Month: January 2023
Thank you, Ma, for calling me to Valod and giving me this memorable opportunity to talk/interact with the students, guests, and staff for a couple of hours….
Mittal Patel with Tarlaben Shah |
Tarlaben Shah (I prefer calling her Ma) from Valod invited me to talk about my learnings and experiences at a study meet; obviously, I was going to grab this opportunity.
The occasion also promised to provide an opportunity to refresh the memories of the late Shri Babubhai Shah ( in whose memory the study meet was organized) for his support and help in enrolling the children of nomadic communities in various Ashram Shala’s across Gujarat.
The campus of Vedhchhi Pradesh Sewa Samiti at Valod is a sacred place for many like me; it ushers memories of extraordinary human beings like Naranbhai Desai and many more.
It is the place that inspired me to work for the welfare of sugarcane workers. South Gujarat is the region that has significantly contributed to shaping the work I do at present, and all the memories rushed back as I travelled to the area.
At 85 years, Tarlaben (Ma) is tremendously active (can put any of us at shame), even on social media. I meet her son Urvinbhai for the first time and meeting them all always brings so much exuberance and warmth, like meeting our own.
As it is always said, ‘we attract our tribe’ the nature of my work has made me part of a wonderful extended family.
Thank you, Ma, for calling me to Valod and giving me this memorable opportunity to talk/interact with the students, guests, and staff for a couple of hours.
તરલાબેન શાહ મને તો એમને માં કહેવાનું જ ગમે. એમનું કહેણ વાલોડથી આવ્યું. વાંચન શિબીરમાં અનુભવોની વાત કરવાનું.
તક ઝડપી લીધી. આમ પણ જેના સ્મરણમાં આ શિબીર યોજાય તે સ્વ. બાબુભાઈ શાહે વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય શરૃ કર્યું તે વખતે આ સમુદાયના બાળકોને વિવિધ આશ્રમશાળાઓમાં દાખલ કરવામાં ઘણી મદદ કરેલી. એટલે એ યાદો પણ તાજી થવાની.
વેડછી પ્રદેશ સેવા સમિતી – વાલોડનું પરીસર જ કેવું પવિત્ર. નારણભાઈ દેસાઈથી લઈને અન્ય કેટલાય મહાનુભાવોની યાદ આવી જાય.
શેરડીકામદારોએ મને સેવાકાર્યો કરવા માટે પ્રેરી એમ હું ચોક્કસ કહીશ. એમ એક રીતે દક્ષીણ ગુજરાતનો ફાળો આજે જે કાર્યો કરી રહી છું તેમાં ઘણો.. વાલોડ જતા એ બધુ પાછુ તાદૃશ્ય થયું.
ખુબ વહાલા તરલાબહેન (માં) 85 વર્ષની વયે યુવાનોને શરમાવે એવા પ્રવૃત. એમને જોઈને જ મજા પડી જાય. સોસિયલ મિડીયામાં પણ એ જબરા એક્ટીવ. એમના દિકરા ઉર્વીનભાઈને પહેલીવાર મળી પણ મજા પડી. બહુ પોતિકા લાગે આ બધા જ.
સેવાકાર્યો સાથે સંકળાવાના લીધે એક નોખો પરિવાર મને મળ્યો. અલબત રચાઈ ગયો એમ કહુ તો ચાલે..
આભાર માં તમે મને વાલોડ તેડાવી એ માટે ને મને સળંગ બે કલાક વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનો, ત્યાંના કર્મચારીઓ સાથે વાતો કરવાની મજા પડી.
#MittalPatel #vssm #guestspeaker #surat #lecture #motivationalspeaker #quotes
Tarlaben Shah sharing her experience with Mittal Patel |
Mittal Patel invited to talk about her learnings and experiences at a study meet |
Mittal Patel at a study meet in Valod village |
Mittal Patel with Tarlaben Shah and his son Urvinbhai |
The campus of Vedhchhi Pradesh Sewa Samiti at Valod |
Mittal Patel meets well-wishers at Valod |
Mittal Patel interacts with students , guests and other staff about her learnings and experience |
We wish Shri Jaybhai Goswami all the very best, and may his good deeds and compassion take him to great heights…
Shri Jaybhai Goswami Block Development Officer invites Mittal Patel to see Ba in person and provide her monthly ration kit under our mavjat initiative |
“Saheb, I have heard government gives aid to needy individuals. I am destitute and have been staying in Vav for years, but I have received nothing. My neighbors take care of me, I cannot live without tea, and I have no money to buy tea. If I can get some money, I can at least have a cup of tea!”
This very humble Ba did not hold back from sharing her concerns before a government official. It was first time I had witnessed someone requesting government aid for tea. The atmosphere in the office became jovial on hearing this unique request from Ba. The officer in charge is also a very kind-hearted gentleman.
“We will make sure you begin to receive the pension,” the officer ensured with a smile. “But in the meantime, take this, and if you run short, please come and take more from me until I am here!” he tells Ba while handing her Rs 1000 from his wallet.
