Laxmi Ma gets food with the help of VSSM…

Mittal Patel meets Laxmi Ma and her son

 “I have cooked dal-rice, but he is refusing to eat. How can he recover without eating? He is also feeling cold!!

After sharing this, she pointed towards her son lying on the charpoy next to hers and showed her son lying, shivering with cold under the blanket. Maheshbhai looked at me, he looked frail, as if age had caught up after long illness.

Laxmiben’s husband had passed away 15 years ago.  It was Mahesbhai who earned the living for his mother and self. And all of a sudden Mahesbhai fell ill.

“Is there anyone else in the family to take care of you?” we asked Laxmima.

The question brought tears into Laxmima. The air around grew thick with sorrow. We did not know how to respond!!

“Ma, please do not worry. We will take care of you, will ensure Maheshbhai receives proper treatment.” I assured

“Do not hospitalise him, who will take care of him at the hospital. Just get him treated and bring him back. I cannot…” Laxmi Ma  could speak no further.

“We shall do so, Ma!” I responded. I did not feel like saying anything more.

“I had another son, elder to Mahesh. He too developed some skin infection, the leg was swollen, he remained ill for some time and passed away before my eyes. And now it is him…” Laxmi Ma shared.

It is the children who take care of their parents but when parents need to become caregivers… it pains beyond comprehension.

VSSM, with the support it receives from its well-wishers, is providing ration kit to Laxmi Ma.

I was at Laxmi Ma’s to inquire if she needed anything else, but after witnessing the situation there was nothing more to ask.

What I witnessed today shook me, the mother-son duo living besides Nadiad’s Malarpur road surviving in a kuccha brick-clay house was utterly helpless, the condition they survived in was beyond comprehension.

I am grateful to VSSM’s Rajnibhai for identifying families who truly need our support.

We will be assisting Mahesbhai with his medical examination and further treatment.

Almighty, we are all your children, how can you put anyone under so much pain.  No one deserves to endure so much suffering. A prayer escapes my heart seeking protection for fellow brethren…

‘આ જુઓને બેન દાળ-ભાત રાંધ્યા છે પણ આ ખાવાની જ ના પાડે છે.. ખાધા વગર તે કાંઈ ચાલે? પાછુ એને ટાઢેય ચડે છે’ એમ કહીને એમણે પોતાના ખાટલાની બાજુમાં ગોદડુ ઓઢી ટુંટીયું વાળીને સુતેલા એમના દીકરાના મોંઢા પરથી ગોદડું હટાવ્યું ને મહેશભાઈ એ મારી સામે જોયું.. 

શરીર સાવ નંખાઈ ગયેલું. ઉંમર ઘણી નહીં હોય પણ લાંબી માંદગીના લીધે અકાળે વૃદ્ધ થઈ ગયેલા એ જણાયા.

નડિયાદમાં રહેતા લક્ષ્મી મા રાવળના ઘરવાળા 15 વર્ષ પહેલાં ગુજરી ગયા. એ વખતે મહેશભાઈ કમાઈને લાવતા ને મા- દીકરો જીવન ગુજારતા પણ અચાનક મહેશભાઈએ ખાટલો પકડ્યો. 

લક્ષ્મી માને કુટુંબમાં અન્ય કોઈ તમારુ ધ્યાન રાખવાવાળુ નથી? એવું પુછ્યું ને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. ઘડીક તો વાતાવરણ ગમગીન થઈ ગયું. શું કહેવું કશું સમજાયું નહીં.

‘મા ચિંતા ન કરો અમે ધ્યાન રાખીશું. મહેશભાઈને દવાખાને લઈ જવાનું પણ ગોઠવી દઈશું..’  એવું મે કહ્યું તો સામે એમણે કહ્યું, 

‘એને દાખલ ન કરતાં. ઈન્જેકશ અલાઈન પાસો લઈ આવજો. દવાખાને એની ચાકરી કોણ કરે? અને મને એના વગર…’ 

આગળ એ કશું બોલી ન શક્યા….

‘હા એમ જ કરીશું મા’ આનાથી વધારે કશુંયે પુછવાનું મને મન ન થયું ત્યાં એમણે કહ્યું, 

‘મારે એક દીકરો હતો આના કરતાં મોટો પણ એનેય આની(મહેશભાઈ સામે આંગળી કરીને) જેમ પગમાં ખરજવું થયું ને પછી પગમાં સોજાને પછી લાંબી માંદગી. મારી નજર સામે જ એ ગુજરી ગયો.. હવે આની હાલત..’

બાળકો મા બાપની સેવા કરે એની જગ્યાએ માને  દીકરાની સેવા કરવાની… કાળજુ કેવું કંપતુ હશે આ માનું?

મા- દિકરો પેટ ભરીને ખાઈ શકે તે માટે VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનોની મદદથી અમે આમને દર મહિને રાશન આપીએ. તે રાશન બરાબર મળે છે. વધારે કશું જોઈએ છે કે કેમ? એ વિગત મેળવવા ને સાથે એમની ખબર પુછવા હું એમના ઘરે ગઈ પણ હાલત જોઈને બીજુ કશુંયે પુછી શકાયું નહીં.

ખેડાના નડિયાદમાં મલારપુરામાં રોડની બાજુમાં જ ઈંટ માટીમાંથી ચણેલાં કાચા છાપરાંમાં રહેતા આ બેઉંની સ્થિતિ જોઈને મનથી હલી જવાયું… કલ્પના પણ ના કરી શકીએ એવી સ્થિતિ છે આ બેઉની. 

અમારા કાર્યકર રજનીભાઈ જેમણે આ પરિવારને શોધી આપ્યો તેમનો આભાર માનુ છું.. 

મહેશભાઈને દવાખાને બતાવવાનું તો કરીશું ને એમની તકલીફમાં સાથે ઊભા રહેવાનું પણ વસુદૈવ કુટુંબકમઃમાં માનીએ એટલે કરીશું.. 

