Sometimes it is a little difficult to settle nomadic families who keep on moving and moving….

Mittal Patel with Vadi-Madari Communities

“Sister, I am Amarat Vadi, do you remember me? I stay in Kakar. You have to do one thing. If you have seen Janata Hospital then kindly call the doctor.”

“what happened?” I asked.

“My brother fell down and he had a hemorrhage. I took him to the hospital. The doctor operated and saved him. But it cost eighty thousand rupees. From where should I get this amount of money? I had a card issued by the government which Naranbhai (VSSM worker) gave me so they forgave ten thousand rupees. The doctor said that if you still need a discount then you need another card. My brother is doing well now. But I had to take him with me to get the new card to get his thumb prints there. But the doctor is not cooperating. Can you please tell the doctor that I will bring him back to the hospital once his thumb prints get done.”

On the one hand, I felt like laughing and on the other hand, I was sad.

Laughter on the thought that man will not run away from the hospital and sorrow for trouble he is facing to get the card. We definitely helped and I talked to our worker Naranbhai and asked him to make the rest of the arrangements.

“But when Naranbhai runs behind you to get the card, you don’t take care and now you are digging a well when there is a fire.” I said that with a few reprimands. 

In reply Amratbhai said, “We are illiterate people, When you explain, we don’t understand but when a problem comes, we remember you”. What should I say to them? My anger disappeared in a moment.

We made representations to the government to link the snake charmers with the Snake Research Institute. They all agreed at the primary stage. A certain number of snake charmers, fulvadi, Lalvadi- madari will get licenses to catch snakes. Now it was time for a man to take care of the snakes in an institution. We said let’s just involve the snake charmers in this work. We called a meeting with them and they said,

“Whatever you told is right. We will catch the snake and give it to them. But it is not possible for us to live in one place. For that we will do whatever you say.”

After explaining them with little anger, they agreed to involve the young in this work.

It is a little difficult to stabilize the people who keep on moving, moving and moving…  It is a very difficult task to settle people like Amratbhai in one place. We always have to explain to these families the small things like we explain to the child. 

‘બેન હું અમરત વાદી.. ઓળખ્યો મન્? મુ કાકરમાં રહુ હુંં…તમાર એક કોમ કરવાનું હ્. જનતા હોસ્પીટલ જોઈ ક નઈ તો ફોન કરી દો ન ડોક્ટરન્’

‘શું થયું?’

‘મારો ભઈ ઊભો ઊભો પડી જ્યો ઈન હેમરેજ થઈ જ્યું. દવાખોને લઈ આયો. ડોક્ટેરે ઓપરેશન કરીન બચાઈ લીધો. પણ ખરચ થ્યો રૃપિયા એંસી હજાર. આટલા રૃપિયા ચોથી લાબ્બા?  મારી પાસે સરકારનું નારણભઈ(VSSMના કાર્યકર) એ કાઢી આલેલું કાર્ડ હતું તે ઈમોં દસ હજાર માફ થ્યા. વધારે માફી કરાબ્બી હોય તો બીજુ કેડ કઢાબ્બુ પડ એવું ડોક્ટરે કીધુ. મારા ભઈન હવ હારુ હ્. પણ નવું કેડ કઢાબ્બા ઈન હારે લઈ જવો પડ્. તો કણ ઈનો અંગુેઠો અલાબ્બો પડ એટલ.. પણ ડોક્ટર મોનતા નહીં…તમે ડોક્ટરન્ કોન ઈન ઘડીકવાર મારી હારે મેલે.. અંગુઠો અલઈ જાય પસી પાસો મુકી જઈશ….’

સાંભળીને એક બાજુ હસવુ આવ્યુ ને બીજી બાજુ દુઃખ પણ થયું.

હસવું માણસ દવાખાનામાંથી ભાગી જાય નહીં એ માટે ડોક્ટરની ગોઠવણ માટે ને દુઃખ મા કાર્ડ કઢાવવા માટેની મથામણને લઈને.. મદદ તો કરવાની જ હોય અમારા કાર્યકર નારણભાઈ સાથે વાત કરીને બાકીની વ્યવસ્થા ગોઠવવા કહ્યું..

‘પણ કાર્ડ કઢાવવા નારણભાઈ તમારી પાછળ ફરે ત્યારે તમે હાથમાં ન આવો ને હવે તરસ લાગે એટલે કૂવો ખોદવા બેસવાનું’

એવું થોડા ઠપકા સાથે મે કહ્યું તો જવાબમાં અમરતભાઈએ કહ્યું, 

‘અમે રીયા અણભણ મોણસ.. તમે હજમાવો ઈમ અમે ના હમજીએ પણ ભીંહ પડે ને તાર તમે યાદ આવો…’

શું કહેવાનું ગમે એટલો ગુસ્સો કરીએ તોય એમને સાંભળીએ ને બધો ગુસ્સો હવામાં…

સાપના ખેલ કરનાર વાદી, મદારીઓને સર્પ સંશોધન સંસ્થાન સાથે જોડવા અમે સરકારમાં રજૂઆત કરી. પ્રાથમિક તબક્કે હા થઈ ગઈ. સાપ પકડવાનું લાયસન્સ તો ચોક્કસ સંખ્યામાં ફૂલવાદી, લાલવાદી-મદારીને મળશે. હવે વાત હતી આ સંસ્થાનમાં સાપની દેખરેખ માટે માણસની. અમે કહ્યું આ કાર્યમાં સાપના ખેલ કરનારને જ જોડીએ. અમે એમની બેઠક બોલાવી તો કહે, 

‘આ તમે બહુ હારુ કીધુ. હરપ પકડી પકડીને દઈ દેવાનું અમે કરી લઈશું. પણ બાપલા એક જગ્યાએ રેવાનું અમારાથી ના બને.. ઈમોં તમાર જેમન્ રાખવા હોય ઈમન રાખો…’

પ્રેમથી સમજાવ્યા પછી થોડું ગુસ્સે થયા ત્યારે જતા યુવાનોને આ કાર્યમાં જોડ઼વા એ સહમત થયા.. 

પગમાં જેમના ભમરી એમને સ્થિર કરવા થોડા મુશ્કેલ ને વળી વ્યવસ્થામાં ગોઠવવા તો અમરતભાઈની જેમ સૌથી વધારે અઘરા….

