The collective efforts of village leadership, forest department and VSSM will ensure the Samaumota village crematorium turns lush with trees…

Mittal Patel visits Samaumota tree plantation site

“Can you help us plant trees at the ganda-baval infested crematorium of our village?” Banaskantha’s Samaumota village’s Sarpanch calls us with this request. VSSM’s Naranbhai and Maheshbhai visited the village to evaluate the onsite conditions.

The crematorium had live fencing, but the ganda-baval trees needed to be removed. The milk cooperative pitched in and we cleared the ganda baval bust from the site. And the Panchayat has helped bring water to the site. 

Once the basic requirements were met, it was time for VSSM  to begin digging the pits for the plantation. However, the soil is too tight to be drilled in; hence after digging 900 holes, we decided to wait for rain to soften the ground. We will dig up and plant the trees in one go. We will also set up a drip irrigation facility and appoint a Vriksh Mitra. We plan to plant 3000 trees at Samaumota.

The forest department will be helping us with the saplings. The collective efforts of village leadership, forest department and VSSM will ensure the village crematorium turns lush with trees.

 ‘અમારા ગામનું સ્મશાન ગાંડા બાવળથી ભરેલું છે. ત્યાં સારા વૃક્ષો વાવવા છે તમે મદદ કરશો?’

#બનાસકાંઠાના ડીસાના સમૌમોટાગામથી ગામના સરપંચ શ્રીનો ફોન આવ્યો ને અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈએ સ્મશાનની મુલાકાત લીધી. 

સ્મશાન ફરતે વંડો કરેલો હતો. હવે જરૃર હતી ગાંડાબાવળને હટાવવાની. ગામની દૂધમંડળીએ એ માટે સહયોગ કર્યો ને સ્મશાનમાંથી ગાંડાબાવળને તીલાંજલી આપી. પાછુ પંચાયતે ત્યાં પાણીની સુવિધા પણ કરી આપી.

હવે અમારી ભૂમીકા શરૃ થઈ. અમે ખાડા કરવાની શરૃઆત કરી. પણ જમીન ઘણી કઠણ 900 ખાડા કરીને રહેવા દીધું. એક વરસાદ થઈ જાય પછી ખાડા કરી વૃક્ષો વાવવાનું સાથે સાથે કરી લઈશું. 

અંદાજે 3000 થી વધારે વૃક્ષો ઉછેરવાના સંકલ્પ સાથે વાવીશું. ડ્રીપની વ્યવસ્થા પણ કરીશું. સાથે પગારદાર માણસ જેને અમે વૃક્ષમિત્ર કહીએ તે પણ રાખી લઈશું.

વનવિભાગ પણ વૃક્ષો આપવામાં શક્ય મદદ કરશે. આમ ગામ, દૂધમંડળી, VSSM અને #વનવિભાગના સહિયારા પ્રયાસથી સમૌમોટાનું સ્મશાન #હરિયાળુ કરવાનો અમે પ્રયાસ કરીશું.

#MittalPatel #vssm

Samaumota tree plantation site

VSSM  begins digging the pits for the plantation

The soil is too tight to be drilled in, so we decided to wait
for rain to soften the ground

VSSM plan to plant 3000 trees at Samaumota.

Mittal Patel at tree plantatio site

Commedable support of People of Kant…

Mittal Patel discusses Water Management with the villagers

“Can you help us make a lake in our village? Our village has a low lying site where the rainwater flows. Although it is not a traditional lake, we want to create a shallow pond. And it would be best if we did not dig deep because the potters still use the clay from here. We want to deepen it just enough to hold up the water flowing during monsoons. It would enable water to trickle into the ground and recharge the water tables. So can you help us deepen the spot and create a pond?”

Hiteshbhai from Banaskantha’s Kaant village requested the above from VSSM’s Naranbhai. However, the site was not a traditional water body that was filled with muck and deposits. Still, considering the wish of Hiteshbhai and the community members, we eventually made a pond at Kaant. VSSM dredged the soil while the community lifted the excavated soil. 

The community had been insisting I make a visit to Kaant, which I did during my recent visit to Banaskantha. The leadership of Kant village is proactive regarding water and environment conservation, and we plan to increase environmental initiatives in this village. 

We have reached a point when it is crucial to conserve each drop of rain; hence such requests from the community should only be honoured and fulfilled. 

The pictures shared reveal the before – after of the site deepened. 

We are grateful to The North Gujarat Integrated Rural Development and Research Foundation for supporting the creation of this lake/pond at Kaant. 

‘અમારા કાંટનું તળાવ તમે ગાળી આપશો? ચોમાસાનું પાણી જ્યાં ભરાય છે તે જગ્યા પર તળાવ જેવું કશું છે જ નહીં. અમારે બહુ ઊંડુ પણ નથી કરવું. મૂળ એ જગ્યા પર માટી સારી છે. અમારા ગામના કુંભાર માટલા ઘડવા ત્યાંથી માટી લઈ જાય છે એટલે તળાવની બધી માટી નથી કાઢવી. પણ વરસાદનુ જેટલું પાણી આ જગ્યા પર આવે તે બધુ ત્યાં રોકાય અને જમીનમાં ઉતરે એ માટે તમે નાનકડુ તળાવ કરી આપો એમ ઈચ્છું છું. ‘

બનાસકાંઠાના કાંટગામના હીતેશભાઈએ આ વાત કરીને અમારા કાર્યકર નારણભાઈએ કાંટની મુલાકાત કરી. એ પછી અમે ગામનું તળાવ ગાળવાનું અમે શરૃ કર્યું. 