સાથે કુદરતને,  આ બધા તારા સંતાનો છે એમની આ તકલીફ તુ કેવી રીતે જોઈ શકે છે? માટે હે ઈશ્વર કર્મનો સિદ્ધાંત બરાબર છતાં આવી તકલીફમાં કોઈનેય ન મુક. આમ કોઈને નોંધારા ન કરની તને પ્રાર્થના… 

ફોટો સ્થિતિ સમજાય એ ખાતર જ મુક્યા છે…

#mittalpatel #vssm #mavjat

#eldercare #elderlypeople

#nomadicfamiles #denotified

Laxmi Ma sharing her story with Mittal Patel

Laxmi Ma’s Kuccha brick clay house

Nomadic families begins the construction of their dream house with the help of VSSM…

Mittal Patel with the nomadic families when they received 
housing documents

 “Ben, look at us, look at the challenges we have to encounter in our daily lives. There is no privacy to bathe or attend nature’s call in the middle of this bustling city space. There is no potable water or power in the shanties we live in.  We have always cursed our birth, the land we stay on is also someone else’s so it is either the people or the government who require us to vacate and move to another vacant spot.  Life was nothing but aimless wandering until you came in and worked to help us get plots. And we now have homes coming up..”

Dungarbhai, Jeevabhai, Kanuben shared this with great joy. They and many other families living in Rajkot but now will be moving to Ramparabeti after the allotment of plots have received Rs. 1.20 lacs each for the construction of houses.

The families have received funds for the construction of houses but Rs. 1.20 is too less of an amount to build a home under the ongoing construction rates. As we always say, these families are the first generation homeowners, none of their ancestors has ever lived in a pucca house. “We will be the first in our 71 generations to live in such a house!!” they always announce. Hence, it is natural they want to build a beautiful house within their means. The construction cost of each of these house comes to Rs. 2.25 to 2.35 lacs because part of the allotted land is low-lying and levelling it will add up to the cost.

The effort now is to rope in the remaining amount. The families can pitch in Rs, 20,000 by working for the construction of their own house and be paid under MNREGA. But the documents they hold are from Rajkot and need to be transferred to Ramparabeti. If the administration speeds up the allotment process their voter id cards, Adhar Card, Ration card could be transferred.

The economic condition of these families is very weak so contributing anything more is challenging for them. The house also needs to be best for their needs so there can be no compromise on that hence, we decided to help each family with Rs. 55,000 and a sanitation unit. The families can receive government benefit for sanitation units but they need the documents issued from Ramparabeti. The families needed to contribute Rs. 40,000. Since the families did not have that amount, they requested a loan from VSSM with a promise to pay it as soon as possible. Considering their financial condition we have sanctioned the loans.

In the first phase, with the help from our well-wishing donors, we shall provide support of Rs. 37,40,000 (does not include the loan) to 68 families.

WASMO  will be helping with the construction of a water tank and this too will include community participation. The tank will cost Rs. 14 lacs  10% of which the community needs to contribute. This too was a difficult proposition for the community. We shared this with our dear friend Piyushbhai Kothari who sent Rs. 1.40 lacs towards the tank construction. The families are spending Rs. 800 daily for water so that the construction can continue but this is very expensive to sustain.

Respected Shi Krishnakant Mehta (Uncle) and Indiraben (Auntie)  who are extremely compassionate towards the nomadic communities have contributed the most for the construction of these houses.  Apart from the  Lions Club of Shahibaug, Lions Club of Samvedna, Shri Rashmikantbhai and Kumudben Shah, Shri. Ulhasbhai Paymaster, Shri Saroj Maniar, Shri. Rashi Kishor Gaba and other well-wishers have donated to the cause. It would have been impossible to accomplish this task without your support.

The settlement needed power connection to aid the construction process. Our dear Nilesh Munshi ensured that our application to PGVCL did not meet delays.

Our team members Chayaben and Kanubhai have tirelessly worked for these families, so have the community leaders Dungarbhai, Jivabhai and others.

We are thankful to the government officials for their support in this endeavour.

The amount of efforts everyone has put in will help this settlement become an ideal one in the region,  with  solar-powered lights, some kind of public education system for kids, livelihood opportunites  for all… we have big dreams hope the universe conspires to accomplish them.

The image shared was taken when the families received documents to their plots and the ongoing construction and the current living conditions of these families.

રાજકોટના રામપરા બેટીમાં વિચરતી જાતિની વગડાંમાંથી વહાલપની વસાહત..

‘અમે કેવામાં પડ્યા છીએ. ના પીવા પાણી મળે ના વીજળી. શહેર વચાળે ઝૂંપડાં બાંધી રહીએ બેન. આમાં નાહવા-ધોવાનું ને બહાર જવાનું કેમ થાય? બહુ વિપદા હતી. અમને થતું બળ્યો આ અવતાર જ નકામો. રાજકોટ આજુબાજુ વર્ષોથી ઝૂંપડાં બાંધી રહીએ પણ એતો રૃમાલ મુકેલી જગ્યા. ક્યાંક લોકો તો ક્યાંક સરકાર ખાલી કરાવે તો લબાચા લઈને બીજે.. જીવતરમાં નકરો રઝળપાટ… પણ તમે અમારી વહારે આવ્યા. અમને રહેવા પ્લોટ મળ્યા. ને જુઓ હવે ઘર પણ કેવા બંધાય છે…’

રાજકોટમાં રહેતા ને હવે રામપરાબેટીમાં સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા ને મકાન બાંધકામ માટે 1.20 લાખ જેમને આપ્યા તેમાંના ડુંગરભાઈ, જીવાભાઈ, કાનુબહેન વગેરે એ હરખ સાથે આ વાત કહી..

પ્લોટ ને મકાન સહાય તો મળી પણ એટલી રકમમાંથી ઘર ન બને. વળી પાછું એમની 71 પેઢીમાં આ પહેલાં હતા જેમના ઘર બનાવાના હતા. એટલે મજબૂત અને સુંદર ઘરની હોંશ પણ સૌને ખરી. અમે અંદાજ કઢાવ્યો. તો 2.25 થી લઈને 2.35 લાખ સુધીનો અંદાજ એક ઘરનો આવ્યો. મૂળ તો કેટલાક ઘર ખાડામાં હોવાના કારણે આ અંદાજ એક સરખો નહીં. 

