VSSM has been providing a monthly ration kit to Lilakaka and Dhulikaki so that they do not have to be at the mercy of others…

Mittal Patel assures Lilakaka and Dhulikaki that VSSM will
be with him all the way

To some, ageing is a punishment. How to survive years when living even a moment seems an eternity?

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura. The couple has no children. They worked as labourers until body supported; they are old and weak now, kaka is bedridden due to some medical condition. Kaki cannot leave his side. Recently, kaka’s health condition worsened, he lost his ability to speak.

It is their neighbours who sustain them. VSSM has been providing a monthly ration kit to them so that they do not have to be at the mercy of others.

I recently visited the Kaka-Kaki to inquire about their well-being. Kaka sat upon his charpoy, he was trying to tell me something, but he couldn’t speak. We could not comprehend what he was trying to say, but we assured him that we will be with him all the way.

VSSM’s Shankarbhai was the first to reach and identify this couple who reside in a remote region. And many like them need support to spend their silver years with dignity.

VSSM nurtures 185 such destitute elderly, each of whom receives a monthly ration kit of Rs. 1200.

It is believed one should give away 10% of their income for the welfare of those in need.

If you wish to adopt an elderly, do get in touch with Nitinbhai on 9099936013 or Dimpleben on 9099936019

ઘડપણમાં ઘડી કાઢવી મુશ્કેલ ત્યાં દિવસો કેમના નીકળે?

#પાટણના #જસુપુરામાં નિસંતાન લીલાકાકા ને ધુળીકાકી રહે.

મજૂરી થતી ત્યાં સુધી કરી. પછી શરીર થાક્યુ.. ને છેલ્લા કેટલાક વખતથી તો કાકાએ ખાટલો ઝાલ્યો. હવે કાકી એમને મુકીને ક્યાંય ન જઈ શકે.

જો કે આટલું ઓછુ હતું ત્યાં હમણાં કાકાની વાચા ગઈ.

પડોશીઓના સહારે નભતા આ દંપતીને અમે દર મહિને રાશન આપીએ મૂળ કોઈની ઓશિયાળી વેઠવીન પડે માટે…

હમણાં એમની ખબર પુછવા ગઈ. અમને જોઈને કાકા ખાટલામાં બેઠા થયા. કશુંક કહેવું હતું પણ બોલી ન શક્યા. મે રજા માંગી ત્યારે પણ બોલવું હતું પણ ન બોલાયું..

એ શું કહેવા માંગે છે તે ન સમજાયું પણ અમે સાથે છીએ ચિંતા ન કરોનું અમે કાકાને કહ્યું.. 

અમારા કાર્યકર શંકરભાઈએ આ માવતરને શોધ્યા.. અંતરિયાળ ગામડાંઓમાં કેટલાય લોકો છે જેમને આપણી મદદની જરૃર છે.. ત્યારે અમે અમારાથી થતું કરીએ..

આવા 185 થી વધુ  માવતરોને અમે સાચવીએ.. પ્રત્યેકને માસીક રાશન આપવાનો ખર્ચ 1200 રૃપિયા. 

કહે છે કમાણીનો દસમો ભાગ સતકાર્યો માટે કાઢવો જોઈએ.. 

તમને આવી ઈચ્છા થાય, માવતરને દત્તક લેવાની ઈચ્છા થાય તો ચોક્કસ સંપર્ક કરજો અમારા નિતીનભાઈ- 9099936013  અને ડિમ્પલબેનનો – 9099936019

#MittalPatel #vssm #માવજતકાર્યક્રમ

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura

Mittal Patel meets Dhulikaki and Lilakaka

VSSM cares and nurtures 184 elders like Champa Ma…

Mittal Patel meets Champa Ma


“See, I made you laugh,” Champa Ma.

