Mittal Patel’s third book ‘Inne Jakaro Kem Devay’. – A review by Nagujarat Samay


‘ઈને જાકારો કેમ દેવાય’ મારુ ત્રીજુ પુસ્તક.

વાસ્તવીક ઘટનાઓ જે #વિચરતી_જાતિઓની વસાહતોમાં ફરતા જોઈ અનુભવી એમાંની કેટલીક આ પુસ્તકમાં લખી.. 

આપણી ધારણાઓને ખોટી પાડે એવી વાતો..

નવગુજરાત સમયે પુસ્તકનો રીવ્યુ કર્યો. આભાર #નવ_ગુજરાત_સમય, આદરણીય શ્રી અજય ઉમટ, શ્રી મયંક વ્યાસ..

પુસ્તક ખરીદવા તમે  90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો. ફોન ન લાગે તો વોટસઅપ મેસેજ ડ્રોપ કરશો તો સામેથી ફોન પણ કરીશું..

#vssm #MittalPatel #સરનામાં_વિનાનાં_માનવીઓ #ઈને_જાકારો_કેમ_દેવાય #પણ_અહીંયા_સુખ_નથી_આવતું

 

Mother Earth will be very happy with the efforts of Foranna village…

Villagers welcomes Mittal Patel at tree plantation site

 The ocean does not wear the pearls found in it. 

This line by poet Kaaag Bapu is very symbolic.

Most of nature’s elements use its own creations for the benefit of others. It is only a human who earns for himself and uses the earnings on himself. There is a very small minority of human beings who spend his earnings for the benefit of others.

One such nature’s creation is a Tree who lives its entire life for the benefit of others.

Life without trees is impossible. Yet we are irresponsible in taking its care and also not enthusiastic to grow more of it. Though there are some who love trees immensely.

We have created 166 forests in the villages of Banaskantha, Patan & Sabarkantha.  In these forests we have planted more than 8.50 lakh trees.

One such village is Fornna in Banaskantha, Very nice little village with a population of about 4000 people. The villagers invited us to plant trees in the village’s grasslands.

After worshipping the land, we planted 10000 trees. In this exercise we were helped by Mahendra Brothers Exports Pvt Ltd. Saunkabhai & Archanaben from the company also came personally to see how the plants have grown.

The respected elder of the village Fornna Shri Bhamarsinhji narrated how the temple built by VSSM will be an inspiration for others. He said many people pass through the village on foot. They find a place to rest in the shade in the village because of the many trees that grow in the village. Moreover when these people who sit in the shade will realise that they should similarly plant trees in their village. With such foresight he selected the place to plant the trees. Our friend of the tree also is a very nice person. His entire family works hard to take care of the trees. Mother Earth will be very happy with the efforts of Fornna village.

દરિયો પોતે પોતાના પેટાળમાંથી મળતા મોતિડાં નથી પહેરતો..

કવિ કાગ બાપુની આ રચના બહુ સૂચક.

આમ તો પ્રકૃતિના તમામ તત્વો જે ઉપાર્જીત કરે તેનો ઉપયોગ અન્યોની સુખાકારી માટે કરે. એક માણસ જ એવો છે જે પોતે કમાય અને મહત્તમ પોતાના માટે જ વાપરે.. કેટલાક જુજ માણસો છે જેઓ કમાય તેનો મહત્તમ ભાગ અન્યો માટે ખર્ચે.

પ્રકૃતિના તત્વોમાંનું એક વૃક્ષ જેનું સમગ્ર જીવન જ અન્યોની સુખાકારી માટેનું.

વળી વૃક્ષ વગર જીવન પણ અશક્ય. છતાં આપણે એની જાળવણી અને નવા વૃક્ષો વાવવામાં એટલે ઉત્સાહી નહીં. 

જો કે કેટલાક અપવાદ છે.. જેઓ વૃક્ષોને ખુબ પ્રેમ કરે.. 

અમે 166 ગ્રામવનો બનાસકાંઠા,પાટણ અને સાબરકાંઠાના વિવિધ ગામોમાં કર્યા. જેમાં 8.50 લાખથી વધારે વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે.. 

એમાંનું એક બનાસકાંઠાનું ફોરણા. મજાનું ગામ. લગભગ 4000ની વસતિ. ગામે અમને ગામની ગૌચર જમીનમાં વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રીત કર્યા.

