Ranchodkaka gets food with the help of VSSM…

Mittal Patel meets Ranchodkaka during her visit to kheda

“Ben, we married our daughter when she reached marriageable age. She had two children. Some illness affected her brain as a result, she lost her mental balance. Her husband kept the children and sent our daughter back to us. I traded stuff on my handcart, our savings and income were largely spent on our daughter’s treatment. We are left with nothing. As age catches up, we are unable to work as we did in the past. These oldies eat whatever the ration card helps us avail,  the pension for the elderly is used for our daughter’s medical expenses. We are left with nothing when we need medication at this age. Whatever we receive from the government is not enough…” tears started flowing from  Ranchodkaka’s eyes and he could barely speak further.

We comforted Ranchodkaka and assured a monthly ration kit under VSSM’s Maavjat – elderly and destitute care initiative. We are also striving to link differently-abled Geetaben with government’s handicap assistance scheme.

Ranchodkaka and Kaki continuously worry about their daughter’s welfare, about who would care for her after their demise. The world around us is very different sadly, we have never taken the time to look around and notice the numerous individuals like Ranchodkaka. Unfortunately, privileged us cannot even comprehend their pain. 

The support you provide enables VSSM care and nourish 124 such destitute elderly under its Maavjat initiative. There is deep pain and anguish when we come across such individuals and couples; a prayer escapes our heart, urging the Almighty to provide wellbeing to one and all. 

‘બેન મારી દીકરી જુવાન થઈ એટલે એને પરણાવી. એને બે બાળકો થયા. પછી એને કાંઈક બિમારી થઈ ને એ પોતાની સુધબૂધ ખોઈ બેઠી. એના ઘરવાળાએ બે બાળકો રાખી લીધા ને દીકરીને અમારી પાસે મોકલી દીધી. હું હાથલારી પર સામાન ઢોંવાનું કરતો.  થોડી ઘણી બચત દીકરીને સાજી કરવા કરેલા વાના પાછળ ખર્ચાઈ. હવે હાથ, પગ ને હૈયા સિવાયનું કશુંયે રહ્યું નથી. પાછી મારી ઉંમર પણ થઈ. હવે મજૂરી નથી થતી. ડોહા, ડોહીને રેશનકાર્ડમાં જે અનાજ મળે એનાથી ખાઈએ. સરકારની વૃદ્ધ પેન્શનની રકમ આવે એમાં મારી ગાંડી દીકરીની તો ક્યારેક અમારા મનખાને જરૃર પડે એ દવા પાછળ ખર્ચીએ..પણ અમારી હાલત ખરાબ છે બેન…પુરુ નથી થતું…’ 

આટલું બોલતા બોલતા ખેડામાં રહેતા રમણકાકાની આંખો ભરાઈ આવી. 

દિલાસો તો આપવાનો જ હોય. કાકાને દર મહિને પરિવારના ત્રણે પેટ ભરીને ખાઈ શકે તેટલું અનાજ તો અમે આપીશું. સાથે માનસીક રીતે વિકલાંગ ગીતાબેનને સરકાર દ્વાર મળતી વિકલાંગ સહાય મળે તો આ પરિવારને ટેકો રહે એ માટે પણ કોશીશ કરીશું.

રમણકાકા ને કાકીને પોતે આ દુનિયામાંથી જાય તે પહેલાં દીકરી જતી રહે તો સારુ નહીં તો એનું કોણ કરશે ની સતત ચિંતા સતાવી રહી છે. 

આપણી આસપાસ એક જુદુ વિશ્વ વસે છે. સુખ સમૃદ્ધિમાં જીવતા આપણને ક્યારેય આવી તકલીફોમાં જીવતા માણસોની તકલીફોનો અંદાજ પણ ન આવે..

આવા 124 માવતરોનું ધ્યાન રાખવાનું અમે આપ સૌ સ્નેહીજનોની મદદથી સ્વીકાર્યું છે… 

ખેડાના અમારા કાર્યકર રજનીભાઈએ રમણકાકાને શોધી આપ્યા. આવા સરસ કાર્ય સાથે છે એનો આનંદ.. 

