Jivat Ma gets food with the help of VSSM…

Mittal Patel meets Jivat Ma Bajaniya in Patan

Jivatma lives in Patan‘s Sarwal village. The last house in Bajaniya community is her’s.When we reached her home her body was curved and she was walking in her front yard.

I asked: “Ma, Why are you walking in this afternoon rather than sitting in your bed under a neem tree?”

She told me: “I was waiting for you. Mohanbhai told me that you are going to come.”

While saying this, she came close to me, held my hand and made me sit on the bed and she sat on the floor in front of me. 

I said: “Sit on the bed”.

“No, I can not sit in the bed in front of my son-in-law.”

Dakubhai of their community was with us. He said, ‘This Laxmanbhai is our son-in-law . He has married to Sarwal’s daughter’

Laxmanbhai of Jalalabad has been working with me since I started working with the Bajaniya community. When he got to know that I am coming to Sarwal, he came specially to meet me.

Jivatma observes respect for him. I said, “You are old now and Lakshmanbhai is younger than you, it’s okay if you don’t do this.”

Then she said, ‘I want to sing something for you, but my son-in-laaaw…..’

Finally I told Lakshmanbhai to go from there, and then jivatma started singing

“Made curry with Dal tuvar and vegetables and added nice spices …

Long live your name and the community… ”

I could see the shine of love in the eyes of jivatma. She sang the song by giving tribute to the ration kit we give her every month. Tears welled up in the eyes of everyone standing there as they listened to the song she was singing. I stopped jivatma, “don’t speak further now ma”

She told: “You brought life for us, otherwise we old husband and wife might be lying around that corner”

We said: “we give you what someone gives us. We are just a mediator. So don’t say anything more.” 

After sitting with her for a while, we went out, but that dal, tuvar vegetable song was still playing in my head. 

Thanks to the dear ones who helped to give rations to such mothers every month and also congratulations to our team who found such mothers .. Our mohanbhai found jivatma. Your virtue is so big, brother.. 

જીવતમા પાટણના સરવાલમાં રહે. બજાણિયા વસાહતમાં સૌથી છેલ્લે એમનું ઘર. એમના ઘરે અમે પહોંચ્યા તો શરીરે વાંકા વળી ગયેલા જીવતામાં આંગણામાં આંટા મારી રહ્યા હતા…

‘ખરા બપોરે લીમડા નીચે ઢાળેલાં ખાટલામાં બેસવાની જગ્યાએ આમ આંટા કેમ મારી રહ્યા છો મા?’

‘તમારી વાટ જોતી’તી. મોહનભઈ કઈ રાસ્યુ તુ ક તમે આબ્બાના’તા…’

એમ કહેતા કહેતા જીવતમાં અમારી સામે આવ્યા અને હાથ પકડીને મને ખાટલે બેસાડી. એ પછી એ મારી સામે ભોંય પર બેઠા.. મે કહ્યું,

‘મા ખાટલે બેેસો..’

‘ના જમાઈ હામે ખાટલે ના બેહાય..’

વસાહતના ડકુભાઈ અમારી સાથે હતા એમણે કહ્યું, ‘આ લક્ષ્મણભાઈ અમારા જમાઈ થાય.. સરવાલની દીકરી એમના ઘરે છે..’

જલાલાબાદના લક્ષ્મણભાઈ બજાણિયા વિચરતી જાતિઓ સાથે કામ શરૃ કર્યું ત્યારથી મારી સાથે.. હું સરવાલ આવવાની હતી એટલે એ ખાસ મળવા આવેલા. 

જીવત મા એમનો મલાજો પાળતા. મે કહ્યું, ‘જીવતમાં હવે ઉંમર થઈ અને લક્ષ્મણભાઈ તો તમારા કરતા નાના આવું ન પાળીએ તો ચાલે..’

તો એમણે ક્હયું, ‘માર તમને કોક હંભળાવવુ હ… પણ આ જમઈ…’

છેવટે લક્ષ્મણભાઈને મે ત્યાંથી જવા કહ્યું, ને જીવત માએ કહ્યું,

‘દાળ તુવેરનું શાક બનાયું… સરસ મસાલો નોખ્યો…

ધન ધન નોમ તમારુ… અમ્મર રહેશે કોમ…’

જીવતમાંની આંખોમાં પ્રેમ છલકાતો હતો. અમે દર મહિને રાશન કીટ આપતા એનો ભાવ એમણે આમ ગાઈને વ્યક્ત કર્યો. જીવતમાં જે ભાવથી ગાઈ રહ્યા હતા એ સાંભળીને ત્યાં ઊભેલા બધાની આંખોમાંથી આંસુએ ડોકિયું કર્યું. મે જીવતમાંને રોક્યા હવે આગળ ન બોલો માં… એવું ના છૂટકે કહેવું પડ્યું..

એમણે કહ્યું, 

તમે અમન જીવાડ્યા. નકર ડોહો, ડોહી ખુણામોં પડ્યાતા..’

અમે કહ્યું, કોઈ આપે એ અમે તમને આપીએ. અમે તો નિમિત્ત માત્ર. માટે વધારે કશુંયે ન કહેશો..

એમની સાથે થોડીવાર બેસીને અમે નીકળ્યા પણ પેલું દાળ, તુવેરનું શાક બનાયું સરસ મસાલો નાખ્યો વાળુ વાક્ય કાનમાં સતત ગૂંજ્યા કર્યું..

આવા માવતરોને દર મહિને રાશન આપવામાં મદદ કરનાર સ્નેહીજનોનો આભાર તેમજ આવા માવતરોને શોધનાર અમારી ટીમ પ્રત્યે રાજીપો.. જીવતમાંને અમારા મોહનભાઈ તમે શોધ્યા.. આનું પુણ્ય બહુ મોટુ ભાઈ…

#MittalPatel #vssm #RationDistribution

#mavjat #NomadicTribe #denotifiedtribe

#elderly #elderlycare #elderlypeople

#food #foodshare #fooddistribution

#બનાસકાંઠા #ગુજરાત #રાશનવિતરણ

Jivat Ma sang the song by giving tribute to the ration kit

Jivat Ma Bajaniya and her husband

Families from nomadic communities begin independent businesses after availing loan from VSSM..

