Hexagenerian Premabapa learns Financial Planning and Banking withthe help of VSSM…

Premabapa talking to Mittal Patel
“Ben, the money has been deposited in the account. Kindly check.”
“Ok Bapa. What the amount you have deposited?”
“I have deposited.”
“Bapa?”
Amiben, Chayaben would continue to shout on phone,  their tone remaining high for a very long time but the response would be none as Bapa is a little hearing challenged. It is his job to inform and he is relieved with the fact that  he just did that. Many a time he hangs up the phone immediately after informing us in one brief sentence.  Premabapa, at the age of 65  is far from his retirement years. Along with his wife he trades stuff and  wanders around Saurashtra.  The items they sell aren’t fixed and change as per season and demand.
 “Our work does not help us earn much, Ben!!” he would often tell me about the business he did with limited financial resources he had on hand.
Premabapa took a loan of Rs. 20000/- from VSSM and invested the money in his business. The couple didn’t have to worry about paying the interest. The income from business grew and they took another loan of Rs. 40,000. Currently they sell plastic chairs in Kodinar, Wankaner, Gondal and wherever market takes them.
 The need to do this story about Premabapa is not to tell you all about how well his business is doing now but to brief you about his understanding of the program and his commitment towards repaying  the loan. Premabapa is required to pay his EMI between 25th to 30th of every month. To be able to do that he is required to visit the bank and deposit the amount. A very challenging preposition. We were required to compel him to make this a monthly affair. Every month he requests someone to help him with depositing the money in VSSM’s loan account. After the payment the copy/image of the receipt needs to be sent to Amiben or Chayaben. Since he does not own a smart phone that too was an issue. So every time he steps out of the bank after depositing the amount Premabapa searches for a considerate individual.  He would grab him, give him the number and request him to take a picture of the receipt  and whatsapp it to us. After which he would call us “I have deposited the money and sent you the receipt,” and hang up immediately.
 Premabapa’s instalment amount always reaches us on 25th of every month. If 25th is a public holiday or weekend he would deposit it on 24th but never 26th. “Your trust in me is of utmost importance. I cannot afford to lose that. Who will hold my hand if I fumble, who will lend money to people like us?” Premabapa was once robbed of Rs. 10,000/-. He was on his way to the bank to pay the instalment while a pickpocket robbed him of all his money. For two days the couple did not eat. He had called us to inform about the episode and request for two days extension. Ten thousand is a very big amount for individuals like Premabapa.
 “Don’t worry if you cannot pay this month,” we had comforted him. Nonetheless he paid the instalment within two days. “We have to stand by our words,” he always says.
 The hard work he puts in is tremendous. That is the reason the couple has managed to save Rs. 50,000/-.
 How can we not adore such humble and truthful human like Premabapa.
 Our Kanubhai and Chayaben, have managed to teach him financial literacy well. The understanding  with which these two work is beyond comprehension. One can dedicate  an entire chapter on their struggles.
Nitin managed to capture Premabapa in camera while he was talking to us. Thank you Nitin.
‘બેન ખાતામાં પૈસા નાખી દીધા સે તમે જોઈ લેજો’
‘હા બાપા કેટલા પૈસા નાખ્યા?’
‘મે નાખી દીધા’
‘બાપા??’
અમીબેન, છાયાબહેન ગમે એટલી ફોન પર રાડો નાખે પણ બાપાના કાનપુરમાં હડતાલ એટલે સામેથી કોઈ પ્રતિભાવ મળે નહીં પણ બાપાને હાશકારો પોતાનો સંદેશો એમણે કહી દીઘાનો.
ઘણીવાર તો મે પૈસા નાખી દીધા કહીને પાધરો ફોન મૂકે દે.
આવા પ્રેમાબાપાની ઉંમર લગભગ પાંસઠ થી સીત્તેરની વચ્ચે. સરકારી નોકરીમાં તો સાહીઠે માણસ નિવૃત થઈ જાય પણ આ ગરીબ માણસોને નિવૃતિ લેવાનું પોષાય નહીં. પતિ – પત્ની બેય સીઝનલ ધંધો કરે અને એ માટે સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરે.
પાસે ઝાઝી મૂડી નહોતી એટલે વ્યાજવા પૈસા લઈને ધંધો કરતા પણ એમાં કાંઈ બરકત નો થાય બેન એવું કહેતા પ્રેમાબાપાએ #VSSM માંથી વીસ હજારની લોન લીધી અને ધંધામાં એ પૈસા નાખ્યા. વ્યાજ આપવાની માથાકૂટ નીકળી ગઈ એટલે ધંધામાં સારી આવક થઈ પછી પાછા ચાલીસ હજાર લીધા. હાલે એ પ્લાસ્ટીકની ખુરશીઓ વેચવા કોડિનાર, વાંકાનેર, ગોંડલ ટૂંકમાં જ્યાં કામ જડે ત્યાં પહોંચી જાય.
ધંધો વધ્યો ને આવકેય વધી પણ એ બધાય કરતા મહત્વની વાત પ્રેમાબાપાની લોન બાબતે સમજણની.
લોન ભરવાનું એમણે પચીસ થી ત્રીસની વચ્ચે કરવાનું. વળી જાતે જઈને બેંકમાં ભરવાનું. બહુ મશ્કેલ હતું. પાકા ઘડે કાંઠા ના ચડે એવું એમને એ વખતે લાગેલું પણ જરા મીઠી જબરજસ્તી કરી એટલે બેંકમાં જવાનું એમણે કર્યું.
કોઈને વિનંતી કરે અને સંસ્થાની #લોનની પાસબુકમાં આપેલા એકાઉન્ટમાં એ પૈસા ભરાવે. પૈસા ભરાયાની બેંકમાંથી મળતી પહોંચ અમદાવાદ અમીબેનને અને રાજકોટમાં છાયાબહેનને મોકલવાની. પણ પાસે એન્રોઈડ ફોન નહીં. શું કરવું?
બેંકમાંથી બહાર નીકળી ચાની કીટલીએ જાય ત્યાં થોડું નિરીક્ષણ કરે અને કોઈ ભલો માણસ જણાય કે તુરત આ પહોંચ આ બે નંબર માથે વોટસઅપ કરી આપોને એવી વિનતી કરી, માંડીને વાત કરે અને પળવારમાં પહોંચ અમને પહોંચી જાય.
પછી ફોન કરીને કહી દેવાનું ‘પૈસા નાખી દીધા બેન તમને મળી ગ્યા? પોંચ પણ મેકલી દીધી…’
પ્રેમાબાપાને હમણાં રાજકોટ જવાનું થયું ત્યારે મળવાનું થયું. પચીસ તારીખે તેમના લોનના પૈસા અચૂક આવી જ જાય. ક્યાંક પચીસમીએ રજા આવે તો ચોવીસમીએ ભરી દે. પણ પચીસની છવ્વીસ થાય નહીં.
પ્રેમાબાપા આ અંગે કહે, ‘મારે ભરોષો જાળવવો જોવે નકર તમે ફરી હાથ ના ઝાલો અને અમારા જેવાને આવા પૈસા ધીરે કોણ ?’
આવા પ્રેમાબાપા એક વખત દસ હજાર ખીસ્સામાં લઈને હપ્તો ભરવા નિકળ્યા અને બસમાં એમનું ખીસ્સુ કપાઈ ગયું. પતિ- પત્નીએ બે દિવસ ખાધુ નહીં. એ વખતે ફોન કરીને એમણે સમગ્ર ઘટના કહી બે દિવસની મોહલત હપ્તો ભરવા માંગેલી.
પણ દસ હજાર બહુ મોટી મૂડી હતી.અમે કહ્યું, ‘આ મહિને નહીં ભરાય તો ચાલશે ચિંતા ના કરો બાપા.’ પણ એમણે બે દિવસ પછી પૈસા ભરી જ દીધા..
‘જીભાનનું પાક્કુ રહેવું પડે..’ એવું પ્રેમાબાપા કહે,
પ્રેમાબાપાએ ધંધા કરીને લગભગ પચાસ હજાર જેવી #જમાપૂંજી ભેગી કરી છે.
આવા પ્રેમાબાપા પર વહાલ કેમ ન આવે?
જો કે પ્રેમાબાપાને આ ઉંમરે વાટકી વ્યવહાર કેમ સાચવવો એ ભણાવવાનું અમારા કાર્યકર છાયાબહેન અને કનુભાઈએ બરાબર કર્યું. આ બેય કાર્યકરોની સમજણને પણ દાદ દેવી પડે એવી છે. તેમના સંઘર્ષની પણ કથા લખાય એમ છે…
પ્રેમાબાપા પોતાની વાત કરતા હતા તે વેળા નિતીને કેમેરામાં સરસ કંડારી.. થેક્યુ નિતીન
#MitalPatel #nomadic #denotified #ભરથરી #ભજન #વિચરતી #વિમુક્ત #સંગીત #gujarat #ગુજરાત #tradition
#culture #કલાકાર #community #patan #vssm #social #ngo #helpnomadic #people #video

