Bharatbhai Patel’s book ‘Nomadic Odyssey’ has lovely pictures of nomadic tribes of Gujarat…

Bhratbhai Patel meets Mittal Patel at VSSM’s
office

Bharatbhai Patel stays in England. In 2014 he sent us an email enquiring about photographing the nomadic tribes. After that we talked over the phone and he flew down to India for photography. This trend continued for many years. In every winter Bharatbhai would fly down and move around the settlements of nomads.

He got so much interested in nomadic tribes that he went to settlements in Punjab, Haryana & Uttar Pradesh. As such he travels world over to take pictures of the locals. He mixes with them and takes their pictures. The pictures are candid and show the natural expressions of the people.

He has captured in his camera the day to day life of nomadic tribes in a touching way. He published a book of  the photographs that he has taken. He named it “Nomadic Odyssey”.

We can get to see lovely pictures of nomadic tribes of Gujarat in this book.

In years to come, the life of this nomadic tribe  would be far different from what it is now. In changing times even they are giving up old customs and adapting new ways to live life.  The pictures taken by Bharatbhai will stand as remembrance and give us the glimpse of the life they lived in the past.

Bharatbhai has become like a family. Whenever he is in Gujarat we get an opportunity to meet. I have used his pictures in my book and on the VSSM web-site.  We are thankful to Bharatbhai for his sentiments. We hope many more people get a chance to see this book and buy the book.

ભરતભાઈ પટેલ ઈગ્લેન્ડમાં રહે. વર્ષ 2014માં એમનો ઈમેલ વિચરતી જાતિઓની ફોટોગ્રાફી કરવા બાબતે આવ્યો. એ પછી તો ફોન પર વાત થઈ અને એ આવ્યા ફોટોગ્રાફી માટે.. પછી તો આ ક્રમ વર્ષો વરસનો બન્યો. દર વર્ષે શિયાળામાં એ આવા ને વિચરતી જાતિઓની વસાહતોમાં ભ્રમણ કરે. 

વિચરતી જાતિઓમાં એમને એવો રસ પડ્યો કે એ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ વિચરતી જાતિઓની ફોટોગ્રાફી માટે જઈ આવ્યા. આમ તો વિશ્વના અનેક દેશોમાં તેઓ ફોટોગ્રાફી માટે જાય ત્યાંના સ્થાનીકો સાથે ભળીને એમનામય બની ને ફોટોગ્રાફી કરે એટલે સાચો ભાવ પણ એમણે લીધેલા ફોટોમાંથી પ્રગટ થતો હોય એમ લાગે. 
વિચરતી જાતિઓની રોજિંદી જીંદગીને એમણે સુંદર રીતે કેમેરામાં કંડારી. એમણે લીધેલા ફોટોનું એમણે સુંદર પુસ્તક કર્યું. જેનું નામ Nomadic Odyssey આપ્યું. 
ગુજરાતની વિચરતી જાતિઓની સુંદર ફોટોગ્રાફી આપણને આ પુસ્તકમાં જોવા મળે. 
આવનારા સમયમાં વિચરતી જાતિઓની જીંદગી જે અત્યારે છે તેનાથી ઘણી જુદી હોવાની.. બદલાઈ રહેલા સમયમાં એ લોકો પણ પોતાનું જુનુ છોડી રહ્યા છે. ત્યારે આ ફોટો ડોક્યુમેન્ટેશન એમના ભૂતકાળની ઝાંખી કરાવશે…
ભરતભાઈ તો અમારા પરિવારજન બની ગયા છે.. એ ગુજરાતમાં હોય ત્યારે નિયમીત મળવાનું થાય.. ને એમના ફોટોનો મે મારા પુસ્તકો અને VSSMની વેબસાઈટમાં પણ ઘણો ઉપયોગ કર્યો..
આભાર ભરતભાઈ તમે દર્શાવેલી લાગણી માટે… અને તમારુ પુસ્તક અનેક લોકોના હાથમાં જાય, 
સૌ ખરીદે તેવી શુભભાવના પણ… 
#vssm #MittalPatel #nomadsofindia

VSSM thanks government officials for providing Ration Card to 35 families of Kheda…

Mittal Patel meets nomadic families of Kheda withe their
newly allotted ration card

” We visited the office many times for our Ration Card but were not successful in getting it”

The villagers of Bidaj in Kheda District said this. The administration of Kheda helped them a lot and we also got involved with them. Finally more than 35 families got the ration cards.

