Chaangda village shows awareness towards environment conservation by tree plantation…

Mittal Patel with the Sarpanch,villagers at Changda tree plantation site

“We always wanted to plant trees, but the fear of their survival deterred us from going forward. In the past, we have planted trees, but most of the saplings never made it. However, after your assurance, we planted 12000 trees on the premises of Lord Ram temple. This region is water-starved, and the groundwater tables are low and saline. We did not have a borewell either, but as they say, where there is a will, there is a way; the borewell we drilled had sweet water. Within two years, these trees will begin to give cool shade to the worshipers coming to the temple.”

Banaskantha’s Chaangda village community leaders talked about their wish to carry out a plantation there. However, since the plot of land adjacent to the Ram temple had always remained vacant, it got treated as a wasteland, with the villagers using it to dispose of their dead cattle. So the community decided to cover this wasteland into a green oasis. Consequently, with support from Rosy Blue India Private Limited, VSSM carried out the plantation at the selected site.

Before we initiated the plantation activities, the community cleaned the site and removed the wild invasive trees. After completion of the plantation, the community monitors the site, and 12000 trees are growing well under their care. Inspired by the success of the first plantation drive, the villagers have now decided to spare another plot of land near a temple for the second phase of the plantation.

We hope other villages show similar awareness and raise jungles of 25,000 to 30,000 trees. Only trees would help bring down the temperatures, bring rain, and reduce the occurrence of droughts and floods. Our efforts need to focus on turning the entire earth green again, and not just Banaskantha.

VSSM’s Naranbhai Raval, Maheshbhai Choudhry, and Maheshbhai work very hard to ensure that these plantation drives are executed as per their criteria.

The immense efforts of Arjanbhai and Dungarbhai Patel, the two vriksh mitra of Chaangda, should be congratulated for their efforts in raising these trees.

“અમાર ઝાડખા વાબ્બા’તા. પણ થોડી બીકેય લાગતી’તી. દર ચોમાસે ઝાડ વવાય ઘણા પણ બધા ઊગે નહીં એટલે. પણ તમે વિસવા આલ્યો. તે રાજારામભગવાના મંદિરની આ જગ્યામાં 12,000 થી વધારે ઝાડખા વાવી દીધા. અમાર ઓય પોણી નતું. ઝાડખા માટે અમાર બોર કરવાનો’તો. અમાર આ વિસ્તારમાં તળમાં મેઠા પોણી નહીં. પણ ભગવોને એહ પુરી તે બોરમાં પેલી વારકુ જ મેઠુ પોણી આયુ. એક બે વર્ષમાં ભગવોનના દર્શને આવનાર દર્શાનાર્થી બેહી હકે એવી સરસ લીલોતરી ઓય થઈ જવાની..”

બનાસકાંઠાના થરાદના ચાંગડાકામના આગેવાનોએ આ કહ્યું. ભગવાન રાજારામના મંદિરની બાજુની અવાવરુ, આમ તો મરેલા ઢોર જ્યાં નાખી દેવામાં આવતા એ જગ્યામાં રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી VSSM એ વૃક્ષો વાવ્યા. ગામે આ જગ્યા વૃક્ષો વાવી ઉછેરવા આપી. એટલે આ શક્ય બન્યું.

ગામે પાણીની વ્યવસ્થા કરી આપી સાથે જમીનની સફાઈ ખાસ તો ગાંડો બાવળ કાઢી આપ્યો. એ પછી અમે વૃક્ષો વાવ્યા. પણ ગામની દેખરેખ ઘણી. ગામ પણ જાગૃત એટલે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 12,000થી વધારે વૃક્ષોનો સરસ ઉછેર જોઈને ગામે મંદિર પાસેની અન્ય એક જગ્યામાં પણ આ ચોમાસે વૃક્ષો વાવવાની નેમ રાખી.

બસ દરેક ગામ ચાંગડાની જેમ જાગે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર વૃક્ષોના જંગલો કરે.. આ થશે તો વાતાવારણમાં ઠંડક થશે, વરસાદ નિયમીત અને સારો આવશે. દુષ્કાળ, પૂરનું પ્રમાણ ઘટશે. તો માત્ર બનાસકાંઠો હરિયાળો નહીં આખી પૃથ્વી હરિયાળી કરવા મથીએ..

અમારા આ કાર્યમાં અમારા કાર્યકર નારણભાઈ રાવળ, મહેશભાઈ ચોધરી, મહેશભાઈ બોકાની મહેનત ઘણી. પણ સૌથી વધારે દેખરેખ વૃક્ષોની સાર સંભાળ રાખનાર વૃક્ષમિત્ર અરજણભાઈ પટેલ તેમજ ડુંગરાભાઈ પટેલની.. તમને બધાને પ્રણામ..

#MittalPatel #VSSM

VSSM planted 12,000 tress on the premises of Lord Ram Temple
Mittal Patel with others visits temple
Chaangda Tree Plantation site
Chaangda Tree Plantation Site

 

The Bhoomi-Pujan ceremony for Sanjiv Sadan was organised on March 12th 2023…

 Minister Smt. Bhanuben Babariya and Respected 
Shri Jagdishbhai Vishvakarma graced the ceremony.

No words can describe the anguish a homeless endures for not owning a house or having a permanent address! Since we work with the address less section of society, we comprehend that pain even better. And despite working for the welfare of these homeless families, Even we as an organization did not have a permanent address. Our journey began from the premises of Janpath, which later moved to the Sadvichar Parivar Campus. Incidentally, until recently we had never felt the need to have a permanent address

However, the current trend of exorbitant land prices makes it impossible for an organization like ours to purchase even a small piece of land, and we were confused about the way forward. The government agreed to offer us land at 50% cost at our request. Shri Chiragbhai, the revenue officer of Ahmedabad’s Bopal area marked out a nice piece of land for us. Respected Shri Bhagwandas Panchal (Kaka to all of us) provided continuous support to ensure the file moved quickly through various departments. Respected Shir Jagdishbhai Viswakarma, Minister for Small and Cottage Industries, Protocol helped a lot; he accompanied us to the department from where the file did not move. The respected Chief Minister and Respected C. R. Patil  Saheb provided immense support. Shri Patil Saheb initiated the entire process with a phone call to the District Collector of Ahmedabad, requesting him to allot a plot to VSSM.