હંમેશાં આપણને લાગતી નાની નાની બાબતો આપણે જેમ બાળકને સમજાવીએ એમ આ પરિવારોને અમારે સમજાવવાની… 

#MittalPatel #vssm #vadicommunity

#NomadicTribe #No #denotifiedtribe

#help #helpinghands #helpingothers

#Real #stories #snake #snakecharmer

Rameshbhai Bajaniya hopeful of a better tomorrow after VSSM’s intervention…

Mittal Patel with Rameshbhai Bajaniya and VSSM
co-oirdinator Mohanbhai Bajaniya

 

Rameshbhai is originally from Bandhavad village of Radhanpur. He has four children, all of them are mentally and physically handicapped.

When our Mohanbhai met this family, he felt for the first time that God had forgotten to give happiness to this family.

Mohanbhai asked him to start a business that would provide him permanent employment and talked about providing the necessary capital from VSSM.

Rameshbhai had an experience working as an electrician. So after giving ten thousand rupees, Rameshbhai put a roof next to his raw house in Bandhavad and started repairing the fans and doing the wiring work.

With two pennies in hand, a man’s zeal for work also increases. He now rented a shop in Radhanpur and started working there. He asked for another loan to buy a machine to build a broken fan motor and we gave him twenty thousand rupees.

Fan repair work goes well in summer and monsoon, but little slow in winter, as Rameshbhai said. He also talked about earning seven to ten thousand rupees a month after deducting expenses.

Economic conditions are not good. However, his spirit of giving is excellent. We started a hostel in Radhanpur for the education of deprived children. At that time, he gifted fans for the hostel!

He spoke to us when he had to go to meet a special school in Bidada for putting his mentally retarded daughter in a hostel. He agreed, but he was very saddened by the condition of his four children. He also got emotional while talking to me. We gave him sympathy but also talked about helping in repairing the shop as well as bringing some goods for sale.

Our Sombhai Bajaniya introduces many people who are in trouble around Radhanpur. Sombhai is a teacher by profession but also puts constant effort for the upliftment of the deprived society.  He is indeed an integral part of our team. 

It was through him that Rameshbhai met us and we contributed to his upliftment.

We still need to help Rameshbhai a lot. but now he earns a little money. There was a time when there was not enough money to feed the family and they had to sleep on empty stomachs. We are very happy for him now. I wish Rameshbhai all the best and thank all the loved ones who helped in this work.

 રમેશભાઈ મૂળ રાધનપુરના બંધવડગામના..તેમને ચાર બાળકો પણ ચારેય માનસીક અને શારિરીક રીતે વિકલાંગ.. ઘરની સ્થિતિ એક સાંધતા તેર તૂટે એવી. ભગવાન આ પરિવારને સુખ આપવાનું જ જાણે ભૂલી ગયો હોય એવું અમારા મોહનભાઈને એમને પહેલીવાર મળીને લાગેલું.

મોહનભાઈએ એમને કાયમી રોજગાર મળે એવો ધંધો નાખવા કહ્યું ને એ માટે જરૃરી મૂડી VSSMમાંથી આપવાની વાત કરી.ઈલેક્ટ્રીશય તરીકે કામ કરવાનો અનુભવ. આથી દસ હજાર આપ્યા ને એમણે બંધવડમાં જ એમના કાચા ઘરની બાજુમાં છાપરુ નાખી પંખા રીપેરીંગથી લઈને વાયરીંગનું કામ કરવાનું શરૃ કર્યું.

બે પૈસા હાથમાં આવે તો માણસની કામ કરવાની ધગસ પણ વધે. એમણે હવે રાધનપુરમાં દુકાન ભાડે રાખી ને ત્યાં કામ કરવાનું શરૃ કર્યું. બગડેલા પંખાની મોટર બાંધવાનું મશીન ખરીદવા એમણે બીજી લોન માંગી ને અમે વીસ હજાર આપ્યા. 

ઉનાળામાં ને ચોમાસામાં પંખા રીપેરીંગનું કામ સરસ ચાલે. શિયાળામાં થોડુ મંદુ કામ રહે એવું રમેશભાઈએ કહ્યું. ને સાથે ખર્ચો કાઢતા મહિને સાત થી દસ હજાર કમાઈ લેતાની વાત પણ કરી. 

આર્થિક સ્થિતિ એવીયે સારી નહીં. છતાં એમની આપવાની ભાવના ઉત્તમ.. અમે રાધનપુરમાં વંચિત બાળકોના શિક્ષણ અર્થે હોસ્ટેલ શરૃ કરેલી તે એ વખતે એમણે હોસ્ટેલ માટે પંખા અનુદાનમાં આપેલા..

માનસીક રીતે અસ્થિર દીકરીને બિદડામાં આવી વિશેષ દીકરીઓ માટે ચાલતી હોસ્ટેલમાં ભણવા મૂકવા એમને મળવા જવાનું થયું ત્યારે વાત કરી.. એમણે હા પાડી.. પણ પોતાના ચારેક બાળકોની આવી સ્થિતિથી એ બહુ ગમગીન જણાયા. મારી સાથે વાત કરતા કરતા એ ભાવુક પણ થયા.. 

હૈયાહરો તો આપણે આપીએ જ પણ દુકાનમાં રીપેરીંગની સાથે સાથે થોડો વેચાણ અર્થે સામાન લાવવા પણ મદદ કરવાની વાત કરી..

રાધનપુર આસપાસ રહેતા ને તકલીફમાં હોય એવા ઘણા માણસોનો પરિચય અમારા સોમભાઈ બજાણિયા કરાવે. એ વ્યવસાયે શિક્ષણ પણ વંચિત સમાજના ઉત્કર્ષ માટે એ સતત જાગ્રત ને પ્રયત્નશીલ…અમારી ટીમનો એક અભીન્ન હીસ્સો જ જાણે…એમના થકી જ રમેશભાઈ અમને મળ્યા ને અમે ક્યાંક એમના ઉત્કર્ષમાં નિમિત્ત બન્યા.