હીતેશભાઈ અને ગામના સૌની લાગણીને અનુલક્ષીને અમે તળાવ જેવી સ્થિતિ નહોતી તે જગ્યા પર તળાવ ગાળવાનું શરૃ કર્યું. ગામે માટી ઉપા઼ડવાનું કર્યું ને સહુના સહિયારા પ્રયાસથી નાનકડુ તળાવ ગામની મરજી પ્રમાણેનું અમે ગાળ્યું. 

હમણાં બનાસકાંઠા જવાનું થયું તે વેળા ગામની પ્રબળ ઈચ્છા હતી માટે ખાસ કાંટ જવાનું થયું. પાણી અને પર્યાવરણને લઈને કાંટ જાગૃત ગામ. 

આગામી દિવસોમાં આ ગામમાં પર્યાવરણલક્ષી કાર્યો વધારે કરવાની ઈચ્છા..

પણ પાણીના ટીપે ટીપાને બચાવવાનું કરવું પડે તેવી સ્થિતિ પર આપણે પહોંચ્યા છે માટે આ દિશામાં વધારે કાર્ય થાય તે જરૃરી. 

કાંટનું તળાવ પહેલાં અને હવે એ ફોટોમાં જોઈ શકાય.

આ તળાવ ગળાવવા The North Gujarat Integrated Rural Development and Research Foundation દ્વારા મદદ કરવામાં આવી. જે માટે તેમના આભારી છીએ. 

#MittalPatel #vssm

Mittal Patel visits Kant Water Management Site 

Kant Lake before digging

Kant Lake after digging

VSSM’s tool-kit program enables a dignified living to individuals like Shanta Ma…

Mittal Patel meets Shanta Ma

 “I don’t want to live on charity; I intend to work as long as my body cooperates….”

“But your condition doesn’t look good.”

“I will be fine….”

Seventy-five years old Shanta Ma resides in Ahmedabad. After the demise of her husband and young son, she began earning her living by selling artificial jewellery and fashion accessories on the roadside. But her physical condition was not keeping pace with her will to keep working. Considering her age, VSSM’s Madhuben offered to send a monthly ration kit, but she refused to accept the offer.

Agreed, I have financial challenges, but if you want to help, buy me goods to stock up my kiosk. I don’t have capital; hence I buy in small quantities and earn in small amounts too. I cannot even pay off the rent of the small room I call home. Nor do I have money to buy medicines if I have health issues. However, if I have more products to sell, I will be able to earn more. Maybe sell at a larger scale.’

How could we not help Shanta Ma! VSSM purchased goods worth Rs. 15,000 for her, it was a pleasure to witness the joy on her face at the sight of the goods she had come to collect at our office. Especially the anklets; looking at them, she tells us, “I have always wanted to buy them, but they are so expensive to stock up.”

Shanta Ma roughs it out to earn a dignified living. When she takes her products to fetes and fairs, she must stay under the open sky, but hard work is what she prefers.

Shanta Ma’s honesty and integrity have won my heart; I hope she inspires many to live diligently.

‘મારે મફતનું નથી ખાવું જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કામ  કરવું છે…’

‘પણ તમારી હાલત..?’

‘એ તો ઠીક થઈ જશે..’

75   વર્ષના શાંતા મા અમદાવાદમાં રહે. તેમના પતિ અને જુવાન દીકરો ગુજરી ગયા પછી એ બોરિયા, બકલ, કાનની બુટ્ટી વગેરે વેચીને ગુજરાન ચલાવતા. પણ તબીયત હખડ ડખડ રહ્યા કરે. અમારા કાર્યકર મધુબહેને શાંતામાની ઉંમર જોતા દર મહિને તેમને રાશકીટ આપવા કહ્યું પણ એમણે ના પાડી. એમણે કહ્યું, ‘તકલીફ તો છે પણ મદદ કરવી હોય તો હું જે ધંધો કરુ તે ધંધા માટે સામાન લાવી આપો. મારી પાસે પૈસાની સગવડ નહીં એટલે થોડો થોડો સામાન લાવી વેચી એમાંથી ચલાવું.  જે ઓરડીમાં ભાડુ ભરી રહુ એ ભાડુ માંડ નીકળે.. બિમારીમાં દવાના પૈસાય ઘણી વખત ન હોય.. પણ જો સામાન વધારે થઈ  જાય તો આવક વધી જાય. પછી તો હું મેળામાં પણ જવું’

આવા કામની હોંશ રાખવાવાળા શાંતા માને અમે 15,000નો સામાન લઈ આપ્યો.એ સામાન લેવા ઓફીસ આવ્યા ત્યારે બધુ જોઈને રાજી થઈ ગયા. પગની પાયલ જોઈને તો કહે, મને આ ખરીદવાની બહુ ઈચ્છા હતી પણ મોંધો સામાન આવો તો હું ક્યાંથી લઈ શકું?

