Vadia, a village tucked in a remote corner of Banaskantha has always been in limelight for numerous wrong reasons. Since more than a decade VSSM has been striving to make Vadia known for the right reasons. The efforts are focused to positively transform the ground realities of Vadia.

Mittal Patel in Vadia to gift the buffaloes to these daughters.

Vadia has been practising the traditional occupation of prostitution for more than 6 decades. The occupation is forced upon the girls once they achieve puberty. However, if the girl decides to get married or is engaged the family does not initiate her into prostitution. VSSM encourages parents of the daughters of Vadia to find a suitable match for the girls and get them married. This year the village hosted weddings of 5 girls. VSSM decided that each of the trousseaus will also include a buffalo so that the girls enjoy some financial independence in their marital home. However, we were unable to gift the buffaloes at the wedding because of its high cost during the period. “The buffaloes are cheapest during Bhadarvo, 11th month of Gujarati calendar!!” Nagjibhai, a community leader from Tharad had advised.

Our girls with their dhamenu/gifted buffaloes and us.

Once Bhadarvo arrived, VSSM’s Shardaben and Nagjibhai persevered to find 5 good buffaloes.

On 23rd September, in the presence of our dear Shri Lal Uncle, we organized a program to gift the buffaloes to these daughters.

We will forever remain grateful to respected Shri Chandrakantbhai Gogari, respected Shri Morari Bapu and respected Sarojben for the support they have provided. It is their encouraging support that has enabled us to achieve some unimaginable goals in Vadia. They have remained instrumental to ensure that hope and happiness reaches the thresholds of Vadia.

In the pictures shared here are our girls with their dhamenu/gifted buffaloes and us.

Girl with their dhamenu/gifted buffaloes
In the presence of our dear Shri Lal Uncle, we organized a program to gift the buffaloes to these daughters.

બનાસકાંઠાનું વાડિયા બહુ જુદી રીતે પંકાયેલું ગામ.
અમે ગામની સીકલ બદલાય એ માટે પ્રયત્નરત..

ગામમાં રહેતા #સરાણિયા પરિવારોમાં એક નોખો રિવાજ.
જે દીકરીની સગાઈ કે લગ્ન થાય તે દેહવ્યાપારરૃપી નર્કાગારમાં ધકેલાય નહીં. અમે ગામની દીકરીઓ પરણે એને પ્રોત્સાહન આપીએ.આ વર્ષે કરેલા પાંચ લગ્નોમાં દીકરીઓને કરિયારની સાથે સાથે તે રોજી રોટી રળી શકે તે માટે ધામેણું આપવાનું પણ કહેલું.

થરાદ વિસ્તારના આગેવાન નાગજીભાઈ કહે,
‘ભેંસો તો ભાદરવા મહિનામાં સસ્તી મળે’
એટલે અમે લગ્ન વેળા અન્ય કરિયાવર સાથે ભેંસો નહોતી આપી. પણ મંડપમાં ભાદરવામાં ભેંસો આપવાની જાહેરાત કરેલી.
નાગજીભાઈ અને કાર્યકર શારદાબહેને લગ્ન કરેલી પાંચે દીકરીઓ માટે સરસ ભેંસો શોધી કાઢી.

ગઈ કાલે અમે આ ભેંસ અર્ણપ અમારા પ્રિય લાલ અંકલની હાજરીમાં કાર્યક્રમ કર્યો.

#વાડિયા ગામની દીકરીઓના લગ્ન ખર્ચમાં મદદ કરનાર આદણીય ચંદ્રકાન્તભાઈ ગોગરી, પૂ. મોરારીબાપુ તથા આદરણીય સરોજબહેનને પ્રણામ એમની મદદથી જ આ બધુ શક્ય બન્યું.