રમેશભાઈને હજુ ઘણી મદદ કરવાની છે.. પણ હવે એ બે પૈસા કમાય છે એક સમય હતો જ્યારે બં ટંકના ફાંફા હતા પણ હવે ઘરમાં કોઈને ભૂખ્યા સુવુ નથી પડતું.. આ વાતનો અમને વિશેષ રાજીપો છે..

રમેશભાઈને ખુબ પ્રગતિ કરોની શુભેચ્છા ને આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર..

#MittalPatel #vssmindia #livelihood

#employment #business #smallbusiness

#dreambig #dream #denotifiedtribe

#humanity #skills #vocalforlocal #vocal

#struggle #HONEST #achievement

Rameshbhai Bajaniya doing fan repairing and wiring work

VSSM co-ordinaotor Mohanbhai Bajaniya helped
Rameshbhai to get interest free loan from VSSM

Devabhai Kangasiya chooses to dream big….

Devabhai Kangasiya with his Chhota Hathi
 “I am in the market right now instead of having to think a hundred times to buy a thing worth a hundred rupees. I have a wedding at my brother’s house and I have bought seven thousands of clothes for my children so far and I don’t mind if I buy more. Apart from this, I currently have goods worth Rs 3.5 lakh”

I asked Devabhai of Tankara what happened after he took a loan from VSSM and started an independent business. He replied in the affirmative.

Devabhai’s wife works as a casual laborer and also goes to sell cosmetics in a basket like Kangasiya women. 

Mittal Patel meets Devabhai Kangasiya and
his wife during her visit to Tankara
Devabhai’s sister used to make a better profit by selling bedsheets, towels and other household items in a short time. She asked Devabhai to put up a labor job and start a business. But Devabhai had no capital. Our worker Kanubhai was already in contact with Chayaben. After talking to Kanubhai, we gave him a loan of Rs 30,000 and then he picked up speed. Took second and then took the third loan. The profit in the business increased so he took a vehicle named Chhota Hathi. Now Devabhai and his wife travel to various villages in a vehicle to do the business. He also goes to tradefair to do the business. 

In three or four years, life changed. Instead of having to think ten times to spend hundred rupees, he is able to pay the bank installment of the two lakh down payment of the vehicle and the institution’s installment. And he also has good savings in the bank account now. 

When I asked about his dream, Devabhai said, “I want to make a good house and a big show room on top of the house. I want to sell the wholesale goods.  At present, I bring goods from a local trader, but the profit is not enough. But in one year, I want to bring wholesale blankets, bedsheets and other goods directly from the factory from Ludhiana”.

If the income of the person who eats daily by bringing daily, increases a little, then the dreams start to grow in their own way. We have seen this in the case of Devabhai and many others like him.

It is also important to earn money but also to help others in the society. Devabhai also worked with us in that way.

સો રૂપિયાની વસ્તુ ખરીદવા સો વખત વિચાર કરવો પડતો એની જગ્યાએ હાલ બજારમાં જ છું. મારા ભાઈના ઘરે લગ્ન છે ને મે મારા બાાળુકો હાટુ અત્યાર લગી હાત હજારના લૂગડાં ખરીદી લીધા છે ને હજુ વધારે ખરીદે તો પણ મને વાંધો આવે એમ નથી. આ સિવાય મારી પાસે હાલમાં ત્રણથી સાડા ત્રણ લાખનો સામાન પડ્યો છે’

મે ટંકારાના દેવાભાઈને VSSMમાંથી લોન લઈને સ્વતંત્ર ધંધો શરૃ કર્યો પછી શું ફેર પડ્યો એવું પુછ્યું ને બદલામાં એમણે આ જવાબ આપ્યો.

છૂટક મજૂરી કરતા દેવાભાઈના પત્ની કાંગસિયા બહેનો ટોપલામાં શૃંગાર પ્રસાધનો વેચવા જાય એમ એ પણ કરતાં.

દેવાભાઈના બહેન ચાદરો, ટુવાલ ટૂંકમાં ઘરમાં વપરાતી રોજિંદી વસ્તુઓ વેચવાનું કરતાં ને એમાં એમને નફો સારો થતો. એમણે દેવાભાઈને મજૂરી મૂકી ધંધો કરવા કહ્યું. પણ દેવાભાઈ પાસે મૂડી નહીં. અમારા એ વિસ્તારના કાર્યકર કનુભાઈ, છાયાબહેન સાથે એ સંપર્કમાં. કનુભાઈ સાથે એમની વાત થઈને 30,000ની લોન અમે આપી ને પછી તો એમણે રફ્તાર પકડી. બીજી ને પછી ત્રીજી લોન લીધી. ધંધામાં નફો વધ્યો એટલે છોટાહાથી નામનું વાહન લીધુ. હવે દેવાભાઈ ને તેમના પત્ની બેય સાથે વાહનમાં બેસીને વિવિધ ગામડાંઓ વેપાર અર્થે ફરે. સાથે ગુજરી બજાર ભરાય ત્યાં પણ વેપાર કરવા જાય.

ત્રણ – ચાર વર્ષમાં જિંદગી બદલાઈ ગઈ. સો વાપરવામાં દસ વાર વિચાર કરવો પડતો તેની જગ્યાએ બે લાખ ડાઉનપેમેન્ટ ભરીને લીધેલી ગાડીનો બેંકનો હપ્તો, સંસ્થાનો હપ્તો આરામથી ભરાય છે ને બેંકમાં બચત પણ થાય છે.

સ્વપ્ન શું છે એવું પુછતાં દેવાભાઈએ કહ્યું, ‘મારુ ઘર સરખુ બનાવવું છે ને ઘર માથે જ મોટો સો રૃમ. હોલસેલમાં સામાન વેચવાનું કરવું છે. હાલ લોકલ વેપારી પાસેથી હું સામાન લાવુ છુ તો નફો ઝાઝો નથી રહેતો. પણ એક વર્ષમાં હોલસેલમાં લુધિયાણાથી ધાબળા,ચાદરો ને બીજો સામાન સીધો ફેક્ટરીમાંથી લાવવો છે.. ‘

રોજનું લાવીને રોજ ખાનાર વ્યક્તિની આવક થોડી વધે તો સ્વપ્નો પોતાની રીતે મોટા થવા માંડે છે.. દેવાભાઈને એમના જેવા ઘણાયના કિસ્સામાં અમે આ જોયું છે..