Collector Shri Sandip Sangle played a crucial role; respected Awantikabahen, Shri Pankajbhai Joshi, Shri Modiya Saheb, Shri Damor Saheb, Dy. Collector Shri Sudhirbhai, Mamlatdar Shri Ronakbhai, and numerous officials helped us whenever required. Finally, due to these collective efforts, a government order for land was released, and allotment happened.

However, the 50% amount we were required to pay was also substantial. Respected Shri Krishnakant Mehta and Dr. Indira Mehta, our Dubai-based well-wishing donors, asserted the need for VSSM’s independent office from where we can easily carry out our activities. They offered to pay the entire payable amount to the government and decided to build Sanjiv Sadan in memory of their son Sanjiv who had succumbed to cancer at a very early age.

The Bhoomi-Pujan ceremony for Sanjiv Sadan was organised on March 12th 2023. Minister Smt. Bhanuben Babariya and Respected  Shri Jagdishbhai Vishvakarma graced the ceremony.

The notable aspect of the entire ceremony was the members of communities arriving with a fistful of soil and a brick from their front yard and showering us with the blessings to continue working for the welfare of others. Numerous friends and well-wishers also attended the ceremony.

We took the opportunity to honor  Respected Shri Krishnakant uncle and Indira auntie, along with Respected Shri Bhagwandas Panchal (kaka). Although none of them wished for their felicitation, it was only apt that we took the opportunity to express our gratitude. “If I have two rotis, and I need only one for my sustenance, I should be giving away the other to feed the hungry,”  Krishnakant uncle believes. This very humble and compassionate Mehta couple has spent only for the betterment of others. I am grateful for our paths to have crossed and for their faith and trust in us.

Around 2500 friends and well-wishers from across Gujarat remained present at the ceremony. Sanjiv Sadan, will be our permanent address to carry out our endeavors for the welfare of impoverished communities.

We are immensely grateful to the Government, Respected Shri Krishanakant Uncle, Indira Auntie, whose support has helped us have a permeant address.

And my gratitude to the well-wishers of VSSM whose support has helped us reach thousands of impoverished families.

પોતાનું સરનામુ ન હોવાની પીડા ભયંકર. વિચરતી જાતિઓ સાથે કાર્ય કરતા આ પીડા જાણે વધારે સમજાણી. જો કે વર્ષોથી આ સમુદાયોના કલ્યાણનું કાર્ય કરતા અમારી પાસે પણ પોતાનું સરનામુ નહીં. વર્ષો પહેલાં જનપથ ને પછી સદવિચાર પરિવારના પ્રાંગણમાં બેસીને અમે કાર્ય કરીએ. જો કે આ સમયગાળા દરમ્યાન ક્યારેય પોતાનું સરનામુ થાય એવી ઝંખના નહોતી સેવી. પણ સમય જતા સરનામાની જરૃરત ઊભી થઈ. 

પણ આજના સમયમાં જમીન ખરીદવી એ પણ એક સંસ્થાને બધુ બહુ મુશ્કેલ લાગે. શું કરવું એના મુૂંઝારા હતા. સરકારને વિનંતી કરી ને એમણે 50 ટકા રાહત દરે જમીન આપવાનું સ્વીકાર્યું. અમદાવાદના બોપલમાં અમને બોપલ તલાટી શ્રી ચિરાગભાઈએ સરસ પ્લોટ બતાવ્યો. જમીનની ફાઈલ ઝડપથી વિવિધ વિભાગોમાંથી ક્લીયર થાય તે માટે આદરણીય ભગવાનદાસ પંચાલ જેમને અમે કાકા કહીએ એ સતત સાથે રહ્યા. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા માનનીય મંત્રી શ્રી લધુ અને કુટરી ઉદ્યોગ, પ્રોટોકોલ વગેરે એમણે ખુબ મદદ કરી. જ્યાં ફાઈલ અટકી ત્યાં એ સાથે આવ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ આદરણીય સી.આર.પાટીલ સાહેબે પણ ખુબ મદદ કરી. અલબત ફાઈલની શરૃઆત જ પાટીલ સાહેબે કરાવી. એમણે જ કલેક્ટર શ્રીને પ્રથમ ફોન કરીને જમીન આપવા બાબતે વાત કરી. 

કલેક્ટર શ્રી સંદીપ સાંગલે એમની ભૂમિકા પણ મહત્વની રહી. આદરણીય અવંતીકાબહેન, શ્રી પંકજભાઈ જોષી, શ્રી મોડિયા સાહેબ, શ્રી ડામોર સાહેબ, ડે.કલેકટર શ્રી સુધીરભાઈ, મામલતદાર શ્રી રોનકભાઈ વગેરે જેવા ઘણા અધિકારીઓએ પણ જ્યાં જરૃર પડી મદદ કરી ને આખરે સરકારમાંથી જમીનનો હુકમ થયો ને જમીન ફળવાાઈ. 

પણ ફળવાયેલી જમીનની 50 ટકા રકમ ભરવાની હતી અને એ રકમ પણ ઘણી મોટી હતી. દુબઈમાં રહેતા આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ડો.ઈન્દિરા મહેતા આ કામમાં સાથે આવ્યા. એમણે કહ્યું, VSSMનું મુખ્ય કાર્યાલય હોવું જ જોઈએ અને હોય તો ત્યાંથી ગુજરાત અને ગુજરાત બહાર જ્યાં પણ કામ કરવું છે તે આરામથી કરી શકાય. 

બસ જમીનની સરકારને ચુકવવાની તમામ રકમ અંકલ આન્ટીએ ચુકવી. તેમના દીકરા સંજીવભાઈ જે 8 વર્ષની વયે ગંભીર બિમારીમાં મૃત્યુ પામ્યા તેમના નામે આ જમીન પર સંજીવ સદન બાંધવાનું નક્કી કર્યું. આ સંજીવ સદનનો ભૂમીપૂજન કાર્યક્રમ તા. 12મી માર્ચ 2023ના રોજ આયોજીત થયો. જેમાં માનનીય મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયા અને આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા. 