પૂજન સાથે અમે 10,000 થી વધુ વૃક્ષો વાવ્યા. આ વૃક્ષ ઉછેરમાં મદદ કરી મહેન્દ્ર બ્રધર્સ એકસપોર્ટ્સ પ્રાઈવેટ લિ. મહેન્દ્ર બ્રઘર્સમાંથી આદરણીય સૌનકભાઈ અને અર્ચનાબહેન પણ વાવેલા વૃક્ષો કેવા ઉછર્યા તે જોવા આવ્યા. 

ગામના આગેવાન ભમરસિંહજીએ ફોરણામાં VSSM દ્વારા બનાવવામાં આવેલું વૃક્ષમંદિર આવનારા સમયમાં અન્યોને કેવી રીતે પ્રેરણા આપશે તેની વાત સરસ વાત કરી, ‘અમારા ગામમાં થઈને પગપાળા સંઘો ચાલે. ખુબ લોકો ચાલતા અમારા ગામમાંથી નીકળે. આ બધા લોકોને પોરો ખાવાની જગ્યા ભવિષ્યમાં અમારા ગામમાં મળી જશે.. પાછુ પોરો ખાવા બેસસે એટલે પોતાના ગામમાં આવી હરિયાળી કરવાના વિચારેય આવશે જ ને?’

આવી દીર્ઘ દૃષ્ટિ સાથે જ એમણે આ જગ્યા પસંદ કરી. અમારા વૃક્ષમિત્ર કાકા પણ મજાના. આખો પરિવાર ઝાડ મોટા થાય તે માટે ખુબ મથે…

ફોરણાગામના આ પ્રયાસથી મા ધરા રાજી થશે એ નક્કી…

#MittalPatel #vssm #TreePlantation #treecareprofessionals #treeservice  #vandevi #vanlife

Shri Saunakbhai from Mahendra brothers exports pvt. Ltd.
welcomed by villagers

The respected elder of the village Fornna Shri Bhamarsinhji
 narrated how the temple built by VSSM
will be an inspiration for others

VSSM planted 10,000 trees in forrana village

Smt. Archnaben from Mahendra brothers exports pvt. Ltd.
welcomed by villagers

Forrana tree plantation site were supported by
Mahendra Brothers Exports Pvt Ltd.

Mittal Patel, Shri Saunakbhai. smt. Archanaben,villagers,others 
discusses tree plantation site

Mittal Patel with the villagers of forrana vilaage at tree
plantation site

Mittal Patel with villagers of forrana village at tree plantation
site

We at VSSM have been helping 600 such helpless and dependent elderly parents under its mavjat initiative…

Mittal Patel meets jinadada in Amreli

Dada do you cook yourself.

Of course I do but I cook only once for both times.

You learnt after your wife expired

No, I used to cook even when she was there as she was quite indisposed.

You must now be feeling quite lonely?

Yes.. though she was indisposed there was someone to talk to.

Zinadada stays in Bagsara village of Amreli. Zina in Gujarati means tiny. Like his name he is quite small. He has no children. He got a small house constructed from Government aid.  He lived his whole life labouring in the fields.Obviously this was not enough to provide for even his basic needs.  

He became old. Now he cannot work. Even if he wants to, no one will take him to work. Seeing his helpless condition, our associate  Rameshbhai thought of giving him our ration kit every month. ZinaDada has been getting the ration kit for the last 4 years. He now lives a relaxed life. 

He says that with proper food he can spend time praying to God. He believes that VSSM is taking care of him because of some divine connection. He says that in the present times one cannot expect one’s own to take care.

We at VSSM have been helping 600 such helpless and dependent old parents. You can join us in this noble activity by contacting us on 90999-36013 between 10AM  to 6PM. 

 ‘તે દાદા તમે જાતે રાંધો?’

‘હાસ્તો. પણ બે ટંક નથ રાંધતો. બપોરના બે ટંકનું ભેગું રાંધી નાખું.’

‘કાકી ગ્યાં પછી શીખ્યા?’

‘ના રે ના ઈ હતી તોય રાંધવાનું તો મારા ભાગે જ. એ બચારીને તો મંદવાડ હતો, તે એણે તો ઘણા વર્ષોથી ખાટલો પયકડેલો. એનેય હું જ રાંધીને ખવડાવતો.’

‘એ નથી તો હવે એકલું લાગતું હશે ને?’