Mittal Patel meets Tulsiben Kangasiya during her visit to
Tankara

“You sensed my dreams, chose to support me as a result I have goods worth Rs. 3.5 lakhs stocked in this open-air shop. Two years ago, I could not purchase goods worth Rs. 10000!! Life is good now, we are making progress. You helped me reach here, now it is my turn to help others.

Tankara’s Zaverbhai’s face was lit with an unexplainable aura whilst he was narrating his journey with us. I looked a little confused when he mentioned his willingness to help others. And he could sense that.

Mittal Patel with Zaverbhai and Tulsiben Kangasiya
“We haven’t known each other for long, yet you helped me expand this business, it has helped increase the profitability of the business. Kanubhai (VSSM’s team membe    r) always says that we are family to you. While sanctioning the loan, you also encourage our communities to support the families struggling to make ends meet. You ask us to make them part of our joy and happiness. Many buses make a stopover at this place. People disembark and many board the bus from here. I see a lot of tribal families reaching here in search of work. Last winter when I was setting this place, I saw their kids shivering of cold. Even their parents had nothing to warm them up. Ben, I brought 400 sweaters from seconds market. I gave them to whoever in need at this bus stop. I would have loved to give them new ones but that I could not afford. The intent was to keep them warm, the sweaters I provided must have done that.”

Zaverbhai Kangasiya’s open-air shop
We were passing through Zaverbhai’s place in Tankara, we decided to stop by after we saw that he was around. He insisted we spend some time and took us to the charpoy at the back of his yard. Zaverbhai and Tulsiben reflected content and calmness on their face.

Only two years ago the same couple earned their living by working as loaders. Zaverbhai dreamed of a shop with good worth Rs. 5,000 to 10,000 stocked in it. Family and community helped him build some corpus to buy the shop, however, he was still short of funds. Taking a loan from a private money lender would have proved very expensive.

Zaverbhai was prepared to fly,  but the shortage of funds had clipped his wings. He was a little confused on how to go further.  

Zaverbhai Kangasiya has goods worth Rs 3.5 lacs stocked

Our Kanubhai and Chayaben talk about VSSM’s activities to the Kangasiya families of Saurashtra. They help them progress in life. Zaverbhai shared his dilemma to Kanubhai.

VSSM sanctioned Zaverbhai the loan because we knew he had a vision and was prepared to work hard to realize it. The loan helped meet the deficit for buying the shop and to procure goods to kick start the business. 

There was no looking back for this couple after that. Within two years,   Zaverbhai paid-off all the debt he owned to everyone he had borrowed money to buy the shop. Shortly Zaverbhai is planning to buy another shop in  Tankara Bazar. He has goods word Rs. 3.5 lacks stocked with him.

VSSM has provided a loan to thousands of families to start their independent businesses, most of them believe that the funds VSSM provide are hard-earned money and will bring them good. I   also believe this because the funds VSSM’s well-wishers donate reflect their pure intent and humility. Such funds are bound to bring progress to its receiver.

We wish Zaverbhai and Tulsiben all the very best in their future endeavours.

 ‘તમે મારા સ્વપ્નને સમજ્યા ને જે મદદ કરી એના લીધે જ આજે આ થડા(ખુલ્લામાં કરેલી દુકાન) માં સાડા ત્રણ લાખનો સામાન ભર્યો છે. દસ હજારનો સમાન ખરીદવાની હેસિયત બે વર્ષ પહેલાં નહોતી પણ આજે બરકત છે.. તમે મને મદદ કરી તો મારેય બીજાને કરવી જોવેને?’

ટંકારામાં રહેતા ઝવેરભાઈ આ વાત કરી રહ્યા હતા. ત્યારે એમના મોંઢા પર જબરી ચમક હતી..વળી એમણે બીજાને મદદ કરવાની વાત કરી, એમાં મને કાંઈ ખાસ સમજાયું નહીં. મારી મૂંઝવણ સમજી ઝવેરભાઈએ થોડો ચોક પાડ્યો..

એમણે કહ્યું, ‘આપણી કોઈ લાંબી ઓળખાણ નહીં તોય તમે મને બેઠો થવા મદદ કરી અને હું બે પાંદડે થ્યો. કનુભાઈ(અમારા કાર્યકર) હંમેશાં કહે, અમારા માટે તમે અમારા પરિવારના છો.. લોન દેતી વખતે તમે પણ કહેતા હોવ છો કે, તમે સુખી થાવ તો તમારા એ સુખમાં બીજાનેય ભાગીદાર બનાવવા તે બેન.. મારા આ થડા પાહેથી જુદા જુદા ગામની બસો અને ગાડીયો ભરાય. આદિવાસી ભાઈ બહેનો પોતાનું વતન છોડી અહીંયા મજૂરી માટે આવે. ગયા શિયાળે હું થડામાં સવારે વહેલાં સામાન ઊતારતો હતો એ વખતે મે જોયું કે નાના નાના બાળકો ઠંડીથી થથરી રહ્યા છે. સ્વેટર જેવું એમના મા-બાપમાંય ઘણા પાસે નથી હોતું. તે બહેન હું ચારસો સ્વેટર સેકેન્ડમાં લઈ આવ્યો અને ગાડીમાં બેસતા- ઉતરા જેની પાસે ગરમ શાલ કે ઓઢવાનું ન હોય એને એ આપુ. નવા સ્વેટર આપી શકુ એટલી સગવડ નથી પણ મૂળ હેતુ તો ઠંડી રોકવાનો છે ને? તે આમાં સચવાઈ જાય છે…’

ટંકારા ચાર રસ્તે આવેલા એમના થડાને જોઈને અમે ત્યાં ઊભા રહ્યા તો એમણે બહુ આગ્રહ કરીને થડાની પાછળના ભાગમાં ઢાળેલાં ખાટલે અમને બેસાડ્યા ને નિરાંતે ઘણી વાતો કરી..