કાર્યક્રમમાં ઊડીને આંખે વળગે તેવી વાત સમુદાયના લોકો પોતાના આંગણાની ધુળ અને એક ઈંટ લઈને આવ્યા તે હતી. એક પવિત્ર ભાવના સાથે તેઓ આવ્યા ને આ સદનમાં બેસી અસંખ્ય જીવોાના કલ્યાણનું કાર્ય કરો તેવી શુભભાવના સમગ્ર ટીમને એમણે આપી.

સંસ્થા સાથે સંકળાયેલા ઘણા બધા સ્નેહીજનો પણ કાર્યક્રમમાં ખાસ પધાર્યા. 

કાર્યક્રમમાં આદરણીય શ્રી ક્રિષ્ણકાંત મહેતા તેમજ ડો. ઈન્દિરા આંટીનું સન્માન કરવામાં આવ્યું. સાથે આદરણીય ભગવાન દાસ પંચાલ (કાકા)નું પણ સન્માન કર્યું. જો કે સન્માનની ઝંખના આ ત્રણેય ને જરાય નહીં. ક્રિષ્ણકાંત અંકલ તો કહે, મારી પાસે બે રોટલી હોય અને એક રોટલીથી મારુ જીવન ચાલી જાય તો મારે બીજી રોટલી બીજા ભૂખ્યા જનને આપી દેવી જોઈએ. આવી ફીલોસોફીમાં માનનાર આ દંપતીને ઈશ્વરે જે આપ્યું તે એમણે વાપરી જાણ્યું. તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.

આખા ગુજરાતમાંથી 2500 જેટલા પ્રિયજનો ઉપસ્થિતિ રહ્યા.. સંજીવ સદન અમારુ સરનામુ જ્યાં બેસી તકવંચિતોના કામો થશે. 

સરકાર અને આદરણીય ક્રિષ્ણકાંત અંકલ, આન્ટીના અમે આભારી છીએ. એમની લાગણીના લીધે આ શક્ય બન્યું.. 

VSSM ને આ સ્તર સુધી પહોંચાડનાર સૌ સ્નેહીજનોનો આભાર… 

#MittalPatel #vssm #BhoomiPoojan #sanjiv #Sadan #fornomads #nomadsofindia #jagdishvishvkarma #socialjusticeactivist #Minister #bhanubenbabariya #nomadsfrom #gujarat

Nomadic Communities from across Gujarat remained present
 at the ceremony

Respected Shir Jagdishbhai Viswakarma,
Minister for Small and Cottage Industries,
addresses the nomads
 

Respected Shri Lal Rambhia addresses
the nomads

Respected Shri Jagdishbhai Vishwakarma trying out a trade

Nomadic Communities from across Gujarat remained present
at the ceremony

VSSM honoured Respected Shri Bhagwandas Panchal who
provided continuous support to ensure the file moved
quickly through various departments.

Nomadic communities arriving with a fistful of soil and a brick
from their front yard and showering us with the blessings
 to continue working for the welfare of others

Nomadic communities arriving with a fistful of soil and a brick
from their front yard and showering us with the blessings
to continue working for the welfare of others

Respected Shri Krishnakant Mehta and Smt. Dr.Indira Mehta
with Respected Shri Bhagwandas Panchal

Mittal Patel with Shri Bhagwandas Panchal

Mittal Patel with VSSM team and our well-wishers during
the bhoomi pujan ceremony
VSSM team

Mittal Patel addresses the nomads

Ministers, VSSM’s well-wishers graced the ceremony

Bhoomi Pujan Ceremony of VSSM’s new office

Bhoomi Pujan Ceremony of VSSM’s new office

Mittal Patel during the event

Around 2500 friends and well-wishers from across Gujarat
remained present at the ceremony.

VSSM honoured Respected Shri Krishnakant Mehta and
Smt. Dr. Indira Mehta our Dubai-based well-wishing donors,
 asserted the need for VSSM’s independent office from
where we can easily carry out our activities.

Chaabgda village shows awareness towards environment conservation by tree plantation…

Mittal Patel with the Sarpanch,villagers at Changda 
tree plantation site

“We always wanted to plant trees, but the fear of their survival deterred us from going forward. In the past, we have planted trees, but most of the saplings never made it. However, after your assurance, we planted 12000 trees on the premises of Lord Ram temple. This region is water-starved, and the groundwater tables are low and saline. We did not have a borewell either, but as they say, where there is a will, there is a way; the borewell we drilled had sweet water. Within two years, these trees will begin to give cool shade to the worshipers coming to the temple.”

Banaskantha’s Chaangda village community leaders talked about their wish to carry out a plantation there. However, since the plot of land adjacent to the Ram temple had always remained vacant, it got treated as a wasteland, with the villagers using it to dispose of their dead cattle. So the community decided to cover this wasteland into a green oasis. Consequently, with support from Rosy Blue India Private Limited, VSSM carried out the plantation at the selected site.

Before we initiated the plantation activities, the community cleaned the site and removed the wild invasive trees. After completion of the plantation, the community monitors the site, and 12000 trees are growing well under their care. Inspired by the success of the first plantation drive, the villagers have now decided to spare another plot of land near a temple for the second phase of the plantation.

We hope other villages show similar awareness and raise jungles of 25,000 to 30,000 trees. Only trees would help bring down the temperatures, bring rain, and reduce the occurrence of droughts and floods. Our efforts need to focus on turning the entire earth green again, and not just Banaskantha.

VSSM’s Naranbhai Raval, Maheshbhai Choudhry, and Maheshbhai work very hard to ensure that these plantation drives are executed as per their criteria.

The immense efforts of Arjanbhai and Dungarbhai  Patel, the two vriksh mitra of Chaangda, should be congratulated for their efforts in raising these trees. 

