We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village…

Mittal Patel visits water management site in Sabarkantha

It has been a few years since we began water conservation efforts in Banaskantha. As of today, we have deepened 163 lakes. It is not just  Banaskantha that requires such interventions; with the depleted water tables, other districts also need intensive water conservation efforts. However, we have our limitations; hence, despite communities calling us to their regions, we cannot reach them.

Amidst all the requests and denials, we had the opportunity to meet respected Shri Pratulbhai Shroff, who invited us to initiate water harvesting and conservation efforts in Sabarkatha’s Poshina.

Mittal Patel with Shri Pratulbhai Shah who invited us to initiate water harvesting and conservation efforts in Sabarkatha’s Poshina.

Shri Pratulbhai is the founder of Dr K. R. Shroff Foundation, an organisation working extensively in education. Poshina is the region where the organisation has been actively involved; we visit and survey the area to understand the ground realities to help us plan better interventions. Eventually, a collective visit to the region also happened.

Poshina is a prominent tribal town towards the east of Gujarat. Although the region receives good rains during the monsoon, sourcing even drinking water becomes challenging during summers. The villagers own agricultural land, but the water insufficiency means there is no means to earn a living during summers when the region becomes dry.

As we transverse through 5 villages, each village shared their water woes and the need to find a solution so that they do not have to escape to the cities. The population here is forced to migrate to urban areas in search of living during the summer months. If there is sufficient water, they can engage in dairy farming and earn a decent living.

We visited Aambamahuda, Tuta-bungalow, Tadhivedhi, Kajawas and Mathasara to have meetings with the village community. We also surveyed the areas capable of holding water.

Mittal Patel discusses water managemnet with village community
We also surveyed the areas capable of holding water.

We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village. We also plan to rope in government support in these efforts.

Mittal Patel meets Shri Pratulbhai Shah and Others for Water Management

Thank you, Pratulbhai, for inviting and supporting such efforts for a new region. I am hopeful that our collective efforts will have a more significant impact!!

બનાસકાંઠામાં જળસંચયના કાર્યો અમે ઘણા વખતથી કરીએ 163 તળાવો અમે અત્યાર સુધી ઊંડા કર્યા. બસ આ કાર્યો જોઈને અન્ય જિલ્લામાં વસતા ને પાણીના મહત્વને સમજતા લોકો અમારા વિસ્તારમાં પણ જળસંચયનું કાર્ય કરોનું કહે પણ અમારી મર્યાદાના લીધે એ થતું નહોતું.

આવામાં એક દિવસ અચાનક આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફને મળવાનું થયું ને એમણે સાબરકાઠાના પોશીના વિસ્તારમાં જળસંચયના કાર્યો કરવા માટે આમંત્રણ આપ્યું.

પ્રતુલભાઈ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક. શિક્ષણ ક્ષેત્રે એમની સંસ્થા ખુબ કાર્ય કરે. પોશીના વિસ્તારમાં પણ એમનું ઘણું કાર્ય. પોશીના વિસ્તારને સમજી ત્યાં શું કરવું તે નક્કી કરીશુંનું  અમે કહ્યું ને પછી પોશીના એમની ને અમારી ટીમ સાથે જવાનું થયું.

આદિવાસી વિસ્તાર વરસાદ સારો પડે. લોકો પાસે ખેતીલાયક જમીનો પણ ખરી પણ ચોમાસા અને શિયાળામાં પાણી મળે જ્યારે ઉનાળામાં આખો વિસ્તાર સુક્કો ભઠ્ઠ. પીવાનું પાણી મેળવવાય સાંસા.

અમે લગભગ પાંચ ગામો ફર્યા ને દરેક ગામના લોકોએ પાણીની સમસ્યાનું સમાધાન થાય તો અમારે શહેરમાં નાહવું ન પડે એવું કહ્યું.

શહેરમાં નાહવાનું રોજગાર અર્થે થાય. પણ પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તો પશુપાલન પણ સારો વિક્લપ બની શકે ને લોકોને પોતાનું વહાલું વતન છોડવું ન પડે એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું.

અમે આંબામહુડા, ટુટા-બંગ્લો, ટાઢીવેડી,કાજાવાસ, મથાસરા ગામમાં ગ્રામજનો સાથે બેઠક કરી ને ગામમાં પાણીનો સંગ્રહ ક્યાં થઈ શકે તે વિસ્તાર જોયો.