એક સંતોષ ઝવેરભાઈ ને તેમના પત્ની તુલશીબહેનના મોંઢા પર જોઈ શકાતો હતો..

બે વર્ષ પહેલાં ગાડીમાં સામાન ભરવાની મજૂરી કરતા ઝવેરભાઈએ ટંકારાની બજારમાં પોતાની દુકાન થાય અને થડામાં પાંચ દસ હજારની જગ્યાએ વધારે સામાન ભરવાનું સ્વપ્ન સેવ્યું. દુકાન ખરીદવામાં કુટુંબીજનો, સમાજના લોકોએ સૌએ મદદ કરી તોય પૈસા ખૂટ્યા.

વ્યાજવા પૈસા લાવે તો વ્યાજ મારી નાખે..શું કરવુંની મૂંઝવણ હતી.

એક ઉડાન ભરવાનું નક્કી કર્યું પણ પૈસા વગર બધુ નકામુ..અમારા કનુભાઈ અને છાયાબહેન સૌરાષ્ટ્રમાં વસતા કાંગસિયા પરિવારોને સંસ્થાના વિવિધ આયોજનોની વાત કરે અને તેમની પ્રગતિમાં મદદ કરે. ઝવેરભાઈએ કનુભાઈને પોતાની મૂંઝવણ કહી.

સ્વપ્ન જોનાર મહેનતકશ હોય તો મદદ કરવી જોઈએ. એટલે અમે વગર વ્યાજે લોન આપી. જેનાથી દુકાનમાં ખૂટતાં ઉમેર્યા અને થડામાં પહેલીવાર ત્રીસ હજારનો સામાન ભરાવ્યો. પછી તો ગાડી નીકળી પડી…

મહેનત કરનારને લક્ષ્મી વરે એ વાત ઝવેરભાઈ તુલશીબહેને સાબિત કરી બતાવી…

બે વર્ષમાં 12 લાખની દુકાન ખરીદવા માટે જે પણ લોકો પાસેથી પૈસા લીધા હતા તે બધા ઝવેરભાઈએ ચુકવી દીધા. ટંકારાની બજારમાં જ એમણે બીજી દુકાન જોઈ છે જે ખરીદવાનું ઝવેરભાઈ ટૂંક સમયમાં કરવાના છે.. આ સિવાય દુકાન અને થડા પર થઈને સાડા ત્રણ લાખનો સામાન તેમની પાસે પડ્યો છે…

ઝવેરભાઈ તુલશીબહેનને ઘણી શુભેચ્છા…

#MittalPatel #VSSM #LIvelihood

#success #business #employment

#successstories #businessloan

#interestfreeloan #smallbusiness

#hardwork #nomadictribe #Tankara

Warm friendship of VSSM and Rameshbhai Nat…

Mittal Patel meets Vrukshmitra Rameshbhai Nat during
her visit to tree plantation site

Rameshbhai Nat, a resident of Juna Deesa. He has been performing acrobatic acts on a rope for as long as he can remember.

“Ben, the Nats perform the acts at the cost of their life, the acrobats in the circus have a large net to catch them in came there is a mishap and not us. It is the Mother Earth who protects us!” Kishankaka, the Nat leader often tells us.

True, but many Nats have lost their lives while performing these daredevil acts.

Rameshbhai earns his living from these performances. VSSM has often invited him at various events organised to showcase the skills and craft of the nomads. VSSM and Rameshbhai share a warm and friendly relationship.

“Ben, take care of my family after I am gone,” and he begins to cry uncontrollably. We were shocked at hear Ramesbhai say this over a call that took us by surprise. I consoled him, inquired what was the reason for this sudden outburst. His blood sugar level had skyrocketed. I spoke to his doctor to learn that his condition was critical. We helped him fight his medical condition. After almost yearlong treatment he was out of the woods to finally get back to performing acrobatic shows.

Rameshbhai Nat performing acrobatics

Over the years with other means of entertainment gaining popularity, these shows have lost their mass appeal. And the pandemic has made things worse for individuals like Rameshbhai.

VSSM has helped build a settlement for 143 nomadic families in Juna Deesa. Rameshbhai too has a house there. We also undertook a tree plantation drive in the settlement. VSSM was looking for an appropriate candidate to take up the responsibility of ‘Vruksh-Mitra’. Rameshbhai came across as perfect candidate, he agreed to take up the role of tree nurturer and began performing his role with utmost care. Rameshbhai has been so good with his work that the community has decided to plant 1000 trees on a plot in the settlement. The plantation will commence soon.

VSSM has been supporting artists like Rameshbhai earn a dignified living so when noted author and our very dear Sonalben Modi called up with this request “can you give me names of 5-6 folk artists who still earn their living through their art??  I wish to support such individuals!!’ we felt relieved.

Rameshbhai Nat raised the trees under his care

We sent the details of 6 artists, including Rameshbhai. Sonalben has supported them all.

I performed to make people happy and bring cheer on their face when you made me Vruksh Mitra and when Sonalben chose to support me even without having met me, she brought cheer on my and my family’s face.

Sonalben we cannot thank you enough. It is our well-wishing friends like you who help us reach the poorest amongst the poor. We are grateful to the goodwill and support of all our well-wishing friends.

Sharing an image of Rameshbhai performing one of his dare-devil acts. The image was captured by Bharatbhai Patel.

Also a clipping of how he has raised the trees under his care.

રમેશભાઈ નટ..

જૂના ડીસામાં રહે.. સમજણ આવી ત્યારથી દોરડા પર અંગકસરતના ખેલ કરવાનું એ કરે..

