VSSM planted 4500 trees at Surana’s crematorium…

Mittal Patel with Vruksh Mitra Chandubhai and his wife
at Surana tree plantation site

We planted 4500 trees at Surana’s crematorium. Henceforth, I will not mention ‘with the pledge to raise’ because planting and raising are woven together; it cannot be any other way.

Chandubhai has been appointed as the Vriksha Mitra. I wouldn’t be exaggerating if I said both Chandu and his wife toil through the day to ensure that the trees are well looked after. Whenever we are in the area and go to meet the trees,  Chandu would be found quietly working with them, replaying only to the questions asked. 

We are raising trees at 52 sites and I have visited all of them after the monsoon. I was required to tell the Vriksha Mitra at all the sites to keep the sites clean but not to Chandubhai. He had already ensured the sites he maintained were clean. The two sites he nurtures aren’t compact. The crematorium has 3000 trees growing while the school site has 1500 trees. Of course, Chandu has the support of the villagers.

The trees at both these sites are being raised with support from Rosy Blue Diamonds (Pvt) Ltd.

This year we have decided to raise 1.5 lac trees but managed only 1.3 lac trees. Next year we plan to increase the number to 3.5 lac trees. We hope the village leadership are prepared to spare land in their villages and facilitate such woodlands. Their participation and contribution will also ensure we succeed in establishing more ‘Tree-Temples’

સુરાણાગામના સ્મશાનમાં અને ગામની નિશાળામાં અમે 4500 વૃક્ષો વાવ્યા. હવે ઉછેરવાના સંકલ્પ સાથે એવું નહીં લખું.. ઉછેરવાનું તો એની સાથે વણાયેલું જ છે. 

આ વૃક્ષોને સાચવવા અમે વૃક્ષમિત્ર તરીકે ભાઈ ચંદુને રાખ્યો. તેની પત્ની અને તે રીતસર કાળી મજૂરી કરે એમ કહેવું કાંઈ ખોટું નથી.

જ્યારે પણ વૃક્ષોને મળવા જવું ત્યારે ચંદુ સ્મશાનમાં કામ કરતો જ હોય એય ચુપચાપ. પુછુ એટલાનો જ જવાબ આપે. 

અમે કુલ 52 સાઈટ પર વૃક્ષો ઉછેરી રહ્યા છીએ.. ચોમાસા પછી આ બધી સાઈટની મુલાકાતે ગઈ તે બધી સાઈટ પર સફાઈ કરવા વૃક્ષમિત્રોને કહેવું પડ્યું. પણ સુરાણામાં ચંદુને આ બાબતે કોઈ જ ટકોર કરવી ન પડી. એણે પોતાની રીતે સફાઈ શરૃ કરી દીધેલી. વળી સ્મશાનની સાઈટ કાંઈ નાની નહીં એમાં ત્રણ હજાર વૃક્ષો ઉછરે…ને નિશાળામાં 1500..

ચંદુને ગામનો સહકાર તો હોય જ…

VSSM ને આ બેય સાઈટમાં વૃક્ષો ઉછેરવા મદદ કરી. રોઝી બ્લુ ડાયમન્ડસ (ઈન્ડિયા) પ્રા.લી. 

આ વર્ષે 1.5 લાખ વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર હતો પણ 1.30 સુધી જ અમે પહોંચી શક્યા.. આવતા વર્ષે 3.5 લાખ ઉછેરવાનો સંકલ્પ છે એ માટે ગામો સજ્જ થાય ને પોતાની ગામની જગ્યાઓ આપે. સાથે ભાગીદારી નોંધાવવા તૈયારી પણ દાખવે તો જ વધારે વૃક્ષમંદિરો સ્થાપી શકીશું…

સુરાણામાં વૃક્ષમંદિરો ઊભા થાય તે માટે મદદ કરનાર ગ્રામજનો, વનવિભાગ અને રોઝી બ્લુનો ઘણો આભાર ને વિશેષ આભાર ચંદુને તેની પત્નીનો કે જે મન લગાવી વૃક્ષોનું જતન કરી રહ્યા છે… 

#MittalPatel #vssm #Surana

Surana tree plantation site

VSSM had plantet 4500 trees at Surana tree plantation site

Mittal Patel visited tree plantation site

The trees at both these sites are being raised with support
from Rosy Blue Diamonds (Pvt) Ltd.

The Vruksh Mitra Chandubhai toil through the day to ensure
 that the trees are well looked after

Mittal Patel visited tree plantation site

The nomadic families performed a puja before they initiated construction over them…

Mittal Patel performing puja at housing site

“We perform a puja whilst laying foundation of our houses, all of us including  our forefathers had longed for a performing that but their dreams could not turn into reality. Thanks to the organisation and government, we are able to perform this puja today!”

