Water management work in Varan village receives great support from the local community…

MittalPatel meets local community members at Varan village

We don’t know if mystical Parasmani was for real or a fable; we have all heard about this alchemist who turned anything he touched in gold.  None of us have seen this fabled Parasmani, but one that we know for sure is water.  Anything water touches comes to life.

We can claim that water is the alchemist we have seen.

But the alchemist we know is under tremendous pressure and deep trouble.  Our groundwater reserves are drying up at unprecedented speed. So it is a matter of concern if we could hand over to our coming generations water-sufficient earth.

Humans have yet to crack the formula to make water, so they must respect the need to use it judiciously.  And by deepening lakes, VSSM is working towards creating water banks.

We were recently in Banaskantha’s Varan village, and everyone, including the local leaders, was concerned about falling water levels.  To address such concerns, VSSM works in partnership with the community, where the cost of JCB  to dig out the soil/deepen the lake is supported by  VSSM while the community lifts the excavated soil.  These efforts in partnership with the local community, are focused on catching as much rainwater as one can.

We must create as many reservoirs as we can.

The communities of Banaskantha have woken up to the call; hopefully, other regions also wake up to this alarm .

We are grateful to Mahendra Brothers for supporting the deepening of the lake at Varan village.  I am grateful to respected Vikrambhai, Sonakbhai, and their family members.

#MittalPatel #VSSM

સાચુ ખોટુ તો નથી ખબર પણ પારસમણીની વાતો આપણે સૌએ સાંભળી છે. કહે છે કે, પારસમણી લોખંડને અડકે તો લોખંડ સોનુ બની જાય..

જેની વાતો સાંભળી છે એ પારસમણી તો અત્યાર સુધી દીઠો નથી પણ એક પારસમણી મે અને તમે સૌએ જોયું છે. એ છે પાણી.. પાણી ધરતી પર પડે ને બજંર જમીન પણ જીવંત થઈ જાય.

આમ આપણે જોયેલું પારસમણી એટલે પાણી એવું ચોક્કસ કહી શકાય.

પણ પાણી રૃપી પારસમણી અત્યારે જોખમકારક પરિસ્થિતિમાં મુકાયું છે. તળમાંથી પાણી ખુટી રહ્યા છે. આપણી ભાવી પેઢીને આપણે પાણીના સાબદા તળ આપી શકીશું કે કેમ તે પણ મોટો ચિંતાનો વિષય છે.

વળી કહે છે ને પાણીને બનાવી નથી શકાતુ માટે એને સાચવીને વાપરવાનું.

અમે સાચવીને વાપરવાનું તો કરીએ સાથે પાણીની મજબૂત બેંક ઊભી થાય તે માટે તળાવો ઊંડા કરવાના કાર્યો પણ કરીએ.

બનાસકાંઠાના વરણગામમાં હમણાં જવાનું થયું. સૌને તળના પાણી ઊંડા જઈ રહ્યા છે એની ચિંતા છે માટે ગામલોકો માટી ઉપાડવાનું કરે છે અને અમે તળાવ ખોદવા જેસીબી આપીયે છીએ. આમ સહિયારા પ્રયાસથી વરસાદ વરસે તેને ઝીલવા તળાવ રૃપી વાસણ તૈયાર કરીએ છીએ.

ગામમાં વધારે માત્રામાં તળાવો થાય તે આજની જરૃર છે..

બનાસકાંઠામાં લોકો જાગ્યા છે. અન્ય વિસ્તારમાં પણ આવી જાગૃતિની જરૃર છે..

વરણનું તળાવ ખોદવામાં અમને મહેન્દ્ર બ્રધર્સએ સહયોગ કર્યો તે માટે તેમની આભારી છું. આદરણીય વિક્રમભાઈ, સોનકભાઈ અને તેમના પરિવારજનના સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું..

