Some connections are arranged by God…

Mittal Patel meets Hakimbha Dafer

Some connections are arranged by God. 

My relations with Hakimbha who stays with his family In the village of Bhadwana in Surendranagar District are similar.

They are called “Dafers”. Their reputation is not good. In 2005 when I used to search for this community, I was warned not to go amongst them.  However this “Dafer” community has given me lots of love.

Hakimbha calls me up at least 3 times a week. He has been doing this for the last 17 years.  Our conversation normally goes like this :

Namaste, Benba

Namaste Hakimbha

Benba when will our work get done?

Wait for some more time. All good will happen

 But now even hands and legs have stopped working

 True Bha. it is in my destiny to do your work. I am working on it. We have already got the plots           allotted. Very soon the houses will also be built.

 Please take care of us. We have no one except you.

 I am there, do not worry Bha. 

This talk between us has been going on since long time.. Often the police department also comes into play. If police come to inquire then they would request me to see that police do not harm them.

Sometimes they are asked whether they still do the stealing and theft. They would reply that ” We do not indulge in such things. We are answerable to Benba. We will not do anything that will hurt Benba”

The families of “Dafer” community now have confidence that I am with them. & therefore they have started to   invite others in marriage functions and even during deaths. Earlier they used to avoid getting together. Our relationship is very pious. They would not lie in my presence. They would also do what I tell them to do.

They got plots in Bhadvana. To construct the house, the government will give Rs 1.20 lakhs. However, that is not enough to construct the house. They have no resources to help themselves. With authority they would tell me to help in the construction of homes. They would also say that build proper houses. People should not laugh seeing them. They say this with full ownership.

They love me like their daughter. All ladies of the community bless me. Whenever I sit with Hakimba, he would say many times that ” Allah rasool will do good to you.”

Relations like this are defined by nature. In the eyes of society this community is very dangerous. But they bestow lots of love on me. Ummarbhai, Hamirbhai, Allahrakha are like my own. When I meet them I feel that I am the richest person on this planet.

કેટલાક સંબંધો ઈશ્વરીય..

સુરેન્દ્રનગરના ભડવાણામાં રહેતા હકીમભા અને એમના પરિવાર સાથે પણ એવો જ સંબંધ. 

ડફેરનો ઈતિહાસ કાંઈ ઉજળો નહીં. 2005માં જ્યારે આ સમુદાયને શોધતી ત્યારે લોકો એમની વચ્ચે ન જવાયની વાતો કરતા. 

પણ મને આ સમુદાયે ખુબ પ્રેમ આપ્યો..

હકીમભાનો અઠવાડિયામાં ત્રણેક વખત ફોન આવે. એ પણ આજ કાલથી નહીં 17 વર્ષથી. એમની અને મારી વચ્ચે એક જ પ્રકારનો ડાયલોગ થાય…

એ નમસ્તે બેનબા.

નમસ્તે હકીમભા..

બેનબા અમારુ બધુ કે’દી થાસે?

થોડી વાટ જુઓ.. બધુ સારુ થશે.

પણ હવે તો હાથ પગેય કામ કરતા બંધ થાસે.

સાચુ ભા,પણ મારા ભાગમાં તમારા માટે પ્રયત્ન કરવાનું.. ને એ પ્રયત્નો હું કરુ..પ્લોટ એ પ્રયત્નોથી મળ્યા. તે હવે ઘરેય થશે..

એ તમે ધ્યાન દેજો.. તમારા સિવાય અમારુ કોઈ નથી.

હું છું…

અમારી વચ્ચે આ વાતો વર્ષોથી થાય. આમાં ક્યાંક પોલીસની માથાકૂટ આવે તો.

પોલીસ હમણાં પુછવા આવી તી બેન બા.. તે તમે ધ્યાન દેજો.. આવી એક લીટીનો ઉમેરો થાય..

મારી સાથે આવનાર પુછે કે હવે લૂંટ કે ચોરી એવું કાંઈ કરો..

તો કહે, એવું બધુ કાંઈ નો કરીએ.. કરીએ તો બેનબાને જવાબ હું દઈએ… એમને નીચાજોણું થાય એવું અમે કાંઈ નો કરીએ..