મુલાકાત લીધેલા બધા ગામોમાંથી આંબામહુડામાં તળાવ ઊંડા કરવાથી લઈને, કૂવા ગાળવાનું, ખેતતલાવડી બનાવવાનું કાર્ય હાથ પર લેશું.

આ સિવાય તળાવના કાર્યો સઘન થાય એ માટે સરકારને પણ સાથે જોડીશું.

આભાર પ્રતુલભાઈ એક નવા વિસ્તારમાં કાર્ય કરવા કહેણ મોકલવા. સાથે રહી સરસ કરીશું એ નક્કી…

#vssm #mittalpatel #watermanagement

Efforts of providing well-being to the elders like Ram Ma and Mafat Kaka in need bring goodness to us…

Mittal Patel meets Ram Ma and Mafat Kaka

Of all the initiatives we undertake for the welfare and empowerment of nomadic communities, Mavjat remains a favourite with the entire team of VSSM.

The elders we support are not related by blood, but practising the value of the ‘entire universe is one family’ makes them our family, and the affection they shower warms our heart and soul.

Recently, while I was in Patan’s Harij, my teammate Mohanbhai took me to meet Ram Ma and Mafat Kaka. Their’s was a house with two doors, and both these elderly were seated at each door; they looked gloomy. “Ben is here to meet you,” Mohanbhai informed.

“Please come, what do I offer you?” they said on seeing me come to them.

The couple lived in great scarcity; still, they did not forget their courtesy.

The couple has grown old; they have no one to look after them. Age prevents them from working as labour, so they depend on others to give them food. So VSSM began providing a monthly ration kit so that they do not have to rely on others for food.

Since they cook food on chula their house is covered with soot from inside, the tin roof had numerous holes, “How do you spend monsoons?” an obvious question escaped my mouth.

“One roof is still intact; both of us lie under that roof on a single charpoy,” Kaka responded.

I think the house must be built under government assistance; there was no electricity. A kerosene lamp is lit up during the evenings, and the lights from the houses surrounding them light up their home.

Kaka has breathing issues, so he needs to take medicine regularly. “I try to run the expenses from the elderly pension we get, but it becomes challenging. We had to depend on people bringing us food, or I had to go out and beg. Now that you provide us with ration, we need not worry about food.” Kaka had shared how much relief the ration kit has been.

These efforts of providing well-being to the elders in need bring goodness to us.

One can choose to adopt an elder for Rs. 1400 a month; many have chosen to adopt the, and we are grateful for your compassion.

If you wish to adopt an elder or support this cause, do not hesitate to call on 9099936013, 9099936019  or Paytm on 90999-36013.

Gratitude always. 

વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય અમે વર્ષોથી કરીએ પણ માવજત કાર્યક્રમ અમારા બધા કાર્યકરોનો સૌથી ચહીતો…

એવા માવતરો જેમની સાથે આમ લોહીનો કોઈ સંબંધ નહીં પણ વસુદૈવ કુટુંબના નાતે જેમને અમે પોતાના માન્યા એ માવતરોને મળીએ ત્યારે એમના હેતથી અમને ભીંજવી નાખે..

પાટણના હારીજમાં રહેતા રામમા અને મફતકાકાને અમારા કાર્યકર મોહનભાઈ મળવા લઈ ગયા. એક ઘરને બે દરવાજા આ બેય દરવાજે આ બેય માવતર ઘેરી નિરાશા સાથે બેઠેલા..મોહનભાઈએ કહ્યું, ‘બેન મળવા આવ્યા છે’ તો એકદમ ઊભા થયા ને ‘ભલે આવ્યા બાપલા, તમારી હું મનવાર કરુ?’ એમ એમણે કહ્યું…

અભાવ છે છતાં મનવારનો વિવેક એ ન ચુક્યા.. 

અવસ્થા થઈ સંભાળ રાખનાર કોઈ નથી.. કોઈ આપે ને ખાય તેવી દશા… ઓશિયાળી ઘણી વેઠવાની થાય એટલે જ અમે દર મહિને રાશન આપવાનું કર્યું.

