Chaangda village shows awareness towards environment conservation by tree plantation…

Mittal Patel with the Sarpanch,villagers at Changda tree plantation site

“We always wanted to plant trees, but the fear of their survival deterred us from going forward. In the past, we have planted trees, but most of the saplings never made it. However, after your assurance, we planted 12000 trees on the premises of Lord Ram temple. This region is water-starved, and the groundwater tables are low and saline. We did not have a borewell either, but as they say, where there is a will, there is a way; the borewell we drilled had sweet water. Within two years, these trees will begin to give cool shade to the worshipers coming to the temple.”

Banaskantha’s Chaangda village community leaders talked about their wish to carry out a plantation there. However, since the plot of land adjacent to the Ram temple had always remained vacant, it got treated as a wasteland, with the villagers using it to dispose of their dead cattle. So the community decided to cover this wasteland into a green oasis. Consequently, with support from Rosy Blue India Private Limited, VSSM carried out the plantation at the selected site.

Before we initiated the plantation activities, the community cleaned the site and removed the wild invasive trees. After completion of the plantation, the community monitors the site, and 12000 trees are growing well under their care. Inspired by the success of the first plantation drive, the villagers have now decided to spare another plot of land near a temple for the second phase of the plantation.

We hope other villages show similar awareness and raise jungles of 25,000 to 30,000 trees. Only trees would help bring down the temperatures, bring rain, and reduce the occurrence of droughts and floods. Our efforts need to focus on turning the entire earth green again, and not just Banaskantha.

VSSM’s Naranbhai Raval, Maheshbhai Choudhry, and Maheshbhai work very hard to ensure that these plantation drives are executed as per their criteria.

The immense efforts of Arjanbhai and Dungarbhai Patel, the two vriksh mitra of Chaangda, should be congratulated for their efforts in raising these trees.

“અમાર ઝાડખા વાબ્બા’તા. પણ થોડી બીકેય લાગતી’તી. દર ચોમાસે ઝાડ વવાય ઘણા પણ બધા ઊગે નહીં એટલે. પણ તમે વિસવા આલ્યો. તે રાજારામભગવાના મંદિરની આ જગ્યામાં 12,000 થી વધારે ઝાડખા વાવી દીધા. અમાર ઓય પોણી નતું. ઝાડખા માટે અમાર બોર કરવાનો’તો. અમાર આ વિસ્તારમાં તળમાં મેઠા પોણી નહીં. પણ ભગવોને એહ પુરી તે બોરમાં પેલી વારકુ જ મેઠુ પોણી આયુ. એક બે વર્ષમાં ભગવોનના દર્શને આવનાર દર્શાનાર્થી બેહી હકે એવી સરસ લીલોતરી ઓય થઈ જવાની..”

બનાસકાંઠાના થરાદના ચાંગડાકામના આગેવાનોએ આ કહ્યું. ભગવાન રાજારામના મંદિરની બાજુની અવાવરુ, આમ તો મરેલા ઢોર જ્યાં નાખી દેવામાં આવતા એ જગ્યામાં રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી VSSM એ વૃક્ષો વાવ્યા. ગામે આ જગ્યા વૃક્ષો વાવી ઉછેરવા આપી. એટલે આ શક્ય બન્યું.

ગામે પાણીની વ્યવસ્થા કરી આપી સાથે જમીનની સફાઈ ખાસ તો ગાંડો બાવળ કાઢી આપ્યો. એ પછી અમે વૃક્ષો વાવ્યા. પણ ગામની દેખરેખ ઘણી. ગામ પણ જાગૃત એટલે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 12,000થી વધારે વૃક્ષોનો સરસ ઉછેર જોઈને ગામે મંદિર પાસેની અન્ય એક જગ્યામાં પણ આ ચોમાસે વૃક્ષો વાવવાની નેમ રાખી.

બસ દરેક ગામ ચાંગડાની જેમ જાગે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર વૃક્ષોના જંગલો કરે.. આ થશે તો વાતાવારણમાં ઠંડક થશે, વરસાદ નિયમીત અને સારો આવશે. દુષ્કાળ, પૂરનું પ્રમાણ ઘટશે. તો માત્ર બનાસકાંઠો હરિયાળો નહીં આખી પૃથ્વી હરિયાળી કરવા મથીએ..

અમારા આ કાર્યમાં અમારા કાર્યકર નારણભાઈ રાવળ, મહેશભાઈ ચોધરી, મહેશભાઈ બોકાની મહેનત ઘણી. પણ સૌથી વધારે દેખરેખ વૃક્ષોની સાર સંભાળ રાખનાર વૃક્ષમિત્ર અરજણભાઈ પટેલ તેમજ ડુંગરાભાઈ પટેલની.. તમને બધાને પ્રણામ..