હવે 1.20 પછી બાકીની રકમ કેમ કાઢવી. મનરેગામાં પોતાના ઘરમાં મજૂરી કરે તો 20,000 મળે પણ આ બધા પરિવારોના કાગળિયા રાજકોટથી રામપરાબેટીમાં તબદીલ થયા નથી. તંત્રનો સહયોગ મળે છે. પણ એ લોકો થોડી વધુ મદદ કરે તો આધાર, રાશનકાર્ડ ને બધુ અહીંનું થઈ જાય. અને આ રકમ પણ મળી જાય બાકી…

વળી આ પરિવારોની સ્થિતિ નબળી એ લોકો પોતાની રીતે ખુટતી રકમ કાઢી ન શકે. પાછુ ઘર બાંધકામમાં નબળુ એમને કે અમારે ચલાવવું નહીં. છેવટે અમે નક્કી કર્યું પ્રત્યેક ઘરને 55,000ની મદદ કરવાની, સાથે શૌચાલય પણ બાંધી આપવા પ્રયત્ન કરીશું. સરકારની મદદ આમાં પણ મળે પણ મૂળ પ્રશ્ન રામપરા બેટીમાં ડોક્યુમેન્ટ તબદીલીનો..આ પરિવારોના ભાગે 40,000 કાઢવાના આવ્યા. તેમની પાસે આ મૂડી નહીં. એમણે VSSM પાસેથી લોન માંગી ધીમે ધીમે ચુકવી દઈશું પણ અમારુ ઘર થઈ જાય ને… અમે એમની આ ભાવના સમજીએ એટલે લોન આપવાનું પણ કર્યું.

હાલ 68 પરિવારોને 37,40,000ની મદદ પ્રથમ તબક્કામાં vssm સાથે સંકળાયેલા પ્રિયસ્વજનોની મદદથી કરીશું. અને હા લોનની રકમ જુદી..

આ સિવાય વસાહતમાં પીવાના પાણીની તકલીફ. વાસ્મોએ પાણીનો ટાંકો લોકભાગીદારીથી બનાવી આપવા કહ્યું. 14 લાખનો ખર્ચ ને દસ ટકા વસાહતના લોકોએ ભરવાના. ક્યાંથી ભરે? અમારા પ્રિયજન પિયુષભાઈ કોઠારી સાથે વાત કરીને અમણે 1.40 મોકલી આપ્યા. 

હાલ રોજના 800 લેખે વેચાતુ પાણી લાવીએ.. જેથી બાંધકામ થઈ શકે. પણ આ બધુ કેટલું મોંધુ થાય..

ઘર બાંધકામમાં આદણીય ક્રિષ્ણકાંત મહેતા (અંકલ) અને ઈન્દિરાબેન(આંટી)એ સૌથી મોટી મદદ કરવાનું સ્વીકાર્યું. આ બેઉની લાગણી આ પરિવારો સંસ્થાના કાર્યો માટે ઘણી.. આ સિવાય લાયન્સ કલ્બ ઓફ શાહીબાગ, લાયન્સ કલ્બ ઓફ સંવેદના, શ્રી રશ્મીકાંતભાઈ અને કમુદબેન શાહ, શ્રી ઉલ્હાસભાઈ પેમાસ્ટર, શ્રી સરોજ મણિયાર, શ્રી રાશી કીશોર ગબા વગેરે પ્રિયજનોની મદદ મળી. આપ સૌએ મદદ ન કરી હોત તો આ કાર્ય પાર પડવું જાણે અસંભવ જ હતું.

વસાહતમાં લાઈટની સુવિધા ઘર બાંધકામ માટે જરૃરી અમે PGVCLમાં અરજી કરી. ને વિજળી ઝડપથી વસાહત સુધી પહોંચે એ માટે મદદ કરી પ્રિય નિલેશ મુનશીએ..

અમારા કાર્યકર છાયાબહેન ને કનુભાઈ થાક્યા વગર આ પરિવારોના સુખ દુઃખમાં સાથે રહે ને એમને સાથ આપે વસાહતના આગેવાન ડુંગરભાઈ, જીવાભાઈ વગેરે.. 

પ્લોટ અને મકાન બાંધકામ માટે સહાય આપનાર સરકારનો, અધિકારગણનો ઘણો આભાર..

આપ સૌની મહેનત, સાથ માટે રાજીપો વ્યક્ત કરુ છું.

આશા રાખીએ આ વિસ્તારની આ એક આદર્શ વસાહત બને જેમાં સોલારનો ઉપયોગ, બાળકોના ભણતરની સરસ વ્યવસ્થા ને સૌને કામ મળે તે માટેની વ્યવસ્થા… સપનાં ઘણા છે કુદરત તે પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા છે… 

આ પરિવારોને જ્યારે પ્લોટ મળ્યા તે વેળા સૌએ સાથે મળીને ખેંચાવેલી તસવીર બાકી જેમના ઘર બંધાઈ રહ્યા છે તેમની હાલની સ્થિતિને બંધાઈ રહેલા ઘર બધુયે ફોટોમાં..

#mittalpatel #vssm #housing

#dream #dreamhome #nomadicfamiles

#denotified #government 

#houseforall #rajkot

The settlement needed water to aid the construction process

The ongoing construction of the nomadic families’s
dreamhome

The current living condition of nomadic families

#Gujarat #રાજકોટ #ગુજરાત

Water management work in Bhalicha receives great support from the youth…

Mittal Patel discusses Water Management with the villagers

 

Almost four years ago, VSSM initiated Participatory Water Management efforts in Banaskantha. 117 community lakes are deepened so far. Amitbhai Joshi is a well informed and aware citizen residing in Banaskantha’s Bhachli village. On learning of VSSM’s initiative, he invited us for the same in his village.

As the name of this initiative suggests, the first precondition to launching any lake deepening initiative is community participation. VSSM bears the cost of JCB expenses, rest all the costs including contributions by individual households, have to be borne by the village community. The funds collected from the families are to be used for the upkeeping of the deepened lakes. However, despite of the fact that these efforts obviously benefited the village,  many villages do not agree to this preconditions. Even if the village leadership agrees to raise Rs. 500 from each house, it will add up to be a substantial collection. But the leaders remain reluctant to do even that.

But not the village of Bhalicha.

A joint meeting with village elders and youth was organised at the Ram temple premises. To our surprise, there were no questions raised when we shared the preconditions and the need to collect contribution. “It will be done!!” Amitbhai and other youth spoke in unison. We were elated to find such young men who are prepared to work proactively for the development of their village.

The Sardar Sarovar Canal remains in the vicinity to Bhalicha, it the canal overflows the water may spill over into the lake, but as a result of neglect of years the lake has become extremely shallow, there is no scope for water to accumulate. If efforts were made to deepen it, there was the potential of collecting more water and benefiting the farmers. It would enable the farmers to take all three seasons. Like everywhere else in Banaskantha, water scarcity has triggered migration from Bhalicha too. Since the arrival of Sardar Sarovar canal, many have returned and agriculture is flourishing. If all three lakes of Bhalicha were to deepened, the village is bound to prosper.

 The Gando Bawal/Prosopis juliflora or the Mad ZTree dominates the landscape around Bhalicha, we also proposed tree plantation drive in the village. The youth is prepared but that needs to be firmed up well. The lake will be deepened for sure.

