|
Mittal Patel meets Tejima in her shanty |
“Ever since we got this rice, I haven’t had a peaceful sleep. The rats keep on running around and make cluttering noise with their teeth. The rice bag had to be kept moving and in doing that I couldn’t sleep”.
Tejima from Lotiya Village from Radhanpur in Patan District had told me this about 3 years ago. We had given her all the rice at one stroke and she had no containers to store the rice. She had suffered a lot of inconvenience because of that. After that Aslambhai, our very dear friend through FaceBook, had helped by gifting the containers. Tejiba got happy seeing the containers and felt as if she had got a dowry in her marriage.
After a long time I got a chance to meet Tejiba. From a temporary shed she now had a permanent home with a toilet built with the help of our dear Priyankaben Saha.
Tejiba must now be around 76 years old. She has not seen her mother. Her siblings took care of her. She got married and went to her husband’s home. She had to do a lot of hard work there too. Her husband died about 20 years ago. She had to come back to her parent’s home. She has a daughter who got married. Daughter also got widowed & has young kids.
Tejima said ” I have never seen happiness in my life. You gave me ration and because of that I was saved from undue labour” Tejima’s home had got destroyed in this monsoon. With Priyankaben’s financial help & the concern of our associates,Mohanbhai & Shankarbhai., we could provide a home for Tejiba.
Priyankaben has been generous with her help. Not only this home for Tejiba, she also helped in providing food kits for 15 elderly couples and in planting 2000 tree saplings.
Tejima was insisting that I come & see her home. When I visited her home, she was overwhelmed to see me and said she felt as if her parents had come to her home. She said that in her old age now she could feel happy. When she didn’t have a home, she wanted to die but now with her having a home she wanted to live for a few more years & enjoy life. The ladies from the neighbourhood joked that Tejima now has everything , rice & dal everyday to eat and a nice home to stay in. Tejima was thankful to us for these changes in her life. Priyankaben, Aslambhai & our VSSM associates have no relations with Tejiba, yet all were worried about her.
This is humanity. If every person can take care of the person in their neighbourhood who is in difficulty lot of miseries in this world can be eradicated
We at VSSM give ration (food kits) to such 600 old people and also help in other ways that we can.
You can even become guardians to such needy old people by contributing Rs 1,500 per month. Please get in touch with us on 9099936013 between 10AM to 6PM.
Thank you, Priyankaben… it’s time you visit Tejima & see her happiness.
‘આ ચોખા આલ્યા તાણથી હખેથી ઊંઘી નઈ હકી. ઉંદેડા આખી રાત કટકટ કરીન્ હેરોન કર. તે ચોખાની કોથળી ઘડીયે ઘડીયે ફેરબ્બી પડ અન્ ઈમન ઈમ ઊંઘી ના હકુ.’
પાટણના રાધનપુરના લોટિયાગામના તેજીમાએ આ વાક્ય ત્રણ વર્ષ પહેલાં કહેલું. અમે એક સામટા ચોખા આપી દીધેલા તે ભરવા ડબ્બા નહોતા ને એના લીધે એમને હેરાનગતિ થયેલી.
એ પછી ફેસબુક પર જેમની સાથે મેળાપ થયેલો એવા અમારા પ્રિયજન અસ્લમભાઈ પટેલે ડબ્બા ભેટરૃપે મોકલી આપ્યા.
ડબ્બા જોઈને તેજીમા હરખાઈ ગયેલા એમણે એ વેળા કહેલું, ‘મારુ જાણે આજે આણુ કર્યું હોય એવુ લાગ્યું.’
આજે ઘણા વખતે પાછુ તેજીમાના ત્યાં જવાનું થયું. એ છાપરાંમાં રહેતા એમાંથી એમનું પાક્કુ એક રૂમ, ટોયલેટ સાથેનું ઘર અમે અમારા પ્રિય પ્રિયંકાબેન સહાની મદદથી બાંધ્યું.
