VSSM applauded the Vruksh Mitro who have performed their role with utmost dedication and remained instrumental in raising the planted trees..

Collector Shri and Mittal Patel presented the cheque to
the first place Vruksh Mitra Karshanbhai Rajput

Vruksh Mitro – The individuals who nurture and help the trees grow. However, we choose to call them Mother of the trees.

VSSM appoints a Vruksh-Mitra at each plantation site it has planted trees.  Every month the VSSM team members also take an account of the work a Vruksh Mitra undertakes.

In 2019-20, VSSM planted trees at 21 sites hence, appointed as many Vruksh-Mitra. The Vruksh-Mitra who have performed their role with utmost dedication and remained instrumental in raising the planted trees were ranked from 1 to 3 and presented with a cash award of Rs. 51,000 ;  Rs. 21,000 and Rs. 11,000 respectively along with a certificate of appreciation at a recently organised event to applaud the work of these silent warriors. The event was held on 22nd September 2021 at Palanpur.

The awards to the best performing Vruksha Mitra and the Vruksh Mandli that assists them were presented by District Collector respected Shri Anandbhai Patel.

In the first place was Vruksha Mitra Karshanbhai Rajput (Bhagat) from Lakhni’s Geda village. In the second place was Makhanu’s Mohanbhai Vajir. There was a close competition for the third spot with Dhramabhai Tarak and Amrakaka Patel of Juna Golvina and Aratji Thakor of Soneth village vying for the same spot. It was hard for us to choose between the two hence, decided to give the third spot to both these Vruksha Mitra.

Our objective is to encourage healthy competition and create a win-win situation for all. We also want people to come forward voluntarily and take up the cause of environmental protection. The post-event meet and greet revealed the fact that we might be succeeding in our intent as the Vriksha Mitra who did not succeed came forward to inquire on the gaps with their fulfilment of the role. The Vriksha Mitra of all 21 plus 33 sites where we have planted 1,20,000 trees emphasised they will try their best to be next year’s winners.

Hopefully, we have strong competition next year.

“Trees not only help us bring rains and conserve the environment, but they also provide shelter to many other living beings. Hence, we must protect and nurture trees.” Shri Anandbhai shared his thoughts at the event while congratulating the winner and wishing the best to all the Vriksha Mitra. Anandbhai sanctioned a grant of Rs 2 lacs (Rs. 8 lacs in total) each,  for all the winning villages for their noteworthy work towards environment protection. 

VSSM also applauded the determination and hard work of its team members Naranbhai Raval, Ishwarbhai Raval and Bhagwanbhai Raval with a felicitation certificate and Rs. 11,000 each in cash. It is the efforts of the grassroots team that enables VSSM to inch closer to its goal.

Our heartfelt congratulations to all the winners; continue to work hard and shine in this field of human service and continue to inspire others with your work.

VSSM has been instrumental in doing what it does because of the support of its well-wishing friends. We are grateful for your encouraging support.

Thanks to VSSM’s Banaskantha team, Balubhai Vadi, Rahulbhai Patni, Pareshbhai, VSSM’s Ahmedabad office team for making this event a success. Gratitude to our friends in Media for covering the event and bringing it to their readers.

IIVruksh Devay NamahII 

વૃક્ષમિત્ર સન્માન પુરસ્કાર -2021

વૃક્ષોને સાવનાર – ઉછેરનાર વૃક્ષમિત્રો આમ તો એમને અમે વૃક્ષોની મા કહીએ..

આવા વૃક્ષમિત્રો અમે જ્યાં વૃક્ષો વાવીએ તે દરેક સાઈટ પર રાખીએ. વળી દર મહિને આ વૃક્ષમિત્રોએ કેવું કામ કર્યું તેનો હિસાબ પણ VSSM ટીમ લે.. 

2019-20માં અમે 21 જગ્યા પર વૃક્ષો વાવ્યા તેને ઉછેરવા વૃક્ષમિત્રો રાખ્યા. આ 21 જગ્યામાંથી જે જગ્યાના વૃક્ષમિત્રોએ ઉત્તમ રીતે વૃક્ષોની માવજત કરી વૃક્ષોનું બરાબર પોષણ કર્યું તેવા વૃક્ષોમિત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ આપી અનુક્રમે 51,000, 21,000 અને 11,000ના રોકડ પુરસ્કાર સાથે પ્રસસ્તીપત્ર આપી સન્માનવાનો કાર્યક્રમ તા.22 સપ્ટેમ્બર 2021ના રોજ પાલનપુરમાં આયોજીત થયો.