ફોટોમાં લગ્ન કરેલી પાંચે દીકરીઓ સાથે અમે બધા તથા પોતાના ધામેણા સાથે દીકરીઓ

 

 

#MittalPatel #VSSM #NomadsOfIndia #Vadia #Empathy #Sarania #Vadia #

VSSM’s tree plantation programme is successful with remarkable participation of the village…

Mittal Patel meets villagers for tree plantation 
In 2019, as a part of our efforts to make Banaskantha green again, we undertook tree plantation drive in villages that agreed to the preconditions for our plantation initiative.
Tree plantation site

Recently, I had to the opportunity to visit 3 such villages; Golvi, Diyodar and Makhanu. We believe,  equally important to planting the trees is to ensure that the planted saplings are nurtured and looked after. Hence, we had a ‘Vruksh-Mitr’ appointed in the villages where the tree plantation drive was executed. These appointees were responsible to look after the planted trees, they were paid a remuneration that was shared equally by VSSM and community.

Mittal Patel addressing a meeting with community leaders

Today, as I visited tree-plantation site, it was evident that  ‘Vruksh-Mitr’ Narsinhbhai, Dharmabhai and Bachubhai had worked hard. Govali and Makhanu  villages have raised more than 850 trees each. While in Diyodar, 400 trees have been raised at the crematorium for Raval community.

Mittal Patel visits tree plantation site

 VSSM Naran has worked very hard to ensure this initiative is implemented well. Golvi and Makhanu leadership showed tremendous cooperation. It is because of their efforts that seem to have had this impact. Whereas,  youth from  Raval community worked had to ensure that trees are planted and raised well at the crematorium site.

Our gratitude and warm regards to Amoliben, Jahangirbhai  and many for supporting this drive.
Mittal Patel visits tree plantation site

 As monsoon approaches, we hope more villages from Banaskantha decide to join the tree plantation drive this year, we hope the number of villages committing to make their villages free from the rise and spread of prosopis juliflora/gando baval grows rapidly…..

બનાસકાંઠાનું મખાણુ્ગામ..
ભાણાભાઈ જેવા જાગૃત સરપંચ, અશોકભાઈ જેવા સંવદેનશીલ ગામલોકોનો સાથ.. પછી ગામના વિકાસના કામોની ગતિ અટકે શાની?
Tree plantation site

તળાવો કરવાની મનછા ભાણાભાઈએ VSSM સામે વ્યક્ત કરી. અમે ગામના બે તળાવો સરસ ઊંડા કર્યા. લોકોભાગીદારીની અમારી વાતને એ બરાબર સમજે. એટલે માટી ઉપાડવા ટ્રેક્ટર ઉપરાંત ખોદકામ માટે ફાળો પણ ભેગો કરેલો. (કરેલા તળાવોના ફોટો જોઈ શકાય છે)

તળાવની સાથે વૃક્ષો વવાય તેની વાત પણ અમે દરેક ગામોમાં કરીએ.. તે મખાણુના સ્મશાનમાં વૃક્ષો વવાય એ માટે પાણી અને ઝાડ જ્યાં વવાય તે જગ્યાએ તાર ફ્રેન્સીંગની વાડ ગામે કરી આપી. એ પછી અમે એમાં ઝાડ વાવ્યા.
Tree plantation site

ગામના જ વૃક્ષપ્રેમી નરસીંહભાઈ વૃક્ષમિત્ર તરીકે સેવા આપે. સંસ્થા એમને નાનકડી સહાય દર મહિને આપે.

નરસીંહભાઈએ 810 વૃક્ષો જીવાડ્યા. (ફોટોમાં નરસીંગભાઈને તેમણે ઉછેરેલા વૃક્ષો પણ જોઈ શકાય છે)
પાણી અને વૃક્ષોની જે ગામ ચિંતા કરે ત્યાં સુખાકારી આપો આપ આવવાની.
Vruksh Mitra working hard to raise the trees

અમારી ઈચ્છા મખાણુમાં 10,000 ઝાડ વાવવાની છે. ગામલોકો જગ્યા શોધી આપે અને ત્યાં પાણીની વ્યવસ્થા તેમજ તાર ફ્રેનસીંગ કે કાંટાળી વાડ કરી આપે તો આ લક્ષાંક પણ પૂર્ણ થઈ શકે.