અમારા કીશનકાકા. નટ સમાજના આગેવાન એ કહે, ‘બેન આપણો આ નટનો ખેલ તો જીવ સાટેનો ખેલ. સરકસવાળા કલા કરતબ બતાવે તો નીચે જાળી બાંધી પોતાનું રક્ષણ કરે. પણ નટનું રક્ષણ ખુદ ધરતી મા કરે..’

વાતેય સાચી. પણ  જીવ સાટેનો આ ખેલ  કરતા ઘણાય નટ દોર પરથી પડ્યાને જીવથી ગયા..

ખેલ કરીને જીવતા રમેશભાઈને ઘણી વખત સંસ્થાગત રીતે અમે ખેલ કરવા નિમંત્રણ આપતા તો ક્યાંક કાર્યક્રમ અપાવવામાં નિમિત્ત બનતા. ધીમે ધીમે એમની સાથેનો અમારો પરીચય ગાઢ થતો ગયો. એક દિવસ તો એમનો અચાનક ફોન આવ્યો ને, ‘બેન મારા ગયા પછી મારા પરિવારને તમે સાચવજો..’ એવું કહેતા કહેતા જ એમના ગળે ડૂમો ભરાયો ને એ વધુ ન બોલી શક્યા. મે હૈયાધારણા આપીને શું થયું તેવું પુછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, ડાયાબીટીશનું પ્રમાણ વધી ગયેલું ને હોસ્પીલટમાં એ દાખલ હતા. ડોક્ટર સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે, સ્થિતિ ખરેખર નાજુક થઈ ગઈ છે. એ પછી લગભગ એક વર્ષ અમે એમનું ધ્યાન રાખ્યું ને એ ફરી સાજા નરવા થઈને ખેલ કરતા થઈ ગયા.

પણ હવે આ ખેલ જોવા કોઈને ખાસ ગમતા નથી. આમ આવક ઘટી. કોરોનાની મહામારીમાં તો બધુ સાવ જ બંધ થયું. 

અમે જૂના ડીસામાં વિચરતી જાતિના 143 પરિવારોની વસાહત બનાવી છે. રમેશભાઈનું પણ ત્યાં સરસ ઘર બન્યું. આ વસાહતમાં અમે વૃક્ષો વાવ્યા. જેના ઉછેરની જવાબદારી વૃક્ષ માટે મમતા હોય એવા કોઈને સોંપવાની હતી. 

રમેશભાઈની આર્થિક હાલત નાજૂક એમણે વૃક્ષમિત્ર તરીકે કામ કરવાનું સ્વીકાર્યુ ને બહુ પ્રેમપૂર્વક એમણે વૃક્ષોનું જતન કરવાનું શરૃ કર્યું. રમેશભાઈની આવી ચીવટ જોઈને અમે આ વસાહતની પાસેથી એક જગ્યામાં 1000 વૃક્ષ કરવાનું આયોજન કર્યું છે જે ટૂંક સમયમાં અમલી બનશે..

રમેશભાઈ જેવા કલાકારને જે રીતે થાય તે રીતે મદદ કરવાની અમે કોશીશ કરી રહ્યા હતા ત્યાં જાણીતા લેખીકા પ્રિય સોનલબહેન મોદીનો ફોન આવ્યો ને એમણે કહ્યું, ‘મારે પોતાની કલા બતાવી રોજી રળતા કલાકારોને મદદ કરવી છે ને તમે પાંચેક કલાકારની વિગત આપો’ 

અમે રમેશભાઈ સાથે અન્ય પાંચ એમ કુલ છ કલાકારોની વિગત મોકલી. સોનલબહેને આ છ વ્યક્તિઓને સારી મદદ કરી.

સોનલબહેનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.. રમેશભાઈએ કહ્યું, ‘લોકોને હસાવવાનું કામ આખી જીંદગી કર્યું પણ ખરા ટાણે સંસ્થાએ વૃક્ષમિત્ર તરીકે રાખીને ને સોનલબહેને એક પણ વખત મળ્યા વગર મારી હાલત સમજી મને મદદ કરી મને હસતો કર્યો’

આભાર સોનલબહેન.. આપ જેવા પ્રિયજનોના લીધે જ અમે છેવાડે રહેતા તકલીફમાં હોય તેવા સૌને મદદ કરી શકીએ છીએ.. 

સૌનું શુભ થાવોની ભાવનામાં નિમિત્ત બનનાર સૌ સ્વજનોનો હૃદયપૂર્વક આભાર… 

રમેશભાઈ પોતાની કલા દર્શાવતા જેમનો ફોટો અમારા ભરતભાઈ પટેલે લીધો.. એ સિવાય વૃક્ષમિત્ર તરીકે એમણે જે વૃક્ષોનું જતન કર્યું તે અમને બતાવ્યું જે તમે પણ જુઓ…

#MittalPatel #vssm #TreePlantation

#tree #treeoflife #treeplanting2020

#treeplantationdrive #save #savetrees

#green #greenery #treecare #pureair

#oxygen #saveenvironment #બનાસકાંઠા

#Gujarat #ગુજરાત #NomadicTribe

Extremely grateful to respected Mehsana District Collector and Banaskantha District Collector for their thoughtfulness…

A meeting at Mehsana Collector Office

“The Almighty has given you a unique opportunity, that satisfaction this opportunity will provide if used to help the poor and needy will be second to none. Hence, let us work towards resolving the matters within a specific time frame…” the Mehsana  District Collector Shri H K Patel while addressing a meeting of officials,insisted on finding solutions instead of getting tangled in paperwork whilst responding to fundamental issues of nomadic and other marginalised communities.

Similarly, the Banaskantha Collector Shri Anand Patel too instructed the officials to finish the matters within the given time frame.

As did Additional District Collector of Deesa,  Shri Hirenbhai during a meeting he had summoned to instruct his officials to quickly resolve the housing, water, ration cards issues of the nomadic communities.

A meeting at the office of Additional
Collector Deesa

Both, the Chief Minister of Gujarat Shri Vijaybhai Rupani and Pradesh Chief Shri C. R. Patil have put tremendous emphasis on ensuring that the primary benefits reach these poorest of the poor families.

