We wish Collector Shri K. Rajesh to continue doing such beautiful deeds…

Collector Shri K. Rajesh meets nomadic families

Officers and those who want to become officers, the text is long but I want you to read. 

We have not been able to deliver basic necessities to all the countrymen.

Everyone should get adequate food, proper medical facilities, housing and education, in which we are lacking. Even it has been years since Murthy said this.

Surendranagar Collector Shri K. Rajesh

Then who will do all this?

The government and then the society is fully responsible for this. 

If a person gets a position with rights and that person starts using that position properly, the result will be good for thousands.

Mr. K. Rajesh, Collector of Surendranagar is a very noble person. He felt that the poor and disadvantaged families who did not have a home to live in must have a home and for that he persuaded all the district officials.

We know The files for the plot or ration card are prepared but then the files are worked on at a snail’s pace. K. Rajesh himself takes care of what is wrong with each file and instructs everyone to complete the task quickly.

If required then he goes for quality investigation and becomes a witness.

I came to Ahmedabad with a dream to become an officer. Then studied journalism and came in contact with many officials. The negative attitude was seen in most of them. Then the same attitude in dealing with nomadic tribes. They made me tired. 

I decided not to be a part of the system to change the system. What if I become like them? I put aside my desire to be an important officer to keep my heart alive and I did the work in which I found happiness.

But today I am happy to see the working method of few officers like K. Rajesh. I also see that everyone’s heart does not change.

789 families without addresses have been given addresses in a very short period of time by the Collector and his team. And this work is still going on.

Recently 89 Devipujak families living in Dhrangadhra got plots to live. All are happy.

Our activists working in other areas say that if Rajesh comes to our district, our files, which have been pending in the government office for years, will also be revived.

I always say hope is immortal ..

Due to Corona, the work in the offices today has become slower than before, while K.Rajesh is doing the work of the underprivileged in full speed.

I have special respect for him.

Today, thousands of young people are preparing to become government officials. I will say to all of you that how you want to shape your country is in your hands.

Money is necessary in life but blind pursuit of it is useless. It is excellent in my opinion to do something that satisfies us when we introspect ourselves at one stage in life … Moreover, there is no value of blessings in the deeds of such deprived people.

I hope Surendranagar model will be followed in other districts too …

Many thanks to Chief Minister Shri Vijaybhai Rupani and Minister for Social Justice Empowerment Shri Ishwarbhai Parmar for providing strong support to K. Rajesh for what he was able to do.

I wish K. Rajesh to continue doing such beautiful deeds. 

અધિકારીગણ અને અધિકારી બનાવની ઈચ્છા રાખનાર લખાણ લાંબુ છે પણ વાંચે એમ ઈચ્છુ…

તમામ દેશવાસીઓ સુધી પાયાની જરૃરિયાતો આપણે પહોંચાડી શક્યા નથી. 

દરેકને પૂરતું ભોજન, યોગ્ય દાકતરી સગવડો, રહેવા ઘર અને શિક્ષણ મળવું જોઈએ.. જેમાં આપણે ઊણા છીએ.. મૂર્તીએ આ વાત કહ્યાને પણ વર્ષો થયા છતાં…

ત્યાકે કોણ કરશે આ બધુ?

સરકારની મુખ્ય અને એ પછી સમાજની આ બાબતે ફરજ..

કોઈ વ્યક્તિને અધિકાર સાથે એક પદ મળે અને એ વ્યક્તિ એ પદનો યોગ્ય ઉપયોગ કરવા માંડે તો જે પરિણામ મળે તેનાથી હજારોનું ભલુ આપો આપ થઈ જાય..

સુરેન્દ્રનગરના કલેકટર શ્રી કે રાજેશ બહુ ઉમદા વ્યક્તિ. ગરીબ અને તકવંચિત જેમની પાસે રહેવા ઘર નથી તેવા પરિવારોને ઘર મળવા જ જોઈએ એવી ભાવના તેઓ રાખે અને તે માટે તેમણે જિલ્લાના તમામ અધિકારીઓને સાબદા કરી દીધા. 