Champa Ma has lost her eyesight and ability to work. It has been  years she lost her husband, there is no one in the family. A lady from Thakkar community in Shihori provided refuge to Champa Ma, but after her demise Champa Ma had nowhere to go. Later, when she remembered Shihori’s Babubhai Raval, Champa Ma landed at his doorstep, the family embraced her and provided space to stay. On learning about her, VSSM started providing a monthly ration kit so that Babubhai’s family did not feel the burden and Champa Ma also remained a little relaxed.
As you can see in the images, Champa Ma adores her twin goats. “We cannot tie these goats away from her, Champa Ma would start shouting otherwise, and the goats also start bleating if they don’t see Champa Ma around!” Babubhai shared. We all broke into hearty laughter after hearing Babubhai.
“I cannot be of any service to others, at least  I can take care of these goats. Ben, I felt really good that you came all the way to meet us.” Champa Ma shared as she reached out for my hand and held it.
“I too had come here to listen to this warm words of yours.” Champa Ma laughed again after she heard me say this.
VSSM cares and nurtures 184 elders like Champa Ma. We provide them ration kits or food (if they are unable to cook for themselves), anticipating that their later years are free from stress of finding food. One ration kit costs Rs. 1200, it gives food security to one individual for a month. And if we have more individuals like Babubhai, the world would be a better place.
 The efforts of our Ishwarbhai and Kanubhai who remain relentless in ensuring help reaches those who deserve it the most.
તમે મને હસાડી દીધી… એવું ચંપામાએ હસતા હસતા કહ્યું…
એમની આંખોના દિવા ઓલવાઈ ગયા છે. હાથપગ પણ ઝાઝુ કામ નથી કરતા. એમના પતિને ગુજરે ગયે વર્ષો થયા. પરિવારમાં પણ બીજુ કોઈ નહીં. આવા નોંધારા થયેલા ચંપામાને વર્ષો પહેલાં શિહોરીના એક ઠક્કર બહેને આશરો આપેલો. પણ એ બહેન અવસ્થા થતા દુનિયા છોડી ગયા. ક્યાં રહેવું એ પ્રશ્ન ચંપા મા સામે હતો.
ત્યાં એમને યાદ આવ્યા શિહોરીમાં રહેતા બાબુભાઈ રાવળ. ચંપા મા બાબુભાઈના ઘરે આવ્યા ને કાયમી આશરો આપશોનું કહ્યું. બાબુભાઈ અને એમના પરિવારે હા પાડી ને ચંપા મા રહી પડ્યા બાબુભાઈના ઘરે… 
અમારા ધ્યાને ચંપામા આવ્યા. અમે દર મહિને એમને રાશન આપવાનું શરૃ કર્યું. જેથી બાબુભાઈને ટેકો રહે ને ચંપામાના જીવને પણ સાવ માથે નથી પડ્યાનો હાશકારો થાય. 
આ ચંપામાને ફોટોમાં દેખાય એ બકરી ઘણી વહાલી. બાબુભાઈ કહે, બકરીને અમારાથી ક્યાંય આઘી પાછી બંધાય નહીં જો બાંધીએ તો ચંપામા રાડો પાડે ને ચંપા મા ક્યાંક આઘા પાછા થાય તો બકરીબેન રાડો પાડે.. બાબુભાઈની વાત સાંભળી અમે સૌ હસ્યા ત્યાં ચંપા મા કહે, ‘મારાથી બીજી સેવા નથી થતી પણ આ બકરીની તો કરુ..પણ બેન તમે આવ્યા તે મને ખુબ હારુ લાગ્યું..’ એમ કહીને એમણે મારો હાથ શોધ્યો ને પકડ્યો… 
બસ આ હારુ લાગ્યું એ સાંભળવા જ તમારી પાસે આવી હતી.. મારી વાત સાંભળી એ ફરી હસ્યા..ચંપા મા જેવા બીજા 184 માવતરોને અમે સાચવીએ. દર મહિને રાશન તો ક્યાંક જમવાની વ્યવસ્થાઓ કરીએ જેથી એમની પાછલી જિંદગી સુખેથી જાય.. એક માવતરને માસીક 1200નું રાશન આપીએ..જેથી એમને કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય..બાબુભાઈ જેવા માણસોને જોઈને દુનિયા જીવવા જેવી લાગે.. 
અમારા કાર્યકર ઈશ્વર અને કનુભાઈનો આભાર.. તેમણે ચંપામાને શોધ્યા ને વિગત અમારા સુધી પહોંચાડી… 
#MittalPatel #vssm

Champa Ma held Mittal Patel’s hand and thanked her 

Champa Ma with her Monthly ration kit

Chamapa Ma adores her twin goats

 

VSSM, with financial assistance from Rosy Blue India we planted more than 3000 trees in Surana’s cemetery and school premises…

Mittal Patel visited tree plantation site

A village pledging to raise trees; what more could we ask for? The villagers of Banaskantha’s Surana village did not wait for others to come and work for the betterment of their village, they decided to work for themselves beginning with cleaning the gando-baval covered cemetery. They also enclosed the area with a compound wall and barbed wire fence and created water facility. It was after they accomplished these tasks that they contacted us for tree plantation. When the partners are so proactive, how can we not support? VSSM, with financial assistance from Rosy Blue India we planted more than 3000 trees in Surana’s cemetery and school premises.

Chandubhai has been assigned the responsibility of Vriksh-Mitra, he will care and nurture the saplings for 3 coming three years. VSSM will pay him the remuneration for the responsibilities he will carry out. Arrangements have also been made for drip irrigation to avoid wastage of water. Surana Sarpanch and many other leaders have been helping us with the plantation but Virambhai works with same passion as that of Vriksha Mitr.

Our team members Naranbhia, Chiragbhai and Ishwarbhai are working hard to ensure maximum trees are planted this monsoon. It is due to them we could find such responsible villages to work with.

