VSSM enables the families from Vadia, now relocated to Palanapur acquire new Voter ID cards….
Since past few years VSSM has been educating and sensitising the families living in Vadia to give up their traditional profession and choose a different life. Heeding to the recommendation, a couple of years ago, 40 families from Vadia walked out of the village to escape its prevailing conditions. Not only did they walk out of the village, they walked away from the life they lived, they walked away from the attached stigma, they walked away from their identity… These families came and settled in Palanpur, a city near Vadia and did not wish to be know as natives of Vadia hence had applied for new identity proofs.
VSSM Enables the Families from Vadia
Almost a year ago these 40 families who had settled in and around Palanpur had made application to shift their Voter ID cards from Vadia to their current address. The applications for the same were filed with the Mamlatdar’s office. 62 adult members from these 40 families have received their Voter ID cards today. We are thankful to the Additional Collector Shri. Jagdishbhai Desai and Mamlatdar Shri. Geetaben Desai for their support, “it is because of your compassion towards these families that their names have been transferred to Palanpur voter list.”
In the picture- Saraniyaa Families with their Voter ID cards..
વાડિયા છોડી પાલનપુરમાં આવીને રહેલા પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ મળ્યા
બનાસકાંઠાના વાડિયાગામમાં રહેતાં સરાણીયા પરિવારોમાંથી ૪૦ પરિવારો વાડિયાગામ છોડીને છેલ્લા કેટલાંય વખતથી પાલનપુરમાં આવીને રહ્યા છે. આ પરિવારો વાડિયાના ભૂતકાળમાંથી બહાર નીકળી પોતાની વાડિયાના વતની હોવાની છાપ જ ભુંસવા માંગે છે એમને વાડિયાનો કોઈ આધાર ખપતો નથી પોતાની દીકરીઓને વાડિયાગામની દીકરીને જે પરંપરાગત વ્યવસાયમાં ધકેલવામાં આવતી એ વ્યવસાયમાં ધકેલવી નથી.
પાલનપુર કે એની આસપાસના વિસ્તારમાં સ્થાઈ થવા ઇચ્છતા ૪૦ સરાણીયા પરિવારોના વાડિયાગામની મતદાર યાદીમાંથી નામ કાઢીને પાલનપુરમાં તબદીલ કરાવવા માટે ૧ વર્ષ પહેલાં મામલતદાર કચેરી પાલનપુરમાં અરજી કરી હતી. આજે ૪૦ પરિવારોના કુલ ૬૨ પુખ્તવયના લોકોને મતદારકાર્ડ મળ્યાં. જે માટે પ્રાંત કલેકટર શ્રી જગદીશભાઈ દેસાઈ અને મામલતદાર શ્રી ગીતાબેન દેસાઈના અમે આભારી છીએ. એમની આ પરિવારો માટેની સંવેદનાના કારણે જ આ પરિવારોના નામ પાલનપુરમાં તબદીલ થઈ શક્યા.
ફોટોમાં મતદારકાર્ડ સાથે સરાણીયા પરિવારો