શાંતામા મેળામાં સામાન વેચવા જાય ત્યારે મેળાના સ્થળે બે ત્રણ દિવસ ખુલ્લામાં જ રાત્રી રોકાય. બહુ હાડમારી વેઠે.પણ મહેનત કરીને ખાવુ એમને ગમે… એમની આ જિંદાદીલી મને સ્પર્શી ગઈ… આવા મહેનતકશ શાંતામાને પ્રણામ ને મહેનતમાં કામચોરી કરનાર શાંતા મા પાસેથી શીખે…

#MittalPatel #vssm

VSSM will support the construction of homes for 60 nomadic families of Gundala village…

Mittal Patel discusses housing plan of Gundala settlement

“Look, my child, although we have spent our lives in the shanties, around water,  you will grow up in this beautiful house…” Labhuben, who lives in a hut on the banks of the river in Gondal tells her little girl while showing her an under-construction house in Gundala village.

The nomadic families of Gondal town have spent their lives in shanties built over open spaces on the river banks; the monsoons are worst for these families. Whenever water flows into the river, the families need to vacate their homes and move into government schools. The financial condition is not healthy enough to enable them to buy land to build a house over it.

As a result of our intervention, the government has allotted residential plots to Gondal’s 160 nomadic families in Gundala village. In adition to government aid, VSSM will support the construction of homes for 60 poorest families.

Building each house from scratch costs around Rs. 3 lacs. Apart from government assistance, Abu Dhabi Bank P. J. S. C has been the principal donor for this construction project. Our well-wishing donors have also contributed to the financial support required to build a 1 BHK house with an attached bathroom toilet. In addition, VSSM has envisaged the possible need for more space as the family grows; hence the foundation of each house is strong enough to allow the construction of additional floors when required.

Within the next couple of months, with support from the same donors, we will soon launch the second phase of construction for the other 40 families. Each person dreams of a house, and each family whose homes are under construction will also contribute according to their ability.

There is no greater joy than helping others achieve their dream, and providing security of a  house is the greatest joy there is.

During 2022-23 VSSM wants to be instrumental in helping 500 families realise their dream of a house; we would be grateful if you could contribute to this cause. You can Paytm your contributions to  9099936013 or transfer your donations to the below-mentioned bank:

‘જો બટા અમારી જીંદગી ઝૂંપડામાં નીકળી, પાણીમાં નીકળી પણ તારી જીંદગી આ ઘરમાં નીકળશે જો કેવા સરસ મકાન બને સે…’

#ગોંડલમાં નદીના પટ પાસે ઝૂંપડ઼ું બાંધી રહેતા લાભુબહેને એમની નાનકીને ગુંદાળાગામમાં પોતાનું પાક્કુ ઘર બંધાઈ રહ્યું તે બતાવતા આ કહ્યું. (એમણે જે કહ્યું એ તમે વિડીયોમાં પણ સાંભળી શકશો. એ બોલતા હતા એ અમારી હિમાલીએ પાછળથી એ રેકોર્ડ કર્યું)

ગોંડલમાં #વિચરતી_જાતિના ઘણા પરિવારો છાપરાં બાંધી ને જ્યાં ત્યાં પડ્યા રહે. દર વર્ષે ચોમાસમાં આ પરિવારોની  દશા માઠી થાય. નદીમાં પાણીનો આવરો વધે કે એમણે ઝૂંપડાં ખાલી કરી સરકારી નિશાળમાં આશરો લેવો પડે. આર્થિક ક્ષમતા એટલી નહીં કે પોતાનું ઘર બાંધવા જમીન ખરીદી શકે અને  એના પર  ઘર બાંધી શકે. 

આવા 160 પરિવારોને ગોંડલથી પાંચ કિ.મી.ના અંતરે આવેલા ગુંદાળા  ગામમાં સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. આ પરિવારોમાંથી સૌથી તકવંચિત એવા 60 પરિવારોના ઘર બાંધકામમાં સરકારની મકાન સહાય ઉપરાંત ખુટતુ ઉમેરવાનું અમે નક્કી કર્યું.

એક ઘરની કિંમત 3  લાખ  આસપાસની થાય. જેમાં સરકારના પૈસા ઉપરાંત VSSM સાથે સંકળાયેલા #First_Abu_Dhabi_Bank P.J.S.C. નો મુખ્ય સહયોગ ઉપરાંત અન્ય સ્વજનોનો પણ સહયોગ મળ્યો.

આમ એક રૃમ રસોડુ, #શૌચાલય અને બાથરૃમ સાથેનું મજબૂત ઘર જેમાં ભવિષ્યમાં પરિવારે બીજો માળ બાંધવો હોય તો બાંધી શકે તે પ્રકારનું બાંધવાનું  અમે કર્યું.

લગભગ  બે ત્રણ મહિનામાં બીજા ફેઝમાં 40  પરિવારોના ઘરોનું બાંધકામ  પણ સરકાર અને ઉપર જણાવેલા સ્વજનોની મદદથી શરૃ કરીશું.

ઘર એ  દરેક વ્યક્તિનું સ્વપ્ન.. આ સ્વપ્ન સાકાર કરવામાં જેમનું ઘર બંધાઈ રહ્યું છે એ લોકો પણ પોતોનો નાનકડો ફાળો આપશે.  