Kedapji Salat and his fellow community members shared the above when the foundation stones of their homes were laid at Virendragadh village in Surendranagar’s Dhrangadhra.

18 families have been allotted residential plots and 6 of them have received the first instalment towards house construction. The families performed a puja (ground breaking ceremony) before they initiated construction over them.

This time I was also made part of their celebration, it makes me grateful for the immense affection and warmth I receive from these families.   

VSSM will provide an assistance of Rs. 50,000 to each family to enable them complete the construction

Once again, it is the persistent support from our well-wising donors that will enable this settlement come to life.

You also can become instrumental is helping a family realise its dream of a home.

Shri K Rajesh, District Collector of Surendranagrar ensured the families are allotted the plots and our Harshadbhai and Gorakhnath remained persistent in their efforts.

The shared images reveal the current living conditions of these families.

‘અમારા ઘરના પાયા પુરાય ને અમે એ વેળા પૂજા કરીએ. આ અભરખા તો અમે ને અમારા ઘૈડિયાના ઘૈડિયા બધાયે રાખ્યા.  પણ અમારી પેઢીઓના આ સ્વપ્નો ક્યારેય પૂર્ણ ન થયા..

પણ જુઓ સંસ્થા ને સરકારના પ્રતાપે આજે અમે અમારા ઘરના પાયા પુરવાની પૂજા કરી હક્યા…’

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રહેતા ખેડપજી ને તેમની સાથેના અન્ય સલાટોએ આ કહ્યું..

કુલ 18 પરિવારોને પ્લોટ ફળવાયા એમાંથી 6ને મકાન સહાયનો પ્રથમ હપ્તો મળ્યો. તે હવે એના ઉપર ઘર બાંધવાનું શરૃ કરતા પહેલાં પૂજા કરી..

આ પૂજા કરવાનો મને પણ અવસર મળ્યો.. તેમના લખલૂટ પ્રેમ માટે આભાર. 

મકાન બાંધવા પ્રત્યેક પરિવારને 50,000ની મદદ VSSM વતી કરીશું.

સમાજમાં બેઠેલા સંસ્થાના કાર્યોમાં સદાય સાથે રહેનાર સૌ પ્રિયજનોની મદદથી એક નવી વહાલપની વસાહત બનશે…

આવા એક વ્યક્તિનું ઘર બાંધવામાં તમે પણ નિમિત્ત બની શકો…

આ પરિવારોને પ્લોટ ફળવાય તે માટે મદદ કરી કલેક્ટર શ્રી કે.રાજેશે ને અમારા કાર્યકર હર્ષદભાઈ તેમજ ગોરખનાથે આ માટે સતત દોડાદોડી કરી..

હાલમાં જે સ્થિતિમાં આ પરિવારો રહે છે તે અને બાકીનું લખ્યું એ બધુ ફોટોમાં તાદૃશ્ય…

#MittalPatel #vssm

Mittal Patel at housing site

The current living condition of nomadic families

The current living condition of nomadic families

Mittal Patel with nomadic families 

VSSM provides monthly ration kit to Dhudhakaka and Soni Ma through its Mavjat initiative

Mittal Patel meets Dhudhakaka and Soni Ma

 ‘Kaka, who looks after you? We ask because you do not have children?”

“This old woman begs and brings some food whenever she is in the village rest; I have government ration and pension to fall back on.”

“What when Soniba is unwell?”

“Nothing, we go hungry on such days!’

How can someone survive in such poor living conditions? The reply angsts me.  

Dhudakaka and Soni Ma reside in Kankrej’s Ratanpur. The couple does not have children, while Dhudakaka has been confined to bed for almost 30 years with a leg ailment. Soni Ma continues to take good care of Dhudakaka but now both, her eyesight and physical strength have weakened considerably. 

Their warm and loving relationship reminded me of Shri Suresh Dalal’s poem ‘ek dosi, dosa ne haji vahal kare che!’

“Whatever you can do!” Kaka responded to my question on how could we help them.

“We will send you a ration kit every month, manage medical and other expenses from your pension and let us know if you run short of money. 

Soni Ma responded in a meek ‘ok’, but her face revealed her happy heart. 

Currently, VSSM provides monthly ration to 195 destitute elderly through its Mavjat initiative. It is challenging to undertake such activity without the support of our well-wishers. We are thankful to all who have supported this endeavour. You may also choose to sponsor an elderly. Do call us on 9099936013 or 9099936019 if you wish to sponsor an elderly. 

‘કાકા સંતાનો નથી તો કોણ સાચવે?’

‘આ ડોશી ગામમાં જાય ને માંગી લાવે બાકી સરકારી રાશન ને પેન્શન મળે એનો ટેકો રે’

‘પણ સોનીમા બીમાર પડે ત્યારે’

‘ત્યારે શું પડ્યા રહેવાનું!’

