Mittal Patel with nomadic girls |
“We like to study but our parents do not stay in Kakar throughout the year because it is hard to find work here. They keep wandering to return only after Diwali every year. Many parents leave behind children studying in 5-6-7th standards but these children need to cook for themselves, gather firewood which gets overwhelming for them. So along with attending school we also have to go out to ask for food.”
I had watched Raju and Shailesh sculpt their rotla/flat breads when I was at this Fulvadi settlement, it did surprise me seeing such young hands efficiently make bread.
“Isn’t your mother at home?”
To which they had responded the above. We knew these kids were hungry for education, they would love to be in school if the conditions allowed them to!! By this time we had already commenced the construction of a hostel in Kankar, with an intent that when the parents set out to work the children can stay back in this hostel and continue going to school without worrying about gathering ingredients and cooking their next meal.
The Pandemic impacted the timely construction of the hostel and some finishing remains. Nonetheless, we decided to make it operational without any further delays. The hostel at Kankar welcomed its first set of 63 children on 5th March 2021. The capacity is to house 160 children but due to Covid restrictions, we have begun with a smaller number.
And what joy it is to house these children. Most of them have not seen 3 meals a day, also the menu at our hostel ensures they are provided with balanced meals something these children have never had!! The cooking is done by Meru, Arvind and their wives. Someday I will share their story too. They have been cooking round the clock.
“Didi, we don’t get time to rest. We are in the kitchen from 5 in the morning!”
The kids have a large appetite, many of them are also addicted to smoking bidi. We need to address that too. I am hopeful that things will fall in place.
We want to equip these first-generation school-goers to become the torchbearers for their community. Make them independent so that they do not have to be dependent on others.
We are grateful to Shir Piyushbhai Kothari, Shri Pravinbhai Shah, JETCO, Shri Vipulbhai Patel, Apex Foundation, Shri Darshil Rambhiya, Shri Mardviben Patel and Shri Pallika Kanani for the support they have provided to help us realise our dream. We shall always cherish your contribution to ensure this first generation of Ful Vadi receives an education. We will remain eternally grateful to you.
And the team of VSSM – Naran, Dimpleben, Vanita, Mahesh, Kokila, Ishwar, Bijol, Ambaram, Thakarshibhai, Meru, Arwind, Kinjal, Pravin, Linesh you have worked as a team to ensure we bring education to these children. It was an impossible task, but your team spirit helped us achieve it. Cheers to you!!
There are many interesting anecdotes of these children waiting to be shared, will keep writing…
વર્ષોથી જોયેલું સમણું હવે પૂર્ણ થશે….
‘અમને ભણવું ગમે પણ અમારા બાપા કાકોરમોં કાયમ ના રે. ઓય કોમ ધંધો ના મલ એટલ. માગસરમોં બધા કાકોર આઈયે બાકી તો ભમતા રામ.. પણ હા પોચમી હાતમીમોં ભણતા સોકરાન્ ઈમના મા-બાપ મેલીન જાય પણ રોધવાનું ન બીજુ બધુ ઈમન જાતે કરવાનું. પાસુ ખાવાનો બધો સોમોન ઈમની કને ના હોય એટલ્ ભણવાની હારે હારે મોગવાય જવું પડ્. ચુલો હળગાવવા લાકડાં બાકડાંય ભેગા કરવાના…’
નાનકડા રાજુ અને શૈલેષને રોટલા ઘડતા મે ફુલવાદીઓના ડેરામાં જોયેલા. આટલા નાના ટેણીયા રોટલા ઘડે એ વાતે નવાઈ લાગી ને મે એમને પુછેલું કે,’તમારી મા ઘરે નથી?’ ને જવાબમાં એમણે ઉપરની વાત કહેલી.
સાંભળીને આ બાળકોની ભણતરની ભૂખ ભાંગવાનો વિચાર તો આવે જ. આમ તો આ બેઉએ આ વાત કહી તે પહેલાંથી જ અમે તો ફુલવાદીઓની વસાહતમાં હોસ્ટેલ બાંધવાનું શરૃ કરી દીધેલું. જેથી મા-બાપ બાળકોને ભણવા માટે મુકીને જાય ને મુક્યા પછી બાળકોને બળતણ વીણવા કે દાણા ભેગા કરવાની પળોજણ ન કરવી પડે..