Hoping for a Banaskantha that is so green that the Rain Gods find no reason to not bless them with rains and water…  

ગામ પોતે વૃક્ષ ઉછેર માટે કટીબદ્ધ થાય એનાથી રૃડુ એકેય નહીં. કોઈ આવે ને મારા ગામમાં લોક કલ્યાણાના કાર્યો કરે એની રાહ બનાસકાંઠાના સુરાણાગામના લોકોએ ન જોઈ. જાતે કટીબદ્ધ થયા ને ગામનું બાવળ આચ્છાદીત સ્મશાન સાફ કર્યું. તેની ફરતે દિવાલ અને જરૃર પડી ત્યાં તાર ફ્રેન્સીંગ કર્યું. સાથે પાણીની વ્યવસ્થા પણ. 

આમ પચાસ ટકા કાર્ય પૂર્ણ કર્યા પછી અમને વૃક્ષ ઉછેરમાં મદદ માટે કહ્યું. આવા જાગૃતગામમાં તો હોંશે હોંશે મદદ કરવાનું મન થાય. અમે રોઝી બ્લુ ઈન્ડિયાની મદદથી સુરાણાના સ્મશાનમાં અને નિશાળમાં 3000 થી વધુ વૃક્ષો વાવ્યા ને હજુ વધારે વૃક્ષો વાવવાનું ચાલુ છે.

ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોની સંભાળ ગામના ચંદુભાઈ રાખશે.. અમે એમને મહેતાણું આપીશું. પાણી માટે ડ્રીપની વ્યવસ્થા પણ કરી જેથી પાણીનો બગાડ ન થાય. 

ગામના સરપંચથી લઈને ઘણા આગેવાનો આ કાર્યમાં મદદ કરે. પણ વીરમભાઈની મદદ વૃક્ષમિત્ર જેટલી જ..

અમારા કાર્યકર નારણભાઈ, ચીરાગભાઈ અને ઈશ્વરભાઈની મહેનત ઘણી.. આવી સરસ જગ્યાઓ શોધવાનું તેમના શીરે… 

જળ દેવને બનાસકાંઠામાં મન મુકીને વરસવું ગમે એવું હરિયાળુ બનાસકાંઠા ઝટ બને એવી અભ્યર્થના…

#MittalPatel #vssm #tree

#treeplanting #trees #savetrees

#Environment #GreenCover

#village #greenvillage #ecofriendly

#Banaskantha #Gujarat #india

Villagers of Banaskantha’s Surana village did not wait for
others to come and work for the betterment of their village

VSSM planted more than 3000 trees in Surana’s cemetery
and school premises.

Tree plantation site

Arrangements have also been made for drip irrigation to
avoid wastage of water

Under the Sanjivani Aarogya Setu program VSSM supports Rahul Gadaliya’s medical treatment…

Rahul Gadaliya meets Mittal Patel to express his gratitude

Rahul resides in Anand’s Sihol. 8 years ago he recovered from a freak injury which left some damage to his leg.  He always complained about leg ache. Rahul is 22 years old now but the pain in his leg had become unbearable. The family showed his condition to numerous hospitals but no one was able to diagnose the condition. Finally, at a private hospital a treatment costing more than a lac rupees was prescribed.

Rahul Gadaliya’s family sells toys for living, they did not have that kind of money.

Someone in Rahul’s extended family knew VSSM and its work, they knew we assisted people in need receive proper treatment. It was suggested to bring Rahul to Ahmedabad’s Civil Hospital and spoke to VSSM’s Kiran after inquiring if he would help through the treatment. 

Kiran informed Rahul to come to Ahmedabad without any worry or fear. Kiran was operated at Ahmedabad Civil and discharged after 11 days of stay at the hospital. He is much better now. After his discharge Rahul was in the office to express his gratitude. “I had not imagined to make it through this condition. I was tired of my visits to the clinics and hospitals. Everyone had advised me against treatment at Civil hospital, but here I am because of the assurance you had given me. I am much better now.”

Under the Sanjivani Aarogya Setu program VSSM supports medical treatment of the individuals who cannot afford medical treatments. Our dear Krishnakant Uncle and Indira Auntie have been providing financial assistance in this initiative.

We are so very grateful for the support they have been. 

There are many like Rahul who cannot afford treatment at private hospitals for whom Civil Hospital is a good alternative. If you know anyone in need of treatment do get in touch with Kiranbhai at +91 84017 26987. 

રાહુલ આણંદના સિહોલમાં રહે.. 8 વર્ષે પગમાં કાંઈક ઈજા થઈ એ વખતે તો સાજા થઈ જવાયું. પણ કોણ જાણે શું ખામી રહી તે પગમાં સતત દુખાવાની ફરિયાદ રહ્યા કરે.. હાલ એમની ઉંમર 22 વર્ષની પણ છેલ્લા બે વર્ષથી તો પીડાએ જીવવું દોઝખ કરી નાખેલું. 

કાંઈ કેટલાય દવાખાને બતાવ્યું પણ દરદ પકડાય નહીં. છેવટે એક ખાનગી હોસ્પીટલે દરદના ઈલાજ માટે એક લાખથી વધુનો ખર્ચ કહ્યો.