આપણા ગામની ઘણી જગ્યા ગાંડા બાવળથી ભરી પડી છે. બાવળ કોઈ કામના નથી એ કાઢીને એની જગ્યાએ લીમડો, આંબલી, પીપળો, વડ, સરગવો, રાયણ, જાંબુ, સેતુર વગેરે જેવા ઝાડ થાય તો કુદરત રાજી થઈ જાય..પક્ષીઓના ઘર થાય,જમીનમાં પાણીનો સંગ્રહ કરવા આ બધા ઝાડ મદદ કરે..
મખાણુંમાં ગામલોકો સાથે કરેલી બેઠકો.. ખાટલામાં બેસવાની એમની પદ્ધતિ મને બહુ ગમે..
બાકી જે લખ્યું એ બધુંયે ફોટોમાં
#mittalpatel #vssm #Waterconservation #Treeplantation
#Participatorywatermanagement #Waterscarcity
#Savewater #Savetree #Saveplanet #Saveenvironment
#Lakedeepening #groundwaterrecharge #Waterlevel
#Traditionalwatersources #Savewatersavetrees
#આદર્શગામ #વૃક્ષવાવો #પાણીબચાવો #પર્યાવરણબચાવો
#લોકભાગીદારી #મીતલપટેલ #બનાસકાંઠા #ગુજરાત
#जलसंचय #पानीबचाओ #पर्यावरणसंरक्षण #मित्तलपटेल

Tree planted by VSSM bloom in Banaskantha’s village…

Mittal Patel visits golvi 
 Trees, Mutheda’s Natha Ba compares them with children and calls them Baltaru!!
Just as it is challenging to raise a child without a mother similarly, it is difficult to raise trees without caring for them.
1000 trees were planted in Golvi, 810 of them are a year old now. Here, the role of a mother or a friend was performed by Dharmabhai and Amrabhai. The two of them together nurtured and raised these trees beautifully.
Villagers have prepared pits for
planting the saplings
During my recent visit to Golvi, I spotted a bird’s nest on one of the trees of these woods we are birthing. My heart leapt with joy at the sight of it. All the efforts have been worth it, I felt.
This year too we are planning to undertake plantation at another spot in Golvi. The sarpanch of the village Babubhai has installed a drip irrigation system for watering these saplings. Our Naran has been looking over all these efforts.
It is time all of us wake up to the environmental emergency we are facing, do our bit and make the earth green again.
In the pictures, the Golvi tree plantation drives right from the beginning!!
                    વૃક્ષ… મુડેઠાના નાથા બા એને બાલતરુ કે..
Golvi tree planation drive right from the beginning
બાળકનો ઉછેર મા વગર શક્ય નથી એમ તરુ, છોડનો ઉછેર પણ મા વગર કેમ થાય?
ગોલવીમાં અમે 1000 ઉપરાંત તરુ વાવ્યા જેમાંથી 810 વરસના થઈ ગયા. વૃક્ષમિત્ર કે વૃક્ષની મા ક્યો એ ધર્માભાઈ અને એમની સાથે અમરાભાઈ પણ. બેયે મળીને સરસ ઝાડ ઉછેર્યા.
હું ગોલવી ગઈ ત્યારે એક ઝાડમાં પક્ષીએ માળો મુકેલો જોયો.
Tree plantation site
જીવ રાજી થયો, વાવેલું સાર્થક થયું.
આ વર્ષે ગોલવીની જ બીજી એક જગ્યાએ બીજા તરુ વાવવાનું આયોજન છે.
સરપંચ બાબુભાઈએ વૃક્ષો માટે ટપક પદ્ધતિથી પાણી આપવાની સરસ વ્યવસ્થા કરી આપી.
કાર્યકર નારણની સતત દેખરેખ..
Mittal Patel visits tree plantation site
સૌ જાગે અને ઝાડ વાવે.. ધરતી આપણી મા એની શોભા અને શણગાર આ ઝાડ, પશુ પક્ષીઓ પતંગિયા, મધમાખી ટૂંકમાં તમામ જીવ.. આપણી માને આ શણગાર જે જાણે અજાણે છીનવ્યો છે એ પરત આપીએ..
ફોટોમાં ઝાડ વાવ્યા થી લઈને આજ સુધી શું થયું તે…
Tree plantation site

