VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha district…

Nomadic families with their uniquely designed chula

 

A wood fired stove/chula designed to consumes less wood and emit less smoke yet cooks faster.

VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha’s Himmatnagar and Aravalli’s  Bhiloda regions.

It is a small yet priceless gift for the homemakers who need to spend hours collecting wood and cooking after a tiring day at work. It would also be convenient for these families who keep wandering to pack and move with this chula.

Maharshibhai  and Rutu through Sparsh have been supporting VSSM help these deprived families. This Diwali, they chose to gift these chula.

We are thankful to our team member Tohid for identifying the deserving families and bringing them the chula/stoves.

Thank you Maharshibhai and Rutu and especially Sparsh for your continued support. 

અનોખી ડીઝાઈનવાળો ચુલો. 

જેમાં ધુમાડો ન થાય, બળતણ ઓછુ વપરાય ને ખાસ તો ઝડપથી રસોઈ થાય.

સાબરકાંઠા ને અરવલ્લીના હિંમતનગર અને ભીલોડામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને સ્પર્શની મદદથી અમે આવા ચુલા આપ્યા.

આમ તો નાનકડી ભેટ ગૃહિણી માટે અમુલ્ય.

ગામે ગામ લબાચા લઈને રઝળતા પરિવારો માટે આ ચુલાને લઈને ફરવુંયે પાછુ સહેલું.

મહર્ષીભાઈ અને ઋતુ સ્પર્શ સંસ્થા થકી VSSMને શક્ય મદદ આ વંચિત પરિવારોના કલ્યાણમાં કરે.. 

ચુલા એ દિવાળી નિમિત્તની આવી જ નાનકડી ભેટ..

અમારા કાર્યકર તોહીદે આવા પરિવારોને શોધ્યા અને તેમના સુધી મદદ પહોંચાડી. આભાર..

આભાર મહર્ષીભાઈ અને ઋતુ… અને ખાસ માધ્યમ તરીકે સ્પર્શ પ્રત્યે કૃતજ્ઞતા..

#MittalPatel #vssm Maharshi K Dave

Nomadic families with their uniquely designed chula

Nomadic families with their uniquely designed chula

A wood fired stove/chula designed to
consumes less wood and emit less 
smoke yet cooks faster

Nomadic families with their uniquely designed chula

Mittal Patel meets the Chief Minister of Gujarat, Shri Bhupendra Patel…

Mittal Patel with the Chief Minister of Gujarat,
Shri Bhupendra Patel

This Navratri, the Chief Minister of Gujarat, Shri Bhupendra Patel organised a program to engage in a  dialogue with women working in various sectors of society.  During the occasion, we had an opportunity to share our impressions on how can the government work better for the welfare of Nomadic and De-notified tribes.

Honourable Chief Minister is a fine and humble human being. After the program ended, a group picture had to be taken to mark the event. “Please don’t trouble the women,  do sit where you are,  I will try to adjust myself amidst them.” And look how well he fit in.

It was a pleasure meeting such a simple and unassuming personality. He also took prompt decisions on some of the pressing matters we discussed. We will try to have another meeting with him soon so that we can resolve the long pending issues better.

We are delighted to have him as our new Chief Minister and the opportunity he had provided to initiate a dialogue. 

The Chief Minister Shri Bupendra Patel organised a
program to engage in a dialogue with women
working in various sectors of society

રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવરાત્રી દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ સાથે સંવાદનું આયોજન કર્યું.

સંવાદમાં વિચરતી વિમુક્ત જાતિના કલ્યાણના કાર્યોમાં સરકાર વધારે સારુ શું કરી શકે તેની વાત થઈ..

માનનીય મુખ્યમંત્રી ખુબ જ ઉમદા વ્યક્તિ વળી વિનમ્ર પણ એટલા જ. કાર્યક્રમ પત્યા પછી બધા બહેનો સાથે ફોટો પડાવવાની વાત આવી તો એમણે કહ્યું ‘બહેનોને શું કામ હેરાન કરવા.. તમે સૌ જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહો હું તમારી પાછળ ગોઠવાઈ જઈશ..’ ને જુઓ કેવી સરસ રીતે એ ગોઠવાઈ ગયા..