આપણે જાણીએ છીએ. રહેવા પ્લોટ કે રાશનકાર્ડ માટે ફાઈલો તૈયાર થાય પણ પછી એ ફાઈલો પર કાચબાની ગતિએ કામ થાય. કે રાજેશ દરેક ફાઈલોમાં શું તકલીફ છે તેનો જાયજો પોતે લે અને ફટાફટ કાર્ય પૂર્ણ કરવા સૌને સૂચના આપે.

જરૃર પડે જાત તપાસ માટે જાય અને ક્યાંક પોતે સાક્ષી બની જાય.

હું અમદાવાદમાં અધિકાર બનાવાના સમણાં સાથે આવી. પત્રકારત્વ ભણી અને ઘણા અધિકારીઓના સંપર્કમાં આવી. નકારાત્મક અભીગમ મોટાભાગનામાં જોવા મળ્યો. એ પછી વિચરતી જાતિઓ સાથેના કામોમાં પણ એજ અભીગમ. થકવાડી નાખે એટલા ધક્કા.. 

સીસ્ટમ બદલવા માટે સીસ્ટમનો ભાગ થવાનું મે માંડી વાળ્યું. હું પણ આમના જેવી થઈ જઈશ તો? મારો માંહ્યલો જીવતો રહે એ મારે મન મહત્વનું મે અધિકારી બનવાની મનછા બાજુએ મૂકી દીધી અને જેમાં હું રાજી હતી તે કાર્ય મે કર્યું…

પણ આજે કે રાજેશ.જેવા જૂજ અધિકારીઓની કાર્ય કરવાની પદ્ધતિ જોઈને રાજીપો થાય છે. બધાનો માંહ્યલો બદલાતો નથી એ પણ જોવું છું.

સરનામાં વગરના 789 પરિવારોને ખૂબ જ ટૂંકાગાળામાં કલેક્ટર શ્રી અને એમની ટીમે સરનામુ આપ્યું છે. અને આ કાર્ય અટક્યું નથી ચાલી જ રહ્યું છે..

તાજેતરમાં ધ્રાંગધ્રામાં રહેતા 89 દેવીપૂજક પરિવારોને રહેવા પ્લોટ મળ્યા. સૌ રાજી છે..

અમારા બીજા વિસ્તારમાં કાર્ય કરતા કાર્યકરો કહે છે, બને કે રાજેશ અમારા જિલ્લામાં આવી જાય તો સરકારી કચેરીમાં વર્ષોથી પેન્ડીંગ પડેલી અમારી ફાઈલો પણ સજીવન થઈ જાય..

હું હંમેશાં કહુ છુ આશા અમર છે..

કોરાનાને લીધે આજે કચેરીઓમાં કાર્યો પહેલાં પણ ધીમાં હતા એમાં વધુ ધીમાં થઈ ગયા છે ત્યારે કે રાજેશ વંચિતોના કાર્યો ધમધમાવીને કરી રહ્યા છે. 

તેમના માટે મને વિશેષ આદર છે..

આજે હજારોની સંખ્યામાં યુવાઓ સરકારી અધિકારી બનવાના સમણાં સાથે તૈયારી કરી રહ્યા છે. આ બધાને દેશ કેવો બનાવો છે તે તમારા હાથમાં છે તેવું ખાસ કહીશ..

પૈસો જીવનમાં જરૃરી છે પણ એના માટે આંધળી દોટ નકામી છે. જીવનમાં એક તબક્કે આત્મ નિરીક્ષણ કરીએ ત્યારે સંતોષ થાય તેવું કરીને જઈએ તે મારા હિસાબે ઉત્તમ છે… વળી આવા વંચિતોના કાર્યોમાં આશિર્વાદના ભાથાની તો કોઈ કિંમત જ નથી.. 

આશા રાખુ અન્ય જીલ્લામાં પણ સુરેન્દ્રનગર મોડલ અનુસરાય…

આ કાર્ય કે. રાજેશ કરી શક્યા તે માટે તેમને મજબૂત પીઠબળ પુરુ પાડનાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી અને સમાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારનો ખૂબ આભાર..