વળી પૈસો કમાવવો જરૃરી પણ એનાથીયે વધારે જરૃરી સમાજના અન્યોને મદદરૃપ થવું. દેવાભાઈ એ રીતે પણ અમારી સાથે કાર્યરત…

ખૂબ તરક્કી કરોને શુભભાવના દેવાભાઈ માટે…

#vssm #MittalPatel #livelihood

#success #loan #business

#businessowner #employment

#dream #dreambig #ownbusiness

#કાંગસીયા #nomadic #વિચરતા

VSSM’s efforts result into allotment of plots to 114 nomadic families in Banaskantha….

Galbakaka with his Ravanhattha

Galbakaka sings lullabies on the tunes of his ektara/Ravanhattha. The families who host him offer sarees in return of his melodies lullabies that bless their new born. It is has been a traditional practice, the sarees aren’t used as drape but to make shelters, protect them from the harshness of forces of nature. “How does one even feel secured under such a house, what do such houses protect one from?” I had asked myself when I had seen these houses for the first time. Nonetheless, many Bharathari families like Galbakaka have survived like so on government wastelands for generations. There is a constant fear of eviction by the enforcement department.

Collector Shri Anand Patel with nomadic 
families

“Ben, we would be on seventh heaven if we also get a plot to build a house this time…” VSSM consistently strives to fulfil the dream of a pucca house Galbakaka and thousands like him have watched!!

The current living condition of nomadic
families

The efforts by VSSM have led to the formation of special provisions that allow allocation of residential plots to NT-DNTs yet,  some nomadic communities like the Bharthari did not stand to benefit under this provision as their sub-sect was not part of the list. VSSM appealed for the inclusion of certain sub-sects to the list of included communities,  one of which was Bharthari as sub-sect of Nath community. The inclusion unlocked the possibility of Bharthari receiving residential plots from the government. We have been struggling for years to make it feasible for this community to benefit under such government policies, but things kept getting dragged and delayed.

The banaskantha administration handed 
over documents to nomadic families

In the meantime, Shri Anand Patel took charge as District Collector of Banaskantha. Growing up, Anandbhai has experienced the presence of the nomadic communities in his village, he had seen them work hard when they came to provide various services in the village he grew up. Anandbhai felt it was his turn to give back, and pledged to give them permanent addresses. Anandbhai’s compassion and commitment have been backed by the support from our Chief Minister  Shri Vijaybhai Rupani and Minister of Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar and his very own team member Additional officer Shri Hirenbhai Patel. As a result, Anandbhai has promised himself to accomplish as much as he can to fulfil his pledge.

The banaskantha administration has been 
instrumental in offering the most significant 
gift to 114 nomadic families

The Banaskantha administration has been instrumental in offering the most significant gift to 114 families from Bharthari, Vansfoda, Devipujak, Valmiki and Raval communities of  Mahadeviya, Aadoda, Odhav, Rajpur, Ratanpur, Bhadrevadi, Raviyana, Tana, Shihori villages of Kankrej and Deesa blocks. These families received documents to their residential plots during a special program organised on the auspicious day of Labh Pancham.

The banaskantha administration has been
instrumental in offering the most significant
gift to 114 nomadic families

Shri Kirtisihji, MLA from Kankrej and someone who works for the benefit of the poor, Shir Bharatsinhji Bhatesariya, BJP General Secretary also remained present at this event.

VSSM’s team members who work very hard for these families Naranbhai, Maheshbhai, Bhagwanbhai, Ishwarbhai remained on their toes.

The poor benefited when people joined hands to contribute towards the welfare and good of these families.

Nomadic families receievd documents to
their residential plots

Today, Galbakaka is not with us, but his soul will experience happiness and peace when his wife will soon move into a pucca house of her own.

We salute our Prime Minister’s pledge of providing house to the homeless by the end of 2022.  The administration has taken up this pledge as an opportunity and become instrumental in allotment of plots and houses to all,  including the nomadic and de-notified communities. We hope just like Surendranagar and Banaskantha other districts also speed up the task of clearing long-pending applications for allotment of residential plots.

May peace and prosperity be upon all!!

The Banaskantha administration handed over 
documents to nomadic families

ગલબાકાકા રાવણહથ્થા પર હાલરડાં ગાવાનું કરે.. ભેટમાં લોકો સાડી ને દાણા આપે. આ સાડીમાંથી ગલબાકાકા ને એમના જેવા ભરથરીઓ પોતાનું છાપરુ ઊભુ કરે..(જે ફોટોમાં દેખાય છે) મે પહેલીવાર એમનું આ આશિયાના જોયેલું ત્યારે થયેલું આમાં તો ટાઢ, તડકો કે વરસાદ કશુંયે રોકાય નહીં.. આવામાં કેવી રીતે રહી શકાય?  પણ ગલબાકાકા જેવા ઘણાય આવી જ રીતે રહેતા હતા. વળી પાછુ રહેઠાણની જગ્યા પણ સરકારી. કાયમ કોઈ ખાલી કરાવી દેશેનો ભય તો એમના માથે તોળાતો જ હોય. કાકા કહેતા ‘બેન એક ફેરા મારુ પાક્કુ ઘર થઈ જાય ને તો ગંગા નાહ્યા…’ એમનું ને એમના જેવા ઘણાનું આ સમણું સાકાર થાય એ માટે VSSM કોશીશ કરે…

આમ તો વિચરતી જાતિના પરિવારોને પ્લોટ ફળવાય એ માટે સરકારે ખાસ જોગવાઈ કરી છે. પણ સદાય વિચરતુ જીવન જીવતા ભરથરીનું નામ આ યાદીમાં દાખલ થવાનું રહી ગયું. અમે કોશીશ કરીને ને મૂળ નાથ સમુદાયના પર્યાય તરીકે ભરથરીનો સમાવેશ થયો..ને એમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાની બારી ખુલ્લી થઈ.. 

આ પરિવારોને રહેણાંક અર્થે પોતાનો પ્લોટ મળે તે માટે અમે વર્ષોથી રજૂઆત કરીયે પણ કહેવાય છે ને જેના હાથમાં જશ રેખા હોય, જેમના હૃદયમાં વંચિતો માટે કરુણાભાવ એમના હાથે આવા શુભ કાર્યો થાય.. 