આવું સરળ વ્યક્તિત્વ.. તેમને મળીને આનંદ થયો.. ને તેમની સામે કેટલીક રજૂઆતો માટે એમણે તુરત નિર્ણય પણ કરી લીધો..

સત્વરે એમને મળવાનું ગોઠવીશ. જેથી આ મુદ્દે વધારે ગહન રીતે કાર્ય કરી શકાય..

રાજીપો રાજ્યને આવા મુખ્યમંત્રી મળ્યાનો… ને ખાસ તો સંવાદની તક આપી એ માટે…

એમની સાથે આમ થેલો પકડીને ફોટો પડાવવો ન ગમે પણ ખેર અમારા ઉત્તર ગુજરાતની ભાષામાં કરબેઠુ…

#MittalPatel #vssm

VSSM aspires to provide an emery fitted bicycle to each Saraniya who practices this traditional occupation…

Mittal Patel with the Saraniya community

“You have eased our shoulders from carrying 15 kilos of weight… we can’t thank you enough…”

The Saraniyaa; popularly known as knife sharpeners are identified by the Saraan (the apparatus to sharpen tools) over their shoulders and also the black marks it leaves after they  off load it.

“Ben, we walk and wander across the villages with this Saraan over our shoulders. Despite of the availability of transport, the auto guys do not allow us to board their vehicle as 3-4 of us take too much of space along with the Saraan we carry. Hence, we have no choice but to walk across the villages. Walking also means we cannot cover too many villages at one go.” Surendranagar’s Bhailalbhai shared.

“If we could fix an emery on bicycle we can manage to reach 4-5 villages in a day, but who would think so for us? May God bless Krishnakant uncle who has taken the weight off our shoulders.”

VSSM, with support from Shri Krishnakant Mehta and Dr. Indira Mehta enabled the Saraniya families fix an emery (sharpening tool) on bicycles.

“We now have our own vehicle, not just to sharpen the knives but also to take our better-half on a pillion ride,” an upbeat Bhailalbhai shared with great enthusiasm.

Bhailalbhai’s narrative was music to our ears.

Krishnakant uncle and Indira auntie have become family to us, their proactive and progressive approach makes them support all our heuristic endeavours. VSSM is extremely grateful to them.

VSSM aspires to provide an emery fitted bicycle to each Saraniya who practices this traditional occupation.

Hope the universe conspires to turn this aspiration into a reality.

#MittalPatel #VSSM

‘તમે અમારા ખભા પરથી પંદર કિ.લો. વજન ઉતાર્યું તમારો ઘણો આભાર..’

સરાણિયા છરી ચપ્પા સજાવવાનું કામ કરે ને એ માટે ગામે ગામ વિચરણ કરે. સરાણિયા સમુદાયની ઓળખ તેમના ખભા પરનો સંચો તો ખરો પણ સંચો ઉતર્યા પછી ખભા પર પડી ગયેલા કાળા પાઠાય ખરા.

સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ કહે, ‘બેન હંચો ખભે લઈ પગપાળા ગામે ગામ ફરીએ. હાલ વાહનની સગવડ થઈ ગઈ પણ અમને કોઈ રીક્ષાવાળા વાહનમાં ન બેસાડે. મૂળ હંચા સાથે અમે બે ત્રણ માણસોની જગ્યા રોકીએ ને માટે. એટલે ના છૂટકે પગગાડીથી ફરવાનું અમે કરીએ જોકે એમાં અમે ઝાઝા ગામ ફરી નો હકીએ..

સાયકલ પર હેમરી ગોઠવાય તો અમે એક શું પાંચ ગામ ફરી હકીએ. પણ અમારા માટે આવું વિચાર કોણ કરે?

