VSSM plays a crucial role in ironing away the technical and social nitty-gritty to ensure the needful are linked to various welfare schemes launched by the government…

Mittal Patel meets Alisingbhaihis wife Manjuben and small
children to listen to their painful incident 

Within 15 days of husbands passing away, widowed wives walking out of their marital homes and leaving behind their small children can be heart-wrenching, isn’t it?

I found it difficult to believe when Vinodbhai,  my team member, shared the above. But when he took me to Panchmahal’s Gajapura village of Ghoghamba block to meet Alsingbhai and his wife Manjuben and listen to this painful incident in their own words, I found it difficult to believe. 

Alsinghbhai’s two elder brothers met with an accident when traveling on their motorbike. The brothers died on the spot. Together these brothers had five children, and the youngest was still on mother’s milk.

Losing two sons came as a devastating blow for the family. Alsingbhai was the youngest, and along with his father he tried to take care of the situation, however, wives of both the brothers walked out of the house in less than 15 days of their death. They did not even choose to take the children along. One took the breastfed daughter along, but when Alsingbhai offered to raise the infant, his Bhabhi left her without second thoughts.

“Now consider me their kaka or father; they are my responsibility now!” Alsingbhai shared this poignant truth.

And it is not just Alsingbhai; even his wife has risen to the occasion and accepted these children as her own.

When Vinod learned about this situation, he immediately filled up forms for Palak Mata-Pita Scheme to help ease the financial burden on Alsingbhai’s shoulders. The amount has begun arriving in the children’s account, but Alsingbhai has not used a single penny from that amount. “It is children’s money; I have no right over it!” Alsingbhai replied in all honesty.

“Didi, both mothers have remarried. I learned about this situation when I met them to get the forms signed. There is a precondition that if the mother is alive but refuses to take care of the children, as she has remarried, we need to attach surviving parent’s re-marriage certificate as proof along with the application form. In the absence of this signed document, the benefits under the scheme do not commence. I visited the mothers to get the document signed, but the ladies refused to sign the forms. They did not want Alsingbhai to benefit from it.” Vinod shared these details while I was still trying to comprehend how can a mother leave her small children behind and walk away! 

I was at a loss for words! I could not believe How a mother could be so stone-hearted.

Eventually, Vinod had to seek support from community elders to resolve the issue. The documents were signed, and children began receiving financial support under the Palak- Mata Pita scheme.

VSSM plays a crucial role in ironing away the technical and social nitty-gritty to ensure the needful are linked to various welfare schemes launched by the government for the benefit of the poor. For example, we have linked 20 children to the Palak Mata Pita scheme this year.

પતિ ગુજરી ગયાના પંદર દિવસમાં જ પત્ની સાસરીયું એ પણ નાના બાળકોને નોંધારા મુકી ત્યજી દે એ વાત જ કાળજુ કંપાવનારી લાગે ને?

અમારા કાર્યકર વિનોદે મને જ્યારે આ કહ્યું ત્યારે પ્રથમ તો હું પણ મા આવું કરે એ વાત માનવા તૈયાર નહીં. પણ પછી વિનોદ મને પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગજાપુરાગામ લઈ ગયો ને હું મળી અલસીંગભાઈ અને તેમના પત્ની મંજુબહેનને અને એમના મોંઢેથી બધુ સાંભળીને નવાઈ લાગી.

વાત જાણે એમ બની. અલસીંગભાઈના બે મોટાભાઈ બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા ને વચમાં અકસ્માત થયો. બે ભાઈઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ બેઉ ભાઈને મળીને કુલ પાંચ સંતાન. 

પરિવાર પર તો મૃત્યુના સમાચાર સાંભળી આભ ફાટ્યા જેવું થયું. નાના પાંચ બાળકોમાં એક દીકરી તો હજુ ધાવતી. અલસીંગભાઈ બેઉ ભાઈ પછી સૌથી નાના. એમણે ને એમના પિતાએ બધુ સંભાળવા કોશીશ કરી. પણ પતિની ચિતા હજુ બરાબર ઠરીએ નહોતી ને બેઉ ભાઈની પત્નીઓ બાળકોને મુકીને જતી રહી. હા ધાવતી દીકરીને મા સાથે લઈ ગઈ પણ અલસીંહભાઈ કહે, “નાનકી સિવાયના ચારેય નાના જ હતા ને એમની એમને નહોતી પડી તો પછી નાનકી માટે દયા શું કામ ખાવી. મે ભાભી પાસે જઈને કહ્યું, તમારે નાનકી ને ન રાખવી હોય તે એ પણ આપી દો, હું ઉછેરીશ. ને એમણે કશીયે દલીલ વગર આપી દીધી. 