#MittalPatel #VSSM

VSSM planted 12,000 tress on the premises of Lord Ram Temple
Mittal Patel with others visits temple
Chaangda Tree Plantation site
Chaangda Tree Plantation Site

 

The community support at Achvadiya has bloomed in form of the trees…

Plantation of 6000 trees at the Achvadiya Graveyard

“Bahen, we want to plant and raise trees at our graveyard!” Tharad‘s Hanifbhai called to share their collective intent. Such calls are always music to my ears.

Later, we made a site visit to comprehend the work involved. It is a vast graveyard that could easily host 6000 plus trees. Hanifbhai and others contributed wholeheartedly to cleaning and fencing the site and drilling a borewell for the water required to raise the to-be-planted trees. Apart from these, the group also contributed to our remuneration to the Vriksh Mitra. The collective efforts led to the plantation of 6000 trees at the graveyard.

Hanifbhai and the group replaced the trees that did not take root, not once did they tell us to bring replacements or come complaining. Apart from it, they also voluntarily spent on miscellaneous expenses that popped up at regular intervals. Any community-supported work flourishes only when we take ownership; it is not ideal to depend on the government or others to accomplish little needs; one can never reach desired goals with such an attitude.

This year we have carried out tree plantation drives at numerous villages but have yet to come across anyone like Hanifbhai and his team, who are proactive toward raising trees. Achvadiya is one such village; we are growing 7000 trees here. However, the community never calls us up for any minor issues. So are the villages of Surana, Mandla, Makhanu, Dama, Ludra, Bepun, etc.

If each village takes up the responsibility, we can significantly increase our work’s efficiency. VSSM wishes to plant a maximum number of trees next year; if you are one of those supportive community do get in touch with us.

અમારા કબ્રસ્તાનમાં વૃક્ષો વાવી ઉછેરવા છે બેન…થરાદથી હનીફભાઈનો ફોન આવ્યો.  અમને તો ભાવતુ’તુ ને વૈદે કીધા જેવું થયું. એ પછી કબ્રસ્તાનની મુલાકાત લીધી. બહુ મોટુ કબ્રસ્તાન 6000 થી વૃક્ષો આવી જાય એવું.હનીફભાઈ અને અન્ય સ્વજનોએ પણ પૂરી ભાગીદારી દાખવી. સ્મશાનમાં સફાઈ કરવાથી લઈને દિવાલ, દિવાલ પર ફ્રેન્સીંગ, પાણી માટે બોરવેલ એમણે બનાવી આપ્યો. સાથે વૃક્ષમિત્રને અમે જે પગાર આપીયે તેમાં એ લોકોએ પોતે પણ ચોક્કસ રકમનો ઉમેરે. આ કાર્ય માટે અમને અમારા ડો. અલીમ અદાતિયાએ મદદ કરી. આમ સહિયારા પ્રયાસથી કબ્રસ્તાનમાં 6000 થી વધુ વૃક્ષો વાવ્યા.

વાવેલા વૃક્ષોમાંથી વૃક્ષો બળ્યા તો એમણે અમને બીજા વાવોનું ન કહ્યું જાતે જઈને નવા ખરીદી આવ્યા. એ સિવાય નાનો મોટો ખર્ચ પણ એ લોકો પોતાની રીતે કરી લે.

પોતાનું છે એમ માની રસ લઈને કામ કરીએ તો કામ સફળ જરૃર થાય. પણ નાની નાની વાતોમાં સરકાર કે અન્ય પર આધારિત રહીએ તો ઈચ્છીત પરિણામ સુધી ન પહોંચાય.

અમે આ વર્ષે ઘણી જગ્યાએ વૃક્ષો વાવ્યા પણ હનીફભાઈની ટીમ જેવા વ્યક્તિઓ ઘણા ઓછા મળ્યા જે અમારી સાથે પોતે પણ વૃક્ષો ઉછેરવા મથે… અછવાડિયા અમારુ એવું જ ગામ.. 7000થી વૃક્ષો ત્યાં ઉછરે. સફાઈ માટે કે અન્ય જરૃરિયાત માટે ગામ એમને ફોન ન કરે. આવુ જ સુરાણા, માંડલા, મખાણુ,દામા, લુદ્રા બેણપ વગેરે ગામોનું પણ ખરુ…બસ આવી રીતે દરેક ગામ પોતાની જવાબદારી સમજી લે તો કેટલું સરસ થઈ જાય… આવતા વર્ષ માટે વધારે વૃક્ષો વાવવા છે બસ જેમને ભાગીદારી સાથે કાર્ય કરવામાં રસ હોય તે સંપર્ક જરૃર કરે.

#MittalPatel #VSSM

Achvadiya Tree Plantation Site
Mittal Patel meets Hanifbhai and his team at Achvadiya Tree Plantation Site
Achvadiya site before Tree Plantation site

 

The VSSM-Forest Department partnership has been instrumental in planting 6000 trees in Vaghrol village….