ઉત્તમ કાર્ય કરનાર વૃક્ષમિત્રો તેમજ તેમને સહકાર આપનાર વૃક્ષમંડળીઓને સન્માન તેમજ રોકડ પુરસ્કાર આદરણીય કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યો.

પ્રથમ ક્રમે લાખણીના ગેળાગામના વૃક્ષમિત્ર કરશનભાઈ રાજપુત(ભગત) રહ્યા. દ્વિતીય ક્રમે મખાણુના વૃક્ષમિત્ર મોહનભાઈ વજીર રહ્યા.

તૃતિય ક્રમ માટે બે ગામના વૃક્ષમિત્રો પ્રબળ દાવેદાર.  જેમાં જૂનાગોલવીના ધર્માભાઈ તરક તેમજ અમરાકાકા પટેલ અને સોનેથગામના અરતજી ઠાકોરનો સમાવેશ થાય. જો કે અમારા માટે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી ઘણી મુશ્કેલ હતી છેવટે અમે બેય ગામના વૃક્ષમિત્રોને સન્માનીત કર્યા. 

આ સન્માન પાછળનો આશય લોકો સ્વયં ભૂ આ બાબતે જાગૃત થાય ને વાવેલા તમામ વૃક્ષો ઉછરે તેની કાળજી કરતા થાય તે. અમારો આ આશય બર પણ આવ્યો હોય એવું કાર્યક્રમ પત્યા પછી લાગ્યું.  મૂળ જેમના સન્માન ન થયા એમણે પોતાની કચાશ ક્યાં રહી તેવું પુછ્યું તો આ વર્ષે અમે 21 ઉપરાંત નવી 33 જગ્યા પર 1,20,000 વૃક્ષો ઉછેરવાના આશય સાથે વાવ્યા તે તમામ વૃક્ષોમિત્રોએ આવતી વખતે અમે સ્ટેજ પર સન્માન સ્વીકારીશું બેન.. એવું ભારપૂર્વક કહ્યું.. 

ચાલો મજબૂત હરિફાઈ થશે એવું લાગી રહ્યું છે…

કલેક્ટર શ્રી આનંદભાઈએ પ્રકૃતિના રક્ષક એવા વૃક્ષમિત્રોને શુભેચ્છા પાઠવી તેમજ ચારેય ગામના લોકોને આવા પર્યાવરણ લક્ષી કાર્યો કરવા માટે પોતાની ગ્રાન્ટમાંથી બે બે લાખ એમ કુલ આઠ લાખની ગ્રાન્ટ આપવા કહ્યું. વૃક્ષો પર્યાવરણનું સમતુલન તો કરે પણ સાથે સાથે હજારો જીવોનું એ ઘર છે માટે એના જતનનું કાર્ય બહુ મોટું એવું પણ એમણે ભારપૂર્વક કહ્યું.

વૃક્ષ ઉછેર કાર્યમાં સંસ્થાની બનાસકાંઠાની ટીમના કાર્યકરોમાંથી ઉત્તમ સેવા આપનાર નારણભાઈ રાવળ, ઈશ્વરભાઈ રાવળ તેમજ ભગવાન ભાઈ રાવળનું પણ સન્માનપત્રક તેમજ 11,000ના રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. મૂળ આ બધા પાયાના કાર્યકરો તેમની સતત દોડાદોડીથી આ બધુ થઈ શકે..

સન્માન મેળવનાર સૌને હૃદયપૂર્વકના અભીનંદ, સેવાના ક્ષેત્રમાં વધુ ઉત્તમ કરો તેમજ એવું સુંદર કાર્ય કરો કે લોકો તેમને અનુસરે તેવી હૃદયના ઊંડાણથી શુભભાવના..

સંસ્થા આ કાર્ય કરી શકી તેની સાથે જોડાયેલા સ્નેહીજનો થકી.. આપ સૌએ મદદ કરી તે માટે આપ સો પ્રત્યે કૃતજ્ઞતા.. 

કાર્યક્રમને સફળ બનાવવા VSSMની બનાસકાંઠા ટીમ, બલુભાઈ વાદી, રાહુલભાઈ પટણી, પરેશભાઈ તેમજ VSSMની ઓફીસ ટીમ સૌના અમે આભારી છીએ..