અમારા કાર્યકર છાયાબહેન અને કુનભાઈ આ પરિવારોની સાથે સતત. તેમની મહેનતથી જ અન્ય 40 પરિવારોને પ્લોટ ફળવાયા. આ અમારા સીવીલ એન્જીનીયીરચિરાગભાઈ પણસતત દેખરેખ રાખે.. 

જેઓ આ પરિવારના ઘરોનું બાંધકામ કરે છે તે લક્ષ્મણભાઈ પણ સેવાભાવી. એ એકદમ  ગુણવત્તાવાળુ બાંધકામ કરી રહ્યા છે.. 

ઘર એ આશરો છે કોઈના પણ માથે પાક્કી છત અપાવામાં નિમિત્ત બનવું  એ  મોટુ સુખ…

2022-23માં 500 પરિવારોના ઘર બાંધી આપવામાં નિમિત્ત બનવું છે.  તમે પણ  આ કાર્યમાં યથા યોગ્ય યોગદાન આપશો તો આભારી રહીશું… 

અનુદાન અમને  9099936013 પર પેટીએમ કરી  શકાય. અથવા નીચેની વિગતે બેંકમાં પણ જમા કરાવી શકાય.

HDFC Bank

Name of the Bank : HDFC Bank Ltd.

Branch Name : Platinum Plaza – Ahmedabad

Account Name : Vicharta Samuday Samarthan Manch or VSSM

Account Number. : 59119099936011

RTGS/IFSC Code : HDFC0000783 

તમે આપેલી મદદ કોઈનું  જીવન બદલી નાખશે.. બંધાયેલા ઘરોનું નિરીક્ષણ કરવા ગયા તે વેળા અને હાલ આ પરિવારો જે સ્થિતિમાં રહે છે ને ભવિષ્યમાં જે વહાલપની વસાહતમાં એ રહેવા જશે એ બધુયે ફોટોમાં…

#MittalPatel #vssm

Mittal Patel visits Gundala housing settlement

Ongoing house construction at Gundala 

Gundala Housing settlement

Ongoing construction work

Gundala Housing Settlement

The current living condition of nomadic families

Ongoing Construction work

With the support from our well-wishers & community members, VSSM planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium…

Mittal Patel visits Ludra tree plantation site 

“Ben, we believe in actions, not just words. When you had first visited this crematorium to discuss the tree plantation drive, you had apprehensions if we would have the same enthusiasm in raising the trees as much as we had in planting them. And we had requested you to trust us with it. Now tell us if we have been able to uphold that trust?”

Chandubhai from Banaskantha’s Ludra village asks us. Chandubhai is now the Sarpanch of Ludra, but when we began the plantation drive, he was a very enthusiastic local leader. 

With the support from Estral Pipes and Mumbai based Tusharbhai – Jyotiben, we planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium.

It has been more than nine months, and as seen in the image these  trees are flourishing well. The back-breaking effort by Vriksh Mitr – Balvant Kaka and the personal attention of the community leaders have helped the trees to  grow well.

Even the Thakor community of Ludra has paid personal attention to keeping the plantation site clean and weed-free to help the trees grow well.

Along with bringing saplings and planting them, VSSM supports the remuneration of Vriksh Mitra and makes arrangements for drip irrigation. It also bears occasional expenses of pesticides etc. At the same time, the onus of clearing the site remains on the community.

Our team consisting of Naranbhai, Maheshbhai and Hareshbhai work very hard to ensure the trees are looked after, and it is their efforts that have helped helps bring success to such actions. 

These woodlands result from the partnership between VSSM and communities; imagine the number of forests we would be able to create if the also government joins in. We are working towards roping the support of  Banaskantha government and administration. We are on our way to finding some success with it. Hopefully, soon we shall have some successful outcomes from our combined efforts.

‘બેન ખાલી વાતો નહીં અમે કરી બતાવવામાં માનીએ… તમે પહેલીવાર અમારા સ્મશાનમાં આવેલા અને  એ વખતે  વૃક્ષ ઉછેર બાબતે વાત  થઈ હતી ત્યારે તમે કહેલું કે, હાલ ઉત્સાહ બતાવો છો પણ એવો ઉત્સાહ વૃક્ષ વાવ્યા પછી એની જાણવણીમાં બતાવશો? અને અમે બધાએ હા પાડી અમારામાં વિશ્વાસ મુકવા કહેલું. તો આજે હવે ક્યો તમારો વિશ્વાસ અમે જાળવ્યો કે નહીં?’

બનાસકાંઠાના લુદ્રાગામના સરપંચ જો કે સરપંચ અમે ગ્રામવન ઊભુ કર્યા  પછી બન્યા એવા ચંદુભાઈએ કહ્યું..

ઠાકોર સમાજની સ્મશાનભૂમીમાં અમે એસ્ટ્રલ પાઈપ અને મુંબઈમાં રહેતા તુષારભાઈ – જ્યોતીબહેનની મદદથી 5000થી વધુવૃક્ષો વાવ્યા… 

આમ તો વૃક્ષ વાવે નવેક મહિનાનો સમય થયો હશે પણ વાવેલા બધા કેવા સરસ ઉછર્યા એ ફોટોમાં જોઈ શકાય છે.       

વૃક્ષમિત્ર  તરીકે કાર્ય કરતા બળવંતકાકાએ  કરેલી કાળી મજૂરી આપણને દેખાય. એમની મહેનતના લીધે અને ઠાકોર સમાજના આગેવાનોની દેખરેખના લીધે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે.