“અમાર ઝાડખા વાબ્બા’તા. પણ થોડી બીકેય લાગતી’તી. દર ચોમાસે ઝાડ વવાય ઘણા પણ બધા ઊગે નહીં એટલે. પણ તમે વિસવા આલ્યો. તે રાજારામભગવાના મંદિરની આ જગ્યામાં 12,000 થી વધારે ઝાડખા વાવી દીધા. અમાર ઓય પોણી નતું. ઝાડખા માટે અમાર બોર કરવાનો’તો. અમાર આ વિસ્તારમાં તળમાં મેઠા પોણી નહીં. પણ ભગવોને એહ પુરી તે બોરમાં પેલી વારકુ જ મેઠુ પોણી આયુ. એક બે વર્ષમાં ભગવોનના દર્શને આવનાર દર્શાનાર્થી બેહી હકે એવી સરસ  લીલોતરી ઓય થઈ જવાની..”

બનાસકાંઠાના થરાદના ચાંગડાકામના આગેવાનોએ આ કહ્યું. ભગવાન રાજારામના મંદિરની બાજુની અવાવરુ, આમ તો મરેલા ઢોર જ્યાં નાખી દેવામાં આવતા એ જગ્યામાં રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી VSSM એ વૃક્ષો વાવ્યા. ગામે આ જગ્યા વૃક્ષો વાવી ઉછેરવા આપી. એટલે આ શક્ય બન્યું. 

ગામે પાણીની વ્યવસ્થા કરી આપી સાથે જમીનની સફાઈ ખાસ તો ગાંડો બાવળ કાઢી આપ્યો. એ પછી અમે વૃક્ષો વાવ્યા. પણ ગામની દેખરેખ ઘણી. ગામ પણ જાગૃત એટલે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 12,000થી વધારે વૃક્ષોનો સરસ ઉછેર જોઈને ગામે મંદિર પાસેની અન્ય એક જગ્યામાં પણ આ ચોમાસે વૃક્ષો વાવવાની નેમ રાખી.

બસ દરેક ગામ ચાંગડાની જેમ જાગે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર વૃક્ષોના જંગલો કરે.. આ થશે તો વાતાવારણમાં ઠંડક થશે, વરસાદ નિયમીત અને સારો આવશે. દુષ્કાળ, પૂરનું પ્રમાણ ઘટશે. તો માત્ર બનાસકાંઠો હરિયાળો નહીં આખી પૃથ્વી હરિયાળી કરવા મથીએ.. 

અમારા આ કાર્યમાં અમારા કાર્યકર નારણભાઈ રાવળ, મહેશભાઈ ચોધરી, મહેશભાઈ બોકાની મહેનત ઘણી. પણ સૌથી વધારે દેખરેખ વૃક્ષોની સાર સંભાળ રાખનાર વૃક્ષમિત્ર અરજણભાઈ પટેલ તેમજ ડુંગરાભાઈ પટેલની.. તમને બધાને પ્રણામ..

#MittalPatel #VSSM

VSSM planted 12,000 tress on the premises of Lord Ram 
Temple

Chaangda Tree Plantation site

Chaangda Tree Plantation Site

Mittal Patel with others visits temple

We are grateful to the Mamlatdar, Additional Mamlatdar and the Public Supply Department of Mansa for their promptness in issuing the ration cards to the nomadic families…

Mital Patel with the nomadic families of ludra who received
their ration cards and other citizenry documents

“Allotment of Ration Cards and that too BPL ration cards within such a short time is beyond our comprehension. It has taken us months and sometimes years of struggle to get our existing ration cards reissued upon splitting them.” Prahaladbhai Raval of Gandhinagar’s Lodra shared with great astonishment.

Ludra has a considerable population of Raval families who earn their living as menial labor. While some have pucca homes, others don’t, and many who do not even have a place to call home stay in rented properties. These individuals are enterprising but lack the capital to launch their independent ventures, and it is unaffordable to borrow money from private money lenders at a high-interest rate. We discussed these and many other aspects of their life during the meeting. Now that VSSM is with them, the families experienced a sense of relief. VSSM’s team member Rizwan has made great efforts to ensure the families receive their ration cards and other citizenry documents. We are grateful to the Mamlatdar of Mansa Shri  Vishalbhai Parmar and Additional Mamlatdar Shri Chiragbhai Shah for their promptness in issuing the ration cards. Shri Chiragbhai obliged our team member’s request and paid a visit to the settlement…

We are also grateful to the Public Supply Department of Mansa.

Incidentally, Shri Nimeshbhai Savla and Shilpaben, our well-wishing donors, traveled with us on that day and participated in this noble cause. Our best wishes to these families of Ludra.

 ‘આટલા જલદી રેશનકાર્ડ એ પણ બીપીએલ મળે એ કલ્પના બહારની વાત હતી પણ જુઓ આ બધું થયું. વિભાજીત રેશનકાર્ડ માટે પણ અમે ઘણા વખતથી મથતા પણ મેળ નહોતો પડતો.’

ગાંધીનગરના લોદ્રામાં રહેતા પ્રહલાદભાઈ રાવળે ભાઈએ આ કહ્યું. 

લોદ્રામાં રાવળ સમુદાયની વસતિ ઘણી મોટી. ઘણા છૂટક મજૂરી કરીને ગુજારો કરે. કેટલાક પાસે પાકા ઘર છે તો કેટલાક પાસે નથી. ઘણા પાસે રહેવા પોતાની જગ્યા નથી. ભાડાના મકાનમાં ઘણા રહે છે. ધંધો કરવાની સમજણ છે પણ પાસે મૂડી નથી. વ્યાજવા લાવે તો પોષાય નહીં. આવી ઘણી વાતો તેમની સાથે બેઠક કરી તેમાં તેમણે કરી. 

પણ હવે સૌને નિરાંત એ વાતે હતી કે VSSM એમની સાથે છે. કાર્યકર રીઝવાન એમના માટે ઘણું મથે આ રાશનકાર્ડ માટે પણ એણે જ ફોર્મ ભરીને પ્રયત્ન કરેલા.

માણસા મામલતદાર શ્રી વિશાલભાઈ પરમાર અને નાયબ મામલતદાર શ્રી ચિરાગ શાહનો ઘણો આભાર. આ બેઉની આ સમુદાય માટે ખુબ લાગણી એટલે આ કાર્ય ઝડપથી થયું.

