation on the adjoining plot that housed another cemetery. What more could we ask for, we agreed immediately and planned for more collective plantations.

The Tree-Worship ceremony was carried in presence of everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela, who has always stood beside us in our efforts to help the poor.

The Tree-Worship ceremony was carried in presence of everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela
The villagers performed pooja and planted the saplings
The Tree-Worship ceremony was carried in presence of everyone
The villagers performed pooja and planted the saplings

VSSM’s Naranbhai has worked hard to make these aspirations a reality. And our regards to the youth of Sadbhavna Mitr Mandal.

I believe the tree to be our most cherished deity, hence worship them for all they bring to us and pray for their proper growth.

Mandal Tree Plantation site
Mandal Tree Plantation site
Local newspaper published the brief story of Mandal Tree Plantation Ceremony

હકારાત્મ ચેપ..

માંડલાની સ્મશાનભૂમીમાં અમે ગામના સદભાવના મંત્ર મંડળ, વનવિભાગ અને VSSMની મદદથી 1500 ઉપરાંત વૃક્ષો વાવ્યા અને હા અમે એને ઉછેરવાના તો ખરા જ. સરસ રીતે વવાતા વૃક્ષો જોઈને આ સ્મશાનની બાજુમાં આવેલા અન્ય એક સ્મશાનમાં પણ ગામલોકોએ સ્મશાનમાં ઊગેલો બાવળ કાઢવાનું શરૃ કર્યું.

ગઈ કાલે અમે માંડલામાં વૃક્ષ પૂજનનો કાર્યક્રમ કર્યો તો ગામના કેટલાક લોકોએ બાજુના સ્મશાનને રળિયામણું કરવામાં સંસ્થા મદદ કરશેનું પુછ્યું? અમને તો ભાવતું તુ ને વૈદે કીધા જેવું થ્યું. તુરત હા પાડીને સફાઈ પૂર્ણ થાય પછી ચોક્કસ સાથે મળીને વૃક્ષો ઉછેરીશુનું કહ્યું.

વૃક્ષ પૂજનનો કાર્યક્રમ ગામના સૌએ મળીને કર્યો. કાંકરેજના ધારાસભ્ય શ્રી કિર્તીસિંહજી વાધેલા ખાસ ઉપસ્થિત રહ્યા..તેઓ વંચિતોના કાર્યોમાં સદાય અમારી પડખે…

કાર્યકર નારણભાઈની ભારે મહેનત.. ને સદભાવના મિત્ર મંડળના યુવાનોને પ્રણામ..

વૃક્ષ આપણો સૌથી મોટો ઈષ્ટ દેવ.. આપણને કેટલુ આપે માટે પૂજન ને વૃક્ષ ઉછેરમાં બરકત આપેની પ્રાર્થના….

#MittalPatel  #vssm Kirtisinh Vaghela

 

Under the Sanjivani Aarogya Setu program VSSM supports Rahul Gadaliya’s medical treatment…

Rahul Gadaliya meets Mittal Patel to express his gratitude

Rahul resides in Anand’s Sihol. 8 years ago he recovered from a freak injury which left some damage to his leg.  He always complained about leg ache. Rahul is 22 years old now but the pain in his leg had become unbearable. The family showed his condition to numerous hospitals but no one was able to diagnose the condition. Finally, at a private hospital a treatment costing more than a lac rupees was prescribed.

Rahul Gadaliya’s family sells toys for living, they did not have that kind of money.

Someone in Rahul’s extended family knew VSSM and its work, they knew we assisted people in need receive proper treatment. It was suggested to bring Rahul to Ahmedabad’s Civil Hospital and spoke to VSSM’s Kiran after inquiring if he would help through the treatment. 

Kiran informed Rahul to come to Ahmedabad without any worry or fear. Kiran was operated at Ahmedabad Civil and discharged after 11 days of stay at the hospital. He is much better now. After his discharge Rahul was in the office to express his gratitude. “I had not imagined to make it through this condition. I was tired of my visits to the clinics and hospitals. Everyone had advised me against treatment at Civil hospital, but here I am because of the assurance you had given me. I am much better now.”

Under the Sanjivani Aarogya Setu program VSSM supports medical treatment of the individuals who cannot afford medical treatments. Our dear Krishnakant Uncle and Indira Auntie have been providing financial assistance in this initiative.

We are so very grateful for the support they have been. 

There are many like Rahul who cannot afford treatment at private hospitals for whom Civil Hospital is a good alternative. If you know anyone in need of treatment do get in touch with Kiranbhai at +91 84017 26987. 