The images share glimpses of the meeting we had at Bhalicha and the village lake we plan to deepen.

બનાસકાંઠાનું ભાચલીગામ..

ગામના યુવાન અમીતભાઈ જોષી બહુ જાગૃત..

બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું અભીયાન અમે છેલ્લા ચાર વર્ષથી ચલાવીએ. અત્યાર સુધી 117 તળાવો અમે ઊંડા કર્યા. આ અંગે અમીતભાઈને ખ્યાલ આવ્યો ને એમણે ભાચલીમાં આ કાર્ય માટે અમને નિમંત્રણ આપ્યું.

અમારી શરત લોકભાગીદારીની..

તળાવ ખોદકામ માટે જેસીબી અમારુ, બાકી માટી ગામલોકો ઉપાડે ને શક્ય નાનકડો ફાળો પણ ગામલોકો આપે જે તળાવ ખોદવામાં જ વપરાય. પણ ઘણા ગામો આ ફાળા માટે તૈયાર ન થાય.. મને ખુબ નવાઈ લાગે.. શું કામ આપણા પોતાના ભલા માટે આમ તો ચોખ્ખા દેખાતા ફાયદા માટે ગામલોકો તૈયાર નથી થતી? ગામ આખુ ભેગુ થઈને ઘર દીઠ 500 ઉધરાવે તોય સારી એવી રકમ એકત્રીત થઈ જાય.. પણ આ દિશામાં આપણે બધા બહુ મોળા છીએ…

પણ ભાચલી નોખુ..

ગામના રામજીમંદિરમાં ગામના યુવાનો ને વડિલો સાથે બેઠક થઈ ને એમાં ભાગીદારીની વાત કરી. અમારા આશ્ચર્ય વચ્ચે કોઈએ સામે એકેય સવાલ કર્યો નહીં. એ થઈ જશે બેન… એવો અમીતભાઈ ને અન્ય મિત્રોનો સૂર.. પોતાના ગામના વિકાસ માટે આવો ઉત્સાહ દાખવનાર આવા મિત્રોને મળીને રાજીપો થયો..

ભાચલીની નજીક નર્મદા કેનાલ જાય. કેનાલ ઓવરફ્લો થાય એટલે એક તળાવમાં પાણી ભરાય પણ આ તળાવ ગળાયે વર્ષો થઈ ગઈ ગયેલા. તળાવ તદન છીછરુ. જો ગળાય તો વધુ પાણી સમાય ને લોકો ખેતીની ત્રણેય સીઝન લઈ શકે..

એક વખતે પાણીના અભાવે ગામના મહત્તમ લોકોએ સ્થળાંતર કરેલું. પણ પાણી આવતા ઘણા લોકો ગામમાં પરત આવ્યા ને ખેતી અને પુશપાલન કરવા માંડ્યા. ગામના ત્રણેક તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો ગામની સમૃદ્ધીમાં ઘણો વધારો થાય.

આમ તો ગામમાં ને ગામના ચરામાં મહત્તમ બાવળ જોઈ શકાય. અમે આ બાવળની જગ્યાએ બીજા ઝાડ વાવવા માટેનું આયોજન પણ ગામની ભાગીદારીથી કરવા ગામના યુવાનોને કહ્યું. એ લોકોએ હાલ તો એ માટે પણ તૈયારી દર્શાવી છે. બાકી તળાવ તો સાથે મળીને ગાળીશું એ નક્કી…

ગામલોકો સાથે કરેલી બેઠક ને જે તળાવ ગાળવાના છે તેના ફોટો સમજવા ખાતર…

#MittalPatel #vssm #water

#watermanagement #savewater

#traditionalwater #groundwater

#rechargewater #Banaskantha

Mittal Patel visits Water Management site for lake
deepening with the villagers

Lake before digging

Water Management site 

112 Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots…

Mittal Patel meets nomadic families of Bagasara

May you remain blessed…”

“Our generations have been wandering around for centuries, yet we never have a permanent address, a place to call home.

We have spent numerous monsoons around the boundaries of Bagasara yet no one has bothered about us.  We did not know what it is to have a voter ID card or ration card until VSSM’s Rameshbhai helped us in obtaining Voter ID cards, ration cards, caste certificates and other documents. There was a time when we had no document to prove our identity and now we have a bag full of them. You have all worked so hard, taken so many rounds of the government offices to enable us to obtain these proofs of our identity. We don’t understand the intricacies of the system, so we often chew Rameshbhai’s head and yours too. But you never gave up, never got tired and here we are about to build a home at the same place we have spent countless monsoons at the mercy of elements. May you leave up to 100 and more…!!”

Navghanbhai shared the above with us when  112 fellow Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots.

The shanties they lived in may look alluring to photographers, but they are hopeless at protecting against the elements. The families are too poor to afford even the basics. They wander around the villages to sharpen knives or upkeep the bullocks. VSSM had appealed the government to help these families obtain plots to enable them to build their abodes. Our team member Ramesh remained perseverant, working with these communities needs us to be patient and persistent and Ramesh did just that and his efforts have paid off so well. 

District Collector Shri Aayush Oak, Mamlatdar Shri I. S. Talat, Additional Mamlatdar Shri H. M. Vala and local bureaucracy remained very proactive, the pledge of providing a home to all homeless by our Prime Minister Shri Narendrabhai Modi and our Chief Minister Shri Vijaybhai Rupani’s commitment to realise this pledge have fuelled this effort. It is a fact that these families will soon become homeowners.

We are grateful for the support we receive from our well-wishing friends and donors.

Much affection to you Ramesh, you prioritised these families and did not care about your own medical condition (that needs attention).

Our best wishes to these families who will soon begin a new phase of their life.   