ચિરાગભાઈ તો અમારા કાર્યકર રીઝવાનની લાગણી ધ્યાનમાં રાખીને વસાહતમાં પણ આવ્યા. 

આભાર પૂરવઠા વિભાગ માણસા.

અમારા કાર્યોમાં સદાય સાથે રહેનાર, મદદ કરનાર નિમેશભાઈ સાવલા ને શિલ્પાબહેન પણ યોગાનુયોગ આ દિવસે સાથે હતા. તેઓ પણ આ સદકાર્યમાં ભાગીદાર બન્યા.

બસ લુદ્રાના આ પરિવારો સુખી થાય તેવી શુભભાવના…

OurWell-wishing donor Shri Nimeshbhai Savla give
ration card to nomadic families

Nomadic families during the issuance of Ration card

Mittal Patel gives ration card to nomadic families

Our VSSM Co-ordinator Rizwan gives ration card to 
nomadic families

Nomadic families recieved their ration card

Our Well-wishing donor Smt. Shilpaben Savla gives 
ration card to nomadic families

Nomadic families during the issuance of ration card

We need your support to help us take care of more elders in need ….

VSSM provides ration kit to hundreds of such needy elderly
who are unable to work and feed for themselves

For an elder, either their daughter or son can be a caregiver. However, not all are lucky. Innumerable couples have no one to care for as they age, compelling them to continue working until the body has the strength to keep going. Life becomes a burden for such people who have no choice but to eagerly await their final journey.

And death, as we all know, arrives at its own will.

Many do not get the benefit of the elderly pension. Similarly,  the ration from PDS also remains a distant possibility as many need help to even walk up to the store.

“During such times, we just fill our hungry belly with a glass of water, if the neighbors are caring enough, they might come and give us leftovers,” shares Dudhima of Rajkot‘s Tramba village.

VSSM comes across hundreds of such needy elderly who are unable to work and fend for themselves. So it began providing ration kits or tiffin (to those who are incapable of cooking) to these elderlies in need of help. Within a couple of years, the number of elders we support has grown to 420. Each monthly ration kit costs Rs. 1400; while our donors have adopted many elders, the growing number of elders has us on a continuous lookout for new sponsors.

We also receive calls from numerous such elders in need from across Gujarat; while we can only reach some of them, we are trying our best to attend as many as possible.

You can also choose to support us in this endeavour and adopt an elderly; for more details on this initiative, please call on 9099936013 between 10 to 6 PM or GPay on  99090-49893.

Your support will help us reach more elders in need.

#MittalPatel #VSSM #Mavajat #older_people #old_age #ElderlycareServices #Elderly_Assistance #માવતર #માવજત #વૃદ્ધ #ઘડપણ 

ઘડપણની લાઠી…એ દીકરો કે દીકરી કોણ પણ હોઈ શકે.. પણ આવી લાઠી ન ધરાવતા કેટલાય મા-બાપ આ દુનિયામાં. કામ થાય ત્યાં સુધી કરે રાખે.. પણ પછી તો જીવતરનોય એમને ભાર લાગે. પરાણે ઘડપણ કાઢવાનું. ભગવાન આવીને ઝટ લઈ જાય એની લગભગ બધા કાગડોળે વાટ જુએ..

પણ મોત એમ શાનું આવે?

સરકારી પેન્શન કેટલાક ને મળે ને કેટલાકને ન મળે.. રાશનનું પણ એવું. ઘણા તો ચાલીને દુકાન સુધી ન પહોંચી શકે… એટલે રાશનેય ન મળે.. 

રાજકોટના ત્રાંબાના દૂધીમાં કહે એમ આવા ટાણે પાણી પીને પડ્યા રહેવાનું…

ક્યારેક આડોશી પાડોશીને દયા આવે તો વધેલું આપી જાય. ને ક્યારેક કશુંયે નહીં..

બસ આવા નિરાધાર માવતરો અમારા ધ્યાને આવ્યા જેમની કામ કરવાની ક્ષમતા નથી..

આવા માવતરોને ભૂખ્યા સુવુ ન પડે એ માટે રાશન આપવાનું ક્યાંક ટીફીન આપવાનું શરૃ કર્યું. હાલ ગુજરાતના વિવિધ ઠેકાણે વસતા 420 માવતરોને અમે રાશન આપીયે..

એક માવતરની કીટનો ખર્ચ 1400 રૃપિયા થાય. ઘણા માવતરોના પાલક અમને મળી ગયા છે ને ઘણાના અમે શોધીએ..

વળી ગુજરાતના ઠેકઠેકાણેથી ઘણા આવા નિરાધાર માવતરો ફોન થકી પોતાની યાતના પણ કહે…શું કહુ બધે પહોંચવું પણ મુશ્કેલ.. પણ ખેર થાય તે કરીએ..

તમે સૌ આ કાર્યમાં ટેકો કરી શકો. એક માવતરને માસીક રાશન આપવા તેમના પાલક બની શકો.. એ માટે 90999- 36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો.. 

અથવા 99090-49893 પર Gpay  પણ કરી શકો. તમારી એક નાનકડી મદદ કોઈની જીંદગી બદલી શકશે…

#MittalPatel #VSSM #Mavajat #older_people #old_age #ElderlycareServices #Elderly_Assistance #માવતર #માવજત #વૃદ્ધ #ઘડપણ

Elderly with their ration kit provided by VSSM

VSSM supports elderly care program

Mittal Patel along with local MLA Shri Prakashabhai Varmora
performed ground breaking ceremony

“Our generations have spent their lives wandering in these carts. Our settlements are away from the village, devoid of basic infrastructural facilities. Drinking water needs to be fetched from a distance; even our hair has withered away from the scalp due to lugging water pots from a distance. There is no electricity, so monsoons become particularly difficult when scorpions and snakes roam wild on the ground. It is dangerous to even step off the bed at night.”

Bhavnaben and Bhupatbhai Gadaliya living in Chrdava village of Morbi’s Halvad block, shared their plight. The duo and other 27 Gadaliya families like them wander to earn their living as ironsmiths and bullock traders. In these evolving times, the need for such professional skills has diminished, and these families must look for options to lead a settled life. The 27 Gadaliya families live in a settlement in Chrdava on a government wasteland.