બનાસકાંઠા કલેક્ટર તરીકે શ્રી આનંદ પટેલે કાર્યભાર સંભાળ્યો. આનંદભાઈ અદના ગુજરાતી નાનપણમાં વિચરતી જાતિના પરિવારોને પોતાના ગામમાં અવનવી સેવા આપવાના હેતુસર આવતા દીઠેલા એટલે એ ઋણાનુબંધે પણ એમણે આ પરિવારોને પોતાનું સરનામુ આપવાનું નક્કી કર્યું. એમાં સાથ મલ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીનો તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારનો. વળી પોતાની ટીમમાં શ્રી હીરેનભાઈ પટેલ જેવા પ્રાંત અધિકારી પણ એટલે થાય એટલું કાર્ય કરી લેવાનો નિર્ધાર પોત મેળે જ થઈ જાય..

#મહાદેવિયા ઉપરાંત આસેડા, ઓઢવ, રાજપુર, રતનપુરા, ભદ્રેવાડી, રવિયાણા, તાણા, શિહોરી એમ મળીને કાંકરેજ અને ડીસા તાલુકામાં રહેતા ભરથરી, વાંસફોડા, દેવીપૂજક, વાલ્મિકી, રાવળ એમ કુલ 114 પરિવારોને લાભ પાંચમના શુભ અવસરે રહેણાંક અર્થે પ્લોટ ફાળવી આ પરિવારોના કલ્યાણમાં બનાસકાંઠાનું વહીવટીતંત્ર નિમિત્ત બન્યું ને સનદ વિચરણનો સુંદર કાર્યક્રમ થયો..

કાંકરેજના ધારાસભ્ય ને નાના માણસોની મુશ્કેલીમાં સદાય સાથે ઊભા રહેનાર શ્રી કીર્તીસીંહજી, ભાજ્પના મહામંત્રી શ્રી ભારતસીંહજી ભટેસરિયા વગેરે આ કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા.. 

બનાસકાંઠાના અમારા સક્રિય કાર્યકરો નારણભાઈ, મહેશભાઈ, ભગવાનભાઈ તેમજ ઈશ્વરભાઈની પણ સતત દોડધામ… 

મંગલકાર્યમાં સૌ સાથે આવ્યા ને આ પરિવારોનું મંગલ થયું… આજે ગલબાકાકા સદેહે હાજર નથી પણ એમના પત્ની થોડા સમયમાં જ પોતાના ઘરમાં રહેવા જશે એ જોઈને એમનો આત્મા જરૃર રાજી થશે..  

2022 સુધીમાં તમામ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાના માનનીય વડાપ્રધાન શ્રીના સંકલ્પને પ્રણામ… 

ઈશ્વરે આપેલી આ તક વહીવટીતંત્રએ ઉપાડી છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગરની જેમ અન્ય જિલ્લામાં પણ આ બાબતે વેગ પકડાય એમ ઈચ્છીએ..

સૌનું કલ્યાણ થાવોની ભાવના….

#MittalPatel #vssmindia Anand Patel

 Ishwar Parmar

#nomadic #denotified #hope #newyear #happynewyear2020

#surendranagar #government #house #housing

It is not right for the authorities not to cooperate when the government is sensitively committed to the welfare of such families…

Follow-up letter written to Minister
for Social Justice and Empowerment

 How much to write?

A settlement file is filled with reminders.

A notice was issued in 2015 to vacate the roofs of 44 Bawri families in Ramdevnagar, Ahmedabad, which were obstructed in the TP scheme. The corporation, in return, arranged for permanent residence. Allotted houses in Vejalpur. But the beneficiary had to contribute for these houses. Those whose houses or roofs are broken were not able to make this contribution.

We presented this matter to Hon’ble Chief Minister Shri Vijaybhai Rupani as well as Minister for Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar in this regard. He said that the government would immediately pay the contribution and the developing caste welfare department wrote letters to the Ahmedabad corporation.

Before making a contribution, the welfare department wrote a letter saying that the house should be habitable, that is, fixing the windows and doors and giving the water connection to the flat, as a matter of urgency. But the officials of the corporation are not at all working in this matter. Despite constant follow-up from the office of the Chief Minister as well as the Minister of Social Justice and Empowerment!

Follow-up letter written to Chief Minister

I went to the commissioner’s office with Savitabhan when the roofs were broken in Sabarmati. Savitaben cried and said to the officer, “We have a young daughter with whom to sleep on the sidewalk at night, We both take a turn for sleeping in the night in the fear of If someone presses daughter’s mouth and picks her up” 

Have you ever imagined this situation?

Forget about the young girl, there are cases where the lustful men took three-year-old daughter off the roof. Such an incident took place in Savarkundla about eighty months ago.

A house is not just four walls but a safe place. I always tell the officers that you have to just work on behalf of this cause. Such tasks should be done without getting a request. God has given you a chance. You need not have to use a single penny out of your pocket .. still?!

A loving request to the officials of Ahmedabad Corporation to do this work. It remains to be seen whether the people will not sit again in front of the corporation playing dishes and rolling pins.

Follow-up letter written to Ahmedabad
Municipal Corporation

The dream of our esteemed Prime Minister is to give a home to such homeless people by 2022. This dream is not going to be fulfilled by the authorities until such families get a house. A humble appeal to make it right again.

I would have written a little bitter but I feel tired now. Today our worker asked for permission to open the file of Ramdevnagar Volume-2 in my office. An entire file filled these reminders with letters written in this detail. Felt very bad. 

It is not right for the authorities not to cooperate when the government is sensitively committed to the welfare of such families.

Ramdevnagar settlement 

Again, please give these families a home quickly in this cold season.

I applaud the fact that the corporation gave houses in Sabarmati, but why is the work not done in Ramdevnagar in the same way? I don’t really understand.

કેટલું લખ્યા કરવાનું?

સ્મૃતિપત્રોથી જ એક વસાહતની એક ફાઈલ ભરાઈ ગઈ..