વાત અમરેલીના બગસરાથી…

‘તમારુ ભલુ થાજો…

સદીઓ આમ જુઓ તો અમારી પેઢીયું આમ રઝળતા રઝળતા વઈ ગઈ પણ અમારુ કાયમીકનું સરનામું નો થ્યું. આ બગસરાના સીમાડાંમાં આમ તો વર્ષોથી ચોમાસુ પઈડા રઈએ પણ અમારુ પૃચ્છા કોઈએ નો કરી. મતદાર કેડ, રેશનકેડ ટૂંકમાં કઉં તો આ દેશના સૈઈયે એવા એકેય ઓધાર અમારી પાહે નો જડે. આ તો અમારા નસીબના તમને બધાને મેલ્યા તે ઓળખાણ વનાના એવા અમને અમારી ઓળખાણ જડી. મતદારકેડ ને રેશનકાર્ડ અને રમેશભાઈ એ તો જાતિપ્રમાણપત્રને બધુ કાંઈ કેટ કેટલું અમને કઢવી દીધું. અમારી કને અમે કોણ ઈની સાબુતી આપી હકે એવું એક કાગળિયું નતું પણ આજે તો થેલી ભરાય એટલા કાગળિયા કઢવી દીધા.. હારુ થજો બાપલા તમે હંધાએ ઘૈઈક ધોડા કીધા… અમે તો નાદાન. સરકારી કચેરીની અમને ઝાઝી હમજ પડે નહીં આ રમેશભાઈનું માથુયે ઘણું ખાધુ ને તમને હોત અમને ઘર અલાઈ દ્યો કઈ કઈને ઘણા હેરાનેય કઈર્યા. પણ તમે બધા થાઈકા નઈ ને જુઓ આજે અમને જ્યાં ચોમાસુ પઈડા રેતા એ જગ્યા મલી જઈ. ભગવોન હો વરના કર… ‘

નવઘણભાઈને એમના જેવા #સરાણિયા, #દેવીપૂજક, #ગાડલિયા સમુદાયના 112 પરિવારો કે જેઓને બગસરામાં જ્યાં તેઓ ઝૂંપડાં બાંધીને રહેતા ત્યાં જ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. તેમની આ લાગણી..

આમ તો એમના ઝૂંપડાં ફોટોગ્રાફીની દૃષ્ટિએ મજા પડે તેવા બાકી તેમાં ના રોકાય, ટાઢ, ના તડકો કે વરસાદ.. આર્થિક રીતે અત્યંત ગરીબ. સરાણિયા તો છરી ચપ્પાની ધાર કાઢવા અથવા બળદના સાટા દોઢા કરવા એ ગામે ગામ રઝળે. બહુ દુઃખીને તકલીફમાં જીવનારા આ પરિવારોને રહેવા પ્લોટ મળે તે માટે VSSM દ્વારા રજૂઆત કરવામાં આવેલી. 

અમારા કાર્યકર રમેશની જબરી મહેનત. નાની નાની બાબતો સમજાવવામાં દિવસો જતા રહે. પણ રમેશ ખંતથી આ બધુ કરે. ને એની મહેનત ફળી. 

કલેક્ટર શ્રી આયુષ ઓક, મામલતદાર શ્રી આઈ. એસ. તલાટ, નાયબ મામલતદાર એચ. એમ. વાળા વગેરે અધિકારીઓની લાગણી ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આવા ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની ભાવના ને તેમાં મુખ્યમંત્રી શ્રીનું પ્રેરણા બળ ઉમેરાયું ને જુઓ કેવું કમાલ કામ થયું.. 

હવે આ પરિવારો ઝટ ઘરવાળા થશે એ નક્કી…આપ સૌ સ્નેહીજનોનો આભાર.. 

રમેશ તને ઘણું વહાલ.. તારી નાજુક તબીયત કરતાંય તે પહેલો વિચાર આ પરિવારોનો કર્યો. ને આ પરિવારોને જીંદગીના એક નવા પડાવની શરૃઆત માટે ઢગલો શુભેચ્છા… 

#MittalPatel #vssm #સરાણિયા

#nomadic #denotified #human

#humanity #nomadicfamiles

The Government officials handed over documents to
nomadic families

112 nomadic families recieved residential plots was published
in newspaper

The current living condition of nomadic families

VSSM’s support helps Melakaka Raval expand his own buisness…

Mittal Patel meets Melakaka at his kiosk

 Melakaka lives in Gandhinagar’s Aajol village. I was at Aajol recently, Melakaka insisted I visit his shop, so we did.

“Ben, business is good now, we earn Rs. 700-800 daily. Earlier I had a small kiosk of tin sheets, I could not stock enough of these biscuits, chocolates, snacks etc. but after VSSM provided me with a loan of Rs. 30,000 I managed to upgrade the kiosk to this pucca shop.” Kaka was happy, during a meeting with our dear Raval community members he shared his experiences of growing his business and about his own growth. He advised fellow community men to work hard to earn a living as well as the goodwill of society.

“What is your dream, Kaka?” I asked while stepping out of his shop.

“If you give me another loan, I would want to stock some groceries etc. and make better earning. It will bring prosperity to my family and spare some money to allow me to spare some money  to help others in need.”

Such noble thoughts from humble these humble human beings need to be revered.

Our meetings with individuals like Melakaka who have benefited under the interest-free loans program enable us to comprehend the life-changing impact of small loans on these families.

We are grateful to all our well-wishing donors for their generous support in these endeavours. Also grateful for our senior team members Tohid and Rizwan,  who take great care in identifying such deserving families in need and connecting them to VSSM initiatives.  

મેલાકાકા #ગાંધીનગરના #આજોલમાં રહે.

હમણાં આજોલ જવાનું થયું ત્યારે મેલાકાકાએ પોતાની દુકાને આવવા ખાસ આગ્રહ કર્યો ને અમે ત્યાં પહોંચ્યા. 

કાકાએ કહ્યું, 

‘બેન હવે તો ધંધો હારો હેડ. 700 – 800નો વકરો થઈ જાય છે. પેલાં પતરાંનું કેબીન હતું જેમાં ગોળી, બીસ્કીટ સિવાય ઝાઝુ નહોતું રાખી શકાતું. પણ VSSMમાંથી ત્રીસ હજાર આપ્યા તે આ દુકાન થઈ ને સામાન પણ વધારે ભરાવી શક્યો’

કાકા એકદમ ખુશ હતા. રાવળ સમાજના પ્રિયજનો સાથેની બેઠકમાં એમણે દરેકને પોતાની પ્રગતિની વાતો કરી ને સૌને મહેનત કરી પૈસા કમાવ તો લોકો આપણો ભાવ પુછતા થશેની વાત કહી. 

કાકા સ્વપ્ન શું છે? એવું એમની દુકાનેથી રજા લેતાં પુછ્યું તો કહ્યું, ‘બીજી લોન આપો તો દુકાનમાં કરિયાણુંને બીજો સામાન વસાવું. બે પાંચ રૃપિયા વધારે કમાવવા છે. પરિવાર તો સુખી થશે જ પણ દયા ધરમ માટેય થોડું કાઢવું છે..’

મેલાકાકાની ભાવનાને પ્રણામ..

