Dafer Story published on BBC Gujarati Service…

For full article click below link :

https://www.bbc.com/gujarati/india-53810298?fbclid=IwAR2fjW6lf909VeyeW2NRO-ixjuqVOj5qJVbNtW44uOA0u0llIvyAnoyfsYg

“મૃત્યુ બાદ અમારે અમારા સ્વજનનો જનાજો ખભે લઈને દફનવિધિ માટે એક ગામથી બીજે ગામ અને એક કબ્રસ્તાનથી બીજા કબ્રસ્તાન ભટકવું પડે છે.”

“આખી જિંદગી જમીનવિહોણા રહેલા અમારા માણસોને મરણ બાદ દફનવિધિ માટે પણ થોડી જમીન નસીબ મેળવવામાં મુશ્કેલી પડે છે.”

આ શબ્દો છે મહેસાણાના કડી તાલુકાના મેડા-આદરેજ ગામના રહેવાસી દિલાવરભાઈ ડફેરના.

મૃત્યુ પામેલા પોતાનાં સ્વજનની દફનવિધિ માટે આખરે કેમ વલખાં મારવાં પડે છે?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “અમે રહ્યા ડફેર. અમારી પાસે ન પોતાની જમીન હોય છે, ન પોતાનું મકાન. જ્યાં કામ મળે ત્યાં ગામથી દૂર ઝૂંપડાં બાંધીને રહેવા લાગીએ છીએ.”

“અન્ય સમાજના લોકો અમને ગુનેગાર કોમ માને છે, તેથી અમે જ્યાં રહીએ છીએ તે ગામમાં અમને અમારા સ્વજનોના મૃતદેહ દફનાવવા દેતા નથી. ઘણી વાર તો જનાજો ખભે લઈને 12 કલાક ચાલવું પડે છે, કબ્રસ્તાને-કબ્રસ્તાને ભટકવું પડે છે. ત્યારે જઈને કોઈ એક કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાની મંજૂરી મળે છે.”

 

ગામની બહાર ઝુંપડાં બાંધીને રહેવા મજબૂર

 

મહેસાણા જિલ્લાના મેડા-આદરેજ ગામ પાસે આવીને વસેલા દિલાવરભાઈ ગામથી બે કિલોમિટર દૂર કાચું ઝૂંપડું બાંધીને રહે છે.

ખેતમજૂર તરીકે કામ કરતા દિલાવરભાઈ આમ તો છેલ્લાં ચાર વર્ષથી આ જગ્યાએ રહી રહ્યા છે.

તેમ છતાં તેમના મનમાં સતત એ બીક તો રહે જ છે કે, જો આસપાસ કોઈ ગુનાહિત કૃત્ય બનશે તો ગામલોકો અને પોલીસ તેમને આ વસવાટ છોડી દેવાની ફરજ પાડશે અને તેમનાં પૌત્ર-પૌત્રીઓનું ભણતર અધૂરું રહી જશે અને તેઓ ફરીથી ઘરવિહોણા બની જશે.

પોલીસ અને ગામલોકોના આ વર્તનનું કારણ પૂછતાં તેઓ જણાવે છે કે, “અમારી જ્ઞાતિની એટલે કે ડફેર લોકોની જૂની છાપને કારણે આવું થાય છે. પહેલાં તો અમને કોઈ પોતાનાં ગામની આસપાસ ઝૂંપડાં નથી બાંધવા દેતા, જો ક્યાંક અમે ઝૂંપડાં બાંધી લઈએ અને રહેવા લાગીએ તો આસપાસ બનેલા ગમે તે ગુનામાં શંકાની સોય પહેલાં ડફેરની વસતિ પર આવે છે. પછી ભલે તે ચોરીનો ગુનો હોય કે કોઈ બીજો ગુનો.”

ડફેર સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે દેશને સ્વતંત્રતા મળ્યાનાં આટલાં વર્ષો પછી પણ આ સમુદાયના લોકોના પુનર્વસન અને તેમના મુદ્દાઓની સમાજ અને તંત્રએ અવગણના કરી છે.

જોકે, હાલમાં જ સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાનાં કેટલાંક ગામોમાં ડફેર સમુદાયના લોકોને પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.

તેમ છતાં ડફેર સમુદાયના લોકો માટે કાયમી વસવાટની કોઈ વ્યવસ્થા નથી થઈ શકી, એ માટે પણ આ સમાજના અગ્રણી લોકો સરકારની ઇચ્છાશક્તિ ઉપર જ પ્રશ્ન ઉઠાવે છે.

ગુજરાતમાં વિચરતું જીવન ગાળવા મજબૂર ડફેરોની વાસ્તવિક પરિસ્થિતિની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વાત કરીએ કે આખરે ડફેર લોકો કોણ છે? 

કોણ છે ડફેર?

 

 

ડફેર સમુદાય જેવી અન્ય વિચરતી જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કાર્ય કરતાં સમાજકાર્યકર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિતલ પટેલ વાત કરતાં જણાવે છે કે, “ડફેર સમુદાયના લોકો પોતે જણાવે છે કે તેઓ મૂળ સંધિ કોમના લોકો છે. જે એક વિમુક્ત જાતિ જ છે.”

“સમય સાથે તેમના માટે સ્થાનિક લોકો દ્વારા ડફેર શબ્દ પ્રયોજાયો અને તે હંમેશાં માટે તેમની સાથે જોડાઈ ગયો.”

ડફેરોની રહેણીકરણી અને તેમના જીવનધોરણ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ડફેરો મુસ્લિમ ધર્મ પાળે છે, દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તેમની વસતિ જોવા મળે છે, સમગ્ર રાજ્યમાં તેમની વસતિ આશરે 12થી 15 હજાર છે.”

“પહેલાંના સમયમાં મોટા ભાગે આ લોકો ગામમાં ખેતરો અને સીમની રખેવાળી કરતાં. તેમજ કેટલાક લોકો લૂંટ કરીને પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે.”