The Deputy Collector came to the settlement of nomads and handed over the ration card with his own hands to the families. He also said that those families that have not yet got the ration card or who need their ration cards to be split because the family member has separated should come to him and the administration would help them. It is a nice feeling when an officer is proactive. We are thankful to the collector Shri Bayani . It was because of him that this became possible,

One 70 year old lady from Vanzara community said that she is seeing the ration card for the first time in her life.

The utility of ration cards is multiple. Not only for getting the ration, it is also helpful in availing the various benefits of the government. VSSM continuously strives to help these people get the ration cards. 

Our associate from Kheda District Shri Rajnibhai works hard on this front. We got the support of a leader Shri Mukeshbhai in Bidaj which helped to get the work done faster.

We are thankful to all the officers and to all who helped us in this work.

‘રેશનકાર્ડ માટે કચેરીના ઘણા ધક્કા ખાધા પણ મેળ પડતો નહોતો.’

ખેડાના બીડજમાં વર્ષોથી રહેતા પરિવારોએ આ કહ્યું. ખેડાનું તંત્ર અમને ઘણી મદદ કરે એટલે અમે આમાં મથવાનું નક્કી કર્યું ને એક સાથે 35 થી વધારે પરિવારોના રેશનકાર્ડ બન્યા. 

નાયબ મામલતદાર વસાહતમાં આવ્યા ને સૌ પરિવારોને પોતાના હસ્તે રેશનકાર્ડ આપ્યા. એમણે કહ્યું, હજુ જે પરિવારોના કાર્ડ બાકી હોય, જેમના કાર્ડનું વિભાજન થતું ન હોય તેવા પરિવારો પણ અમારી પાસે આવજો અમે એમાં મદદ કરીશું.

અધિકારી આવી પહેલ સામેથી કરે એનાથી રાજી જ થવાય. કલેક્ટર શ્રી બાચાણી સાહેબનો ઘણો આભાર એમના કારણે આ શક્ય બન્યું. 

વણઝારા સમુદાયના પરિવારોમાંથી એક માડીએ તો કહ્યું, કે મારી ઉંમર સીત્તેરની થઈ. રેશનકાર્ડ બાપગોતરમાં ભાળ્યું નહોતું આજે પહેલીવાર મળ્યું. 

રેશનકાર્ડનો ઉપયોગ માત્ર રાશન માટે હોય એ ખરુ પણ સરાકરની વિવિધ યોજનાઓની મદદ માટે પણ રેશનકાર્ડ અગત્યનું VSSM આવા વંચિત પરિવારોને સરકારની મદદ મળે તે માટે સતત પ્રયત્ન કરે. 

અમારા ખેડાના કાર્યકર રજનીભાઈ આ બધા માટે ખુબ મથે.. આગેવાન મુકેશનભાઈનો બીડજમાં સાથ મળ્યો એટલે કામ ઝડપથી થયું..

અધિકારગણનો ઘણો ઘણો આભાર… ને આ કાર્ય માટે મદદ કરનાર અમારા સ્વજનોનો પણ આભાર… 

#mittalpatel #vssm #RationCard #poorpeople  #realneed #HungerFree

Nomadic women with their ration card

Mittal Patel handed over the ration card to nomadic families

Mittal Patel meets nomadic families of Kheda district

Nomadic families with their ration card

VSSM helped Shambhu’s family to build thier own house…

The living condition of  before her new home

Do you remember Shambhu ?

He stays in Gutal Village in Kheda District. He lost his parents when he was still an infant.

Grandparents brought him up. Unfortunately he had a protein deficiency syndrome so his grandfather had to take him to the Civil Hospital every month.

Grandfather says that because of Shambhu’s illness he could not construct a proper house. Shambhu studies in Gutal High School.  His absenteeism in the school being quite high, it came to the notice of teacher Shri Parasbhai Dave. Shambhu soon became one of the favourite students of Parasbhai. Through Parasbhai we came to know about Shambhu. In order to support the family, we decided to give a ration kit to them. On seeing the condition of the house , we thought of getting his house done and we got the help from Nilimaben Odedara, Viralbhai Shah, Vikrambhai Shah & others.