VSSM strives to ensure the nomadic, denotified, and marginalized communities enjoy their fundamental human rights; part of those efforts is to help these homeless families move into their own houses. VSSM presented the case of Chrdava families to the district collector of Morbi and ensured they were allotted residential plots.

The Chrdava Gram Panchayat is one of those rare panchayats that have agreed to allow these families to settle in their village.

Once the plots are allotted, these low-income families struggle to build decent houses with the government aid they receive. However, with. the current construction rates, making the 2BHK house of their dreams with Rs. 1.20 lacs for house building and Rs. 12,000 for sanitation unit aid is impossible for these families. “Building a house is once in a lifetime phenomenon, and we wish to build a strong one; give us a loan we will gradually repay it,”  the families request some help.

VSSM intends to offer a loan of Rs. 1 lac and one-time support of Rs. 1.25 lacs to each family to equip them to build the house of their aspirations.

Neojan Chemical Ltd Co. will help VSSM support these families to construct houses. Respected Binabahen Kanani and Shri Harishbhai Kanani are very dear to us. In fact, I address Binabahen as Maa. They adore our work hence, decided to help us with this need. We have decided to name the upcoming  Gadaliya colony –  Neojan Nagar.

On 20th  January 2023, a ground-breaking ceremony was organized, and local MLA Shri Prakashabhai Varmora remained present and showered his best wishes to the families. The panchayat members also remained present at the occasion. Construction for 21 houses has commenced; once the remaining six families receive their documents for plots, the construction for their homes will also begin.

Prime Minister Shir Narendrabhai Modi has pledged to provide a pucca house to each homeless family; however, the budget allocated by the government isn’t enough. In such circumstances, if corporates like Neojan Chemicals and wealthy individuals come forward and donate generously, we can build houses for many homeless families.  

VSSM has decided to build 500 houses in 2023-24; I request you all to contribute with an open heart.

Our gratitude to the generosity of Neojan Chemicals, whose help will enable Gadaliya families to move into their cherished abodes.

Thus far, VSSM has built homes for 1500 families and pledges to take up more.

“આ ગાડા પર ભમતા ભમતા અમારી પેઢીઓ ગઈ. જ્યાં ડંગા નાખીયે ત્યાં આજુબાજુમાં પાણીયે નો મળે. આખી જીંદગી માટલા ઉપાડી ઉપાડીને અમારા ટાલકામાંથી વાળેય ખરી ગ્યા. લાઈટો અમારા છાપરાંમાં ક્યાં જડે? ચોમાસામાં તો બઉયે બીક લાગે. સાપ,વીંછી, એરુ આંયા નીચે જ રખડે એટલે ખાટલામાંથી હેઠે પગ મુકતા બીક લાગે. બહુ વિપદા પડે..”

મોરબીના હળવદના ચરાડવામાં રહેતા ભાવનાબહેન અને ભૂપતભાઈ ગાડલિયાયે આ બધી વાતો કરી. લોખંડમાંથી ઓજારો બનાવવાનું, બળદો વેચવાનું કામ એ ને એમના જેવા અન્ય 27 ગાડલિયા પરિવારો કરતા ને એ માટે ભ્ર્મણ કર્યા કરે. પણ હવે જમાનો બદલાયો વિચરણનો અર્થ ન રહ્યો. છેલ્લા ઘણા વર્ષોથી આ બધા પરિવારો ચરાડવામાં સ્થાયી થયા. પણ કાયમી જમીન એમને ન મળે.

અમે વિચરતી વિમુક્ત જાતિઓ તેમજ અન્ય વંચિત સમુદાયોને માણસ તરીકેના તમામ અધિકારો મળે તે માટે પ્રયત્નો કરીએ. સાથે જમીન વિહોણા પરિવારોને રહેવા પ્લોટ મળે તે રજૂઆત પણ કરીયે. ચરાડવાના આ પરિવારોની વાત પણ કલેક્ટર શ્રી મોરબી પાસે કરી અને તેમને પ્લોટ ફાળવાયા.

ચરડાવાની પંચાયત પણ ખુબ સારી. આવી પંચાયતો જૂજ છે જે સામેથી વિચરતી જાતિના પરિવારોને પોતાના ગામમાં અપનાવવા રાજી થાય.

ખેર પ્લોટ મળ્યા પછી વાત આવી મકાન બાંધવાની. આર્થિક સ્થિતિ આ પરિવારોની મોળી. વળી 1.20 લાખ મકાન બાંધકામના મળે ને શૌચાલયના 12,000. આમાં કાંઈ જોઈએ એવું ઘર ન બને. 

વળી આ પરિવારોને બે રૃમ રસોડાનું ઘર બંધાય તેવી હોંશ. એમણે કહ્યું તમે મદદ કરો એ સિવાય અમને લોન આપો જે અમે ધીમે ધીમે ભરી દઈશું. પણ ઘર એક વખત થાય. અમારે મજબૂત ઘર કરવું છે.

કેવી ઉત્તમ ભાવના. 1 લાખની લોન અમે એમને આપીશું. એ સિવાય લગભગ 1.25 લાખની મદદ પ્રત્યેક ઘર દીઠ કરીશું જેથી એમનું સુંદર મજાનું, એમની કલ્પના મુજબનું ઘર થાય.

VSSM ને આ પરિવારોના ઘર બાંધકામ માટે નિયોજન કેમીકલ લી. કંપની મદદ કરશે. આદરણીય શ્રી બીનાબહેન કાનાણી અને શ્રી હરીશભાઈ કાનાણી આ બેઉ પ્રિયજન. બીનાબહેનને તો હું મા કહુ. એમને અમે જે કાર્યો કરીએ એ ખુબ ગમે. એટલે એમણે મદદ કરી. તે બસ આ ગાડલિયા પરિવારોનું નગર બનશે તેને નિયોજન નગર નામ આપીશું. 