બસ હવે હું જ એનો બાપ ક્યો તો એ ને કાકા ક્યો તો એ…”

અલસીંગભાઈ તો ભાઈ હતા એ બાળકોને સાચવવાનું નક્કી કરે પણ એમના પત્નીએ પણ પાંચેય બાળકોને પોતાના કર્યા.

અમારા વિનોદના ધ્યાને આખો કિસ્સો આવતા એણે પાલક માતા પિતા ફોર્મ આ બાળકો માટે ભરાવ્યા જેથી અલસિંગભાઈને ટેકો રહે. 

બાળકોને સહાય મળતી થઈ ગઈ. પણ આજ સુધી અલસીંગભાઈએ એક રૃપિયો પણ બાળકોના નામે સરકારમાંથી આવેલો વાપર્યો નથી. એ પૈસા તો બાળકોના મારો એમાં હક ન લાગે એવું એ કહે.

હું જ્યારે અલસિંગભાઈ અને બાળકોને મળી ત્યારે આવા કુમળા છોડ જેવા બાળકોને મુકીને જવાનો જીવ બાળકોની માનો કેમ ચાલ્યો હશે એ મને મૂંઝવતુ હતું. ત્યા અમારા વિનોદે કહ્યું, “દીદી મા જતી રહી.એ બીજે પરણી પણ ગઈ. જ્યારે પાલક માતા-પિતા યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું હતું ત્યારે મા હયાત હોય તો એ બાળકોની હવે સંભાળ રાખતી નથી એના લગ્ન થઈ ગયા છેનો દાખલો આપણે ફોર્મ સાથે જોડવો પડે જો માતા -પિતા બેમાંથી કોઈ એક જીવતું હોય તો. આ દાખલા વગર સહાય ન મળે. હું એ દાખલો લેવા બાળકોની મા પાસે ગયો તો કોઈ ફોર્મમાં સહી ન કરી આપે. મૂળ સહાય અલસીંગભાઈને મળવાની ને એટલે….”

સાંભળીને મારી પાસેના શબ્દો ખુટી પડ્યા. ખેર વિનોદે ગામના આગેવાનોને વચમાં નાખી સહી કરાવી ને બાળકોને સહાય મળતી થઈ.. પણ એક મા આવું કરી શકે?  માન્યમાં ન આવે એવી વાત….

VSSM વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે તેમાંનું એક સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે તકવંચિત, વિચરતી જાતિઓને જોડવાનું… બસ એના ભાગરૃપે ઘોઘંબા તાલુકાના લગભગ 20 થી વધુ નોંધારા બાળકોને પાલક માતા પિતા યોજના સાથે જોડવાનું કર્યું. 

VSSM began providing Mafakaka with a monthly ration kit and also carried out the repairs of Mafakaka’s house…

Mittal Patel with Mafakaka , VSSM coordinator Rizwan and
Jitubhai

Mafakaka from Gandhinagar’s Samou stays alone in a small single-room shanty like a house devoid of power or other facilities. Since Kaka cannot work because of his age,  he begs for money to buy grains to cook his meals. However, Jitubhai, his neighbor, takes utmost care of kaka’s well-being, bringing him tea twice a day and whatever else he might need. 

VSSM began providing Mafakaka with a monthly ration kit, so he does not have to beg for money. But his house is in complete tethers. The tin roof is filled with holes, so spending the monsoon inside the house would be challenging. It also does not have a power connection.

With support from its donors,  VSSM carried out the repairs of Mafakaka’s house. Jitubhai (in black T-shirt) has an extended power connection from his house.

VSSM’s Rizwan brings him a monthly ration kit.

I recently had the opportunity to meet him, “Hope everything is ok now and you are at peace.” I inquired.

“Everything is fine, I have no worries. Life has become stress-free. And I also get to smoke chilam and a fair amount of  chai.” A happy Kaka reveals how life has gotten better. At his age, we weren’t going to advise him to give up smoking chilam. All we wish is for him to be happy.