After getting his house done we went to Shabhu’s house. Grandpa said ” we had never dreamt that we would have a proper house of our own. We had snakes  in the house. But because now that we have a concrete home, the snakes have also gone away”

When we asked him are you not afraid to stay with snakes in the house, the grandpa said that ” we both stay within our limits. We do our work and the snake does his. Now that there are not many shrubs left in the farm, where will the poor thing go?”. What emotions. Perfect ambassadors of Indian culture. He further said that ” they will not come in such a concrete house. We have therefore put a tap. Snakes would slowly come “

We drank tea that he made on his stove. His financial condition was poor. Yet he performed betelnut puja in the house and provided lunch to several students before entering the house. He wanted a big foyer in the house which we constructed. The level of water underneath the house is quite high so the construction of the house was delayed. Yet because of dampness the color on the walls did not come out properly. Grandpa said that if the house is coloured in April, the colour would last longer. So will get the colour done later.

We give ration to this family every month. Since grandpa is not able to work much he wanted to start a cycle repair shop in which also VSSM helped. The family now is contented. 

Shambhu does not like to study much. When he grows older he also wants to work in the garage. VSSM will also help him in future.

VSSM family is heartily thankful to all who helped in this cause and special thanks to Parasbhai for being instrumental in identifying Shambhu.

શંભુ યાદ છે તમને?

ખેડાના ગુતાલમાં એ રહે. બે મહિનાનો હતો ને પિતા આ દુનિયા છોડી ગયા ને થોડા મહિનામાં મા ગઈ.

દાદા દાદી એને ઉછેરે. પણ નાનપણથી એના શરીરમાં પ્રોટીન ઘટે એટલે દાદા દર મહિને એને સિવીલમાં લઈને દોડે. 

શંભુની બિમારીને લીધે હું પાક્કુ ઘર ન કરી શક્યો. એવું દાદા કહે. ગુતાલની હાઈસ્કૂલમાં શંભુ ભણે. નિશાળમાં સતત ગેરહાજર શંભુ પર શિક્ષક પારસભાઈ દવેનું ધ્યાન પડે ને એ પછી તો શંભુ એમનો ગમતીલો બની ગયો. એમના થકી  અમે શંભુના પરિચયમાં આવ્યા. પરિવારને ટેકો રહે માટે રાશન આપવાનું વિચાર્યું પણ ઘરની સ્થિતિ જોઈને થયું ઘર પણ કરીએ અને મદદમાં આવ્યા. નિલીમબેન ઓડેદરા, વિરલભાઈ શાહ, વિક્રમભાઈ શાહ વગેરે સ્વજનો અને ઘર થઈ ગયું.

ઘર થયા પછી શંભુના ઘરે ગઈ ત્યારે દાદાએ કહ્યું, ‘જિંદગીમાં વિચાર્યું નહોતું કે ઘર થાય. અમારા ઘરમાં નાગ- નાગણ પર રહે. એ બિચારાનું ઘર આ પાક્કુ ઘર થવાથી જતું રહ્યું..’

આ સાંભળીને સાપ સાથે રહો તો બીક ન લાગે એવું પુછાઈ ગયું ને દાદાએ કહ્યું, ‘એ એનું કરે અમે અમારુ. અમે બેઉ એકબીજાની મર્યાદા જાળવીએ.. હવે ખેતરોમાં ઝાડીઓ નથી રહી એ બિચારુ જાનવર ક્યાં જાય..’

કેવો ભાવ… આપણી ભારતીય સંસકૃતિના આ ખરા વાહકો..

એમણે કહ્યું, ‘આ પાક્કા ઘરમાં તો એ રહેવા આવે નહીં તે આ નળ લાવીને નાખ્યા છે એમાં એ ધીમે ધીમે આવી જશે.. 

એમના ચૂલે ચા બનાવીને પીવડાવી.. આર્થિક સ્થિતિ એકદમ ખરાબ છતાં એક સોપારીનો હવન કરીને નિશાળના કેટલાક છોકરાંઓને જમાડીને એમણે ગૃહપ્રવેશ કર્યો. એમની ઈચ્છા મોટા ઓટલાની હતી તે એ અમે બાંધ્યો.. એમની જમીનમાં પાણીનું લેવલ બહુ ઉપર છે. એટલે ઘર બાંધવાનું પણ અમે છેક હમણાં કર્યું. છતાં ભેજના કારણે ઘરને રંગ બરાબર ન થયો. દાદા કહે, તમે એપ્રિલ કે મે મહિનામાં રંગ કરશો  તો રંગ ટકી જશે પછી વાંધો નહીં… તે એ વખતે ફેર રંગ કરીશું.

આ પરિવારને દર મહિને રાશન આપીયે. દાદાથી કામ થતું નથી એમણે સાયકલ રીપેરનું ગેરેજ શરૃ કરવાની ઈચ્છા રાખી તે એમાં VSSM એ મદદ કરી.. આ પરિવારના જીવને હવે હખ છે.

