We don’t know if mystical Parasmani was for real or a fable; we have all heard about this alchemist who turned anything he touched in gold. None of us have seen this fabled Parasmani, but one that we know for sure is water. Anything water touches comes to life.
We can claim that water is the alchemist we have seen.
But the alchemist we know is under tremendous pressure and deep trouble. Our groundwater reserves are drying up at unprecedented speed. So it is a matter of concern if we could hand over to our coming generations water-sufficient earth.
Humans have yet to crack the formula to make water, so they must respect the need to use it judiciously. And by deepening lakes, VSSM is working towards creating water banks.
We were recently in Banaskantha’s Varan village, and everyone, including the local leaders, was concerned about falling water levels. To address such concerns, VSSM works in partnership with the community, where the cost of JCB to dig out the soil/deepen the lake is supported by VSSM while the community lifts the excavated soil. These efforts in partnership with the local community, are focused on catching as much rainwater as one can.
We must create as many reservoirs as we can.
The communities of Banaskantha have woken up to the call; hopefully, other regions also wake up to this alarm .
We are grateful to Mahendra Brothers for supporting the deepening of the lake at Varan village. I am grateful to respected Vikrambhai, Sonakbhai, and their family members.
#MittalPatel #VSSM
સાચુ ખોટુ તો નથી ખબર પણ પારસમણીની વાતો આપણે સૌએ સાંભળી છે. કહે છે કે, પારસમણી લોખંડને અડકે તો લોખંડ સોનુ બની જાય..
જેની વાતો સાંભળી છે એ પારસમણી તો અત્યાર સુધી દીઠો નથી પણ એક પારસમણી મે અને તમે સૌએ જોયું છે. એ છે પાણી.. પાણી ધરતી પર પડે ને બજંર જમીન પણ જીવંત થઈ જાય.
આમ આપણે જોયેલું પારસમણી એટલે પાણી એવું ચોક્કસ કહી શકાય.
પણ પાણી રૃપી પારસમણી અત્યારે જોખમકારક પરિસ્થિતિમાં મુકાયું છે. તળમાંથી પાણી ખુટી રહ્યા છે. આપણી ભાવી પેઢીને આપણે પાણીના સાબદા તળ આપી શકીશું કે કેમ તે પણ મોટો ચિંતાનો વિષય છે.
વળી કહે છે ને પાણીને બનાવી નથી શકાતુ માટે એને સાચવીને વાપરવાનું.
અમે સાચવીને વાપરવાનું તો કરીએ સાથે પાણીની મજબૂત બેંક ઊભી થાય તે માટે તળાવો ઊંડા કરવાના કાર્યો પણ કરીએ.
બનાસકાંઠાના વરણગામમાં હમણાં જવાનું થયું. સૌને તળના પાણી ઊંડા જઈ રહ્યા છે એની ચિંતા છે માટે ગામલોકો માટી ઉપાડવાનું કરે છે અને અમે તળાવ ખોદવા જેસીબી આપીયે છીએ. આમ સહિયારા પ્રયાસથી વરસાદ વરસે તેને ઝીલવા તળાવ રૃપી વાસણ તૈયાર કરીએ છીએ.
ગામમાં વધારે માત્રામાં તળાવો થાય તે આજની જરૃર છે..
બનાસકાંઠામાં લોકો જાગ્યા છે. અન્ય વિસ્તારમાં પણ આવી જાગૃતિની જરૃર છે..
વરણનું તળાવ ખોદવામાં અમને મહેન્દ્ર બ્રધર્સએ સહયોગ કર્યો તે માટે તેમની આભારી છું. આદરણીય વિક્રમભાઈ, સોનકભાઈ અને તેમના પરિવારજનના સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું..
#MittalPatel #VSSM