અમદાવાદના રામદેવનગરમાં 44 બાવરી પરિવારોના છપરાં- કાચા ઘરો ટીપી સ્કીમમાં નડતરરૃપ હતા તે ખાલી કરવા 2015માં નોટીસ આવી. બદલામાં કાયમી રહેણાંકની વ્યવસ્થા કોર્પોરેશને કરી. વેજલપુરમાં ઘર ફાળવાયા. પણ લાભાર્થીએ આ ઘર માટે ફાળો ભરવાનો હતો. જેમના ઘર કે છાંપરાં તૂટ્યા એની ક્ષમતા આ ફાળો ભરવાની નહીં.

આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર પાસે આ બાબતે રજૂઆત કરી. એમણે તુરત આ ફાળો સરકાર ભરશે તેમ જણાવ્યું ને એ સબબના પત્રો વિકસતી જાતિ કલ્યાણ ખાતાએ અમદાવાદ કોર્પોરેશનને લખ્યા. કલ્યાણ ખાતાએ ફાળો આપતા પહેલાં ઘર રહેવા લાયક એટલે કે બારી બારણાં ઠીક કરવા ને પાણીનું કનેકશન એ ફ્લેટમાં આપી દેવા ટૂંકમાં પ્રાથમિક સગવડ માટે લખ્યું. પણ કોર્પોરેશનના અધિકારી આ બાબતે હલતા જ નથી.

મુખ્યમંત્રી શ્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીની ઓફીસમાંથી સતત ફોલોઅપ છતાં..

સાબરમતીમાં છાપરાં તોડ્યા તે વેળા સવિતાબહેન સાથે હું કમીશનર કચેરીએ ગયેલી. સવીતાબહેને રડતા રડતા અધિકારીને કહેલું, સાહેબ અમારે જુવાન દીકરી છે જેની સાથે રાતના ફૂટપાથ પર સુવાનું. દીકરીનું મોંઢુ દબાવી કોઈ ઉપાડી જાય તો એ બીકે રાતના અમે બેય માણસ ઊંધવાના વારા કરીએ…

ક્યારેય કલ્પના કરી છે.. આ સ્થિતિની..

આમ તો જુવાન શું કામ હવસખોરો તો ત્રણ વર્ષની દીકરીનેય છાપરાંમાંથી ઉપાડી ગયાના દાખલા છે. સાવરકુંડલામાં લગભગ આઠેક મહિના પહેલાં જ આવી ઘટના ઘટેલી.

ઘર એ માત્ર ચાર દિવાલ નથી. પણ એક સુરક્ષીત જગ્યા છે. અધિકારીગણને હું હંમેશાં કહુ છુ તમારે તો નિમિત્ત બનવાનુ છે. આવા કાર્યો તો સામે ચાલીને કરવા જોઈએ. તમને ભગવાને તક આપી છે. ખીસામાંથી રૃપિયોય કાઢવાનો નથી.. છતાં….અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને આ કાર્ય કરવા પ્રેમભરી વિનંતી… લોકો થાકીને કોર્પોરેશન સામે થાળી ને વેલણ વગાડવા ફરી ન બેસે તે જોવું રહ્યું..

આપણા આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન આવા દિનદુખિયા ઘરવિહોણા લોકોને 2022 સુધીમાં ઘર આપવાનું છે. આ સ્વપ્ન ને અધિકારીઓનો લક્ષાંક આવા પરિવારોને ઘર નહીં મળે ત્યાં સુધી પૂર્ણ થવાનો નથી…

ફરી યોગ્ય કરવા નમ્ર અપીલ…

થોડું કડવું લખ્યું હશે પણ થાક લાગે છે.

આજે મારી ઓફીસમાં રામદેવનગર વોલ્યુમ -2ની ફાઈલ ખોલવાની મંજૂરી અમારા કાર્યકરે માંગી.

એક આખી ફાઈલ આ સ્મૃતિપત્રોને આ વિગતે જ લખાયેલા પત્રોથી ભરાઈ.. દુઃખ થયું..સરકાર સંવેદનાથી આવા પરિવારોના કલ્યાણ માટે કટીબદ્ધ છે ત્યારે અધિકારીગણ સહયોગ ન કરે તે યોગ્ય નથી..

ફરી આ ઠંડીમાં આ પરિવારોને ઝડપથી ઘર આપવા વિનંતી….

સાબરમતીમાં કોર્પોરેશને ઘર આપ્યા તે વાતને હું વધાવું છું.. પણ એ જ કાર્ય પદ્ધતિથી રામદેવનગરમાં કાર્ય કેમ નથી થતું.. ખરેખર સમજાતું નથી..

#Mittal Patel Mukesh Kumar #VSSM

#Housing #ahmedabad #goverment

#gujaratgoverment #municipalcorporation

#Nomadicfamiies #denotifiedtribe

VSSM files applications for residential plots of Oad families…

Mittal Patel meets oad families of Sabarkantha

Oad people are experts in clay work. 

You may have an idea or not, but it is said that when Siddharth Jayasingh announced to clean the Sahastralinga lake of Patan, so many ods landed in Patan to clean that lake and half of the lake was dug in one night!

Well, this is a rumor. I do not want to spend time in finding the truth. 

But Oad people were very important in the life of our great-great-grandfather. There were no cement concrete and brick houses at that time. At that time, Oad came to the village from time to time and used to build mud houses. In short, their relationship with mud is strong and they wandered from village to village for that very reason.

You find hindu and muslim ods. Their dressing style is also same but now it has changed a bit in Muslim Oads. Recently, I had to go to Swagadh in Himmatnagar of Sabarkantha where 29 Oad families live.

Aminbhai said “ the whole life of us has been spent like a donkey. Now we want to settle down but we do not have enough money to build a house. If the government helps, then we might have a house”

Home… 

I always say that there is no definition of this word. All the emotions are absorbed in these four letters. Our Prime Minister has dreamed of giving a home to all such homeless people by 2022. If the officials show sympathy, then it is not difficult to fulfil this dream.

We have asked the families of Swagadh to have faith that they will have their homes. Applications have been submitted. We are desperately waiting for their homes and hope they distribute sweets to us and we all will feel satisfied. 