‘હાસ્તો ભલે માંદી તો માંદી પણ એ બેઠી હોય તો વાતનો વીહામો રે’તો.’

ઝીણાદાદા અમરેલીના બગસરાના સાપરમાં રહે. નામ પ્રમાણે એમનું કદ એકદમ ઝીણું. એમને કોઈ સંતાન નહીં. વર્ષો પહેલાં સરકારી સહાયમાંથી બનેલા નાનકડાં ઘરમાં એ રહે.

આખી જીંદગી ખેતમજૂરી પર નભ્યા. પણ એમાં કાંઈ બે પાંદડે ન થવાય. બચત પણ ક્યાંથી થાય?

ઘડપણ આવ્યું. કામ થાય નહીં ને કરવું હોય તોય કોઈ લઈ ન જાય. લાચારી વેઠતા ઝીણાદાદાની સ્થિતિનો અમારા કાર્યકર રમેશભાઈને ખ્યાલ આવ્યો ને અમે એમને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. છેલ્લા ચાર વર્ષથી રાશન મળતા દાદાના જીવને નિરાંત છે.

એ કહે, ‘રુપાળુ ખાઈ પીને હરી ભજુ. કાંક લેણું હશે એટલે જ તમે આમ હાચવો. બાકી આજે તો પોતાનાય નથ કરતા..’

આવા 600 નિરાધાર માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તમે પણ આ સતકાર્યમાં સહભાગી થઈ શકો. એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. 

#MittalPatel  #vssm  #mavjat #oldagecare  #amreli

Jinadada’s expired wife

Jinadada receives Ration kit with the help from VSSM under
its mavjat initiative

VSSM’s coordinator helped Jinadada to receive monthly ration 
kit 

Mittal Patel with VSSM coordinator Rameshbhai and Jinadada

VSSM helps destitute elderly like Valu Ma with ration kit and also decided to repair the house …

Mittal Patel meets Valu Ma during her field visit to Amreli

“I cannot beg. I do not like it.”

Then how do you survive ?

“Neighbours out of kindness & sympathy come & give food.”

What did you eat now ?

“I have some wheat flour, just enough for one meal, which I will cook in the evening.”

From this conversation, I could sense the condition of the family. I did not ask any more questions because it would make them sad.

 This is the condition of Valuma  from the village Machiyala in Amreli District. She had two sons. One got married and had 3 children. His wife expired when the youngest daughter was only 2 years old. Valuma took care of all the 3 kids & brought them up. Then the son also expired in 2021. He was the earning member of the family The second son renounced the world & became a Sadhu. Sadhu took care of the family. There was sorrow in the family but it seemed that it would be possible to survive. Then the other son also expired. 

This was just too much for Valuma & she broke down. She was old and had developed a big tumour in the throat. When we asked her about this , she said there is pain but she does not have the money to go to the hospital. She was also concerned that in case the diagnosis is serious who will take care of the kids she was now single handedly taking care of.

When we asked her how we can help her, she replied that she doesn’t like to ask for help. She added that whatever we felt at heart was right we can do.

Seeing us the neighbour said that the whole family of Valuma is in trouble because there is heavy leakage in the whole house. The neighbour requested that along with repairing the house if we can even build a toilet inside it would be a big relief to Valuma & family.

We decided to repair the house along with giving the food kit. 

Dr Aleem Adatiya of Jamnagar but now staying in Africa agreed to bear the entire cost of repairs.

For a food kit you all can also help.

When we left Valuma’s house we saw in the surroundings several concrete houses.If all staying in these buildings would have wished, it would have been easily possible to help Valuma. 

Like our Malabhai & Parthibhai said, it is not in everyone’s destiny to help the needy. We are thankful to Alimbhai for helping in this noble work.

We are also thankful to Kanubhai who was instrumental in taking us to Valuma. We were happy to see Valuma’s neighbour helping in the best way she could.

Our associate Rameshbhai will now take care of Valuma. We will try to get funds from the government under the guardian scheme. We will also help in getting the “antyodaya” card.

To help in such noble causes you can GPay your contribution to 99090 49893.

There are so many such families who need help & support. It is practically impossible for us to reach out to all. You on your own also can help such families. To help improve the lives of others is the biggest satisfaction & joy one can get.

 ‘માંગવાનું હું નો કરુ. મને ઈ નો ગમે..’

‘તો ઘર કેમ હાલે?’