પણ આવા માવતરોને મળુ છું, જોવું ત્યારે હૈયુ કંપી ઊઠે છે.. 

કુદરત પૃથ્વી પર વસતા આવા તમામ જીવોને સાતા આપે તેવી પ્રાર્થના..

#MittalPatel #vssm #elderlycare

#oldage #people #food #foodsecurity

#ration #ration #kheda #Gujarat

#mavjat #care #nomadicfamilies

Ranchodkaka and his wife in his shanty

The current living condition of nomadic families

Aaryan Devipujak’s desire to become a doctor gets fulfilled with the help of VSSM…

Mittal Patel with Aaryan Devipujak

Aaryan Devipujak resides in Surendranagar, his father Anilbhai runs a small independent venture. Aaryan is very good at academics hence, Anilbhai had always hope for him to become a doctor and be of some help to the society.  Aaryan also persevered had to turn his father’s dream into a reality. However, the exam results were not as good as expected. Securing admission into government college was not possible.

Anil was determined to ensure his son becomes a doctor. The business was doing good, managing funds was not an issue for him so he got Aaryn into a private medical college. He managed to pay fees for three semesters but later the business suffered and managing fees became a challenge. Anilbhai called up and came over to meet us. We decided to provide them with an, interest-free loan for the payment of fees.

“If it was not for the support from VSSM, we would not have managed to pay the fees and accomplish our dream of making our son a doctor. We are so grateful to VSSM for the support it has provided us,” an overwhelmed Anilbhai told us when he was at the office to meet us.

 Aaryan too talked about his desire to pay it forward to society once he becomes a doctor. “Didi, I will remain associated with VSSM all my life.”

Aaryan wants to be an Orthopaedic Surgeon, he is working very hard to accomplish his goal. Our best wishes and prayers are always with him. Also, the loan will be repaid once he begins to earn.

We are grateful to all who have helped us reach such individuals and families in need. Gratified that we could be our help.   

આર્યન દેવીપૂજક
સુરેન્દ્રનગરમાં રહે, પિતા અનીલભાઈ નાનકડો સ્વતંત્ર વ્યવસાય કરે. આર્યન ભણવામાં હોંશિયાર. અનીલભાઈની ઈચ્છા દીકરો ડોક્ટર બને અને સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી. આર્યનની મહેનત પણ ખરી. પણ 12 સાયન્સમાં ટકા ધાર્યા કરતા થોડા ઓછા આવ્યા ને એને સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળ્યો.
અનીલભાઈએ દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન આર્યન નાનો હતો ત્યારથી જોયેલું. એ આમ ભાંગી પડે એ એમને માન્ય નહીં. ધંધો ઠીકઠાક ચાલતો એટલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ભરીને પણ દીકરાને ડોકટર બનાવીશ એમ વિચારી કોલેજમાં એડમીશન લીધું.
ત્રણેક સેમીસ્ટરની ફી મહેનત કરીને તો ક્યાંક દેવું કરીને અનીલભાઈએ ભરી પણ પછી સ્થિતિ એકદમ કથળી. એમનો વેપાર બંધ થયો. 
આર્યનની ફી ભરવામાં તકલીફ ઊભી થઈ. એક દિવસ અનીલભાઈનો ફોન આવ્યો ને એ મળવા આવ્યા. 
અમે વગર વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું અને આર્યનની ફી ભરાઈ. 
અનીલભાઈએ કહ્યું, ‘VSSM ન હોત તો મારા દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ ન થાત. અમે આખો પરિવાર સંસ્થાની આ ભાવનાના ઋણી રહીશું.’
તો આર્યને મેડીકલ પુરુ થાય પછી સમાજ ઉપયોગી કાર્યમાં પોતાની સેવા આપવાની ભાવના વ્યક્ત કરી. 
આર્યન કહે, ‘દીદી હું આજીવન તમારી સાથે જોડાયેલો’
આર્યનને ઓર્થોપેડીક સર્જન થવું છે. એ માટે એ મહેનત પણ કરે છે. એનું સ્વપ્ન સાકાર થાય એ માટે એને ઘણી શુભેચ્છા.. 
સાથે આર્યનને લોન રૃપે ફી ભરવામાં મદદ કરનાર સ્વજનોનો આભાર.. એની લોન તો એ ડોક્ટર બન્યા પછી કમાઈને જ એ પૂર્ણ કરશે. 
પણ આવા સતકાર્યોમાં નિમિત્ત બન્યાનો રાજીપો..
#MittalPatel #vssm #humanity
#humanrights #dream #generation
#youngergeneration #Gujarat