It was a scorching summer day when we met Kaka, seated outside his house. His condition had pained us. We had shared the image of kaka’s house before we met him to understand his living situation. Kaka had come across as a mentally unstable individual, but our recent meeting proved otherwise. He was fine, talked well, and seemed happy.

The initiative under which we provide care and support to these elderly is called Maavjat. It has become one of the favorite programs of our team. And it is your invaluable support that helps us reach these elderly.

મફાકાકા ગાંધીનગરના માણસના સમૌમાં રહે..

એકલા છે. ઘર આમ તો ઘર શું નાનકડી ઓરડી જેમાં લાઈટ કે અન્ય કોઈ સુવિધા નહીં. કામ તો થાય નહીં એટલે લોકો પાસેથી પૈસા માંગે ને જે મળે તેમાંથી અનાજ લાવી રાંધી ખાય. 

પડોશમાં રહેતા જીતુભાઈ મફાકાકાનું જબરુ ધ્યાન રાખે.. બે ટાઈમ ચા આપે. એ સિવાય પણ કાકાને જ્યારે જરૃર પડે ત્યારે મદદ કરે. 

મફાકાકાને અમે રાશન આપવાનું શરૃ કર્યું જેથી માંગવું ન પડે. એ બે ટંક પેટ ભરીને ખાઈ શકે છે. પણ જે ઓરડીમાં રહે તે ઓરડીના બધા પતરા કાણા. ચોમાસુ કાઢવું તો બહુ અઘરુ પડે. વળી લાઈટ પંખાની સુવિધા નહીં. 

અમે એમની ઓરડી રીપેર કરી આપવાનું નક્કી કર્યું. આપે એ કાર્યમાં મદદ કરી. જીતુભાઈએ લાઈટ, પંખા માટે વિજળી પોતાના ઘરેથી આપી. જીતુભાઈ ફોટોમાં કાળી ટીશર્ટમાં..

બાકી દર મહિને રાશન આપવાનું કામ અમારો રીઝવાન કરે..

કાકાને હમણાં મળવાનું થયું મે પુછ્યું, કાકા હવે શાંતિ છે.. એમણે કહ્યું. હવે બધી વાતે હખ છે. જીવને તોબા નથી.. 

કાકાને ચલમની ટેવ. કાકા કહે, બે ટંક ચા ને ચલમ વના મને ન ચાલે.. 

ઉંમર થઈ હવે ચલમ છોડવાનું તો શું કહીએ.. પણ એ રાજી રહે એવું કરવાનું.

અમે એમને ધોમધખતા તાપમાં ઘર બહાર નેવા નીચે બેઠેલા જોયેલા. જોઈને જીવ બળી ગયેલો. એ ફોટો પણ આ સાથે મુકુ છુ જેથી પહેલાનું ઘર ખબર પડે. પણ એ વખતે કાકાને જાણે ઝાઝી સુઝબુઝ ન હોય એવું લાગેલું.

પણ ઘર થયા પછી મળી તો ચહેરાની રોનક જ બદલાઈ ગયેલી… એમની સાથે સરસ વાત થઈ.

આવા વડિલોને સાતા આપવાનો અમારા માવજત કાર્યક્રમ. અમારી ટીમનું આ સૌથી ગમતીલું કામ.

તમે સૌ મદદ કરો છો માટે આભારી છીએ. તમારા સહયોગ થકી જ અમે આવા માવતરોને સાતા આપી શકીએ છીએ. 