“Let us know of the regions where the issues don’t get resolved, we will prioritise and get them solved,” respected Vijaybhai himself assured.

Mittal Patel meets Mehsana Collector 

I am grateful for this thoughtfulness.

It is one of the greatest joy to be instrumental towards the welfare of these marginalised communities who still struggle to realise their basic needs.

The images shared are from the meeting at Mehsana Collectors Office and that of a  meeting at the office of  Additional Collector Deesa. 

‘ઈશ્વરે તમને તક આપી છે.. અને આ ગરીબ માણસોનું કામ થશે ને તો એનો સંતોષ બીજા બધાય કામ કરતા વિશેષ હોવાનો… એટલે નિશ્ચિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાનું આપણે કરીએ…’

ખાલી કાગળિયા નહીં પણ ઉકેલ લાવવાની નિસ્બત સાથે કાર્ય કરવાની વાત મહેસાણા કલેક્ટર શ્રી એચ કે પટેલે વિચરતી જાતિઓના પાયાના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે આયોજીત બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીગણ સાથે કરી.

સાંભળીને રાજી થવાયું..

મહેસાણા #કલેક્ટર શ્રીની જેમ જ #બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે પણ જિલ્લાના તમામ અધિકારીને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા તાકીદ કરી..

જે સંદર્ભે પ્રાંત કલેક્ટર ડીસા શ્રી હીરેનભાઈએ પણ પોતાના તાબા તળેના અધિકારી સાથે બેઠક કરીને આ વંચિત પરિવારોને ઘર, પીવાનું પાણી, રાશનકાર્ડ વગેરે મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા સૂચના આપી..

આપણા #મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી નો પણ આગ્રહ આ વંચિતો સુધી તમામ સુવિધા પહોંચે એવો. એમની આ  સજાગતાને પ્રણામ..

આદરણીય વિજયભાઈએ તો કહ્યું પણ ખરા, જ્યાં પ્રશ્નોનો ઉકેલ નથી આવતો મારુ ધ્યાન દોરો આપણે પ્રાથમિકતા આપીને એ કાર્યો પૂર્ણ કરાવીશું..

આપ સૌની આવી લાગણી માટે આભારી છું…

વંચિતોનું કલ્યાણ થાય એમાં નિમિત્ત બનવાનું સુખ મોટુ… આશા છે, આ પરિવારો જે પ્રાથમિક અધિકારો માટે ઝઝૂમે છે એ એમને સત્વરે મળે…

મહેસાણા કલેક્ટર શ્રીની અધ્યક્ષતા હેઠળ આયોજીત બેઠકમાં જવાનું થયું. આ સિવાય પ્રાંત કલેક્ટર શ્રી ડીસા દ્વારા આયોજીત બેઠક… બેય બેઠકના ફોટો…

Will to succeed… VSSM helps Lilaben begin her own venture…

A little ahead on Mehsana’s Nagalpur crossroads, towards the right of the highway is a tea stall run by Lilaben. VSSM had provided an interest-free loan to Lilaben to help her set up her venture. The business has flourished. Along with serving tea, she plans to offer snacks as well. There was a time when Lilaben reeled under doubts, “I won’t be able to run a hotel, I cannot do it!!” she had shared when we had listed before her some options. I was particularly keen on meeting her because she was now planning to expand her business.

The responsibility of raising her four children fell on Lilaben after the death of her husband. The Saraniya is a poor community, sharpening knives does not earn them enough money to be able to save for unforeseen circumstances!!

I have worked very hard to raise the children. My elder son has a heart ailment, his medications costs are huge. How do I meet such expenses?? Mohanbhai (VSSM’s team member) and Kanabhai (community leader) knew about my financial turmoil. They pushed me to start this hotel, I had many fears and concerns initially. But I am better off now. We have enough food for three meals a day, also there is money to meet the medical expenses incurred towards the treatment of my ailing son.

Women like Lilaben inspire us at many levels. Their struggle is about sustaining themselves and their families but also perform each role with utmost honesty and integrity. Lilaben has turned out to be a role model for women contemplating to plunge into starting their micro ventures. Of course, we will be supporting her in expanding her business. She deserves all our support and regard.

VSSM will always remain grateful to its patrons for enabling it meets the need for a dignified living for thousands of individuals like Lilaben. It is your support that helps these marginalised families realise their dreams.

મહેસાણાના નાગલપુર ચાર રસ્તાથી થોડે આગળ જઈએ તો હાઈવેની જમણી બાજુ લીલાબહેનની ચાની હોટલ આવે. 

લીલાબહેનને હોટલ કરવા અમે વગર વ્યાજે લોન આપેલી. તે એમાંથી એમણે સરસ તરક્કી કરી. હવે એમને હોટલની સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા ટૂંકમાં ખાણી પીણીનું કામ પણ ચાલુ કરવું હતું. એક વખતે ‘હું હોટલ નહીં ચલાવી શકુ, મારાથી નહીં થાય’ એવા ડર સાથે જીવતા લીલાબહેને નવું સાહસ કરવાનું વિચાર્યું એટલે એમને ખાસ મળવું હતું.

એમના પતિ ચાર બાળકોને લીલાબહેનના સહારે મુકીને પરલોક સિધાવી ગયા. છરી ચપ્પુની ધાર કાઢીને જીવતા આ સરાણિયા પરિવાર પાસે બચત તો શાની હોય? લીલાબહેન કહે, ‘લોકોના ખૂબ વૈતર્યા કર્યા. જે મળે એ કામ કર્યું ને છોકરાં મોટા કર્યા. મોટા છોકરાને હૃદયની બિમારી છે. તેની દવાય કરવાની. આ બધા ખર્ચા કેમના કાઢવા? આ મોહનભાઈ (VSSMના કાર્યકર) અને કાનાભાઈ(વસાહતના આગેવાન) બધી હકીકત જાણે. એમણે હોટલ કરવાનું કીધુ. બહુ બીક લાગતી પણ પછી કરી. હવે સારુ છે. છોકરાંની દવાય થાય છે ને પેટ ભરીને ત્રણ ટંકનો રોટલો જડી જાય છે..’