Devipujak families of Ablouaa village in Patan district received residential plots…

Mittal Patel visited devipujak families of Ablouaa village

 My work brings me in contact with numerous individuals and families living a life of deficits. And there are some whose pain and poverty shake you to the core. 

The Devipujak families of Ablouaa village stay on government wasteland in shanties made from upcycled tin containers. An encroachment clearance drive had also erased their homes once, right in the middle of chilly winters. And on the same night, there were winter rains. 

It was a heart-wrenching moment when I met these families for the first time, wet and shivering in the bitter cold under the open sky. 

VSSM’s Mohanbhai, Sureshbhai and Dhrmabhai always stood along with these families. They immediately provided relief material, but the resolve now was to find a spot they can call their own. They filed an appeal to the government, obtained all the missing documents. I had pledged to not rest in peace until we have plots for these families. 

Finally, as a result of the sensitivity of District Collector and the District Development Officer and the compassion of our Chief Minister who continuously follows-up on pending matters, 14 families of Ablouaa village received residential plots

The years and centuries-old dream of finding a permanent address finally became a reality. And we were so over-joyed as if the plots were allotted to us. 

Our best wishes will always surround these families. We hope all the homeless families receive homes under our Prime Minister’s pledge of Housing for All. 

We are grateful for the support of our well-wishers and authorities. 

પાટણ વહીવટીતંત્રનો આભાર…

તકલીફમાં ને અભાવમાં રહેતા વિવિધ પરિવારોને નીત મળવાનું થાય.. 

પણ એમાં કેટલાકની તકલીફો આપણને હચમચાવી નાખે તેવી હોય..

પાટણના અબલૌઆગામમાં રહેતા દેવીપૂજક પરિવારો સરકારી જગ્યામાં પતરાનાં ડબ્બા ખુલ્લા કરી તેમાંથી બનાવેલા છાપરાંમાં રહે. 

સરકારી જગ્યામાં દબાણ ખુલ્લુ કરવાનું હોવાથી એકાદ વર્ષ પહેલાં ભર શિયાળે એમના છાપરાં તોડી પડાયેલા. 

છોપરાં તુટ્યા એ ઓછુ હતું તે તેજ દિવસે રાતના વરસાદ પડ્યો.ભયંકર સ્થિતિ એ વેળા નિર્માણ થયેલી. 

સાવ ખુલ્લામાં કકડતી ટાઢમાં ઠરતા આ પરિવારોને હું પહેલીવાર મળી. 

અમારા કાર્યકર મોહનભાઈ, સુરેશ, ધરમાભાઈ તો આ પરિવારોની પડખે સતત ઊભા હોય. તત્કાલ રાહત પહોંચાડવાનું તો કર્યું પણ હવે નિર્ધાર પોતાની માલીકીની જગ્યાનો હતો. સરકારમાં રજૂઆત કરી. ખુટતાં તમામ ડોક્યુમેન્ટ કઢાવ્યા. 

એમને મળી ત્યારે તમને સરનામું નહીં મળે ત્યાં સુધી ઝંપીશું નહીં એવો નિર્ધાર કરેલો.

આખરે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત કલેક્ટર શ્રીની સંવેદનાના લીધે તેમજ આપણા મુખ્યમંત્રી શ્રીની લાગણી અને તેમના દ્વારા લેવાતા સતત ફોલોઅપથી અબલૌઆના 14 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા..

પોતાના સરનામાંનું વર્ષોનું – આમ તો સદીઓનું સ્વપ્ન સાકાર થયું.. અમને તો જાણે અમને પોતાને જગ્યા મળી હોય એવો હરખ થયો.. 