પણ આ બધા પરિવારોને અમે એમની સાથે છીએ નો ભરોષો એટલે હવે લગ્નોમાં મહેમાનો બોલાવતા થયા. મરણમાં પણ સગા વહાલને બોલાવે.. એક સમય હતો કે લગ્ન કે મરણ જેવા પ્રસંગે ભેગા થવાનું એ ટાળતા. પણ હવે એ નિર્ભય થયા..

અમારી વચ્ચેનો સંબંધ પવિત્ર. મારી સામે એ ખોટુ ન બોલે.. ને કહુ એ વાત માને પણ ખરા..

ભડવાણામાં એમને પ્લોટ મળ્યા. ઘર બાંધવા સરકાર 1.20 લાખની મદદ કરશે પણ આમાં ઘર ન થાય. એમની સ્થિતિ તો એક સાંધો ત્યાં તેર તુટે એવી.  એટલે હકથી બેન બા ઘર તમારે કરવાના થાશે.. એવું એમને મળુ એટલે એ કહે..

હું હા પાડુ એટલે કે, હરખા કરજો હો.. લોકો દાંત કાઢે એવા નો થાય એ જોજો…

આવું કહે ત્યારે થાય કેવો અધિકાર ભાવ છે… આ બધાને…

એમની દીકરી હોવું એવું હેત વર્ષાવે. મળુ ત્યારે એમના ઘરના ને વસાહતા અન્ય બહેનો દુઃખણા લે.. હકીમભા પાસે જેટલી વાર બેઠી હોવું એટલી વારમાં કોણ જાણે કેટલી વાર અલ્લા રસુલ તમારુ ભલુ કરે એવું બોલે…

કેટલાક સંબંધ કુદરત નક્કી કરે.. અમારો સંબંધ પણ એવો જ… બાકી સમાજની નજરે આ બધા બહુ માથાભારે ગણાય. પણ મારા માટે તો આ બધા લખલૂટ પ્રેમ વર્ષાવે.. અમારા ઉમરભાઈ, હમીરભા, અલ્લારખા કેટલાય છે જે પોતિકા છે… 

આ બધાને મળુ ત્યારે થાય મારુ બેંક બેલેન્સ બહુ મોટુ છે…

#MittalPatel #vssm #Dafer #vichartijati #surendranagar #housing #Ghar

Hakimabha dafer asks Mittal Patel to help them in 
construction of houses

Mittal Patel visits Plot site which is alloted to dafer families
in Bhadvana village

Mittal Patel meets Hakimabha dafer in bhadvana

Dafer Families of Bhadvana village 

The current living condition of Dafer families

VSSM’s tree plantation programme has been instrumental for students to study under the trees…

Mittal Patel with the students who studied under the trees 
plated by VSSM and villagers

“20 Students who studied under the trees planted by you have got government jobs’ ‘.

I was pleasantly shocked to hear this from Shri Prahaladbhai in Juna Deesa in Banaskantha District.. Never realised that there would be such an unintentional benefit of planting the trees. The trees were planted primarily for  greenery & birds/animals.

It reminded me of  Rabindranath Tagore’s Shantiniketan. Today we complain about inadequate facilities in the classroom. In the days gone by there was no classroom and students used to study under the trees and shine in their careers. Many such students grew to occupy some of the most important positions in the country. The trees in Ramdevpirji Temple in Juna Deesa reminded me of this.  We plant trees in large numbers and  call them “Gramvan” ( Village Forest) . Now we can change the name & call them ” Natura’s library”

The students studying under the trees would also take care of  the trees. We need to have such nature’s library in every village so that every student can study peacefully underneath a tree.

We have created 166 forests.  In the Juna Deesa , Rosy Blue India Pvt  Ltd helped us in creating one. The villagers of Juna Deesa and devotees of Ramdevpirji helped us in this. The local government gave us water facility.  Our caretaker Shri Rameshbhai Nat takes care of the trees like a mother. Thus with the support of various people , the trees are  growing well. 

Till now we have planted 8.50 lakhs trees, This year our target is 10 lakh trees which we will definitely achieve.

We are thankful to all our well-wishers who helped us in this mission.

 ’20 વિદ્યાર્થીઓ તમે ઉછેરેલા આ ઝાડ નીચે ભણીને સરકારી નોકરીએ લાગ્યા.’