વૃક્ષો વાવ્યા પછી વર્ષમાં ત્રણ થી ચાર વાર વૃક્ષોની વચ્ચેની જગ્યામાં સરસ ખેડ થાય તો વૃક્ષોનો ઉછેર સારો થાય.. લુદ્રાગામની આ સ્મશાનભૂમી જેમની છે તે લોકોએ સાથે મળીને  સફાઈનું બરાબર ધ્યાન રાખ્યું.

અમે વૃક્ષમિત્રને પગાર આપીએ. સાથે પાણી માટે ડ્રીપની વ્યવસ્થા કરીએ.  એ ઉપરાંત નાનો  મોટો ખર્ચ દવાઓ વગેરે કરવાનો કરીએ. હા વૃક્ષો લાવી વાવવાનું અમે કર્યું. ગામે સ્મશાનમાંથી ગાંડો બાવળ કાઢ્યો…

વૃક્ષ ઉછેર  માટે સતત મથતી અમારી ટીમ નારણભાઈ,મહેશભાઈ અને હરેશભાઈની પણ આ બધામાં જબરી મહેનત.. તેમની સતત દેખરેખથી આ બધુ સફળ પાર પડ્યું. 

આમ ગામની સહભાગીથી અમે આ કર્યું. આ કાર્યમાં સરકાર પણ જોડાય તો ગામે ગામ સરસ જંગલો ઊભા થઈ જાય… સરકાર ખાસ તો  બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને વન વિભાગ અમારી સાથે જોડાય તેવા પ્રયત્નો છે અને એ પ્રયત્નો સફળ પણ થઈ રહ્યા છે..આગામી દિવસો આ પ્રયત્નોના સફળ પરિણામો પણ જોઈ શકીશું…     

તમારા ગામમાં અમારી અને તમારી સહભાગીતા સાથે વૃક્ષો ઉછેરવા હોય તો સંપર્ક ચોક્કસ કરજો. નારણભાઈ-  9099936035     

#MittalPatel #vssm

Ludra tree plantation site

Tress are flourishing well with the breaking effort by Vriksh 
Mitr

The personal attention of the community leaders
 have helped the trees to grow well.

 

The once homeless and address less nomadic families are beginning to receive identity…

Mittal Patel gives caste certificate to nomadic families

“What are you holding in your hand?”

“Paper”

“What is that paper for?”

“That we do not know!”

That was my interaction with the very innocent Gadaliya families of Rajkot’s Moviya village.

The Gadaliya families practice the traditional occupation of selling oxen, for which they are required to wander across Saurashtra. They do stay in Moviya village but not for a prolonged period. As a result, they do not have any documents to prove their identity. In the beginning,  we helped them acquire voter id cards by collaborating with panchayat and local leaders. Once the voter id cards were obtained, we worked towards obtaining other documents. 

VSSM’s Kanubhai and Chayabahen tried convincing the families to make their base in Moviya village, then only it would be easy to get the documents and identity proofs processed. Once they settle here, each family can file for a residential plot and eventually build a house over it.

After a lot of convincing, the families agreed to stay in Moviya. VSSM helped them acquire caste certificates to access the welfare schemes by the government.

The once homeless and address less nomadic families are beginning to receive identity. There is, amongst them, a growing desire to lead a settled life, one that will allow their children to receive education and flourish. 

The administration of Rajkot has undertaken the task of providing them with residential plots; hopefully, they will be done with it soon.

The shared image reflects the current living condition of these families.

‘તમારા હાથમાં આ  શું આપ્યું છે?’

‘કાગળિયું…’

‘શાનું કાગળિયું?’

‘એની અમને કાંઈ ખબર નો  પડે…’

રાજકોટના ગોંડલના મોવિયાગામના સાવ ભોળા અને નિર્દોષ ગાડલિયા પરિવારોએ આ કહ્યું. વાત જાણે એમ હતી… આ ગાડલિયા પરિવારો બળદો વેચવાનું કામ કરે અને એ માટે સૌરાષ્ટ્ર આખુ ભમે.  મોવિયામાં રહે વર્ષોથી પણ ઠરી ઠામ ન થાય. એટલે ઓળખના આધારો એમની પાસે ન મળે..   

અમે સ્થાનીક આગેવાનો અને પંચાયત સાથે મળી પ્રથમ મતદારકાર્ડ કઢાવી આપ્યા. પછી અન્ય દસ્તાવજો કઢાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી… 

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન આ પરિવારોને હવે મોવિયા સ્થિર રહેવા સમજાવે જેથી અહીંયાના તમામ આધાર પુરાવા બની જાય અને પછી તેમની મનછા પ્રમાણે રહેવા  પ્લોટ મળે ને એના  ઉપર ઘર પણ બંધાય.

ઘણી સમજાવટ પછી કેટલાક પરિવારો રહ્યા. જેમને જાતિ પ્રમાણપત્ર અમે કઢાવી આપ્યા જેથી અન્ય કલ્યાણકારી યોજનાઓની એ મદદ મેળવી શકે. 