સાંભળીને કમાકમા આવી ગયા આવી સ્થિતિમાં કોઈને જીવવું પડે એ વાત વિચારવી જ અઘરી..

મૂળ કાંકરેજના #રતનપુરામાં ધુળાકાકા ને સોનીમા રહે. નિસંતાન દંપતી. ધુળાકાકાએ તો ત્રીસ વર્ષથી ખાટલો પકડ્યો છે.. પગમાં જબરી તકલીફ થઈ છે તે ઘુળીમાં જ એમને સાચવે. આંખે બરાબર ભળાતુ નથી, શરીર થાક્યુ છે છતાં એ કાકાને સરસ સાચવે..

બેઉને જોઈને સુરેશ દલાલ લીખીત કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..!  કવિતા યાદ આવી જાય.

એમને મળીને ઉઠતા અમે શું મદદ કરીએ એવું પુછ્યું તો એમણે કહ્યું, ‘તમને યોગ લાગે એ…’

અમે કહ્યું દર મહિને તમારા બેઉને ચાલે એટલું રાશન આપીશું. વૃદ્ધ પેન્શન મળે એમાંથી ચા પાણી દવાના ખર્ચ કાઢજો ને છતાં ખૂટે તો કહેજો…

ઘૂળી મા જવાબમાં સારુ એટલું જ બોલ્યા પણ એમના મોંઢા પર રાજીપો વર્તાતો હતો…

આવા #નિરાધાર માવતરોને દર મહિને રાશન આપવાનું અમે કરી રહ્યા છીએ.. આવા માવતરોને દત્તક લેવાનું પણ કરી શકાય… હાલ તો 195 માવતરોને સાચવવાનું કરી રહ્યા છીએ..

પણ આ કાર્ય સમાજના સહયોગ વગર શક્ય નથી. મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર ને આપની આસપાસ રહેતા કોઈ આવા માવતરોને દત્તક લેવાની ખેવાના રાખે તો 9099936013 અથવા 9099936019 પર સંપર્ક કરવા વિનંતી..

#MittalPatel #vssm

VSSM offered moral and economic support to help Balubhai overcome the financial crunch…

Mittal Patel with Somiben and Balubhai

Somibahen, whom we know through her son Balubhai.

Balubhai is an enthusiastic and self-motivated young man, always eager to volunteer with VSSM whenever some need emerges. His father who made living through weaving cane baskets not only educated Balubhai but also instilled important life lessons in him.

Balubhai set up an independent printing press but couldn’t expand the business due to a lack of funds. He knew about VSSM’s interest-free loan program but hesitated to take the organisation’s money. “One has to give to an organisation, not take from it!” his intentions were noble as our good old Devabhai’s. 

Balubhai would take the initiative and would walk along  VSSM whenever it needed community volunteers hence,  we knew the challenges he faced in expanding his business. We convinced him to take VSSM’s support, which he did and eventually expanded his business.

Balubhai’s family lives in a kuccha house, but he is saving up for a pucca house he dreams to move into. “I will build the house from the money I earn, I do not wish to build one on borrowed funds,” Balubhai believed.

While we fought the first wave of the pandemic, Balubhai’s father succumbed to brief illness and the entire family was infected during the second wave. Somibahen was also infected and faced breathing issues. They could not find her a bed in any government hospital hence was admitted to a private hospital. Somibahen’s recovery took longer than expected, her stay in the hospital was prolonged and the medical bills mounted. Balubhai did not think twice about incurring expenses on his mother’s treatment. VSSM learnt about his condition and offered moral and economic support to help Balubhai overcome the financial crunch. With financial aid from our dear Krishnakant Mehta uncle and Dr Indira Mehta auntie, we extended support to Balubhai and prayers helped Somiben recover well.

When Balubhai learnt that we were going to pass by their Dangiya village in Banaskantha,  they insisted we visit them. We stopped by and relished a good cup of tea. “Your support provided strength to push me to recover well,” Somibahen mentioned. Everything is destined, the ones who had to help you did so, we just played our role.” I opined.

“I will put in hard work to build one, you have done enough. We are glad to have your support…” it felt good to hear this.

I have come across many individuals working in the welfare sector who expect something in return for the work they do for others, but then I meet individuals like Baluhai, Devabhai, Pratap and a few others whose selflessness is like sunshine. Their firm belief that we cannot accept charity is a characteristic that sets them apart. I wish for such righteous thoughts to spread across widely.  