#MittalPatel #vssm

Mafakaka’s house before Mittal Patel met him to understand
his living situation

VSSM began providing a monthly ration kit to SanaKaka …

Mittal Patel meets Sanakaka 
Sanaakaka resides in Halol’s Katol village. A few years ago, his legs lost their ability to function in an accident. There is no one in the family to look after Sanaakaka; he has a Ma Card but did need cash to meet his medical and other needs. Therefore, he sold off his only asset, his tethered home. After the accident the times had been harsh for Kaka, he needed money for treatment. Hence, he made a pact with a buyer that allows him to stay in the house till he lives after which the house is his. The house was sold for Rs 1 lac, the amount kaka used for his treatment.
 Kaka had worked as farm labor all his life, he had lost his wife a few years ago, and the accident has made him a dependent.
The neighbours helped him when needed; some brought him food, mostly leftovers after the family had finished eating.
VSSM began providing a monthly ration kit to Kaka and worked on an arrangement where a lady in the neighborhood would cook meals for him from the ration kit. As a result, Kaka is at peace now; he doesn’t have to depend on others’ sympathy.
Kaka wished for a hand-powered tricycle to increase his mobility. It becomes boring to remain seated inside the house. The front porch outside his home has a leaking roof. Kaka has no choice but to stay confined in the house. Of course, we will repair his house.
And it is not just Sanakaka, VSSM has been supporting 315 destitute elderly,  and the number keeps growing daily. If possible, you can choose to become guardians to these elderlies in need. A monthly ration kit costs Rs. 1400. If you wish to learn more about our Mavjat initiative, call us on 9099936013 between 10 AM and 6 PM.
 
We are grateful to everyone who has supported the initiative to help us bring well-being into the lives of elders like Sanaakaka.
સનાકાકા હાલોલના કાતોલ ગામમાં રહે.. થોડા વર્ષ પહેલાં અકસ્માત થયો ને એમના પગ કામ કરતા બંધ થયા. 
પરિવારમાં દીકરો કે અન્ય કોઈ સાર સંભાળ રાખી શકે તેવું નહીં. મા કાર્ડ હતુ જેના પર તેમની સારવાર થઈ છતાં પૈસાની જરૃર તો પડી. આખરે સનાકાકાએ પોતાનું ઘર જેમાં રહેવાનું આજના સમયમાં તો મુશ્કેલ.આવું જર્જરીત ઘર કાકાએ એક વ્યક્તિને પોતે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમાં રહેશે ને પોતે નહીં હોય ત્યારે એ વ્યક્તિનું એ શરતે એક લાખમાં વેચ્યું ને એ એક લાખમાં પોતાની સારવારમાં ખૂટતુ કર્યું. 
કાકાના પત્ની વર્ષો પહેલાં ગુજરી ગયા. કાકા ખેતમજૂરી કરી પોતાનું પુરુ કરતા પણ અકસ્માત પછી કામ થવાનું બંધ થયું.
આડોશી પાડોશી નાની મોટી મદદ કરે ને કાકાનું ચાલે. પણ કાકા કહે, એ બધુ કવેળાનું કોઈના ઘરે રાંધેલું વધારાનું પડ્યું હોય તો લોકો દઈ જાય. પણ એ બધુ કટાણે… 
અમારા કાર્યકર વિનોદના ધ્યાને આ વાત આવી અને અમે કાકાને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું ને ગામમાં રહેતા એક બહેન કાકાને એ રાશનમાંથી જમવાનું બનાવીને આપી જાય. કાકાને હવે હખ છે. હવે કોઈની ઓશિયાળી વેઠવી નથી પડતી. 
પણ કાકાની ઈચ્છા એમને હાથથી ચલાવવાની સાયકલ મળે તેવી. જેથી એ થોડું ઘણું જાતે ફરી શકે. સતત ઘરે અને એકની એક જગ્યાએ બેસીને એ થાકે. સાથે ઘરમાં રહી શકાય તેવી સ્થિતિ નથી. તેમણે ઘર બહાર નાનકડુ ઢાળિયું કર્યું છે પણ ઢાળિયામાં પતરાં ચુવે. કાકા કહે, ક્યારેક ટૂંટિયું વાળી પડ્યો રહુ. આ છાપરુ સરખુ કરી આપવાનું પણ કરીશું..
અમે આવા 316 માવતરોને અમે દર મહિને રાશન આપીયે અને આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તમે પણ આવા માવતરોના પાલક બની શકો એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો ને એક માવતરો માસીક રાશન ખર્ચ 1400 આપી શકો…
સનાકાકા જેવા માવતરોના જીવનમાં સાતા આપવાનું કરી શકીએ છીએ એ માટે મદદ કરનાર આપ સૌના અમે આભારી છીએ…
#MittalPatel #vssm

VSSM began providing a monthly ration kit to SanaKaka

The front porch outside Sanakaka’s home
has a leaking roof

 

VSSM brings cheer to the lives of elderly couple like ManjiKaka and Ami Ma in distress…

Mittal Patel meets Manjikak and Ami Ma 

“During my hay days, I used to play dhol during joyous and solemn occasions. The money was enough to sustain the two of us. But I have been sitting at home since the leg was amputated. We don’t have any children who would look after us. So we eat whatever this old lady begs and brings from the village.” Manji kaka of Patan’s Vansa village shared his predicament.