બનાસકાંઠાના જુના ડીસાના પ્રહલાદભાઈની આ વાત સાંભળી હું અવાક થઈ ગઈ. અમે વૃક્ષો પશુ પક્ષીઓને આશરો મળે ને પ્રકૃતિ રાજી થાય તે માટે વાવી ઉછેરેલા પણ એનો આવો સરસ ઉપયોગ થશે એવી આશા નહોતી. 

રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન યાદ આવ્યું. આજે નિશાળમાં ઓરડો નથી એ વાતે કાગારોળ થાય પણ એક સમયે અભાવમાં વિદ્યાર્થીઓ ભણતા ને પોતાની પ્રતિભા ઝળકાવતા. લીમડા નીચે ભણીને કેટલાય વિદ્યાર્થીઓ દેશના સર્વોચ્ચ ગણાય તેવા ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે. જૂના ડીસાના રામદેવપીરજીના મંદિરમાં ઉછેરી રહેલા 2500 વૃક્ષો જોઈને આ બધી વાતો યાદ આવી.

આમ તો અમે જથ્થામાં વૃક્ષો વાવી ઉછેરીયે એને ગ્રામવન કહીએ પણ હવે નામમાં જરા ફેરફાર કરી પ્રાકૃત લાયબ્રેરી પણ કહી શકાય. 

વિદ્યાર્થીઓ ભણતા ભણતા વૃક્ષોને પણ સાચવે. ગામે ગામ આ પ્રકારે વિદ્યાર્થીઓ નિરાંતે વાંચી શકે તે માટે પ્રાકૃત લાયબ્રેરીનો વિચાર અમલમાં મુકવા જેવો ખરો.

અમે 166 ગ્રામવન કર્યા. જૂના ડીસાનું આ ગ્રામવન કરવા રોઝી બ્લુ ઈન્ડીયા પ્રા.લી. કંપનીએ મદદ કરી. જુનાડીસાના ગ્રામજનો અને ભગવાન રામદેવપીરના ભક્તો પણ આમાં મદદરૃપ થાય. પંચાયત પાણીની સુવિધા આપે. અમારા વૃક્ષમિત્ર રમેશભાઈ નટ આ વૃક્ષોની માની જેમ કાળજી કરે. આમ સૌના સહિયારા પ્રયાસથી વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 

હાલ અમે 8.50 લાખથી વધારે વૃક્ષો ઉછરી રહ્યા છીએ. આ વર્ષે 1 મીલીયન વૃક્ષો વાવી ઉછેરવાનો અમારો લક્ષાંક પૂર્ણ કરીશું… 

આ કાર્યમાં મદદરૃપ થતા સૌ સ્વજનોના અમે આભારી છીએ… 

#MittalPatel #vssm #treeplanter #treecare #treelibrary #librarylife #readinnature

VSSM’s Vrukshmitra Rameshbhai Nat tooks very good
care of trees

The students studying under the trees

Juna deesa Ramdevpir tree plantation site

Mittal Patel discusses tree plantation site

Babuma gets monthly ration kit with the help from VSSM…

Mittal Patel meets Babuma in kheda

Amidst all concrete houses was this house made with wet mud. It had no electricity connection. Kerosene lamps seen in the old days were still used. As soon as one enters this house one could find such kerosene lamps. Now that kerosene is not available then how do these lamps light ?

Babuma who stays alone in this house replied that she lights the lamp with diesel. I heard for the first time that one could light a lamp with diesel. One could see many vessels arranged in the house. At one time many guests used to come to this house.  In fact there were many members of the family and the house was always abuzz with activity. 

With two Sons and a husband the life was going on without much problem. But unfortunately both the sons expired because of local infectious disease and soon the husband expired too..Other relations had no time for Babuma. Babuma was now alone. She did some labour jobs and earned money which took care of her needs. But now with age she was getting tired. She could not get work either. She was dependent on the she got on the ration card.However that was not enough. It was not in her nature to ask for favours.. 

Our associate Shri Rajnibhai came to know about Babuma staying in Pingjal village of Kheda district.He met Babuma and Babuma requested that if she could get a month’s ration that would be enough and she would not have to depend on others. We at VSSM started giving ration to her every month. Babuma is now much more comfortable.