લીલાબહેન જેવા બહેનો પ્રેરણારૃપ છે. કપરી સ્થિતિમાં પોતાના પરિવારને ટકાવવા મથવું એ સહેલું નથી.. સફળ વ્યવસાયકર્તા તરીકે તો ખરુ પણ એક ઉત્તમ મા તરીકે લીલાબહેનને પ્રણામ કરવાનું મન થાય..રહી વાત નવા સાહસ માટે મદદની તો એ તો કરીશું જ. 

લીલાબહેન જેવા હજારો સાહસીકોને મદદ કરનાર સૌ પ્રિયજનોના અમે આભારી છીએ…એમની મદદથી જ આ વંચિતોએ જોયેલા સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. 

#MittalPatel #VSSM #livelihood

#ntdntcommunity #employment

#smallbusiness #dignityforall

#humanity #selfmade #NomadicTribe

#women #strongwomen #dream

#રોજગાર #વ્યાજવગરલોન #લોન

VSSM provides ration kits to such elderly through its Maavjat, an initiative that aims to care for the destitute elderly…

Mittal Patel with Teji Maa at her shanty

 Recently, I happen to meet Teji Maa in Radhanpur’s Lotiya village

“Maa, I hope the ration kits reach you on time??”

“Oh yes!! I have enough ration now. But ever since I have the dal-rice in my house, it has been difficult to sleep.”

I was surprised at this co-relation. Once we have food in the house,  we are usually relieved but this was a reverse statement of Teji Maa losing sleep because of the food she has in the house now.

“Why have you lost your sleep?” I asked with intrigue.

“These rats!! They pay me a daily visit in the calm of night. Now they too have food to bite. All the groceries – the dal and rice you give is stored in plastic bags, the rats love to bite into it all. That sound of kat-kat, kat-kat keeps me awake.  I have to get up and keep moving the bags, but rats are very good at finding it all. The moment I lie down they are back and begin biting kat-kat…!!”

This did make me laugh!! “So tell me what should we do to free you from this problem?”

“Bring me some containers that the rats cannot bite into, it will help me sleep well!!”

“We sure will bring you containers, Maa!! Anything else that is bothering you, do let us know!!”

“Nothing else, what more can I ask for. You all are taking such good care of me. I was helpless as I could not work to buy daily meals. Now I do not need to stretch my arms for food!!”

Later, Teji Maa took me to see her shanty.  One look at the place and I remembered my previous question if she has any other issues!!

“You don’t have a house!?”

“How long do I have to live now?”

Teji Maa widowed at a very young age, brothers brought her back to maternal home along with her small daughter. The daughter grew was married off but her economic condition remained weak too. Whenever she comes to meet Teji Maa,  she gives her 100-200 rupees.

“Brothers brought me home, provided shelter. They too have families to look after with their weak economic conditions. I cannot expect more from them. They have always helped me, but I had there was this expectation from my side. I now do not have to expect anything from anyone.”

VSSM team remains in search of such destitute elders. Shankarbhai has been taking very good care of Teji Maa. VSSM provides ration kits to such elderly through its Maavjat, an initiative that aims to care for the destitute elderly.

It was getting late, I asked for her permission to leave.

“Don’t forget the containers!” Teji Maa said with a right our parents or family elders would instruct us.

It made me happy.

To age is difficult,  that too when one is  poor and destitute! It sure is tough.

તેજીમાં ને રાધનપુર પાસેના લોટિયાગામમાં મળવા જવાનું થયું. 

મે પુછ્યું ‘મા, રાશન સમયસર મળી જાય છે ને?’

‘હોવ રાશન તો મલી જાય. પણ બળ્યું તમે આ ચોખા ન દાળ ન એ બધુ આલ્યુ તાણથી આખી રાત ઊંઘી હકતી નહીં’

સાંભળીને નવાઈ લાગી. અનાજ ઘરમાં ભર્યું હોય તો કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય એની જગ્યાએ તેજી માની ઊંઘ કેમ હરામ થઈ ગઈ છે?

‘કેમ ઊંધ નથી થતી?’

‘બળ્યુ આ ઉંદેડા? તમે ચોખા ન બધુ આલ્યુ એ બધુ કોથળીઓમોં ભર્યું હ્. આખી રાત ઉંદેળા એ કોથળીઓ કટકટ કર્યા કર. અવાજ આવ એટલ ઊભી થઈન કોથળી ઉપાડીન્ બીજે મેલું. પાસી આડી પડુ ક પાસુ કટ કટ… ‘

સાંભળીને હું હસી.. મે કહ્યું, ‘તો આ પળોજળમાંથી મુક્ત કરવા શું કરીએ ક્યો?’

‘મન ડબ્બા અલાઈ દો..એટલ મન નિરોત. હખેથી ઊંધી તો હકુ..’

ડબ્બા પહોંચાડી દઈશું માં. એ સિવાય કોઈ તકલીફ..’

‘ના બાપલા ના બધી વાતનું સુખ.. આવુ ધ્યોન કુણ રાખ? મજૂરી થતી નતી. ખાવા પીવાની ઘણી ઓશિયાળી હતી પણ હવ્ કોઈ હોમે હાથ લોબો નહીં કરવો પડતો’

એ પછી તેજીમાં એમનું છાપરુ જોવા લઈ ગયા.. છાપરુ જોઈને તેજી માને પુછેલો બીજી કોઈ તકલીફવાળો પ્રશ્ન યાદ આવ્યો, 

એમણે કેમ ન કહ્યું, ઘર નથી! મે પુછ્યું તો કહે, 

તેજી મા કહે, ‘હવ ચેટલું જીબ્બાનું…’

એષણા મુક્ત… તેજી મા… 

નાની ઉંમરે વિધવા થયા. એક દિકરી સાથે પીયરિયા એમને સાસરીમાંથી તેડી લાવ્યા. દીકરી મોટી થઈ એના લગ્ન કરાવ્યા. પણ એય એનું માંડ પુરુ કરે. વારે તહેવારે દીકરી આવે ત્યારે સો બસો તેજી માને આપી જાય..