Mittal Patel visita Vaghrol tree plantation site

VSSM believes that a healthy partnership and participation results in any program’s effective implementation and impact. As a result of this belief, we decided to partner with the Forest Department to carry out our ongoing tree plantation drive in Banaskantha. We have pledged to make Banaskantha green again. Over the last three years, we have planted thousands of trees across Banaskantha and ensured they are well nurtured and raised. From the smallest woodland of around 1000 trees to the largest one of 12000 trees, have been created around the landscape of Banaskantha.

However, raising a tree is like raising a child. It requires patience, hard work, expenses…and blessings of a nature deity. Although these are the efforts that humans and nature would love, we also face challenges from these forces. Nevertheless, VSSM’s Naranbhai Raval, Maheshbhai Chaudhry, Hareshbhai Raval, and others continue to tackle them.

Last year the Forest Department of Banaskantha offered us to join the social forestry efforts underway in the district. VSSM provided drip irrigation facilities and appointed a Vriksh Mitr wherever required. The VSSM-Forest Department partnership has been instrumental in planting more than 60,000 trees this year.

Vaghrol village of Banaskantha has benefited from this partnership. Jewelex Foundation contributed to the same, and we are grateful to the respected Shri Piyushbhai Kothari of Jewelex Foundation for his unflinching support to VSSM.

And gratitude to the Forest Department as well for partnering with us. The 6000 trees being raised in Vaghrol are the outcome of this productive partnership. We hope to have such a fruitful partnership next year, and this time with Banaskantha in Patan and Sabarkantha too.

તંદુરસ્ત ભાગીદારી સારા પરિણામનું નિર્માણ કરે એવું અમે માનીયે એટલે બનાસકાંઠા જંગલ વિભાગ સાથે વૃક્ષો ઉછેરવા ભાગીદારી કરવાનું નક્કી કર્યું.

બનાસકાંઠાને હરિયાળો કરવાનું અમે નક્કી કર્યું છે. એટલે જ દર વર્ષે હજારોની સંખ્યામાં પાછલા ત્રણ વર્ષથી વૃક્ષો વાવી રહ્યા છીએ એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે. VSSM એ 1000 થી લઈને 12,000 વૃક્ષોના જંગલો ઊભા કર્યા છે. વળી એની પૂર્ણ રીતે દેખરેખ પણ લેવાય એમ અમે કરીએ છીએ.

પણ વૃક્ષ ઉછેરવાનું કામ બાળક ઉછેરવા જેવું કપરુ ખુબ મહેનત કરવી પડે. ખર્ચો પણ ઘણો થાય. વળી કુદરતને ગમે એવા આ કાર્યામાં કુદરતી અને માનવ સર્જીત અકલપ્નીય વિધ્નો પણ આવે પણ ખેર એ તો સ્વીકાર્યું જ છે. એ માટે અમારા કાર્યકરો નારણભાઈ રાવળ, મહેશભાઈ ચૌધરી, હરેશભાઈ રાવળ વગેરેની મહેનત ઘણી.

ગત વર્ષથી બનાસકાંઠા જગંલ વિભાગે સમાાજિક વનીકરણ અંતર્ગત થઈ રહેલા જંગલ ઉછેરના કાર્યોમાં અમને પણ સાથે જોડાવવા કહ્યું. જ્યાં એમણે ઝાડ વાવ્યા ત્યાં પાણી માટે ડ્રીપની વ્યવસ્થા જરૃર પડે વૃક્ષમિત્રને થોડો વધારે પગાર આપવાનું અમે કરવાનું નક્કી કર્યું. આમ જંગલ વિભાગ અને VSSM ની ભાગીદારીથી ગત વર્ષ અને આ વર્ષના મળીને લગભગ 60,000 થી વધુ વૃક્ષો ઉછરી રહ્યા છે.

બનાસકાંઠાનું વાઘરોલગામ જ્યાં જંગલવિભાગની સાથે અમે ભાગીદારી કરી. આ ભાગીદારીમાં મદદ કરી જવેલેક્ષ ગ્રુપે. જ્વેલેક્ષના આદરણીય પિયુષભાઈ કોઠારી હંમેશાં અમારી સાથે.. બસ તેમની લાગણી માટે આભારી.

અને જંગલ વિભાગનો પણ આભાર. આવી ભાગીદારી મહત્તમ થાય તો ઉત્તમ પરિણામ મળી શકે જે વાઘરોલમાં ઉછરી રહેલા 6000 થી વધુ વૃક્ષોને જોઈને સમજી શકાય છે.

વર્ષ 2023માં પણ મહત્તમ ભાગીદારી જંગલ વિભાગ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કરે તેમ ઈચ્છીએ..