“હવે આ સમુદાયના મોટા ભાગના લોકો મહેનત- મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સામાન્યપણે ડફેર લોકો ગામથી દૂર કાચાં ઝૂંપડાં બાંધીને રહેતા હોય છે.”

 

કેમ ડફેરોને જન્મજાત ગુનેગાર માનવામાં આવે છે?

વિચરતા સમુદાયના લોકો સાથે સામાજિક કાર્યકર મિતલ પટેલ

 

 ડફેર સમુદાયના લોકોને કેમ જન્મજાત ગુનેગાર માની લેવામાં આવે છે?

આ પ્રશ્નના જવાબમાં મિતલ પટેલ જણાવે છે કે, “ડફેર સમુદાયનું નામ અંગ્રેજોના સમયમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ, 1871 અંતર્ગત ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી જાતિ તરીકે સામેલ કરાયું હતું. ત્યારથી ડફેરોના નામ સાથે આ આપત્તિજનક લેબલ જોડાઈ ગયું છે.”

“ઉપરથી આ સમાજના અમુક લોકો જેઓ હજુ પણ લૂંટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, આવા લોકોને કારણે આખા સમાજને ગુનેગાર માની લેવામાં આવે છે. જે સદંતર ખોટું છે.”

તેઓ કહે છે કે, “ગામમાં ડફેરોને ક્યારેય ગામલોકો સાથે ગામની અંદર રહેવાની પરવાનગી નથી અપાતી. સમાજના આ પ્રકારના તિરસ્કારને કારણે આ લોકો સમાજની મુખ્યધારામાં ક્યારેય આવી જ ન શક્યા.”

“તેમજ આસપાસ ક્યાંય પણ લૂંટનો બનાવ બને તો સ્થાનિક પોલીસ પહેલાં આસપાસ આવેલી ડફેરોની વસતિમાં જઈને તેમના પુરુષોને ઉપાડીને લઈ જાય છે. “

“આ પ્રકારની માનસિકતાને કારણે આ સમાજના નામ સાથે હજુ સુધી જન્મજાત ગુનેગાર તરીકેનું લેબલ જોડાયેલું છે.”

 

બાળકોને નથી મળી શકતું શિક્ષણ?

 

 

મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના રહેવાસી ઉમરભાઈ ડફેર પોતાના સમાજની દયનીય પરિસ્થિતિને કારણે બાળકોને શિક્ષણ ન મળી શકતું હોવાની વાત કરતાં જણાવે છે કે, “ઘણાં ગામોમાં અમારા સમુદાયના લોકો છૂટાછવાયા ગામથી દૂર રહીને સીમનું રખોપું કરવાનું કામ કરતા હોય છે.”

“જ્યારે ગામલોકોનું કામ પતી જાય ત્યારે સમુદાયના લોકોને તાત્કાલિક પોતાનો વસવાટ છોડીને જતા રહેવા જણાવવામાં આવે છે.”

“આમ, વારંવાર વસવાટનું સ્થળ બદલાવાને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જતાં હોય છે.”

“જ્યારે માતા-પિતા એક ગામથી બીજે ગામ જતાં રહે છે ત્યારે બાળકનું ભણતર પણ અધવચ્ચે જ છૂટી જાય છે.”

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જેસલજ ગામની પાસે રહેતા હયાતભાઈ ડફેર પણ પોતાનાં બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “હું આ ગામ પાસે 10 વર્ષથી ઝૂંપડું બાંધીને રહું છું, પરંતુ મારી પાસે મારાં બાળકોનાં કે મારાં કોઈ પ્રમાણપત્રો કે દસ્તાવેજ નથી.”

“તે કારણે તેમનું શાળામાં ઍડમિશન નથી કરાવી શક્યો. અમારા જેવા સરનામાં વગરના લોકોનાં બાળકોને ક્યાંથી સ્કૂલમાં દાખલો મળે?”

ડફેર સમાજનાં બાળકોની શિક્ષણની સમસ્યા વિશે વાત કરતાં મિતલ પટેલ જણાવે છે કે, “રોજગારી માટે એકથી બીજે સરનામે સતત ફરતા રહેવાને કારણે ડફેર સમુદાયના લોકો પોતાનાં બાળકોને શાળાશિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકતા.”

 

પોલીસદમન અને અત્યાચારનો બન્યા શિકાર

 

મિતલ પટેલ કહે છે , “અમુક વર્ષો પહેલાં તો એવી પરિસ્થિતિ હતી કે જો સ્થાનિક પોલીસને ખબર પડે કે આસપાસ ડફેર કોમની વસતિ છે, તો તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વગર કોઈ ગુને ઘરના પુરુષોને લઈ જતા.”

“જોકે, આજકાલ પરિસ્થિતિ થોડી સુધરી છે. તેમ છતાં આસપાસ બનેલા લૂંટના કિસ્સામાં હજુ પણ પોલીસની શંકાની સોય ડફેર લોકો પર જ આવી જાય છે.”

“આ સમુદાયના લોકોમાં પોલીસની એટલી બીક હોય છે કે હવે તો તેઓ લગ્નસમારોહમાં પણ વધુ સંખ્યમાં એકઠા થવામાં ગભરાય છે.”

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા પ્રકાશિત કરાયેલ પુસ્તિકામાં પણ ડફેરો સાથે બનતી પોલીસ અત્યાચારની ઘટનાઓ અંગે લખાયું છે.

તે મુજબ ‘મહેનત કરીને આજીવિકા રળવાનો પ્રયત્ન કરતા આ સમુદાયના લોકોને પોલીસ ખૂબ રંજાડે છે.

જે વિસ્તારમાં ડફેરના ડંગા હોય અથવા સ્થાયી વસાહતો હોય અને ત્યાં ચોરી થાય અને જો સંજોગોવસાત્ ચોરને પોલીસ પકડી ન શકે. તેવા સમયે પોલીસ ડફેર વસાહતમાં આવી, ડફેર સ્ત્રી, પુરુષો અને બાળકોને ઢોરમાર મારે છે.