Tree planted by VSSM bloom in Banaskantha’s villages…

Mittal Patel visits tree plantation site

In 2019, as a part of our efforts to make Banaskantha green again, we undertook tree plantation drive in villages that agreed to the preconditions for our plantation initiative.
Recently, I had to the opportunity to visit 3 such villages; Golvi, Diyodar and Makhanu. We believe,  equally important to planting the trees is to ensure that the planted saplings are nurtured and looked after. Hence, we had a ‘Vruksh-Mitr’ appointed in the villages where the tree plantation drive was executed. These appointees were responsible to look after the planted trees, they were paid a remuneration that was shared equally by VSSM and community.
Villagers have prepared pits for planting the
saplings
Today, as I visited tree-plantation site, it was evident that  ‘Vruksh-Mitr’ Narsinhbhai, Dharmabhai and Bachubhai had worked hard. Golvi and Makhanu  villages have raised more than 850 trees each. While in Diyodar, 400 trees have been raised at the crematorium for Raval community.
VSSM Naran has worked very hard to ensure this initiative is implemented well. Golvi and Makhanu leadership showed tremendous cooperation. It is because of their efforts that seem to have had this impact. Whereas,  youth from  Raval community worked had to ensure that trees are planted and raised well at the crematorium site.
 Our gratitude and warm regards to Amoliben, Jahangirbhai  and many for supporting this drive.
As monsoon approaches, we hope more villages from Banaskantha decide to join the tree plantation drive this year, we hope the number of villages committing to make their villages free from the rise and spread of prosopis juliflora/gando baval grows rapidly…..
Tree platation site
Tree plantation site

બનાસકાંઠા ને હરિયાળું કરવાના સંકલ્પ સાથે જુલાઈ ૨૦૧૯માં કેટલીક ચોક્કસ શરતો સાથે કેટલાક ગામોમાં વૃક્ષારોપણ કર્યું.

જે ગામોએ શરતો માન્ય રાખી એવાં ગામોમાંના ગોલવી, દિયોદર અને મખાણુ ગામની મુલાકાત લીધી.
Mittal Patel visits tree plantation site
વૃક્ષારોપણમાં સૌથી અગત્યનું છે વૃક્ષો વાવ્યા પછી તેની માવજત નું કામ. આ માટે અમે ગામની ભાગીદારીથી વૃક્ષમિત્રોની પસંદગી કરી. આ વૃક્ષમિત્ર ઝાડ ની માવજત નું કામ કરે. જેમને મહેનતાણામાં અડધું મહેનતાણું ગામલોકો આપે અને અડધું VSSM માંથી મળે.

આજે મુલાકાત લીધેલા આ ત્રણેય ગામોમાં જ્યાં વૃક્ષારોપણ કર્યું છે તે સાઇટ પરના ત્રણેય વૃક્ષ મિત્રો નરસિંહભાઈ, ધરમાભાઈ અને બચુભાઈએ ખુબ મહેનત કરી છે.
Golvi tree plantation site
ગોલવી અને મખાણુમાં તો સાડા આઠસો, આઠસો જેટલા વૃક્ષ ઉછેર્યા છે. જ્યારે દિયોદરમાં રાવળ સમાજની સ્મશાનભૂમિમાં ચારસો જેટલા વૃક્ષ થયા છે.
કાર્યકર નારણની આ બાબતે ઘણી મહેનત રહી.. તો ગોલવી અને મખાનું સરપંચે પણ ખૂબ સહયોગ કર્યો. અલબત્ત એમની ભાવના હતી માટે જ આ કામો થયા. તો રાવળ સમાજની સ્મશાન ભૂમિ માટે રાવળ યુવાનોની મહેનતને સલામ..
આ કાર્યમાં મદદ કરનાર અમોલીબેન, જહાંગીર ભાઈ અને અન્ય સૌને પ્રણામ..
2020ના ચોમાસામાં બનાસકાંઠાના વધારે ગામો આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાના ગામની સાથે બનાસકાંઠાને હરિયાળો કરવાનું સ્વપ્ન જુએ એમ ઈચ્છિયે.
ગાંડા બાવળ મુક્ત ગામની એષણા રાખવાવાળા ગામોની સંખ્યા વધે તે ઈચ્છનીય