તા.20 જાન્યુઆરીના રોજ નિયોજન નગરના ભૂમીપૂજનનો કાર્યક્રમ આયોજીત કર્યો. જેમાં સ્થાનીક ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા તેમણે આ પરિવારોને ઘણી શુભેચ્છા આપી. આ સિવાય પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા. 27માંથી 21 પરિવારોના ઘરોનું બાંધકામ શરૃ કર્યું. બાકીના છ પરિવારોને હજુ પ્લોટની સનદ મળવાની બાકી છે એ મળે એટલે એમના ઘરો પણ બાંધીશું. 

નિયોજન કેમીકલ લી. ની જેમ અન્ય કંપનીઓ પણ સાથે આવીને ઊભી રહે તો કેટલાય ઘરવિહોણા પરિવારોના ઘર બની જાય. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તમામ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યું. સરકાર એ માટે બજેટ પણ ફાળવે પણ એ પુરતુ નથી આવામાં જુદા જુદા કોર્પોરેટ એવા લોકો કે જેમને ઈશ્વરે ઘણું આપ્યું છે એ લોકો આગળ આવે તો આવા ઘણા પરિવારોના ઘર બાંધવાનું કરી શકાય.

2023-24માં 500 ઘરો બાંધવાનો સંકલ્પ છે. આ સંકલ્પને પૂર્ણ કરવા વ્યક્તિગત રીતે અને કંપનીને રૃએ સૌને જોડાવવા વિનતી કરુ છું.

બાકી ચરાડવાના આ ગાડલિયા પરિવારો હવે વગડામાંથી વહાલપની વસાહતમાં જશે.

VSSM એ અત્યાર સુધી 1500 પરિવારોના ઘર બાંધ્યા. હજુ વધુ બાંધવાની નેમ છે. નિયોજન કેમીકલ લી.નો ઘણો આભાર ને અન્યોને જોડાવવા આહવાન..

#MittalPatel #vssm #housing #housefornomads #nomadictribe

Mittal Patel along with local MLA Shri Prakashbhai Varmora
went to Neogen nagar to perform groundbreaking
ceremony

Shri Prakashbhai Varmora performing  ceremony and 
showered his best wishes to the nomadic families

Shri Prakashbhai Varmora addresses nomadic families

Mittal Patel addresses nomadic families of Charadva village

Groundbreaking Ceremony was oraganized , and local MLA
shri prakashbhai varmora, nomadic families, panchayat 
memebers and MittalPatel were present

Gadaliya families wander to earn their living as ironsmiths
and bullock traders

Mittal Patel Gadaliya women of Charadva village in their
settlement

The current living condition of nomadic families

The 27 Gadaliya families live in a settlement in
Chardava on a government wasteland.

Gadaliya families gave bullock cart to Mittal Patel

Thank you, Ma, for calling me to Valod and giving me this memorable opportunity to talk/interact with the students, guests, and staff for a couple of hours….

Mittal Patel with Tarlaben Shah

Tarlaben Shah (I prefer calling her Ma) from Valod invited me to talk about my learnings and experiences at a study meet; obviously, I was going to grab this opportunity.

The occasion also promised to provide an opportunity to refresh the memories of the late Shri Babubhai Shah ( in whose memory the study meet was organized) for his support and help in enrolling the children of nomadic communities in various Ashram Shala’s across Gujarat.

The campus of Vedhchhi Pradesh Sewa Samiti at Valod is a sacred place for many like me; it ushers memories of extraordinary human beings like Naranbhai Desai and many more.

It is the place that inspired me to work for the welfare of sugarcane workers. South Gujarat is the region that has significantly contributed to shaping the work I do at present, and all the memories rushed back as I travelled to the area.

At 85 years, Tarlaben (Ma) is tremendously active (can put any of us at shame), even on social media. I meet her son Urvinbhai for the first time and meeting them all always brings so much exuberance and warmth, like meeting our own.

As it is always said, ‘we attract our tribe’ the nature of my work has made me part of a wonderful extended family.

Thank you, Ma, for calling me to Valod and giving me this memorable opportunity to talk/interact with the students, guests, and staff for a couple of hours.

તરલાબેન શાહ મને તો એમને માં કહેવાનું જ ગમે. એમનું કહેણ વાલોડથી આવ્યું. વાંચન શિબીરમાં અનુભવોની વાત કરવાનું. 

તક ઝડપી લીધી. આમ પણ જેના સ્મરણમાં આ શિબીર યોજાય તે સ્વ. બાબુભાઈ શાહે વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય શરૃ કર્યું તે વખતે આ સમુદાયના બાળકોને વિવિધ આશ્રમશાળાઓમાં દાખલ કરવામાં ઘણી મદદ કરેલી. એટલે એ યાદો પણ તાજી થવાની.

વેડછી પ્રદેશ સેવા સમિતી – વાલોડનું પરીસર જ કેવું પવિત્ર. નારણભાઈ દેસાઈથી લઈને અન્ય કેટલાય મહાનુભાવોની યાદ આવી જાય. 

શેરડીકામદારોએ મને સેવાકાર્યો કરવા માટે પ્રેરી એમ હું ચોક્કસ કહીશ. એમ એક રીતે દક્ષીણ ગુજરાતનો ફાળો આજે જે કાર્યો કરી રહી છું તેમાં ઘણો.. વાલોડ જતા એ બધુ પાછુ તાદૃશ્ય થયું.

ખુબ વહાલા તરલાબહેન (માં) 85 વર્ષની વયે યુવાનોને શરમાવે એવા પ્રવૃત. એમને જોઈને જ મજા પડી જાય. સોસિયલ મિડીયામાં પણ એ જબરા એક્ટીવ. એમના દિકરા ઉર્વીનભાઈને પહેલીવાર મળી પણ મજા પડી. બહુ પોતિકા લાગે આ બધા જ.

સેવાકાર્યો સાથે સંકળાવાના લીધે એક નોખો પરિવાર મને મળ્યો. અલબત રચાઈ ગયો એમ કહુ તો ચાલે.. 

આભાર માં તમે મને વાલોડ તેડાવી એ માટે ને મને સળંગ બે કલાક વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનો, ત્યાંના કર્મચારીઓ સાથે વાતો કરવાની મજા પડી. 