#MittalPatel #VSSM

Mittal Patel with the villagers of Varan village
Ongoing lake deepening work in Varan Village
Ongoing lake deepening work in Varan village
Mittal Patel discusses Water Management
Mittal Patel with villagers at Water Management site

It is because of our well wishers we have successfully desilted 285 lakes…

Mittal Patel discusses water mangement

When we started the work of water conservation we found it tough. We also had apprehension about whether we would be successful or not. However doggedly we pursued the task on hand. The result is that till date we have been able to revive 285 lakes

Many have been helpful in this task which is the need of the hour.

The shortage of water has put several villages in a desperate situation. Our Prime Minister Shri Narendra Modi has been promoting the concept of “catch the rain” for the last two years. The conservation measures have been initiated in these last 2 years. This mission of conservation of water should continue unabated. 

We have been desilting the lakes since last many years in order that the rain water is conserved in larger quantity. This work needs to be done more intensely.  We have started this mission apart from Banaskantha in Patan too. 

We desilted Banaskantha‘s old lake  with the help received from the villagers and Sanjaybhai Shah of Star Chemicals. Sanjaybhai has been helping VSSM in its water conservation & other works. It is because of well wishers like him that we have successfully desilted 285 lakes. We wish that more villages need to take this mission seriously so that more rain water is conserved in the lakes and the problem of water scarcity is resolved.

જળસંચયનું કાર્ય આરંભ્યુ એ વેળા આ કાર્ય બહુ અઘરુ લાગ્યું. સફળ થઈશું એ પ્રશ્નો પણ થયા. પણ ડગ્યા વગર લાગ્યા રહ્યા. એટલે 285 તળાવોનું નવીનીકરણ કરી શક્યા. ઘણા સ્વજનોએ આ કાર્ય માટે મદદ કરી એટલે આ શક્ય બન્યું. આજના સમયમાં આ સૌથી અગત્યનું કામ..
પાણીને લઈને વિકટ સ્થિતિમાં દેશના અનેક ગામો મુકાયા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઈન અભીયાન બે વર્ષ પહેલાં શરૃ કરેલું.. એ દરમ્યાન ગામોમાં વરસાદી પાણી રોકવા ઘણા પ્રયત્નો સરકારી રાહે થયા. પણ આ અભીયાન સતત ચાલે તે જરૃરી..
અમે વરસાદના ટીપે ટીપાને બચાવવા તળાવો ઊંડા કરવાનું કામ પાછલા ઘણા વર્ષથી કરીએ. પણ આ પ્રત્નોમાં હજુ સઘન કરવાની જરૃર છે. બનાસકાંઠા ઉપરાંત પાટણમાં પણ અમે તળાવો ઊંડા કરવાની મુહીમ હાથ ધરી.
બનાસકાંઠાનું જુના મોજરુનું તળાવ અમે ગામ અને આદરણીય સંજયભાઈ શાહ- સ્ટાર કેમીકલની મદદથી ખોદ્યું. સંજયભાઈ વર્ષોથી VSSM ને જળસંચય અને અન્ય કામોમાં સહયોગ કરે તેમના જેવા સ્વજનોની મદદ છે માટે જ 285 તળાવો ઊંડા કરી શક્યા છીએ.
ગામો પણ પોતાની રીતે તળાવો ઊંડા કરવા કટીબદ્ધ થાય ને ગામમાં વરસતા વરસાદના ટીપે ટીપાનું સરનામુ ગામનું જલ મંદિર બને તેવી અભ્યર્થના…
#MittalPatel #waterstories #WaterStorage #WaterManagement #vssm
VSSM have successfully desilted 285 lakes
Mittal Patel and others at Water Mangement site

Lake after deepening

Water Management site

VSSM have been instrumental in building homes for Bharthari families in Raigadh village of Sabarkantha district

Bharthari women greets Mittal Patel

We have been instrumental in building homes for 1600 families.