રાહુલ આણંદના સિહોલમાં રહે.. 8 વર્ષે પગમાં કાંઈક ઈજા થઈ એ વખતે તો સાજા થઈ જવાયું. પણ કોણ જાણે શું ખામી રહી તે પગમાં સતત દુખાવાની ફરિયાદ રહ્યા કરે.. હાલ એમની ઉંમર 22 વર્ષની પણ છેલ્લા બે વર્ષથી તો પીડાએ જીવવું દોઝખ કરી નાખેલું. 

કાંઈ કેટલાય દવાખાને બતાવ્યું પણ દરદ પકડાય નહીં. છેવટે એક ખાનગી હોસ્પીટલે દરદના ઈલાજ માટે એક લાખથી વધુનો ખર્ચ કહ્યો.

રમકડાં લાવીને વેચવાનું કામ કરતા રાહુલભાઈ ગાડલિયા કે તેમના પરિવાર પાસે નાણાંકીય સગવડ નહીં..

રાહુલભાઈના સગા vssmના કામોથી પરિચીત. અમદાવાદ સિવીલમાં અમે સાથે રહીને આ પ્રકારની બિમારીવાળા દર્દીની સારવારમાં મદદ કરીએની વાત એ જાણે. એમણે રાહુલને અમદાવાદ સીવીલમાં બતાવવા કહ્યું ને અમારા કાર્યકર કીરણ આ કાર્યમાં મદદ કરશેનું કહી કીરણ સાથે વાત કરી.

કીરણે ચિંતા વગર અમદાવાદ આવવા કહ્યું.  અમદાવાદ આવ્યા પછી ઓપરેશન થયું.11 દિવસ હોસ્પીટલ રહેવું પડ્યું. પણ હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે.

આજે હોસ્પીટલમાંથી રજા આપી એ આભાર માનવા ઓફીસ પર આવ્યા. રાહુલભાઈએ કહ્યું, ‘બચવાના કોઈ આસાર નહોતા. દવાઓ ને દવાખાનાથી થાક્યો હતો. સિવીલ માટે તો સૌ કોઈ ના પાડે પણ તમે ભરોષો આપ્યો ને હું આવ્યો. જુઓ હવે મને સારુ છે’

અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આવા દર્દીઓને મદદરૃપ થવાનું કરીએ છીએ. જરૃર પડે આર્થિક મદદ પણ કરીએ. આ કાર્ય માટે આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા આંટી મદદરૃપ થઈ રહ્યા છે એમનો ખુબ ખુબ આભાર…

રાહુલભાઈ જેવા ઘણા દર્દીઓ જેઓ પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા તેવા દર્દીઓ માટે સીવીલ ખુબ સારો વિકલ્પ છે. આ માટે જરૃર પડે અમારા કાર્યકર કિરણભાઈ – +91 84017 26987નો સંપર્ક કરી શકાય. 

#MittalPatel #vssm

We feel lucky to have received abundant love from these communities…

Mittal Patel with Lalvadi and Fulvadi community

Our charming Lalvadi and Fulvadi, whenever they come to meet me there is always this request for a clicking a picture together. “Ben, one picture?” and they all fall arrange themselves around me for a photo.

“What will you all do with these pictures?” I would retort.

“Memories!” they would reply.

But I know that the fact is slightly different.

This community continues to wander for work, when they land up in an unwanted situation or face some kind of harassment they are quick to pull out an album from their Jhola and show off the people they know. The images include ministers, government officials. I know they would also include this image they captured today.

What can be better than a  picture that can bring sense of warmth and security…

I feel lucky to have received abundant love from these communities. 

અમારા લાલવાદી અને ફુલવાદી..

જ્યારે મળવા આવે ત્યારે બેન એક ફોટો કહી હું કશુંયે કહું એ પહેલાં જ ગોઠવાઈ જાય..

હું હંમેશાં પુછુ શું કરશો ફોટોનું તો કહે સંભારણું…

પણ સાચી હકીકત થોડી જુદી…

કામ ધંધા માટે ગામે ગામ વિચરણ તો એ આજેય કરે.. કોઈ હેરાન પરેશાન કરે તો ઝોળીમાંથી આલ્બમ કાઢીને જુઓ કોણ કોણ ઓળખે એ બતાવે..

આમ તો આલ્બમમાં મોટે ભાગે મંત્રી, અધિકારીઓના ફોટો વધુ હોય.. 

એમાં ક્યાંક હવે આનોય ઉમેરો થશે….

ફોટોથીયે કોઈને હૂંફ, સુરક્ષા મળે એનાથી રૃડુ શું?

કુદરતે આ બધાનો ખુબ પ્રેમ આપ્યો…એ રીતે હું નસીબદાર…

#MittalPatel #vssm #ફુલવાદી #લાલવાદી

#vadee #nomadic #denotified 

#nomadiclife #denotifiedtribe