તેમનાં ઝૂંપડાં અને ઘરવખરી સળગાવી દે છે અને જેટલા પુરુષ હાથમાં આવે તેટલાને પોલીસ સ્ટેશન લઈ જઈ જેલમાં પૂરી દે છે.

કોઈ ડફેર તેમને પોતાનો વાંક-ગુનો પૂછી નથી શકતો. જેમને પોલીસ પકડીને લઈ આવી હોય તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશનમાં જઈ શકતા નથી.’

ઉમરભાઈ ડફેર જણાવે છે , “જ્યારે પણ ડફેરની વસતિની આસપાસ લૂંટ કે ચોરીના બનાવ બને છે ત્યારે વસતિના બધા ડફેર હેબતાઈ જાય છે, કારણ કે બધાને એવું જ લાગવા માંડે છે ગમે ત્યારે પોલીસ આવીને તેમની ધરપકડ કરી જશે અને એવું બને પણ છે.”

“પોલીસ દ્વારા ન માત્ર ડફેર પુરુષોની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ સ્ત્રીઓ સાથે પણ તોછડું વર્તન કરવામાં આવે છે. “

ડફેરો પર થતી પોલીસદમનની ઘટનાઓ ઘટાડવા અને ડફેરોનું પણ માનવ તરીકેનું ગૌરવ જળવાય એ માટેના ઉપાય સૂચવતાં મિતલ પટેલ જણાવે છે કે, “ડફેર જેવી વંચિત કોમને પોલીસ અત્યાચારનો ભોગ ન બનવું પડે એ માટે પોલીસને આવી કોમો સાથે કેવું વર્તન કરવું તે અંગેની તાલીમ આપવાની જરૂર છે.”

“ડફેરોના પ્રશ્નોને લઈને પોલીસતંત્ર વધુ સંવેદનશીલ બને એ દિશામાં કાર્ય થવું જોઈએ.”

 

‘સામાજિક તિરસ્કારને કારણ રહી ગયા વંચિત’

 https://youtu.be/mwCbLtygX2U

 

ડફેર કોમ પ્રત્યે સમાજની માનસિકતાને તેમની દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવતાં મિતલ પટેલ જણાવે છે કે, “જ્યારે સતત રજૂઆતોને પગલે અધિકારીઓ દ્વારા ડફેર કોમના લોકોને ગામમાં પ્લૉટ ફાળવવાની વાત કરાય છે, ત્યારે બીજા કોઈ નહીં પણ ગામના લોકો દ્વારા જ તાત્કાલિક વિરોધ નોંધાવવામાં આવે છે.”

“પોતાના વિરોધ માટે તેઓ કારણ આપે છે કે, આ લોકો મુસ્લિમો છે, જો આમને ગામમાં પ્રવેશ આપશું તો મસ્જિદો બનશે, આમની સંખ્યા ગામમાં વધવા લાગશે.”

“ઘણા ગ્રામજનો ડફેર કોમના ગુનાહિત ઇતિહાસનું કારણ આપી કહે છે કે, જો આમને ગામમાં ઘર મળશે તો અવારનવાર પોલીસ ગામમાં આવવા-જવા લાગશે.”

“ટૂંકમાં તેઓ ડફેર કોમના લોકોને પોતાની સાથે ભળવા દેવા જ નથી માગતા.”

આ પરિસ્થિતિમાં થઈ રહેલા સુધારા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “પાટણ અને સુરેન્દ્રનગરનાં કેટલાંક ગામોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોની સમજાવટથી ગામ પાસે રહેતા કેટલાક ડફેર પરિવારોને પ્લૉટ મળ્યા છે. પરંતુ હજુ પરિસ્થિતિમાં સુધારાની માત્ર શરૂઆત થઈ છે તેવું કહી શકાય.”

“હજુ પણ ઘણાં ગામોમાં સ્થાનિક ગ્રામજનોના વિરોધને પગલે ઘણા ડફેરોને પ્લોટ મંજૂર થઈ ગયા છતાં ફાળવણી નથી કરાતી.”

“તો ક્યાંક પ્લોટની મંજૂરી સામે ગ્રામજનો દ્વારા વાંધા રજૂ કરવામાં આવે છે.”

“સમાજના મુખ્ય પ્રવાહમાં રહેલા લોકો દ્વારા ડફેર કોમના લોકોના આવા તિરસ્કારને કારણે જ તેઓ વંચિત રહી ગયા છે.”

 

‘જનાજો કલાકો સુધી ખભે લઈને ભટકવું પડે છે’

 

 

 

ડફેર સમુદાયના લોકો પોતાના સ્વજનોનું મરણ થાય ત્યારે સ્થાનિક કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવા માટે પણ ઘણી વાર પરવાનગી ન અપાતી હોવાની વાત કરે છે.

ઉમરભાઈ ડફેર જણાવે છે કે, “અમારા સમુદાયના માણસોએ જીવતે જીવ તો રહેઠાણના અભાવે ઠેરઠેર ભટકવું પડે છે, પરંતુ વધુ દુ:ખદ વાત તો એ છે કે મરણ બાદ મૃતકના જનાજાને ખભે લઈને સમુદાયના લોકોએ કલાકો સુધી એક ગામથી બીજા ગામ ભટકવું પડે છે.”

“જીવનભર સુખની ઘડી ન ભોગવનાર મારા સમુદાયના લોકોને મરણ બાદ દફન થવા માટે જમીન મેળવવી મુશ્કેલ બની જાય છે.”

સ્વજનના મરણ બાદ તેમની દફનવિધિમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં હયાતભાઈ ડફેર કહે છે કે, “જ્યારે પણ અમારા કોઈ સ્વજનનું મરણ થાય તો જ્યાં આટલાં વર્ષોથી અમે રહેતા હોઈએ તે ગામ અને આસપાસનાં ગામોનાં કબ્રસ્તાનમાં પણ તેમની દફનવિધિ નથી કરવા દેવાતી.”