આ પરિવારોને ઘણી શુભેચ્છા.. આશા રાખીએ ઘરવિહોણા આવા તમામ પરિવારોને આપણા વડાપ્રધાન શ્રીના સ્વપ્ન મુજબ ઘર મળે. ને એ ઘરે ફળે પણ ખરુ…

મદદ કરનાર સૌ સ્નેહીનોનો, અધિકારીગણનો આભાર… 

#MittalPatel #vssm #housing

#home #dream #nomadicfamilies

#nomadicfamilies #humanity

#humanrights #human

The current living condition of nomadic families

The current living condition of nomadic families

Nomadic families recieved their documents to
residential plots

VSSM files applications for obtaining residential plots for nomadic families…

Mittal Patel meets homeless nomadic families of kheda

“We have been staying at Hanuman Tekra on the banks of Vatrak river for years. Of course, this is government land devoid of any basic facilities. The constant fear of being asked to move from the land constantly lingers. Ben, can’t we get some land to build  a permanent house.”

Ranchodbhai Bajaniya was speaking for 24 families living on Hanuman Tekra. A similar request was also made by families living opposite Kheda police station. The families living in extremely poor conditions wander to neighbouring regions for work. 

“Everything around us has developed and moved ahead but we are at the same position,” says Rameshbhai Vansfoda.

The families need a permanent address. A place they can call their own.

VSSM’s Rajnibhai has prepared the applications for these families and submitted it to the concerned department.

Our Chief Minister Shri Vijaybhai Rupani wants to ensure that every homeless family gets a residential plot as soon as possible. Similar sentiments are also shared by Shri Ishwarbhai Parmar, Minister for Social Justice and Empowerment. He has ensured that the families do not face challenges with regards documents like caste certificate etc.

In short, the combined efforts will ensure the fulfilment of our Prime Minister’s pledge to provide a home to all homeless by the end of 2022.  The forces are working for the marginalised. Hopefully, these Bajaniya families of Kheda will soon receive residential plots.

‘વર્ષોથી ખેડામાં વાત્રક નદીના પટ પાસે, હનુમાન ટેકરા પર અમે રહીએ.. અહીંયા નથી ટોયલેટ કે નથી અન્ય સુવિધાઓ.. સરકારી જમીન પર રહીએ. કાલે કોઈ ખાલી કરાવી નાખશે નો ભય સતત રહ્યા કરે. તે હેં બેન અમને રહેવા કાયમી જગ્યા ન મળે?’

રણછોડભાઈ બજાણિયાએ ટેકરા પર રહેતા 24 પરિવારો વતી અમને રજૂઆત કરી. આવી જ રજૂઆત ખેડા પોલીસસ્ટેશન સામે રહેતા 16 વાંસફોડા પરિવારોએ પણ કરી..

ખૂબ કપરી સ્થિતિમાં જીવતા આ પરિવારો વર્ષોથી આ જગ્યા પર રહે ને કામ ધંધા માટે આજુ બાજુના વિસ્તારમાં વિચરણ કરે. 

રમેશભાઈ વાંસફોડા કહે, શહેર વિકસી ગયું પણ અમે જ્યાં છીએ ત્યાંના ત્યાં જ રહ્યા.આ પરિવારોને પોતાનું કાયમી સરનામુ જોઈએ. જ્યાંથી કોઈ એમને ખસેડી ન શકે. 

અમારા કાર્યકર રજનીભાઈએ આ પરિવારોની પ્લોટની માંગણીની અરજી તૈયાર કરીને કચેરીમાં આપી દીધી છે.

આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીની લાગણી આવા તમામ પરિવારોને પોતાનું સરનામુ ઝટ મળે તે માટેની છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરીકે શ્રી ઈશ્વરભાઈ પરમાર પણ જાતિ પ્રમાણપત્રને અન્ય બાબતમાં આ વંચિત પરિવારોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. 

ટૂંકમાં સૌની સંવેદના અને 2022 સુધીમાં ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન..

બધુયે વંચિતોની તરફેણમાં… એટલે ખેડામાં રહેતા બજાણિયા અને વાંસફોડા પરિવારોને પણ ઝટ પ્લોટ ફળવાય તેવી આશા રાખીએ.