 સોમીબહેન… 

આમ તો એમનો પરિચય એમના દીકરાના લીધે..બલુભાઈ સ્વબળે ઊભા થવા મથતા તરવરિયા યુવાન.. અમારા સેવાકાર્યોમાં મદદ માટે સદાય તત્પર…એમના પિતાએ વાંસના સૂડલાં ટોપલા બનાવી વેચ્યા ને એમને ભણાવ્યા સાથે સમજણના પાઠ પણ ભણાવ્યા. 

બલુભાઈએ પ્રિન્ટીંગનો સ્વતંત્ર ધંધો શરૃ કર્યો. પણ બાપીકી એવી કોઈ મૂડી પાસે નહીં તે ધંધો વધારી શકે.. VSSM વગર વ્યાજે લોન આપે એવી ખબર પણ સંસ્થા પાસેથી મદદ લેવાય? સંસ્થાને તો આપવાનું હોય એવી એમની ભાવના. અદલ નેકનામના અમારા દેવાભાઈ જેવી.. 

બલુભાઈ સંસ્થાના દરેક સેવાકાર્યોમાં ખડે પગે.. વળી એ માટે એમને કહેવું પણ ન પડે… એટલે એમના પર ધ્યાન તો જાય જ..અમે સમજાવીને લોન આપી.. ધંધો થોડો વધ્યો… હાલ રહેવાનું અસ્થાયી ઘરમાં. સમણું પોતાનું પાક્કુ ઘર થાય એ માટેનું ને એ માટે મહેનત પણ ખુબ કરે. પૈસા ભેગા થશે તો જાતે ઘર બનાવી લઈશ. કોઈની ઓશિયાળી મારે નથી વેઠવી એવી ઉમદા ભાવના..

આવામાં તેમના પિતા બિમાર પડ્યા ને માંદગી પછી દેવલોક પામ્યા. આ ઓછુ હતું ત્યાં કોરોનાની બીજી લહેરે તેમના આખા ઘરને ઝપેટમાં લીધું. 

સોમીબહેન બિમાર પડ્યા. શ્વાસ લેવામાં ભયંકર તકલીફ થવા માંડી. સરકારી દવાખાનામાં જગ્યા ન મળી. આખરે ખાનગી હોસ્પીટલમાં એમને દાખલ કર્યા. ખાનગી હોસ્પીટલના મસમોટા બીલ. પણ બલુભાઈ શ્રવણ જેવા દીકરા. માની સેવા ચાકરીમાં પાછા ન પડે. સોમીબેનને સાજા કરવા માથે દેવું કર્યું. પણ હોસ્પીટલમાં રહેવાનો સમય વધ્યો તબીયતમાં સુધારો ન થાય. આ બાબતનો અમને ખ્યાલ આવ્યો. હિંમત તો આપવાની જ હોય.. સાથે આર્થિક રીત એ ભાંગી ન પડે તે માટે અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા(અંકલ) ને ડો.ઈન્દારા મહેતા(આંટી)ની મદદથી મદદ કરી.સૌની પ્રાર્થનાથી એ સાજા થયા..

સોમીબહેન ને બલુભાઈનું રહેવાનું બનાસકાંઠાના ડાંગિયાગામમાં તે ત્યાંથી પસાર થવાનું થયું. અમારા કાર્યકર નારણભાઈએ એમને તેમના ગામમાંથી પસાર થઈ રહ્યાનું કહ્યું તે એમણે ઘરે આવવા ખાસ આગ્રહ કર્યો.એંમના ઘરે સરસ ચા તો પીધી.. સાથે સોમીબહેનને પણ મળ્યા. એમણે કહ્યું. ‘તમે હિંમત ને મદદ આપી તે આજે જીવતી છું’મદદ કરવાવાળાએ કરી અમે તો નિમિત્ત હતા. બાકી બધુયે નિશ્ચિત હોય છે એવું સોમીબહેનને અમે કહ્યું…

ડાંગિયાથી નીકળતા બલુભાઈને ઘર માટે શું વિચાર્યું એવું પુછ્યું તો એમણે કહ્યું, ‘જાત મહેતનથી કરી લઈશ બેન.. તમે ઘણું કર્યું. તમે સાથો છો એ અમારે મન ઘણું…’ સાંભળીને રાજી થવાયું..

સેવા કાર્યોમાં ઘણાય લોકોને હું જોવું છું. જેમને કોઈ આપે એની જ એષણા હોય, લાલચો હોય પણ બલુભાઈ, દેવાભાઈ, પ્રતાપ, ચતુર વગેરેને જોવું છું ત્યારે મને ઘણો આનંદ થાય.. ધર્માદાનું અમને ના ખપે…

આવા સુંદર વિચાર સૌનામાં રોપાય તેવી શુભભાવના….

ફોટોમાં સોમીબહેન ને બલુભાઈ….

#MittalPatel #vssm