Mittal Patel meets Valu Ma during her field visit to Amreli |
“I cannot beg. I do not like it.”
Then how do you survive ?
“Neighbours out of kindness & sympathy come & give food.”
What did you eat now ?
“I have some wheat flour, just enough for one meal, which I will cook in the evening.”
From this conversation, I could sense the condition of the family. I did not ask any more questions because it would make them sad.
This is the condition of Valuma from the village Machiyala in Amreli District. She had two sons. One got married and had 3 children. His wife expired when the youngest daughter was only 2 years old. Valuma took care of all the 3 kids & brought them up. Then the son also expired in 2021. He was the earning member of the family The second son renounced the world & became a Sadhu. Sadhu took care of the family. There was sorrow in the family but it seemed that it would be possible to survive. Then the other son also expired.
This was just too much for Valuma & she broke down. She was old and had developed a big tumour in the throat. When we asked her about this , she said there is pain but she does not have the money to go to the hospital. She was also concerned that in case the diagnosis is serious who will take care of the kids she was now single handedly taking care of.
When we asked her how we can help her, she replied that she doesn’t like to ask for help. She added that whatever we felt at heart was right we can do.
Seeing us the neighbour said that the whole family of Valuma is in trouble because there is heavy leakage in the whole house. The neighbour requested that along with repairing the house if we can even build a toilet inside it would be a big relief to Valuma & family.
We decided to repair the house along with giving the food kit.
Dr Aleem Adatiya of Jamnagar but now staying in Africa agreed to bear the entire cost of repairs.
For a food kit you all can also help.
When we left Valuma’s house we saw in the surroundings several concrete houses.If all staying in these buildings would have wished, it would have been easily possible to help Valuma.
Like our Malabhai & Parthibhai said, it is not in everyone’s destiny to help the needy. We are thankful to Alimbhai for helping in this noble work.
We are also thankful to Kanubhai who was instrumental in taking us to Valuma. We were happy to see Valuma’s neighbour helping in the best way she could.
Our associate Rameshbhai will now take care of Valuma. We will try to get funds from the government under the guardian scheme. We will also help in getting the “antyodaya” card.
To help in such noble causes you can GPay your contribution to 99090 49893.
There are so many such families who need help & support. It is practically impossible for us to reach out to all. You on your own also can help such families. To help improve the lives of others is the biggest satisfaction & joy one can get.
‘માંગવાનું હું નો કરુ. મને ઈ નો ગમે..’
‘તો ઘર કેમ હાલે?’
‘આજુબાજુમાં કોઈને દયા આવે તો દઈ જાય.. ‘
‘અત્યારે શું જમ્યા?’
‘એક ટંક ચાલે એટલો લોટ સે તે હાંજેકના રાંધશું!’
આટલી વાતથી પરિવારની દશા સમજાઈ ગઈ. એમને વધુ પુછીશું તો દુઃખ પહોંચશે એમ માની આગળ પુછવાનું ટાળ્યું.
અમરેલીના માચીયાળાના વલુમા. એમને બે દિકરા હતા. એમાંના એકને પરણાવ્યો. એને ત્રણ બાળકો થયા ને એમની ઘરવાળી ગુજરી ગઈ. એ વખતે સૌથી નાનો દિકરો તો બે જ વર્ષનો. વલુમાએ જ આ ત્રણેયને ઉછેર્યા. બીજો દિકરો ભગત થઈ ગ્યો. ત્રણ સંતાનોના પિતા 2021માં ગુજરી ગયા. ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ જતો રહ્યો. ભગતની જેમ રહેતા દીકરાએ ઘરની જવાબદારી સંભાળી.. દુઃખ હતું પણ જીવી જવાશે એમ લાગતું હતું. ત્યાં વલુમાનો ભગત દિકરો પણ ગુજરી ગયો.
વલુમા હવે ભાંગી પડ્યા. એમની ઉંમર ઘણી. ગળામાં મોટી ગાંઠ હતી. અમે પુછ્યું. ‘બા શું થયું છે?’
જવાબમાં એમણે કહ્યું, ‘એ પીડા થયા કરે પણ દવાખાને બતાવવાના પૈસા ક્યાં? અને બતાવી દઉં ને કાંક ભારે નીકળે તો પછી આ છોકરાંઓનું કોણ?’
અમે શું મદદ કરીએ એવું પુછ્યું તો કહે, ‘મને માંગવું નથ ગમતું. તમને હૈયે બેહે ઈ કરો.’
અમને જોઈને પડોશમાં રહેતા એક બહેન અમારી પાસે આવ્યા ને એમણે કહ્યું, ચોમાસામાં આખો પરિવાર બહુ હેરાન થાય. ઘરમાં બધેથી પાણી પડે. જો ઘર રીપેર ને સાથે ટોયલેટ બાથરૃમ જેવું થઈ જાય તો એમને સાતા થઈ જાય.
રાશનની કીટ આપવાની સાથે ઘર રીપેરીંગનું કામ કરવાનું અમે નક્કી કર્યું.
જામનગરના અને હાલમાં આફ્રિકા રહેતા ડો. અલીમ અદાતિયાએ વલુમાના ઘરના રીપેરીંગનો તમામ ખર્ચ આપવા કહ્યું.
રાશન માટે તમે સૌ પણ મદદ કરી શકો..
વલુમાને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યારે જોયું તો વલુમા જ્યાં રહેતા તેમના ઝૂંપડાં આસપાસ ઘણા મજબૂત અને મોટા મકાનો બાંધેલા હતા. આ દરેક ઘરના વ્યક્તિએ ઈચ્છ્યું હોત તો વલુમાનું ઘર સરખુ કરવાનું આરામથી થઈ શક્યું હોત.
ખેર અમારા માલાભાઈ કે પરથીભાઈ કહે એમ, સદકાર્યોમાં નિમિત્ત બનવાનું સુખ બધાના નસીબમાં નથી હોતું… અલીમભાઈ એમાં નિમિત્ત બન્યા એ માટે આભાર.
વલુમા સુધી અમને કનુભાઈ લઈ ગયા. એમનો પણ આભાર. ને વલુમાના પડોશમાં રહેતા બહેન એમનાથી થતું કરે એ જોઈને રાજી થવાયું.
અમારા કાર્યકર રમેશભાઈ હવેથી વલુમાનું ધ્યાન રાખશે… બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય મળે તે માટે પણ કોશીશ કરીશું. સાથે અંત્યોદય રાશનકાર્ડ મળે તેમ પણ કરીશું.
આવા સદકાર્યોમાં સહયોગ GPay 9909049893 પર મદદ મોકલી શકાય.
પણ આવા કેટલાય પરિવારો છે જેમને આપણા ટેકાની જરૃર છે. અમે બધે નથી પહોંચી વળવાના. તમે પણ તમારાથી થાય તે ટેકો આવા પરિવારો દેખાય તો કરજો.. કોઈને સુખ આપવામાં નિમિત્ત બનવું એ સુખ બહુ મોટું..
#MittalPatel #vssm #amreli #Gujarat #careforelderly #humanity #support #helpinghands
Mittal Patel with VSSM Coordinator Rameshbhai, Kanubhai Valuma with her grand kids |
Valu Ma took care of all the three kids and brought them up |
Mittal Patel visits Valu Ma’s home |
The current living condition of ValuMa |