#vssm #MittalPatel #home

#nomadicfamilies #housing

#kheda #Gujarat #housing

#government #GujaratGoverment

Nomadic families discusses their issues with Mittal Patel

The current living condition of nomadic families

The current living condition of nomadic families

VSSM’s efforts result into allotment of plots to nomadic families in Patan…

Mittal Patel meets bharthari families of Patan’s Vagdod village

Gratitude

“Our entire life has been spent singing lullabies on the tunes of ektara, we have wandered through villages,  but we now want to settle down for good…” Ramaba from Patan’s Vagdod had shared when I had last met him.

VSSM’s Mohanbhai and local volunteer Sureshbhai persevered hard to ensure Ramaba and other four families like his obtain residential plots.

The District Collector also has been tremendously proactive towards this effort.

And how can we forget the support of our Chief Minister to ensure housing for all?

The efforts of all amalgamated to ensure these five families receive residential plots and documents to it.

“Not even in our wildest dreams had we imagined we would have a definite address in this lifetime, you have brought us this joy,” the families have been brimming with joy.

The village Sarpanch and local authorities’ positive attitude has enabled this allotment.

We shall remain consistent and persistent to ensure these homeless families who often sigh, “Ben, even the birds have nest when will we have a home to stay,” receive an address to build their home.

We are and shall remain eternally grateful to all of you for choosing to support us in our endeavours.

The shared image will help you comprehend the living conditions of Ramaba and many like him.

આભાર…

‘રાવણહથ્થા પર ભજનો ને હાલરડાં વગાડવામાં આખી જીંદગી કાઢી. એક ગામથી બીજેને ત્યાંથી ત્રીજે ખુબ રઝળ્યા.. પણ હવે ઠરીઠામ થવું છે…’

પાટણના વાગદોડમાં રહેતા રામાબા ભરથરીએ એમને મળવાનું થયેલું એ વેળા આ કહેલું.

અમારા કાર્યકર મોહનભાઈ અને આ વિસ્તારમાં અમને મદદરૃપ થતા સુરેશે રામાબા ને એમના જેવા બીજા ચાર પરિવારોને પ્લોટ મળે તે માટે જેહમત ઉઠાવી.

કલેક્ટર શ્રી પણ હકારાત્મક..

વળી સહયોગ આદરણીય મુખ્યમંત્રી શ્રીનો પણ.. 

આમ સૌના સમન્વયથી આ પાંચે પરિવારોને રહેણાંક અર્થે પ્લોટની સનદ મળી. આ પરિવારોનો હરખ તો માતો નથી. એ લોકો કહે, 

‘અમને કલ્પાન જ નહોતી કે અમારુ પાક્કુ સરનામુ થશે પણ તમે સાથે આવ્યા ને લાગ્યા રહ્યા એટલે થયું’

ગામના સરપંચ ને અન્ય અધિકારીગણનો સહયોગ પણ સરસ રહ્યો એટલે આ કાર્ય થઈ શક્યું. 

પંખીઓને પણ માળા હોય બેન ત્યારે અમારે ઘર કેમ નહીં એવું કહેનાર આ પરિવારોનું પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે અવીરત મથીશું…

આ કાર્યમાં મદદ કરનાર સૌનો આભાર..

રામાબા ને મળવાનું થયેલું તે અને તેઓ જે સ્થિતિમાં રહે છે તેની તસવીર સાથે પ્લોટ મળ્યાની સનદ.. બધુયે સમજવા ખાતર…

#MittalPatel #vssm 

The current living condition of bharthari families

Nomadic families received documents to  their residential plots

The community support at Makhanu has bloomed in form of the trees…

Mittal Patel visits Makhanu Tree Plantation site

 Banaskantha’s Makhanu, my favourite village.

With an extremely  progressive Sarpanch  Bhanabhai at its realm, the village is in good hands.

The trees planted near its crematorium  have gained roots, almost 1200 of them. Narsinhbhai, the Vriksh Mitr has nurtured them well.

The care and protection the trees received prompted us to request Bhanabhai for another spot to carry out some more plantation, which he did with the support and approval from the village. 3000 trees were planted at the new spot and 2918 have taken roots.  The villagers contributed towards site cleaning, fencing and watering of the plants.