“અમારે અમારા સ્વજનની દફનવિધિ માટે જનાજો લઈને બે-ત્રણ ગામ દૂર જવું પડે છે.”

“ઘણી આજીજી કર્યા બાદ કો’ક ગામના આગેવાનની મધ્યસ્થી બાદ અમને દફનવિધિની પરવાનગી અપાય છે.”

 

‘સરકારને અમારી કાંઈ પડી જ નથી’

 

 

ડફેર સમુદાયના ઉત્થાન માટે સરકાર અને તંત્ર દ્વારા કરાયેલા પ્રયત્નોને સાવ નામમાત્ર ગણાવતાં દિલાવરભાઈ ડફેર કહે છે કે, “અમારી પાસે પોતાનું કહી શકાય એવું કંઈ જ નથી. ના ઘર, ના જમીન કશું જ નહીં.”

“થોડાં વર્ષો પહેલાં તો અમારી પાસે પૂરતા દસ્તાવેજો પણ નહોતા. હજુ પણ અમારા સમુદાયના લોકોને રોજગાર અને ઘર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.”

“સરકારને તો જાણે અમે દેખાતા જ નથી. સરકાર અને તંત્રની અદેખાઈને કારણે જ અમારો સમુદાય સાવ પછાત રહી ગયો છે.”

હયાતભાઈ ડફેર કહે છે કે, “મારા સમુદાયના લગભગ બધા લોકો સરનામા વગરનું જીવન ગાળી રહ્યા છે. અમારા સમુદાયના લોકો પાસે પોતાની ઓળખાણના અને અન્ય જરૂરી દસ્તાવેજો હોતા નથી. જે કારણે અમને કોઈ સરકારી સુવિધાઓ નથી મળી શકતી. સરકારને અમારી પડી નથી, કારણ કે અમે એમના મતદાર નથી.”

જોકે, કેટલાંક સ્થળે સ્થાનિક તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓના પ્રયત્નોને પરિણામે અમુક ડફેર પરિવારોને રહેઠાણ બાંધવા માટેના પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.

પરંતુ જ્યારે સરકારી તંત્ર તરફથી ડફેર સમુદાયને રાહત મળે છે, ત્યારે સમાજના અન્ય વર્ગના લોકો આ રાહતને મુશ્કેલીમાં ફેરવી દેતા હોવાનું ડફેર સમુદાયના લોકો જણાવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાણાવડ ગામમાં રહેતા રહીમભાઈ ડફેર, પાછલાં 18 વર્ષથી દાણાવડ ગામ પાસે એક ઝૂંપડું બાંધીને રહે છે.

તેઓ કહે છે કે, “અમને નજીકના દિગસર ગામમાં તંત્ર દ્વારા પ્લૉટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આસપાસનાં ત્રણ ગામના લોકોએ આ ફાળવણી સામે વાંધો રજૂ કરતાં પ્લૉટની ફાળવણી રદ કરી દેવાઈ છે, હવે અમે ફરીથી જમીનવિહોણા બની ગયા છે.”

ગામવાળાના વાંધા-વિરોધના કારણ વિશે તેઓ જણાવે છે કે, “ગામના લોકોને કદાચ બીક હશે કે આ લોકોને ગામમાં રહેવા દઈશું તો ગામમાં અવારનવાર પોલીસ આવશે.”

“ઉપરાંત કદાચ તેઓ મુસ્લિમોને તેમની સાથે ન રાખવા માગતા હોય તેવું પણ બની શકે.”

 

યોજનાઓ તો છે પણ…?

 

 

જોકે, રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સરકાર દ્વારા ડફેરો સહિત તમામ વિચરતી વિમુક્ત જાતિઓના ઉત્થાન માટે કામ કરાઈ રહ્યું હોવાનું જણાવે છે.

આ જાતિઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને સહાય વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “સરકાર દ્વારા ડફેરો સહિત અન્ય વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ ચલાવાઈ રહી છે અને હાલના બજેટમાં પણ ઘણી યોજનાઓને મંજૂરી અપાઈ છે.”

“સમયાંતરે આ સમાજના લોકો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે, તેમની અરજીઓ મંજૂર કરાયા બાદ તેમને જરૂરી લાભો આપવામાં આવે છે.”

” આ સિવાય ઓછા વ્યાજના દરે લોન આપવાની પણ યોજના છે. તદુપરાંત આ સમાજના લોકોને વ્યવસાય શરૂ કરવા માટે ચૂકવણીપાત્ર ન હોય તેવી લોન આપવામાં આવે છે.”

“આ સિવાય પણ બજેટમાં ઘણી બધી જોગવાઈઓ આ જાતિના વિકાસને ધ્યાને રાખીને કરવામાં આવી છે.”

ડફેર સમુદાયના લોકોને આવાસ યોજનાના લાભ અપાતાં હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “અમે ડફેર સમુદાય સહિત અન્ય વિચરતી જાતિના લોકોને પણ આસપાસનાં ગામોમાં અનેક પ્લૉટ ફાળવ્યા છે.”

“તેમજ તેમને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વડા પ્રધાન આવાસ યોજના હેઠળ આવરી લીધા છે. જેમ-જેમ આ સમાજના લોકો તરફથી માગણીઓ આવતી રહે છે, તેમ તેમ સરકાર દ્વારા આ સમાજના લોકોની ઉચિત સહાય કરવામાં આવે છે.”

ડફેર સમાજને પ્લૉટ ફાળવાયા બાદ ફાળવણી રદ કરાઈ હોય તેવો કોઈ બનાવ પોતાના ધ્યાનમાં ન હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “આવી જાતિઓને ગામમાં પ્લૉટ ફાળવ્યા બાદ ફાળવણી રદ કરાઈ હોવાનો કોઈ બનાવ મારા ધ્યાનમાં આવ્યો નથી.”