‘આજુબાજુમાં કોઈને દયા આવે તો દઈ જાય.. ‘

‘અત્યારે શું જમ્યા?’

‘એક ટંક ચાલે એટલો લોટ સે તે હાંજેકના રાંધશું!’

આટલી વાતથી પરિવારની દશા સમજાઈ ગઈ. એમને વધુ પુછીશું તો દુઃખ પહોંચશે એમ માની આગળ પુછવાનું ટાળ્યું. 

અમરેલીના માચીયાળાના વલુમા. એમને બે દિકરા હતા. એમાંના એકને પરણાવ્યો. એને ત્રણ બાળકો થયા ને એમની ઘરવાળી ગુજરી ગઈ. એ વખતે સૌથી નાનો દિકરો તો બે જ વર્ષનો. વલુમાએ જ આ ત્રણેયને ઉછેર્યા. બીજો દિકરો ભગત થઈ ગ્યો. ત્રણ સંતાનોના પિતા 2021માં ગુજરી ગયા. ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ જતો રહ્યો. ભગતની જેમ રહેતા દીકરાએ ઘરની જવાબદારી સંભાળી.. દુઃખ હતું પણ જીવી જવાશે એમ લાગતું હતું. ત્યાં વલુમાનો ભગત દિકરો પણ ગુજરી ગયો.

વલુમા હવે ભાંગી પડ્યા. એમની ઉંમર ઘણી. ગળામાં મોટી ગાંઠ હતી. અમે પુછ્યું. ‘બા શું થયું છે?’

જવાબમાં એમણે કહ્યું, ‘એ પીડા થયા કરે પણ દવાખાને બતાવવાના પૈસા ક્યાં? અને બતાવી દઉં ને કાંક ભારે નીકળે તો પછી આ છોકરાંઓનું કોણ?’

અમે શું મદદ કરીએ એવું પુછ્યું તો કહે, ‘મને માંગવું નથ ગમતું. તમને હૈયે બેહે ઈ કરો.’

અમને જોઈને પડોશમાં રહેતા એક બહેન અમારી પાસે આવ્યા ને એમણે કહ્યું, ચોમાસામાં આખો પરિવાર બહુ હેરાન થાય. ઘરમાં બધેથી પાણી પડે. જો ઘર રીપેર ને સાથે ટોયલેટ બાથરૃમ જેવું થઈ જાય તો એમને સાતા થઈ જાય.

રાશનની કીટ આપવાની સાથે ઘર રીપેરીંગનું કામ કરવાનું અમે નક્કી કર્યું.

જામનગરના અને હાલમાં આફ્રિકા રહેતા ડો. અલીમ અદાતિયાએ વલુમાના ઘરના રીપેરીંગનો તમામ ખર્ચ આપવા કહ્યું. 

રાશન માટે તમે સૌ પણ મદદ કરી શકો.. 

વલુમાને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યારે જોયું તો વલુમા જ્યાં રહેતા તેમના ઝૂંપડાં આસપાસ ઘણા મજબૂત અને મોટા મકાનો બાંધેલા હતા. આ દરેક ઘરના વ્યક્તિએ ઈચ્છ્યું હોત તો વલુમાનું ઘર સરખુ કરવાનું આરામથી થઈ શક્યું હોત.

ખેર અમારા માલાભાઈ કે પરથીભાઈ કહે એમ, સદકાર્યોમાં નિમિત્ત બનવાનું સુખ બધાના નસીબમાં નથી હોતું… અલીમભાઈ એમાં નિમિત્ત બન્યા એ માટે આભાર.

વલુમા સુધી અમને કનુભાઈ લઈ ગયા. એમનો પણ આભાર. ને વલુમાના પડોશમાં રહેતા બહેન એમનાથી થતું કરે એ જોઈને રાજી થવાયું.

અમારા કાર્યકર રમેશભાઈ હવેથી વલુમાનું ધ્યાન રાખશે… બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય મળે તે માટે પણ કોશીશ કરીશું. સાથે અંત્યોદય રાશનકાર્ડ મળે તેમ પણ કરીશું.

આવા સદકાર્યોમાં  સહયોગ GPay 9909049893 પર મદદ મોકલી શકાય.

પણ આવા કેટલાય પરિવારો છે જેમને આપણા ટેકાની જરૃર છે. અમે બધે નથી પહોંચી વળવાના. તમે પણ તમારાથી થાય તે ટેકો આવા પરિવારો દેખાય તો કરજો.. કોઈને સુખ આપવામાં નિમિત્ત બનવું એ સુખ બહુ મોટું..