રમકડાં લાવીને વેચવાનું કામ કરતા રાહુલભાઈ ગાડલિયા કે તેમના પરિવાર પાસે નાણાંકીય સગવડ નહીં..

રાહુલભાઈના સગા vssmના કામોથી પરિચીત. અમદાવાદ સિવીલમાં અમે સાથે રહીને આ પ્રકારની બિમારીવાળા દર્દીની સારવારમાં મદદ કરીએની વાત એ જાણે. એમણે રાહુલને અમદાવાદ સીવીલમાં બતાવવા કહ્યું ને અમારા કાર્યકર કીરણ આ કાર્યમાં મદદ કરશેનું કહી કીરણ સાથે વાત કરી.

કીરણે ચિંતા વગર અમદાવાદ આવવા કહ્યું.  અમદાવાદ આવ્યા પછી ઓપરેશન થયું.11 દિવસ હોસ્પીટલ રહેવું પડ્યું. પણ હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે.

આજે હોસ્પીટલમાંથી રજા આપી એ આભાર માનવા ઓફીસ પર આવ્યા. રાહુલભાઈએ કહ્યું, ‘બચવાના કોઈ આસાર નહોતા. દવાઓ ને દવાખાનાથી થાક્યો હતો. સિવીલ માટે તો સૌ કોઈ ના પાડે પણ તમે ભરોષો આપ્યો ને હું આવ્યો. જુઓ હવે મને સારુ છે’

અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આવા દર્દીઓને મદદરૃપ થવાનું કરીએ છીએ. જરૃર પડે આર્થિક મદદ પણ કરીએ. આ કાર્ય માટે આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા આંટી મદદરૃપ થઈ રહ્યા છે એમનો ખુબ ખુબ આભાર…

રાહુલભાઈ જેવા ઘણા દર્દીઓ જેઓ પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા તેવા દર્દીઓ માટે સીવીલ ખુબ સારો વિકલ્પ છે. આ માટે જરૃર પડે અમારા કાર્યકર કિરણભાઈ – +91 84017 26987નો સંપર્ક કરી શકાય. 

#MittalPatel #vssm

We feel lucky to have received abundant love from these communities…

Mittal Patel with Lalvadi and Fulvadi community

Our charming Lalvadi and Fulvadi, whenever they come to meet me there is always this request for a clicking a picture together. “Ben, one picture?” and they all fall arrange themselves around me for a photo.

“What will you all do with these pictures?” I would retort.

“Memories!” they would reply.

But I know that the fact is slightly different.

This community continues to wander for work, when they land up in an unwanted situation or face some kind of harassment they are quick to pull out an album from their Jhola and show off the people they know. The images include ministers, government officials. I know they would also include this image they captured today.

What can be better than a  picture that can bring sense of warmth and security…

I feel lucky to have received abundant love from these communities. 

અમારા લાલવાદી અને ફુલવાદી..

જ્યારે મળવા આવે ત્યારે બેન એક ફોટો કહી હું કશુંયે કહું એ પહેલાં જ ગોઠવાઈ જાય..

હું હંમેશાં પુછુ શું કરશો ફોટોનું તો કહે સંભારણું…

પણ સાચી હકીકત થોડી જુદી…

કામ ધંધા માટે ગામે ગામ વિચરણ તો એ આજેય કરે.. કોઈ હેરાન પરેશાન કરે તો ઝોળીમાંથી આલ્બમ કાઢીને જુઓ કોણ કોણ ઓળખે એ બતાવે..

આમ તો આલ્બમમાં મોટે ભાગે મંત્રી, અધિકારીઓના ફોટો વધુ હોય.. 

એમાં ક્યાંક હવે આનોય ઉમેરો થશે….

ફોટોથીયે કોઈને હૂંફ, સુરક્ષા મળે એનાથી રૃડુ શું?

કુદરતે આ બધાનો ખુબ પ્રેમ આપ્યો…એ રીતે હું નસીબદાર…

#MittalPatel #vssm #ફુલવાદી #લાલવાદી

#vadee #nomadic #denotified 

#nomadiclife #denotifiedtribe

There is a growing awareness and encouraging response to the tree plantation campaign in Banaskantha…

Mittal Patel visits tree plantation site and everyone prayed
together

The youth associated with Juna Deesa’s  Ramdevpir Temple requested us to conduct plantation on the temple premises. To safeguard the trees, a boundary wall  surrounding the temple was also constructed collectively.

The indents to plant the saplings, bringing and planting the saplings, drip irrigation facility and appointing ‘tree-friend’ was also done collectively by VSSM, Rosy Blue India Private Limited, MNREGA and Department of Forest.

A small prayer to the Nature God is a prerequisite, there was great enthusiasm on the day of pujan, VSSM received a very warm welcome. Everyone prayed together and seeked blessings for the trees and fulfilment of the task on hand.