દસ, વીસ, ત્રીસ હજારમાં કોઈની જીંદગીમાં કેવો ફેર પડી જાય એ મેલાકાકા જેવા અનેકોને મળીને સમજાય છે. આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર તેમજ આ વિસ્તારના અમારા કાર્યકર તોહીદ અને રીઝવાન જેઓ આવા પરિવારોને શોધી કાઢે છે તેમના પ્રત્યે રાજીપો… 

બાકી કાકાની વાતો તમેય વિડીયોમાં સાંભળો… 

#MittalPatel #vssm

VSSM’s tree plantation programme is successful with remarkable contribution of the VrukshMitra…

Mittal Patel with VrukshMitra Amratji visits tree plantation site

‘Chhod ma Ranchhod’ (God is in nature around us), this statement is always spoken up repeatedly at any public programs of tree plantation. Yet, all of us who worship the Ranchodrai presiding in the temples, do we worship the trees around us as if God was living in them? Think about it!!

Trees are the best ornaments our mother earth adorns, it is these trees who bring rains to give us water, cleans the air we breathe. In this era of technological advances, we have forgotten to value its importance in our lives.

VSSM launched tree plantation drive in 2019. The results have been very encouraging. In 2020, the plantation drive was carried in many villages, that are now raising the planted trees very well.

One of these many villages is Soneth.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community.

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community. Trees that would provide dense canopy were especially selected for the occasion. Amratji Thakor decided to become the mother of these trees. I have consciously related Amratji to a mother because the only mother can shower much love and affection on her children. Amratji is doing just that to the trees. Like a mother, he nurtures and cares for them, loves them. It is this affection that has resulted in 800 trees taking roots in this small space.

Amratji Thakor (VrukshMitra) nurtures the trees

We hope to find tree lovers like Amratji in other villages too, it is only such individuals who will ensure with the hard work that each planted sapling is raised well. Hope to find more villages with such dedicated tree-lovers because they have absorbed the essence of the phrase “Chod ma Ranchod’ very well.

Soneth’s sarpanch Shri P. R. Jadeja too assured all the necessary help to grow a forest on the holy land of this village. Sarpanch like him has been one of the reasons such drives have found favourable results.

Mittal Patel visits tree plantation site in Soneth village

VSSM Naranbhai plays a pivotal role in ensuring smooth implementation of our campaign from finding the right villages to right kind of people, he identifies them all with utmost care.

Thank you all for supporting this cause.

બનાસકાંઠાનું સોનેથ..

‘છોડમાં રણછોડ’ વૃક્ષારોપણના જાહેર કાર્યક્રમોમાં થતા ભાષણોમાં આ વાક્ય વારંવાર પ્રયોજાય.. પણ મંદિરમાં રણછોરાયની પુજા કરનાર આપણે દરેક છોડ – વૃક્ષમાં સ્વંયમ ભગવાનનો વાસ છે એ રીતે પુજીએ છીએ ખરા?વિચારજો…

ધરતી માનો શણગાર વૃક્ષો.. અને આ વૃક્ષો જ વરસાદ લાવવામાં, આપણને સ્વચ્છ હવા આપવામાં ઉપયોગી.  પણ ટેકનોલોજીના આ યુગમાં આપણે હવે એનો ઉછેર કરવાનું ભૂલતા જઈએ છીએ..

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન 2019થી શરૃ કર્યું. સારુ પરિણામ મળ્યું. 2020માં અમે ઘણા ગામોમાં વૃક્ષો વાવ્યા. ને તેનો ઉછેર પણ કરી રહ્યા છીએ.

આ ઘણા ગમોમાંનું એક #સોનેથ..

સોનેથમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમીમાં ઘટાટોપ વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષોની મા બનવાનું સ્વીકાર્યું અમરતજી ઠાકોરે.. મા શબ્દ જાણી જોઈને પ્રયોજુ છું કારણ માની મમતા અપાર હોય.. અને અમરતજી પણ વૃક્ષો પર એવું જ વહાલ વરસાવે.. એટલે 800 ઉપરાંત વૃક્ષો આ નાનકડા સ્મશાનમાં સરસ ઊગી ગયા…

અમરતજી જેવા વૃક્ષપ્રેમી- વૃક્ષમિત્ર બીજા ગામમાં મળે તો એવા ગામોમાં પણ અમારે 2021માં વૃક્ષારોપણ કરવું છે…

બસ ગામો જાગે ને છોડમાં રણછોડવાળી વાતને સાચા અર્થમાં સમજે…

સોનેથના સરપંચ શ્રી પી.આર.જાડેજાએ પણ ગામની પવિત્ર ભૂમી પર વન ઊભુ કરવા અમને કહ્યું અને એ માટે જે મદદની જરૃર પડે એ મદદ માટે તત્પરતા પણ દર્શાવી… આવા જાગૃત સરપંચને મળીને રાજીપો પણ થાય..

અમારા કાર્યકર નારણભાઈની ભૂમિકા આ બધામાં મહત્વની. યોગ્ય જગ્યા ને માણસોની શોધખોળ કરવાનું એ બખૂબીથી નિભાવે.આપ સૌની ભાવનાને પ્રણામ…

#MittalPatel #vssm #TreePlantation

#tree #green #greenery #environment

#savetrees #saveearth #savelife

#pureair #PureEnvironment #gujarat

VSSM thanks government officials for providing BPL Ration Card to 84 families of Gandhinagar…

Mittal Patel handed over BPL Ration Card to
nomadic families 

 This is about the marginalised families residing in Gandhinagar’s Chraada, Aajol, Ridrol, Delwada…

As we all know there are numerous poverty elevation and welfare schemes the state and central government launch time to time. If the benefits of these schemes were to reach the people they are designed for there would be no hunger, poverty or backwardness in this country. VSSM strives to ensure that the communities it works with access to these schemes and benefit from it. The government authorities also play their role in ensuring this happens. At times when the going gets tough as suggested we also draw the attention of our Chief Minister on matters that need his intervention, he takes due notice and instructs the officials to do the needful.

The proactiveness of the government has resulted in the clearance of files pending for years. The authorities are compassionately trying to resolve the pending issues.  And for this, I will be every grateful to our Chief Minister Shri Vijaybhai Rupani. Our Prime Minister is also empathetic towards these communities, he remains updated on the progress of schemes implemented for these poor communities.

I have experienced the power and ability to get things done when political and bureaucracy decide to work together. When they join hands they can resolve any challenges they face. I am grateful to everyone in government for the support they provide in solving chronic issues the marginalised communities face.

