We are immensely grateful to our very dear Krishnakant Uncle and Indira Auntie for supporting VSSM’s Sanjivani Aarogya Setu initiative and this special Covid Support program.

Haribhai who is fighting the deadly mucormycosis infection

Once the battle against Corona is won, there is a fear of contracting Black Fungal infection called mucormycosis by diabetic patients who were given steroids to fight covid infection. The steroids raise blood sugar levels to dangerously high levels, unmonitored and untreated high levels invites mucormycosis infection. The trailing story will help you understand the disease and support someone fighting it. 

 For the past couple of weeks, we have had to support the treatment of few dear ones fighting the deadly mucormycosis infection. 

 Mucormycosis is a rare but deadly fungal infection. The fungus begins with the nose and eyes and rapidly spreads in the mouth and other parts. At times, before the disease is diagnosed it reaches the brain from where it is difficult to remove it. Early diagnosis can save eyes otherwise a small surgery to remove the fungus from the nose and eyes also removes the infected eye. 

 Once the surgery is done, a course of injections to eradicate any minute fungus remaining in the body needs to be done. 2 injections daily. The rate of these injections ranges between Rs. 300 to Rs. 7000 (they are in short supply currently). It also requires carrying blood tests to rule-out any side effects on the kidney. Insufficient post-operative care might prove fatal for the patient.  

 Treating mucormycosis is an expensive affair. Timely treatment is crucial to curb mucormycosis, we have read of  Government opening special cells to treat this infection in Rajkot and Ahmedabad. 

Three days back,  I received a call from Somabhai informing me of his father and uncle contracting mucormycosis. Somabhai’s father remains associated with VSSM from its inception and is very affectionate towards me. We immediately brought them to the hospital. One private hospital asked for an immediate deposit of Rs. 8 lacs with a balance  7 lacs to be deposited later. Who can afford such expensive treatment? 

 I called up Dr Shwetambari,  a friend and eye-specialist, who spoke to specialist doctors treating such patients and arranged for the surgeries of the duo. After numerous tests and investigations, the operations were performed at Sachi Hospital in Maninagar, Ahmedabad by Dr Sapan Shah and Dr Dipen Thakkar. Both operations were done one after the other and carried on for 4 hours each. Dr Sapan stood with us like a dear friend and Dr Dipen took utmost care of the patients. While Dr Shwetambari constantly remained on phone.  

 The operation cost was also very less, the team of doctors supported us the way we would want them to during such agonizing times. 

 VSSM’s Nitin remained with Sombhai while Kiran (who was under the weather) took medication and constantly ran backend needs. 

The duo lost one eye each as fungus had reached their eyes. Next came injections, the hospital had only enough to last 2 days hence, we had to arrange for the rest. We amplified the word for the need of the injections but in vain. We also spoke to Mumbai based Maharshibhai, but he too found it difficult to find the required injections. 

 The injections were available for patients at the government hospital, we could have admitted the duo at the same but there was a long waiting as the numbers of infected was rising steeply. The surgery would have taken time, delaying treatment was not an option we had. So we first decided to get the surgery done and in the meantime search for the injections. The injections need to be administered every day without a miss. 

We began the process of finding ways to admitting our duo at Civil Hospital because here the government ensures enough stock of required medicines. We remembered  Dr Kamlesh Upadhyay and briefed him on the status of our duo, he requested us to speak to Dr Mihirbhai Parmar.  

 Mihirbhai asked us to bring the duo to Civil Hospital, we brought them there on 8th May. One of the doctors asked us to take them back to their hometown and admit them to Patan Civil Hospital. Once again we knocked on the doors of Kamleshbhai and Mihirbhai, who helped us admit our duo to Civil Hospital. The administration of injections needs to be monitored constantly with regular blood tests ( to ensure the kidneys are not damaged in the process). All these tests cost a bomb at any private hospital. 

Laxman and Haribhai too were tired with the everyday rounds of getting their reports and scans done. They are not used to remaining indoors, they have never hit the bed with any illness so this was difficult for them. We pepped their morale.

“They were not ready to come here,  but your voice clip assuring not to worry and things will be taken care of convinced them to come to Ahmedabad.” Sombhai shared. 

 “You need to get well soon, I still need your support in our work so make sure you don’t remain unwell for long.” I had told them when they were at the office before going to the hospital. 

 “Since you have faith, we will be fine soon!”

I  keep praying for giving them the strength to go on and fight this illness…

 Today after the morning rounds, the doctor asked us to buy injections from outside. We were shocked to learn that Civil had no injections. How do we go forward? We had read about Chief Minister ordering 5000 injections. What now?

We searched for it at 7 -8 stores outside the hospital, Nitin also contacted his friends at the pharma company, Maulik and I also spoke to our doctor friends but the injections were nowhere to be found. Finally, Nitin’s friend from the pharma company helped find injections. Laxmanbhai and Haribhai received their first injection today. 

 Low immunity teamed with high blood sugar and rampant use of steroids has resulted in the rise of this infection. While the country is already ravaged by the deadly wave of covid 19, the added pangs of mucormycosis are adding fuel to the fire. 

 While we fight both these evils, a thought crosses my mind. Why can’t the doctors equipped to treat such cases, who have the required infrastructure and skills open their doors to such patients? They can charge reasonably but at least the waiting at government hospitals might lessen. This also is an infection that needs a rapid response, if the infection reaches the brain it proves to be fatal. The patient has already fought Covid, and putting up another fight is nerve-wracking. If you are listening, can you please open your doors to treat these patients…. The nation needs your support. 

VSSM is also supporting hospital treatment of 5 patients with corona. Amongst them, Rajubhai was shifted to Palanpur hospital from Tharad hospital. We are supporting the treatment of individuals who need advanced treatment to fight covid but cannot afford it. 

 We are immensely grateful to our very dear Krishnakant Uncle and Indira Auntie for supporting VSSM’s Sanjivani Aarogya Setu initiative and this special Covid Support program. We are also grateful to Bhavna Patel, Piyusha and Kaushik Patel. 

The support you provide will enable us to reach the people struggling for help. 

And to all those who supported the treatment of Laxmanbhai and Haribhai, thank you from the bottom of our heart. We pray to God for their speedy recovery. 

 Oh Dear God, please fox this all soon…..

કોરોનાથી એક સ્ટેપ આગળ મ્યુકર માઈકોસીસ. આને સમજવા માટે આ વાંચજો.. ક્યાંક કોઈને મદદરૃપ થઈ શકાય..

કોરોના સામે ને કોરોના પત્યા પછી થતા મ્યકર માઈકોસીસ સામે લડી રહેલા કેટલાક પ્રિયજનોની સારવારમાં મદદરૃપ થવામાં હાલ લાગ્યા છીએ..

પ્રથમ વાત મ્યુકર માઈકોસીસની..બહુ ભયંકર રોગ. નાક અને આંખોમાં ફુગ થઈ જાય વળી આ ફુગનો વિકાસ પણ ઝડપથી થાય. રોગ વિષે કશું સમજીએ એ પહેલાં તો મગજ સુધી પહોંચી જાય. ને પછી એને દુર કરવી અઘરી. પ્રાથમિક સ્તરે ખ્યાલ આવી જાય તો માણસની આંખ બચે નહીં તો નાનકડા ઓપરેશનથી ફુગને આંખ નાકમાંથી કાઢવામાં આવે ને સાથે આંખને પણ…

એ પત્યા પછી શરીરમાં ક્યાંય ફુગ ન રહી જાય એ માટે ઈન્જેક્શનનો કોર્સ.દરરોજના બે ઈન્જેક્શન લેવાના. બજારમાં 300 થી લઈને 7000માં આ ઈન્જેક્શન મળે. (જો કે હાલ શોર્ટેજ છે)કીડની પર અસર ન થાય તે માટે દર ત્રણેક દિવસે રીપોર્ટને બીજુ કેટલું બધુ. દવાની સાથે સરખુ ધ્યાન ન આપીયે તો દર્દી જીવથી જાય.. 

હાલ કોરોનાથી બચવા સ્ટીરોઈડનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ જે દર્દી ડાયાબીટીસથી પીડાતા હોય તેવા દર્દીઓની સ્ટીરોઈડના કારણે સુગર વધે ને એ બધાનું બરાબર ધ્યાન ન રહે સુગર રીપોર્ટ ને જરૃરી દવાઓ સમયસર ન થાય તો પછી મ્યુકર માઈકોસીસ વગર બોલાવે આવી જાય.

ખેર ડોક્ટર વધારે સારી રીતે આ રોગ વિષે કહી શકે..

પણ ખર્ચાળ સારવાર. સરકારે રાજકોટ, અમદાવાદમાં સ્પેશીયલ વોર્ડ ઊભા કર્યાના સમાચાર વાંચ્યા. સરકારનો આભાર.. મૂળ ઓપરેશન સમયસર થાય ને ઈન્જેક્શન મળી જાય એ અગત્યનું..