શંભુને ભણવું બહુ ગમતું નથી એ મોટો થઈને ગેરેજ ચલાવવા ઈચ્છે છે.. ભવિષ્યમાં એમાં પણ મદદ કરીશું…

શંભુને રાશન આપવામાં ને એનું ઘર થાય તે માટે મદદ કરનાર આપ સૌ સ્વજનો પ્રત્યે VSSM પરિવાર કૃતજ્ઞતા ભાવવ્યક્ત કરે છે ને પારસભાઈ પ્રત્યે નિમિત્ત બનાવવા માટે રાજીપો…

#MittalPatel #vssm #shambhu #kheda #schoolboy #mavjat

The living condition of Shambhu and his 
grandparents before her new home

Mittal Patel with Shambhu , his grandparents, his school
teacher Parasbhai and VSSM coordinator at Shambhu’s
new home

VSSM’s well wisher helped to built Shambhu’s new home

Mittal Patel visits Shambhu and his grandparents during
her field trip

Mittal Patel meets landless Bharthari families of Bhiloda village…

Mittal Patel with the Bharthari families of Bhiloda

There is a person or a family in deep trouble. We see that person or the family everyday. If  it does not cause any anguish or pain in us , we need to check whether we are really alive or not. True, we cannot resolve all the troubles of everyone in this world. True that it is not always possible to always help monetarily but with our sense of better knowledge than that of a person in trouble, we can always be a moral support & a guide.

In Bhiloda village of Sabarkantha District there lives about 15 families in Bharathari settlement. They have infinite problems. They suffer from vices addiction. The settlement is unhygienic and dirty. Children do not regularly go to school. 

I met them all for the first time. They are staying on Government land. They do not  have their own land. They requested help to get plots in their name & then have houses constructed on it. We helped them get BPL Ration Card & Caste certificate. We applied to the collector for alloting the plot to them. However a very pertinent question we asked them as to why they are not doing anything to uplift themselves.

Cleanliness is one aspect that we need to follow. We may not get water everyday to bathe but we can always keep our surroundings clean. Why is it important to abstain from vices? We spoke a bit tough with them and also with love.  When I was leaving after talking to them , they said that “till date no one has spoken to them about cleanliness and vices. If someone explains the benefits like you did, we would understand. We want to improve ourselves” I do not like the word “improve” but somehow what I felt was that they were right. 

One may feel that what is the need to explain such basic things. One must know it themselves. But frankly , I feel that if talked to it would make a difference.

Whenever you see such a settlement in your neighbourhood, go to them. Talk about the good & bad things happening in society.  Sometimes you may feel that they are resisting change. But one must have patience. If you persist they will accept the change. I have seen that happen.

Bharthari community having got BPL Ration card, they are relieved. We will also see that allotment of plots is expedited and houses also constructed on it. 

Respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation came personally to meet the families. We get a lot of help from him. Nature gives enough money to many. But to some who are willing to spend on others, nature gives in bountiful. That is for sure.  Pratulbhai we are happy that you are with us.

કોઈ વ્યક્તિ કે પરિવાર પારાવાર તકલીફમાં છે. આપણે રોજ એમને જોઈએ પણ એમની તકલીફ જોઈને આપણને પીડા ન થાય તો આપણે ખરેખર જીવતા છીએ કે કેમ એ તપાસવું રહ્યું… હા આખી દુનિયાના કલ્યાણમાં નિમિત્ત બનવાનું આપણાથી શક્ય નથી. પૈસાથી પણ મદદ કરવી કદાચ શક્ય નથી. પણ આપણને મળેલી સમજણ તો અન્યો સાથે ચોક્કસ વહેંચી જ શકાય..

સાબરકાંઠાના ભીલોડાની ભરથરી વસાહતમાં પંદર પરિવારો રહે. ગણ્યા ગણાય નહીં એટલા દુઃખો. પણ પરિવારમાં વ્યસનની પણ તકલીફ. ગંદકી પણ વસાહતમાં ઘણી. કેટલાક બાળકો નિશાળમાં નિયમીત જાય ને કેટલાક નહીં..