Recently, a meeting chaired by District Collector of Gandhinagar to discuss and find solutions to the long pending issues of marginalised communities of Gandhinagar. The Collector instructed his officials to find solutions to these challenges,  “bringing joy and happiness to the poor and destitute families is the most rewarding work. These families are really in need to experience your compassion. The satisfaction it will bring you will be incomparable!” he shared.

After the meeting 84 Devipujak families of Gandhinagar’s Delvada, Chrada, Aajol, Ridrol villages were issued BPL ration cards and many received caste certificates.

Since the families have received the documents that are fundamental to processing applications for residential plots, the authorities are working towards ensuring the same. These address-less humans will soon receive a place to build permanent houses.

The speed at which the papers are moving assures the challenges these families are facing shall be resolved soon. I salute these efforts the government is steering in to make the marginalised part of the mainstream.

VSSM team persevere very hard to resolve the issues these families tackle on daily basis. They make numerous rounds of the settlement. In Gandhinagar  Rizwan and Tohid worked hard. Govindbhai, Deepakbhai, Girdharbhai Kiranbhai etc.  from the settlement joined hands in these efforts. It is this collective hard work that is paying off. Almighty too is working to ensure our families encounter lesser challenges. Gratitude and prayers to almighty to give us the strength we need to continue persevering.  

વાત ગાંધીનગરના દેલવાડા, ચરાડા,  આજોલ અને રિદ્રોલમાં રહેતા વંચિતોની.

સરકારની કલ્યાણકારી યોજનાઓ ઘણી.. આ બધી યોજનાઓની મદદ છેક તળીયે પહોંચે તો દેશનું ખરેખર કલ્યાણ થઈ જાય.. અમે યોજનાઓની મદદ છેવાડે રહેતા વંચિત – વિચરતી જાતિના પરિવારોને મળે તે માટે સતત મથીએ.. અધિકારીગણનો સહયોગ પણ મળે.. 

પણ ક્યારેક કોઈ તકલીફ જણાય તો આપણા મુખ્યમંત્રી શ્રીએ કહેલું, મારુ ધ્યાન દોરવાનું ને અમે ધ્યાન પણ દોરીએ ને એમના તરફથી જરૃરી સૂચના પણ અપાય..આમ સરકારની સક્રિયતાના લીધે વર્ષાથી સરકારી કચેરીઓમાં પડેલી ફાઈલોનો નિકાલ હવે આવવા માંડ્યો છે. અધિકારીઓ સંવેદનાથી ઉકેલ માટે કોશીશ કરવા માંડ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીની હું ખરેખર ઋણી છું. 

આપણા વડાપ્રધાન પણ આ સમુદાયોની ચિંતા કરે છે.. એટલે જ વખતો વખત તેમના માટે થઈ રહેલા કાર્યોનો એ જાયજો પણ લે છે.. અધિકારીગણ ને રાજકીય પાંખ ભેગી થાય તો કેવું સુંદર કાર્ય થાય એ અમે છેલ્લા કેટલાક સમયથી અનુભવીએ છીએ..સરકારમાં બેઠેલા આપ સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કરુ છું..

તાજેતરમાં ગાંધીનગર કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં રહેતા વંચિત સમુદાયના પ્રશ્ને બેઠક થઈ ને એમણે તમામ અધિકારીને આ પરિવારોના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી. તેમણે કહ્યું, આ કાર્ય મન અને હૃદયને સાતા આપનારુ અને આ પરિવારો ખરેખર જરૃરિયાતવાળા. તેમનું કાર્ય કરશો તો એનો સંતોષ અનેરો હશે..

આ બેઠક પછી #ગાંધીનગરના #દેલવાડા, ##ચરાડા #આજોલ, #રિદ્રોલમાં રહેતા રાવળ અને દેવીપૂજક સમુદાયના 84 પરિવારોને BPL રેશનકાર્ડ તેમજ ઘણા બધા વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ પ્રાથમિક પુરાવા મળતા હવે આ પરિવારોને ઝડપથી રહેવા પોતાની જગ્યા ને ઘર મળે તે માટે પણ અધિકારીગણે તજવીજ હાથ ધરી છે. ટૂંકમાં સરનામાં વિનાનાં માનવીઓને ઝટ સરનામુ મળશે.જે ત્વરાથી કાર્ય થઈ રહ્યું છે એ જોતા ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે તેવું લાગે છે.. મુખ્યધારામાં વંચિત પરિવારોને લાવવાના સરકારના પ્રયાસોને વંદન કરુ છું. 

VSSMની ટીમ ખુબ સંવેદનાથી આ બધા પ્રશ્નોના ઉકેલ માટે સતત દોડાદોડી કરે.. ગાંધીનગરમાં રીઝવાન અને તોહીદની જબરી મહેનત ને એમને ટેકો કરે.

વસાહતના લાગણીશીલ ગોવિંદભાઈ , દિપકભાઈ, ગીરધરભાઈ, કીરણભાઈ વગેરે… આપ સૌ સ્વજનોની મહેનત હવે રંગ લાવી રહી છે.. કુદરત હવે આપણા આ પરિવારોની તકલીફ દુર થાય તે માટે એક હકારાત્મક વાતાવરણ રચી રહી છે.. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ..ને ઈશ્વરને હજુ વધુ બળ આપવા પ્રાર્થના…

#MittalPatel #vssm #humanity

#humanrights #advocacy

#gandhinagar #Gujarat

The current living condition of nomadic families

Nomadic families received their BPL Ration Card and Caste-
Certificate

Nomadic families recieved their BPL Ration Cards

A meeting chaired by District Collector of Gandhinagar to 
discuss long pending issues of marginalised communities
of Gandhinagar

Remarkable attitude of the Sarpanch of Sutharnesdi village towards environment…

Mittal Patel visits water management site 

Sutharnesdi village Sarpanch Dineshbhai is an enthusiastic human being. I had to spoke to him regarding the Bharathari families staying in the village. During the conversation, I could sense his aspiration to work towards the development of the village he led. Hence I very casually inquired, “Has the village lake deepened recently?” Well, these casual questions have become a habit these days.

“Ben, I have been thinking about it!” he had responded.

We were quick to grab this opportunity. We shared details of  VSSM’s participatory water management program.

“Ben, the village will contribute and so will I!” Such generous intention.

Under the lake deepening initiative, VSSM funds JCBB expenses for mud excavation, the village community needs to move the excavated soil through tractors and contribute in cash towards creating the maintenance fund. Sutharnesdi’s sarpanch and the community agreed to these clauses.