ત્રણ દિવસ પહેલાં રાધનપુરથી સોમભાઈનો ફોન આવ્યો ને તેમના પિતા અને કાકાને મ્યુકર માઈકોસીસ થયાનું એમણે કહ્યું. એમના પિતાને મારા માટે બહુ લાગણી. મારી સાથે 2006થી એ સંકળાયેલા. સોમભાઈ તત્કાલ એમને હોસ્પીટલ લાવ્યા. એક ખાનગી હોસ્પીટલે આઠ લાખ જમા કરાવવા કહ્યું, બીજા સાત લાખ પછી થી આપવાના.

કોને પોષાય?

આંખના ડોક્ટર મારા મિત્ર શ્વેતાબંરીને ફોન કર્યો. તેમણે આંખ અને નાકના અન્ય ડોક્ટર સાથે વાત કરી અને આ બેય પેશન્ટના ઓપરેશન માટે વ્યવસ્થા કરી આપી. એ પછી કેટલાય રીપોર્ટ અને છેલ્લે મણીનગરમાં આવેલી સચી હોસ્પીટલમાં ડો. સપન શાહ અને ડો. દીપન ઠક્કરે ઓપરેશન કર્યું. બેય દર્દીના ઓપરેશન વારા ફરથી થયા. આઠ કલાકનો સમય લાગ્યો.  ડોં. સપન તો પ્રિયજન મદદ કરે એમ સાથે રહ્યા. તો ડો. દીપેને પણ એવું જ ધ્યાન રાખ્યું. 

સાથે શ્વેતાબંરીના ફોન પણ સતત ચાલુ..

ઓપરેશન ખર્ચ પણ બહાર કરતાં ઘણો ઓછો લીધો. મારા ખ્યાલથી આ કપરા કાળમાં ખરા અર્થમાં ડોક્ટરોએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે તેઓ વર્ત્યા..

અમારા કાર્યકર નિતીન સોમભાઈ સાથે ખડે પગે. અમારો કીરણ એની તબીયત નાદુરસ્ત છતાં પેઈન કીલર લઈને દોડા દોડી કરે..

ઓપરેશન થઇ ગયું હવે વાત આવી ઈન્જેક્શનની. ડોક્ટરે કહ્યું એમની પાસેથી કદાચ એકાદ બે દિવસ ચાલે તેટલા ઈન્જેક્શન મળી જાય પછીની વ્યવસ્થા કરવી પડે. ઘણા લોકો સાથે વાત કરી. પણ ઈન્જેક્શન માર્કેટમાં ઉપલલબ્ધ ન હોવાનું કહ્યું. 

મુંબઈમાં રહેતા અને અમારા કાર્યોમાં મદદ કરતા મહર્ષીભાઈને વાત કરી પણ એમણે કહ્યું, મુંબઈમાં પણ નથી મળી રહ્યા. 

સરકારી હોસ્પીટલમાં પેશન્ટ દાખલ થાય તો ઈન્જેક્શન મળી જાય. એટલે એ દિશામાં કવાયત શરૃ કરી ત્યાં દાખલનું આમ તો પહેલાં પણ કરી શક્યા હોત પણ આ બિમારીવાળા કેસ વધી રહ્યા છે. સીવીલમાં પણ ઘણા દર્દી વેઈટીંગમાં  છે. ત્યાં ઓપરેશન માટે સમય લાગત. જ્યારે આ બિમારીની ખબર પડ્યા પછી ઓપરેશનમાં વિલંબ પોષાય નહીં. 

માટે ઓપરેશન પ્રથમ કરાવીને પછી લાગ્યા ઈન્જેક્શન ક્યાં મળે તેની માથાકૂટમાં… ઘણી ફોનાફોની કરી પણ કાંઈ મેળ ન પડે… કોઈ કહે એક બે આપુ.. પણ એક વખત ઈન્જેક્શન શરૃ કર્યા પછી સળંગ લેવા પડે.. વચમાં ન મળે તો પાછુ કોઈ કામનું નહીં…

સીવીલમાં સરકાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરે એટલે ત્યાં તો ખુટવાનો પ્રશ્ન નહીં આવે એટલે સીવીલમાં લક્ષ્મણભાઈ અને હરીભાઈને દાખલ કરવા કવાયત આદરી. ડો કમલેશ ઉપાધ્યાય યાદ આવ્યા. પેશન્ટની સ્થિતિ વિષે એમને વાત કરી ને એમણે ડો.મીહીરભાઈ પરમાર સાથે વાત કરવા કહ્યું. 

મિહીરભાઈએ સીવીલ લઈ આવવા કહ્યું. તા. 8 મે ના રોજ સાંજના સીવીલ લઈ ગયા. પણ એક ડોક્ટરે એમના જિલ્લાની એટલે કે પાટણ સીવીલમાં લઈ જવા કહ્યું. પાછુ ડો. મિહીર અને ડો.કમલેશભાઈને હેરાન કર્યા. બેઉની મદદથી દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કર્યા. હવે હાશ થઈ.. મૂળ ઈન્જેક્શનની સાથે સાથે દર બે ત્રણ દિવસે કીડનીના રીપોર્ટ કરવા પડે. કારણ આ ઈન્જેક્શનની અસર કીડનીને થઈ નથી ને એનું ધ્યાન પણ રાખવું પડે.  

જો કે લક્ષ્મણભાઈ હરીભાઈ આ દોડધામથી હવે થાક્યા હતા.. રીપોર્ટ,સીટીસ્કેલન, એમ.આર.આઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું.. વગેરે… ગામડાંમાં ખુલ્લામાં રહેલા અને ક્યારેય આવી રીતે પથારીમાં પડવાનું ન થયું હોય એમને આ બધુ બધુ આકરુ લાગે. પણ લક્ષ્મણભાઈને મે અને સોમભાઈએ હિંમત આપી. 

સોમભાઈએ કહ્યું એ અમદાવાદ આવવા તૈયાર નહોતા થતા પણ તમે મોકલેલી વોઈસ ક્લીપ ચિંતા ન કરો અહીંયા લઈ આવો વાળી સાંભળી પછી એ આવ્યા. સચી હોસ્પીટલ જતા પહેલાં ઓફીસ આવ્યા ત્યારે મે કહ્યું, 

‘જુઓ ઝટ સાજા થઈને મારી સાથે સેવા કાર્યમાં પાછુ લાગવાનું છે એટલે ખાટલો ન પકડતા. એમણે કહ્યું, ‘તમે કો છો ને બેન તો સરસ થઈ જશે…’

એમની આ શ્રદ્ધા દવાખાનું થકવાડે નહીં એની પ્રાર્થના રોજ કરુ છુ…

આજે સવારે ડોક્ટેર તપાસ્યા પછી બહારથી ઈન્જેકશન લખી આપ્યા. અમને મોટો ઝાટકો લાગ્યો. સીવીલમાં ઈન્જેકશન નથી. હવે શું? હોસ્પીટલ બહાર સાતેક મેડીકલ સ્ટોરમાં પુછ્યું પણ ક્યાંય નહીં.. આજે સવારે છાપામાં વાંચેલું કે મુખ્યમંત્રી શ્રીએ 5000 ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. પણ એ તો ઓર્ડર હાલ શું?

નિતીન એના પરિચીચ ફાર્માવાળા મિત્રોના સંપર્કમાં લાગ્યો. હું ને મૌલિક અમારા સંપર્કના મિત્રો, ડોક્ટરમાં. પણ મેળ ન પડે. આખરે નિતીનના એક ફાર્માવાળા મિત્રએ ઈન્જેકશ મેળવી આપ્યા ને હમણાં લક્ષ્મણભાઈ, હરીભાઈને પહેલું ઈન્જેક્શન આપ્યું..

નબળી રોગપ્રતિકારણ શક્તિ ને ડાયાબીટીસવાળા દર્દીની સ્થિતિ સમજ્યા વગર સ્ટીરોઈડ અપાય છે માટે આ ખતરનાક બિમારીના કેસ વધી રહ્યા છે.. કોરોનાએ આખા દેશને હેરાન કરી મુક્યો. ત્યાં આ મ્યુકર માઈકોસીસ.. 

કોરોનાની સાઈડ ઈફ્કેટથી આ રોગના દર્દી વધ્યા. ભગવાનને પ્રાર્થના તો કરીએ..પણ એક વિચાર આંખ અને કાનના ડોક્ટરો જેઓની પોતાની હોસ્પીટલ છે ને જેની આ મ્યુકર માઈકોસીસના ઓપરેશન કરવાની આવડત છે. તેઓ આવા પેશન્ટોના ઓપરેશન માટે પોતાની હોસ્પીટલના દરવાજા ખુલ્લા ન કરી શકે? 