ભલુ થશો આ ્ક્રિષ્ણકાંત કાકાનું તે એમણે અમારો ભાર હેઠો ઉતાર્યો’

સરાણિયા પરિવારોને સાયકલ પર ધાર કાઢવાની હેમરી ગોઠવી આપવાનું અમે ક્રિષ્ણકાંત મહેતા તેમજ ડો. ઈન્દિરા મહેતાની મદદથી કર્યું. 

ભાઈલાલભાઈ કહે, ‘અમારે હવે ઘરનું વાહન થઈ ગ્યું. ચાકા હજાવવા તો પાંચ ગામ ફરાશે પણ ઘરવાળીને સાયકલ પાછળ બેસાડી અમે બજારેય જઈ શકીશું’

કેવી સરસ વાત.. સાંભળીને રાજી થવાયું. 

ક્રિષ્ણકાંત અંકલ ને આન્ટી તો અમારા એવા સ્વજન થઈ ગયા છે કે કોઈ પણ નવા પ્રયોગાત્મક કામ માટે અમે એમને કહી શકીએ છીએ.. ને તેઓ હંમેશાં મદદ પણ કરે છે. તમારા બેઉ પ્રત્યે કૃતજ્ઞતા. 

છરી ચપ્પુની ધાર કાઢવા સંચો લઈ ફરતા તમામ સરાણિયાને તેમની ભાષામાં કહુ તો ઘરનું સાધન કરી આપવાની અમારી ભાવાના..

કુદરત આ સ્વપ્નને પૂર્ણ કરાવે તેવી અભ્યર્થના…

#MittalPatel #VSSM

VSSM provides monthly ration kits as well as medical assistance (whenever needed) to 190 destitute elderly.

VSSM’s team member gives ration kit to elders

Destitution…. is a very harsh term both,  to listen or to endure.

I often question, how come we have so many destitute when as a society we talk about “the world is one family”? Well, that is a point to be pondered upon…

VSSM provides monthly ration kits as well as medical assistance (whenever needed)  to 190 destitute elderly. Just like you have sponsor parents we play the role of sponsor children.  Between the 1st to 5th of every month, these elders eagerly await the arrival of their ration kits. VSSM’s team members ensure that the ration kits reach the elders they have judiciously identified from nook and corner across Gujarat.

In fact, the numbers of these elders are continuously rising, but the generosity of our well-wishing donors assures that help reaches to those who need it the most.

This month, The Lions Club of Shahibaug provided ration was provided to 100 elderly through respected Shri Rashmikantbhai Shah.

40 elders receive monthly ration kits from doctors at Ashakta Ashram.

Respected Balwantbhai Metliya, Jayantbhai Shah from Dallas (whom I call Uncle), Estate of Shri Bomi SorabjiBulsara, Bhavnaben Mehta from Ahmedabad, Madhuben Gala from Giant Group of Central Mumbai, HarshabenSangoi, Shri Prasan Toliya all contribute towards the ration kits as well as other smaller or greater needs of these elders. This also includes support for medical emergencies or complete the last rites and rituals.

Also, we have donors who have adopted elders for life. I am not mentioning them all here, but we are grateful for Rs. 1200 (for each sponsored elder)  that reaches our bank account every month. Whenever I meet the elders, I talk about you and your compassion, share your names and tell them that this son or daughter have sent you the ration to which the elders shower blessings on you saying, “May God shower them with abundance!”

I pray to Almighty to give you all the strength and will to continue doing your good Karma.

If any of you reading this story  wish to adopt an elder do get in touch with Nitinbhai on 9099936013 or Dimpleben on 9099936019

Or Paytm on 90999-36013

Sharing images of elders who receive the ration kits, I am aware it may seem inappropriate to share images of the destitute,  but we also wish for a society that extends support to bring a smile to the faces of these human beings.

નિરાધાર આ શબ્દ જ કેવો વેધક..

ક્યારેક થાય આપણે વસુદૈવ કુટુંબકમઃમાં માનીએ, એની ખુબ વાતો કરીએ તો પછી આ માવતરો નિરાધાર કેવી રીતે?