Not all villages are so supportive. Of course, if they would be doing it on their own, we would not be required. I firmly believe that if each household makes an annual contribution of Rs. 500 to 1000 for the development of their village, no government support to aid  lake deepening or tree plantation would be required.

The community at Makhnu has proved this belief to be true. It was their support that has bloomed in form of the trees. Our responsibility is to provide trees, organic pesticides and manure  if required, monthly remuneration of the Vriksh Mitr. The Vashi Foundation has supported us towards the mentioned expenses. Gratitude to Makhanu community and Vashi Foundation for their proactiveness that has resulted into such wonderful work.

We hope Makhanu community will also help identify plantation spots for 2021 where we can plant 5000 trees.

Yes it was the Sarpanch and zealous villagers who made this all possible but the support  Darghabhai and Ashokbhai  have been to the Sarpanch has helped him  accomplish this plantation drive.

We were at Makhanu to monitor the plantation efforts. Darghabhai fed us with lot of love. Our team members Naranbhai and Ishwarbhai have been the force behind these efforts. They identified the villages well.

The benefits of trees need to understood not just studied in the school. It is time village heads wake-up to the need of planting trees. And wake-up soon. 

બનાસકાંઠાનું મખાણુ.. 

મને ગમતુ ગામ..સરપંચ ભાણાભાઈની ગામના વિકાસ માટેની લાગણી જબરી…

2019માં ગામની સ્મશાનભૂમીમાં વાવેલા વૃક્ષોમાંથી 1200 જેટલા સરસ થઈ ગયા છે.  વૃક્ષમિત્ર નરસીંહભાઈએ વૃક્ષોને સરસ સાચવ્યા.ગામની વૃક્ષો માટેની મમતા જોઈને અમે ભાણાભાઈને બીજી એક જગ્યા પસંદ કરી આપવા કહ્યું. ને ગામની સહમતી અને મદદથી એમણે સરસ જગ્યા શોધી આપી. જ્યાં 3000 વૃક્ષો અમે વાવ્યા. જેમાંથી 2918 ઉછરી રહ્યા છે.આ જગ્યાની સફાઈ, જગ્યા ફરતે કરવાની વાડ, પાણીની વ્યવસ્થા આ બધા માટે ગામના સૌએ માતબર ફાળો કર્યો. 

દરેક ગામ આવું નથી કરતું. જો કરત તો અમારા જેવાની જરૃર જ ન પડત. 500  કે 1000 રૃપિયા વાર્ષિક ગામના વિકાસ માટે ઘર દીઠ કાઢવામાં આવે તો પણ ગામના તળાવ ખોદવા કે વૃક્ષો વાવવા સરકાર કે કોઈની ખરેખર જરૃર ન પડે.. આ મારુ દૃઢ પણે માનવું છું…

ખેર મખાણુના નાગરિકોએ સહભાગીતાથી આ કરી બતાવ્યું એટલે ત્યાં આટલા સરસ વૃક્ષો વાવી શકાયા. અમારી જવાબદારી વૃક્ષોની ખરીદીની તેમજ વૃક્ષોની માવજત માટે રાખેલા વૃક્ષમિત્રને માસીક મહેનતાણુ આપવાની તેમજ જરૃર પડે ઝાડ માટે ખાતર, દવા લાવી આપવાની. 

આ માટે અમને મદદ કરી વાશી ફાઉન્ડેશને.. ગામ અને વાશી ફાઉન્ડેશનના અમે આભારી છીએ.. 

આપ બેઉંની સક્રિયતાથી આ કાર્ય થઈ શક્યું. 

અમને આશા છે, મખાણુ વાસીઓ જુન 2021 માટે પણ પોતાના ગામની એક બીજી જગ્યા શોધી આપશે જ્યાં 5000 ઝાડ વાવી શકાય.. આમ તો આ કાર્યમાં ઉત્સાહી સરપંચ સાથે ગામના સૌ જોડાયા પણ ગામના દરઘાભાઈ અને અશોકભાઈ સરપંચ સાથે ખડે પગે રહ્યા એટલે આ કાર્ય થઈ શક્યું.  