The above episode occurred in Block Development Officer Shri Jay Goswami’s office in Banaskantha’s Vav. The communities who visit his office know him as a. very empathetic officer; hence, they feel a sense of right on him.
I travel a lot across these villages and interact with the communities. People don’t like officials who act as Sahebs, but prefer to open up and share their heartfelt concerns with officers who blend with them easily. A proper leader/officer can identify the pulse of the people and become one of them.
Jaybhai is one of those rare officials who also makes a regular donation to VSSM.
Jaybhai made sure Ba’s form for elderly pension was filled and called up VSSM’s Naranbhai to recommend sending a monthly ration kit to Ba under our Mavjat initiative. Incidentally, we were in the region then, so upon his invitation to see Ba in person, we reached his office.
Ba was feeling immensely grateful for the administrative promptness in resolving her issues. Jaybhai also offered Ba a chair, but she kept her distance.
It is always a pleasure to meet such officials; we wish our ear we want to Jaybhai all the very best, and may his good deeds and compassion take him to great heights.
“સાહેબ સરકાર ઘરડા માવીતરોન પૈસા આલ્.. પણ મન તો કોય મલતુ નહીં. મુ નિરાધાર સુ. ઓય વાવમાં વરસોથી રહુ. અતાર લગી હેડે જતું. મોણસો હાસવય ખરા પણ મન ચા વના નહીં ચાલતું, પણ ચા પીવા પૈસા નહીં. મન સા(સહાય) મલ તો ચા – બા પી હકુ…”
માજી શબ્દોની જરાય ચોરી વગર મનમાં જે હતું એ એક અધિકારી આગળ કહી રહ્યા હતા. વળી ચા માટે સરકારી સહાય માંગવા આવ્યા હોય એવો કિસ્સો મેય પહેલીવાર જોયો.. જરા રમૂજ પડે એવું હતું પણ પેટછુટી વાત એ જે અધિકારીને કહી રહ્યા હતા એ છે પાછા એકદમ ઋજુ હૃદયના.
અધિકારીએ વાત સાંભળી મર્માળુ હસતા કહ્યું. “તમને પેન્શન મળે એવું તો કરી જ દઉશું માડી. પણ આ લ્યો” એમ કહીને એમણે એમના પોકેટમાંથી હજાર કાઢીને બાને ચા માટે આપ્યા. ને પાછુ કહી દીધું, “ખુટે તો હું જ્યાં હુદી અહીંયા છુ ન્યાં લગી મારી પાસેથી લઈ જવા..”
વાત છે બનાસકાંઠાના વાવની.. તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગોસ્વામી ત્યાં ફરજ બજાવે.. એકદમ લાગણીવાળા વ્યક્તિ.. એટલે જ કચેરીમાં આમ પોતાની મૂંઝવણ સાથે થોડા હકપૂર્વક લોકો આવી શકે.
હું ગામોમાં ખુબ ફરુ.. લોકો સાથે વાતો ઘણી થાય. દરેક વ્યક્તિને અધિકારી કે નેતા પોતાના જેવા એમનામાં ભળી જાય એવા ગમે.. પેલા સાહેબ થઈને આવે એ એમને બહુ રૃચતા નથી.. પ્રજાની નાડી પારખી પ્રજાની વચ્ચે એમનામય થઈ જાય એ સાચ્ચો અધિકારી કે નેતા..
જયભાઈ તો અમને નિયમીત નાનુ મોટુ અનુદાન પણ મોકલે.. આવા અધિકારી બહુ જુજ…
આ માડી કચેરીમાં આવ્યા એમણે વૃદ્ધ પેન્શનનું ફોર્મ તો ભરાવ્યું. સાથે અમારા એ વિસ્તારના કાર્યકર નારણભાઈને ફોન કરીને. આ બાને તમે તમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રાશકીટ આપો તો એમને સારુ રહે એવું કહેતા ફોન પણ કર્યો. યોગાનુયોગ એ વખતે એમના જ વિસ્તારમાં જ અમે ફરી રહ્યા હતા. એમણે બાને રૃબરૃ મળવા નિમંત્રણ આપ્યું ને અમે કચેરીએ પહોંચ્યા.
બા તો આવું ચપટીમાં કામ થાય એ વાતથી જ ધન્યતા અનુભવતા હતા. જયભાઈએ આગ્રહ કર્યો કે માડી ખુરશીમાં બેસો પણ એમણે એક જુદો મલાજો રાખ્યો…
આવા અધિકારીઓને જોઈને રાજી થવાય… પ્રિય જયભાઈ કુદરત તમારા હસ્તે ઘણા શુભકાર્યો કરાવે ને પ્રજાલક્ષી કાર્યોમાં તમે એક ઊંચાઈ પર પહોંચો તેવી શુભભાવના…
We are grateful to the government and administration for allotting plots to these homeless families…
Mittal Patel meets nomadic families of Viramgaam |
“It is believed the cat moves her kittens to 7 different homes, but our fate is worse than a kitten’s! We don’t even remember how often we have been compelled to move our house with bags and baggage. Life has been a constant struggle.”