#MittalPatel #VSSM #હરિયાળુબનાસકાંઠા #greenenergy #neemtree #neemvan #greenearth

Vaghrol tree planatation site
Vaghrol tree plantation site
The 6000 trees being raised in Vaghrol

 

We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village…

Mittal Patel visits water management site in Sabarkantha

It has been a few years since we began water conservation efforts in Banaskantha. As of today, we have deepened 163 lakes. It is not just  Banaskantha that requires such interventions; with the depleted water tables, other districts also need intensive water conservation efforts. However, we have our limitations; hence, despite communities calling us to their regions, we cannot reach them.

Amidst all the requests and denials, we had the opportunity to meet respected Shri Pratulbhai Shroff, who invited us to initiate water harvesting and conservation efforts in Sabarkatha’s Poshina.

Mittal Patel with Shri Pratulbhai Shah who invited us to initiate water harvesting and conservation efforts in Sabarkatha’s Poshina.

Shri Pratulbhai is the founder of Dr K. R. Shroff Foundation, an organisation working extensively in education. Poshina is the region where the organisation has been actively involved; we visit and survey the area to understand the ground realities to help us plan better interventions. Eventually, a collective visit to the region also happened.

Poshina is a prominent tribal town towards the east of Gujarat. Although the region receives good rains during the monsoon, sourcing even drinking water becomes challenging during summers. The villagers own agricultural land, but the water insufficiency means there is no means to earn a living during summers when the region becomes dry.

As we transverse through 5 villages, each village shared their water woes and the need to find a solution so that they do not have to escape to the cities. The population here is forced to migrate to urban areas in search of living during the summer months. If there is sufficient water, they can engage in dairy farming and earn a decent living.

We visited Aambamahuda, Tuta-bungalow, Tadhivedhi, Kajawas and Mathasara to have meetings with the village community. We also surveyed the areas capable of holding water.

Mittal Patel discusses water managemnet with village community
We also surveyed the areas capable of holding water.

We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village. We also plan to rope in government support in these efforts.

Mittal Patel meets Shri Pratulbhai Shah and Others for Water Management

Thank you, Pratulbhai, for inviting and supporting such efforts for a new region. I am hopeful that our collective efforts will have a more significant impact!!

બનાસકાંઠામાં જળસંચયના કાર્યો અમે ઘણા વખતથી કરીએ 163 તળાવો અમે અત્યાર સુધી ઊંડા કર્યા. બસ આ કાર્યો જોઈને અન્ય જિલ્લામાં વસતા ને પાણીના મહત્વને સમજતા લોકો અમારા વિસ્તારમાં પણ જળસંચયનું કાર્ય કરોનું કહે પણ અમારી મર્યાદાના લીધે એ થતું નહોતું.

આવામાં એક દિવસ અચાનક આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફને મળવાનું થયું ને એમણે સાબરકાઠાના પોશીના વિસ્તારમાં જળસંચયના કાર્યો કરવા માટે આમંત્રણ આપ્યું.

પ્રતુલભાઈ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક. શિક્ષણ ક્ષેત્રે એમની સંસ્થા ખુબ કાર્ય કરે. પોશીના વિસ્તારમાં પણ એમનું ઘણું કાર્ય. પોશીના વિસ્તારને સમજી ત્યાં શું કરવું તે નક્કી કરીશુંનું  અમે કહ્યું ને પછી પોશીના એમની ને અમારી ટીમ સાથે જવાનું થયું.

આદિવાસી વિસ્તાર વરસાદ સારો પડે. લોકો પાસે ખેતીલાયક જમીનો પણ ખરી પણ ચોમાસા અને શિયાળામાં પાણી મળે જ્યારે ઉનાળામાં આખો વિસ્તાર સુક્કો ભઠ્ઠ. પીવાનું પાણી મેળવવાય સાંસા.

અમે લગભગ પાંચ ગામો ફર્યા ને દરેક ગામના લોકોએ પાણીની સમસ્યાનું સમાધાન થાય તો અમારે શહેરમાં નાહવું ન પડે એવું કહ્યું.

શહેરમાં નાહવાનું રોજગાર અર્થે થાય. પણ પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તો પશુપાલન પણ સારો વિક્લપ બની શકે ને લોકોને પોતાનું વહાલું વતન છોડવું ન પડે એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું.

અમે આંબામહુડા, ટુટા-બંગ્લો, ટાઢીવેડી,કાજાવાસ, મથાસરા ગામમાં ગ્રામજનો સાથે બેઠક કરી ને ગામમાં પાણીનો સંગ્રહ ક્યાં થઈ શકે તે વિસ્તાર જોયો.

મુલાકાત લીધેલા બધા ગામોમાંથી આંબામહુડામાં તળાવ ઊંડા કરવાથી લઈને, કૂવા ગાળવાનું, ખેતતલાવડી બનાવવાનું કાર્ય હાથ પર લેશું.

આ સિવાય તળાવના કાર્યો સઘન થાય એ માટે સરકારને પણ સાથે જોડીશું.