#MittalPatel #vssm #amreli #Gujarat #careforelderly #humanity #support #helpinghands

Mittal Patel with VSSM Coordinator Rameshbhai, Kanubhai 
Valuma with her grand kids

Valu Ma took care of all the three kids and brought them up

Mittal Patel visits Valu Ma’s home 

The current living condition of ValuMa 

In Surendranagar this year the nomadic and denotified families celebrated the day of freedom…

Event was graced by Shri Mahendrabhai Munjpara, MLA 
Shri Jagdishbhai Makwana, Collector and other 
District officers

The Day of Freedom.

The bonded labourers were tortured a lot during British rule.  There was an uprising by this community against the mighty Britishers. They were convicted and imprisoned in jail. Our country became independent on 15th Aug 1947  but these bonded labourers were freed from the jail on 31st August 1952. They celebrate this day as the Day of Freedom. In Surendranagar this year the families celebrated the day. Our associates Shri Harshad Vyas & Jalpa Vyas organised it. Member of Parliament Shri Mahendrabhai Munjpara, MLA Shri  Jagdishbhai Makwana , Collector & other officers of the District remained present. Social worker Truptiben Shukla & others also graced the event.

I am obliged to our respected Chief Minister Shri Bhupendrabhai Patel who was very responsive to the problems of this community. He directed all his officers to pro-actively help. We are proud to have such a Chief Minister. We are extremely thankful to him .

Whatever the shortcomings of this community, the MP & the MLA promised to resolve them quickly. We are much obliged to them. 

We are hopeful that very soon all the problems of this community will be reduced and their lives will improve.

We will shortly start building homes for the 65 families. There is a tremendous support of the government administration.

Our associates Harshad & Jalpa are dedicated VSSM volunteers. I am proud of both. I hope they both progress in their lives and benefit many more families in times to come.

મુક્તિદિન..

વિમુક્ત જાતિઓ પર અંગ્રેજોના વખતમાં ખુબ અત્યાચાર થયો. અંગ્રેજો સામે બંડ પોકારવાનું આ જાતિઓએ કરેલું માટે જ તેમને ગુન્હાહીત ઘોષિત કરીને, વાડામાં બંધ કરી. 15 ઓગષ્ટ 1947ના રોજ દેશ આખો આઝાદ થયો.પણ વાડામાં જેમને કેદ કરેલા તે વિમુક્ત સમુદાયોને 31 ઓગષ્ટ 1952ના રોજ વાડાબંધીમાંથી મુક્તિ મળે માટે આ દિવસને મુક્તિદિન તરીકે ઊજવે. 

સુરેન્દ્રનગરમાં આ વખતે મુક્તિ દિનની ઊજવણી અમારા પરિવારોએ કરી. કાર્યકર હર્ષદ વ્યાસ તેમજ જલપા વ્યાસે આયોજન કર્યું જેમાં સંસદ સભ્ય આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા ધારાસભ્ય અને વિધાનસભાના દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લાનું વહીવટીતંત્ર આદરણીય કલેક્ટર શ્રી થી લઈને અન્ય અધિકારીગણ ખાસ હાજર રહ્યા. અમારા તૃપ્તીબેન શુક્લ અને અન્ય સમાજીક કાર્યકરો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આભારી છું. સુરેન્દ્રનગરમાં વિચરતી જાતિઓના પ્રશ્નો ઘણા પડતર છે. આ બાબતે એમનું ધ્યાન દોર્યું ને એમણે લાગણીપૂર્વક સૌને આ કાર્યમાં મદદ કરવા સૂચના આપી. આવા મુખ્યમંત્રી મળ્યાનું ગૌરવ છે… આપની લાગણી માટે આભારી છું. 

કલેક્ટર શ્રી તેમજ ધારાસભ્ય શ્રી અને સંસદસભ્ય શ્રીએ વિચતરી જાતિઓના જે પણ પડતર પ્રશ્નો છે તેનું નિરાકારણ ઝડપથી લાવવાની પણ ખાત્રી આપી.. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.

આશા રાખીએ આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા અમારા પરિવારોની મુશ્કેલીઓ થોડી હળવી થાય.

65 પરિવારોની કોલોની તો અમે થોડા જ દિવસોમાં બાંધવાનું શરૃ કરીશું. તંત્રનો એમાં ઘણો સહયોગ..