એમનું ઘર અંદરથી આખુ કાળુ કાળુ. મૂળ ઘરમાં ચૂલો અને ધુમાડિયું એમાં નહીં તે આખુ ઘર કાળુ.. મે ઘરમાં જરા ઝાંખીને જોયું તો પતરામાં નાના ઘણા કાણા દેખાયા. એટલે અનાયાસે જ કાકાને પુછાઈ ગયું, ‘કાકા ચોમાસુ?’

તો કાકાએ કહ્યું, ‘એક પતરુ સાજુ છે જેમાંથી ચુવા નથી થતા તે એક ખાટલામાં અમે બે એ પતરાની નીચે પડ્યા રહીએ.. ‘ 

ઘર સરકારી રાહતમાં બન્યું હશે.. પણ એમાં લાઈટની સુવિધા નથી. સંધ્યા થતા કેરોસીનનો દિવો એ ઘરમાં રોજ સળગે. એમના ઘરની આજુબાજુ સરસ પાક્કા ઘર ને વિજળી પણ ખરી….

કાકાને શ્વાસ ઘણો ચડે તે દવાઓ પણ લેવી પડે. કાકા કહે, ‘સરકારનું પેન્શન આવે તેમાંથી દવા ને ઘર ચલાવવા કોશીશ કરીએ… પુરુ નતુ થતું, લોકો દયા કરીને આપી જાય કે હું માંગી આવતો પણ હવે મને હખ છે તમે આપો છો તે આખો મહિનો નિરાંતે ખવાય છે..’

નિરાધાર માવતરોને સાતા આપવાનું આ ઉત્તમ કાર્ય અમને સૌને સાતા આપે.. 1400 રૃપિયા એક માવતરનો મહિનાનો નિભાવ ખર્ચ થાય.

ઘણા લોકો આવા માવતરોના પાલક બન્યા છે. આવા પાલક બનનાર સૌને પ્રણામ..

તમે પાલક બનવા ઈચ્છો, આ સેવાકાર્યમાં મદદ કરવા ઈચ્છો તો 9099936013, 9099936019 પર સંપર્ક કરી શકો…

અથવા 90999-36013 પર પેટીએમ કરી શકો…

આભાર…

VSSM supports these elderly couple under its
Mavjat Karyakram

VSSM provides monthly ration kit
to these elderly couple

VSSM has decided to provide warmth and support to elders like Balu Ma in need and will continue to do so…

Mittal Patel meets Balu Ma

Balu Ma stays in a tattered tin-roofed house perched between two pucca homes in Harij town of Patan district.

“Ben, we have to go meet Balu Ma.” Mohanbhai, my team-mate tells me. Balu Ma was walking around in her front yard we called her,  but she could not hear us. We walked up to her and asked her something that she would love. She was delighted to see us, she kissed my hands and just like a mother,  she showered me with great affection.

“If  I am in Harij,  how can I not come and meet you?” I chat with  her.

“Glad you did, Mohanbhai had mentioned about your visit to Harij, but he had told me that you would be at the city centre, so I walked with great difficulty to come see you, but couldn’t find you!!

“You did not have to come to see me, I was going to come to meet you.”

“You have eased my life, but I pray to God to call me to him. I am tired of living like this.”

Balu Ma’s eyes well up while saying this, and so did ours. I had met Balu Ma second time. Mohanbhai, Pareshbhai, I and others take care of Balu Ma and have become her family now, that is the reason she opens up with us to shares her joys and pain.

The more we work with the elderly the more we realise that it is challenging to spend old age without the care and support from loved ones. Elders like Balu Ma reaffirm that realisation. VSSM has decided to provide warmth and support to elders in need and will continue to do so…

બાલુ મા…

પાટણના હારીજમાં બે પાક્કા ઘરની વચ્ચે પતરાંવાળા કાચા ઘરમાં રહે. અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, બેન આપણે એમને મળવા જવાનું છે. તે અમે એમના ઘરે પહોંચ્યા. ઘરની ઓશરીમાં એ આમ તેમ ઘીમે પગલે ફરતા હતા. અમે એમને બુમ પાડી પણ એમને કાને ઓછુ સંભળાય. છેવટે એમની ઓશરીમાં જઈને બાલુમા મજામાં એવું પુછ્યું. 

અમને જોઈને એ રાજી રાજી થઈ ગયા. મારો હાથ એમણે ચૂમ્યો. મારા ગાલ અને શરીર પર એમણે વહાલથી હાથ ફેરવ્યો. એમનું વહાલ મા એના બાળક માટે હેત વર્ષાવે એવું.