આભાર પ્રતુલભાઈ એક નવા વિસ્તારમાં કાર્ય કરવા કહેણ મોકલવા. સાથે રહી સરસ કરીશું એ નક્કી…

#vssm #mittalpatel #watermanagement

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022…

Mittal Patel with the Vruksh Mitra

“Ben, trust us, we shall raise all the trees we will plant!”  Bhikhabhai and Haribhai from Banaskantha’s Bharkavada had mentioned this firmly.

In July 2021, after it was decided to raise trees in the village amidst a partnership between VSSM and the village community, 501 couples had planted 2300 trees at the village crematorium.

As a result of the enthusiasm of village youth, retired forest officer and the specially appointed Vruksh Mitra, all the planted trees are growing well.

We are grateful for the support from  Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

It is fitting to mention the proactiveness of the village community towards ensuring the trees are well looked after and grow well. The villagers have volunteered to plough the soil around the trees so that the roots breathe well.

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022. Of course, we will be partnering with the local community and administration.

The local administration has joined hands to fulfil this pledge; we want more companies/corporates like Rosy Blue to partner with the cause and adopt one or two village woodland.

We request you join hands to help us cover our mother Earth in green. The trees will be home to thousands of living species. And that means being drenched in an abundance of blessings. I hope you choose to be showered with such blessings!!

‘બેન ભરોસો રાખજો જેટલા વૃક્ષો વાવશો એ બધાય ઊછરશે..’

બનાસકાંઠાના ભરકાવાડાના ભીખાભાઈ અને હરીભાઈએ દૃઢતાથી આ કહેલું.

જુલાઈ 2021માં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષો ઉછેરવાનું અમે નક્કી કર્યું.ને ગામના સ્મશાનમાં 501 દંપતી સાથે અમે સૌએ પૂજન કરીને 2300 થી વધુ વૃક્ષો વાવેલા. ગામના ઉત્સાહી યુવાનો, નિવૃત વન અધિકારી અને વૃક્ષોની માવજત માટે અમે રાખેલા વૃક્ષમિત્રની ઘણી માવજતના લીધે વાવેલા તમામ વૃક્ષો આજે સરસ ઉછરી રહ્યા છે.

રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી. એ અમને વૃક્ષો ઉછરેવા માટે આર્થિક સહયોગ કર્યો. જે માટે અમે એમના આભારી છીએ.

સાથે ગામ પણ એવું સજ્જ. એક વર્ષમાં લગભગ ચારેક વખત તો એમણે સ્વખર્ચે વૃક્ષોની વચ્ચે ખેડાણ કર્યું જેથી વૃક્ષોને ઓક્સિજન સતત મળે ને એનો ગ્રોથ સરસ થાય.

જુન 2022 થી બનાસકાંઠાના વિવિધ ગામોમાં બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે રહીને 5 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ છે.

આ સંકલ્પને પૂર્ણ વહીવટીતંત્ર તો સાથે આ્વ્યું. હવે રોઝી બ્લ(ઈન્ડિયા) પ્રા. લી. જેવી વધુ કંપનીઓ જોડાય તેમ ઈચ્છીએ. એક એક કંપની – વ્યક્તિ એક એક ગામમાં ઉપવન ઊભુ કરવા આર્થિક મદદ કરે તો આ લક્ષાંક એવડો મોટો નથી કે પૂર્ણ ન થાય..

વૃક્ષો ઉછેરવા, ઘરતી માને એનો લીલુડો શણગાર આપવા આપ સૌને મદદ કરવા વિનંતી.. મૂળ આ લીલુડો શણગાર હજારો જીવોનું ઘર થશે ને એ સુખી થશે તો આપણે પણ સુખી થઈશું.

#vssm #MittalPatel

Tree Plantation site at Bharkavada village
Tree Plantation site at Bharkavada village
Mittal Patel with Bhikhabhai and Haribhai discusses Tree Plantation
Mittal Patel at Tree Plantation site
VSSM recieved support from Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

 

It was a joy to witness it fill up to the brim…

Mittal Patel with the villagers at Katav lake

It is always ‘better late than never.’ At last, the Rain Gods decide to shower their blessings in Gujarat.

In the last five years, VSSM deepened 138 lakes in Banaskantha.

In 2021 VSSM deepened the lake at Suigaum’s Katav village. The lake needed to be deepened because on the banks of it was a borewell by the water supply department that provided water to 13 villages around it.

The deepening of lakes was undertaken with the support of Shroff Family Charitable Trust and the Government’s Sujalam Sufalam Scheme.

It was a joy to witness it fill up to the brim.

Grateful to all who support our endeavours.

#MittalPatel #vssm

ભલે મોડા મોડાય પણ મેઘરાજા પધાર્યા ખરા…

બનાસકાંઠામાં અમે 138 તળાવો છેલ્લા પાંચેક વર્ષમાં ઊંડા કર્યા.

2021માં સૂઈગામના કટાવનું તળાવ ઊંડુ કર્યું. આ તળાવના કિનારે પાણી પુરવઠા વિભાગે બોરવેલ કર્યા ને આજુબાજુના 13 ગામને એ પીવાનું પાણી આપે.