શક્ય ઓછી ફી લઈને કે આ ઓપરેશન કરી આપે તો વેઈટીંગમાં જે પેશન્ટો છે એ વેઈટીંગ ન રહે.. મૂળ રાહ જોવાથી આ ફંગશ ફટાફટ મગજ સુધી પહોંચવા માંડે છે અને માણસને ખોઈ બેસવાનું થાય છે..આ કપરા કાળમાં દેશ માટે આટલી મદદ તો કરી જ શકાય ને.. 

આ સિવાય કોરોના થયેલા પાંચ પેશન્ટ જેઓ હોસ્પીટલમાં છે એમની સારવારમાં અમે શક્ય મદદ કરીશું. એમાંના રાજુભાઈને તો આજે થરાદ હોસ્પીટલમાંથી પાલનપુર હોસ્પીટલ શીફ્ટ કર્યા છે..

આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પેશન્ટને શક્ય આર્થિક મદદ કરવાનું કરી રહ્યા છીએ… 

VSSM ના સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત સંજીવની કોવિડ સપોર્ટમાં મદદ કરનાર બહુ જ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈ્ન્દીરા આંટીનો આભાર.. આ સિવાય ભાવના પટેલ, પિયુષા અને કૌશિક પટેલનો પણ આભાર.

આપની હૂંફથી આ બધા પ્રિયજનોને શક્ય મદદ કરી શકીશું..હે ઈશ્વર તને પ્રાર્થના આ બધુ ઝટ ઠીક કર…

ને લક્ષ્મણભાઈ અને હરીભાઈને સારવારમાં મદદ કરનાર આપ સૌ પ્રિયજનોનો આભાર.. તમે મદદ કરી એટલે આટલું થઈ શક્યું.. ઈશ્વર બેઉને સાજા નરવા કરી દે તેવી પ્રાર્થના..

#MittalPatel #vssm #mucormycosis

#Covid19India #coronavirus #india

#pendemic #medical #COVID19 

#medicalassistant #ArogyaSetu

Laxmanbhai who is fighting the deadly mucormycosis infection

If these children need to be corrected, it is through abundant love and support and not battering…

Mittal Patel with nomadic child who had shown willingness
 to give up their addictions pledged to Fulbai Ma
and Lord Shankar.

 

“How many of you drink alcohol?”

Had this question been raised at a gathering of addicts, most of them would either deny or choose to remain silent. But the group I had posed the question to are the children from our brand new hostel at Kankar. I had assumed that they might either not reply or deny but to my utter surprise, around 25 of them raised their hands.

I asked them to separate from the group and be seated at one side of the room.

“How many of you smoke bidi?” was my next question.

The question made them break into a burst of mellow laughter. Some 15 more stood up and asked them to sit before me.

My plan that day was to talk to these kids ranging between the ages of 7 to 14 years, to give up their addictions.

Recently, we opened the doors of Kakar hostel. The hostel will house children of Fulvadi community when their parents are away for a large part of the year for work. The hostels we operate are not strict correction homes,  rather they become second homes to the children we house. The children at Kankar hostel share their time between their home and hostel, which are in the same settlement. We never forbid them to go home or do what they wish. The idea is to be their mentor, not master.  The ease of non-restrictive movement between hostel and home these kids enjoyed brought to our attention the addictions these children carry. They would sneak out to puff the bidi they have buried underground in plastic bags.

The pocket money their parents give is used to buy these addictions.

My conversation with these children began with praising and applauding all those who admitted to addictions. All of us gave an ovation to the children for their righteousness. A moral story was shared, there were some jovial interactions through the hour we talked about the need to give up the habits that harm their well-being.

“Now tell me, will you be able to give up daru-bidi?” I asked.

“Yes didi!” all except three replied in unison.

“We find it hard, we won’t lie to you but it will not be possible for us to give up our addictions,” was a very honest response from the remaining three.

How could we not honour such honesty? We applauded the three for their truthfulness.

The ones who had shown willingness to give up their addictions pledged to Fulbai Ma and Lord Shankar.

“What if you continue even after taking this pledge?” I asked.

“Fulbai Ma will come after me!” was Vinu’s innocent response.

All of them took an oath before Saraswati Ma.

“Didi I want to take a pledge, but I feel afraid, what if I cannot remain committed?” Hari, one of the three boys,  came forward.

“Believe in yourself and almighty. You will be able to give up!” I assured.

Apprehensive Hari; took a pledge, so did the other two.

If these children need to be corrected,  it is through abundant love and support and not battering. I am sure they will come around.

I am sure these kids when they grow up to become officers, businessmen, farmers, cattle breeders and reminisce their childhood anecdotes will have this to say…  “As a kid, I  was addicted to smoking and drinking but gave it all up when I was educated about the harm it does. Look where I am today.!” They will have such inspiring stories to share.

Currently, 63 children are enrolled at Kakar hostel from June the number will swell up to  160 boys and girls.

We are grateful to all who have supported our dream of building this hostel.

‘તમારામાંથી દારૃ કોણ પીવે છે?’

સામાન્ય રીતે વ્યસન કરનાર વ્યક્તિને આ પુછીએ તો એ પોતે વ્યસન નથી કરતો એમ જ કહેશે.. પણ જેમને હું પુછી રહી હતી તે તો અમારી ટાબર(બાળકો). જવાબ નહીં આપે કે ખોટુ કહેશે એમ સામાન્ય રીતે લાગે પણ આશ્ચર્ય વચ્ચે પચીસેક જણે હાથ ઉપર કર્યા. 

મે એમને ઊભા થઈને મારી બાજુની ખાલી જગ્યામાં એમને બેસવા કહ્યું. 

એ પછી મારો બીજો પ્રશ્ન, 

‘બીડી કેટલા પીવે છે?’ મારો પ્રશ્ન સાંભળી બધા બચ્ચા નીચું મોઢુ કરી ખીખી કરી હસવા લાગ્યા ને ધીરે રહીને બીજા પંદરેક જણા ઊભા થયા.

મે એમને પણ ઊભા થઈને મારી સામે બેસવા કહ્યું..

7 થી લઈને 14 વર્ષના આ બાળકોને મારે વ્યસન ન કરવા સમજાવવાનું હતું. 

અમે કાકરમાં હોસ્ટેલ શરૃ કરી. પણ બાળકો ઉપર અમે કડક જાપતો ન રાખીએ.. ઘર એમનું હોસ્ટેલની સામે.  મન થાય તો એ ઘરે પણ જાય અમે એમને ન રોકીએ. મૂળ દબાણ કરીએ ને ભણવા પરથી એનું મન ઊઠી જાય એવું અમારે નહોતું કરવું માટે આ છૂટછાટ આપેલી..

પણ આ છુટછાટમાં એ વ્યસન કરતા હોવાનું ધ્યાને આવ્યું. દર એકાદ બે કલાકે ટચલી આંગળી બતાવીને યુરીનલ માટે, ઘર યાદ આવે છે વગેરે જેવા બહાના કરે ને હોસ્ટેલના પ્રાંગણની બહાર જઈને જમીનમાં સંતાડી રાખેલી પ્લાસ્ટીકની કોથળી બહાર કાઢી એમાંથી બીડી ને અન્ય ચીજોના ચુસકા લગાવે..

મા- બાપ થોડા પૈસા વાપરવા આપીને ગયેલા એમાંથી બીડી ને બીજુ બધુયે આમ તો બીડી માટે તો ઠૂંઠાય ચાલે..

વ્યસન કરે છેની કબુલાત કરનાર સૌને પહેલાં તો તેમની સચ્ચાઈ માટે ત્રણ તાલીનું માન આપ્યું..પછી એમને સમજાય તેવી નાનકડી વાર્તોઓમાંથી તેમને બોધપાઠ મળે તે માટે કોશીશ કરી. થોડા પ્રશ્નો, થોડી રમૂજ, નાનકડી વાતોનો દોર લગભગ કલાક ચાલ્યો.. 

પછી પુછ્યું, 

‘બોલો છૂટશે વ્યસન?’ 

ને ત્રણ સિવાય બાકી બધાએ એક સૂરે કહ્યું, ‘હા દીદી…’

ત્રણે કહ્યું, ‘અમને અઘરુ લાગે છે.. જુઠ નહીં બોલીયે પણ નહીં છુટે..’

આ ત્રણે માટે તો વિશેષ પ્રેમ વ્યક્ત કર્યો સૌએ ફરી ત્રણ તાલીનું માન આપ્યું. 

જેમણે છુટી જશેનું કહ્યું એ સૌએ મા ફુલબઈ અને ભોળા શંકરની શાખે પવિત્ર જળના સપથ લીધા. 