Nomadic children studying at VSSM comes out with flying colours…

Asha and Sanjana in studious mood
Asha arrived at our hostel with aspirations to become a doctor one day, she secured 93.47 percentile. Sanjana dreams herself of being a Bank Manager, Math grades were not as expected but her percentile is very good too.
VSSM operates two hostels, one each for girls and boys. This year 11 girls appeared for class 10th board examinations of whom 10 cleared their exams while 16 of the 25 boys who had appeared for the 10th boards cleared the exams. As always, girls out-performed boys. Our Khuma shined with her performance.
Nomadic girls at our hostel
 Many of our children who appeared for the 10th boards this year are interested in taking up government jobs, they are working hard to realise their aspirations of securing these positions. VSSM will ensure these children receive all the required support to realise their career goals.
Nomadic girls at our hostel
 The children from the nomadic and de-notified communities who arrive at the hostels after having gone to government schools in their respective village are extremely poor at their reading writing skills. Unfortunately, a class 7 child can barely read or write to the expected level. 
Jaya who now is into 3rd year of graduation says, “Didi, I did not even know how to read until 7th grade. I began learning after arriving at the hostel where I had worked on my fundamentals.” Today, Jaya is a college topper in Sociology.   
 Once the child is enrolled in one of our hostel’s, begins the exercise of bringing the child at par with the expected level of learning, to prepare them for 10th grade is the toughest part. Under the leadership of Dimpleben, VSSM’s education team comprising of Vanita, Pravin, Kokila, Valji, Bijol, Kiranm Vijay, Nareshbhai work tirelessly and passionately. And the results of their efforts are visible with the performance of children both in academics and co-curricular activities.  
One has to be fortunate enough to have a team as dedicated and hardworking as ours. VSSM is blessed with a wonderful team. Also crucial is the support of donors and well-wishers that enables us to continue on our journey.  
Our children attend private schools when they are at the hostel, the teachers of these schools have played an integral part in educating and training them well. We shall always be grateful to respected Shri. Muktbhai, Shri. Harshbhai and the Principal Ms Hetalbahen of H. B. Kapadia school our girls attend. Our children were like rough diamonds, their teachers nurtured and brought out the spark in them. We also received similar support from the Trustees and staff of Paras School our boys attend. We will remain eternally grateful to you all.