#MittalPatel #vssm #guestspeaker #surat #lecture #motivationalspeaker #quotes

Tarlaben Shah sharing her experience with Mittal Patel

Mittal Patel invited to talk about her learnings and
experiences at a study meet

Mittal Patel at a study meet in Valod village

Mittal Patel with Tarlaben Shah and his son Urvinbhai

The campus of Vedhchhi Pradesh Sewa Samiti at Valod

Mittal Patel meets well-wishers at Valod

Mittal Patel interacts with students , guests and other staff
about her learnings and experience

We wish Shri Jaybhai Goswami all the very best, and may his good deeds and compassion take him to great heights…

Shri Jaybhai Goswami Block Development Officer 
invites Mittal Patel to see Ba in person and provide
her monthly ration kit under our mavjat initiative

“Saheb, I have heard government gives aid to needy individuals. I am destitute and have been staying in Vav for years, but I have received nothing. My neighbors take care of me, I cannot live without tea, and I have no money to buy tea. If I can get some money, I can at least have a cup of tea!”

This very humble Ba did not hold back from sharing her concerns before a government official. It was first time I had witnessed someone requesting government aid for tea. The atmosphere in the office became jovial on hearing this unique request from Ba. The officer in charge is also a very kind-hearted gentleman.

“We will make sure you begin to receive the pension,”  the officer ensured with a smile. “But in the meantime, take this, and if you run short, please come and take more from me until I am here!” he tells Ba while handing her Rs 1000 from his wallet.

The above episode occurred in Block Development Officer Shri Jay Goswami’s office in Banaskantha’s Vav. The communities who visit his office know him as a. very empathetic officer; hence, they feel a sense of right on him. 

I travel a lot across these villages and interact with the communities. People don’t like officials who act as Sahebs, but prefer to open up and share their heartfelt concerns with officers who blend with them easily. A proper leader/officer can identify the pulse of the people and become one of them.

Jaybhai is one of those rare officials who also makes a regular donation to VSSM.

Jaybhai made sure  Ba’s form for elderly pension was filled and called up VSSM’s Naranbhai to recommend sending a monthly ration kit to Ba under our Mavjat initiative. Incidentally, we were in the region then, so upon his invitation to see Ba in person, we reached his office.

Ba was feeling immensely grateful for the administrative promptness in resolving her issues. Jaybhai also offered Ba a chair, but she kept her distance.

It is always a pleasure to meet such officials; we wish our ear we want to Jaybhai all the very best, and may his good deeds and compassion take him to great heights.

“સાહેબ સરકાર ઘરડા માવીતરોન પૈસા આલ્.. પણ મન તો કોય મલતુ નહીં. મુ નિરાધાર સુ. ઓય વાવમાં વરસોથી રહુ. અતાર લગી હેડે જતું. મોણસો હાસવય ખરા પણ મન ચા વના નહીં ચાલતું, પણ ચા પીવા પૈસા નહીં. મન સા(સહાય) મલ તો ચા – બા પી હકુ…”

માજી શબ્દોની જરાય ચોરી વગર મનમાં જે હતું એ એક અધિકારી આગળ કહી રહ્યા હતા. વળી ચા માટે સરકારી સહાય માંગવા આવ્યા હોય એવો કિસ્સો મેય પહેલીવાર જોયો.. જરા રમૂજ પડે એવું હતું પણ પેટછુટી વાત એ જે અધિકારીને કહી રહ્યા હતા એ છે પાછા એકદમ ઋજુ હૃદયના.

અધિકારીએ વાત સાંભળી મર્માળુ હસતા કહ્યું. “તમને પેન્શન મળે એવું તો કરી જ દઉશું માડી. પણ આ લ્યો” એમ કહીને એમણે એમના પોકેટમાંથી હજાર કાઢીને બાને ચા માટે આપ્યા. ને પાછુ કહી દીધું, “ખુટે તો હું જ્યાં હુદી અહીંયા છુ ન્યાં લગી મારી પાસેથી લઈ જવા..”

વાત છે બનાસકાંઠાના વાવની.. તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગોસ્વામી ત્યાં ફરજ બજાવે.. એકદમ લાગણીવાળા વ્યક્તિ.. એટલે જ કચેરીમાં આમ પોતાની મૂંઝવણ સાથે થોડા હકપૂર્વક લોકો આવી શકે. 

હું ગામોમાં ખુબ ફરુ.. લોકો સાથે વાતો ઘણી થાય. દરેક વ્યક્તિને અધિકારી કે નેતા પોતાના જેવા એમનામાં ભળી જાય એવા ગમે.. પેલા સાહેબ થઈને આવે એ એમને બહુ રૃચતા નથી.. પ્રજાની નાડી પારખી પ્રજાની વચ્ચે એમનામય થઈ જાય એ સાચ્ચો અધિકારી કે નેતા..

જયભાઈ તો અમને નિયમીત નાનુ મોટુ અનુદાન પણ મોકલે.. આવા અધિકારી બહુ જુજ…

આ માડી કચેરીમાં આવ્યા એમણે વૃદ્ધ પેન્શનનું ફોર્મ તો ભરાવ્યું. સાથે અમારા એ વિસ્તારના કાર્યકર નારણભાઈને ફોન કરીને. આ બાને તમે તમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રાશકીટ આપો તો એમને સારુ રહે એવું કહેતા ફોન પણ કર્યો. યોગાનુયોગ એ વખતે એમના જ વિસ્તારમાં જ અમે ફરી રહ્યા હતા. એમણે બાને રૃબરૃ મળવા નિમંત્રણ આપ્યું ને અમે કચેરીએ પહોંચ્યા.

બા તો આવું ચપટીમાં કામ થાય એ વાતથી જ ધન્યતા અનુભવતા હતા. જયભાઈએ આગ્રહ કર્યો કે માડી ખુરશીમાં બેસો પણ એમણે એક જુદો મલાજો રાખ્યો…

આવા અધિકારીઓને જોઈને રાજી થવાય… પ્રિય જયભાઈ કુદરત તમારા હસ્તે ઘણા શુભકાર્યો કરાવે ને પ્રજાલક્ષી કાર્યોમાં તમે એક ઊંચાઈ પર પહોંચો તેવી શુભભાવના…