કે. રાજેશને આગળ પણ આવા સુંદર કાર્યો કરવાની શુભેચ્છા…

#mittalpatel #vssm #collector

#collectorkrajesh #surendranagar

#surendranagarcollector #krajesh

#plotdistribution #housing #ntdnt

#Housing #nomadiccommunity

#denotifiedcommunity #goverment

#inspiration #motivational #inspirationoffcer

#govermentsupport #india #gujarat

Vansfoda families of Patan’s Vadu village will get their own home soon…

Mittal Patel meets Vansfoda families of Patan

The government has made special provisions and budgetary allocations to ensure its pledge of housing for all by 2022. The Panchayat Raj Department has also passed a mindful resolution to make this pledge a reality. According to the resolution, if the name of any family eligible to receive a plot in the village remains unregistered in the Panchayat Register, the respective revenue officer and Circle Inspector will be held responsible for the gaps. The TDO will also have to take a certificate from the Circle Officer that assures that the register is duly maintained. 

If this provision is implemented properly no family will remain homeless, also it is the citizens’ responsibility to ensure this resolution is put in practice. 

We have started providing the lists and applications of homeless families in our contact, to the respective District Collectors. As a result, excellent work has begun happening at the grassroots. 

Recently, the land committee approved the allocation of plots to 4 Vansfoda families of Patan’s Vadu village. 

The collector of Patan is an extremely humble human being. In a recent meeting, he assured to call a special meeting to review and speed up the applications. 

It is a well-known fact when the political and administrative wings join forces the outcome is always worthwhile. We are expecting similar wonders in this aspect too. 

We are grateful to the Collector, the administration and the Government for their proactiveness. 

The images shared here are of the families who will soon have plots of their own, within two years this reality will be different for all these families. 

 2022 સુધીમાં ઘરવિહોણા તમામ પરિવારોના ઘર થાય એ માટે સરકારે અલાયદુ આયોજન અને બજેટ ફાળવ્યા છે. 

આ આયોજનના ભાગરૃપે પંચાયત વિભાગે એક સુંદર ઠરાવ કર્યો છે. જે મુજબ ગામમાં પ્લોટ મેળવવાને પાત્ર એક પણ કુટુંબનું નામ પંચાયતના રજીસ્ટરમાં નોંધાયા વિનાનું  રહી જશે તો તે અંગે સંબધકર્તા તલાટી કમ મંત્રી અને સર્કલ ઈન્પેક્ટરને અંગત રીતે જવાબદાર લેખવામાં આવશે.ટીડીઓ શ્રીએ પણ સર્કલ ઓફીસર પાસેથી રજીસ્ટર્ડ બરાબર નિભાવાય છે તે મુજબનું પ્રમાણપત્ર લેવાનું રહેશે.આ જોગવાઈનો બરાબર અમલ થાય તો એક પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે.. વળી આ ઠરાવનો અમલ કરાવવાની જવાબદારી પ્રજા તરીકે આપણી..

હાલમાં અમે જુદાજુદા જિલ્લા કલેકટર શ્રીને ઘર વિહોણા અમારા સંપર્કમાં હોય તેવા પરિવારોની યાદી વિધીસર દરખાસ્ત સાથે આપી છે. જેના લઈને કેટલાક જિલ્લામાં કલેક્ટર શ્રી દ્વારા ઉત્તમ કાર્ય થવા માંડ્યું છે.

તાજેતરમાં જ પાટણના વડુમાં રહેતા 4 વાંસફોડા પરિવારોને પ્લોટ આપવાનું લેન્ડ કમીટીએ નક્કી કર્યું..

પાટણ કલેક્ટર શ્રી બહુ ભલા વ્યક્તિ છે. તમની સાથે થયેલી બેઠકમાં એમણે તમામ અરજીઓ પર જરૃર પડે એક બેઠક બોલાવી યોગ્ય કરવાની અમને ખાત્રી આપી.. રાજકીય પાંખની કટીબદ્ધતા દેખાય છે. બસ વહીવટી પાંખ એમાં જોડાય તો ઘણું સુંદર કાર્ય થાય..

કલેક્ટર શ્રીનો ખુબ આભાર..અમણે જે પરિવારોને રહેવા પોતાની જગ્યા આપી તે હાલમાં જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે. આ સ્થિતિ બે વર્ષમાં બદલાશે..મદદ કરનાર અધિકારીગણ, સરકારનો આભાર… 

#MittalPatel #vssm #housing

#house #government #Gujarat

#nomadic #denotified #વિચરતા

#dreambig #dream #social

The Vansfoda families who will soon have plots
of their own

The current living condition of nomadic families