The glory of finding such families belongs to our Tohid. Angry by nature but also very energetic. That is true that we have such an amazing team that is why we could do this. 

 માટી કામમાં પાવરધા ઓડ..

તમને કદાચ ખ્યાલ હશે કે નહીં… પણ એવું કહેવાય છે કે સિદ્ધારાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ગાળવાનું જાહેર કર્યું, એ તળાવ ગાળવા એટલી માત્રામાં ઓડ પાટણમાં ઊતરી આવ્યા કે એક રાતમાં અડધુ તળાવ ખોદાઈ ગયેલું..

ખેર આ તો વાયકા. આપણે સાચુ જુઠ્ઠુ કરવા ન બેસીએ…

પણ ઓડનું મહત્વ આપણા દાદા પરદાદાના જીવનમાં ઘણું હતું. ત્યારે ક્યાં સીમેન્ટ ક્રોક્રીંટ કે ઈંટોના ઘરો બનાતા..

એ વેળા ઓડ ગામમાં વખતો વખત આવતા ને માટીના ઘરો બનાવી આપવાનું કરતા..ટૂંકમાં માટી સાથેનો એમનો નાતો મજબૂત ને એ ખાતર જ ગામે ગામ રઝળ્યા કર્યું..

ઓડમાં પાછા હિન્દુ ને મુસ્લીમ બેય ઓડ જોવા મળે. પહેરવેશને બધુ પહેલાં તો એક જેવું હવે મુસ્લિમ ઓડનું જરા બદલાયું..

હમણાં સાબરકાંઠાના હિંમતનગરના સવગઢમાં જવાનું થયું ત્યાં 29 ઓડ પરિવારો રહે…

અમીનભાઈએ કહ્યું, અમારા ઘૈડિયાની આખી જીંદગી આમ ગધાડાં માથે જ ગઈ.. હવે ઠરી ઠામ થવું છે પણ જુઓને પાહે પૈસા નથી તે જમીન લઈને ઘર બાંધી હકીએ.. સરકાર માઈ-બાપ મદદ કરે તો અમે ઘરવાળા થઈએ…

ઘર…

હું હંમેશાં કહુ છુ આ શબ્દની કોઈ વ્યાખ્યા જ ન કરી શકાય… બસ બધી જ લાગણીઓ આ બે શબ્દમાં સમાઈ જાય..

આપણા વડાપ્રધાને 2022 સુધીમાં આવા ઘરવિહોણા તમામને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યુ છે.. અધિકારી ગણ સંવેદના દાખવે તો આ સ્વપ્ન પૂર્ણ થવું કાંઈ અઘરુ નથી..

સવગઢના પરિવારોને તો અમે ઘર થશે એવી શ્રદ્ધા રાખવાનું કહ્યું છે.. અરજીઓ થઈ ગઈ છે..

બસ હવે કાર્ય ઝટ થાય ને આ લોકો પણ પોતાના ઘરમાંથી ગોળ ઘાણા વેચે એટલે એમને ને અમને બેયને સાતા…

આવા પરિવારોને શોધવાનો જશ અમારા તોહીદને.. આમ ગુસ્સાવાળો પણ મહેનતુ ઘણો….ગમે એની સાથે બાથ ભીડી લે… અમારી પાસે આવી મજાની ટીમ છે એટલે જ આ કાર્યો થાય છે..

એય એટલું જ સાચ્ચુ…

#MittalPatel #vssmindia #nomadic

#humanrights #humanity #housing

#dreamhouse #denotifiedtribe

#Gujarat #sidhdhraj #community

The current living condition of Oad families

The current living condition of Oad families

We are hopeful that these homeless families get their own home soon…

Mittal Patel meets nomadic families of Gandhinagar

Everyone dreams about a house, But the dream does not always come true.

We are the people who have the habit of occupying the seat of a bus by putting a handkerchief on a seat from the window.

Although this practice is acceptable for everyone in the case of a bus, but not for the house!

Nomadic tribes people and other poor families put handkerchiefs on the government-owned land near the Mahatma Temple in Gandhinagar years ago and no one removed it, so they believed that the land belongs to them now, but this is not the seat of the bus!

After 35-50 years of living, suddenly a bulldozer turned up and vanished everything in a second.

Everyone was wondering where to go.

Our worker Tohid and Rizwan and Sanjaybhai, the leader of the colony, together with others, prepared the details of these homeless families. Submitted the details in the Collector’s office . Collector assured to find a government place to settle these families.

Home … I don’t think the word needs any definition.  I pray that these homeless families get their own home soon. In the meeting held with these families, they told their problems. Listening to this, I pray that no one will suffer like this.

ઘરનું સમણું તો બધા જુએ પણ પૂરું બધાનું નથી થતું ..

બસમાં ચડવા ભીડ ઘણી હોય તો બારીમાંથી એકાદ સીટ પર રૂમાલ મૂકી જગ્યા રોકી લેવાની ટેવવાળા આપણે …

જોકે બેસવા પૂરતો આ વ્યવહાર સૌએ સ્વીકારેલો પણ ઘર માટે આ વ્યવહાર સ્વીકાર્ય નહિ ..

ગાંધીનગરના મહાત્મા મઁદિર નજીકની સરકારી પડતર જગ્યામાં વિચરતી જાતિના ને અન્ય ગરીબ પરિવારોએ વર્ષો પહેલા રૂમાલ મુક્યો ને કોઈએ હટાવ્યા નહીં એટલે આ જગ્યા હવે પોતાની એવું માન્યું પણ આ કઇં બસની સીટ થોડી હતી…

35-50 વર્ષના વસવાટ પછી અચાનક પોતાની માનેલી જગ્યા પર બુલડોઝર ફેરવાયું ને પલકારામાં બધું ભોંય ભેગું થઇ ગયું ..

ક્યાં જાશુનો સવાલ બધાને થયો …

અમારા કાર્યકર તોહીદ અને રિઝવાન અને વસાહતના આગેવાન સંજયભાઈ ને અન્ય સૌએ મળીને આ ઘર વિહોણા પરિવારોની વિગત તૈયાર કરી …

કલેકટર કચેરીમાં વિગત જમા કરાવી… કલેક્ટર શ્રીએ સરકારી જગ્યા શોધી આ પરિવારોને વસાવવાની ખાત્રી આપી ..