સરનામા વિનાના આ માનવીઓને હવે ઓળખ  મળવા માંડી છે.  હવે તેમની ઈચ્છા સ્થિર જીવનની. સ્થિરતા આવશે તો બાળકો પણ ભણશે…

રાજકોટ વહીવટીતંત્રએ પણ આ બધા પરિવારોને રહેવા સત્વરે પ્લોટ ફાળવી આપવાની કામગીરી હાથ ધરી છે આશા રાખીએ  આ કાર્ય  સત્વરે પાર પડે. 

હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં…

VSSM co-ordinator gives caste certificate to nomadic families

VSSM co-ordinator gives caste certificate to nomadic families

Mittal Patel meets nomadic families of movaiya village

The current living condition of nomadic families

VSSM is grateful to the government, the district administration of Banaskantha and our well-wishing friends for their continued support which has helped nomadic families move into homes of their own…

Respected Chief Minister Shri Bhupendrabhai Patel
 inaugrated Kakar housing settlement

“Our search for earning a decent living takes us to various lands; we would see beautiful homes fitted with fans, water running through taps and tell ourselves that we will never be able to stay in such homes. But look at these beautiful homes you have built for us. So how do we thank you enough?” Manjibhai Fulvadi shared his sentiments before moving into a pucca new home.

Once upon a time, the fulvadi families earned their living as snake charmers, but the occupation became obsolete with the implementation of the Wildlife Protection Act. They now wander searching for work but come back to Kakar, a village they have settled into for many years.

The government had allotted residential plots and aid to build homes to 124 Fulvadi families living in Kakar, but 187 more families did not have any land to build a house. Subsequently, 90 families were allotted plots, of which 72 families received Rs. 45000  and 18 families received Rs 1.20 lacs as an aid to building a house on it. The 72 families who had received Rs. 45 k were convinced of quality construction by a contractor who took Rs. 24,000 from each of them to give in return for inferior quality construction. The families whose money had been at stake asked him to either improve or stop construction and return the amount he had taken. However, the amount was never returned. The families were left with only Rs. 21,000, and that amount cannot build a house.

These families have known us for nine years; they requested us to help them complete the construction of their houses. Although VSSM desired to support the construction cost, it was also starting at a considerable cost as the plots 32 of these families were allotted were to incur a huge for levelling. Moreover, the surface of allotted plots was sandy; hence, it would require extra effort to build a solid foundation for the houses or else there was a fear of the structures collapsing. Therefore, we gave each of these structures a pile foundation while the rest were given a normal foundation. VSSM believes that the poor should also be able to fulfil their aspirations, so if at all they desire to build a floor above the building should be strong enough to do so. Hence, all the 90 houses have been constructed accordingly to last a lifetime.

The housewarming ceremony of these 90 families was graced by Chief Minister Shri Bhupendrabhai Patel, respected Shri Kirtisinhji Vaghela, state education minister, Shri Pradipbhai Parmar, Minister for Social Justice and Empowerment, and ministers from other departments, MPs and other dignitaries also graced the occasion. The Banaskantha administration has also remained highly cooperative in making these events happen.

By choosing to remain present at the event, the Chief Minister has acknowledged the existence of these communities and honoured them. Additional, 970 families received residential plots, and 9000 individuals received benefits from government schemes. The numbers also include 87 families of Kakar who received residential plots.

More than 10,000 people from across Banaskantha remained present at the event; there were many from the neighbouring Patan district. The event venue was abuzz with activity, and the canopy was packed to the brim on this blazing summer evening, yet people were quietly standing outside.

The image carousel shares glimpses of the entire event. The once homeless families will soon move into homes built with love and compassion.

Our Prime Minister has pledged to provide a home to each homeless family in this country; we are sure the homeless nomadic families will soon receive residential plots and aid to build a house.

VSSM is grateful to the government, the district administration of Banaskantha and our well-wishing friends for their continued support. The support you have extended has helped these families move into homes of their own.

Thank you to our friends from nomadic communities for accepting our invitation and remaining present at the event.

We pray to the almighty to grant peace and prosperity to the families who have moved into their new abodes.

‘આભમાં અણી નહીં.. અમારુ કોઈ ધણી નહીં.. અમે આખુ મલક ભમીએ.. લોકોના પાક્કા ઘરો, એમાં લાઈટ, પંખા જોઈએ ત્યારે મનમાં ચમચમ થતું… પણ અમારા ભાગમાં આવુ તે કાંઈ હોય !પણ આ જુઓ તમે કેવા અસલ ઘર કરી દીધા… તમારો આભાર..બનાસકાંઠાના કાકરના ફુલવાદી મનજીભાઈએ પોતાના પાક્કાઘરમાં પ્રવશેતા પહેલાં વ્યક્ત કરેલી લાગણી…

ફુલવાદી પરિવારો સાપના ખેલ બતાવી પેટિયું રળતા પણ હવે એ બધુ નથી ચાલતુ. હવે મજૂરી અર્થે વિચરણ કરે. વર્ષો પહેલાં આ પરિવારો કાકરમાં આવીને રહેલા. 