મે એમને કહ્યું, 

‘હારીજ આવી હતી તે તમે આવ્યા તે મળવા આવી’

‘બહુ હારુ કર્યું. મને મોહનભાઈએ કહ્યું તુ કે તમે આવશો. પણ એ તો કે’તાતા કે તમે બજાર આવશો તે હું તો ધેમ ધેમ છેક બજાર પોગી. થાકી ગઈ.. પણ તમે ના મલ્યા’

‘હું અહીંયા આવવાની હતી. તમારે બજાર નહોતું આવવાનું…’

‘તમે મને હખ કરી દીધું.. પણ હવે ભગવાન ઝટ લઈ જાય તો સારુ.. થાકી છું…’

બાલુ મા બોલતા હતા તે વેળા એમની આંખોના ખૂણા ભીના થઈ ગયા ને એમને જોઈને અમારા પણ.. એમને હું બીજીવાર મળી રહી હતી. પણ હવે હું, મોહનભાઈ, પરેશભાઈ વગેરે જે એમને સાચવે છે એમની સંભાળ લે છે એ એમનો પરિવાર બની ગયા છીએ. એટલે એ સુખ દુઃખની વાત અમને કહે છે..

ઘડપણ એ પણ કોઈ સ્નેહીજનના સાથ વગર કાઢવું ઘણું કપુરુ. બાલુ મા જેવા માવતરોને મળુ ત્યારે દર વખતે આ વાત સમજાય… 

ખેર અમારો પ્રયત્ન આવા માવતરોને હૂંફ આપવાનો…

આવા માવતરોના પાલક બનવા 9099936013 અથવા 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.

ફરી મને ગમતી પ્રાર્થના…

જીવન સુંદર બનાવું તો તુજ ને ગમે…

ખુદ ખીલું ને ખીલાવું તો તુજ ને ગમે..

પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં, 

તો પછી એક બીજાની ફરિયાદ ક્યાં…

સૌને મારા બનાવું તો તુજ ને ગમે.. 

જીવન સુંદર…

#MittalPatel #vssm

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022…

Mittal Patel with the Vruksh Mitra

“Ben, trust us, we shall raise all the trees we will plant!”  Bhikhabhai and Haribhai from Banaskantha’s Bharkavada had mentioned this firmly.

In July 2021, after it was decided to raise trees in the village amidst a partnership between VSSM and the village community, 501 couples had planted 2300 trees at the village crematorium.

As a result of the enthusiasm of village youth, retired forest officer and the specially appointed Vruksh Mitra, all the planted trees are growing well.

We are grateful for the support from  Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

It is fitting to mention the proactiveness of the village community towards ensuring the trees are well looked after and grow well. The villagers have volunteered to plough the soil around the trees so that the roots breathe well.

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022. Of course, we will be partnering with the local community and administration.

The local administration has joined hands to fulfil this pledge; we want more companies/corporates like Rosy Blue to partner with the cause and adopt one or two village woodland.

We request you join hands to help us cover our mother Earth in green. The trees will be home to thousands of living species. And that means being drenched in an abundance of blessings. I hope you choose to be showered with such blessings!!

‘બેન ભરોસો રાખજો જેટલા વૃક્ષો વાવશો એ બધાય ઊછરશે..’

બનાસકાંઠાના ભરકાવાડાના ભીખાભાઈ અને હરીભાઈએ દૃઢતાથી આ કહેલું.

જુલાઈ 2021માં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષો ઉછેરવાનું અમે નક્કી કર્યું.ને ગામના સ્મશાનમાં 501 દંપતી સાથે અમે સૌએ પૂજન કરીને 2300 થી વધુ વૃક્ષો વાવેલા. ગામના ઉત્સાહી યુવાનો, નિવૃત વન અધિકારી અને વૃક્ષોની માવજત માટે અમે રાખેલા વૃક્ષમિત્રની ઘણી માવજતના લીધે વાવેલા તમામ વૃક્ષો આજે સરસ ઉછરી રહ્યા છે.

રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી. એ અમને વૃક્ષો ઉછરેવા માટે આર્થિક સહયોગ કર્યો. જે માટે અમે એમના આભારી છીએ.