કોવિડના લીધે હોસ્ટેલ બાંધકામ સમયમર્યાદામાં પૂર્ણ ન કરી શક્યા પણ આખરે ક્યારેક તો પતાવવાનું હતું જ ને? હા થોડું કામ બાકી છે પણ એ તો રહેતા રહેતા થશે..
પણ અમે 5 માર્ચ 2021થી હોસ્ટેલ શરૃ કરી દીધી. હોસ્ટેલમાં 160 બાળકો રહેશે. પણ હાલ 63 થી શરૃ કર્યું મૂળ કોવિડના લીધે થોડી સાવધાની પણ જરૃરી..
પણ મજાના બાળકો..
ત્રણ ટંક જમવાનું આમાંના મોટાભાગના બાળકોને પહેલીવાર મળ્યું…
પાછુ હોસ્ટેલમાં અમારા મેનુ પ્રમાણે જે જમે એવું તો એમણે પહેલીવાર ખાધુ એવું બધા કહે.. રસોઈનું કામ કરતા મેરુ, અરવીંદ ને બેઉની ઘરવાળીઓ કરે.. એમની વાતેય લખીશ. પણ આ લોકો રાંધતા થાક્યા. સવારે પાંચથી રસોડામાં ધૂસીએ છીએ દીદી આરામ જ નથી મળતો.. એવું એ કહે..
મૂળ ખોરાક જરા વધારે માટે. રૃટિન આવતા સમય લાગશે..
પાછી ઘણા ખરાને બીડીઓની જબરી લત…
આ બધુ સરખુ કરતા ઘણો સમય લાગશે… પણ શિક્ષણથી વંચિત આ સમાજની આ પહેલી પેઢી ભણી ગઈ તો કાલે એને કોઈની જરૃર નહીં રહે ને અમારે એમને સ્વંતંત્ર કરવા છે…
હોસ્ટેલ બાંધકામમાં મદદ કરનાર શ્રી પિયુષભાઈ કોઠારી, શ્રી પ્રવિણભાઈ શાહ, જેટકો, શ્રી વિપુલભાઈ પટેલ, અપેક્ષ ફાઉન્ડેશન, શ્રી દર્શીલ રાંભિયા, શ્રી માર્દવીબેન પટેલ, શ્રી પલ્લીકા કાનાણી આપ સૌના અમે આભારી છીએ.. આપે આ સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરી. પણ ફુલવાદીઓની પહેલી પેઢીને ભણાવવામાં આપ સૌએ કરેલી મદદની નોંધ આ બાળકોની સાથે સાથે અમે સૌ કાયમ રાખીશું… આપ પ્રત્યે કૃતજ્ઞતા..
બાકી બહુ રસપ્રદ વાતો છે આ ટાબરની એ બધીયે તમારી સામે મુકીશ…
પણ હોસ્ટેલ શરૃ કરવા માટે પ્રયત્નશીલ અમારી ટીમ નારણ, ડિમ્પલબેન, વનીતા, મહેશ, કોકીલા, ઈશ્વર, બીજોલ, અંબારામ, ઠાકરશીભાઈ, મેરુ, અરવીંદ, કિંજલ, પ્રવિણ, કીરણ , લીનેશ આ બધાયની ભૂમિકા ખુબ મહત્વની.. તમે બધા ટીમ તરીકે એક સાથે ન આવ્યા હોત તો આ બધુ શરૃ કરવું મુશ્કેલ થાત.
આપ સૌ પ્રત્યે રાજીપો…
#MittalPatel #vssm #nomadic
#denotified #families #education
#educationforall #girls #girlchild
#Banaskantha #Gujarat
Nomadic children enjoying their meal at kakar hostel |
Nomadic children playing throwball |
Nomadic children at kakar hostel |
Nomadic children at kakar hostel |
Nomadic children at Kakar hostel |
Nomadic children enjoying their meal at Kakar hostel |