અહીંયા 124 પરિવારોને સરકારે પ્લોટ અને પ્લોટ પર મકાન બાંધવા સહાય આપેલી. પણ 187 પરિવારો હજુ એવા હતા કે જેમની પાસે રહેવા પ્લોટ નહોતા. આ 187માંથી 90 પરિવારોને તેમણે પ્લોટ ફાળવ્યા ને એના ઉપર મકાન બાંધવા 72 પરિવારોને 45000 અને 18 પરિવારોને 1.20 લાખની સહાય કરી. જે 72 પરિવારોને 45000 સહાય કરી તે પરિવારોના ઘર બાંધી આપવાનું એક ભાઈએ કહ્યું ને એમની પાસેથી  24,000 લઈ ગયા પછી ઘરો બાંધવાનું શરૃ કર્યું પણ એની ગુણવત્તા તદન નબળી. વાદી પરિવારોએ ઘર બાંધકામ માટે ના પાડી અને પૈસા પરત માંગ્યા પણ એ ન મળ્યા. આમ તેમની પાસે 21,000 જ રહ્યા અને આટલી રકમથી ઘર ન બંધાય. 

અમે આ પરિવારોના પરિચયમાં છેલ્લા 9 વર્ષથી. એમણે અમને ઘર બાંધી આપવા વિનંતી કરી. મદદ કરવાનું મન તો થાય જ પણ ખર્ચ મોટો હતો.  32 પરિવારોના ઘર જ્યાં બાંધવાના ત્યાં જમીનમાં મોટા ખાડા. વળી જમીન પર માટી કરતા રેત વધુ. આમ પુરાણ કર્યા પછી એમ જ મકાન બાંધીએ તો ધસી પડવાનો પણ ભય રહે.  આમ 32 મકાન પુરાણ કર્યા પછી પાઈલીંગ કરી બાંધવાનું નક્કી કર્યું જેમાં મકાન જેટલું બહાર દેખાય તેટલું જ તેનું ફાઉન્ડેશન એટલે કે પાયલીંગ કર્યું અને બાકીના પાયા ખોદીને બાંધ્યા. 

ગરીબ માણસો માટેની વ્યવસ્થા ગરીબ ન હોવી જોઈએ એવું અમે માનીએ ને એટલે આ વ્યવસ્થા સાથે ભવિષ્યમાં તેઓ ઉપર પણ ઘર બાંધી શકે તે રીતે 90 મજબૂત ઘર બાંધ્યા.

90 પરિવારોને ગૃહ પ્રવેશ કરાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ આવ્યા. એમની સાથે જોડાયા આદરણીય કિર્તીસીંહજી વાઘેલા – શિક્ષણ મંત્રી(રાજ્યકક્ષા), પ્રદિપભાઈ પરમાર – મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા. એ સિવાય પણ અન્ય વિભાગના મંત્રી શ્રી, સાંસદ સભ્ય શ્રી  વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.  બનાસકાંઠા વહીવટીતંત્રના સાનિધ્યમાં આયોજીત આ કાર્યમાં તંત્ર પણ ખડે પગે રહ્યું.

વિચરતી જાતિ ગાડલિયા, રાવળ, બજાણિયા, ફુલવાદી અને વાંસફોડા પરિવારોએ પરંપરાગત રીતે મુખ્યમંત્રી શ્રીનું સન્માન કર્યું. 

મુખ્યમંત્રીએ વિચરતી જાતિઓની વચમાં આવી આ સમુદાયને ઘણું મોટુ સન્માન આપ્યું. વળી તેમના આવવાના ઉપક્રમે 970 લોકોને રહેવા પ્લોટ ને 9000 થી વધુ લોકોને અન્ય યોજનાકીય મદદ મળી..એમાં કાકરના 87 પરિવારો જેમની પાસે ઘર નહોતા તેમને પણ પ્લોટ ફળવાઈ ગયા. 

સમગ્ર બનાસકાંઠામાંથી 10,000 લોકોએ આ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી. પડોશી જિલ્લા પાટણમાંથી પણ લોકો આવ્યા.  કાર્યક્રમ સાંજના 4.30 વાગ્યાનો. મંડપમાં ઊભા રહેવા જગ્યા નહોતી છતાં લોકો ધોમધખતા તાપમાં મંડપ બહાર પણ શાંતિથી ઊભા રહ્યા… 

લખ્યું એ બધુયે ફોટોમાં.. હાલમાં આ પરિવારો વગડામાં રહે તે અને ત્યાંથી એમની વહાલપની વસાહત જશે તે.. 

દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યુ છે. અમને વિશ્વાસ છે વિચરતી જાતિના અને ઘરવિહોણા પરિવારોને ઘર મળશે એવું…

આભાર સરકાર, બનાસકાંઠા વહીવટીતંત્ર તેમજ VSSM સાથે સંકળાયેલા શુભેચ્છક સ્વજનોનો.. તમારા સૌની મદદથી આ પરિવારો માટે ઘર બન્યા. અમારા આમંત્રણને માન આપી આવેલા વિચરતી જાતિના પ્રિયજનોનો પણ ખુબ આભાર..