There is a growing awareness and encouraging response to the tree plantation campaign in Banaskantha, if this continues we will soon have greener and water sufficient Banaskantha

વૃક્ષ ઉછેર કાર્યક્રમ…

જૂના ડીસાના રામદેવપીર મંદિર સાથે સંકળાયેલા યુવાનોએ મંદિરના પ્રાંગણમાં વૃક્ષો ઉછેરવા અમને વિનંતી કરી.

જગ્યા ફરતે દિવાલ ગામના સૌએ ભેગા મળીને બનાવી. વૃક્ષ વાવવા ખાડા, વૃક્ષો લાવવાનું અને વાવવાનું, પાણી માટે ડ્રીપની વ્યવસ્થા તેમજ પગારદાર માણસને રાખવાનું VSSM રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. તેમજ મનરેગા યોજના અને વનવિભાગના સહયોગથી કર્યું. 

વૃક્ષ વાવતા પહેલાં એનુ પુજન તો કરીએ જ.. આ પુજનના દિવસે ગામના સૌએ બહુ પ્રેમથી આવકાર આપ્યો ને સાથે મળીને અમે સૌએ પ્રકૃતિદેવને પ્રાર્થના આ કાર્યમાં બરકત આપજેની કરી.. 

વૃક્ષોની વાવણીને લઈને બનાસકાંઠામાં સરસ ઉત્સાહ જાગ્યો છે. આવો ઉત્સાહ રહેશે તો બનાસકાંઠાને હરિયાળો બનતા કોઈ રોકી નહીં શકે…

#Mittalpatel #vssm

VSSM received a very warm welcome

Mittal Patel and others plant the saplings 

Everyone prayed together and seeked blessings for the trees

Everyone prayed together and seeked blessings for the trees

Everyone prayed together and seeked blessings for the trees

Everyone prayed together and seeked blessings for the trees

Everyone prayed together and seeked blessings for the trees

VSSM received a very warm welcome

VSSM received a very warm welcome

VSSM received a very warm welcome

VSSM received a very warm welcome

VSSM’s team takes good care of such needy elderly like GangaMa…

Mittal Patel meets GangaMa

“Why would you ask for a ration from us when others in the village are taking good care of you and providing ration to you as well?!”

“I am from this village, the people who provide feel the burden in doing so, they do not tell me so, but I can comprehend. There is a sense of awkwardness when we meet almost daily. While you outsiders, I will not be meeting you daily, so there is a little ease in asking from you!!”

Benap’s Gangama effortlessly eased off the burden of taking and giving. Of course, giving and helping the poor has never been a burden for us. 

Gangama’s husband passed away seven years ago, living behind Gangama and their son Sendhabhai who suffered some mental issues.

As age progressed, Gangama began experiencing physical challenges and mobility issues, requiring her to depend on the villagers to provide her. The residents of Benap are a generous lot especially, its sarpanch Paragbhai and other leaders. The moment  Ganagama went and stood before them they would provide grains, pulses, milk, buttermilk even before she would ask for help. Once we began providing her with the ration kit, it brought her peace, she need not have to worry about bringing food to her plate. While we were taking her leave she remarked, “Instead of Bajri flour give us the grains, I will get it milled. These flour suppliers adulterate it a lot.”

I liked the way Gangama instructed us with much authority, she considered us her own. “Sure we will send Bajri instead of flour,” we assured her before leaving Benap.

VSSM’s team takes good care of such needy elderly. Gangama is looked after by our Bhagwanbhai. VSSM is fortunate to have such hardworking and compassionate team members.

We are grateful to all of you who help us support 165 such needy elderly. It has helped us bring peace and wellness to these elders during the fag end of their lives.

ગામના સૌ તમારુ ધ્યાન રાખે અનાજ પણ આપે તો પછી તમે અમારી પાસેથી રાશન કેમ માંગ્યું?’

‘મુ આ ગોમની કેવરવું. જીમની પાહે મોહુ ઈમન મન જોઈન્ ભાર લાગ્. એ બચારા ના નઈ પાડતા પણ મારુ મન બહુ કચવાય. પણ તમે તો બારના. તમારી પાહે મોગી હકાય અને આપણે ચો રોજ રોજ મળવાના. એટલ તમન્ ક્ મન કોઈ ભાર ના રે..’

કેવી સરસ વાત બેણપના ગંગામાને માંગવાનો ને અમને આપવાનો ભાર ન રહે.. 

આમ જુઓ તો અમે નિમિત્ત હતા એટલે  ભાર તો અમનેય શાનો રહે…

ગંગામાંના પતિ સાત વર્ષ પહેલાં ગુજરી ગયા. પરિવારમાં એક દિકરો સેંધાભાઈ પણ એમની માનસીક સ્થિતિ ઠીક નહિ .

