Mittal Patel with the Bharthari families of Bhiloda |
There is a person or a family in deep trouble. We see that person or the family everyday. If it does not cause any anguish or pain in us , we need to check whether we are really alive or not. True, we cannot resolve all the troubles of everyone in this world. True that it is not always possible to always help monetarily but with our sense of better knowledge than that of a person in trouble, we can always be a moral support & a guide.
In Bhiloda village of Sabarkantha District there lives about 15 families in Bharathari settlement. They have infinite problems. They suffer from vices addiction. The settlement is unhygienic and dirty. Children do not regularly go to school.
I met them all for the first time. They are staying on Government land. They do not have their own land. They requested help to get plots in their name & then have houses constructed on it. We helped them get BPL Ration Card & Caste certificate. We applied to the collector for alloting the plot to them. However a very pertinent question we asked them as to why they are not doing anything to uplift themselves.
Cleanliness is one aspect that we need to follow. We may not get water everyday to bathe but we can always keep our surroundings clean. Why is it important to abstain from vices? We spoke a bit tough with them and also with love. When I was leaving after talking to them , they said that “till date no one has spoken to them about cleanliness and vices. If someone explains the benefits like you did, we would understand. We want to improve ourselves” I do not like the word “improve” but somehow what I felt was that they were right.
One may feel that what is the need to explain such basic things. One must know it themselves. But frankly , I feel that if talked to it would make a difference.
Whenever you see such a settlement in your neighbourhood, go to them. Talk about the good & bad things happening in society. Sometimes you may feel that they are resisting change. But one must have patience. If you persist they will accept the change. I have seen that happen.
Bharthari community having got BPL Ration card, they are relieved. We will also see that allotment of plots is expedited and houses also constructed on it.
Respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation came personally to meet the families. We get a lot of help from him. Nature gives enough money to many. But to some who are willing to spend on others, nature gives in bountiful. That is for sure. Pratulbhai we are happy that you are with us.
કોઈ વ્યક્તિ કે પરિવાર પારાવાર તકલીફમાં છે. આપણે રોજ એમને જોઈએ પણ એમની તકલીફ જોઈને આપણને પીડા ન થાય તો આપણે ખરેખર જીવતા છીએ કે કેમ એ તપાસવું રહ્યું… હા આખી દુનિયાના કલ્યાણમાં નિમિત્ત બનવાનું આપણાથી શક્ય નથી. પૈસાથી પણ મદદ કરવી કદાચ શક્ય નથી. પણ આપણને મળેલી સમજણ તો અન્યો સાથે ચોક્કસ વહેંચી જ શકાય..
સાબરકાંઠાના ભીલોડાની ભરથરી વસાહતમાં પંદર પરિવારો રહે. ગણ્યા ગણાય નહીં એટલા દુઃખો. પણ પરિવારમાં વ્યસનની પણ તકલીફ. ગંદકી પણ વસાહતમાં ઘણી. કેટલાક બાળકો નિશાળમાં નિયમીત જાય ને કેટલાક નહીં..
આ બધાને પહેલીવાર મળી.. સૌએ સરકારી જમીનમાં રહીએ છીએ. પોતાની જમીન નથી તમે મદદ કરો તો અમને પ્લોટ મળે ને અમે ઘરવાળા થઈએ એની વાત કરી. અમે બીપીએલ રાશનકાર્ડ કરવામાં, જાતિ પ્રમાણપત્ર કઢાવવામાં મદદ કરી. પ્લોટ મળે તે માટે પણ કલેક્ટર શ્રીને રજૂઆત કરી દીધી છે. પણ આ બધાની વચમાં તમે પોતે તમારા ભલા માટે કેમ કશું કરતા નથી એ પ્રશ્ન એમને પુછ્યો…
ચોખ્ખાઈ કોઈ થોડું શીખવે આપણે જાતે રહેવાનું છે. રોજ નાહવા પાણી ન મળે સમજી શકાય પણ ઘર આગળ કચરો કેવી રીતે સાંખી લેવાય, વ્યસનને શું કામ આમંત્રીત કરવું વગેરે જેવી ઘણી વાતો કરી. થોડો ગુસ્સો ને થોડું વહાલ પણ કર્યું.
બેઠક પતાવીને નીકળી રહી હતી ત્યારે એમણે કહ્યું, તમે જે કહ્યું એવી વાતો અમારી પાસે આવીને કોઈ કરતું જ નથી. આવું થોડું શીખવે તો મગજમાં બેસી જાય. અમે પણ સુધરવા માંગીયે છીએ…
સુધરવા શબ્દ મને બહુ ગમતો નથી.. પણ એમની વાત સાચી લાગે.
જો કે આ વાંચીને કેટલાકને એમ પણ થાય કે એમાં શીખવવાનું શું? જાતે સમજી શકાય.
પણ અનુભવે કહુ તો જાતે બધુ નથી સમજાતુ કોઈ કહે તો ફરક પડે.
તમે આવી વસતિને તમારી આસપાસમાં જુઓ તો સતત એમની પાસે જાવ, સારા નરસાની વાતો કરો, કેટલુંક શીખવો.
ઘણી વખત એમ થાય કે વારંવાર શીખવીએ પણ એ નથી બદલાતા પણ ધીરજ ગુમાવ્યા વગર કરશો તો ચોક્કસ બદલાવ આવશે એ નક્કી અમે એ બદલાવ જોયો છે..
ખેર ભરથરી પરિવારોને મળેલા બીપીએલ રેશનકાર્ડથી એમને રાહત છે. એમને ઝડપથી પ્લોટ મળે તે પણ કરીશું ને ઘર પણ બાંધીશું.
આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનમાંથી ભરથરી પરિવારોને મળવા ખાસ આવ્યા. તેમની અમને ઘણી મોટી મદદ મળે.. પૈસો કુદરત ઘણાને આપે છે પણ એ પૈસો પોતાના સિવાય અન્યોના કલ્યાણમાં ખર્ચનાર વ્યક્તિને ઈશ્વર વધારે આપે છે એ નક્કી.. પ્રતુલભાઈ તમે અમારી સાથે છો એનો રાજીપો… આભાર…
#MittalPatel #vssm #Bharathiraja #nomads #nomadasfrom #સેવા #વસાહત #ગરીબ #પરિવાર #ભરથરી #સાબરકાંઠા #વ્યસન #બીપીએલ #રેશનકાર્ડ #દુઃખ #કુદરત Dr K R Shroff Foundation
VSSM Coordinator intoduces Bharthari families to Mittal Patel |
Bharthari families sharing their difficulties to Mittal Patel |
The current living condition of nomadic families |
Mittal Patel discusses nomadic families problem to them |
The current living condition of Bharthari families |
Mittal Patel along with Pratulbhai Shroff meets Bharthari families of Bhiloda village |