મે કહ્યું, ‘જળ લીધા પછી વ્યસન કર્યું તો?’

તો વીનુએ કહ્યું, ‘મા ફુલબઈ મન ઝાલ…’

કેવી નિખાલશ કબુલાતો… બધાએ સરસસ્તી માના ફોટો સામે પ્રતિક રૃપે જળ મુક્યું… જે ત્રણે ના પાડી હતી તેમાંથી હરી પ્રથમ આવ્યો, 

‘દીદી નહીં થાય તો? મારે જળ મુકવું છે પણ બીક આવે છે!’

મે કહ્યું, ‘તારામાં ને પછી ઈશ્વરમાં શ્રદ્ધા રાખ થઈ જશે..’

ને હરીએ ડરતાં ડરતાં પાણી મુક્યુ ને પછી તો બાકીના બેયે પણ…

પવિત્ર બાળકો મારઝૂડ કરવાથી એને વારી ન શકાય પણ મબલખ – લખલૂટ પ્રેમ આપીયે તો એ વળી જાય.. 

આ ટાબરમાંથી કાલ કોઈ મોટો અધિકારી, ધંધાદારી, પશુપાલક, ખેડૂત બનશે ને પોતાની કહાણી આપણા સૌ સામે કહેશે. 

જ્યારે હું નાનો હતો ત્યારે બીડી – દારૃ પીતો પણ સમજણ પડી ને મુક્યું.. તો જુઓ આજે હું ક્યાં છુ…. આવી કાંઈ કેટલીયે પ્રેરણાદાયી વાતોનો ખજાનો એમની પાસે હશે… 

કાકરની અમારી હોસ્ટેલમાં હાલ 63 બાળકો ભણે છે. જુનથી 160 દીકરા દીકરીઓ આ હોસ્ટેલમાં ભણશે.. હોસ્ટેલ બાંધકામમાં મદદ કરનાર સૌ સ્નેહીજનોનો આભાર…

#MittalPatel #vssm #education

#educationforall #educationmatters

#school #schooldays #nomadiclife

#denotified #Banaskantha #Guajrat

Mittal Patel with the nomadic child who took an oath before
Saraswati Ma

Mittal Patel visits Kakar Hostel 

Mittal Patel talked about the need to give up the habits that
harm their well-being.

With the help of VSSM Mavjat Karyakram Devi Ma , Dalabhai and Tadshi do not go to sleep hungry…

Mittal Patel meets Devi Ma

Meeting Dalabhai reminded me of filial Shravan Kumar…

60 years old Dalabhai stays with his mother Devibahen and Tadsi, his mentally challenged nephew in Rajkot’s Ramparabeti.

Our team members Kanubhai and Chayaben mentioned about challenges this family faced in securing daily meals.

‘Why would they have problems, aren’t Dalabhai and his wife taking care of Devima and Tadshi? Why  should we support them?” I had countered back.

“Will discuss during your next visit to Ramparabeti!” Kanubhai had replied.

And so on my next visit to Ramparabeti, I met Dalabhai.

“Devima has three sons, Dalabhai is the middle one. The two sons married and began living independently, both looked away from the needs of their mother. In fact, one of them left Tadshi in Devima’s lap as they could not look after him. Both Devima and Dalabhai could not refuse to take him in. They have since nurtured and looked after Tadshi,  who is around 22 years old now. Dalabhai could not bring himself to get married, apprehensions on what if the partner might not want to look after the mother nephew made him choose bachelorhood. Dalabhai earns his living from making rope muzzles, the earnings barely provides enough to eat for the three of them.  Devima would set out to beg if there wasn’t enough food to feed the three of them, but she has grown old and weak to walk and beg. Tadshi too cannot be left alone for long. Begging for food is something they do out of no choice. They try to work whenever possible.”  Community leader Jivabhai briefed me on the family’s living condition.

VSSM provides monthly ration kits to 150 elderly in need of support. Adding Devima’s family to it wasn’t going to pinch us in any way. We included them in our Maavjat program, the ration kits have started arriving at their doorstep so that they do not have to stretch their hand to beg for food.

Tadshi’s condition was painful, he was unable to speak. We discussed his case with our dear Dr Krupaliben who immediately started treating him. Jivabhai has taken up the responsibility of feeding him the medicines on time. Tadshi, who unable to speak a single word,  wished me Jai Shree Krishna when I was at their doorstep recently. Thank you so much,  Krupaliben.

Devi Ma has had a hard life, she has spent most of it wandering around Rajkot. We helped her get a plot at Ramparabeti. The government assistance to build a house is Rs. 1.20 lacs while building a decent VSSM designed house requires Rs. 2.25 lacs. There is always this deficit of Rs. 1.05 lacs for which VSSM reaches out to its well-wishing friends. The 71 families who had been allotted plots at Ramparabeti have received the support of Rs. 55,000 each from VSSM’s donors. Devi Ma also received Rs. 55,000 but needed another Rs. 55,000 to accomplish the construction of her house. VSSM decided to do the needful. Our respected and dear Krishnakant Uncle and Indira Auntie and Mukundbhai and Dhirabahen have extended support to meet the need of balance amount. As seen in the images shared here, the construction of Devi Ma’s house is underway.

Devi Ma, Dalabhai and Tadshi are doing well now, they do not go to sleep hungry now and community leaders like Jivabhai ensure they are cared for.

It is the support of large-hearted friends and donors that enables us to be instrumental in bringing happiness to the doorstep of thousands of poor families. 

Gratitude always.  

હું મળી શ્રવણ જેવા દલાભાઈને.. 

ઉંમર લગભગ 60થી વધારે. તેઓ તેમની મા દેવીબહેન અને માનસીક રીતે વિકલાંગ ભત્રીજા તળશી સાથે રાજકોટના રામપરાબેટીમાં રહે. 

અમારા કાર્યકર કનુભાઈ – છાયાબહેને દેવી મા અને તળશીને ખાવાનાની ઘણી તકલીફ હોવાની વાત કહી. પણ દલાભાઈ દેવી માનો દીકરો તે દલાભાઈને એમની ઘરવાળી દેવીમાનું અને તળશીનું ધ્યાન નથી રાખતા? આપણે કેમ મદદ કરવાની? એવું મે કનુભાઈને પુછ્યું,

કનુભાઈએ ‘તમે રામપરા આવો ત્યારે વાત કરીશું’ એમ કહ્યું.

એ પછી રામપરા ગઈ ને દલાભાઈને મળી. વસાહતના આગેવાન જીવાભાઈએ કહ્યું, દેવી માને ત્રણ દીકરા એમાં આ દલાભાઈ વચોટ. બે ભાઈના લગ્ન થયા ને એ એમની ઘરવાળીઓને લઈને જુદા રહેવા જતા રહ્યા. માની ચાકરી કરવાનું બેમાંથી કોઈએ ન કર્યું. દલાભાઈને થયું શ્રવણ જેવા ભાઈ ઘરવાળી આવીને બદલાયા. હું લગ્ન કરીશ ને ક્યાંક મારેય…. એટલે એમણે લગ્ન કરવાનું જ માંડી વાળ્યું’

દલાભાઈ રાંઢવા, મોળિયા બનાવવાનું કરે ને મા- દીકરાનું ગુજરાન ચાલે. 

એક દિવસ દલાભાઈનો એક ભાઈ જે કચ્છ રહેતો. તે માનસીક રીતે વિકલાંગ પોતાના દીકરા સાથે આવ્યો ને દેવી માના ખોળામાં એને મૂકીને જતો રહ્યો. દેવી મા વિરોધ ન કરી શક્યા ના દલાભાઈ. એ દીકરો એટલે તળશી આજે તો એ 22 – 23 વર્ષનો થયો. 

દલાભાઈની ઉંમર થઈ અને જે કારીગરી એમને આવડતી એની માંગ ઓછી થઈ. મૂળ ઘરે ઘર નળ આવ્યા એટલે કુવામાંથી પાણી ખેંચવાનું બંધ થયુ એટલે રાંઢવાની માંગ ઘટી. ને બળદથી ખેતી તો હવે ક્યાં થાય છે? તે મોળિયાની માંગ પણ ઘટી. ત્રણ જણનું પુરુ ન થાય. 

દેવી મા ઘરમાં ખાવાનું ન હોય તો ભીખ માંગવા જાય..પણ હવે દેવી માને આંખે દેખાતુ નથી. તળશીની સ્થિતિ પણ વીકટ એટલે એને મૂકીને ક્યાં જવું? દલાભાઈએ કહ્યું, ‘કોઈ આપે ને ખાવું એ ગમે નહીં પણ હવે મજબૂરી છે’ છતાં એ નાનુ મોટુ શક્ય કામ કરે જેથી ઘરમાં થોડો ટેકો રહે.  