પીયરિયા માટે તેજીમાં કહે, ‘ભઈઓ લઈ આયા, આશરો આપ્યો એ ઘણું. એય ઈમનો વસ્તાર લઈન બેઠા, ઈમનુંય મોડ હેડ તો મારો બોજો.. તોય એ બધા થોડી ઘણી મદદ કરતા. પણ હવ માર કોઈનીયે ઓશિયાળી નઈ..’

આવા વડિલોને શોધવાનું અમારી ટીમ કરે. અમારા કાર્યકર શંકરભાઈ તેજીમાનું સરસ ધ્યાન રાખે.. 

vssm થકી આવા વડીલોને  દર મહિને રાશનકીટ આપવામાં આવે. આ કાર્ય બહુ સાતા આપે..

લોટિયામાં અમને ઘણું મોડુ થ્યું મે કહ્યું, રજા લઉં મા? એમણે કહ્યું, હોવ પણ ડબ્બાનું તમે ભૂલતા નઈ.. આ વાક્ય એકદમ અધિકારભાવથી એમણે કહ્યું. 

સાંભળીને રાજીથવાયું..

ઘડપણ… એય પાછુ નોંધારા વ્યક્તિનું.. 

કપરુ છે…

#MittalPatel #vssm#ntdntcommunity

#humanity #dignityforall #eldercare

#people #PeopleFirst #nomadic

#elderlypeople #RationDistribution

#food #foodsecurity #foodforall

26 homeless nomadic families begins the construction of their dream house with the help of VSSM…

 

Mittal Patel giving a caste certificate to a nomadic woman



26 homeless  Devipujak and Raval families living in Patan’s Mithadhrva received residential plots some time ago. I was in the region to monitor the progress of the construction of houses. Amratbhai whose house was deconstruction was thrilled beyond comprehension, “We just couldn’t digest the fact that someday we too shall be homeowners, how much have we endured to get the residential plots allotted!!”

The families were devoid of any hope of obtaining a residential plot when almost a year ago,  our Mohanbhai had visited them for the first time. However, the compassionate District Collector Shri Anandbhai made this wildest dream a reality.  

The village Sarpanch also displayed tremendous support for these families. 

We are relieved as well,  that 26 homeless families will finally have a home, an address and a place to belong. 

VSSM also facilitated the process of procuring caste certificates, all the families in the settlement now have proofs of their identity. 

The images share the joy and sense of relief on the faces of these families over the construction of houses. 

Contentment is a word and feeling these families teach us in more ways than one.

‘અમારા ઘર થાય એ વાત જ ગળે નહોતી ઉતરતી. કેટલું રવળ્યા’તા રહેવા માટે પ્લોટ મળે એ માટે’

પાટણના મીઠાધરવા ગામમાં રાવળ અને દેવીપૂજક સમુદાયના ઘર વિહોણા 26 પરિવારોને પ્લોટ ફળવાયા અને એ પ્લોટ પર ઘર બંધાવાનું શરૃ થયું તે એ જોવા જવાનું થયું. એ વેળા જેમનું ઘર બંધાઈ રહ્યું હતું તે અમરતભાઈએ બહુ ભાવથી આ વાત કહી..

પહેલીવાર અમારા કાર્યકર મોહનભાઈ આ વસાહતમાં ગયા ત્યારે નિરાશાથી ધેરાયેલા આ પરિવારોને જરાય આશા નહોતી કે એમને એક જ વર્ષમાં પ્લોટ મળી જશે..

પણ કલેક્ટર શ્રી આનંદભાઈની લાગણીથી આ બધુ થયું.. 

સરપંચ પણ ભલા માણસ એમણે પણ મદદ કરી..

26 પરિવારોને પાકુ ઘર મળ્યાનો હાશકારો અમને હોય જ…

સાથે આ વસાહતમાં રહેતા જેમની પાસે જાતિ પ્રમાણપત્ર નહોતા તેમને પ્રમાણપત્ર મળે તે માટે પણ અમે મદદ કરી ને હવે વસાહતમાં સૌની પાસે ઓળખના તમામ આધારો થઈ ગયા..

કેવા સરસ ઘર બંધાઈ રહ્યા છે એ ફોટોમાં દેખાય સાથે ઘર થયાનો હાશકારો પણ દેખાય છે..

સંતોષ કોને કહેવાય એ આવા પરિવારોને મળીએ ત્યારે સમજાય…

#MittalPatel #VSSM #ntdntcommunity

#housing #HousingForAll #NomadicTribe

#collectorpatan #humanity #humanrights

#dream #dreamhouse #dignityforall

#social #SocialGood #stories #StoriesOfHope

26 homeless nomadic families have finally have a home

The joy and sense of relief on the faces of these families
over the construction of houses

Nomadic families with their caste certificates

Ravjibhai learns financial planning with the help of VSSM…

Mittal Patel meets Ravjibhai during her visit to Rajkot

 

 “Ben, I can buy a shop for Rs. 10 lacs in Rajkot, I have collected Rs. 8 lacs need around 2 lacs more. Some leaders from the community have committed to loan me the amount if VSSM lends me some loan I can become a shop owner.”

“I am wondering how did you gather Rs. 8 lacs!”

“Five years ago,  a loan of Rs. 10,000 – 20,000 sanctioned by you helped me initiate the business of selling cosmetics and accessories, I kept paying and taking new loans to expand my business.  The support helped me save this money, buy a vehicle and meet all the social expenses.