” જો આવું કઈ બન્યું હોય તો જે તે સમુદાય અને ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે.”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

VSSM in association with Burhani Development Committee planted 2000 trees at Bohra Cemetry in Shiya village…

VSSM in association with Burhani Development Committee planted 2000 trees
at Bohra Cemetry in Shiya village

VSSM initiated water and environment conservation efforts in Banaskantha. The flow of work has made leaders and communities from other regions demand the same efforts in their areas too. Hopefully, next year we shall commence works in Surendranagar.

Until then,  we continue to devote our time and efforts for a greener and water sufficient Banaskantha.

At times I think will we succeed. Maybe because we aren’t as environmentally friendly as we should be. We should persevere nonetheless.

I believe if the communities even if not planting trees,  becomes aware to at least pledge to nurture the trees that have been planted will bring us much ahead in this race to save our environment.

Recently, VSSM in association with Burhani Development Committee planted 2000 trees at Bohra Cemetry in Shiya village. A Vrikshmitra has been appointed to nurture these trees. The committee also constructed a room  to house the Vrikshmitra

VSSM’s senior team member Naran has been working hard to turn this dream into reality. Our efforts will bear fruits once the trees begin to grow.

There was an old well adjoining the cemetery, the dwindling water levels had also dried up the well. Recently, a minor canal of Sardar Sarovar started flowing from near and the water levels in the region began to rise. Eventually, water began percolating into the well but not as much because the well wasn’t cleaned for decades. The committee ensures it was cleaned and repaired. Eventually, water has begun percolating and filling up the well. The water will be used to irrigate the trees.

Hope other villages too show such commitment to protect the greens around their villages.

બનાસકાંઠામાં અમે પાણી અને પર્યાવરણના કામો આરંભ્યા છે..

હા બીજા જિલ્લાના મિત્રોને ફરિયાદ છે અમારા વિસ્તારમાં કેમ નહીં. આવતા વર્ષથી સુરેન્દ્રનગરમાં પણ આ કાર્યો આરંભવાનો વિચાર છે..

પણ ત્યાં સુધી હરિયાળા બનાસકાંઠાનો સંકલ્પ..

ક્યારેક થાય આ સ્વપ્ન સાકાર થશે? મૂળ આપણે બધા જોઈએ એવા પર્યાવરણ પ્રેમી નથી માટે.. પણ ખેર પ્રયત્ન તો કરવો રહ્યો. જો કે ગામે ગામ લોકો જાગૃત થાય અને વૃક્ષો વાવવાનો નહીં પણ ઉછેરવાનો સંકલ્પ કરે તો આ સ્વપ્ન સાકાર કરવું એવુંયે મુશ્કેલ નથી..

તાજેતરમાં શિયાગામના બહોરા કબ્રસ્તાનમાં VSSMએ બુરહાની ડેવલપમેન્ટ કમીટી સાથે રહીને 2000 વૃક્ષો વાવવ્યા..ઉછેર માટે પગારદાર વૃક્ષમિત્ર રાખ્યા.

વૃક્ષમિત્રના રહેવા માટે કમીટીએ એક ઓરડી બનાવી આપી..

VSSM ના સંનિષ્ઠ કાર્યકર નારણની સખત મહેનત આ કાર્યમાં દેખાઈ રહી છે.. બસ વૃક્ષો ઉછરી જાય તો એની ભાગમભાગી સાર્થક..

કબ્રસ્તાનમાં આવેલો કૂવો વર્ષોથી ખાલી પડેલો.. મૂળ તો પાણીના તળ નીચા ગયા માટે પણ થોડા સમય પહેલાં નર્મદાની માઈનોર કેનાલ ત્યાંથી પસાર થઈ અને પાણીના તળ કેનાલ સતત વહેવાના કારણે ઉપર આવ્યા એટલે કૂવામાં પણ પાણી ઝમ્યુ. પણ કૂવો સાફ નહોતો.. એટલે જોઈએ એવો ભરાતો નહોતો. કમીટીએ કૂવો બરાબર સાફ કરી મરમ્મત કરાવી જેથી પાણી બરાબર ઝમીને ભરાઈ શકે.. અને સફાઈ પછી કૂવો બરાબર ભરાયો.. આ પાણીનો ઉપયોગ પણ વૃક્ષોને પાણી આપવા માટે થશે..

શિયાગામની જેમ પર્યાવરણ જતન માટે અન્ય ગામો પણ કટીબદ્ધ થાય તેવી આશા વ્યક્ત કરીએ..

Tree Plantation site
Tree Plantation site

Tree Plantation site
Water began percolating into the well but not as much because the well wasn’t cleaned for decades.


A decent roof over the head!!

175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable

Isn’t it a dream every individual weaves??

However, it remains an elusive dream for many.

During monsoons, the living conditions of homeless turn bad to worst. As most of these families have open to air kitchens, the constant pouring of rains and leaking roofs  makes it difficult to cook a decent meal. The wood turns wet, the tarpaulin roof leaks from multiple places, a large tin pan is layered with bricks and some wet wood placed into it to cook what we might call a one-pot meal (so at least the children have something to eat).The value of a roof over the head can be comprehended only when one empathises with the plight of the homeless.

We have been appealing the government for allotment of residential plots to thousands of such nomadic families. Our Prime Minister has dreamt of providing a house to every homeless of our country by 2022. It is important that the administrative wing owns up and joins with full might to make this dream a realisation.

Until that happens this roof had to be repaired.

Pavanbhai, the ever enthusiastic volunteer from Yuva Unstoppable called up to inquire if any of our families needed tents. We shared the details of such families of which 175 were provided tarpaulins.

Our gratitude to Yuva Unstoppable and well-wishers associated with Yuva Unstoppable.

The families are relieved for now…

છત…

દરેક વ્યક્તિ પોતાના માથે પાકી છતનું સમણું સેવે

પણ આ દેશમાં એવા કેટલાય કમભાગી માણસો છે જેમને આવી છત નસીબ નથી..