સાથે ગામ પણ એવું સજ્જ. એક વર્ષમાં લગભગ ચારેક વખત તો એમણે સ્વખર્ચે વૃક્ષોની વચ્ચે ખેડાણ કર્યું જેથી વૃક્ષોને ઓક્સિજન સતત મળે ને એનો ગ્રોથ સરસ થાય.

જુન 2022 થી બનાસકાંઠાના વિવિધ ગામોમાં બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે રહીને 5 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ છે.

આ સંકલ્પને પૂર્ણ વહીવટીતંત્ર તો સાથે આ્વ્યું. હવે રોઝી બ્લ(ઈન્ડિયા) પ્રા. લી. જેવી વધુ કંપનીઓ જોડાય તેમ ઈચ્છીએ. એક એક કંપની – વ્યક્તિ એક એક ગામમાં ઉપવન ઊભુ કરવા આર્થિક મદદ કરે તો આ લક્ષાંક એવડો મોટો નથી કે પૂર્ણ ન થાય..

વૃક્ષો ઉછેરવા, ઘરતી માને એનો લીલુડો શણગાર આપવા આપ સૌને મદદ કરવા વિનંતી.. મૂળ આ લીલુડો શણગાર હજારો જીવોનું ઘર થશે ને એ સુખી થશે તો આપણે પણ સુખી થઈશું.

#vssm #MittalPatel

Tree Plantation site at Bharkavada village
Tree Plantation site at Bharkavada village
Mittal Patel with Bhikhabhai and Haribhai discusses Tree Plantation
Mittal Patel at Tree Plantation site
VSSM recieved support from Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

 

We are grateful to GACL and community members for allowing us to drape the soil of your village in green…

Mittal Patel with the community members of Vakha

Vakha village’s crematorium for Mali community

We want to change the face of our crematorium,” village elders tell us.

And then they launched the massive operation of clearing the ‘ganda-baval’ trees around the crematorium. They also constructed a boundary wall and fence. Supported by GACL, we planted the trees, installed drip irrigation facility and appointed a vriksh mitra.

The committed efforts of the tree committee ensured most of the planted trees survived.

If each village strives to work as dedicatedly as Vakha village, each of our village can turn into ‘nandanvan’

We are grateful to GACL and community members for allowing us to drape the soil of your village in green…

વખાની માળી સમાજની સ્મશાનભૂમી..

ગામના વડીલોએ કહ્યું, અમારે અમારુ સ્મશોન અસલ કરવું હ્.

પછી તો શું ગાંડાબાવળથી ભરેલા આ સ્મશાનભૂમીની સફાઈ એમણે જાતે કરી. દિવાલ, વાડ બધુયે કર્યું ને અમે VSSM થકી વૃક્ષો વાવ્યા સાથે ડ્રીપની વ્યવસ્થા ને વૃક્ષોની સંભાળ રાખી શકે તેવા વૃક્ષમિત્રની નિમણૂક કરી. 

આ કાર્ય માટે મદદ કરી GACL સંસ્થાએ.. 

ગામની વૃક્ષમંડળીની ધગશ ઘણી એટલે વાવેલા વૃક્ષોમાંથી મહત્તમ ઉછરી રહ્યા છે. 

દરેક ગામ વખા જેવી ધગશથી કાર્ય કરે તો દરેક ગામ નંદનવન બની જાય..

આભાર GACL અને ગ્રામજનોનો તમે અમને ધરતીમાને હરિયાળી કરવાનો મોકો આપ્યો.

#MittalPatel #vssm

Mittal Patel discusses tree plantation with the community
members

Vakha tree plantation site

VSSM planted tree and installed drip irrigation facility

The committed efforts of the tree committee ensured
most of the planted trees survived.

Our well-wishers support enabled us perform a ‘Bhoomi Poojan’ at Gundala village where the houses for these 159 families will be constructed…

Mittal Patel remained present at the Bhoomi Poojan ceremony.

Bhoomi Poojan

The government recently allotted residential plots to 159  families belonging to nomadic and de-notified communities and living on the wasteland in  Rajkot’s Gondal town. The families will now proceed to plan for the construction of houses over the allotted plots. However, given the current construction rates it is difficult to accomplish construction of a decent house including a sanitation unit in Rs. 1.5 lacs.

Since the beginning, VSSM aids house construction for impoverished families.  On insistence of Rajkot’s Additional Collector Shri  Rameshbhai Aal, VSSM has taken upon itself the responsibility of supporting construction of houses of families who earn their living working as  menial labour or picking trash.