VSSM અશક્ત કામ ન કરી શકે તેવા 150 માવતરો – વ્યક્તિઓને દર મહિને રાશન આપે છે એમને સાચવે છે..   તેમાં દેવીમાના પરિવારને સાચવવાનું ક્યાં અઘરુ થવાનું.  અમે આ ત્રણેયને આખો મહિનો ચાલે એટલું રાશન આપવાનું શરૃ કર્યું જેથી એમને લાચારી વેઠવી ન પડે.  

તળશીની માનસીક સ્થિતિ બહુ ખરાબ. એ બોલી ન શકે. અમારા પ્રિયજન ડો.કૃપાલીબહેનને તળશીની સ્થિતિ અંગે કહ્યું એમણે એની દવા ચાલુ કરી. આગેવાન જીવાભાઈને તળશીને ત્રણે ટંક દવા ખવડાવવાની જવાબદારી સોંપી. તળશી બીલકુલ બોલતો નહોતો પણ નિયમીત દવા લેવાથી હું એના ઝૂંપડે ગઈ તો એણે મને જય શ્રી કૃષ્ણ કહ્યું… કૃપાલીબેન આપનો આભાર..

દેવી મા આખી જીંદગી રાજકોટમાં આમથી તેમ રઝળ્યા. અમે પ્રયત્ન કર્યો ને એમને રહેવા રામપરાબેટીમાં પ્લોટ મળ્યો. મકાન બાંધવા સરકાર 1.20 લાખ આપે જ્યારે મકાન તો 2.25ના થાય. આમ 1,05લાખ એમને ઉમેરવાના થાય. ક્યાંથી લાવવા? આમ પણ રામપરામાં જેમને પ્લોટ ફળવાયા તે પરિવારોમાંથી પ્રથમ તબક્કામાં 71 પરિવારોને અમે સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી પ્રત્યેક પરિવારને 55,000ની મદદ કરી. દેવીમાને 55,000ની મદદ તો મળી પણ બાકીની 50,000ની જરૃર હતી. જે પણ કરવાનું અમે નક્કી કર્યું. આદરણીય ક્રિષ્ણકાંત અંકલ – ઈન્દિરા આંટી અને આદરણીય મુકુંદભાઈ -ધીરાબહેને દેવી માના ઘરબાંધકામમાં ખૂટતી રકમ 1.05 લાખની મદદ કરી. ને દેવી માનું ઘર બંધાવાનું શરૃ થયું. જે ફોટોમાં જોઈ શકાય છે.

આ ત્રણે જીવને હવે સાતા છે. ભૂખ્યા સુવુ નથી પડતું ને જીવાભાઈ જેવા એમનાથી થતી ચાકરી કરે. 

આવા કેટલાય પરિવારોને મદદ કરવાનું સૌભાગ્ય સંસ્થા સાથે સંકળાયેલા સ્નેહીજનોના લીધે સાંપડ્યું છે. 

આપ સૌનો આભાર.. 

#MittalPatel #vssm #mavjat

#medical #medicalrelief #Care

#elderlycare  #elderlypeople

#nomadic #denotified #families

#housing  #HousingForAll

Mittal Patel visits Dalabhai his mother DeviMa and
his nephew Tadshibhai

VSSM initiated construction of 71 houses 

Rampara beti housing settlement

VSSM efforts received government support enabling us speed up the work…

Mittal Patel handed over caste certificates to 143 nomadic
families

Many nomadic families stay over the government wasteland in Morbi. Our team members Kanubhai and Chayaben work round the clock to help these families attain the documents of their identity, link them to the benefits of various government schemes for poverty elevation and much more. Our efforts received government support enabling us speed up the work. The district administration led by the respected District Collector remains on toes to address the issues of these communities.

Recently, I had the opportunity to hand over caste certificates to 143 nomadic families, very soon these families will also be allotted residential plots.

We are grateful to the officials and administration for their support, our well-wishers who are constantly by our side. It means a world to us!

Gratitude!

મોરબી તાલુકામાં વિચરતી જાતિઓના ઘણા પરિવારો સરકારી પડતર અને ખરાબાની જમીનમાં રહે…

આ બધાને રહેવા જમીન, અનાજ મળે તેવું રેશનકાર્ડ ને સૌથી અગત્યનું વંચિતોના કલ્યાણ અર્થે બનાવેલી સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદ મળે તે માટે જોઈતું જાતિ પ્રમાણપત્ર મળે તે માટે અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેન ઘણું મથે..

પણ અમારી મથામણમાં સરકારી ટેકો ભળ્યો ને કામ ઝડપથી થવા માંડ્યું.. 

મોરબીનું સમગ્ર વહીવટીતંત્ર આદરણીય કલેક્ટર શ્રી જે બી પટેલની અધ્યક્ષતામાં વંચિતોના કાર્યો માટે ખડે પગે…

મોરબીમાં રહેતા વિચરતીજાતિના પરિવારો ને જાતિ પ્રમાણપત્ર આપવાનો મોકો મળ્યો. આમાંના 143 પરિવારોને ટૂંક સમયમાં રહેણાંક અર્થે પ્લોટ પણ ફળવાશે.

આમ જુઓ તો આમાં અમે નિમિત્ત માત્ર..

પણ મદદ કરનાર સૌ અધિકારીગણ, સ્વજનોનો આભાર.. આપે મદદ ન કરી હોત તો આ બધુ ક્યારેય સંભવ થવાનું નહોતું. 

આપ સૌને પ્રણામ…

#MittalPatel #vssm #humanrights

#humanity #livelihood #Government

#people #education #india #Gujarat

Mittal Patel meets nomadic families of Morbi
Nomadic girl welcomes Mittal Patel by doing tikka

Nomadic families gathered to meet Mittal Patel for their issues

Hansaben gets food with the help of VSSM…

Mittal Patel meets Hansaben 

“Hansaben, will you feed me?”

Hanasaben did not respond to my question, she did not even blink as she kept watching me. 

“She has difficulties with hearing!” Chayaben tells me. 

“Didi is asking will you feed her?” Chayaben repeated my question to Hansaben. 

“Of course. Will feed her Dal-Bhaat and Shaak!” Hansaben gave a gentle smile and responded with a stammer. 

Hansaben wears a very calming smile, it was she stood with us while we talked for about 10 minutes. 

Hansaben, a resident of Rajkot’s Kubaliyapara must have been God’s favourite child, so were her 2 sons. They all begged as means to feed themselves. All three of them intellectually weak, they found difficulties with finding work and bothered the least about the world at large. The sons she had raised on begged food, continued begging as they grew. 

Setting out to beg at the beginning of the day was a daily ritual the trio followed. One day one of her sons did not return home, Hansaben kept searching for him but how would she have conveyed with her speech disability. How would she have convinced herself that her son is gone!? The wound of losing the first son was still fresh and the second son left the nest. The same search followed but in vain…

Hansaben also began forgetting her way back home, for hours she would remain seated at one place. Residents of the settlement would bring her back and leave her at the shanty she called home. 

Along with the fellow residents of Kubliyapara, we applied for a residential plot for Hansaben. The Kubaliyapara residents were allotted a plot at Ramparabeti. When the residents shifted their base to Ramparatbeti they also brought Hansaben along. 

It was difficult to sustain on begging in Ramparabeti as the living condition of the residents is not sound enough to give away food to people in need. We had not known about Hansaben’s existence it was Jeevabhai and Dungarbhai who lead our attention to Hansaben. 

The government assistance for building a decent house was substantiated by our dear Krishnakant Uncle and Indira Auntie, who donated Rs. 1.05 lacs to provide Hansaben with a proper roof over her head. 

The highest priority for Hansaben was ration, under the Maavjat program VSSM began supporting her with a monthly ration kit. The women in the neighbourhood help Hansaben prepare her meals. 

VSSM supports 150 needy elders with ration kits. Many of our well-wishers have chosen to become sponsors of elders in need. It is your support and well-wishes that enables us to meet the needs of thousands of families in need. 

 Grateful for your support.

 ‘હંસાબહેન મને જમાડશો?’

મારી વાતનો હંસાબહેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. એ અનિમેષ નજરે મને જોઈ રહ્યા.. 

અમારા છાયાબહેને મને કહ્યું, ‘એમને ઓછુ સંભળાય છે..’ એ પછી છાયાબહેને જ કહ્યું, ‘દીદી પુછે છે તમે એમને જમાડશો?’

થોડું હસીને થોથવાતી જીભે એમણે કહ્યું, ‘હા દાળ ભાત અને બટાકાનું શાક ખવડાવીશ..’