Our insistence of bringing better results in grade 10th is because there are many children who may not be able to cope with the academic requirements of 11th and 12th grades. Once gauging their inclination and preference, we enrol these children in various technical-vocational courses that require a child to have cleared 10th grade.   
The images of our daughters at the hostel and Asha and Sanjana in a rather studious mood…
ડોક્ટર બનાવાના સમણા સાથે અમારી હોસ્ટેલમાં ભણવા આવેલી આશાએ 93.47 પર્સન્ટાઈલ મેળવ્યા, સંજનાને બેંક મેનેજર થવું છે ગણીતનું પેપર નબળુ રહ્યું છતાં એણે પણ સારા પર્સન્ટાઈલ મેળવ્યા..
VSSM દ્વારા ચાલતી બે હોસ્ટેલમાં એકમાં છોકરાંઓને એકમાં છોકરીઓ ભણે..
આ વખતે 11 દીકરીઓએ ધો.10ની પરીક્ષા આપી જેમાંથી 10 દીકરીઓ પાસ થઈ જ્યારે 25 દીકરાઓએ આપેલી પરિક્ષામાંથી 16 પાસ થયા. દીકરીઓમાં ખુમાએ સારુ પ્રદર્શન કર્યું..
આમ હંમેશની જેેમ દીકરીઓએ મેદાન માર્યું એમ ચોક્કસ કહી શકાય.
આ વખતે ધો.10ની પરીક્ષા આપનાર મોટાભાગના વિદ્યાર્થીઓને વિવિધ સરકારી નોકરીઓમાં રસ છે અને એ માટે સૌ કટીબદ્ધ પણ છે.. એમનું સમણુ સાકાર થાય એ માટે સંસ્થા સાથે સંકળાયેલા સૌ સ્વજનો અને અમે સૌ પ્રયત્ન કરીશું..
વિચરતી જાતિઓની વસાહતોમાંથી અહીંયા ભણવા આવતા બાળકો પાંચમાં કે સાતમાં ધોરણમાં ભણતા હોય છતાં વાંચતા પણ ના આવડે એવી સ્થિતિ હોય.
અમારી જયા હવે તો કોલેજના ત્રીજા વર્ષમાં છે. પણ એ કહેતી દીદી મનેય ક્યાં સાતમાં સુધી વાંચતા આવડતું હતું. હોસ્ટેલમાં આવી પછી જ ધીમે ધીમે પાયો પાકો થતો ગયો અને એ સમાજશાસ્ત્રમાં કોલેજમાં પ્રથમ આવી..
ટૂંકમાં ભણતરમાં નબળા એવા વિદ્યાર્થીઓને ધો.10 સુધી પહોંચાડવા ભારે જહેમત માંગતું કામ છે. પણ VSSMના શિક્ષણના પ્રભાગ સાથે સંકળાયેલા વનીતા, પ્રવિણ, કોકીલા, વાલજી, બીજોલ, કીરણ, વિજય, નરેશનભાઈ બધાની ડિમ્પલબેનની આગેવાનીમાં જબરી મહેનત.. જેનું આ પરિણામ..
કર્મઠ કાર્યકરો મળવા એ નસીબની વાત VSSMનું નસીબ આ બાબતે ઊજળું છે. સાથે મદદ કરનાર સૌ પ્રિયજનનોનો સહયોગ પણ આમાં જવાબદાર..
હોસ્ટેલના આ બાળકો જે નિશાળામાં ભણતા ત્યાંના શિક્ષકોએ પણ બાળકોના ભણતર તેમજ ઘડતરમાં મહત્વનો રોલ ભજવ્યો. દીકરીઓ જ્યાં ભણતી તે એચ.બી.કાપડિયા સ્કૂલ, આદરણીય મુક્તભાઈ, હર્ષભાઈ તેમજ આચાર્ય હેતલબહેનના અમે સૌ ઋણી રહીશું. અમારા બાળકો હીરા જેવા હતા પણ એ હીરાને ઘસીને ચમકતા કરવામાં એમનો રોલ પણ મહત્વનો રહ્યો. આવું જ દીકરાઓ જ્યાં ભણે છે તે પારસ સ્કૂલના ટ્રસ્ટી તેમજ સ્કૂલ સ્ટાફનું પણ.. આપ સૌના અમે ઋણી છીએ..
ધો. 10 સુધી ભણાવવા પાછળનો આશય 10 ધો. પછી ભણતરમાં આગળ ન વધી શકે તેવા વિદ્યાર્થીઓને રૃચી પ્રમાણે અલગ અલગ ટેકનીકલ કોર્સમાં દાખલ કરી શકાય એ પણ ખરો…
હોસ્ટેલમાં ભણતી દીકરીઓ ફોટોમાં એમાં મોખરે આશા અને સંજના એકદમ પઠાકુ મુદ્રામાં…
#Mittalpatel #Vssm #Education #Righttoeducation
#Educationforall #Girlchildeducation #Schooleducation
#Educationfornomadicchildren #Denotifiedchildren
#શીક્ષણ #શીક્ષણનોઅધીકાર #વિચરતીજાતિઅનેશીક્ષણ
#शिक्षण #शिक्षाकाअधिकार