VSSM’s efforts towards water conservation in Banaskantha…..

 

Mittal Patel discusses Water Management at Khorda village

“Ben, please deepen the lake in our village. We promise we shall offer best possible support and contribution!!”

Shri Arjunbhai Joshi, Sarpanch of Khorda village in Banaskantha’s Tharad block appealed us. Consequent to the request, a meeting with village leaders and community was organised.

We discussed how VSSM works in partnership with the village leadership and does not initiate any work without an agreement.

The primary criteria for VSSM to take up the work of deepening village lakes are:

Mittal Patel meets village leaders and community

1) VSSM will only contribute towards the expenses of JCB incurred in the excavating the soil.
2) The soil will be ferried out by the villagers.
3) The community will also contribute in cash but the amount will not be used towards the cost incurred in ferrying the excavated soil.

Once the village leadership agrees to the mentioned conditions we proceed with further discussions and evaluations.

The first meeting for 2020 was organised at Korda village, where Sarpanch Shri Arjunbhai pledged personal contribution of Rs. 1,11,111, a staff of Panchayat also pledged his one month’s salary. Once the actual work begins we expect more contributions to pour in.

It is time we realise the gravity of the looming water crisis and collectively work to tackle it.

 

The current condition of the lake proposed to be excavated
Mittal Patel with village leaders

In the pictures- current condition of the lake proposed to be excavated. Also seen is the meeting in progress.

‘અમારા ગોમમોં તળાવો ગાળો બેન, હારમ હારો સહકાર અમે ગોમના આલશ્….’

બનાસકાંઠાના થરાદના ખોરડાગામના સરપંચ શ્રી અર્જુનભાઈ જોષીએ આ કહ્યું અને ગામલોકો સાથે અમે એક બેઠકનું આયોજન કર્યું.

બેઠકમાં ઉપસ્થિતિ લોકોને અમે તળાવ ઊંડુ કરવા માટે ગામલોકોનો ફાળો પણ જોઈએ તેવી વાત કરી. મૂળ તો અમારા નિયમ પ્રમાણે જેસીબીનો ખર્ચ સંસ્થા આપે, માટી ઉપાડવાનું ગામના શીરે અને એ સિવાય ગામલોકો પૈસા ભેગા કરે જે તળાવ ગાળવામાં વપરાય. આ પૈસા માટી ઉપાડવામાં નહીં વાપરવા. આવા નિયમો સાથે સહમત ગામોમાં જ તળાવ કરવાનું અમે નક્કી કર્યું અને એ માટે આ વર્ષની શરૃઆતમાં થરાદના ખોરડ઼ાગામમાં અમે બેઠક કરી.

બેઠકમાં લોકો ભાગીદારીથી આ કામ કરવાની વાત કરી. ગામના સરપંચ અર્જુનભાઈએ રૃા. 1,11,111 તળાવ ગળાવવા પોતાના આપવાની જાહેરાત કરી તો, ગામના પંચાયતઘરમાં કામ શીરસ્તેદાર તરીકે કામ કરતા ભાઈએ પોતાનો એક પગાર આપવાની વાત કરી.

જો કે તળાવ ગાળવાનું હજુ શરૃ થયું નથી થશે એટલે સહકાર વધુ મળવાનો એ નક્કી…પણ દરેક ગામ જાગે અને પોતાની મા એવી ધરતીની ચિંતા કરે એ જરૃરી…

ગામનું જે તળાવ ગાળવાનું છે તેની હાલની સ્થિતિ.. તથા ગામલોકો સાથે થયેલી બેઠકના ફોટો

#MittalPatel #VSSM #water_management #water_resources #use_of_water #groundwater #Water_conservation #Waste_stabilization_pond #Water_cycle_management #Banaskantha #Pond_Excavation #Participatory_Water_Management

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

A meeting was organised in Banaskantha’s Kankrej with an objective to form VSSM inspired public association…

Mittal Patel with the community members

The spread of VSSM’s work with has increased many-fold over the past couple of years. It is natural to expect community members volunteer in resolving their issues. The need for formation of  community associations at district and block level and committees at settlement level has been observed since a while.