અમારો હર્ષદ અને જલપા બેય હૃદયથી VSSM ને વરેલા એકદમ સંનિષ્ઠ કાર્યકરો.. તમારા બેઉ પર ગર્વ છે. ખુબ તરક્કી કરો ને કેટલાયના ભલામાં નિમિત્ત બનો તેવી શુભેચ્છા… 

#mittalPatel

The nomadic families of Raigadh village performed a pooja before they initiated construction over them…

VSSM coordinator during bhoomi pujan

The plots have been allotted after much effort to the Bharthari families staying in Raigadh Village of Banaskantha District.  The government will give assistance of Rs 1.32 lakhs for each house. However this is not sufficient to meet the construction cost.

The shortfall will be taken care of by our well wisher respected Shri Nitinbhai S Shah of Heart Foundation. I am thankful to Shri Nitinbhai for this. 

Before we started the construction of the houses of Bharthari families, we invoked the blessings of God. Our associate Tohid along with the sarpanch of the village & other villagers worked hard to make this happen. We now wait for the houses to get ready. After centuries and many generations, these families will get their own concrete homes to live their lives. 

We are thankful to the respected collector for alloting the land and to all the officials for their cooperation..   

ઘણા વર્ષોની મહેનત પછી સાબરકાંઠાના રાયગઢમાં રહેતા ભરથરી પરિવારોને રહેવા પ્લોટ ફળવાયા. આ પ્લોટ પર ઘર બાંધવા સરકારની સહાય 1.32 લાખ મળશે. પણ એમાં ઘર સરખુ થાય નહીં. તે બાકીના પૈસા અમારા સ્નેહીજન આદરણીય નિતીનભાઈ સમુન શાહ – હાર્ટ ફાઉન્ડેશન આપશે. નીતિનભાઈની આ લાગણી માટે આભારી છું.
ભરથરી પરિવારોના ઘરોનું બાંધકામ શરૃ કરતા પહેલાં ભૂમિપૂજન કર્યું. અમારા કાર્યકર તોહીદે આ પરિવારોને ગામના સરપંચ ને અન્ય સ્વજનોની મદદથી ઘણી મદદ કરી. બસ હવે ઝટ ઘર તૈયાર થશે… ને સદીઓ યાતના વેઠનાર આ પરિવારો પોતાના પાક્કા ઘરમાં રહેવા જશે..
પ્લોટ આપનાર કલેક્ટર શ્રીથી લઈને સંલગ્ન તમામ અધિકારીગણ, સરકારનો ઘણો ઘણો આભાર… 

Nomadic families performing pooja 

Bharathri families of Raigadh at their plot allotment site

Construction of houses begins in Raigadh village

Mittal Patel meets bharthari families of Raigadh village

VSSM provides monthly ration kit to Manguba through its Mavjat initiative…

Mittal Patel meets Manguba during her field visit

 “Raju had a serious stomach ailment. I took him to many doctors. Finally he was cured but even today he cannot work hard or lift weight”

Manguba said this with deep anguish. She stays in Patan, Radhanpur. The road leading to her house would not make us believe that she would be in such a difficult condition. Manguba with her small family stays in a temporary shed. She had left her native village many years ago & settled in Radhanpur. She & her husband did labour jobs & survived. But her husband passed away about 10 years ago. To compound Manguba’s problem her son Raju got an ulcer ailment. Manguba has to go  for domestic work to different homes. She has been doing this work for many years but now with advancing age she is not able to do much work.

The neighbours would give their extra food to Manguben. She with a heavy heart said that this extra food would otherwise have been given to dogs. With a lump in the throat she could not speak further. Who likes to live in this manner? Having come to know of her condition , we at VSSM decided to give her a ration kit every month. She continued to do some light work and with our ration kit she & her son survived. With our support now it was not absolutely necessary for her to work. She said that with our help there is much relief in her life.

Like her, we support about 600 such dependent elders. With the support of many well wishers this has become possible.  With just Rs 1500 per month you can even be a guardian to such elders. It is not a big sum. You can contribute through GPay on 9909049893. Our wish is that for the well being of all, let us play our role of helping the needy.. 

‘રાજુને પેટની બહુ મોટી બિમારી થઈ. હું ઘણા દવાખાના એને લઈને દોડી ત્યારે જતા એ સાજો થયો પણ હાલેય એ ભારે કામ નથી કરી હકતો.’