મિડીયાના મિત્રો પણ હોંશથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ને આ પ્રસંગને દુનિયા સામે મુક્યો.. આપ સૌનો આભાર… 

વૃક્ષ દેવાય નમઃ

#MittalPatel #vssm #TreePlantation

#Banaskantha #collectorbanaskantha

#village #tree #treecare #felicitation

#event #news #coverage #Gujarat

Collector Shri and Mittal Patel presented the award to 
Vruksh Mandli

Collector Shri presented the award to Vruksh Mandli

Collector Shri and Mittal Patel presented the award to Vruksh
Mitra

Collector Shri and Mittal Patel presented the award to
Vruksh Mitra

The event was held on 22nd September 2021 at Palanpur.

Collector Shri and Mittal Patel presented the award to
Vruksh Mitra

Collector Shri and Mittal Patel presented the award to Vruksh
Mitra

Collector Shri presented the award to VSSM’s 
team member Naranbhai Raval

Collector Shri presented the award to VSSM’s team
member Ishvarbhai Raval

Collector Shri presented the award to VSSM’s team
member Bhagwanbhai Raval

After 6 years of representation, 120 nomadic families were recently sanctioned residential plots in Visnagar…

Mittal Patel visited these families to see the alloted land 

“If you cannot find a solution to our problem, tell us so. But please don’t ask us to be patient, how long do we need to remain patient?”

“Who are you?”

“My name is Natubhai. I have called up to convey that  you just make promises but don’t work towards fulfilling those promises!”

“What work?”

“In Visnagar, the government destroyed our shanties, we complained to you regarding the same. It has been four years but you have not taken any action.”

“You are right, but our work is to inform the government  and continue to follow up until the issue is redressed. We have been following up your case with the government. We are confident that one day all of you will have an address to call home.”

“Leave it, you will  not be able to do anything!”

“I am no the Chief Minister of Gujarat, nor am I an official authorised to issue residential plots. My job is to represent your issues to the concerned authorities and I will continue to follow it up until it has been solved.”

But Natukaka was not prepared to listen me out, he continued to spew in anger. It did annoy me,  but I allowed him to vent out his anger. He did not know I was not  part of any government.

After 6 years of representation, Natukaka and 120 families were recently sanctioned residential plots in Visnagar. On insistence of these families I paid them a visit, to see the allotted land as well as  discuss about the construction of houses on the allotted land.

“Ben, I am Natubhai!” Kaka introduced himself after walking up to me.

I smiled.

“I was a little drunk that day, the frustration of moving with bags and baggage made me shout at you.”

“You can vent our your anger, Kaka. I have not taken it to my heart.”

Natukaka and his wife live alone, on their own as they do not have any children to depend on. Growing age had impacted their ability to work.  After our Tohid and Rizwan recommended,   we provided a monthly ration kits to them. But on meeting Kaka I told him, “Kaka, you will still be able to work for a year or so. Start a vegetable cart along with a weighing scale. We will provide you with weighing scale. It would not have been possible for you to find work if you had been staying in a village. However, it will be easy for you to sell vegetables in Visnagar. How about accepting charity only when your body refuses to work?”

“I agree with you completely, but I don’t have funds to buy a hand-cart. Can you buy it for me?”

Natukaka refused to accept the ration kit for the second month. This month, we will buy him a hand cart.

Many have asked about my learnings of working with this society.  

Each day I  learn something new. My interaction with Natukaka taught me humility.

 I hope the government works hard to fulfil our Prime Minister Shri Narendra Modi’s dream of housing for all the homeless by the end of 2022. Recently, the families living in Bavla experienced the same plight as the families of Visnagar. And this was not for the first time, it has happened twice before. We have also filed applications for allotment of plots to these families. Hopefully, they soon receive plots.  

‘તમારાથી ના થાય તો ના પાડી દો પણ ઓમ ધીરજ રાખો ધીરજ રાખો ક્યો સો તે મોણસ ચો હુદી ધીરજ રાખ?’

‘તમે કોણ?’

‘હું કોણ તે નટુભઈ.. તમે ખાલી વાયદા જ કરો. કોમ બોમ તમારાથી ના થાય’

‘શું કામ?’