આ બધાને પહેલીવાર મળી.. સૌએ સરકારી જમીનમાં રહીએ છીએ. પોતાની જમીન નથી તમે મદદ કરો તો અમને પ્લોટ મળે ને અમે ઘરવાળા થઈએ એની વાત કરી. અમે બીપીએલ  રાશનકાર્ડ કરવામાં, જાતિ પ્રમાણપત્ર કઢાવવામાં મદદ કરી. પ્લોટ મળે તે માટે પણ કલેક્ટર શ્રીને રજૂઆત કરી દીધી છે. પણ આ બધાની વચમાં તમે પોતે તમારા ભલા માટે કેમ કશું કરતા નથી એ પ્રશ્ન એમને પુછ્યો…

ચોખ્ખાઈ કોઈ થોડું શીખવે આપણે જાતે રહેવાનું છે. રોજ નાહવા પાણી ન મળે સમજી શકાય પણ ઘર આગળ કચરો કેવી રીતે સાંખી લેવાય, વ્યસનને શું કામ આમંત્રીત કરવું વગેરે જેવી ઘણી વાતો કરી. થોડો ગુસ્સો ને થોડું વહાલ પણ કર્યું. 

બેઠક પતાવીને નીકળી રહી હતી ત્યારે એમણે કહ્યું, તમે જે કહ્યું એવી વાતો અમારી પાસે આવીને કોઈ કરતું જ નથી. આવું થોડું શીખવે તો મગજમાં બેસી જાય.  અમે પણ સુધરવા માંગીયે છીએ…

સુધરવા શબ્દ મને બહુ ગમતો નથી.. પણ એમની વાત સાચી લાગે.

જો કે આ વાંચીને કેટલાકને એમ પણ થાય કે એમાં શીખવવાનું શું? જાતે સમજી શકાય. 

પણ અનુભવે કહુ તો જાતે બધુ નથી સમજાતુ કોઈ કહે તો ફરક પડે.

તમે આવી વસતિને તમારી આસપાસમાં જુઓ તો સતત એમની પાસે જાવ, સારા નરસાની વાતો કરો, કેટલુંક શીખવો.

ઘણી વખત એમ થાય કે વારંવાર શીખવીએ પણ એ નથી બદલાતા પણ ધીરજ ગુમાવ્યા વગર કરશો તો ચોક્કસ બદલાવ આવશે એ નક્કી અમે એ બદલાવ જોયો છે..

ખેર ભરથરી પરિવારોને મળેલા બીપીએલ રેશનકાર્ડથી એમને રાહત છે. એમને ઝડપથી પ્લોટ મળે તે પણ કરીશું ને ઘર પણ બાંધીશું.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનમાંથી ભરથરી પરિવારોને મળવા ખાસ આવ્યા. તેમની અમને ઘણી મોટી મદદ મળે.. પૈસો કુદરત ઘણાને આપે છે પણ એ પૈસો પોતાના સિવાય અન્યોના કલ્યાણમાં ખર્ચનાર વ્યક્તિને ઈશ્વર વધારે આપે છે એ નક્કી.. પ્રતુલભાઈ તમે અમારી સાથે છો એનો રાજીપો… આભાર…

#MittalPatel #vssm #Bharathiraja #nomads #nomadasfrom #સેવા #વસાહત #ગરીબ #પરિવાર #ભરથરી #સાબરકાંઠા #વ્યસન  #બીપીએલ #રેશનકાર્ડ #દુઃખ #કુદરત Dr K R Shroff Foundation

VSSM Coordinator intoduces Bharthari families to Mittal 
Patel

Bharthari families sharing their difficulties to Mittal Patel

The current living condition of nomadic families

Mittal Patel discusses nomadic families problem to them

The current living condition of Bharthari families

Mittal Patel along with Pratulbhai Shroff  meets Bharthari 
families of Bhiloda village

18 Gadaliya families will be the first generation that will stay in properly constructed houses…

Mittal Patel with the Gadaliya Women

 ” I want a home in this world where I can go without reason”

This is a line by a famous poet Shri Madhav Ramanuj & it expresses the true feeling of owning a home. As such most in the world have  a concrete house but there are many who in spite of having their own home do not feel the joy of going home. That apart, if we talk of the nomadic tribes there dream of having a home has remained unrealised for generations. They just move around. Sometimes with a donkey in their cart or sometimes with luggage on the camels. They say that summer & winter they can manage but it is the rains that causes most trouble to them. 

It is the mission of VSSM to settle such families , to see that they get properly constructed houses. The state government also sympathises with them and helps to get them a permanent address.

The 18 families of Gadaliya community of Lower Mandal in Morbi have been staying for years in a far flung corner of the village in temporary sheds.  Thanks to the village sarpanch and the support of villagers, they could get land allotted in the village.