ઘર … મારા ખ્યાલથી આ શબ્દને કોઈ વ્યાખ્યાની જરૂર જ નથી .. ઘર વિહોણા આ પરિવારોને પોતાનું ઘર ઝટ મળે એવી પ્રાર્થના …

આ પરિવારોની સાથે થયેલી બેઠકમાં એમણે પોતાની તકલીફો કહી.. સાંભળીને આવું દુઃખ કોઈને ન પડે એમ પ્રાર્થના મનોમન થાય …

#MittalPatel #vssmindia #housing

#home #house #humanity #need

#gandhinagar #NomadicTribe

#denotified #denotifiedtribe

nomadic families houses were erased to ground

Mittal Patel listening to thses families

VSSM always remains grateful to its loved ones for helping bring change in lives of individuals like Lilabhai…

Mittal Patel visited Lilabhai to see his progress

Lilabhai is from Dev village in Radhanpur.

He does not have any ancestor business or any such land. He does labor work to feed his family. But he does not get enough income in Dev village in Radhanpur. So he left the village and went to Kutch to earn money. He works as a day laborer in a welding shop. But the sorrow to leave the homeland remains with him. Also, he doesn’t get a permanent job.

From Kutch, he comes to Dev village in between, but every time he misses his village.

Once he came to Dev and met our worker Shankarbhai and said that he does not like to leave the village.

Shankarbhai suggested Lilabhai to start his own business of welding in Dev. But Lilabhai had no money for that. Shankarbhai gave a loan of Rs 20,000 from VSSM to Lilabhai and Lilabhai started working in a rental shop. 

Income increased. He was able to feed the family and have clothes to cover the body. He then started saving some amount of money. Lilabhai’s face started glowing. The mind calmed down, and he decided to add new 

things to the business and we gave another 40,000 to buy a new machine for welding work and then he started making good progress and started saving some money. 

Now Lilabhai thought of buying his own space and starting a welding business there. He found a land(plot), but Rs 4 lakhs was needed to buy it. He had savings of Rs 2 lakh but the question was what to do with the remaining money.

I visited him during that time to see Lilabhai’s progress, he asked for a loan for the plot. He also said that he would repay the loan with some money.

Lilabhai also shared the joy of involving his two sons in this work.

The fortunes of thousands of people like Lilabhai changed because of the loved ones who helped us. Thank you all and best wishes to Lilabhai along with our worker Shankarbhai for finding such true men and bringing them close to us.

લીલાભાઈ રાધનપુરના દેવગામના વતની. 

બાપીકો કોઈ ધંધો કે એવી કોઈ જમીન જાગીર એમની પાસે નહીં. મજૂરી કરીને પેટિયું રળે. પણ રાધનપુરને દેવમાં ઈચ્છીત આવક ન થાય. એટલે ગામ છોડીને કચ્છમાં કમાવવા ગયા. 

વેલ્ડીંગ કરતી એક દુકાનમાં રોજમદાર કામદાર તરીકે કામ કરે. પણ વતન છોડવાનો વસવસો એમને કાયમ રહે.. વળી કાયમી કામ મળે એમ પણ નહીં. કચ્છમાંથી વચમાં વચમાં એ દેવ આવે પણ દર વખતે વતન માટે એ ઝૂરે…

એક વખત આવી જ રીતે દેવ આવ્યાને અમારા કાર્યકર શંકરભાઈ સાથે પરિચય થયો અને ગામ છોડવું નથી ગમતુંની વાત એમણે કરી. શંકરભાઈએ લીલાભાઈને દેવમાં જ વેલ્ડીંગનો પોતાનો ધંધો કરવા સૂચન કર્યું. પણ લીલાભાઈ પાસે એ માટે પૈસા નહીં. 

શંકરભાઈએ VSSMમાંથી 20,000ની લોન લીલાભાઈને આપી ને ભાડાની દુકાનમાં લીલાભાઈએ કામ શરૃ કર્યું. આવક વધી. બે ટંક ભરપેટ ભોજન, પેરવા સરખા કપડાં ને પાંચ રૃપિયા હાથમાં રહેવા માંડ્યા. લીલાભાઈના મોંઢા પર તેજ આવ્યું. મન શાંત થયું, પ્રગતિ થઈ એટલે ધંધામાં નવી ચીજો ઉમેરવાનું મન થયું ને બીજા 40,000 અમે વેલ્ડીંગના કામમાં નવા મશીન ખરીદવા આપ્યા ને પછી તો લીલાભાઈની ગાડી નીકળી પડી..કામ મળવા માંડ્યું અને બચત પણ થઈ. 

હવે લીલાભાઈને પોતાની જગ્યા ખરીદી ત્યાં વેલ્ડીંગનો બીઝનેસ શરૃ કરવાનો વિચાર આવ્યો. પ્લોટ જોયો પણ એ ખરીદવા ચાર લાખની જરૃર હતી. ધંધામાંથી બે લાખની બચત કરી હતી પણ બાકીના પૈસાનું શું કરવું એ પ્રશ્ન હતો. 

લીલાભાઈની પ્રગતિ જોવા જવાનું થયું એ વખતે એમણે પ્લોટ માટે લોન આપવા કહ્યું. થોડા પૈસા એ ઉછીના પાછીના કરશે એમ પણ કહ્યું..વળી લીલાભાઈએ પોતાના બે દીકરાને પણ આ કામમાં જોડી દીધાનો આનંદ વહેંચ્યો.

લીલાભાઈ જેવા હજારો માણસોનું નસીબ સંસ્થાગત રીતે અમને મદદ કરનાર સ્નેહીજનોના લીધે બદલાયું. આપ સૌનો આભાર ને લીલાભાઈને શુભેચ્છા.. સાથે અમારા કાર્યકર શંકરભાઈ આવા સાચા માણસોને શોધીને અમારા સુધી પહોંચાડે એ માટેનો રાજીપો…

#MittalPatel #VSSM #livelihood

#smalbusiness #businessloan

#Interestfreeoan #loanforbusiness

#smallentreprenaur #selfindependent

#vssmloan #nomadic #denotified

Lilabhai involved his sons in the business
Lilabhai started welding business in his own space