Mittal Patel addressing the meeting

Recently, a meeting was organised in Banaskantha’s Kankrej with an objective to form VSSM inspired public associations. 15 members have volunteered to take up the responsibility of becoming part of the committee and contribute their time and efforts for development of their communities. Kanubhai Raval has been selected as the President of the association while Bhagubhai Kangasiya has been assigned responsibility of Association’s secretary. Shardaben Patni is the only female member of the association, a number both Shardaben and I  plan to increase in coming times

Community members discussing their issues
Kanubhai Raval has been selected as the president
of the association

 It is the efforts of Naran, Ishwar and Kanubhai that have resulted into formation of this association. We plan to strengthen the association so that it’s representatives become instrumental in bringing good in lives of fellow community members.

વિચરતી જાતિઓ સાથેના કામોનો વ્યાપ ઘણો વધ્યો છે.
આવામાં તાલુકા અને જિલ્લા સ્તરે સમુદાયના સંગઠનો બને અને સંગઠનમાં જેમને પણ સ્વેચ્છાએ સેવાભાવથી કામ કરવાની ઇચ્છા હોય એવા લોકો જોડાય એ ઇચ્છનીય છે.
વળી જે લોકો જોડાય એમાંથી જ પંદર લોકોની કમિટી બને તો દરેક વસાહતોમાં રહેતા લોકોના પ્રશ્નો તરફ ધ્યાન પણ આપવું આ કમિટીના સભ્યો થકી સરળ બને.
Mittal Patel with Bhagubhai Kangsiya who has been
assigned responsibility of association’s seceratary

કમિટીની રચનાની આ સમજણ સાથે બનાસકાંઠાના કાંકરેજમાં પ્રથમ વિચરતા સમુદાય સમર્થન મંચ પ્રેરિત લોક સંગઠનની રચના કરવામાં આવી. જેમાં ૧૫ વ્યક્તિઓએ સ્વેચ્છાએ પોતાના સમાજના વિકાસમાં સહભાગી બનવાનું સ્વીકાર્યું.

આ સંગઠનના પ્રમુખ તરીકે કનુભાઈ રાવળ અને મંત્રી તરીકે ભગુભાઈ કાંગસિયાની બેઠકમાં ઉપસ્થિત સૌએ સ્વેચ્છાએ વરણી કરી.
Community members volunteer in resolving their issues. 

ફોટોમાં સમિતિના સભ્યો તેમજ શારદાબેન પટણી તેઓ એકમાત્ર મહિલા આ સંગઠનમાં સભ્ય તરીકે જોડાયા છે. શારદાબેન અને મારી અપેક્ષા આવનારા વખતમાં લોક સંગઠનની આ સમિતિઓમાં મહત્તમ બહેનનું પ્રતિનિધિત્વ વધે તેવી છે..

કાર્યકર નારણ, ઈશ્વર અને કનુભાઈ ની ઘણી મહેનતથી આ બધું શક્ય બન્યું..
સૌનું શુભ થાય એમાં લોક સંગઠનના પ્રતિનિધિઓ નિમિત્ત બને એ માટે એમને સક્ષમ બનાવીશું…

VSSM’s efforts result into allotment of plots to nomadic families in Rajkot….

Chief Minister Shri Vijaybhai Rupani alloting the
plot documents to nomadic families
“We have resided in Rajkot for decades. These jute shanties have not only been our homes  but of  generations before us. Never in our lives we have seen a washroom, toilets or cemented floor. At last we have a plot of land, we too shall build a home and have a bathroom, toilet, fans, lights and all. We too shall know what it is to have electric power life so far has been spent under the flikering candles and oil lamps. We are grateful to you for this piece of land!!”
Mittal Patel with the nomadic families who received the
documents
Naviben Bavri was elated on receiving documents to her piece of land as she shared with us her simple aspirations.
The current living condition of these families
116 Bavri families have been wandering around Rajkot, while carrying the dreams of building a house and settling down. Apart from these Bawri families 72 Bhavaiya and Sadhu families too received residential plots. For years their  applications had been loitering around various tables in various government offices. We had shared these woes with our CM respected Shri Vijaybhai Rupani. It is his sensitivity along with District Collector Shri Ramya Mohan’s compassion that resulted into allotment of plots to these families. Additional Collector Shri Jawant Jegoda helped locate the files and push the applications forward. And  of course  the constant follow-ups by VSSM’s persistent team members Kanubhai and Chayaben’s efforts  remained crucial in ensuring these families receive their piece of land.
On 18th January 2020 the families received documents to their land in Rajkot’s Rampara Beti. On the occasion Shri Vijaybhai mentioned that he has  instructed all the district collectors to work towards providing residential plots to the nomadic families of their district.
We are grateful to the government and administration, their  sensitive approach will remain instrumental in providing a decent roof over the heads of  thousands of families who will soon become homeowners for the first time in many generations.
We are particularly thankful to of Shri D. S. Shah Saheb from Chief Minister’s office. It was his efforts that has been the reason the nomadic families will find an address of their own.
 We can never forget the efforts of respected Bhagwan Kaka who has remained constantly on our side “I have devoted my full time for the welfare of these communities!!”
Our gratitude to all our friends and well-wishers who choose to remain with us through thick and thin…
The images of respected Chief Minister allotting the documents, the families who received the documents and the current living conditions of these families.
‘અમી રાજકોટમાં વર્ષોથી રીયા. નાનાથી મોટા થીયા પણ અમારી જીંદગીમાં કોઈ દિ બાથરૃમ, સંડાસ જોવા ન મઈલું. અમે ઝૂંપડાંમાં, કોથળામાં જ રીયા. કોઈ દી જીંદગીમાં સીમેન્ટ કે લાદી ઘરમાં નથી નાઈખી. હવે અમને જમીન મલી સે તે ઈમો કોટર બનાઈશું. અમને હવે બધું જોવા મલશે. બાથરૃમ, સંડાસ, મકામ, પંખા, લાઈટો બધુ જોવા મલશે. નકર દીવા અને મેણબત્તી બાળીન જીંદગી કાઢી. જમી આલી તે તમારો આભાર..’
નવીબેન #બાવરીને પ્લોટની સનદ મળ્યા પછીની લાગણી..
રાજકોટમાં રહેતા 116 બાવરી પરિવારોએ આખી જીંદગી લબાચા લઈને રાજકોટ આસપાસમાં રઝળ્યા કર્યું. પોતાનું ઘર થાય એ માટેનું સ્વપ્ન ખરુ પણ….. બાવરી સિવાયના 72 ભવાયા અને સાધુ પરિવારોને પણ પ્લોટ ફાળવાયા.વર્ષોથી પ્લોટની માંગણી માટેની દરખાસ્તો સરકારી કચેરીમાં જમા પણ કામ થાય નહીં.
રાજ્યના #મુખ્યમંત્રી આદરણીય શ્રી #વિજયભાઈ_રૃપાણી સમક્ષ આ બધીયે બાબતોની વિગતે વાત થઈ તેમની અને આદરણીય #કલેક્ટર શ્રી રમ્યા મોહનની લાગણી ભળી. પ્રાંત કલેક્ટર તરીકે ચરનસિંહ ગોહીલ, જસવંત જેગોડા ત્યાં આવ્યા અને દરખાસ્તોની ફાઈલો શોધાઈ ને કામ આગળ ધપ્યું.સંસ્થાના કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની સતત મહેનત. આખરે સ્વપ્ન સાકાર થયું. તા. 18 જાન્યુઆરીના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પોતાના હસ્તે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટની સનદ આપી.
રાજકોટ પાસે રામપરા બેટીમાં એમને પ્લોટ મળ્યા.મુખ્યમંત્રી શ્રીએ કાર્યક્રમમાં તમામ જિલ્લા કલેક્ટર શ્રીઓને વિચરતી જાતિઓને પ્લોટ આપવાની સૂચના આપી દીધાની વાત પણ ભાર પૂર્વક કહી.
આભાર વહીવટીતંત્ર અને સરકારનો. આપની લાગણીના લીધે જ હજારો પરિવારો આવનારા વખતમાં ઘરવાળા થવાને એ નક્કી..
મુખ્યમંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા ડી.એચ.શાહ સાહેબનો વિશેષ આભાર. તેમની લાગણીના લીધે જ આ બધું થઈ રહ્યું છે…
આદરણીય ભગવાન કાકા તો સતત સાથે એમને તો કેમ ભૂલાય. એ કહે એમ, હવે ફૂલ ટાઈમ આ જાતિઓના કલ્યાણ અર્થે…સૌ પ્રિયજનોનો આભાર
જેમણે આ કામમાં સહયોગ કર્યો છે…ફોટોમાં પ્લોટની સનદ આપતા આદરણીય મુખ્યમંત્રી શ્રી, તેમજ સનદ મળી ગયા પછી આપણો આપણો બધાનો એક ફોટો લઈએ એમ કહીને સનદ મેળવનાર સૌ સાથે ઊભા રહ્યા…અને છેલ્લે હાલમાં આ પરિવારો જ્યાં રહે છે તે પણ જોઈ શકાય છે.
#Mittal_Patel #VSSM #Empthy #VichartiJati #વિચરતીજાતિ #NomadsOfIndia #NomadicTribes #residential_plot #sympathy #empathy #human_rights #humanity #Bavari #Happyness #ઘર