મખાણું વૃક્ષારોપણ સાઈટ જોવા જવાનું થયું એ વેળા દરઘાભાઈએ તો બહુ પ્રેમથી અમને સૌને જમાડ્યા પણ ખરા.. 

અમારા કાર્યકર નારણભાઈ, ઈશ્વરભાઈની મહેનત પણ જબરી. ગામને શોધવા એમને આ કાર્યો માટે તૈયાર કરવાનું એમણે સરસ કર્યું..

વૃક્ષના ફાયદા લખવાના નહોય આપણે સૌ એના ફાયદા જાણીએ જ છીએ…બસ વખત થઈ ગયો છે દરેક ગામે જાગવાનો… અને એ ઝટ જાગે એમ ઈચ્છીએ… 

#MittalPatel #vssm #tree

#TreePlantation #greenery

#GreenGujarat #saveearth

#saveenvironment

Makahnu tree plantation site

Mittal Patel visits Makhanu tree plantation site
to monitor the plantation efforts

Darghabhai fed Mittal Patel and other team members
with lot of love

Mehulbhai Oad will inspire many of us who throw complaints at drop of a hat…

Mittal Patel with Mehulbhai Oad and his wife

 Many of you following VSSM on Facebook know Mehul.

We had met Mehul Oad when he was severely ill. His father Pareshbhai Oad had come to our office with a picture of Mehul, for once we thought will he survive?

It was Pareshbhai’s faith and the generous support and prayers from VSSM’s well-wishing donors that pulled Mehul back from the claws of death,  the donations amounted to Rs. 5.50 lacs. 

Mehul is a truck driver, whenever he would drop by at the office to meet us along with his wife and daughter I would suggest him to quit truck driving and take up a less demanding job instead. I had also offered financial support if needed. Mehul had agreed to the idea.

“I wish to buy a car to rent it as a taxi. Need some support to make the down payment, rest I will pay the loan instalments. I wish to be self-employed, this way I will stress less and my health also will be taken care of,” Mehul had called to share his plans after recuperating well from his long battle to survive.

I was glad to see Mehul beginning to dream again. Pareshbhai had spent all his savings on Mehul’s treatment hence, he did not have money to support Mehul’s dreams.

Mehulbhai Oad with his wife

VSSM provided him with an interest-free loan of Rs. 70,000. The remaining amount was taken as a loan from a bank. The money loaned from VSSM was paid off within a year while the bank loan is still on.  Mehul’s life is back on track, he had recovered well. The family was relieved to have put the traumatic past behind.

But life had to throw some googlies. Mehul met with a major accident when the car he was driving hit a blue-bull and tumbled. By God’s grace, he escaped while his motor car suffered substantial damage. For someone who had just managed to get his life back on track, this came as a huge financial blow. Car insurance could not cover all the expenses.

Mehul is like family to VSSM,  so he decided to share about his accident and the unforeseen expenses. “I do not like asking for such help,  but I need your support to get my car repaired,” he shared. The ongoing loan did not leave enough to permit any savings, and now this!! The amount he needed wasn’t huge, we agreed to give him another loan. And just the mention of it brought a big smile on his face.

As I always say, things are destined, we just need to play our role when called. And we shall forever remain grateful to the doctors and medical workers who saved Mehul, our well-wishing donors who generously supported his treatment. Also, all who provide support to our Swavlamban initiative that helps individuals like Mehul to re-invent their livelihoods.

Mehulbhai Oad

Mehul now doesn’t feel defeated or get tired, he no longer blames almighty for his fate. “I need to perform my Karma,  I shall do it well,” he says.

Mehul will inspire many of us who throw complaints at drop of a hat… and that is the reason I shared Mehul to you once again. 

મેહુલ.. પ્રેરણાદાયી વ્યક્તિત્વ..

ફેસબુક પરના જુના મિત્રોને મેહુલનો પરિચય છે જ…

કેવો ભયંકર બિમાર.. એના પિતા પરેશભાઈ ઓડ જ્યારે અમારા ત્યાં આવ્યાને મેહુલનો ફોટો બતાવ્યો ત્યારે એક વખત માટે તો આ બચશે કે કેમ એવું થઈ ગયેલું..પણ પિતાની શ્રદ્ધા સાથે ફેસબુકના મિત્રોએ મળીને લગભગ સાડા પાંચ લાખની મદદ એની સારવાર માટે કરી સાથે બધાની દુવા કામ લાગીને મેહુલ સાજો નરવો થઈ ગયો. 