એટલે આ તળાવ તો ઊંડુ કરવું જ રહ્યું…

સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને VSSMના પ્રિયજન શ્રોફ ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટની મદદથી ખોદયું. જે મોડ મોડેથી મેઘરાજાએ મહેર કરીને ભરાયું…

આભાર મદદ કરનાર સૌનો..

#MittalPatel #vssm

Water Management Site at KAtav village
Katav lake filled with rainwater

 

Katav lake filled with rainwater

A positive contagion…

Mittal Patel during Tree-worship ceremony

In association with Mandal’s Sadbhavna Mitr Mandal, VSSM planted around 1500 trees around the village cemetery. VSSM will also nurture and raise these trees. While the plantation was underway,  the ones who admired the systematic way of tree plantation  initiated cleaning the neighbouring cemetery and began removing the wild growth of the mad-babul tree.

VSSM team in Mandal for Tree-Worship Ceremony

Yesterday while we were in Mandal for the Tree-Worship program, some villagers visited us with a request to help them with tree plantation on the adjoining plot that housed another cemetery. What more could we ask for, we agreed immediately and planned for more collective plantations.

The Tree-Worship ceremony was carried in presence of everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela, who has always stood beside us in our efforts to help the poor.

The Tree-Worship ceremony was carried in presence of everyone including Kankrej MLA Shri Kirtisinhji Vaghela
The villagers performed pooja and planted the saplings
The Tree-Worship ceremony was carried in presence of everyone
The villagers performed pooja and planted the saplings

VSSM’s Naranbhai has worked hard to make these aspirations a reality. And our regards to the youth of Sadbhavna Mitr Mandal.

I believe the tree to be our most cherished deity, hence worship them for all they bring to us and pray for their proper growth.

Mandal Tree Plantation site
Mandal Tree Plantation site
Local newspaper published the brief story of Mandal Tree Plantation Ceremony

હકારાત્મ ચેપ..

માંડલાની સ્મશાનભૂમીમાં અમે ગામના સદભાવના મંત્ર મંડળ, વનવિભાગ અને VSSMની મદદથી 1500 ઉપરાંત વૃક્ષો વાવ્યા અને હા અમે એને ઉછેરવાના તો ખરા જ. સરસ રીતે વવાતા વૃક્ષો જોઈને આ સ્મશાનની બાજુમાં આવેલા અન્ય એક સ્મશાનમાં પણ ગામલોકોએ સ્મશાનમાં ઊગેલો બાવળ કાઢવાનું શરૃ કર્યું.

ગઈ કાલે અમે માંડલામાં વૃક્ષ પૂજનનો કાર્યક્રમ કર્યો તો ગામના કેટલાક લોકોએ બાજુના સ્મશાનને રળિયામણું કરવામાં સંસ્થા મદદ કરશેનું પુછ્યું? અમને તો ભાવતું તુ ને વૈદે કીધા જેવું થ્યું. તુરત હા પાડીને સફાઈ પૂર્ણ થાય પછી ચોક્કસ સાથે મળીને વૃક્ષો ઉછેરીશુનું કહ્યું.

વૃક્ષ પૂજનનો કાર્યક્રમ ગામના સૌએ મળીને કર્યો. કાંકરેજના ધારાસભ્ય શ્રી કિર્તીસિંહજી વાધેલા ખાસ ઉપસ્થિત રહ્યા..તેઓ વંચિતોના કાર્યોમાં સદાય અમારી પડખે…

કાર્યકર નારણભાઈની ભારે મહેનત.. ને સદભાવના મિત્ર મંડળના યુવાનોને પ્રણામ..

વૃક્ષ આપણો સૌથી મોટો ઈષ્ટ દેવ.. આપણને કેટલુ આપે માટે પૂજન ને વૃક્ષ ઉછેરમાં બરકત આપેની પ્રાર્થના….

#MittalPatel  #vssm Kirtisinh Vaghela

 

VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Mudetha…

Mittal Patel visits tree plantation site

“Where are you headed, Kaka?” someone asked Nathakaka while he passed through the village.

“Mahodiye!”

“to book your place?”

“No, to dig pits.”

The pits were for planting trees.

VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Mudetha. Nathakaka, who loves nurturing the trees has been a great help in raising these trees. Once Kaka had shared the above incident which,  had cracked me into laughter. I so hoped for others also to follow suit.

We have taken up the task of planting trees in Banaskantha. This year the plan is to plant 1.5 lacs trees. We are in the process of finalising the villages where the plantation will be undertaken. As a part of the process, I was in Juna Deesa recently.

We have plans to plant and raise 2500 to 3000 trees with support from Rosy Blue (India) Pvt. Ltd. on the grounds of Ramapir Bhawan temple.