VSSM is building a residential facility in Kankar for the children of nomadic Vadi families…

It was a contraption the boys  made to create a makeshift wood fired stove, three bricks placed in a way which  could hold the bottom a pan or a griddle. This sight in the front yard of house caught my attention while I was passing through the lanes of Kankar’s Vadi settlement. It was around 2.30 in the afternoon, these three boys  still dressed in their school uniforms were sitting around the stove. The eldest,  who seemed to  be around 14 years old was kneading dough in a paraat. 
Curiosity took  better of me and I decided to stepped into their yard. 
“Why are you three cooking, where are your parents?” I inquired. 
“They are travelling for work, will return after 3 months,” replied one of them. 
“Why didn’t you join them?”
“Because we want to study.”
“Wonderful. But why are you cooking at this hour, don’t you get mid-day meal in the school?”
“They serve rice frequently. We do not like rice.”
“Do your parents give you money to buy food supplies?”
“Yes, they give us one-two hundred rupees when they leave.”
“How can such little amount last for 3 months?” was my obvious question.
“It doesn’t so I go and beg over the weekends, after the school closes on Saturday. I collect 100-200 rupees, that helps us pull through the week.”
“Did you have breakfast in the morning?”
“No. We shall have tea and rotla for lunch and vegetable and rotla for dinner.”
It was Vinu who was cooking for his two younger brothers Raju and Shailesh. It was his task to cook and beg over the weekends. The younger two siblings were assigned chores of  collecting  fire wood, fetching water, vegetables etc. I was amazed and impressed by their struggle to study. But did not like the fact that they had to beg to fill their bellies. And that they are required to  sustain themselves on such meagre amount when for most of us 100-200 doesn’t even matter. 
VSSM is building a residential facility in Kankar  for children like Vinu, Raju, Shailesh to enable them to study at peace and not go begging. The construction of this hostel is expected to finish within a month. The hostel will provide them three full meals in a day and life skill education. . The kids will focus on their studies and not worry about their next meal. 
We are grateful to respected Shri Piyushbhai Kothari and Shri Pravinbhai Shah for providing the financial assistance to help us build  a much needed residential facility for the children of nomadic Vadi families. 

Do subscribe our YouTube Channel for stories like Vinu’s and many more. 
કાકરની વાદી વસાહતમાં હું ફરી રહી હતી. અચાનક મારુ ધ્યાન વસાહતના એક ઘરના આંગણામાં ગયું.
ત્રણ ઈંટના ચુલા માથે તાવડી મૂકેલી હતી અને એની ફરતે ત્રણ છોકરાં બેઠા હતા.
એક છોકરો તેર ચૌદ વર્ષનો જણાતો હતો. જે કથરોટમાં લોટ બાંધી રહ્યો હતો.
બપોરના લગભગ બે અઢી વાગ્યા હશે. ત્રણ છોકરાંમાંથી બે છોકરાંએ નિશાળનો ગણવેશ પહેર્યો હતો.
થોડી જીજ્ઞાષા સાથે હું એમના આંગણામાં પ્રવેશી.
એમની સાથે ઘણી વાત થઈ. ભણતર માટે આ ત્રણે બાળકો જે સંઘર્ષે કરી રહ્યા છે તે મને બહુ ગમ્યો.
દોઢસો રૃપિયામાં આ બાળકો આખા અઠવાડિયાનું રાશન ભેગું કરી લે છે
અને એ મર્યાદીત રૃપિયામાં પોતાનો ગુજારો કરે છે.
જ્યારે આપણી આસપાસ રહેતા ધનિક કે મધ્યમવર્ગના બાળકો માટે 100 કે 200 રૃપિયાની કોઈ વિસાત નથી.
વિનુ સાથે થયેલી વાતો સાંભળવા માટે નીચેની વિડીયો ક્લીક કરવા, સાથે આવા જ રસપ્રદ
આપણને પ્રેરણા આપે તેવા વિડીયો સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તેમજ
બેલ બટન કલ્કી કરવા વિનતી.