મંગુબાએ વલોવાતા હૈયે આ કહ્યું. પાટણના રાધનપુરમાં એ રહે. આમ તો એમના ઘર તરફ જવાનો રસ્તો જ્યાંથી પસાર થાય એ જોતા મંગુબાની રહેવાની સ્થિતિ આટલી વિકટ હશે એનો અંદાજ ન આવે.

 મંગુબા મર્યાદીત ઘર સંસાર સાથે છાપરાંમાં રહે. એમનું મૂળવતન છોડીને એ વર્ષો પહેલાં રાધનપુર આવી ગયેલા. પતિ પત્ની મજૂરી કરી નભતા. પણ કાકા દસેક વર્ષ પહેલાં ગયા. ને દિકરાને અલ્સરની બિમારી લાગુ પડી.  મંગુબા લોકોના ઘરે કચરા પોતા વાસણ કરવા જાય. આમ તો વર્ષોથી આજ કામ કરે. પણ પહેલાં જેટલું કામ હવે ઉંમરના કારણે નથી કરી શકતા.

સોસાયટીના લોકો ક્યારેક પોતાના ઘરે વધેલું મંગુબાને આપી જાય. બા કહે એમ લોકો વધેલું કૂતરાને ચાટમાં નાખે એની જગ્યાએ….એ વધુ બોલી ન શક્યા. ગળે ડૂમો બાઝ્યો. આવું જીવન કોને ગમે પણ શું કરે? 

બાની સ્થિતિનો ખ્યાલ આવતા અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. થોડું ઘણું થાય એ કામ એ કરે જેના લીધે મા-દિકરાનું ગુજરાન ચાલે.. પણ પહેલાં કામ કરવું જ પડશે એવું હવે નથી. તબીયત ઠીક ન હોય અથવા પરાણે ન થાય તોય કામ ખેંચતા મંગુબા કહે, ‘તમે રેશન આલો એનાથી મને રાહત થઈ..’

VSSM થકી અમે આવા 600 નિરાધાર બા દાદાઓને રાશન આપીયે. તમે સૌ આમાં મદદ કરો એટલે આ બધુ થાય.

તમે પણ આવા બા-દાદાઓના પાલક બની શકો.. માસીક 1500  એ મોટી રકમ નથી. પણ એનાથી કોઈનો આખો મહિનો નીકળી જાય.. તમે Gpay નંબર 9909049893 થકી મદદ કરી શખો. 

સૌને સાતા પહોંચાડવાના કાર્યોમાં સદાય નિમિત્ત બનીયે તેવી શુભભાવના.. 

The current living condition of Mangu Ba
VSSM helps Manguba with monthly ration kit under our
mavjat initiative

VSSM planted 7,000 trees in Raviyana village with the help from our well-wisher Fine Jewellery…

Mittal Patel discusses tree planatation with Fine Jewellery
team

 Raviyana Village in Banaskantha is an ideal village.

We dug 2 lakes to make them deeper. It helped conserve more water and it benefitted the villagers.  Then the villagers gave us land to plant trees. With the financial help of Fine Jewellery we planted more than 7000 trees. Many thanks to Fine Jewellery.. The staff of the donor also came to help us plant the trees. The sarpanch of the village Shri Rasikbhai hosted dinner with lots of love. The guests from the city of Mumbai relished the typical village food of Millet Rotis & Curd.

The youth of the village are taking great care of the trees that have been planted. The water for the trees is given by the 2 villagers from their own borewell.

It is the need of the hour that trees are planted in every village. People are getting aware about it and that is very heartening. 

This year we have planted 8.72 lakhs trees with a determination that they all should survive.

We are thankful to many supporters who made this possible.

બનાસકાંઠાનું રવીયાણા સંપીલું ગામ.

ગામના બે તળાવો અમે ઊંડા કરેલા ને એનાથી ગામને લાભ પણ થયો. એ પછી વાત આવી વૃક્ષ ઉછેરની. ગામે સરસ જગ્યા આપી અને VSSM એ ફાઈન જ્વેલરીની મુખ્ય મદદ સાથે ગામની ભાગાદીરાથી ત્યાં 7000 થી વધારે વૃક્ષો વાવ્યા. ફાઈન જ્વેલરીનો ઘણો આભાર.