અમે એમની સાથે દસેક મીનીટ ઊભી રહ્યા. અમે ઘણું બોલ્યા ને એ બસ સુંદર સ્મિત સાથે અમારી સામે ઊભા રહ્યા.. હંસાબહેન ભગવાનના માણસ ને એમનું સ્મિત પણ નિજાનંદી. આમ તો તેમના બેય દીકરા પણ તેમના જેવા જ. દુનિયા સાથે આ ત્રણેયને ઝાઝી લેવા દેવા નહીં. 

હંસાબહેન રાજકોટના કુબલિયાપરામાં રહેતા. માનસીક સ્થિતિ નબળી ને કામ કરવાની સુઝ નહીં તે ભીખ માંગીને ખાય. બે દિકરાઓ પણ ભીખમાં માંગેલા ખાવાનાથી જ એમણે મોટા કર્યા. દીકરા પણ મોટા થતા માંગવા જતા. પણ એક દિવસ ઘરેથી નીકળેલા ત્રણેમાંથી મોટો દિકરો ઘરે પરત ન આવ્યો.  

હંસાબહેન થોડા દિવસ રધવાયા ફર્યા પણ ફરિયાદ કોને કરવી.. સરખુ બોલવાનુંયે ન ફાવે ને મન તો ચકળવકળ.. એમણે કેમ કરીને પોતાની જાતને સમાધાન આપ્યું હશે?

હજુ આ ઘા રુઝાયો નહોતો ત્યાં બીજો દિકરોય ચાલ્યો ગયો. હંસાબહેનની આંખોયે એનેય ઘણો શોધ્યો પણ…

બે નિજાનંદી કોણ જાણે કોના સાનિધ્યમાં હશે.. ખેર ઈશ્વરનું સાનિધ્ય તો આ ત્રણેયને હંમેશાં રહેવાનું…

આવા હંસાબહેન હવે ઘરનો રસ્તો ભૂલવા માંડ્યા. જ્યાં બેઠા હોય ત્યાં બેસી રહે. આ તો વસાહતના લોકોમાંથી કોઈ એમને ભાળી જાય તો સાથે તેડતા આવે ને એમના છાપરે જઈ બેસાડે. 

આવા હંસાબહેનને રહેવા પોતાનો પ્લોટ- ઘર મળે તે માટે કુબલિયાપરામાં રહેતા અન્ય પરિવારો સાથે અમે અરજીકરી ને તેમને રામપરા બેટીમાં પ્લોટ મળ્યો. કુબલિયાપરામાંથી સૌ રામપરા રહેવા આવ્યા ને હંસાબહેને પણ સાથે લાવ્યા. રામપરામાં માંગવા જવાય એમ નહોતું.  વિસ્તાર અજાણ્યો. એ બહુ મૂંઝાય. લોકો ખાવાનું આપે પણ બધાની સ્થિતિ એવી સદ્ધર નહીં.. 

અમને હંસાબહેનની સ્થિતિનો ખ્યાલ નહીં પણ જીવાભાઈ, ડુંગરભાઈએ  એ તરફ અમારુ ધ્યાન દોર્યું. 

ઘર બાંધવામાં સરકારના પૈસા ઉપરાંત 1.05 લાખ અમારા ખુબ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટીએ આપ્યા. 

આ સિવાય જેની સૌથી વધુ જરૃર હતી તે રાશન આપવાનું અમે શરૃ કર્યું. આજુબાજુની બહેનોના ટેકાથી એ રાંધીને ખાય છે.

અમે આવા તકલીફમાં હોય ને પોતાનાથી થઈ શકતુ ન હોય તેવા 150  માવતરોને દર મહિને રાશન આપીયે..

ઘણા લોકો આવા માવતરો- વ્યક્તિઓના પાલક બન્યા છે.. આપ સૌની લાગણી અને શુભભાવનાથી આ કાર્યો થાય છે.

આપ સૌને પ્રણામ ને હંસાબહેનને તો કુદરતનું સાનિધ્ય.. એમને તો વહાલ જ કરાય્ ને હા, એક દિવસ એમના હાથનું બટેકાનું શાક ખાવાનું મારે બાકી..

#MittalPatel #vssm #elderly

#elderlycare #elderlypeople

#housing #humanity #humanrights

#Gujrat #rajkot #india

We assure to do our best to assist with ease in hospitalisation as well as proper treatment…

Mittal Patel with Sureshbhai his wife malaben and kiran

 “Alcohol abuse has damaged his liver; there are a tumour and bile collection. Medication will dry up the bile,  but removing the tumour will need surgery.” The doctor shared this clinical diagnosis for Sureshbhai,  who resides on a footpath in Ahmedabad. The financial condition did not allow Sureshbhai to go consult a doctor and he did not possess a government-issued Ma Card or Ayushman Card to access free public health services. 

Sureshbhai at Sola Civil Hospital

CT Scan, Sonography, blood tests, medicines will all mount up the expenses. We asked Sureshbhai to get admitted to a government hospital as it would give us the ability to reduce the billed amount. The name of the government hospital made Sureshbhai run away from treatment. But we convinced him to opt for a government hospital and promised to be beside him through his treatment. Our Kiran was the one who would connect with the doctor and through the course of treatment.

Actually, it was Shri Krishnakant Uncle and Indira Aunty who inspired us to start Sanjivani Arogya Setu and Support Program. They also provided the required financial assistance for the same. Kiran came on board to coordinate this initiative.

Sureshbhai’s surgery was fixed at Sola Civil Hospital.  As promised,  Kiran was present to provide the support and coordinate the treatment. He succeeded in offsetting a lot of expense. Recently, Sureshbhai was at the office after recuperated well from the surgery, he was here to express his gratitude. Well, it is Krishnakant Uncle and Indira Auntie who need to be thanked for their magnanimity, we simply facilitated the process.

If you come across any seriously ill person in need of medical assistance but has no means to afford treatment, please reach out to Kiran at 8401726987.

We assure to do our best to assist with ease in hospitalisation as well as proper treatment.

‘લીવરમાં રસી અને ગાંઠ છે… આ ભાઈએ દારૃ પીને લીવરને ખલાશ કરી નાખ્યું છે..  દવાઓથી રસી સુકાય પણ ગાંઠ કાઢવા ઓપરેશન તો કરવું પડે’ 

ડોક્ટરે સુરેશભાઈનું નિદાન કર્યું. 

અમદાવાદની ફુટપાથ પર રહેતા સુરેશભાઈ પાસે આર્થિક સગવડ નહીં ને મફત સારવાર થાય તે માટે આયુષ્માન કાર્ડ કે મા કાર્ડ નહીં.

સીટીસ્કેન, સોનોગ્રાફી, રીપોર્ટ, દવાઓના બીલો તો ચડવા માંડવાના.

સરકારી દવાખાનામાં દાખલ થઈ જાવ સુરેશભાઈ. ત્યાં ઓછા ખર્ચમાં ને શક્ય હશે તો વિનામુલ્યે સારવાર થાય એ માટે અમે કોશીશ કરીશું.

સરકારી દવાખાનાનું નામ આવ્યું કે એ ભાગ્યા પણ અમે હામ આપી. 

દવાખાનામાં ડોક્ટર સાથે જરૃર પડે અન્ય વિગતે મદદ કરવાનું કાર્ય અમારો કિરણ કરે. 

મૂળ ક્રિષ્ણકાંત અંકલ ને ઈન્દિરા આંટીએ સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ શરૃ કરવા માટેની પ્રેરણા આપી ને સાથે જરૃરી મદદ પણ કરી.. 

આમ કીરણ ફુલટાઈમ આ કાર્ય સાથે જોડાયો.

સોલા સિવિલમાં સુરેશભાઈનું ઓપરેશન ગોઠવાયું ને જ્યાં જરૃર પડી ત્યાં કીરણ ખડે પગે રહ્યો.

હોસ્પીલના અધિકારી સાથે વાત કરી જે થોડો ઘણો ખર્ચ થતો એ માફ કરાવ્યો.

સુરેશભાઈ હવે એકદમ સ્વસ્થ છે. આભાર માનવા એ ઓફીસ આવ્યા..

આભાર તો અંકલ આન્ટીનો ને કુદરતનો માનવો રહ્યો. અમે તો નિમિત્તમાત્ર..

પણ તમારા ત્યાં કોઈને ગંભીર બિમારી હોય સારવાર કરાવવા પૈસા નહોય તો કિરણનો – 84017 26987 પર સંપર્ક કરવા વિનંતી..અમે હોસ્પીટલમાં દાખલ કરાવીને સારી સારવાર થાય તે માટે શક્ય મદદ કરીશું.

ફોટોમાં સાજા થેયલા સુરેશભાઈ તેમના પત્ની માલાબેન ને કીરણ..