As rays of hope shimmer over the horizon….

Mittal Patel meets Bhadvana Sarpanch
Even after 13 years of  working with the nomads, one of the toughest and the most challenging  task for us  is  to integrate the Dafer community within our society. As our respected Shri Vinod Mall Sir often says, “if we could  settle the Dafer families at the centre of the village most of their issues shall find prompt resolution.
We too have  chanted the same for many  and awaited the moment when a Dafer Danga would be granted a permanent residency.  It calls for a strong willed and generous Sarpanch to make that happen as most villages aren’t prepared to accept Dafer as their fellow villagers.
Collector shri went to danga to hand over the plot order to
the nomadic families
Amidst such hostile attitude, Shri Kuldeepsinh Rana Sarpanch of Bhadwana village of Surendranagar’s Lakhtar block displayed willingness to settle Hakimbha’s family in Bhadwana. We all are aware of Shri Rajesh’s swift actions when it comes to administrative will to help the poor and marginalised families of Surendranagar. It is this district’s good fortune to be blessed with a collector like Shri Rajesh. In the meantime Shri Vijaybhai Patni joined as  Wadhvan’s Additional Collector. It was like the universe conspired and for the very first time the  Dafer families  were allotted residential plots.
The order to plot allotment
Recently, I happened to meet the Sanpanch, “they are poor families, we cannot gauge and examine their present on the basis of their past. If we integrate them with us, they will learn from us and give up their unlawful involvements if they are given the opportunities to interact with us. These families haven’t been in my village for years, but I have always wanted to settle poor families in my village. I am glad this dream has turned into a reality. I am sure their children will now study and have a better future. I am grateful to almighty for this opportunity.”
If the  Sarpanchs from all our villages showed similar compassion the poor from the villages might face fewer challenges.
Any offering is incomplete without the Tulsi leaf on the top. Similarly,  Collector Shri Rajesh’s  Diwali  gift of 501 residential plots to the nomadic families was incomplete without the allotment of a plot to Dafer.  This allotment has accomplished the task of a Tulsi leaf. We are grateful to Collector Shri Rajesh, the district administration, Sarpanch and the government. 
We also appreciate the efforts by our respected  Chief Minister to listen to the plight of these families. He has committed to work rigorously  and the work in that direction seems to have initiated. Grateful for the commitment he has shown towards these families. .
To Hakimbha and the Dafer families about to settle in Bhadwana, we wish you all the very best. You will soon be moving into a pucca house of your own, you too shall have an address of your own from where no one shall dare move you.
Images of the time we met Bhadvana Sarpanch, the order to plot allotment and a small video of Hakimbha talking. Collector Shri went to the Danga to hand over the plot orders to each family in person. VSSM’s Harshad’s hardwork pays off
આખરે સોનાનો સૂરજ ઊગ્યો..
વિચરતી જાતિઓ સાથે છેલ્લા 13 વર્ષથી કામ કરીએ. પણ આ 13 વર્ષમાં સૌથી મુશ્કેલ કામ ડફેર સમુદાયને સમાજમાં પ્રસ્થાપીત કરવાનું લાગે.
આદરણીય @vinodMall સર કહે એમ ડફેરને ગામવચાળે વસાવીએ તો એમના બીજા પ્રશ્નોનું સમાધાન આપો આપ આવી જાય.
અમે પણ વર્ષોથી આ રટણ કરતા અને ડફેરના ડંગાને ક્યાંક સ્થાયી સરનામુ મળી જાય એની રાહ જોતા. ડફેરના વસવાટ માટે સરપંચ જીગરવાળા અને ઉદારદીલ જોઈએ. મોટાભાગે ગામો આ સમુદાયને સ્વીકારવા બહુ રાજી નહીં એટલે ખાસ…
આવામાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભડવાણાગામના સરપંચ શ્રી કુલદીપસીંહ રાણાએ હીકમભાના પરિવારને વસાવવાની હામ દાખવી. તો કલેક્ટર શ્રી કે રાજેશની તો આ પરિવારોને મદદ માટેની તત્પરતા આપણે સૌ જાણીએ. એમના જેવા કલેક્ટર મેળવવા એ સુરેન્દ્રનગર જિલ્લાનું ભાગ્ય છે. એવામાં શ્રી વિજયભાઈ પટણી પ્રાંત કલેકટર તરીકે વઢવાણમાં તેમની સાથે જોડાયા. આમ સંજોગો સરસ નિર્માણ પામ્યા અને પહેલીવાર ડફેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા.
સરપંચ શ્રીને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું, ‘આ દુઃખી માણસો છે. કોઈ માણસનો ભૂતકાળ કેવો છે એ જોઈને એને મુલવવાનું નો કરાય. ઊલટાનું એને આપણા ભેગા ભેળવીએ તો એ માણસ આડા આવળા રસ્તા મેલી સીધો હાલવા માંડે. મારા ગામમાં આ પરિવારો કાંઈ વરસોથી રહેતા નહોતા પણ મારા મનની ઈચ્છા હતી આવા ગરીબોને મારા ગામમાં વસાવું. આજે એ સ્વપ્ન પુરુ થયું. ગામ હારે રહેશે તો એમના બાળકોય ભણશે. હું તો કુદરતનો આભાર માનુ છુ કે મને આ તક મળી.
આવા ઉમદા વિચારો દરેક સરપંચના થાય તો કોઈ ગામમાં ગરીબ માણસોના પ્રશ્નો રહે જ નહીં.
કલેકટર શ્રીએ તો દિવાળીની ભેટરૃપે વિચરતા વિમુક્ત સમુદાયના 501 પરિવારોને પ્લોટ ફાળવ્યા. જેમાં ડફેર સમુદાયને પ્લોટ ફાળવી ભગવાનને ધરાવાતા ભોગ કે પ્રસાદમાં 32 પકવાન ધરાવ્યા છતાં તુલસીપત્રને જો એ પ્રસાદમાં સ્થાન આપવામાં આવે નહીં તો ભગવાનને ધરાવેલો ભોગ અધુરો રહે છે. આ ડફેરને પ્લોટ ફાળવ્યા એ ભગવાનને ધરાવેલું તુલસીપત્ર છે. ભેટ સાચા સ્વરૃપમાં સ્વીકારાયી. આભાર કલેકટર શ્રી તેમજ તમામ વહીવટીતંત્ર, સરપંચ શ્રી તેમજ સરકારનો.
આદરણીય મુખ્યમંત્રી શ્રી એ આ સમુદાયો સાથે મોકળા મને કાર્યક્રમ કર્યો જેમાં તેમણે આ સમુદાયોને વિકાસની હરોળમાં લાવવાનું કામ ઘનિષ્ઠ રીતે કરવાની વાત કરી હતી. જેની શરૃઆત થઈ ગઈ છે. આભાર આપની કટીબદ્ધતા માટે..
હકીમભા અને ભડવાણામાં જે પરિવારો સ્થાયી થવાના એ બધાને ઘણી શુભેચ્છા. હવે તમે પાકા ઘરવાળા થશો, પોતાના સરનામાંવાળા થશો જ્યાંથી તમને કોઈ કાઢી નહીં શકે.
ભડવાણા સરપંચને મળ્યા તે વેળાની કેટલીક તસવીરો, પ્લોટ ફાળવ્યાનો હુકમ તેમજ સરપંચ અને હકીમભાની વાતો નાનકડા વિડીયોમાં… તથા કલેકટર શ્રીએ આ વસાહતમાં જઈને આ લોકોને પ્લોટની સનદ આપી.
કાર્યકર હર્ષદ આ બધા કામોમાં સતત આ પરિવારોની સાથે રહ્યો છે એની દોડાદોડી લેખે લાગી.
Vinod Mall CMO Gujarat
#humanrights #Dafer #denotifiedtribes #noamdictribes #nomadsofindia #society #community #dafercommunity #rights #entitlements #gujarat #raiseyourvoice #education #housing #livelihood #policeatrocity #police #NTDNT

