The community support at Ramsan has bloomed in form of the trees…

Mittal Patel visits Ramsan tree plantation 
site

 “Do visit our crematorium once!”

If one isn’t aware of our work, such an invite to visit a crematorium can create a stir. But the community leaders of Ramsan village were inviting us out of their love, to showcase the beautiful place it had become.

However, eight months ago if there was a death in the village, 8-10 family members would first visit the crematorium to clean it, following which the body was brought for cremation. The place was briming with the wild growth of gando baval and litter all around. With the support from UNI Design Jewellery Pvt. Ltd and the local community, we planted 3500 trees, and almost all of them have taken roots and flourished.

The region’s groundwater tables have dropped to alarming rates, and the communities have leased 4500 hector land to solar companies. But, unfortunately, the installation of solar plants means the trees had to give their sacrifice. The reason the land was leased is that it had no water, but if we plant trees and create an environment that helps attract rains, people will not be forced to give up their land but farm on it. This is the reason everyone now wishes to plant more trees. 

We hope Ramsan can inspire other villages to play their part; each village roughly needs to plant 20 to 25 thousand trees. This is the dire need for a sufficient water future.

If you wish to plant trees in Banaskantha and work in partnership with us, do call us at 9099936035, VSSM’s Naranbhai would be happy to help.

#MittalPatel #VSSM 

‘તમે એક વખત અમારા સ્મશાનમાં આવો!’

સ્મશાનમાં આવવા કોઈ આગ્રહ કરે અને અમારા કામથી પરિચીત ન હોય તો ઝઘડો જ થઈ જાય. પણ અમને તો પ્રેમવશ રામસણના આગેવાનો પોતાના સ્મશાનમાં આમંત્રણ આપી રહ્યા હતા. 

આઠેક મહિના પહેલાં ગામમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો સૌથી પહેલાં દસ પંદર લોકો સ્મશાન સાફ કરવા આવે અને સફાઈ થયા પછી ડાઘુઓ મૃતદેહને લઈને સ્મશાનમાં આવે. એવું ગાંડાબાવળ અને ગંદકીથી ભરેલું આ સ્મશાન.

જ્યાં ગામની ભાગીદારી અને અમારા સ્વજન યુની ડીઝાઈન જ્વેલરી પ્રા.લી.ની મદદ થી અમે 3500 વૃક્ષો વાવ્યા. આ વાવેલા વૃક્ષો જબરા ઉછર્યા. 

આ વિસ્તારમાં પાણીના તળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ગામની લગભગ 4500 હેક્ટર જમીન લોકોએ સોલારકંપનીઓને ભાડે આપી દીધી છે. સોલાર પ્લાન્ટ નંખાય એટલે વૃક્ષો કપાય. સાથે આ જમીનો આપી દેવાનું કારણ તળમાં પાણી નહીં. જો વૃક્ષો વવાશે તો વરસાદ આવશે ને તળ ઉપર આવશે. લોકો ફરી ખેતી કરતા થશે એવી ખેડૂતોને આશા છે. એટલે વૃક્ષો માટે સૌને હવે મમતા થવા માંડી છે. 

રામસણ પાસેથી અન્યગામો શીખે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 20 થી 25 હજાર વૃક્ષો ઉછેરે. આ થવું આવનારા સમય માટે ઘણું જરૃરી. 

તમે પણ બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવા માંગતા હોય અને તમારી ભાગીદારી માટે તૈયાર હોવો તો અમને સંપર્ક કરો સાથે મળીને સુંદર રીતે વૃક્ષો ઉછેરીશું એ માટે 9099936035 પર અમારા કાર્યકર નારણભાઈનો સંપર્ક કરશો. 

#MittalPatel #VSSM #TreePlantation #vruksh #smshan #villagelife

Community leaders of Ramsan village greets Mittal Patel

Mittal Patel with community leaders, villagers and VSSM
team members

Mittal Patel was invited by community leaders of Ramsan
village to showcase the beautiful tree plantation site

Mittal Patel discusses tree plantation with villagers

VSSM planted 3500 trees and almost all of them
 have taken roots and flourished.

Ramsan tree plantation site

We encourage you to contribute to our ongoing efforts of water conservation…

Bodal Water Management site
Each year, as the realities of climate change and global warming become increasingly pronounced, the pressure on life-sustaining natural resources also turns acute. For example, it is believed that in the coming years, erratic weather patterns will impact the availability of potable water, and humans will face severe difficulties in accessing drinking water.