Recently, the support from our well-wishers enabled us perform a ‘Bhoomi Poojan’ at Gundala village where the houses for these 159 families will be constructed.

The Gondal administration and civil society remained on their feet during the occasion. Gondal leads the way as it is for the first time the government and civil society have come together for the cause of providing shelter to the deprived communities.  

Our dear Ujamshibhai has taken up the responsibility of constructing houses for these families, the cost of which is huge. It is the reason we have appealed the civil society to donate generously towards this construction.

Food, Clothing and Shelter; the three primary needs of human survival. While clothing and food can be  easily accomplished these days, shelter/housing remains a distant dream for the numerous impoverished communities. The houses that are constructed on a shoe string budget  do not last beyond few years,  forcing its inhabitants to move back to shanties. Such construction also means  wastage of precious natural resources. A pucca house provides  security blanket to homeless families especially to the women and  young girls who otherwise have hard time saving themselves from prying eyes as street dwellers. VSSM, especially emphasises  on homes for the homeless.

Additional District collector Shri Rajesh Aal, Deputy Director at Department of Social Welfare, Block Development Officer,  Shri Kalpeshbhai,  Chairman Gondal Municipal Corporation  and APMC Gondal and the well-wishing citizens of Gondal remained present at the Bhoomi Poojan ceremony. Thank you all for your presence.

The government has provided land and aid to construct houses, but  the amount needed to build a strong and long lasting house is being mobilised from VSSM’s well-wishers. VSSM is grateful to all of you for  supporting the cause.  It is a long list of donors, hence not mentioning it here, but we are glad to have your support and encouraging others to be a part of this effort.  As a result of your help a beautiful and cherished settlement will soon being to  take form. 

ભૂમીપૂજન..

વિચરતી જાતિના અસ્થાયી પડાવોમાં રહેતા પરિવારોમાંના રાજકોટના ગોંડલમાં રહેતા 159 પરિવારોને કાયમી સરનામુ આપવાનું સરકારની મદદથી થયું.

પ્લોટ મળ્યા હવે વાત આવી ઘર બાંધવાની. આજની મોંઘવારીમાં દોઢ લાખમાં સેનીટેશન યુનીટ સાથેનું ટકાઉ ઘર બાંધવું શક્ય નહીં. 

અમે વર્ષોથી આ પરિવારોમાંના નબળી સ્થિતિ ધરાવતા પરિવારોને ઘર બાંધકામમાં આર્થિક મદદ કરીએ. તે ગોંડલમાં પ્રાંત કલેકટર શ્રી રાજેશભાઈ આલના આગ્રહને લીધે ભંગાર વીણી જીવતા તો કેટલાક છુટક મજૂરી કરી જીવતા પરિવારોને ઘર બાંધી આપવાનું અમે માથે લીધું. 

જ્યાં ઘર બાંધવાના છે તે ગુંદાડાગામની જમીન પર આ પરિવારો માટે લાગણી રાખનાર સૌ સ્નેહીજનોની મદદથી ભૂમીપૂજન કર્યું.

ગોંડલનું વહીવટીતંત્ર ને ગોંડલના સુખી ને સમજણા માણસો આ કાર્યમાં ખડેપગે. વંચિતોના ઘર બંધાતા હોય ત્યાં સમાજ ને સરકારનો આવો સરસ સુયોગ ખાસ જોયો નથી પણ ગોંડલ એ રીતે નોખુ ને સૌને શીખ આપનારુ.

અમારા ઊજમશીભાઈએ આ પરિવારોના ઘર બાંધવાનું માથે લીધું. ખર્ચ ખાસો મોટો છે. એટલે સમાજને મદદ માટે આહવાન કર્યું છે. 

રોટી, કપડાં ઔર મકાન માણસની પ્રાથમિક જરૃરિયાત. આજે કપડાં ને રોટી લગભગ માણસ મેળવી લે. પણ મકાન કરવું એ ગરીબ માણસ માટે બહુ મશ્કેલ. ઓછા ખર્ચમાં ઘર થાય પણ એ મજબૂત ન થાય ને પાંચ સાત વર્ષમાં ઘર જર્જરીત ને પરિવાર પાછો છાપરાંમાં. આમાં કુદરતી સંસાધનનો બગાડ પણ ઘણો થાય. વળી ઘર એ સુરક્ષા આપે છે ખાસ તો બાળકો ને જુવાન દીકરીઓને…એટલે ઘર વિહોણા પરિવારોને ઘર મળે તેને અમે મહત્તા આપીએ.