‘વીસનગરમાં અમારા છાપરાં સરકારે તોડ્યા. એ વખતે તમન રજૂઆત કરેલી. પણ ઈન ચાર વરહ થ્યા તમે કોય ના કર્યું.. ‘

વાત સાચી પણ અમારુ કામ સરકારમાં રજૂઆત કરવાનું ને જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી એની પાછળ રહેવાનું અને એ અમે કરી રહ્યા છીએ. વળી તમને સરનામુ મળશે. એવો મને વિશ્વાસ છે’

‘કોય ના થાય તમારાથી…’

‘હું રાજ્યની મુખ્યમંત્રી કે પ્લોટ આપવા માટે જવાબદાર અધિકારી નથી, કે નથી મારા હાથમાં કોઈ સત્તા હું તો માત્ર રજૂઆત કરી શકુ અને એ રજૂઆત કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કરીશ’

પણ નટુકાકાને મારુ ક્યાં સાંભળવું હતું. એ તો ઘણુંયે અનાપસનાપ બોલ્યા. એ વખતે તો મને ગુસ્સો પણ આવેલો પણ પછી થોડુ વિચારતા એમનો બળાપો સાચો હોવાનું લાગ્યું. હું સરકાર નથી એ વાત એ ક્યાં જાણે..

હમણાં નટુકાકાને એમની સાથેના 120 પરિવારોને લગભગ છ વર્ષની મહેનત પછી વિસનગરમાં રહેવા જમીન ફળવાઈ. લોકોનો આગ્રહ એટલે ફળવાયેલી જમીન જોવા ગઈ મૂળ ઘર કેવા બાંધીશું તેની ચર્ચા જ કરવા. ત્યાં કાકા ધીરે રહીને મારી પાસે આવ્યા ને કહ્યું, 

‘બેન હું નટુભઈ…’

મે સરસ સ્મીત કર્યું.. કાકા કે, ‘એ વખતે થોડુ પી ગ્યો’તો એટલે બોલાઈ જ્યું. રોજ લબાચા લઈને ઓમથી તેમ ખસેડવાનું થાય એટેલ…’

‘તમે બોલી જ શકો કાકા.. મને માઠુ નથી લાગ્યું…’

નટુકાકા ને એમના પત્ની બેઉ એકલા રહે. નિસંતાન. ઉંમર થઈ કામ બહુ થાય નહીં. એટલે અમારા તોહીદ અને રીઝવાને કાકાને દર મહિને રાશનકીટ આપવાનું નક્કી કર્યું. તે અમે કીટ આપી. 

પણ કાકાને મળ્યા પછી મે કહ્યું,  ‘કાકા હજુ એકાદ વર્ષ મહેનત થાય એમ છે. તમે શાકભાજીની લારી કરો. લારી ને વજનકાંટો, વજનિયા અમે આપીએ. તમે ગામડાંમાં રહેતા હોત તો કામ ન મળત. પણ વીસનગરમાં રહો છો તો શાકભાજી વેચવાનું થઈ શકશે. જ્યારે હાથ પગ સાવ ના પાડે ત્યારે ધર્માદુ લઈએ તો કાકા?’

‘તમારો વિચાર એકદમ બરાબર. લારી માટે પૈસા નથી તમે લઈ આપો હું ધંધો કરીશ..’

આમ એક રાશનકીટ લીધા પછી બીજી લેવાની એમણે ના પાડી. લારી તો આ મહિનામાં લઈ આપીશું.

 ઘણા પુછે સમાજ સાથેના કામે તમને શું શીખવ્યું?

હું કહુ છુ નીત ઘણું શીખુ છુ.. જેમ કે નટુકાકાના એક ફોને મને વિનમ્રતા શીખવી…

પણ હા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં તમામ ઘરવિહોણાને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યું છે. સરકાર એમાં વધુ મહેનત કરે એમ ઈચ્છીશ. 

હમણાં જ બાવળામાં વિચરતી જાતિના કેટલાય પરિવારો જેઓ વર્ષોથી બાવળામાં જ રહેતા તેમના છાપરાં તૂટ્યા.. વળી આ છાપરાં એક વખત નહીં પણ ત્રણ વાર ખસ્યા અને તુટ્યા…આ પરિવારોનું પુનઃવસન થાય તે માટે વિધીસર દરખાસ્તો થઈ ગઈ છે. બસ સત્વરે કાર્યવાહી થાય એ માટે સરકારને વિનંતી….