જેમના ઘર બન્યા તે પરિવારોને નવા ઘરમાં કુદરત બરકત આપે તેવી શુભભાવના… 

#MittalPatel #vssm

Chief Minister and Mittal Patel with the Donor Plaque at Kakar

Chief Minister has acknowledged the existence of these
communities and honoured them

Mittal Patel with Chief Minister Mps and other dignitaries
has honoured the nomadic families

Mittal Patel addressing the nomads during an event

Mittal Patel with chief minister, MPs and other dignitaries

Chief Minister Bhupendrabhai Patel with fulvadi community

Fulvadi community welcomed Shri Bhupendrabhai Patel

Nomadic community welcomed Shri Bhupendrabhai Patel

Fulvadi community during an event

Chief Minister Shri Bhupendrabhai Patel presented the key
to fulvadi community

Nomadic community during an event

Nomadic communirty during an event

The current living condition of nomadic communities

The current living condition of nomadic communities

Kakar Housing Settlement

Mittal Patel during an event

Mittal Patel addressing the nomads

Chief Minister Shri Bhupendrabhai Patel
addressing the nomadic families

Respected Shri Kirtisinhji Vaghela,
state education minister addressing
the nomadic families

Chief Minister and Mittal Patel with the Donor Plaque at Kakar

We invite our well-wishing friends and supporters to be part of this public event…

Mittal Patel with Vadi Community

We wander, we stray across the woodlands.

We endure the pain inflicted by generations of neglect.

The same  Mother Earth has birthed us, yet we face alienation.

Just like stray cattle, we have no address to call our own!

Without a home, village or identity to call our own, tell us where do we go,

Under the open sky, on the bare earth is how we survive.

We have found respite from the anguish we have suffered for centuries.

Noted poet, author and ex-president of VSSM,  Shri Madhavbhai Ramanuj penned the above lines expressing the painful sentiments of nomadic tribes.

Our Chief Minster had graced the house warming ceremony for 65 nomadic families at Rajkot’s Rampara Beti a few days ago. The houses have been built by VSSM in partnership with the government. A similar event is taking place in Banaskantha’s Kakar village on 20th May 2022 at 4.30 PM.

VSSM has facilitated the construction of homes for 90 nomadic families and a hostel with the capacity of hosting 180 children. At Kakar, the Chief Minister will perform a house warming ceremony for 90 families and the opening ceremony of the hostel. He will also give away residential plot documents to 700 families and E-Shram Card, Arogya Card, ration cards, caste certificates etc. to 3000 individuals.

We are grateful to the District Collector Shri Anandbhai and the local administration of Banaskantha; it is because of their compassion these families will receive these documents in such a short time.

We invite our well-wishing friends and supporters to be part of this public event.

The families who have been living in wild woodlands are on the threshold of moving into settlements made with care and compassion. Seven hundred more families will begin their journey of building a home, and their anguish will soon find respite.

Once again many thanks to the government and administration.

અમે રઝળતાં અમે રખડતાં વગડે ભટકતા રહીએ,

સદીઓથી અવગણનાનાં દર્દ અમે આ સહીએ..

આ ધરતીની કુખે જનમ્યા તોયે રહ્યા પરાયા,

નહીં ઠામ, નહીં ઠેકાણા જાણે ઢોર હરાયાં…

ઘર નહીં, ગામ નહીં, ઓળખ નહીં કહો ક્યાં જઈ રહીએ,

ઉપર આભ- નીચે ધરતીનો અર્થ અમારુ જીવન..

સદીઓ જૂના સંતાપોને હવે મળ્યો વિસામો….

આદરણીય માધવ રામાનુજ જાણીતા કવી, સાહિત્યકાર અને એક વખતે VSSM સંસ્થાના પ્રમુખ રહી ચુકેલા. તેમણે વિચરતી જાતિઓની લાગણી વ્યક્ત કરતી આ કવિતા લખેલી..

તાજેતરમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ રાજકોટના રામપરાબેટીમાં 65 વિચરતી જાતિઓને VSSM અને સરકારની મદદથી બંધાયેલા ઘરમાં ગૃહપ્રવેશ કરાવેલો. આવો જ એક અનોખો કાર્યક્રમ બનાસકાંઠના કાકર ગામમાં તા.20 મે 2022ના રોજ સાંજના 4.30 વાગે યોજાવાનો..

90 વિચરતી જાતિના પરિવારો  તેમજ વિચરતી જાતિના 180 બાળકો રહી શકે તેવા છાત્રાલયની વ્યવસ્થા કાકરગામમાં અમે ઊભી.. મુખ્યમંત્રી શ્રી અહીંયા પણ 90 પરિવારોને ગૃહપ્રવેશ કરાવશે. તેમજ છાત્રાલયનું ઉદ્ધાટન કરશે. આ સિવાય 700 ઉપરાંત પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાશે ને એ સિવાય  3000 થી વધુ લોકોને ઈ શ્રમકાર્ડ, આરોગ્ય કાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર વગેરે મળશે… 

આ પરિવારો માટે લાગણી રાખનાર સૌને કાર્યક્રમમાં પધારવા ખાસ વિનંતી.. 

સદીઓ વગડો ખૂંદનાર આ પરિવારો વહાલપની વસાહતમાં રહેવા જશે… 

જ્યારે વગડોખૂંદતા 700 થી વધુને ઠરીઠામ થવાનું ઠેકાણું મળશે… તેમના સંતાપોને વિસામો મળશે…

સરકાર અને વહીવટીતંત્ર પ્રત્યે રાજીપો…. 

#MittalPatel #vssm

Kakar Housing Site

Kakar nomadic settlement

Kakar housing site

Nomadic families sitting in their new settlement

Nomadic families sitting in their new settlement