ભૂમીપૂજન કાર્યક્રમાં પ્રાંત કલેકટર શ્રી રાજેશ આલ, નાયબ નિયામક શ્રી સમાજકલ્યાણ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ગોંડલ નગરપાલિકા તેમજ ગોંડલ એપીએમસીના ચેરમેન કલ્પેશભાઈ તેમજ ગોંડલના વંચિતો માટે લાગણી રાખનાર સૌ સ્નેહીજનો ખાસ ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ઘણો આભાર. 

સરકારે કિંમતી જમીન ને મકાન બાંધવા સહાય આપી.. પણ મજબૂત ઘર માટે જરૃરી વધારે ઘનરાશી VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનો થકી મળી રહી છે. મદદ કરનાર આપ સૌનો ઘણો આભાર. નામાવલી લાંબી છે માટે નામ નથી લખતી પણ તમે સૌ આ કાર્યમાં મદદ કરી રહ્યા છો ને અન્યોને મદદ માટે પ્રોત્સાહીત કરી રહ્યા છો એનો રાજીપો છે.. 

આપ સૌના સક્રિય સહયોગથી ટૂંક સમયમાં વગડામાંથી વહાલપની વસાહત નિર્માણ પામશે…

હાલ આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તેના ફોટા પણ સમજવા ખાતર…

#MittalPatel #vssm

Mittal Patel with the nomadic families of Gundala village

Government officials handed over the documents to 
nomadic families

Mittal Patel along with the government officials 
perform bhoomi pujan rituals

Governemnt official handed over the documents to
nomadic families

Mittal Patel handed over the documents to nomadic families

Mittal Patel addresses the nomadic families 

We are grateful to our respected Prime Minister, Chief Minister, Morbi District Collector and officials for being instrumental in the welfare of the marginalised nomadic communities…

Mittal Patel with the nomadic families

“You are such fortunate beings to have a job that  has the potential to change the lives of people just by signing a piece of paper!” I tell government officers whenever I happen to meet them. As a result of my work in social sector, I have had numerous opportunities to meet many officers and administrators who have changed the lives of the poor for the better. The compassion and empathy these officials showcase towards the marginalised and vulnerable are awe-inspiring.

The District Collector of Morbi Shri J. B. Patel is one such officer.

For years,  VSSM has remained perseverant in its efforts to ensure that the nomadic families scattered across Morbi obtain residential plots and have an address they can call home. Yet the efforts never found the desired outcome.

Shri J B Patel’s empathy towards the poor has accelerated the movement of pending applications. He instructed his team to speed up the allotment of plots to nomadic families staying on the village boundaries of  Habtiyadi, Mitana, Hadmatiya, Tankara, Morbi, Ravapar, Rafadeshwar, Nichi Mandal and other villages, and diligently follows up the progress made on the instructions he has given.

Meanwhile, Shri Bhupendrabhai Patel took charge as the Chief Minister of Gujarat. A very compassionate individual, he had called a meeting to understand what impedes the resolutions of long pending issues of the marginalised communities. After our interaction,  swift meetings were called  with the District Collectors to understand their administrative limitations, instructing them to quickly resolve the problems and report immediately.

Such push from higher authorities enthused proactive officers like Shri J. B. Patel. As District Collector, within a month of Chief Minister’s instructions,   he released orders of allotment of plots to all the nomadic families settled in Morbi awaiting residential plots. We were amazed at the speed at which the work was done and allotment orders were released. And glad that finally progress was made.

I hope this inspires the officials from other districts to find solutions to the pending files. If that happens, our respected Prime Minister’s dream of home for homeless could be realised soon.

We are grateful to our respected  Prime Minister, Chief Minister, Morbi District Collector and officials for being instrumental in the welfare of the marginalised nomadic communities.

These homeless families will soon have a home and an address of their own; no one will compel them to vacate and move their baggage.

Once again, thank you, respected Shri Piyushbhai Kothari, Shri Kiritbhai Shah (USA), Smt Dakshaben Shah, for the financial assistance to help us carry on such endeavours.