ટ્રક ચલાવવાનું કામ કરતો મેહુલ એની પત્ની ને એની નાનકડી દીકરી સાથે જ્યારે મળવા આવ્યો ત્યારે હવે કાંઈ શાંતીવાળો વ્યવસાય કરજે ને એ માટે કાંઈ મદદની જરૃર હોય તો કહેજેનું અમે કહેલું. એણે હા પાડી.. 

થોડા મહિનાના આરામ પછી એણે,

‘ટેક્ષી તરીકે ચલાવી શકાય તેવી ગાડી ખરીદવી છે. ડાઉનપેમેન્ટ ભરવા તમે થોડી મદદ કરો બાકીની લોન કરુ. પોતાની રીતે વ્યવસાય કરુ તો મને બહુ હળબળાટી ન થાય અને મારી તબીયત પણ સચવાય’

એક વખતે જીંદગીથી હારી ગયેલો મેહુલ સમણાં જોતો થયો હતો..   

મેહુલના પિતા પરેશભાઈ મેહુલની સારવારમાં જ આર્થિક રીતે ઘસાઈ ગયેલા એટલે એવી કોઈ મૂડી એમની પાસે નહોતી. VSSMએ સીત્તેર હજારની લોન આપી. બાકીની લોન એણે બેંકમાંથી લીધી. અમે આપેલી લોનના હપ્તા તો એણે વરસમાં જ ભરી દીધા. બાકી બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ભરાયે જતા હતા. જિંદગી હવે પાટે ચડી ગઈ હતી. તબીયત પણ સારી હતી.. પરિવારને પણ માથેથી મોટી ઘાત ટળ્યાનો હાશકારો હતો..

ત્યાં અચનાક મહેુલની ગાડીને અકસ્માત થયો. રોડ વચ્ચે નીલગાય આવીને ગાડી પલટી ગઈ. એ બચી ગયો.. પણ ગાડીને ઘણું નુકશાન થયું. આર્થિક રીતે એ માંડ માંડ પાટે ચડ્યો હતો ત્યાં પાછો ખર્ચો. ગાડીને વિમો હતો પણ બધો ખર્ચો મળે એમ નહોતું. મેહુલ પરિવાર ભાવનાથી અમારી સાથે સંકળાઈ ગયો છે. એણે મુશ્કેલીની વાત કરી. મદદ માંગવી ગમતી નથી પણ હજુ મને ટેકાની જરૃર છે એવું એણે કહ્યું…બચતની શરૃઆત બેંકની લોન પતે પછી કરવાની હતી ત્યાં આ બધી જફા..આ વખતે એને બહુ મોટી રકમની જરૃર નહોતી. અમે નાનકડી લોન ફરી આપવાનું કહ્યું.. ને મેહુલના મોંઢે ચમક આવી…

હું હંમેશાં કહુ છુ..આપણે તો નિમિત્ત માત્ર બાકી બધુ તો ગોઠવાયેલું જ હોય છે.. સમય આવે એ નિયત કરેલું કરવાનું બસ..

બાકી મેહલુને જીવનદાન આપનાર ડોક્ટરથી લઈને એને સારવારમાં મદદ કરનાર સૌનો આભાર સાથે સાથે મેહુલને આર્થિક રીતે ફેર બેઠો કરવામાં મદદ કરનારનો પણ આભાર..

મેહુલની વાત લખવા પાછળનો આશય. તે હવે હારતો નથી થાકતો નથી ના કુદરતને દોષ દે છે.. મારા ભાગે કર્મ કરવાનું છે ને એ હુ બરાબર કરીશ.. એવું એ કહે છે.. નાની નાની વાતોમાં થાકનાર માટે મેહુલ પ્રેરણા આપનારો છે…

બાકી લખ્યું એ બધુયે ફોટોમાં.. 

#MittalPatel #vssm #DREAM

#nomadicfamilies #life

#DREAM #medical #newlife