VSSM’s strategy to appoint a ‘vruksh mitr’ to care and nurture the planted trees has assured trees are well-looked after. The village youth too is enthused to do their best for the upcoming drive.

Banaskantha’s Forest Department has also assured all the support they can.

We have pledged to make Banaskantha green and bring rains to the region, to make it water sufficient and  make it prosperous once again…

Those willing to plant trees in their village do get in touch with Naran Raval at 9099936035.

ગામની વચમાંથી પસાર થતા  નાથાકાકાને કોઈએ પુછ્યું,

‘ચો હેડ્યા કાકા?’

‘મહોળીયે’

ચમ જગ્યા રોકવા?”ના ખાડા કરવા..’ આ ખાડા કરવા એટલે વૃક્ષો વાવવાના ખાડા…

બનાસકાંઠાના મુડેઠામાં અમે વૃક્ષો ઉછેરીયે. વૃક્ષપ્રેમી નાથાકાકા એની દેખરેખમાં ઘણી મદદ કરે.  તે કાકાએ એક વખત આ બીના કહેલી.. સાંભળીને ઘણું હસવું આવ્યું. પછી થયું કાશ આવા ખાડા સૌ કરતા થઈ જાય તો…

છેલ્લા બે વર્ષથી બનાસકાંઠામાં વૃક્ષ ઉછેરનું અભીયાન હાથ ધર્યું છે. આ વર્ષે દોઢ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ છે. ગામો નક્કી થઈ રહ્યા છે.. આ પ્રક્રિયાના ભાગરૃપે જૂના ડીસા જવાનું થયું.

રામપીર ભગવાનના મંદિરમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી  2500 થી 3000 વૃક્ષો વાવવાનું ને વાવ્યા પછી ઉછેરવાનું આયોજન છે.

VSSMની આગવી પદ્ધતિ વૃક્ષ ઉછેર માટે પગારદાર વૃક્ષમિત્ર રાખવાની. ગામના યુવાનોની ટીમ પણ બહુ ઉત્સાહી.

જંગલવિભાગ બનાસકાંઠાએ પણ મદદ કરવાની ખાત્રી આપી.હરિયાળુ બનાસકાંઠાનો પ્રકલ્પ છે.. મૂળ વરસાદ આ વિસ્તારમાં ઓછો પડે વૃક્ષો વાવીશું તો વરસાદ થશે ને સુખાકારી વધશે..

બનાસકાંઠાના કોઈ ગામમાં વૃક્ષો ઉછેરવા માંગતા હોવ તો નારણ રાવળ -9099936035 પર સંપર્ક કરવા વિનંતી..

#MittalPatel #vssm

Mittal Patel discussing Tree platation with the village youth
Tree Plantation site
Tree Plantation site

 

VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts…

Mittal Patel visits Aakoli WaterManagement site

Across the villages there is a growing noise around dwindling groundwater tables. Since last several years, VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts. As a part of these efforts VSSM engages with lake deepening in Banaskantha. This year the partial lock down as a result of the pandemic and government challenges has impacted our plans. This year the target we had set for ourselves was quite high and despite of the restrictions we managed to deepen 20 lakes.

This year we teamed up with government under its Sujalam Sufalam scheme. This partnership helped deepen few lakes one of which is Aakoli. The village lake here was deepened in partnership with the government and with the support of  our well wishers

The lake is huge and we hope it fills up till the brim. It will receive rain water but the desire is to also get it filled with Sardar Sarovar water. This surely will help recharge the surrounding regions

પાણીના તળ ખાલી થઈ રહ્યાની ફરિયાદ લગભગ દરેક ગામલોકો કરે. અમે તળ રીચાર્જ કરવાની કામગીરીના ભાગરૃપે તળાવો ગાળવાનું કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠામાં કરીએ. આ વર્ષે કોરોનાના લીધે એ કાર્ય થોડુ મોડેથી શરૃ થયું. વળી સરકારની મંજૂરીની માથાકૂટેય ખરી..

તેમ છતાં તળાવો ગળાવવાનું શરૃ કર્યું. લક્ષાંક ઘણો ઊંચો હતો છતાં  20 તળાવો આ સીઝનમાં ગાળી શક્યા.

આ વખતે સરકાર સાથે રહીને સુજલામ સુફલામ અભીયાન અંતર્ગત અમે કેટલાક તળાવો ગાળ્યા. આમાનું એક આકોલી. સરકારનો સહયોગ ઉપરાંત VSSM સાથે સંકળાયેલા પ્રિયજનની મદદ અને માટી ઉપાડવાનું ગામલોકોએ કર્યું. આમ ત્રણેયની ભાગીદારીથી આકોલીનું તળાવ ઊંડુ થયું.

ખુબ મોટુ તળાવ વરસાદી પાણીથી તો એ ભરાય છે પણ નર્મદાના પાણી પણ એમાં નંખાય તો આખુ વર્ષ તળાવ ભરેલું રહે ને આસપાસના વિસ્તારને ઘણો ફાયદો થાય.