Under such circumstances, it becomes critical to have mandatory efforts to conserve and manage water in place. VSSM’s Participatory Water Management Initiative focuses on repairing and strengthening the existing water bodies and increasing sensitivity towards the looming water crisis. The ill-maintained community lakes can no longer hold rainwater for more than a few months after monsoon. As a result, they cannot recharge the groundwater tables. Therefore, VSSM takes up the deepening of village lakes, which has led to raising the groundwater levels and making water available for the local flora and fauna. Creating a maximum number of water shrines is the need of the day.
Until last year we have deepened 210 lakes in Banaskantha. We have barely launched the current year’s efforts and have already deepened eight lakes.
The water conservation efforts VSSM takes up are participatory; hence,  the community also shares the responsibility. VSSM appoints and bares the cost of the JCB machine while the community has to take up the cost of moving the excavated soil. As a result, the lakes are deepened with the joint efforts of VSSM, its well-wishers, and the community.
The lake at Bodal village in Banaskatha’s Deesa is being deepened with the support of Mumbai based respected Shri Ulhasbhai Paymaster. He doesn’t share any affinity with Banaskantha, but because water conservation is the need of the day, he opted to support us. We are grateful for his thoughtful contribution. 
Our religious scriptures associate the creation of public water facilities as the greatest act of charity and have equaled it the be as virtuous as performing 100 yagnas. We wish an increasing number of people to contribute to water conservation efforts just as they donate to crowdfunding efforts to build temples. We encourage you to contribute to our ongoing efforts of water conservation.
જળ બનાવી શકાતુ નથી માટે એને બચાવવું પડે. કહેવાય છે વિશ્વ આવાનારા સમયમાં આજે જે સંકટ વેઠી રહ્યું છે તેનાથીયે વધારે સંકટ વેઠશે.
ત્યારે પાણીના ટીપે ટીપાને બચાવવું જરૃરી. અમે તળાવો ઊંડા કરીએ જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. ગામના ખેડૂતોને તો એનો ફાયદો થાય જ પણ ભૂગર્ભજળ ઉપર આવે સાથે પશુ પંખીઓ પણ પાણી મેળવી શકે.
બનાસકાંઠામાં અમે ગત વર્ષ સુધી 210 તળાવો ઊંડા કર્યા. આ વર્ષનું જળસંચયનું કામ હમણાં શરૃ કર્યું અને બનાસકાંઠામાં આ સીઝનના પણ 8 તળાવો ઊંડા થઈ ગયા.
વધારે ને વધારે જલમંદિરો બને તે આજના સમાયની જરૃર.
અમે જેસીબી મશીન મુકીએ અને ગામલોકો માટી ઉપાડવાનું કામ કરે. આમ ગામ, VSSM અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી તળાવ ઊંડા થઈ રહ્યા છે.
બનાસકાંઠાના ડીસાના બોડાલગામનું તળાવ અમે મુંબઈમાં રહેતા આદરણીય શ્રી ઉલ્હાસભાઈ પેમાસ્ટરની મદદથી ખોદી રહ્યા છીએ. તેમનો ઘણો આભાર. બનાસકાંઠા એમનું વતન નથી પણ પાણીનું કામ કરવું જોઈએ એવું એ માને માટે મદદ કરે.
તમે પણ આ કાર્યમાં સહભાગી બની શકો. આપણા ધર્મશાસ્ત્રોમાં તળાવ ગળાવવાના પુણ્યને સો યજ્ઞના પુણ્ય સાથે સરખાવ્યું છે.
સાથે ગામલોકો પણ જાગે એ જરૃરી. જો કે પહેલાં કરતાં આજે પાણીને લઈને ઘણી જાગૃતિ આવી છે. બસ વધારે લોકો જેમ મંદિર બાંધવા લોકોફાળો કરે તેમ તળાવો માટે કરતા થાય અને સ્વયંમ આ કાર્યો કરવા માંડે તે ઈચ્છનીય..
#mittalpatel #vssm #watermanagement #jalhetojivanhe #pani
Mittal Patel with Villagers at Bodal water management site

Mittal Patel with VSSM Coordinator Naran Raval

Mittal Patelk discusses WaterManagement with villagers

Ongoing lake deepening work

Bodal Water Management Site

We salute Sarpanch like Kumbhaji who helped Rani Maa to receive ration kit from VSSM…

Mittal Patel with Sarpanch Shri Kumbhaji and Rani Maa

“I did not have to spend a single penny for the election. I have worked a lot for the poor people of my village; hence the village elected me as their Sarpanch. Once again!”

Shri Kumbhabhai, Sarpanch of Delthi village of Banaskantha’s Vav block, shared the above. And he was speaking the truth; he played a pivotal role in bringing the benefits of various government schemes to the widow, handicapped, impoverished elderly, and other low-income families in need to support. He took the necessary measures and followed up on each application with the government office.