#MittalPatel #vssm #medical

#MedicalTreatment #care

#medicalcare #humanity

#human #hospitality #ArogyaSetu

Realising the dream we have been dreaming for years…

Mittal Patel with nomadic girls

“We like to study but our parents do not stay in Kakar throughout the year because it is hard to find work here. They keep wandering to return only after Diwali every year. Many parents leave behind children studying in 5-6-7th standards but these children need to cook for themselves, gather firewood which gets overwhelming for them. So along with attending school we also have to go out to ask for food.”

I had watched Raju and Shailesh sculpt their rotla/flat breads when I was at this Fulvadi settlement, it did surprise me seeing such young hands efficiently make bread. 

“Isn’t your mother at home?”

To which they had responded the above. We knew these kids were hungry for education, they would love to be in school if the conditions allowed them to!! By this time we had already commenced the construction of a hostel in Kankar, with an intent that when the parents set out to work the children can stay back in this hostel and continue going to school without worrying about gathering ingredients and cooking their next meal. 

The Pandemic impacted the timely construction of the hostel and some finishing remains. Nonetheless, we decided to make it operational without any further delays. The hostel at Kankar welcomed its first set of 63 children on 5th March 2021. The capacity is to house 160 children but due to Covid restrictions, we have begun with a smaller number. 

And what joy it is to house these children. Most of them have not seen 3 meals a day, also the menu at our hostel ensures they are provided with balanced meals something these children have never had!! The cooking is done by Meru, Arvind and their wives. Someday I will share their story too. They have been cooking round the clock. 

“Didi, we don’t get time to rest. We are in the kitchen from 5 in the morning!”

The kids have a large appetite, many of them are also addicted to smoking bidi. We need to address that too. I am hopeful that things will fall in place.

We want to equip these first-generation school-goers to become the torchbearers for their community. Make them independent so that they do not have to be dependent on others. 

We are grateful to Shir Piyushbhai Kothari, Shri Pravinbhai Shah, JETCO, Shri Vipulbhai Patel, Apex Foundation, Shri Darshil Rambhiya, Shri Mardviben Patel and Shri Pallika Kanani for the support they have provided to help us realise our dream. We shall always cherish your contribution to ensure this first generation of Ful Vadi receives an education. We will remain eternally grateful to you. 

And the team of VSSM – Naran, Dimpleben, Vanita, Mahesh, Kokila, Ishwar, Bijol, Ambaram, Thakarshibhai, Meru, Arwind, Kinjal, Pravin, Linesh you have worked as a team to ensure we bring education to these children. It was an impossible task, but your team spirit helped us achieve it. Cheers to you!!

There are many interesting anecdotes of these children waiting to be shared, will keep writing…

વર્ષોથી જોયેલું સમણું હવે પૂર્ણ થશે….

‘અમને ભણવું ગમે પણ અમારા બાપા કાકોરમોં કાયમ ના રે. ઓય કોમ ધંધો ના મલ એટલ. માગસરમોં બધા કાકોર આઈયે બાકી તો ભમતા રામ.. પણ હા પોચમી હાતમીમોં ભણતા સોકરાન્ ઈમના મા-બાપ મેલીન જાય પણ રોધવાનું ન બીજુ બધુ ઈમન જાતે કરવાનું. પાસુ ખાવાનો બધો સોમોન ઈમની કને ના હોય એટલ્ ભણવાની હારે હારે મોગવાય જવું પડ્. ચુલો હળગાવવા લાકડાં બાકડાંય ભેગા કરવાના…’

નાનકડા રાજુ અને શૈલેષને રોટલા ઘડતા મે ફુલવાદીઓના ડેરામાં જોયેલા. આટલા નાના ટેણીયા રોટલા ઘડે એ વાતે નવાઈ લાગી ને મે એમને પુછેલું કે,’તમારી મા ઘરે નથી?’ ને જવાબમાં એમણે ઉપરની વાત કહેલી. 

સાંભળીને આ બાળકોની ભણતરની ભૂખ ભાંગવાનો વિચાર તો આવે જ. આમ તો આ બેઉએ આ વાત કહી તે પહેલાંથી જ અમે તો ફુલવાદીઓની વસાહતમાં હોસ્ટેલ બાંધવાનું શરૃ કરી દીધેલું. જેથી મા-બાપ બાળકોને ભણવા માટે મુકીને જાય ને મુક્યા પછી બાળકોને બળતણ વીણવા કે દાણા ભેગા કરવાની પળોજણ ન કરવી પડે.. 

કોવિડના લીધે હોસ્ટેલ બાંધકામ સમયમર્યાદામાં પૂર્ણ ન કરી શક્યા પણ આખરે ક્યારેક તો પતાવવાનું હતું જ ને? હા થોડું કામ બાકી છે પણ એ તો રહેતા રહેતા થશે..

પણ અમે 5 માર્ચ 2021થી હોસ્ટેલ શરૃ કરી દીધી. હોસ્ટેલમાં 160 બાળકો રહેશે. પણ હાલ 63 થી શરૃ કર્યું મૂળ કોવિડના લીધે થોડી સાવધાની પણ જરૃરી..

પણ મજાના બાળકો.. 

ત્રણ ટંક જમવાનું આમાંના મોટાભાગના બાળકોને પહેલીવાર મળ્યું…

પાછુ હોસ્ટેલમાં અમારા મેનુ પ્રમાણે જે જમે એવું તો એમણે પહેલીવાર ખાધુ એવું બધા કહે.. રસોઈનું કામ કરતા મેરુ, અરવીંદ ને બેઉની ઘરવાળીઓ કરે.. એમની વાતેય લખીશ. પણ આ લોકો રાંધતા થાક્યા. સવારે પાંચથી રસોડામાં ધૂસીએ છીએ દીદી આરામ જ નથી મળતો.. એવું એ કહે..

મૂળ ખોરાક જરા વધારે માટે. રૃટિન આવતા સમય લાગશે.. 

પાછી ઘણા ખરાને બીડીઓની જબરી લત… 

આ બધુ સરખુ કરતા ઘણો સમય લાગશે… પણ શિક્ષણથી વંચિત આ સમાજની આ પહેલી પેઢી ભણી ગઈ તો કાલે એને કોઈની જરૃર નહીં રહે ને અમારે એમને સ્વંતંત્ર કરવા છે…

હોસ્ટેલ બાંધકામમાં મદદ કરનાર શ્રી પિયુષભાઈ કોઠારી, શ્રી પ્રવિણભાઈ શાહ, જેટકો, શ્રી વિપુલભાઈ પટેલ, અપેક્ષ ફાઉન્ડેશન, શ્રી દર્શીલ રાંભિયા, શ્રી માર્દવીબેન પટેલ, શ્રી પલ્લીકા કાનાણી આપ સૌના અમે આભારી છીએ.. આપે આ સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરી. પણ ફુલવાદીઓની પહેલી પેઢીને ભણાવવામાં આપ સૌએ કરેલી મદદની નોંધ આ બાળકોની સાથે સાથે અમે સૌ કાયમ રાખીશું… આપ પ્રત્યે કૃતજ્ઞતા..

બાકી બહુ રસપ્રદ વાતો છે આ ટાબરની એ બધીયે તમારી સામે મુકીશ…

પણ હોસ્ટેલ શરૃ કરવા માટે પ્રયત્નશીલ અમારી ટીમ નારણ, ડિમ્પલબેન, વનીતા, મહેશ, કોકીલા, ઈશ્વર, બીજોલ, અંબારામ, ઠાકરશીભાઈ, મેરુ, અરવીંદ, કિંજલ, પ્રવિણ, કીરણ , લીનેશ આ બધાયની ભૂમિકા ખુબ મહત્વની.. તમે બધા ટીમ તરીકે એક સાથે ન આવ્યા હોત તો આ બધુ શરૃ કરવું મુશ્કેલ થાત.

આપ સૌ પ્રત્યે રાજીપો…

#MittalPatel #vssm #nomadic

#denotified #families #education

#educationforall #girls #girlchild

#Banaskantha #Gujarat

 

Nomadic children enjoying their meal at kakar hostel

Nomadic children playing throwball

Nomadic children at kakar hostel

Nomadic children at kakar hostel

Nomadic children at Kakar hostel

Nomadic children enjoying their meal at Kakar hostel

The awareness of VSSM’s tree plantation campaign is rising and we are invited to carry plantation drives…

Mittal Patel with the leaders of Mali community of Vakha 
village

 “Where is the meeting?”

“At the crematorium!”

So all of us would gather at the decided venue. Crematoriums are devoid of trees, and if there is any seating under their shade is not an option because the place is hardly clean. Ultimately, after a brief hesitation, all of us  seated on the platform where the pyre is lit.

“Why hesitate when one day all of us will come and rest here!” would be unanimous clamour.

The meeting begins to discuss turning crematoriums into green sanctuaries. 

There is a Mali community crematorium in Banaskantha’s Vakha, the expanse is huge but the grounds have no trees or greenery around.