Mittal Patel got President honor for her dedicated efforts for upliftmet of the Nomadic Tribes. – A report by Divya Bhaskar

મહેસાણા: 3જી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ 4 ગુજરાતીનું ખાસ સન્માન કરશે અને તેમણે કરેલાં કાર્યો બદલ બિરદાવશે સાથે આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે તેમની પાસેથી જાણકારી મેળવશે. જેમાં કચ્છની 5 હજાર વર્ષ પૌરાણિક અજરખબાટિક હસ્તકલાના જાણતલ ઇસ્માઇલ ખત્રી, જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પોલ (અમદાવાદ), રખડતું ભટકતું જીવન ગુજારતા વંચિતોનાં ઉદ્ધારક મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર) તેમજ પુંસરીને શહેરોને પણ ટક્કર મારે તેવું ગામ બનાવી દેશને પ્રથમ મૉડેલ વિલેજ આપનાર હિમાંશુ પટેલ (સાબરકાંઠા)નો સમાવેશ થાય છે.
હિમાંશુ પટેલ (સાબરકાંઠા) સ્માર્ટ વિલેજના સર્જક
પુંસરીને દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર સરપંચ. વર્ષ 2006માં નાની વયે સરપંચ બની 2013માં ભારતની નંબર 1 ગ્રામ પંચાયત બનાવી. આ પૂર્વ સરપંચે વિકસાવેલા મોડલ ગ્રામ પર હાલ દેશના 10 હજાર સરપંચો કામ કરી રહ્યા છે. તો છેલ્લા 3 વર્ષમાં 2 લાખથી વધુ લોકો તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. હિમાંશુ પટેલના આ સફળ કામને ધ્યાને લઇ ભારત સરકારના કુપોષણ મુક્ત ભારતના પ્રોજેક્ટ માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂંક કરાઇ છે.
વંચિતોના વણોતર મિત્તલ પટેલ (અમદાવાદ)
મહેસાણાના શંખલપુર ગામમાં ઉછરેલી ખેડૂત પુત્રી અહીંની જ શાળામાં ભણી ગણી અને કલેકટર બનવાનાં સપના સાથે અમદાવાદ આવી. અભ્યાસના ભાગરૂપે અચાનક લોકસેવાના ક્ષેત્રમાં પહોંચી ગયાં. કલેક્ટર બનવાનું સપનું છોડી સરનામાં વગરનાં, રખડતું ભટકતું જીવન જીવતાં હજારો પરિવારોને સરનામું અપાવ્યું. દેહવિક્રયના વમળમાં ખૂંપેલી વાડિયાની અનેક મહિલાઓને ઉગારી. રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવી ચૂક્યાં છે.
પાણીદાર માણસ બિપ્લબ કેતન પોલ (અમદાવાદ)
ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરી છે. તેમણે વિકસાવેલી ‘ભૂંગરું’ નામની ટેકનિક પાણી રિચાર્જ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. દુષ્કાળની સ્થિતિ પણ ભૂંગરું દ્વારા સંગ્રહિત પાણીથી ખેડૂતો વર્ષે બે પાક મેળવે છે. પાટણ જિલ્લાના પાંચ ગામોમાં સૌપ્રથમ ભૂંગરું બનાવ્યા હતા. એક ભૂંગરું 15 એકર જમીનની સિંચાઇની જરૂરિયાત પૂરી કરે છે, જે વર્ષમાં બે વાર જમીનને ઉત્પાદક બનાવે છે.
હસ્તકલાનો જાણતલ કચ્છીમાંડું ઇસ્માઇલ ખત્રી (કચ્છ)
ભૂજથી 10 કિમીના અંતરે આવેલા અજરખપુર ગામના અભણ એવા ઇસ્માઇલ ખત્રી 5000 વર્ષ જૂની અજરખબાટિક હસ્તકલા આજે પણ રખોપી રહ્યા છે. અજરખબાટિક હસ્તકલાનો વિશ્વમાં ફેલાવનાર ઇસ્માઇલ ખત્રીને યુકેની ડી મોન્ટફોર્ટ યુનિ.એ 2002માં ખાસ લંડન બોલાવી ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનેસ્કો દ્વારા સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી નવાજાયા હતા. અજરખ બ્લોક પ્રિન્ટીંગના તેઓ અચ્છા કારીગર છે.