We help birds build their nests, let’s also help humans build their happy abodes. The recent plot allotment orders have benefited almost 800 families; you also can choose to help these families make a home by donating Rs. 85,000 to 1 lac per family.

અધિકારીઓ સાથે જ્યારે પણ વાત કરવાનું થાય ત્યારે હંમેશાં કહેતી હોવું, તમે ખરેખર ખુબ નસીબદાર છો. કુદરત તમને એવી નોકરી આપી છે જ્યાંથી તમે એક કાગળ પર સહી કરીને કોઈની પણ જીંદગી બદલી શકો. 

આમ તો સમાજકાર્યો સાથે વર્ષોથી સંકળાયેલી હોવાના નાતે કોઈની જીંદગી બદલી નાખનાર અનેક અધિકારીને હું મળી  છું. આવા અધિકારીઓની કાર્ય કરવાની પદ્ધતિ, વંચિતો પ્રત્યે તેમની અનુકંપા ઊડીને આંખે વળગે તેવી. 

આવા જ એક અધિકારી મોરબીના કલેક્ટર શ્રી જે બી પટેલ. મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેવા પોતાની જગ્યા, સરનામુ મળે તે માટે VSSM વર્ષોથી મથે. પ્લોટની માંગણી કરતી દરખાસ્તો પણ થઈ ગયેલી. પણ કોણ જાણે કામને વેગ ન મળે. 

કલેક્ટર શ્રીની વંચિતોના કાર્યો થાય તે માટે લાગણી ઘણી તે એમણે હરબટિયાળી, મીતાણા, હળમતિયા, ટંકારા, મોરબી, રવાપર, રફાળેશ્વર, નીચી માંડલ વગેરે ગામોની સીમમાં કે પાઘરમાં પડાવ નાખી રહેતા ઘર વગરના પરિવારોને સ્તવરે પ્લોટ ફાળવવા તંત્રને સૂચના આપી. વળી તેઓ સૂચના આપીને અટક્યા નહીં એ કાર્ય પાર પડે તે માટે કડક ઊઘરાણી કરી. 

આવામાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યભાર સંભાળ્યો. તેઓ પણ ખુબ લાગણીશીલ. એમને વિચરતી જાતિઓના પ્રશ્નો સંદર્ભે મળવાનું થયું ત્યારે કાર્ય કેમ થતા નથી તે અંગે તેમણે વિગતે જાયજો લીધો. ને બીજા દિવસથી જ જે તે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીમાં વંચિત પરિવારોના કામો કેમ અટક્યા છે? કામ સત્વરે પૂર્ણ કરી રીપોર્ટ કરોની સૂચના…

ક્યાંક જે બી પટેલ જેવા અધિકારી કે જેમણે પોતાની રીતે કાર્યો કરવાનું શરૃ કરી દીધેલું તેમનો ઉત્સાહ વધ્યો.  

ને મોરબી જિલ્લામાં વસતા ને અમારા ધ્યાને હતા તે તમામ પરિવારોને પ્લોટની ફાળવણીનો હુકમ કલેક્ટર શ્રીએ એક જ મહિનામાં કર્યો.

નવાઈ લાગે છે. આટલું ઝડપથી કોઈ કાર્ય થાય? પણ થયું. 

અન્ય જિલ્લાના અધિકારી પણ આ શીખે તેમ ઈચ્છીએ.. જો આવી ત્વરાથી કામ થાય તો આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું ઝડપથી પૂર્ણ થશે..

વંચિત વિચરતી જાતિઓના કલ્યાણમાં નિમિત્ત બનનાર આપણા વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી તેમજ મોરબી વહીવટીતંત્રનો ઘણો આભાર…

ઘર વગરના આ પરિવારોને હવે પોતાનું સરનામુ મળશે જ્યાંથી કોઈ તેમને જતા રહો એવો જાકારો નહીં આપે…

ફરી આભાર ને આ કાર્ય કરવા માટે અમને આર્થિક સહયોગ કરનાર આદણીય શ્રી પિયુષભાઈ કોઠારી, શ્રી કીરીટભાઈ શાહ(યુએસએસ), શ્રી દક્ષાબહેન શાહની હું આભારી છું. 

#mittalpatel #vssm

Shri Bhupendrabhai Patel 

Collector Shri J.B.Patel

The current living condition of nomadic families

Mittal Patel meets nomadic families of Morbi