ઉંમર થતા હાથ પગ ચાલતા બંધ થયા. ગામની ઓશિયાળી વેઠવાની થતી. જોકે બેણપ ગામ સરસ ને એમાંય સરપંચ પરાગભાઈને એમના જેવા બીજાય ઘણા દયાવાન. ગંગામા એમની પાસે જઈને ઊભા રહે તો માંગ્યા વગર લોકો બાજરી, મગ, દૂધ, છાશ આપી દે..પણ અમે રાશનકીટ આપવાનું શરૃ કર્યું પછી એમને ઘણી શાંતિ થઈ ગઈ…

એમને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યાં એમણે કહ્યું, ‘બાજરીના લોટ કરતા આલીખા બાજરી આલજો.  આ લોટવાળા મારા બેટા ભેળશેળ કર. એટલ દળાબ્બાનું મુ કરી લઈશ. ઈની ચિંત્યા તમે ના કરતા..’

કેવા અધિકારથી ગંગામા વાત કરે મને ખુબ ગમ્યું.. હવેથી બાજરી આપીશુંની કહી અમે બેણપમાંથી વિદાય લીધી….. 

અમારા કાર્યકરો આવા માવતરોનું ખુબ ધ્યાન રાખે ગંગામાનું ધ્યાન અમારા ભગવાનભાઈ રાખે…આવા સરસ કાર્યકરો મળવા એ પણ નસીબ…

ને ગંગામા જેવા 165 માવતરોને રાશન આપવામાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર… એમના સહયોગથી જ આવા માવતરોને જીવનના અંતિમ તબક્કામાં સાતા આપવાનું કરી શકાય છે.

#MittalPatel  #vssm

Gangama talks with Mittal Patel

GangaMa with her ration kit provided by VSSM

VSSM became instrumental in providing medical assistance to Shantibhai…

Mittal Patel with Shantibhai and Manjuben at VSSM office

“Hello, Ben I am calling from Ahmedabad’s Civil Hospital. Deesa’s Virchandbhai has shared your reference with me, he asked me to call you and that you would help me!”

“Let me know how can I help you?”

“My husband’s eye has popped out, we took him to Palanpur hospital but the doctors there asked us to bring him to Ahmedabad Civil.”

A worried and anxious Manjuben from Patan called up to share her husband’s condition, from her talk we could comprehend that her husband is suffering from Mucormycosis.

This was in May, when the cases of mucormycosis were on the peak. It was difficult to procure injections to treat this deadly infection. I had asked them to remain in Civil and undertake the treatment.

All of a sudden, four days later, the thought of Manjuben crossed my mind. I called to inquire about Shantibhai’s her husband’s condition.

“He is not doing good, the condition of his eye has worsened. He is unable to open his one eye. I have vowed to not wear footwear until he recovers completely. I am afraid, what if he…”

I could sense that Manjuben was in tear at the other end, her voice choking. I asked her to have faith in God and send me her husband’s reports.

We showed the report to Dr. Dipenbhai and Dr. Sapanbhai who had already treated two of our patients. The recommended  immediate surgery.  But the issue was of injections. The doctors had 4 days’ worth of injection supply post which we would have to arrange ourselves.

We were in deep turmoil. What if we are unable to find more injections after withdrawing them from civil hospital.

For a moment I thought why did I call to inquire about his health. But then took it as an indication from Almighty. We moved Shantibhai from Civil hospital to another private hospital and an emergency operation was performed. Since Manjuben did not have enough financial resources we appealed for help to Chandrakant uncle who made some funds available. Apart from this the Raval community was also called for financial assistance. We had road blocks for injection but in the end everything fell into place.

“I want to meet you before leaving..” Manjuben called up after Shantibhai was discharged for the hospital after 21 days.

Next day the couple came to our office and showered lot of affection on us. VSSM’s Nitin had formed a bond with them as he remained by their side throughout the treatment.

“I want a picture of us together,” Manjuben posed next to me, with her hand behind my back just as friends would do!!

“Be grateful to the Almighty, and be ready to help anyone in need.” I told them as they kept thanking me for taking care of them.

Both agreed as they walked out of the office. I observed Manjuben had her footwear on, her faith us preserved…

 ‘હેલો બેન મુ અમદાવાદ સીવીલથી બોલું. ડીસાવાળા વિરચંદભઈએ તમારો નંબર આલ્યો. ઈમને કીધું કે બેન મદદ કરશે તે ઈમન ફોન કરજો..’

‘શું મદદ જોઈએ?’

‘માર જીગાન પપ્પાન ઓસ્યોમોં બળ્યું નોમય નઈ આવડતું પણ ડોળો આખો બાર આઈ જાય ઈમ હુજી ગ્યું હ્. પાલનપુર વતાડ્યું પણ ડોક્ટરે કીધુ ક અમદાવાદ સીવીલમાં લઈ જો તે..’

પાટણના મેત્રાણાના મંજુબહેને સેલફોન પર ચિંતાતુર આવજે આ કહ્યું. તેમના પતિને મ્યુકર માઈકોસીસ – કાળીફુગ થયાનો અમને ખ્યાલ આવ્યો.

મે મહિનાની આ વાત એ વખતે આ રોગના ઈન્જેકશનની ઘણી રામાયણ હતી એટલે સીવીલમાં રહીને સારવાર લેવા માટે મે એમને કહ્યું. 