 

Ongoing lake deepening work

 

VSSM’s tree plantation programme is successful with remarkable contribution of the VrukshMitra…

Mittal Patel with VrukshMitra Amratji visits tree plantation site

‘Chhod ma Ranchhod’ (God is in nature around us), this statement is always spoken up repeatedly at any public programs of tree plantation. Yet, all of us who worship the Ranchodrai presiding in the temples, do we worship the trees around us as if God was living in them? Think about it!!

Trees are the best ornaments our mother earth adorns, it is these trees who bring rains to give us water, cleans the air we breathe. In this era of technological advances, we have forgotten to value its importance in our lives.

VSSM launched tree plantation drive in 2019. The results have been very encouraging. In 2020, the plantation drive was carried in many villages, that are now raising the planted trees very well.

One of these many villages is Soneth.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community. Trees that would provide dense canopy were especially selected for the occasion. Amratji Thakor decided to become the mother of these trees. I have consciously related Amratji to a mother because the only mother can shower much love and affection on her children. Amratji is doing just that to the trees. Like a mother, he nurtures and cares for them, loves them. It is this affection that has resulted in 800 trees taking roots in this small space.

Amratji Thakor (VrukshMitra) nurtures the trees

We hope to find tree lovers like Amratji in other villages too, it is only such individuals who will ensure with the hard work that each planted sapling is raised well. Hope to find more villages with such dedicated tree-lovers because they have absorbed the essence of the phrase “Chod ma Ranchod’ very well.

Soneth’s sarpanch Shri P. R. Jadeja too assured all the necessary help to grow a forest on the holy land of this village. Sarpanch like him has been one of the reasons such drives have found favourable results.

Mittal Patel visits tree plantation site in Soneth village

VSSM Naranbhai plays a pivotal role in ensuring smooth implementation of our campaign from finding the right villages to right kind of people, he identifies them all with utmost care.

Thank you all for supporting this cause.

બનાસકાંઠાનું સોનેથ..

‘છોડમાં રણછોડ’ વૃક્ષારોપણના જાહેર કાર્યક્રમોમાં થતા ભાષણોમાં આ વાક્ય વારંવાર પ્રયોજાય.. પણ મંદિરમાં રણછોરાયની પુજા કરનાર આપણે દરેક છોડ – વૃક્ષમાં સ્વંયમ ભગવાનનો વાસ છે એ રીતે પુજીએ છીએ ખરા?વિચારજો…

ધરતી માનો શણગાર વૃક્ષો.. અને આ વૃક્ષો જ વરસાદ લાવવામાં, આપણને સ્વચ્છ હવા આપવામાં ઉપયોગી.  પણ ટેકનોલોજીના આ યુગમાં આપણે હવે એનો ઉછેર કરવાનું ભૂલતા જઈએ છીએ..

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન 2019થી શરૃ કર્યું. સારુ પરિણામ મળ્યું. 2020માં અમે ઘણા ગામોમાં વૃક્ષો વાવ્યા. ને તેનો ઉછેર પણ કરી રહ્યા છીએ.

આ ઘણા ગમોમાંનું એક #સોનેથ..

સોનેથમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમીમાં ઘટાટોપ વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષોની મા બનવાનું સ્વીકાર્યું અમરતજી ઠાકોરે.. મા શબ્દ જાણી જોઈને પ્રયોજુ છું કારણ માની મમતા અપાર હોય.. અને અમરતજી પણ વૃક્ષો પર એવું જ વહાલ વરસાવે.. એટલે 800 ઉપરાંત વૃક્ષો આ નાનકડા સ્મશાનમાં સરસ ઊગી ગયા…

અમરતજી જેવા વૃક્ષપ્રેમી- વૃક્ષમિત્ર બીજા ગામમાં મળે તો એવા ગામોમાં પણ અમારે 2021માં વૃક્ષારોપણ કરવું છે…

બસ ગામો જાગે ને છોડમાં રણછોડવાળી વાતને સાચા અર્થમાં સમજે…

સોનેથના સરપંચ શ્રી પી.આર.જાડેજાએ પણ ગામની પવિત્ર ભૂમી પર વન ઊભુ કરવા અમને કહ્યું અને એ માટે જે મદદની જરૃર પડે એ મદદ માટે તત્પરતા પણ દર્શાવી… આવા જાગૃત સરપંચને મળીને રાજીપો પણ થાય..

અમારા કાર્યકર નારણભાઈની ભૂમિકા આ બધામાં મહત્વની. યોગ્ય જગ્યા ને માણસોની શોધખોળ કરવાનું એ બખૂબીથી નિભાવે.આપ સૌની ભાવનાને પ્રણામ…

#MittalPatel #vssm #TreePlantation

#tree #green #greenery #environment

#savetrees #saveearth #savelife

#pureair #PureEnvironment #gujarat