તેજીમાની હાલની ઉંમર 76 આસપાસ હશે. પોતાની માનું મોંઢુ એમણે જોયું નથી. એમના ભાઈ બહેનોએ એમને મોટા કર્યા. પરણીને સાસરે ગયા. કાળી મજૂરી ત્યાં પણ કરી. 20 વર્ષ પહેલાં પતિ ગુજરી ગયા એટલે પિયરીયા એમને તેડી લાવ્યા. એક દિકરી છે. જેને એમણે પરણાવી. એ દીકરી પણ હમણાં વિધવા થઈ એને નાના બાળકો છે.
તેજીમા કહે, ‘સુખ કોઈ દિવસ જોયું જ નહી. તમે રાશન આપવાનું શરૃ કર્યું તે એનાથી મને શાંતિ થઈ ગઈ. કોઈની ઓશિયાળી વેઠવાની મટી.’
આવા તેજીમાનું છાપરુ આ ચોમાસે પડી ગયું. અમારા કાર્યકર મોહનભાઈ અને શંકરભાઈને એમની ચિંતા તે એમણે આપણે એક રૃમ, ટોયલેટ સાથેનું ઘર બનાવી દઈએ તો તેજીમાને શાંતિ થઈ જશેનું કહ્યું ને પ્રિયંકાબેનની મદદથી અમે એ બાંધ્યું.
પ્રિયંકાબેન અમારા 15 માવતરોને રાશનકીટ આપે. એ સિવાય 2000 વૃક્ષોનું જંગલ કર્યું ને આ ઘર પણ..
તેજીમાનો આગ્રહ હતો ઘર જોવા આવવાનો તે ખાસ જવાનું થયું. એમણે માટલી પણ મુકવડાવી. એમણે કહ્યું, ‘જોણ આજે મારુ મામેરુ થ્યું. મારા મા-બાપ મારા ઘરે આયા હોય ઈમ લાગ્યું. તમે ઘરડે ઘડપણ મન સુખ આલ્યું, પેલા થતું ભગવોન લઈ લે તો હારુ પણ હવ ઘર થ્યું. હવ થોડા વરહ કાઢવાનું મન હ્. મેલ્લાની વહુઓ હસીન્ કે ક, તેજીમા તમાર તો ચેવું હારુ દાળ, ભાત રોધીન રોજ ખાવાના, હવ તો ઘરેય થઈ જ્યું. આ બધા માટે તમારા બધાનો ઓભાર માનુ એટલો ઓસો.’
તેજીમાની આંખોમાં ચમક હતી. એમણે પંખો અને એક ખાટલો અમે જઈ રહ્યા ત્યારે માંગ્યો. એ કહે, ‘કોઈ પાહેણ માંગવાનું ગમે નહીં પણ તમે મા ક્યો એટલે કહ્યું… ‘
કેવી લાગણી..
પ્રિયંકાબેન, અસ્મલભાઈ અમારી ટીમ આ બધાની શું સગાઈ તેજીમા સાથે છતાં બધા એકબીજાની ચિંતા કરે..
આમ તો આજ માનવતા.. દરેક વ્યક્તિ પોતાની આસપાસમાં રહેતા તકલીફમાં હોય તેવા વ્યક્તિઓની ચિંતા કરતો થઈ જાય તો પણ આ દુનિયામાંથી ઘણા દુઃખ દુર થઈ જાય.
અમે તેજીમા જેવા 600 નિરાધાર માવતરોને દર મહિને રાશન આપીયે અને અન્ય જરૃરી શક્ય મદદ પણ કરીએ.
તમે પણ આવા માવતરના પાલક બની શકો. માસીક 1500 રૃપિયા રાશનકીટ માટે આપી આવા માવતરોના પાલક બની શકો. આ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક પણ કરી શકાય.
આભાર પ્રિયંકાબેન.. તેજીમાનો રાજીપો જોવા જવાનું તમારે બાકી…
#MittalPatel #vssm #mavjat #elderlycare #shelter #HomeForAll
|
Tejima insisted Mittal Patel to come and see her home |
|
Mittal Patel visits Teja Ma’s permanent home which was built with the help from VSSM’s well wisher Smt. Priyankaben Saha
|
|
Teji Ma was overwhelmed to see Mittal Patel at her home |
|
The living condition of Teji Ma before she moved to her permanent home |