એ પછી ચારેક દિવસ પછી મંજુબહેન અચનાક યાદ આવ્યા. એમના ધરવાળા શાંતીભાઈની તબીયત કેમ છે એ પુછવા મે ફોન કર્યો..

મંજુબહેને કહ્યું, ‘નઈ હારુ બેન. એક ઓસ(આંખ) મોં રોગ થ્યો હ્. એ ઓખ હપ્પુજી નઈ ખુલતી. ઈમન હારુ ના થાય તો હુદી અડવોણા(ખુલ્લા) પગે રેવાની મોનતા મોની હ્. પણ મન બહુ બીક આવહ્. ઈમન કોક..’

મંજુબેનનો અવાજ ભીનો થઈ ગયો એ આગળ કશું બોલી ન શક્યા… મે એમને ભગવાન પર શ્રદ્ધા રાખવા કહ્યું ને શાંતીભાઈના રીપોર્ટ મંગાવ્યા.

કાળી ફુગના બે દર્દીઓની સારવાર અમે જેમની પાસે કરાવી હતી તે ડો. દીપેનભાઈ અને ડો.સપનભાઈને અમે રીપોર્ટ બતાવ્યા. એમણે તત્કાલ ઓપરેશન કરવા કહ્યું. પણ મુદ્દો ઈન્જેક્શનનો હતો. ડોક્ટરે કહ્યું ચાર દિવસના ઈન્જેકશન મારી પાસે છે પછીનું ગોઠવવું પડે. અમે ભારે મૂંઝવણમાં. સીવીલમાંથી એમને બહાર લઈ આવીએ પછી ઈન્જેક્શન ન મળે તો?

એક વખત તો સમાચાર પુછવા ફોન શું કામ કર્યો એવું પણ થયું પણ પછી ઈશ્વરનો જ સંકેત હોવાનું માની શાંતીભાઈને સીવીલમાંથી બહાર ખસેડ્યા ને તત્કાલ ઓપરેશન થયું. મંજુબહેન પાસે આર્થિક સગવડ નહીં અમારા આદરણીય ક્રિષ્ણકાંત અંકલને આ અંગે વાત કરીને એમણે એ માટે મદદ કરી. આ સિવાય રાવળ સમાજે પણ ઉઘરાણું કરીને મંજુબહેનને મદદ કરી. ખેર ઈન્જેકશન માટે થોડી તકલીફ થઈ પણ છેવટે બધુ ગોઠવાયું. 

હોસ્પીટલમાં 21 દિવસ રહ્યા પછી શાંતિભાઈને રજા આપી. મંજુબહેનનો ફોન આવ્યો, ‘તમને મળીને જ ઓયથી હેડવું હ્’

બીજા દિવસે એ ઓફીસ પર આવ્યા ને ઘણો પ્રેમભાવ અમારા પર વર્ષાવ્યો. અમારો નિતીન શાંતીભાઈના ઓપરેશનથી લઈને હોસ્પીટલની દોડાદોડીમાં એમની સાથે રહેલો તે એ તો એમનો પોતિકો બની ગયેલો.

તમારી હારે ફોટો પડાબ્બો હ્ બેન એવું મંજુબહેને કહ્યું ને બહેનપણીની જેમ મારા ખભે હાથ મુકીને આમ સરસ ઊભા રહ્યા..બેઉ વારંવાર આભાર માનતા હતા. ત્યારે મે એમને કુદરતનો આભાર માનવા કહ્યું ને સમય આવે તમે પણ કોઈ વંચિતને મદદ કરજોનું ખાસ કહ્યું…શાંતીભાઈને મંજુબહેને હા પાડી ને એ બેઉએ વિદાય લીધી.. શાંતિભાઈની સાથે અમારા કેમ્પસમાંથી બહાર નીકળી રહેલા મંજુબહેનના પગ અડવાણા હતા. એમની તેમના શ્રદ્ધા ફળી હતી…

#MittalPatel #vssm

Shantibhai receiving his
treatment in hospital

Shantibhai and Manjuben meets Mittal Patel after he got
discharged from the hospital

VSSM committed to plant trees that were native to the region and helped bring rains…

Banaskantha’s Bukoli village. As evident in the video clip, it’s cemetery filled with gando baval/the mad tree.

“Ben, when someone dies in the village it becomes difficult for all to enter the cemetery. The mad tree is a huge menace!” Sarpanch had shared.

The Sarpanch wanted to plant 10,000 trees in the village and had mentioned to remain by our side even if he did not hold the position of village head.

The community and Panchayat cleaned the cemetery grounds and VSSM committed to plant trees that were native to the region and helped bring rains. The earth of Banaskantha is filled with the mad tree, it helped solve the issue of fodder and fuel but never allowed native trees to flourish in the surrounding. If water facility is made available we plan to plant and raise tall native trees.

We have launched this massive campaign and aim to plant and raise 1 lac trees this year.

May you too choose to invoke Tree God in your village. It definitely will herald good times….