We take care of 600 such old parents who do not have anyone to take care of them. You can be a guardian to them . Many write to us about such old people in various villages. However it is not always possible for us to reach them. However if society helps we can help even a thousand such dependent old parents. 

To become a guardian please call us on 90999 36013 between 10AM to 6PM. You can even whatsapp us. 

There are many such old dependent parents who need support. We request you to join us in this mission.

 બહુ બધા પાક્કા મકાનોની વચ્ચે એક ગાર માટીમાંથી બનાવેલું નાનકડુ મકાન ઊભેલું. ઘરમાં વીજળીની સુવિધા નહીં.  નાનપણમાં જોયેલો ઘાસતેલનો દિવો આ ઘરમાં પ્રવેશીયે કે નાનકડી છાજલીમાં મુકેલો ભળાય. હવે કેરોસીન તો મળતું નથી તો આ દિવો પ્રગટે શેનાથી?

જવાબમાં આ ઘરમાં રહેતા એકલા અટુલા બબુમાએ કહ્યું ડીઝલથી. ડીઝલથી દિવો બળે એ પહેલીવાર સાંભળ્યું. નાનકડુ ઘર એમાં અભરાઈ પર ઘણી થાળી વાટકીઓ ગોઠવેલી. એક વખતે આ ઘરમાં ઘણા મહેમાનો આવતા. અલબત ઘરમાં વસ્તાર પણ હતો એટલે ઘર ધમધમતુ હતું. મજૂરી કરીને પેટિયું રળતા બબુમાનો સંસાર ભર્યોભાદર્યો હતો. 

બે દિકરા ને પતિ સાથે જીંદગી ઠીકઠાક જઈ રહી ત્યાં દિકરાને બળિયાબાપજી નીકળ્યા ને એ દુનિયા છોડી ગયો. બીજો પણ એજ રીતે બિમારીમાં ગયો. પછી તો કાકા પણ ગયા ને બબુમા એકલા રહી ગયા. 

કુટુંબના બધા ખરા એ થોડું ધ્યાન આપે. પણ બબુમા એકલા થઈ ગયા. મજૂરી મળે એ કરે ને જીવન પસાર થાય. પણ હવે હાથપગ થાક્યા. કામ પણ ન મળે. રેશનકાર્ડ પર મળતા અનાજ પર નભે.. પણ પુરુ ન થાય. વળી બબુમાને કોઈ પાસે માંગવું ન ગમે.

આવા ખેડાના પીંગળજમાં રહેતા બબુમા વિષે અમારા કાર્યકર રજનીભાઈને ખ્યાલ આવ્યો. એ એમને મળ્યા ને બાએ કહ્યું મહિનાનું રાશન મળી જાય તો મને ઠીક કરે કોઈની ઓશળિયા વેઠવાની ન થાય.

અમે દર મહિને રાશન પહોંચાડવાનું શરૃ કર્યું. હવે બબુમાના જીવને નિરાંત છે..

ચાકરી કરનાર કોઈ ન હોય તેવા 600 નિરાધાર બા દાદાઓને અમે દર મહિને રાશન આપીયે તમે પણ એમના પાલક બની શકો. 

ઘણા સ્વજનો અમને ફલાણા ગામમાં આવા જ એક બા છે કે દાદા છે તમે મદદ કરોનું લખી મોકલે પણ અમે બધે પહોંચી ન વળીએ. પણ હા સમાજ સહયોગ કરે અને આવા બા દાદાઓના એ એક એક કરીને પાલક બને તો છસો શું હજાર માવતરોને મદદ કરી શકાય.

પાલક બનવા 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. કોઈ કારણસર ફોન ન ઉપડે તો વોટસઅપમાં મેસેજ કરી શકાય..

નિરાધાર ઘણા છે જેમને ઘડપણમાં લાઠીની જરૃર છે. આ અભીયાનમાં જોડાઈ એમની ઘડપણની લાઠી બનવા આપ સૌને વિનંતી.

#mittalpatel #Vssm #ઘર  #નિરાધાર  #માવતર #રાશન

Mittal Patel with Babuma

Mittal Patel with VSSM coordinator Rajnikantbhai and
Babuma

Mittal Patel with Babuma