Vansa’s Sureshbhai Raval briefed us about Manjikaka’s condition.

Manjikaka belongs to the Valmiki community; with kaka’s disability, the couple survives on food Ami Ma begs and brings home. 

After we learned about their condition from Sureshbhai, VSSM’s Mohanbhai met him and enrolled for the monthly ration kit. In return, we make them promise not to beg once they begin receiving the ration kit.

“I will go to collect the newly harvested grains when the farmers bring them home; it is a tradition, and  we have a right over it.” Ami Ma tells me before committing to our proposal.

“Is there anything else we can do for you?’ I inquired.

“You are god sent for us; no one else has inquired about our well-being,” Manjikaka tells me with tears in his eyes.

He also requested a tricycle so that he could move around a little. We immediately spoke to Krishnakant uncle about it and agreed to equip Manji Kaka with a tricycle. As we said our goodbyes, we could sense relief and happiness on Manjikaka’s face.

I am grateful for the support you provide; it helps us bring cheer to the lives of such elderly in distress. Rs. 1400 is not substantial for people who wish to support, but it sure is significant for these seniors needing care and support. I hope you choose to adopt an elderly under our Mavjat initiative.

“આ ડોશી ગોમમાંથી વાળુ મોગી લાવ અન અમે ખઈએ. અમાર કોય વસ્તાર નહીં જે અમારી ચાકરી કર. પગ હાજા નરવા હતા તો હુદી ગોમમાં હારા નરસા પરસંગે ઢોલ વગાડતો, તે ઈમ હેડતુ પણ પગ કપાયો તાણથી બસ બેઠો હું.”

પાટણના વાંસાગામના મંજીકાકાએ આ કહ્યું.વાંસાના સુરેશભાઈ રાવળ ખુબ સેવાભાવી એમણે આ નિરાધાર માવતરની દુદર્શા વિષે અમને કહ્યું.

મંજીકાકા વાલ્મીકી સમાજના. પગ સાજા હતા ત્યારે ઢોલ વગાડતા અને અમીમા વાળુ માંગી લાવતા ને આમ ચાલતું. પણ હવે તબીયતના ઠેકાણા નહીં. એટલે હોય ન હોય બધુ ચલાવી લે. 

સુરેશભાઈએ મંજીકાકાની સ્થિતિની વાત કર્યા પછી અમારા કાર્યકર મોહનભાઈ મંજીકાકાને મળી આવ્યા ને દર મહિને તેમને ચાલી જાય એટલી રાશનની કીટ આપી જશેનું કહ્યું સાથે શરત હવે ભીખ માંગવા નહીં જવાની કરી. ને આ બેઉએ એ માન્ય રાખી.હા ખેતીની સીઝન પતે અને ખેડૂત ઘરે અનાજ લાવે પછી અનાજ લેવા જઈશ. અમારો હક લાગે એવું અમીમાએ હસતા હસતા કહ્યું..મે જ્યારે પુછ્યું બીજુ કશું જોઈએ છે તો, મંજીકાકા રડી પડ્યા. એમણે કહ્યું, ભગવોને તમન મેલ્યા. નકર અમારુ કુણ ઘણી..એમણે કહ્યું, પગ કપાયા પછી ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે. મને ત્રણ પૈડાવાળી સાયકલ મળે તો હું ગામમાં આંટો મારી શકુ..

અમારા ક્રિષ્ણકાંત અંકલને આ અંગે વાત કરીને એમને સાયકલ આપવાનું અમે નક્કી કરી દીધું. એમના ત્યાંથી નીકળ્યા ત્યારે એમના મુખ પર સંતોષ અને હાશનો આનંદ હતો..

આપ સૌ સ્વજનો થકી અમને આવા માવતરોની સેવા કરવાની તક મળે છે. આભારી છું આપની.આપ પણ આવા નિરાધાર માવતરોના પાલક માસીક 1400 રૃપિયા આપીને બની શકો. 1400 રૃપિયા એ મોટી રકમ નથી. પણ કોઈના માટે એ જીવન છે.

VSSM provides monthly raion kit to Manjikaka and Ami Ma 
under its Mavjat Initiative

We could sense relief and happiness on Manjikaka’s face.