#MittalPatel #vssm #HousingForAll

#home #nomadic #denotified

#gujarat #humanity #humanrights

#government #help #cmogujarat

It was a joy to witness it fill up to the brim…

Mittal Patel with the villagers at Katav lake

It is always ‘better late than never.’ At last, the Rain Gods decide to shower their blessings in Gujarat.

In the last five years, VSSM deepened 138 lakes in Banaskantha.

In 2021 VSSM deepened the lake at Suigaum’s Katav village. The lake needed to be deepened because on the banks of it was a borewell by the water supply department that provided water to 13 villages around it.

The deepening of lakes was undertaken with the support of Shroff Family Charitable Trust and the Government’s Sujalam Sufalam Scheme.

It was a joy to witness it fill up to the brim.

Grateful to all who support our endeavours.

#MittalPatel #vssm

ભલે મોડા મોડાય પણ મેઘરાજા પધાર્યા ખરા…

બનાસકાંઠામાં અમે 138 તળાવો છેલ્લા પાંચેક વર્ષમાં ઊંડા કર્યા.

2021માં સૂઈગામના કટાવનું તળાવ ઊંડુ કર્યું. આ તળાવના કિનારે પાણી પુરવઠા વિભાગે બોરવેલ કર્યા ને આજુબાજુના 13 ગામને એ પીવાનું પાણી આપે.

એટલે આ તળાવ તો ઊંડુ કરવું જ રહ્યું…

સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને VSSMના પ્રિયજન શ્રોફ ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટની મદદથી ખોદયું. જે મોડ મોડેથી મેઘરાજાએ મહેર કરીને ભરાયું…

આભાર મદદ કરનાર સૌનો..

#MittalPatel #vssm

Water Management Site at KAtav village
Katav lake filled with rainwater

 

Katav lake filled with rainwater

VSSM has played an integral role in getting caste certificate and other identity proofs …

Mittal Patel giving caste-certificate to nomadic families

 “When will we  find a place to call home,  how long will we have to lug our belongings ? We are tired of this never ending wandering!!” The 47 homeless nomadic families of Harij would often share their woes with us.

More than 3 years ago, VSSM’s Mohanbhai had made a written application to the district collector for allotment of plots to these families. Sadly, the file is yet to move forward.

Our Prime Minister dreams of proving housing to all homeless families by 2022, and we talk about making this dream a reality with the concerned authorities and legislators.

In August 2021, as a result of our persistent follow-ups the district collector allotted plots to these families. The joy of owning a house soon has brought immense joy to these families for whom VSSM has played an integral role in getting caste certificate and other identity proofs issued.  

The families have been extremely patient all this while, we are glad their patience has finally paid off.

We are grateful to the government. VSSM is particularly thankful to respected Shri Kiritbhai Shah (US based) and Jewelex Foundation for supporting the remuneration of VSSM team who remain persistent and consistent in their work towards the families VSSM works with.

અમારુ ઠેકાણું ક્યારે પડશે? આ લબાચા લઈને અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા રખડીએ પણ હવે થાક્યા..એવું હારીજમાં રહેતા ઘરવિહોણા વિચરતી જાતિના 47 પરિવારો કહે. 

અમારા કાર્યકર મોહનભાઈએ આ પરિવારોને પ્લોટ મળે તે માટે કલેક્ટર શ્રીને લેખીતમાં રજૂઆત કરી. પણ એક- બે – ત્રણ વર્ષ નીકળી ગયા પણ ફાઈલ આગળ ચાલે જ નહીં…

આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન આવા ઘરવિહોણા તમામ પરિવારોને 2022 પહેલાં પ્લોટ આપવાનું બસ એ સ્વપ્નની વાત અધિકારથી લઈને રાજકીય આગેવાનો સાથે કરીએ. 

સતત રજૂઆત પછી કલેક્ટર શ્રીએ લાગણી રાખી આ પરિવારોને ઓગષ્ટ-21માં પ્લોટ ફાળવ્યા..

પરિવારો તો રાજી રાજી.. એમના જાતિપ્રમાણપત્રથી લઈને અન્ય પુરાવાઓ એકત્રીત કરવામાં પણ VSSMની ભૂમિકા મહત્વની..