This figure of 1600 is inconsequential considering that there are millions of homeless people in this world. However, we are happy to have done our bit with the help of several well wishers. Moreover we have not stopped at 1600.  In Raigadh village of Sabarkantha we are building  No. 1601 to No.1606 homes. In this endeavour we were helped by Shri Nitin Sumant Shah of Heart Foundation & Research Institute. A very large hearted person, he helps us in various ways apart from house construction.

Seeing their houses getting constructed, Bharthari families were extremely happy. Government provides subsidies of Rs 1.20 lakh per house. The Bharthari families also took loans and gave us money and the balance was contributed by Shri Nitinbhai. Thus with the joint efforts, we could provide homes for the families which have since centuries been nomads and have never ever stayed in properly constructed homes.  Ugarkaka, an elderly from the Bharthari community, said several people asked as to how we could manage to construct such houses when we have spent our lives singing hymns and rhymes ? How did we get so much money ? Ugarkaka laughed and said “we built such houses which gave us pride. Those who have nobody, God is with them”

We are thankful to the Government, Panchayat and respected shri Nitinbhai. They all had kind feelings which made this possible.

We pray to God that we continue to add more to 1600 and also keep on adding more well wishers in our mission. 

 અમે 1600 પરિવારોના ઘરો બાંધવામાં નિમિત્ત બન્યા..

આ આંકડો આ જગતમાં રહેતા ઘર વિહોણાની સંખ્યામાં કીડીના પગ જેટલો. પણ આ નાનકડું કામ VSSM સાથે સંકળાયેલા સ્વજનો મારફત કરી શક્યાનો હરખ.

વળી 1600થી અમે અટક્યા નથી. સાબરકાંઠાનું રાયગઢ ત્યાં 1601 થી લઈને 1606 નંબરનું ઘર બાંધી રહ્યા છીએ. એમાં મદદ કરી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના શ્રી નિતીન સુમંત શાહે.. એકદમ દરિયાદીલ વ્યક્તિ. અમને ઘર બાંધકામ સિવાય પણ અન્ય કામોમાં મદદ કરે. 

ઘર બંધાતા જોઈને ભરથરી પરિવારો તો રાજી રાજી. ઘર બાંધકામમાં સરકારે 1.20 લાખની મદદ કરી. ઉપરાંત આ પરિવારોએ પણ અમારી પાસેથી લોન લઈને એક રકમ ઉમેરી બાકીની નીતિનભાઈએ આપી. 

આમ સહિયારા પ્રયાસથી સદીઓથી રઝળપાટ કરનાર અને કદીએ પાક્કા ઘરમાં ન રહેલા પરિવારોના ઘર બંધાવાના શરૃ થયા.

ઉગરાકાકા કહે, ‘અમારા ઘર બંધાતા જોઈને ગામના ઘણાએ કહ્યું, અલ્યા તમે તો હાલરડાં ને ભજનો ગાનારા તમારી પાહે આવા અસલ ઘર બાંધવા આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?’ આટલુ કહી ઉગરાકાકા હસ્યા. પછી પાછુ કહ્યું, ‘વટ પડી જાય એવા ઘર બાંધ્યા. જેનું કોઈ નથી એના ભગવાન તો છે ને?’ 

સરકાર, પંચાયત અને આદરણીય નીતિનભાઈના અમે આભારી. આ બધાની લાગણી હતી એટલે આ કામ થયું.

બસ 1606 થી આગળ આંકડા લખ્યા કરીએ એવી રીતે સૌને સાથે જોડવા ઈશ્વરને પ્રાર્થના…

#MittalPatel #vssm #guestspeaker

Mittal Patel meets Bharthari families of Raygadh village
Bharthari women sharing their happiness with Mittal Patel

Ugarkaka tells to Mittal Patel that they built such homes that
gives them pride

Mittal Patel visits Housing site in Raygadh

Ongoing Construction in Raygadh

Mittal Patel with UgarKaka

Mittal Patel visits Bharthari settlement

Mittal Patel meets Bharthari Families

Mittal Patel with Bharthari families