Thanks to the sympathetic attitude of the Chief Minister Shri Bhupendrabhai Patel & of the Collector, more than 500 families could get plots for construction of a house. The 18 families of Gadaliya community of Nichi Mandal in Morbi  requested us to construct homes with 2 rooms, toilet, bathroom. The Government will give a grant of Rs 1.32 lakhs per house which is not sufficient to build such a house. We contributed Rs 1.43 lakhs for each home and the balance they took a loan from VSSM. For construction we received financial help from Shri Maheshbhai Shroff ( Novex Poly) , Shri Navinbhai Mehta, Smt Krupaben, Shri Mayurbhai Nayak of Maa-Baap Foundation all from Mumbai. We are really grateful to all of them.

These 18 families will be the first generation that will stay in properly constructed houses. Everyone is extremely happy that their home is being constructed. We pray that good things happen to all.

એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર જઈ શકુ – જાણિતા કવી માધવ રામાનુજે લખેલી કવિતાની આ પંક્તિઓ ઘરની સાચી વિભાવના દર્શાવનારી. આમ તો દુનિયામાં મોટાભાગના પાસે પોતાનું પાક્કુ ઘર છે. પણ પાક્કુ ઘર હોવા છતાં જેમને ઘરમાં જવાનો હરખ ન થાય એવાય ઘરો – માણસો આ દુનિયામાં..

ખેર અમે અમારા વિચરતી જાતિના પરિવારોની વાત કરીએ તો એમની સદીઓ ઘરની ઝંખનામાં જ ગઈ. ગાડાં પર,ક્યાંક ગઘેડાં તો ક્યાંક ઊંટો પર થોડો ઘણો સામાન લઈને બસ ફર્યા કરે. એ લોકો કહે, ‘શિયાળો, ઉનાળો તો નિકળી જાય પણ ચોમાસુ તોબા પોકારાવે..’

આવા પરિવારોને ઠરી ઠામ કરવાનું, તેમને પાક્કુ ઘર મળે તે માટે VSSM પ્રયત્ન કરે. રાજ્ય સરકાર પણ લાગણી રાખી આ પરિવારોને સરનામુ અપાવવા મદદ કરે.

મોરબીનું નીચી માંડલ ગાડલિયા સમુદાયના 18 પરિવારો વર્ષોથી ગામના છેવાડે પતરાંની આડોશ કરીને રહે. સરપંચ અને ગામની લાગણીના લીધે આ પરિવારોને ગામમાં પ્લોટ મળવાનું શક્ય બન્યું. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કલેકટર શ્રીની લાગણી વિચરતીજાતિના પરિવારો માટે ઘણી. એટલે મોરબી જિલ્લામાં વસતા વિચરતી જાતિના 500 થી વધારે પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાંના નીચી માંડલમાં રહેતા 18 ગાડલિયા પરિવારોએ પોતાના બે રૃમ રસોડા, ટોયલેટ બાથરૃમ સાથેના ઘર બાંધવા અમને વિનંતી કરી. સરકારના 1.32 હજાર મળશે એ સિવાય આ પરિવારોએ પોતે પણ પૈસા ઉમેરવા કહ્યું. જો કે પાસે હતા નહીં. અમારી પાસેથી લોન લીધી. એ સિવાય અમે 1.43 લાખની મદદ પ્રત્યેક પરિવારને ઘર બાંધકામ માટે કરીશું. 

ઘર બાંધકામમાં મુંબઈના આદરણીય શ્રી મહેશભાઈ શ્રોફ (નોવેક્ષ પોલી), શ્રી નવીનભાઈ મહેતા, સુશ્રી કૃપાબહેન, શ્રી મયુરભાઈ નાયક(મા-બાપ ફાઉન્ડેશન) ની મદદ મળી.આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

નીચી માંડલના ગાડલિયા પરિવારોની આ પહેલી પેઢી જે પોતાના પાક્કા ઘરમાં રહેવા જશે. સૌને પોતાનું ઘર થઈ રહ્યાનો ઘણો હરખ..

સૌનું શુભ થાવોને ભાવના… 

#MittalPatel #vssm #મોરબી #કૃતજ્ઞતા #પેઢી #રાજ્યસરકાર #મુખ્યમંત્રી

Mittal Patel with the Gadaliya families of Nichi Mandal

Ongoing Construction site of Nichi Mandal

Gadaliya families of Nichi Mandal at Constrcution site

Mittal Patel meets Gadaliya families