Four years ago, the Bajaniya families living near Viramgam’s Hansalpur crossroads had shared while narrating their apathy. Subsequently, we helped these families acquire their identity documents and made appeals from the collector’s office to that of the Chief Minister seeking a permanent resolution to issues relating to housing.
After a long wait and numerous rounds to the concerned offices, residential plots for the Bajaniya, Nat, Dafer, Saraniya, Vanzara families have been earmarked. The allotment of plots will also happen shortly.
Many families feared going to the allotted plots; hence, a meeting was arranged to inform and educate them about the developments. Finally, they did understand and agreed to move to the to-be-allotted plots. Amongst them, I liked Shakriba the most. At 65, she possessed an excellent spirit “I am ready to move to any place I am allotted land. Unfortunately, 4 of my peers passed away while waiting for their own houses; I wonder if they have been able to rest in peace! I do not want to suffer a similar fate.”
The Nat also feel whatever government allots is gold; in fact, after clearing their apprehensions, everyone believed the land they receive was worth gold. So I hope it helps everyone settle down nicely.
If they move to their own land, they will not have to fear encroachment drives; their children will be able to receive continuous education and much more.
We are grateful to the government and administration for allotting plots to these homeless families. And a special mention to the hard work and efforts of our team members Madhubahen and Hiren for their constant follow-ups; it was their efforts of collecting the documents to filing applications that made the acquiring of plots possible. It is an honor to have such hardworking team members.
“કહે છે કે બિલાડી બચ્ચાને જન્મ આપ્યા પછી સાત ઘરે ફરે… પણ અમે તો જનમ્યા પછી કોણ જાણે કેટલી જગ્યા બદલીએ. આજે અહીંયા તો કાલે ક્યાંક બીજે.. કેટલીવાર છાપરાં પણ તુટે.. બહુ મુશ્કેલ જીંદગી..”
વિરમગામ હાંસલપુર ચોકડી પાસે રહેતા બજાણિયા પરિવારોએ ચાર વર્ષ પહેલાં આ કહેલું. એ પછી આ પરિવારોના ઓળખના આધારો અમે કઢાવ્યા ને કાયમી ધોરણે રહેવાની મુશ્કેલીનું નિવારણ આવે તે માટે મુખ્યમંત્રી શ્રીથી લઈને કલેક્ટર શ્રીને લખ્યું.
ઘણી લાંબી માથા કૂટો, ધક્કા પછી છેક હમણાં વિરમગામના બજાણિયા ઉપરાંત, નટ, ડફેર, સરાણિયા, વણઝારા વગેરે પરિવારોના પ્લોટની જગ્યા નીમ કરવામાં આવી. બસ ટૂંક સમયમાં આ પરિવારોને પ્લોટ પણ ફળવાશે. કેટલાક પરિવારો જ્યાં જગ્યા મળી ત્યાં જવામાં ગભરાતા હતા આથી આ બધા સાથે ક્રમશઃ બેઠક કરી એમને સમજાવ્યા.
આખરે બધા જ સહમત થયા. મને આ બધામાં એક શકરીબા બહુ ગમ્યા. એમણે કહ્યું, ‘મને તો ક્યાંય પણ જગ્યા આપે લેવામાં કશો વાંધો નથી. મારી સાથેના ચાર જણા પોતાની જગ્યા, પોતાનું ઘરનું રટણ કરતા કરતા ગયા. જીવ અધૂરો રહ્યો હશે એમનો. પણ મારુ તો જીવતે જીવત થઈ જશે.’
શકરીબા 65 થી વધુના પણ જુસ્સો જબરો..નટ સમાજને પણ સરકાર જે આપે તે સોનાનું એમ લાગે… જો કે હવે બધા સોનાનું માને. મૂળ જે બાબતને લઈને ભય હતો એ દૂર થયો માટે.
બસ સૌ ઠરી ઠામ થાય.
પોતાની જગ્યા મળે તો કોઈ કાઢી મુકશેનો ભય નહીં રહે. બાળકો ભણશે ને બીજુય ઘણું થશે… આ ઘરવિહોણા પરિવારોને પ્લોટ આપવાનું કરનાર સરકાર, કલેક્ટર શ્રી તેમજ વહીવટીતંત્રના અમે આભારી છીએ.અમારા કાર્યકર મધુબહેન અને હીરેન આમાં સખત દોડે.. બેઉની મહેનતથી આ પરિવારોના ડોક્યુમેન્ટ ભેગા કરી દરખાસ્ત પૂર્ણ કરી શક્યા. આવા સંનિષ્ઠ કાર્યકરો સાથે હોવાનું ગૌરવ…
#MittalPatel #vssm #comunity #nomadic #nomadicstateofmind #nomadicfamily #nomadiclife
Mittal Patel and our VSSM Co-ordinator Madhuben who works for these families |
Mittal Patel conducted meeting to inform and educate them about the developments. |
Mittal Patel meets nomadic families |
Residential plots for the Bajaniya, Nat, Dafer, Saraniya, Vanzara families have been earmarked |
The current living condition of nomadic families |
Mittal Patel with Shakriba |