VSSM is trying to give these lonely seniors a dignified life in their sunset years…

Mittal Patel meets Laluma at her threshold

Lalu Ma stays on her own in Banaskantha’s Diyodar.  Recently, I was at her doorstep, to meet and inquire about her well-being. Watching me at her threshold, she removes her foot-ware before approaching to greet me.

“Why did you remove your chappal?” I inquired.
“Ben, I have nothing to offer as I welcome you into my home, I can at least do this for you!” Lalu Maa replied in all humility.
Mittal Patel meets Laluma during her visit to Banaskantha

I convinced her to wear her chappals.

Lalu Maa’s husband died a few years ago, their daughter is married and stays at her marital home. She continued to work and earn her daily living until her body allowed her to do so. Eventually, as age progressed she became dependent on others for her food and meals.
The generous support of our dear Bhanuben Shah and Estate of Late Bomi Sorabji Bulsara has enabled us to provide daily meals to such dependent elderly who otherwise do not have a

The current living condition of Laluma

family to care for them or feed them. VSSM is trying to give these lonely seniors a dignified life in their sunset years. We are extremely grateful to all our well-wishing donors for their persistent support and assistance.

Lalu Maa wishes to have a pucca house with a decent roof. We are trying to help her accomplish that. Our Naran and Ishwar take really good care of Lalu Maa. It is this hardworking team that allows VSSM to realise its goals.

Laluma greets Mittal Patel by removing her foot-ware

The images share the visuals to the above narrative…

દિયોદરમાં રહેતા લાલુ મા ના ખબર અંતર પુછવા જવાનું થયું. મને એમના આંગણે ઊભેલી જોઈ એટલે એમણે પગમાંથી ચંપલ કાઢ્યા અને પછી મારી પાસે આવ્યા. મે પુછ્યું,
‘મા ચંપલ કેમે કાઢ્યા? તાપ કેવો છે પગ નથી બળતા?’
એમણે કહ્યું,
‘તમારી હું મનવોર કરુ, બીજુ કશું તો પાહેણ સે નઈ એટલે આ ચંપલ કાઢી ન…’
આવું ન કરવા મા ને સમજાવ્યું.
નિરાધાર લાલુ મા ના પતિ ગુજરી ગયા ને દીકરીઓ સાસરે ચાલી ગઈ.
મજૂરી થતી ત્યાં સુધી કરી પછી કોઈ આપે અને એ ખાય એવી દશામાં એ પહોંચી ગયા.
આવા માવતર કે જેમની સંભાળ રાખનાર કોઈ નથી એમને દર મહિને રાશન આપવાનું અમારા સ્નેહીજન ભાનુબહેન શાહ અને Estate of Late Bomi Sorabji Bulsara ના આર્થિક સહયોગથી VSSM કરે.
ઢગલો આશિર્વાદ આ માવતરોના આ કાર્યમાં મદદ કરનાર સૌને મળશે..
જેમની દેખભાળ કરનાર કોઈ નથી એવા માવતરોનો જીવનનો છેલ્લો તબક્કો નિરાંતમાં જાય એવી અમે કોશીશ કરીએ છીએ.. મદદ કરનાર બંને પ્રિયજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ..
લાલુ માની ઈચ્છા પોતાનું પાકુ ઘર હોય એવી છે એ માટે અમે કોશીશ કરી રહ્યા છીએ..
કાર્યકર નારણ અને ઈશ્વર લાલુ માનું ખુબ ધ્યાન રાખે.. આવા સરસ કાર્યકરો છે એટલે જ આ બધા કામો થઈ શકે..
લખ્યું એ બધુંયે ફોટોમાં…