Rani Maa is a destitute elderly from the village; after Kumbhabhai shared her plight with our team member Bhagwanbhai, we sent a monthly ration kit to her. Along with the widow pension, the ration kit helps provide food security to Rani Maa. Recently, when we were in the village to meet Rani Maa, Kumbhabhai was also present, and Rani Maa showered praises on him and all his excellent work. “It is my duty to work for you all!” Kumbhaji had said.

But isn’t it the duty of all Sarpanchs? How many of them try to identify the people in need of support and bring it to the government’s notice? And it continues; how many follow-ups until the issue has been resolved?

In fact, my meeting with Kumbhaji reminded me of my visit to a village in Sabarkantha, where I met 18 women, primarily destitute or widowed. All of them are poor, but none receive any welfare support from the government. And no one was keen to ensure these women were linked with government welfare programs. Only one woman, who was not related to any of these Ba but was empathetic towards their condition, made efforts to ensure some benefit reached them. All these older women stayed in mud houses, yet, their income certificates the Panchayat had issued were all above Rs. 1.20 lacs. On the other hand, Sarpanch, like Kumbhaji, makes sure the required is done to bring the government benefits to those who need them the most.

We salute Sarpanch like Kumbhaji and pray that this story inspires other sarpanches to fall in line!

 “ચૂંટણીમાં મારે એક રૃપિયો ખર્ચવો નથી પડ્યો. પણ મારા ગામના ગરીબગરબાની મે ખુબ સેવા કીધી. એટલે ગામે મને ફેર જીતાડ્યો.”

બનાસકાંઠાના વાવતાલુકાના દેથળીગામના સરપંચ શ્રી કુંભાભાઈએ આ કહ્યું. એમની વાત પણ સાચી હતી. ગામમાં રહેતા વિધવા બહેનો, વૃદ્ધ નિરાધાર અને વિકલાાંગ વ્યક્તિઓ આ બધાને સરકાર દ્વારા જે સહાય મળે તે સહાય અપાવવામાં એમની ભૂમિકા મહત્વની. અલબત એમણે એ માટે ઘણી દોડાદોડી કરી. 

ગામમાં રહેતા નિરાધાર રાણીમાને VSSM માંથી રાશનકીટ મળે તે માટે તેમણે અમારા કાર્યકર ભગવાનભાઈને કહેલું ને અમે રાણીમાને રાશન આપવાનું શરૃ કર્યું. મૂળ સરકારી પેન્શન સાથે અમારી કીટ રાણી મા માટે મોટા ટેકા જેવી. અમે રાણીમાને મળવા ગયા ત્યારે કુંભાજી પણ ત્યાં હાજર. રાણીમાએ એમના ભરપૂર વખાણ કર્યા. કુંભાજીએ કહ્યું, મારી ફરજ છે ને મારે કરવાનું હોય. 

પણ ફરજ તો દરેક ગામના ઘણી – સરપંચની પણ કેટલા સરપંચ ગામમાં રહેતા સાચા જરૃરિયાતમંદને શોધી તેમની તકલીફોની વાત સરકારી સુધી પહોંચાડે? વળી પહોંચાડવું જ પુરતુ નથી પહોંચાડ્યા પછી સમાધાન પણ શોધી કાઢે. 

સાચુ કહુ તો કુંભાજીને મળ્યા પછી હમણાં સાબરકાંઠાના એક ગામમાં ગયેલી તે ગામ યાદ આવ્યું. જ્યાં એક સાથે લગભગ અઢાર બાઓને હું મળેલી જેમાંના ઘણા નિરાધાર હતા, ઘણા વિધવા હતા. આર્થિક સ્થિતિ નબળી પણ તેમને સરકારની સહાય મળતી નહોતી. ગામના કોઈને એમને સહાય મળે તેમાં રસ નહોતો. એક બહેન જેમને આ બધા બા સાથે કોઈ નાતો નહીં પણ માનવતાના ધોરણે એ પ્રયત્નો કર્યા કરે. પણ આ બધા બા કાચા ઘરોમાં રહે. છતાં આ બાઓમાંથી કેટલાકને તો આવકના દાખલાય 1.20 લાખથી વધુની આવકના પંચાયતે કાઢી આપેલા. ત્યારે કુંભાજી તો સામે ચાલીને કોઈ બાકી રહી ન જાય તેનો ખ્યાલ રાખે. આવા સરપંચને સલામ કરવાનું મન થાય.. 

બાકી કુંભાજી જેવા સરપંચોને સલામ ને જેઓ હજુ આ ભૂમિકામાં નથી આવ્યા તેમને ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના…

#MittalPatel #vssm #mavjat #elderlycaregiving #SarpanchElection

Rani Maa receives ration kit under 
VSSM’s Mavjat Karyakram

Mittal Patel meets Rani Maa

Rani Maa is a destitute elderly ,after Kumbhabhai shared
her plight with our team member Bhagwanbhai,
we sent a monthly ration kit to Rani Maa