ફાઈન જેવેલરીનો સ્ટાફ પણ વૃક્ષો વાવવા માટે ખાસ આવ્યો. સરપંચ શ્રી રસીકભાઈએ સૌને બહુ ભાવથી વાળુ કરાવ્યું. 

મુંબઈગરા રોટલા સાથે આપણી દહીંતીખારી ખાઈને રાજી.. 

વૃક્ષોની કાળજી ગામની વૃક્ષમંડળીના યુવાનો સરસ રીતે લે. વૃક્ષોને પાણી ગામના જ બે લોકો પોતાના બોરવેલમાંથી આપે..

દરેક ગામ વૃક્ષો માટે સજ્જ થાય તે આજની જરૃર. જો કે લોકો જાગૃત થઈ રહ્યા છે એ જોઈને રાજી થવાય છે.. 

આ વર્ષેના મળી અમે કુલ 8.72 લાખ વૃશ્રો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે.. 

આ કાર્ય માટે ઘણા બધા સ્વજનોએ મદદ કરી સૌનો ઘણો ઘણો આભાર. 

Mittal Patel, villagers and Fine jewellery team at tree
plantation site

Mittal Patel plants tree sapling

Fine Jewellery team came to Raviyana village to
help us plant the trees 

Mittal Patel with Fine Jewellery team

Mittal Patel, villagers, vssm team, fine jewellery team planted
7000 tress

Mittal Patel discusses tree plantation

Fine Jewellery team plants tree saplings

Mitta Patel with others at Raviyana tree plantation site

Mittal Patel visits Raviyana tree planation site for
tree plantation

A brief report on VSSM’s Tree Plantation Initiative is published in leading newspaper…

 પ્રકૃતિના એક પણ તત્વો પોતાની પાસે જે છે એ વહેંચવામાં ક્યારેય કંજૂસાઈ નથી કરતા. અલબત અન્યોની સુખાકારીમાં જ એ જાણે સુખી.. 

અમે પ્રકૃતિના જતનના કાર્યો કરીએ. વૃક્ષ ઉછેર એમાં મોખરે. 

આ વર્ષ (2023) 4 લાખ વૃક્ષો મળી 2019થી 2023 સુધીમાં VSSM સાથે સંકળાયેલા સ્વજનો સાથે મળી ને વાવેલા વૃક્ષોનો આંકડો પહોંચ્યા 8.72 લાખ..

આવતા વર્ષે 1 મીલીયનનો આંકડો પૂર્ણ કરીશું.

આ કાર્ય એક વ્યક્તિથી સંસ્થાથી ક્યારેય ન થાય.. ઘણા સ્વજનો, ગ્રામજનો, જંગલ વિભાગની મદદથી આ આંકડે પહોંચ્યા. 

પાટણનું જેસંગપુરા- વાયડગામની સ્મશાન ભૂમીમાં 11,000 વૃક્ષો ગ્રામજનોની ભાગીદારીથી અમે વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે..

પણ ગામ એવું જાગૃત છે કે અહીંયા અમને વૃક્ષ ઉછેર સંદર્ભે બહુ ભાર નહીં રહે…

વળી ગામ પાછુ ગામ કદરદાન પણ ખરુ. ઘણી જગ્યાએ અમે મસમોટો ખર્ચો કરીએ પણ ગામના લોકો એની ક્રેડીટ આપવાનું પણ ન કરે.. અમે ક્રેડીટ માટે કામ નથી કરતા પણ લખો તો અન્ય પ્રિયજનો મદદ કરે ને પૃથ્વીપરની લીલી ચાદર વધારવાનું થઈ શકે..

આવામાં જેસંગપુરા- વાયડગામના લોકો સાથે ફોન પર જ વાત થઈ છે. અમારી ટીમ એમને મળી છે હું તો મળી પણ નથી છતાં કરેલા કાર્યોના ગુણગાવામાં એ પાછા નથી પડ્યા…

ફરી કહુ તો વખાણ કરે એ ક્યારેય ન ગમે. પણ VSSM સંસ્થાએ આ કાર્યમાં મદદ કરી છે એ કહીએ તો અન્ય દાતાઓની મદદ મળવાનું સહેલું થાય…

આભાર ગામના જાગૃત નાગરિકોનો.. આવતા વર્ષે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વૃક્ષ ઉછેરના વધારે કાર્યો થાય તેવા પ્રયત્નો કરીશું…

#vssm #MittalPatel #Patan #greenearth #globalwarming