Story of Nathba Vansfoda’s respect for VSSM…

Mittal Patel with Nathba Vansfoda
Almost a year ago I happened to visit Vansfoda families of Vav’s Devpura village.
Nathaba, the leader of the settlement happens to be an extremely loving gentleman who immensely cares for me.
Nathaba had kept few partridges  as pets, although he had no special reason or thought behind keeping these birds as pets. Seemed like he liked keeping them. However, such swift and gregarious birds caged and confined to a cage wasn’t liked by Rashminbhai and me.  
The current living condition of nomadic families
Nathba Vansfoda built houses for the pigens
“Would you like living in a house made of gold that did not permit you to step out in open?” I had asked Nathba.
 We did not speak further and Nathaba seemed to have got the message.
Today, I was in the settlement again. I could see the empty cages lying around. “Where are the partridges?” I inquired.
“I set them free the day you questioned me. I have these pigeons now. They are free to come and go at their own free will. There are no restrictions for them…” he spoke while showing me the houses he had built for the pigeons.
It is hard to believe someone has changed his/her behaviour on our saying but  the immense love the nomadic communities have given me makes it all possible. I fell blessed  to have been accepted by these humbles humans. Respects.
લગભગ વરસ પહેલાં વાવ તાલુકાના દેવપુરાગામના ધોરા પર રહેતા વાંસફોડા પરિવારોની વસાહતમાં જવાનું થયેલું.
વસાહતના આગેવાન નાથાબા બહુ પ્રેમાળ. મારા પર તો વિશેષ હેત રાખે.
એમની વસાહતમાં એમણે તેતરને પાળ્યા હતા. જેને સરસ પાંજરામાં એમણે રાખ્યા હતા. જો કે આ તેતરને પાળવા પાછળ એમનું કોઈ વિશેષ પ્રયોજન નહોતું. પણ શોખથી એમણે તેતરને પાળ્યા હતા.
પણ પાંજરામાં પુરેલા તેતરને જોઈને મને અને મારી સાથે આવેલા આદરણીય રશ્મીનભાઈને આ બહુ રુચ્યુ નહીં.
અમે નાથાબાને કહ્યું, ‘તમને સોનાનું ઘર બનાવીને કોઈ આપી દે પણ બહાર નીકળવાની છુટ હોય નહીં તો તમને ગમે?’
નાથાબા શાનમાં બધી વાત સમજી ગયા. અમે વધારે કશું કહ્યું નહીં.
આજે વરસ પછી એમની વસાહતમાં જવાનું થયું. વસાહતમાં ફોટોમાં દેખાય એ ખાલી પાંજરા એક બાજુ વાડમાં પડેલા જોયા. મે નાથાબા ને પુછ્યું,
‘તેતેર ક્યાં?’
‘બાપલા તમે કીધુ તે દાડે જ ઈમન છોડી મેલ્યા. હવ આમ જુઓ આવા પારેવાને પાળુ સુ. એમના ઘર ખુલ્લામોં બનાયા એટલ ઈમન જાણ આવવું હોય તાણ આવ અન જાય કોઈની રોકટોક ઈમન નઈ..’
એમ કહીને નાથાબાએ પારેવા માટે બનાવેલા ઘર બતાવ્યા..જે તમે પણ જોઈ શકો છો.
અમારા પરનો આવો અદભૂત પ્રેમ, આમ કોઈને એક વખત કશું કહીએ અને એ માની જાય એ વાત જ અકલ્પનીય છે પણ વિચરતી જાતિ આવો પ્રેમ કરે છે.. મને ગર્વ છે આ સમાજ પર કે જેમણે મને અપનાવી છે.. આપ સૌને પ્રણામ…
#Mittalpatel #vssm #love

Navi Ma gets grain kits from VSSM…

Mittal Patel meets Navi Ma in Deesa
“God Bless you my child! May you always prosper. You sent Mahesh for my help, right? Look how much he runs around to help me.” Navi Ma’s native is Dhanera, but lives in a shanty near Hawai Pillar in Deesa. Navi Ma lost her mother when she was barely 3 years old. Her father remarried and step-mother proved to be the evil step-mother we read about in fairy tales. At the age of 13 Navi Ma was married off to a man 20 years older to her. Her husband was an alcoholic and there were no close relatives Navi Ma could call family. Navi Ma’s desire to have a family of her own couldn’t turn into a reality as the couple never had child of their own.
30 years ago her husband died of prolonged illness. Navi Ma continued to work as manual labour and feed herself for as long as she could. As age progressed her capacity to put in physical work gradually decreased. She would station herself near a temple in Deesa and beg for living. Every day she would buy herself some food from whatever amount she received in begging. Gradually, reaching temple also became a challenge. Also finding food during rainy days and times when she was unwell became was a tough task. Sleeping on empty belly was a the only option she had.
VSSM’s Mahesh happen to notice Navi Ma and began providing her with the monthly grain kit. “Where do I have  vessels to cook?” Navi Ma had told Mahesh when he was at her place to give her the first grain  kit. Later we gave her few vessels. The neighbours give her the fire wood and Navi Ma cooks whatever she can.
I had never met her hence, decided to go and see her.  She caressed me with affection, blessing me all the while. “I do not have mattress, someone took the one I had. The food remains in open I have no container to store the grains and groceries you give me.” We gave her the containers she asked. There are hundreds and thousands of destitute elderly like Navi Ma for whom finding a meal at the end of the day is tough task.
With your help and support, we have taken up the task to provide this elderly the dignity they deserve while they are alive and provide them a proper adieu while they pass on. I welcome you all to help these elderly humans live their sunset years with dignity and grace.
We easily spend Rs. 1000-1500 on a single receipt while we dine-out. This amount is all that is required to provide a grain kit that will last an entire  month for an elderly individual. Think about it.
I am grateful to all those who have supported us in this initiative. You have been instrumental in a very noble cause.
‘મારા દીચરા ભગવોન તારુ હારુ કરશે. તારા ઘેર લીલાલેર કરશે. આ મહેશને તે મેલ્યો તો? એ દીચરા ઘોડે મારી સેવા કર હ્’
નવી મા જુના ડીસામાં હવાઈ પીલર પાસે છાપરુ બાંધીને રહે.મૂળ એ ધાનેરાના વતની. ત્રણ વર્ષની ઉંમરે તેમણે માની છત્રછાયા ગુમાવી. પિતાએ ફરી લગ્ન કર્યા અને નવી મા ઘરમાં આવી. માનો ત્રાસ વધ્યો. કમરતોડ કામ કરે તોય મા જીવને હખ નહોતી લેવા દેતી. 13 વર્ષની ઉંમરે લગ્ન માટે માંગા આવ્યા અને પોતાનાથી 20 વર્ષ મોટા વ્યક્તિ સાથે તેમના લગ્ન થયા.
પતિ દારૃડિયો નીકળ્યો. વળી સાસરીમાંય બીજા કોઈ સગાવહાલાં નહીં. આમ સાવ નોંધારા જેવું જ જીવન રહ્યું.પોતાની કુખે બાળક જન્મે એવી હોંશ હતી પણ કુદરતને એ મંજૂર નહોતું. માનું સુખ નવી માને મળ્યું નહીં.
પતિની ઉંમર થઈ અને આજથી ત્રીસ વર્ષ પહેલાં લાંબી માંદગીમાં એ મૃત્યુને ભેટ્યા.નવી મા મજૂરી કરીને પેટિયું રળતા. પણ ઉંમર વધતા હાથ – પગ કામ કરતા બંધ થયા.ડીસામાં આવેલા મંદિર પાસે જઈને ભિક્ષાવૃતિ કરવાનું એમણે શરૃ કર્યું. ભીખમાં જે મળે તેમાંથી બજારમાંથી તૈયાર ખાવાનું લઈને ખાવાનું, આ નવીમાનો નિત્યક્રમ થઈ ગયો. પણ સમય જતા મંદિરે જવામાં પણ તકલીફ પડવા માંડી. આવામાં બિમારી કે ચોમાસામાં તો ભૂખ્યા પડ્યા રહેવાનું થતું.
આવા નવીમા પર અમારા કાર્યકર મહેશની નજર પડી અને નવીમાને દર મહિને જીવન ટકાવી શકે તે માટે રાશન આપવાની વાત કરી. મહેશ નવીમાને પહેલીવાર રાશન આપવા ગયો ત્યારે એમણે કહ્યું,
‘મારી પાહેણ રોધવાના વાહણોય ચો હ?’
એ પછી અમે તપેલી ને થોડા વાસણો આપ્યા. લાકડાં આજુબાજુના લોકો આપી દે આમ રસોઈ કરીને એ બં ટંક ખાય છે.
હું એમને મળી નહોતી. એટલે ડીસા ગઈ ત્યારે ખાસ નવીમાને મળવા ગઈ. અમે પહેલીવાર મળ્યા. એમણે મારા આખા શરીરે વારંવાર હેતનો હાથ ફેરવ્યો. અમે #રાશનકીટ આપી તો એમણે કહ્યું,’મારી કને ગોદડા હતા તે કાલે એક ગોદડું કોક લઈ જ્યું. આ કરિયોણું મેલવા ડબ્બો નહીં તમે ડબ્બો આલો નકર આય કોક લઈ જશે’ વૃદ્ધ સાથે એક ભય તેમને લાગી રહ્યો હતો..
અમે ડબ્બા આપ્યા. પણ નવી મા જેવા કેટલાય #માવતરો છે જેમને ને બે ટંકના રોટલાને છેટું છે. વળી એ જે સમાજમાંથી છે તે સમાજના લોકોય માંડ માંડ ગુજારો કરે છે આમ તેમની ચિંતા કરવાનું તેમનો સમાજ કરતો નથી. આવા માવતરોને સુખદ જીવાડવાનું અને જ્યારે આ દુનિયામાંથી જાય ત્યારે માનભેર વિદાય આપવાનું અમે આપ સૌ પ્રિયજનોની મદદથી શરૃ કર્યું છે.
આવા માવતરોને મદદ કરવા માટે તમને આવકારુ પણ છું. હોટલમાં જમવા જઈએ ત્યારે થતા 1000 – 1500ના બીલમાં એક વડીલને આખા મહિનાનું રાશન મળી જાય છે. જરા વિચારવા જેવું છે.
આ કાર્યમાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર…તેમના થકી જ આ સુંદર કાર્ય થઈ રહ્યું છે.
#MittalPatel #VSSM