ચોમાસામાં ઘરવિહોણા લોકોની હાલત અત્યંત દયનીય હોય છે. રાંધવા લાકડાંય ન મળે. વળી ઘણી વખત તો છાપરાંમાથી પાણી ચાલ્યું જતું હોય એવા વખતે ખાટલાં પર તબકડાંમાં ત્રણ ઈંટોનો ચુલો બનાવી ભીના લાકડાંથી માંડ માંડ ચુલો ચેતવવા કોશીશ કરી આપણે જેને વન પોટ લંચ કહીએ એવું રાંધવા કોશીશ કરે જેથી બાળકો ભૂખ્યા ન રહે..

ઘરનું સુખ શું હોય એ આવા પરિવારોની સ્થિતિ જોઈએ ત્યારે સમજાય..

અમે તો આવા હજારો પરિવારોને રહેવા પોતાની જગ્યા મળે તે માટે સરકારમાં રજૂઆત કરી છે. આપણા વડાપ્રધાન શ્રીએ આવા તકવંચિતોને 2022 સુધીમાં સૌને પોતાનું ઘર મળે તે માટેનું સ્વપ્ન સેવ્યું છે.. આ સ્વપ્ન પૂર્ણ કરવા રાજકીય ઈચ્છાની સાથે વહીવટીપાંખની ઈચ્છા ભળે – અધિકારીગણ સક્રિય થાય તે જરૃરી..

ખેર ત્યાં સુધી તો આ તંબુડાંની મરમ્મત કરવી રહી.

યુવા અનસ્ટોપેબલના ઉત્સાહી કાર્યકર પવનભાઈનો ફોન આવ્યો, આપણા પરિવારોને તંબુની જરૃર છે જો હોય તો વિગતો આપો. અમે ઘણા પરિવારોની વિગતો આપી જેમાંથી 175 પરિવારોને યુવાએ તારપોલીન આપી..

થેક્યુ યુવા અને યુુવા સાથે સંક્ળાયેલા સૌ સ્નેહીજનોને..

માથે છત મળ્યાનો આ પરિવારો રાજીપો વ્યક્ત કરે છે..

175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable
175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable
175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable
175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable
175 nomadic families were provided tarpaulins by Yuva Unstoppable

We hope the family succeeds in offering Jhanvi a beautiful life…

Kankuben with her granddaughter Jhanvi

At 40 Kankuben is already a grandmother. “We were married so young. I was just 15 years old at the time of my marriage. Bhavesh and Gopal were born soon after. We also got Bhavesh married when he was barely 20 years old. The couple gave birth to daughter Jhanvi and very soon there were cracks in their marriage. Separation and Divorce followed. Jhanvi remained with me, I am her mother now.” Kankuben shared the story of her life and maybe of many women in her community.

Jhanvi is Kankuben’s heartbeat. It is difficult to not fall in love with a cute baby who was always besides Kankuben whenever she visited VSSM’s office.

Kankuben resides in Ramdevnagar, a Bawri community ghetto/settlement in Ahmedabad. “Ben, look at our settlement, the muck around it. We have spent our life here but would wish for a better life in some other neighbourhood for my sons and Jhanvi.” Kankuben had shared once whilst we were discussing the need to provide better housing opportunities to this community. It is a long and arduous track to a better life. The community too needs to inculcate positive habits, one of which is saving their hard-earned money. “How do we save when we barely earn to make the two ends meet?” they would argue.

The Sukanya Scheme by the Government encourages families with two daughters to open an account with the Post Office or designated nationalised Bank.  The family can save a minimum of Rs. 1000 to a maximum of Rs. 1.5 lacs under the scheme. The interest rates are high under this scheme.  Also, the amount cannot be withdrawn at the will or fancy of the parents/guardian but only for education or marriage of the daughter (I shall write more on this scheme later).

The women of Ramdevnagar were informed about this scheme, with the assistance from VSSM’s Madhuben,  Kankuben and many other women opened accounts in the name of their daughters. I was hoping that the women will deposit about Rs. 1000 annually but to my great surprise, they began with Rs. 1000 monthly.  Kankuben too was one of them, “I toil from morning to evening especially for my Jhanvi. I want to educate her, I want to give her a beautiful life, I will need money to give her that, so these savings are for her!!” Kankuben shared as she showed me the bank passbook for Sukanya Scheme.”

I hope the family succeeds in offering Jhanvi a beautiful life.

કંકુબેન ચાલીસના માંડ હશે. આવડી નાની ઉંમરે એ દાદી. એ કહે, ‘અમારામાં પેહેલાં નાનપણમાં પરણાવી દેતા. મારા લગનેય પંદર સોળ વર્ષે થયેલા પછી ભાવેશ અને ગોપાલ બે દીકરા આવ્યા’ ભાવેશના લગ્ન પણ કંકુબેને વીસ વર્ષની ઉંમરે કર્યા. ભાવેશના ઘરે જાહનવીનો જન્મ થયો અને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ. પછી બેઉંના છૂટાછેડા થયા. નાની જાહનવી દાદી પાસે જ રહી. જો કે એ તો કંકુબેનને જ પોતાની મા સમજે..

જાહનવી કંકુબેનનો જીવ. આમ પણ એ પરાણે વહાલી લાગે એવી મીઠડી. હંમેશાં દાદીનો હાથ પકડી અમારી ઓફીસ આવે.

અમદાવાદના રામદેવનગરમાં કંકુબેન રહે. એ કહે, ‘બેન આ રામદેવનગરમાં અમે કેવામાં રહીએ.. આવામાં મારી જીંદગી તો ગઈ પણ મારા છોકરાં અને આ જાહનવીની જિંદગી સુધરે એવું કાંક કરવું છે’

અમે વંચિતો સાથે કામ કરીએ અને સૌને તેમની દરિદ્રતામાંથી બહાર નીકળવા માટે તેઓ જે કમાય તેમાંથી થોડીક બચત કરવાનું કહીએ. બચતની વાત આવે ત્યારે દલીલો ઘણા કરે તાવડી તડાકા લેતી હોય ત્યાં બચત ક્યાંથી થાય? છતાં અમે બચત પર વધુ જોર આપીયે.