જો કે આ પરિવારોએ પણ ધીરજ રાખી.. ને આપણામાં કહેવત છે ને ધીરજના ફળ મીઠા તે મીઠા ફળ એમને ચાખવા મળ્યા…

આભાર સરકાર શ્રીનો..

તેમજ આવા વંચિત પરિવારોને સરકારની મદદ મળી રહે તે માટે મથતી અમારી ટીમને મદદ કરનાર આદરણીય શ્રી કીરીટભાઈ શાહ(USA) અને જવેલેક્ષ ફાઉન્ડેશનનો..તમે સાથે છો એટલે આ કાર્ય થઈ શકે.. આપ પ્રત્યે રાજીપો…

#MittalPatel #vssm Kirit H Shah

Nomadic families welcomes Mittal Patel with flowers

The current living condition of nomadic families

 

VSSM is striving to achieve its goal of making Banaskantha green and water sufficient through a massive tree plantation campaign…

Mittal Patel visits tree plantation site

 

The Rain Gods are upset with us…

When rains fail, it is the farmers who face the worst impact.

“Ben, there is hardly any water left for our borewells to draw out.” The farmers complained. It was tough to watch such pathetic condition of individuals who grow our food. The regions where the water of Narmada has reached through the Sardar Sarovar Canal are not undergoing any turmoil but regions like Lakhni, Tharad, Disa, Dhanera are struggling for water.

Farmers from numerous regions are appealing to the government to make provision for the Narmada water to reach their village. VSSM will do the needful and appeal to the government but until that happens we need to plan for our greener future, we are planting trees that help bring rain. VSSM is striving to achieve its goal of making Banaskantha green and water sufficient through a massive tree plantation campaign.

We are planting 7500 trees in Achwadiya village with the support of our dear and respected Krishnakant uncle and Indira auntie. To ensure that each planted tree survives and grows well, we will also appoint a Vriksha Mitr for three years.

Despite changing climate, rising temperatures and dwindling natural resources,  we haven’t to value the significant role they play in our existence. It is our responsibility to pass on a planet that is environmentally healthy and blooming with an abundance of natural resources. We need to rewire our environmental priorities and remain committed to achieving those. 

 વાત અછવાડિયાથી…

મેઘરાજા રુઠ્યા…

ખેડૂતોએ ત્રાહીમામ પોકાર્યું…

બેન અમારા બોર ડચકા લે છે તો કોઈ કહે, અમારા બોરવેલ ફેઈલ થઈ ગયા.. જગતના તાતની આ દશા સાંભળી દુઃખ થાય.

બનાસકાંઠામાં મા રેવાના પાણી પહોંચવાથી ઘણા વિસ્તારને ફાયદો થયો. પણ લાખણી, થરાદ, ડીસા, ધાનેરા વગેરે વિસ્તારો પાણી ઝંખી રહ્યા છે. નર્મદાના પાણી પહોંચે એ માટે ગામે ગામથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. 

સરકારના કાને એ વાત નાખીશું ને નક્કર કામ થાય તે માટે પ્રયત્નો પણ કરીશું પણ ત્યાં સુધી વરસાદ લાવવામાં ઉપયોગી વૃક્ષોનો ઉછેર થાય તે માટે અમે મથી રહ્યા છીએ.

અછવાડિયાગામના સ્મશાનમાં અમે આદરણીય ક્રિષ્ણકાંત અને ઈન્દિરા મહેતા અમે પ્રેમથી અંકલ આન્ટી કહીએ તેમની અને ગામની મદદથી 7500 વૃક્ષો ઉછેરવાનું કરી રહ્યા છીએ. 

વાવેલા વૃક્ષો ઉછરે એ માટે ત્રણ વર્ષ સુધી પગારદાર માણસ પણ રાખીશું. 

દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણને પાણી અને વૃક્ષોનું મહત્વ વધારે સમજાય છે. પણ મારા ખ્યાલથી આપણે આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. આપણી આવનારી પેઢીને સાબદા પાણીના તળ આપવાની સાથે સાથે સૌ સુખેથી રહી શકે તેવું ઓક્સિજન યુક્ત જગત આપવા માટે આપણે કટીબદ્ધ થવાની જરૃર છે. 

#MittalPatel #vssm #અછવાડિયા

Mittal Patel plants a tree sapling

Tree Plantation site

Achwadiya tree plantation site

Mittal Patel with the farmers and villagers of Achwadiya
village

Mittal Patel discuss environment conservation with the villagers