Getting Caste Certificates would help Raval families in Harij to get the houses soon..

Mittal Patel distributes caste-certificate to nomadic
families
The warm and traditional welcome I received from the small girls of Harij ushered memories of the days when I too, as primary school student  be part of the welcome committee at most school functions.
The current living condition of nomadic families
There is a huge concentration of Raval families in Harij  living under pathetic conditions (as visible in the image). VSSM’s Mohanbhai filed residential plot applications for 46 of these families. On Patan District Collector Shri Anand Patel’s instructions his team was able to find land for these families.  As a result of this compassionate officer these families will soon receive papers to their little plots of land.
The efforts of district Social Welfare Officer Shri Vitthalbhai Patel enabled these families to acquire the very essential caste certificates. I had the good fortune of distributing these certificates to 40 families.
Mittal Patel receives warm welcome from the small girls of
Harij village
The issues relating to non-existence of sewage connections, basic roads to the settlement  in this thickly populated settlement shall be addressed soon was the promise given to us by the Vice President of  Town Corporation who was also present at the document distribution program.
We are grateful for the support we have received from friends and well-wishers of  VSSM.
May peace and happiness reign in lives of the poor an deprived…
હું મારા ગામની પ્રાથમિકશાળામાં ભણતી તે વખતે ગામમાં કોઈ પ્રસંગ હોય કે બહારથી મહેમાન આવવાના હોય ત્યારે ધડો લઈ તૈયાર થઈને અમે મહેમાનના સ્વાગત માટે જતા.
હારીજમાં રહેતા રાવળ પરિવારની દીકરીઓએ અમારુ સ્વાગત અદ્લ નાનપણમાં અમે કરતા એ રીતે કર્યું.
હારીજમાં રાવળ પરિવારો ખૂબ મોટી સંખ્યા રહે. પણ કટેલાક પરિવારોની હાલત ફોટોમાં દેખાય એ રીતની. અમારા કાર્યકર મોહનભાઈએ 46 પરિવારોની રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજી કરી અને કલેક્ટર શ્રી આનંદ પટેલે આ પરિવારો માટે જમીન શોધવાનો આદેશ કરી દીધો ને જમીન શોધાઈ પણ ગઈ. ટૂંક સમયમાં કલેક્ટર શ્રીની લાગણીના લીધે આ પરિવારોને પ્લોટ મળી જશે.
પ્લોટની દરખાસ્ત માટે જરૃરી જાતિ પ્રમાણપત્ર માટે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં અરજી કરેલી અને સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મદદથી 40 પરિવારોને પ્રમાણપત્રો મળી ગયા. જેનું વિતરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
જો કે હારીજમાં હાલમાં જે સ્થળે રાવળ સમુદાયના પરિવારો બહોળી સંખ્યામાં રહે છે ત્યાં ગટર લાઈન, રોડ રસ્તાની જબરી તકલીફો છે. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા એમણે આ પ્રશ્નનો નિવેડો ઝટ લાવવાની ખાત્રી આપી.
વંચિતોને સુખી કરવામાં નિમિત્ત બનનાર સૌનો આભાર.. અને અંતે ઈશ્વરને
‘સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુખમાપ્ નુંયાત’ ની પ્રાર્થના…
#MittalPatel #VSSM #Harij #Rava