સરકારની દીકરીઓ માટેની સુકન્યા યોજના જે અંતર્ગત જે કુટુંબમાં બે દીકરી હોય એ લોકો આ યોજના અંતર્ગત પોસ્ટ કે સરકારે નક્કી કરેલી બેંકમાં ખાતુ ખોલાવી શકે. અને વર્ષના ઓછામાં ઓછા 1000 અને વધુમાં વધુ દોઢલાખ બચાવી શકે. આ રકમનું વ્યાજ સારુ મળે વળી આ રકમ તમે જ્યારે જોઈએ ત્યારે ઉપાડી ન શકો. પણ દીકરીની ચોક્કસ ઉંમર થાય ત્યારે તેના ભણવા અને લગ્નના ખર્ચ માટે તે ઉપાડી શકાય. (આ સ્કીમ વિષે ફરી ક્યારેક વિગતે લખીશ)

રામદેવનગની બહેનોને અમે આ યોજના સમજાવી અને કકુંબેન જેવી ઘણી બહેનોએ પોતાની લાડલીઓના ખાતા VSSMના અમારા કાર્યકર મધુબહેનની મદદથી સુકન્યા યોજનામાં ખોલાવ્યા. મને હતું આ ખાતામાં વર્ષના 1000 ભરશે. પણ આશ્ચર્ય વચ્ચે કેટલાકે તો મહિને 1000 ભરવાનું કર્યું. કંકુબેન પણ એમાંના એક. એમણે કહ્યું,

‘સવારે વહેલાં ઊઠીને મજૂરી કરુ તે મારી જાહનવી હાટુ જ. એને સારુ ભણાવવી છે એની જિંદગી સરસ બને એ માટે પૈસાની જરૃર તો પડવાની તે આ બચત એના નામની’ એવું કંકુબેને હસતા હસતા સુકન્યા યોજના અંતર્ગત ખોલાવેલી ખાતાની પાસબુક બતાવતા કહ્યું.

ત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય… બસ આ ચીજો સમજીએ તોય જીવન થોડું ઓછુ દુષ્કર બનશે..

કંકુબેનની જાહનવીને ઉત્તમ જીવન આપવાની ભાવના બર આવે એવી શુભેચ્છા…

#Mittalpatel #vssm #bavricommunity#nomadictribe #Denotifiedtribe #livelihood#womenempowerment #Suknyayojna#savingmoney #moneymanagement#Deaddiction #Education #Housing#ramdevnagar #ahmedabad #gujarat

Bhadvana village have given a red carpet welcome to the Dafer community…

 The district Collector of Surendranagar Shri K Rajesh is functioning on a campaign mode to allocate residential plots to the families belonging to  A leading magazine ‘Abhiyan’ talks about the change a willing Officer and administration 
can herald…

A leading magazine ‘Abhiyan’ talks about the change a willing Officer and
administration can herald

A leading magazine ‘Abhiyan’ talks about the change a willing Officer and 
administration can herald…

Meerkhanbhai’s Life Changed with the help of VSSM Livelihood Programme

Mittal Patel meets Meerkhanbhai when she was in Una

Meerkhanbhai with his Tempo

Meerkhan is his name!!

I never go into the details of someone’s caste and faith, I knew Meerkhan belonged to Hindu Vansfoda Vadi community so how come he was named Meerkhan?
“My father must have liked this name hence, I was named Meerkhan!” he responded to my curious question of who had named him!!
Isn’t that amazing?
To me this what it means to be an Indian.
Meerkhanbhai and other Vansfoda Vadi families living at Una in Banaskantha’s Kankrej practised the occupation of basketry,  but the ever-increasing cost of bamboo as a result of declining forests made the baskets dearer thereby increasing the use of plasticware.
Meerkhan and most in his community shifted to selling plasticware instead of leaning on bamboo products.
The trading required them to commute to neighbouring villages and towns, walking to these regions meant they spent precious time in commute rather than doing business.
Meerkhan requested for an interest-free to help him buy a tempo automobile. VSSM sanctioned a loan of Rs. 50,000, the sum was used to pay the down payment for the auto seen in the image. He then requested Rs. 50,000 to expand his business, VSSM approved that amount too. The business flourished and Meerkhan paid off the loans he had taken from VSSM and a private finance company.
A couple of months back,  I was in Una where I happened to meet Meerkhan, with great joy he showed me the tempo than he had bought from VSSM’s support.
What are your dreams? I asked
A  pucca house in Shihori! he replied.
Even the birds aspire to build a secured nest,  isn’t it obvious humans too would wish for a decent roof over their head?  
નામ એમનું મીરખાન
સામાન્ય રીતે હું કાંઈ જાત પાતમાં માનુ નહીં એટલે કોઈને એ સંદર્ભે કશું પુછુ નહીં પણ મીરખાનભાઈને હું જાણતી એ પ્રમાણે તેઓ હીંદુ વાંસફોડાવાદી સમાજના તો નામ કેમ મીરખાન?
નામ કોણે પાડ્યું એવું પુછ્યું તો કહે, બાપાને ગમ્યુ હશે એટલે પાડ્યું હશે…
કેવી અદભૂત વાત…ગમ્યુ એટલે પાડ્યું..
આમ જુઓ મારા મતે આજ સાચી ભારતીયતા..
મીરખાનભાઈ અને બનાસકાંઠાના કાંકરેજના ઊણમાં રહેતા અન્ય વાંસફોડા વાદી વાંસમાંથી સૂડલાં ટોપલાં બનાવવાનું કામ કરતા પણ જંગલો કપાતા ગયા એમ વાંસ મોંધા થતા ચાલ્યા. પ્લાસ્ટીકનું ચલણ વધ્યું એટલે વાંસની વસ્તુઓ વેચવાનું પ્રમાણ ઘટ્યું.
મોંધા વાંસની મોંધી વસ્તુઓ વેચવાની જગ્યાએ મીરખાનભાઈ અને અન્ય સૌએ પ્લાસ્ટીકના તબકડાં, ડોલ વગરે ખરીદી વેચવાનું ચાલુ કર્યું. પણ પગપાળા ગામડાં ખૂંદવાના આમાં ઝાઝુ રળી શકાય નહીં
એક દિવસ મીરખાનભાઈએ ટેમ્પો રીક્ષા માટે VSSMમાંથી વગર વ્યાજે લોન માંગી અમે આપી..
પચાસ હજાર આપ્યા એમાંથી ડાઉન પેમેન્ટ ભરીને ફોટોમાં દેખાય એ છકડો લીધો. ધંધો વધારવા બીજા પચાસ હજાર માંગ્યા અમે આપ્યા.
ધીમે ધીમે ધંધો વધ્યો ફાઈનાન્સમાંથી અને VSSMમાંથી લીધેલી પૂરી કરી.
થોડા મહિના પહેલાં ઊણ જવાનું થયું મીરખાનભાઈ મળ્યા.
બેન સંસ્થાની લોનમાંથી લીધેલો આ ટેમ્પો એમ કહીને તેમણે હરખથી ટેમ્પો બતાવ્યો.
સ્વપ્ન શું છે? એવું પુછતા તેમણે કહ્યું,
શિહોરીમાં એક સરસ ઘર થઈ જાય તો બસ…
પક્ષીઓ પણ પોતાના માળા બનાવે મૂળ તો સુરક્ષીત રહેવા અર્થે તો માણસ તો આ વિચારે જ…
મીરખાનભાઈનું સ્વપ્ન ઝટ પૂર્ણ થાય એવી અભીલાષા…