બનાસકાંઠાનું બુકોલીગામ

વીડિયોમાં દેખાય એ સ્મશાન ગાંડાબાવળથી ભરેલું. સરપંચે કહ્યું, બેન ગામમાં કોઈ ગુજરી જાય તો બધા ડાઘુઓ એક સાથે સ્મશાનમાં જઈ ન શકે એવો ગાંડો બાવળ આ સ્મશાનમાં. 

સરપંચની ભાવના ગામમાં દસ હજાર વૃક્ષો ઉછેરવાની. એમણે કહ્યું હું સરપંચ ન હોવું તો પણ આ લક્ષાંકને પૂર્ણ કરવા હું તમારી સાથે… 

આવું સ્મશાન પંચાયત અને ગામે સાથે મળીને સાફ કર્યું ને એમાં વરસાદ લાવવા જવાબદાર વૃક્ષો vssm વાવશે અને ઉછેરશે..

બનાસકાંઠામાં કેટલાય એકર જમીન ગાંડાબાવળથી ભરેલી પડી છે. પાણી નહોતા ત્યારે ગાંડો બાવળ ઠીક પણ પાણીની સગવડ હોય ત્યાં એની જગ્યાએ ઊંચાઈવાળા વૃક્ષો વાવીએ તો એ વરસાદ લાવવામાં પણ ઉપયોગી થશે… 

અમે અભીયાન ઉપાડ્યું છે. આ વર્ષે 1 લાખથી વધુ વૃક્ષો ઉછેરવા છે.. 

તમે પણ તમારા ગામમાં વૃક્ષદેવની સ્થાપના કરો… એ ગામની સુખાકારી વધારશે એ નક્કી…

#MittalPatel #vssm

It was a dream come true for the farmers of the village who had been waiting for years to witness their lake filled with water.

Mittal Patel visits the lake to share the joy and happiness

Water…

I don’t think it needs an introduction.  

The waters of Narmada reached the lake of Banaskantha’s Dama, where the villagers were eager for its arrival. Last year, VSSM had deepened the lake with the support from Jewelex Foundation and community participation. 

The lake belongs to Dama but shares its boundary with Dhedhal. Hence, Dama’s Govakaka and Dhedhal’s Sarpanch Shri Bharatbhai had asked me to come to share the joy when water arrives in the lake… The lake and the joy in people’s hearts were overflowing when I reached the village to share their happiness. 

It was a dream come true for the farmers of the village who had been waiting for years to witness their lake filled with water. VSSM has also deepened the lake well, to ensure that the lake holds enough water and penetrates well to recharge the groundwater tables. 

The community at Dama have ushered water into their village with the utmost respect. We hope for each village to wake up to the need of conserving each drop of water.

Also hoping for the water to seep in and make the underground water table rich with water just like the lakes are…

પાણી..

વ્યાખ્યા આપવાની જરૃર છે?

માર ખ્યાલથી નહીં.

પાણીની કાગડ઼ોળે રાહ જોતા #બનાસકાંઠાના દામાની સીમના #તળાવમાં નર્મદાના નીર આવ્યા. આ તળાવ અમે આ વર્ષે જવેલેક્ષ ફાઉન્ડેશન અને ગામલોકોની ભાગીદારીથી ગાળેલું. તે ગામના ગોવાકાકા ને ઢેઢાલના સરપંચ શ્રી ભરતભાઈએ  (મૂળ તળાવ દામાનું કહેવાય પણ સીમ ઢેઢાલનીયે લાગે) તળાવમાં નીર આવે તો બેન પોણી વધાવવા આવવું પડશે એવું કીધેલું.. તે એ આગ્રહને લીધે ખાસ જવાનું થયું. 

ગામના સૌનો હરખ પાણી ભરાયા એને લઈને ગજબનો..

વર્ષોથી તળાવ છલોછલ ભરાય એ સ્વપ્ન તળાવ આસપાસના ખેડૂતો જોતા એ આખરે સાકાર થયું..  અમે તળાવને ઘણું ઊંડું કર્યું છે જેથી જમીનમાં મહત્તમ પાણી ઉતરે ને તળ રીચાર્જ થાય…  

નીર વધાવવાનો કાર્યક્રમ ઉત્તમ થયો.. 

લોકો પાણીનું મહત્વ સમજતા થયા છે એનો રાજીપો છે.. દરેક ગામ જાગૃત થાય ને વરસાદી પાણીના ટીપે ટીપાને બચાવે એવી અપેક્ષા….

દામા તેમજ ઢેઢાલના લોકો તો પાણીદાર છે હવે એમના ગામના અને સીમના તળ પાણીદાર બને એવી રહેમ નજર માટે કુદરતે પ્રાર્થના… 

#MittalPatel #vssm #Dama

#water #waterforall #water

#savewater #savewatersavelife

#saveearth #groundwater #recharged

Mittal Patel reached the Dama lake to share the happiness
with them

The waters of Narmada reached the lake of
Banaskantha’s Dama

Mittal Patel talks about water conservation