The awareness of VSSM’s tree plantation campaign is rising and we are invited to carry plantation drives. The leaders of the Mali community of Vakha are informed and aware, they took up the responsibility of fencing the grounds and arranging for water and cleaning of the grounds.

The plantation drive will be carried in July, following which we will appoint a Vruksh Mitra to nurture and raise the trees.

We are hoping for such awareness to spread across Banaskantha to make it green again.

One should always be hopeful, right?

‘બેઠક ક્યાં છે?’

ને જવાબ મળે સ્મશાનમાં.

ને અમે પહોંચીએ સ્મશાનમાં. ઝાડ તો હોય નહીં તે એના છાંયે બેસાય. ને હોય તોય નીચે બેસવા લાયક સફાઈ ન હોય. આખરે બેસવું ક્યાં એ વાત પર સૌ આવે ને બેઠક ગોઠવાય અગ્નીદાહ આપવાની છાપરીમાં.. 

પ્રથમ થોડો ખચકાટ સૌને થાય પણ પછી એક સાથે બધા જ કહે, આજ તો આપણું અંતિમ વિરામ સ્થાન ત્યાં બેસવામાં સંકોચ શાને? ને સૌ ગોઠવાઈ જઈએ..ને પછી ચર્ચા શરૃ થાય સ્મશાનને નંદનવન બનાવવાની..

બનાસકાંઠાના વખામાં માળી સમાજનું વિશાળ સ્મશાન. પણ એમાં ઝાડી ઝાંખરા સિવાય ભાગ્યે જ વૃક્ષો જડે.

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન હાથ ધર્યું છે. લોકોને હવે એનો ખ્યાલ આવી રહ્યો છે. એટલે ઘણા ગામો પોતાના ગામમાં વૃક્ષારોપણ કરવા અમને નિમંત્રણ આપે ને અમે ત્યાં જઈએ.

વખાના માળી સમાજના આગેવાનો ઘણા જાગૃત. સ્મશાન ફરતે વાડ કરવાનું, સફાઈ ને પાણીની વ્યવસ્થા કરવાનું એમણે માથે લીધુ છે. 

જુલાઈમાં અમે વખામાં વૃક્ષો વાવીશું ને પછી એક વૃક્ષમિત્ર એ વૃક્ષોના ઉછેર માટે રાખીશું જે વૃક્ષોનું જતન કરશે. 

દરેક ગામ આ રીતે જાગે તો આખો બનાસકાંઠો હરિયાળો થઈ જાય. 

ખેર સૌ જાગે તેવી અભીલાષા…

#MittalPatel #vssm #tree

#treeoflife #treeplanting

#TreePlantation #environment

#save #saveenvironment #green

#greenindia #india #Banaskantha

Tree plantation site

Tree plantation site

Tree plantation site

Tree plantation site

Tree plantation site

Mali community crematorium in Banaskantha’s Vakha

VSSM had a gathering of Sarpanchs of 52 villages of Deesa and Lakhni blocks to share experience of our work on water conservation…

Mittal Patel talks about water conservation

 Let us talk Water….

Ma Rewa (Narmada) has been a blessing in disguise in Banaskantha or for that matter entire Gujarat however since our work on water conservation in  Banaskatha has been growing steadily I can talk about the region with confidence. The region is experiencing a prosperous change as a result of Sardar Sarovar water reaching it. The borewells to pump out groundwater have also played their role but the borewells of the regions where the Narmada waters have not reached are experiencing immense distress and the condition will only worsen in coming years.

VSSM has deepened lakes in villages of Lakhni and Deesa, the waters tables have dropped down to 900 to 1200 feet, the borewells are breathing their last.

The Sujalam Sufalam Canal passes through the region but since it doesn’t remain full throughout the year, sourcing water for irrigation is not an option. The canal also does not bring with it possibilities of year-round irrigation to the farms in the region,  neither do the surrounding lakes receive the canal waters.

The farmers of this region are waking up to the need for some more efficient solutions to their water woes,  but they can’t seem to find a way forward.

Recently to share experiences of our work on water conservation in the region and educate them on the available solutions,  we had a gathering of Sarpanchs of 52 villages of Deesa and Lakhni blocks.

The farmers, leaders and Sarpanch talked about keeping water in the Sujlam Suflam Canal year-round, if required make this kuccha canal a pucca one, link lakes with it, dig small-big lakes on the gochar land of these villages and catch the rainwater, also dig up a lake over 500 acres plus woodland of Lavana village and fill it with water from the main canal of Narmada. This will improve the groundwater levels of the entire region.

In the coming days based on these recommendations, we plan to shape a strategy and bring it to our Chief Minister, Deputy Chief Minister and concerned authorities.

Lakhani TDO Shri Anilbhai remained present in the meeting to offer his support for the tree plantation drives in the region.

The awareness of these community on the looming water crisis made us optimist and hopeful for water sufficient tomorrow, provided we all decide to work together.

વાત પાણીની..

મા રેવા (નર્મદા) આશિર્વાદરૃપ બની ને બનાસકાંઠાનો આમ તો ગુજરાતનોય કહેવાય પણ અમે બનાસકાંઠામાં પાણીને લઈને ઘણું કામ કરીએ એટલે એ વિસ્તારનો ઘણો ભાગ સમૃદ્ધ બન્યો એમ કહીશ. નર્મદાની સાથે બોરવેલે પણ પોતાની ભૂમિકા ભજવી.. પણ જ્યાં નર્મદાના નીર પહોંચ્યા નથી ત્યાં હવે બોરવેલ ડચકા લે છે. આવા વિસ્તારની દશા આવનારા પાંચ – દસ વર્ષમાં માઠી થવાની.

લાખણી અને ડીસાના કેટલાક ગામોમાં અમે તળાવ ઊંડા કરવાના કાર્યો કરીયે. ત્યાં પાણીના તળ વિષે લોકોને પુછ્યું તો 900 થી 1200 ફૂટે પાણી પહોંચ્યાનો જવાબ મળ્યો.

ક્યાંક તો બોર હવે ડચકા લે એવી વાત પણ આવી.

આ વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી કેનાલ પસાર થાય પણ એ કાંઈ બારેમાસ ભરાયેલી ન રહે. ને એમાંથી સિંચાઈ થઈ શકતી નથી. ના આ કેનાલમાંથી આસપાસના વિસ્તારના તળાવો ભરવાનું કાર્ય થાય. 

ખેડૂતો જાગૃત થયા છે પણ ઉકેલ સુઝતા નથી. 

પાણી રિચાર્જના કાર્યો માટે શું થઈ શકે તે સમજવા અને અમારા અનુભવે અમે જે કર્યું તે વાત કરવા લાખણી અને ડીસા તાલુકાના 52 ગામના સરપંચ અને આગેવાનો સાથે એક બેઠક લાખણીમાં મા હિંગળાજના સાનિધ્યમાં કરી.

સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી ભરાયેલા રહે, વળી કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે. જરૃર પડે આ કેનાલ નર્મદાની જેમ પાકી થાય. તેમાંથી તળાવો લીંક થાય. એ સિવાય આ વિસ્તારની ગૌચરની જમીનોમાં નાના માટો તળાવ કરવા જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય. તેમજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી લવાણા જેવા ગામમાં જ્યાં 500 એકરથી વધુ જમીનનું વીડ છે ત્યાં મોટુ સરોવર કરી એને બારેમાસ કેનાલના પાણીથી ભરવામાં આવે તો આ આખા વિસ્તારના તળમાં સુધારો થઈ શકે.. વગેરે જેવી ઘણી વાત આ વિસ્તારના આગેવાનો – સરપંચ અને મૂળ તો આ બધાય ખેડૂતોએ કરી. 

આગામી દિવસોમાં આ બધી વાતો સાથે આ દિશામાં નક્કર આયોજનને લઈને મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીથી લઈને સંલગ્ન તમામ અધિકારીને રજૂઆત કરીશું.

લાખણી તાલુકાના TDOશ્રી અનીલભાઈ પણ આ બેઠકમાં વૃક્ષારોપણના કાર્યોમાં એમની જે મદદની જરૃર પડે તે મદદની વાત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા. 

પાણી માટેની આ જાગૃતિ જોઈને રાજી થવાયું. સાથે મળીને કોશીશ કરીશું તો નક્કર પરિણામ સુધી પહોંચીશું તેવો વિશ્વાસ પણ છે..

VSSM had a gathering of Sarpanchs of Deesa and Lakhni
blocks

The farmers, leaders , sarpanchs talked about water 
conservation

Mittal Patel shares experience of water management with
the sarpamchs and villagers

Lakhani TDO Shri Anilbhai remained present in the meeting
to offer his support for the tree plantation