VSSM’s support helps nomadic families to earn a dignified living …

Ritaben is one of the many women entrepreneurs VSSM supports. 
Rita!!
As a child Rita had always seen her parents sculpt Ganesha idols hence, celebrating Ganesh Chaturthi is a must for her. It is a festival ingrained in her being. Every time she would account for losses after the festival we would advise her to not get into the business of making Ganesha idols during the next season, she too would pay heed to our recommendation. However, the moment the community would start preparing for the festive season her heart would give in!! “We are Bawri, making idols of the deity is our ancestral occupation, it is difficult for me to give up!” Rita would confess. 
 
“We know the environmental implications of POP idols but it is hard to make Ganesha idols with clay. Also, if we are unable to sell these idols it is hard to store them in our small homes. Hence, Plaster of Paris (POP) works better for us. Nonetheless, this year we decided to make only clay idols, this entire lot here is clay Ganesha. They turn out to be expensive, the returns are not much yet people haggle, with the profits are less. Tell me one thing Ben, do you all bargain when you all go and shop in those glitzy malls?? So why haggle with us? If you stop bargaining, we will not mark up their prices, we earn our bread from it, we too have to sell them, all we need is fair returns for all the hard work we pour in!”
 “This year the corona has inflicted a blow on our businesses. We could not invest in the idol-making this year. But you (VSSM) supported so I am sure it will be fruitful. We are reeling through difficult times Lord Ganesha will bring better days!!”
 We are grateful for the support our well-wishers provide, to allow us to be instrumental in enabling such families to earn a dignified living. The families we mention here are the Bawri community residing in Ahmedabad’s Ramdevnangar settlement and Ritaben is one of the many women entrepreneurs VSSM supports. 
નામ રીટા,
નાનપણથી મા-બાપને મૂર્તી બનાવતા જોયેલા. તે ગણેશચતુર્થી તો કરવી જ પડે એવું બરાબર ઠસ્સી ગયેલું. નુકશાન થાય ત્યારે કહીએ કે આવતી ફેરા ચતુર્થી નથી કરવી. પણ ચતુર્થી આવવાના ચાર મહિના પહેલાં તો મન પાછુ પાતળુ થઈ જ જાય. અમે રહ્યા બાવરી મૂર્તી બનાવવાનું કામ તો બાપ દાદાનું એટલે એમ કાંઈ છુટે?
પ્રદુષણની વાત સમજીએ પણ માટીમાંથી ગણેશ બનાવવા સહેલા નથી અને પાછુ વેચાય નહીં તો અમારા નાના છાપરાંમાં એને સાચવવા બહુ અઘરાં. એટલે પ્લાસ્ટર ઓફ પેરીસનો ઉપયોગ કરતા.
પણ આ ફેરા અમે નક્કી કર્યું માટીમાં કામ કરવાનું તે લ્યો માટીમાંથી ગણેશ બનાવ્યા. માટીમાંથી બનાવેલા ગણેશ મોંધા થાય. લોકો ભાવતાલેય ખુબ કરે. ઘણી વખત મળતરેય બહુ ના મળે..
તે હે બેન, તમે બધા પેલા મોલમાં જઈને ખરીદી કરો ત્યાં તમે પાંચ ઓછા લ્યો એમ કો છો? તો અમારી પાસેથી પાંચ ઓછા કેમ? ભાવતાલ ના કરે તો અમારેય ક્યાં વધુ કિંમત કહીને વેચવા છે? બસ મહેનતનું મળી જાય તો ઘણું.
કોરાનાના લીધે આ ફેરા ચતુર્થી કરવી શક્ય નહોતી પણ દર વખતની જેમ તમે (VSSM) મદદ કરી તે ચતુર્થી ફળશે એ આશાયે કામ કરીએ છીએ.બધે તકલીફ છે જાણીએ છીએ પણ વિધનહર્તા બધુ ઠીક કરશે..
અમદાવાદના રામદેવનગરની બાવરી વસાહતમાં ઘણા પરિવારોને સ્વમાનભેર રોજગારી મળી શકે તે માટે VSSMમાં અનુદાન આપનાર પ્રિયજનોની મદદથી મદદરૃપ થઈ રહ્યા છીએ જેનો આનંદ છે…
#MittalPatel #VSSM #Bavari
#livelihood #employment
#ganeshfestival #ganeshidol
#ecofriendly #interestfreeoan
#ganeshchaturthi #nomadiccommunity
#વ્યાજવગરલોન #ગણેશમુર્તિ
#રોજગારી #બાવરીસમુુદાય
Proudly powered by Wpopal.com