Ravjibhai resides in Rajkot’s Chunarawad. The loan offered by VSSM helped his wife set up a workstation along the roadside for selling fashion accessories and likes. They continued making goof profits and expanding the business with multiple loans from VSSM. Today, they have sell products at wholesale rates from their home. Other retailers buy products from him on credit or at cheaper rates. Ravjibhai intends to help others earn a decent livelihood.

Ravjibhai’s son Devabhai many not have gone to school all the way but is very smart. He works at a hosiery shop, from here he learnt to make online purchases. Ravjibhai now procures blankets from Panipat, children’s clothing from Tamil Nadu and the business is doing good.

While I was in Rajkot, Ravjibhai had come to meet me and talk about the loan for a shop, he showed me the images of products he sells.

Ravjibhai has had very humble beginnings,  but he can now support five others. Similar to him are Khodubhai, Jagmalbhai, Chetanbhai.

During the lockdown, Khodubhai did not request for ration kits in his settlement, the families that needed support received help from these individuals whose financial well-being has grown.

“Ben, this is our takeaway from our affiliation with you. We need to cultivate the understanding that you have,” Khodubhai had called up to assure that things will be fine in their settlement.

Such conversations do brighten up my day.

Ravjibhai will have a shop of his own for sure.

“Ben, that goes without saying!!” Ravjibhai responded when we wished him growth and prosperity and the will to continue helping those in need.

These Kangasiya community leaders are doing just fine on their own. I have always believed that once a person becomes economically sound he/she can find answers to many challenges they face. Ravjibhai also has been able to do that.

Our Kanubhai and Chayaben have played a crucial role in mentoring the mindsets of these communities.

‘બેન રાજકોટમાં જ પાઘડીથી 10 લાખમાં દુકાન મળશે. આઠ લાખ જેવા ભેરા થઈ ગ્યા સે. બે લાખ ખુટે સે. થોડા નાતના આગેવાનો દેશે થોડા સંસ્થામાંથી મલે તો દુકાન થઈ જાય..’

‘દુકાન તો બરાબર પણ આઠ લાખ ભેગા કેવી રીતે કર્યા?’

રવજીભાઈએ કહ્યું, ‘તમે ચાર પાંચ વર્ષ પહેલાં દીધેલી દસ- વીસ હજારની લોનથી બંગળી, બોરિયા, બકલ વેચવાનો ધંધો વધારતો ગ્યો અને ધંધામાં જીમ જીમ જરૃર પડી તમારી કનેથી લોન લેતો ગ્યો તે આજ આટલી મૂડી ભેગી થઈ ગઈ. ઘરનું સાધનેય થઈ ગ્યું. પ્રસંગોય નીહરી રયા સે…’

રાજકોટમાં ચુનારાવાડમાં રવજીભાઈ રહે. એમના પત્ની રાજકોટમાં જ એક જગ્યાએ પથારો પાથરીને બોરિયા, બકલ વગેરે વેચે.  રવજીભાઈ અમારી પાસેથી લોન લેતા ગયા અને ધંધો વધારતા ગયા. આજે પોતાના ઘરમાં જ એમણે હોલસેલની સરસ દુકાન કરી છે. જ્યાંથી તે અન્ય નાના ફેરિયાને બજાર ભાવ કરતા થોડી ઓછી કિંમતે, ઘણી વખત ઊધારીમાં સામાન આપે. જેથી કોઈ રોજી રળી શકે..

એમનો દિકરો દેવાભાઈ ભણ્યો ઓછુ. પણ સમજણ જબરી. એ હોઝીયરીની દુકાનમાં નોકરી કરે. ત્યાંથી તે ઓનલાઈન સામાન મંગાવવાનું શીખ્યો.

રવજીભાઈ હવે પાણીપતથી ધાબડા, તો તમીલનાડુથી નાના બાળકોના કપડાં મંગાવે છે અને વેચે છે. જેમાં વકરો ઘણો સારો થાય છે.

હું રાજકોટ ગઈ તે રવજીભાઈ મારી સાથે દુકાનની વાત કરવા આવ્યા અને ફોનમાં તેઓ શાનો વેપાર કરે છે તેના ફોટો બતાવ્યા..

સાવ સામાન્ય સ્થિતિમાંથી આજે પાંચ જણને મદદ કરે એ સ્થિતિમાં રવજીભાઈ, ખોડુભાઈ, જગમાલબાપા, ચેતનભાઈ વગેરે પહોંચી ગયા છે.

લોકડાઉન વખતે ખોડુભાઈએ અમારી પાસે એમની વસાહતમાં રહેતા એક પણ કાંગસિયા પરિવાર માટે રાશનકીટ નહોતી માંગી. જે ચાર, પાંચ જણા થોડા સક્ષમ થયા. એમણે લોકડાઉનના કપરા કાળમાં ગરીબ પરિવારોને સાચવી લીધા…

પાછુ ફોન કરીને ખોડુ ભાઈએ કહ્યું પણ ખરુ, ‘બેન તમારી સાથે રહીએ એટલે આટલી સમજતો કેળવાવવી જ જોઈએ ને?’

આવું સાંભળુ ત્યારે રાજીપો થાય..

રવજીભાઈની દુકાન થવાની એ નક્કી..

ખુબ પ્રગતિ કરો અને તકલીફમાં હોય તેવા સૌની મદદ કરોની ભાવના રવજીભાઈ આગળ વ્યક્ત કરી તો એમણે કહ્યું, ‘એમાં કહેવું નો પડે બેન…’

જો કે એમની રીતે આ કાંગસિયા આગેવાનો સરસ કરી રહ્યા છે…

માણસ આર્થિક રીતે સદ્ધર થાય તો એના ઘણો પ્રશ્નોનો નિવેડો આપ મેળે આવી જાય… રવજીભાઈ જેવા કેટલાયનાય કિસ્સામાં અમે આ જોયું છે…

આ બધામાં સમજણ અને સાથ અમારા કનુભાઈ છાયાબહેનનો…