ખેર આ મુદ્દો ચર્ચાનો…

અમે 190 કરતા વધુ માવતરોને દર મહિને રાશન આપવાનું તો ક્યારેક બિમાર પડે કે અન્ય કોઈ પણ જરૃરિયાત હોય તો મદદ કરવાનું કરીએ..

મૂળ પાલક માતા પિતા સાંભળ્યું હતું અમે પાલક સંતાનો બનવાનું કર્યું..

કાગડોળે 1 થી 5 તારીખની આ માવતરો રાહ જુએ.. આ સમય દરમ્યાન અમારી ટીમ ગુજરાતના ખૂણે ખૂણેથી શોધેલા આ માવતરોને રાશન પહોંચાડે. 

જો કે માવતરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.. પણ સમાજમાં બેઠેલા શ્રેષ્ઠીઓ મદદ પણ કરી રહ્યા છે ને આ કાર્ય થઈ રહ્યું છે…

આ  મહિને 100 માવતરોને રાશન આપવાનું લાયન કલ્બ ઓફ શાહીબાગ થકી આદરણીય શ્રી રશ્મીકાંતભાઈ શાહે કર્યું. આ સિવાય 40 માવતરોને અશક્તા આશ્રમ ડાકોર થકી નિયમીત રાશન મળે. આદરણીય બળવંતભાઈ મેતલિયા, ડગલાસથી જયંતભાઈ અમીન જેમને હું અંકલ કહુ , એસ્ટેટ ઓફ શ્રી બોમી સોરાબજી બુલસારા, અમદાવાદથી ભાવનાબહેન મહેતા, જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ થકી મધુબહેન ગાલા – હર્ષાબહેન સંગોઈ, શ્રી પ્રસન તોલીયા એ સતત સહયોગ રાશન ને રાશન સિવાયની આ માવતરોની નાની મોટી જરૃરિયાતો માટે મદદ કરે. આ મદદમાં આ દુનિયામાંથી દૈહીક રીતે વિદાય લેવાની વેળા વખતે જોઈતો સામાન ને જીવવા માટે જરૃરિ હોસ્પીટલના ખર્ચા પણ ખરા…

આ સિવાય ઘણા પ્રિયજનો જેમણે વ્યક્તિ માવતરોને તેઓ જીવે ત્યાં સુધી  સાચવવાની જવાબદારી સ્વીકારી છે. આ બધાના નામો લખવાનું નથી કરી રહી પણ તમે સૌ પ્રિયજન છો અને તમે સૌ દર મહિને ભૂલ્યા વગર માવતરોને રાશન આપવા 1200 રૃપિયા અમારા ખાતામાં મોકલી આપો છો એનો રાજીપો વ્યક્ત કરુ છુ.

આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા અને આ માવતરોને મળુ ત્યારે આપના નામ સાથે એમને કહુ કે આ રાશન તમારા પાલક આ દીકરા કે દીકરીએ મોકલ્યું છે ત્યારે માવતર ઢગલો આશિર્વાદ આપના પ્રત્યે વરસાવે છે.. ને એ કહે છે, ભગવાન એમને ખુબ આપે… 

આપ સૌ પ્રિયજનોનું આ દુનિયામાંથી ઉપર જઈએ એ વેળાનું બેંક બેલેન્સ એકદમ મજબૂત બને તેવી પ્રાર્થના…

આવા માવતરોને તમે પણ દત્તક લઈ શકો એ માટે નિતીનભાઈ 9099936013-અથવા ડિમ્પલબેન 9099936019 પર સંપર્ક કરી શકાય.

90999-36013 પર પેટીએમ પણ કરી શકાય.

જેમને રાશન આપીએ તેવા માવતરોમાંથી કેટલાકની તસવીરો… જાણું છું આવી તસવીર મુકવી યોગ્ય નથી પણ સમાજ મદદ કરે છે તે કેહવું પણ જરૃરી…

#MittalPatel #vssm

VSSM’s team member gives ration kit to elders

VSSM’s team member gives ration kit to elders

VSSM’s team member gives ration kit to elders

VSSM’s team member gives ration kit to elders