We became a little more greedy once the community agreed to lake deepening. “We should also carry tree plantation drive in the village,” I suggested.

Dineshbhai agreed to that too.  Later we visited the lake to be deepened. 

If the leadership of other villages are as proactive as Dineshbhai,  grassroots development will not remain a distant story!!

#બનાસકાંઠાનું #સુથારનેસડી.. ગામના સરપંચ દિનેશભાઈ બહુ ઉત્સાહી

આમ તો દિનેશભાઈ સાથે મારી વાત ગામમાં રહેતા #ભરથરી પરિવારોના વસવાટને લઈને થયેલી.. 

પણ એ વાતચીતમાં એમનો ગામના વિકાસ માટેનો ભાવ પ્રબળ દેખાયો. તેમની આ લાગણી જોઈને તમારા ગામનું તળાવ ગળાયેલું છે? એવું સાહજિક પુછાઈ ગયેલું.. પેલું સુથારનું મન બાવળિયે એ કહેવાતની જેમ જ..

દિનેશભાઈએ કહ્યું, બેન તળાવ ગળાવવાની મારી ભાવના છે બસ પછી તો અમે તક ઝડપી લીધી.. લોકભાગીદારીથી તળાવ ગળાવવા બાબતની અમે વાત કરીને એમણે કહ્યું, બેન ગામ સહકાર આપશે વ્યક્તિગત હું પોતે પણ આપીશ…કેવી ઉમદા ભાવના..

અમે તળાવ ગાળીએ એટલે માટી ઉપાડવાનું કાર્ય ગામલોકોએ કરવાનું, જેસીબી અમે મુકીએ એ ઉપરાંત ગામલોકો યથાશક્તિ ફાળો ભેગો કરે જે ખોદકામમાં વપરાય એવી અમારી લાગણી..

સુથારનેસડીના સરપંચ અને ગ્રામજનોએ અમારી આ શરત સાથે તળાવ ગળાવવાની મંજૂરી આપી.. 

આ સહમતી પછી પાછી લાલચ વધી અમે કહ્યું, ગામમાં વૃક્ષારોપણ પણ કરીએ.. ને દિનેશભાઈને અન્ય સૌએ કહ્યું હા એ પણ કરીએ…એ પછી ગામનું જે તળાવ ગાળવાનું છે એ જોયું.. 

દરેક ગામ આ રીતે જાગે તો ગામોના વિકાસને ઝાઝી વાર ન લાગે… 

#MittalPatel #vssm #water

#watermanagement #waterconservation

#Banaskantha #gujarat #savewater

Ongoing Lake deepening work

Mittal Patel meets Sarpanch and other villagers of
Sutharnesdi village

Mittal Patel discusses Water Management and Tree Plantation
with the villagers of Sutharnesdi village

 

VSSM’s interest free loan program enables to bring change in the lives of thousands of nomadic families…

Mittal Patel visits Bhagubhai Kangsiya’s kiosk

“Ben, the organisation’s money comes with noble intent it is pious money. My business was in doldrums; I was clueless if it would ever come back to its former glory. I have been associated with VSSM’s work for a very long time, but requesting for personal support did not seem right. But the team sensed my worries, Naranbhai and Ishwarbhai asked me to fill-up the form for our interest-free loan program. I received a loan of Rs. 30,000 which I used as capital to stock up products. Gradually, things became falling in place. Today, both my wife and I have separate kiosks and operate from separate locations in Shihori bazaar. I also own a loading rickshaw now. Life is back to normal,  it is good. VSSM helped the Kangasiya community find economic stability and a better standard of living  in Saurashtra, I wish to do the same here.” Bhagubhai Kangasiya from Shihori is an extremely committed community leader, he has associated with many of our activities and remains eager to help us whenever we call for support.

Rs. 30,000 is not a big amount,  but it has the potential to change someone’s life for good. And that is important to us.

Bhagubhai, Ravjibhai, Khodubhai, Chetanbhai many feel that the loan money from VSSM is pious and will bring them prosperity. They may not need any more support from VSSM but before venturing into any new initiative, they request for a token loan from VSSM. “You don’t need Rs. 5,000 -10,000 from VSSM!” we would tell them. “That money is one which will help us thrive, we need a little bit of it to blend with our money,” they would reply.

In fact, it is about faith, and for many like Bhagubhai that faith has paid off.

We are grateful to all of you, our well-wishers for keeping the faith in us, to enable us to bring change in the lives of thousands of nomadic families.

‘બને સંસ્થાનો પૈસો બરકતનો. મારો ધંધો સાવ બેસી ગયેલો. ફરી બેઠા થવાશે કે નહીં એની ચિંતા હતી. સંસ્થા સાથે આમ તો હું સંકળાયેલો પણ સંસ્થા પાસે મદદ માંગતા જીભ ન ઉપડે.. પણ આપણા કાર્યકરો બધુ સમજી જાય. નારણભાઈ અને ઈશ્વરભાઈ મારી મૂંઝવણ સમજ્યા અને લોનનું ફોર્મ ભરવા કહ્યું. 30,000 મળ્યા ને મે મારા ધંધામાં સમાનનો ઉમેરો થયો. ધીમે ધીમે ગાડી પાડે ચડી ગઈ. આજે મારી ઘરવાળી અને હું બેય શિહોરી બજારમાં અલગ અલગ પથારો કરીને બેસીએ છીએ. મારે ઘરની ટેમ્પો રીક્ષા પણ થઈ ગઈ. હવે ખુબ સારુ છે.. મારી ઈચ્છા છે સૌરાષ્ટ્રમાં જેમ સંસ્થાની મદદથી કાંગસિયા સમાજ પગભર થયો એમ અહીંયા પણ થાય..’

ભગુભાઈ અમારા નિષ્ઠાવન આગેવાન.. અમે કોઈ પણ કામ ચિંધ્યે એ કરવા તેઓ હંમેશાં તત્પર… 

ત્રીસ હજાર બહુ મોટી રકમ નથી પણ એ રકમથી કોઈની જીંદગી પાટે ચડી જાય એ વાત અમારે મન મહત્વની.

ભગુભાઈ, રવજીભાઈ, ખોડુભાઈ, ચેતનભાઈ વગેરે જેવા કેટલાયના મતે સંસ્થાનો પૈસો બરકતનો પૈસો. ઘણાના ધંધા તો સરસ રીતે સેટ થઈ ગયા છે. 

તેમને હવે VSSM ના એક રૃપિયાની જરૃર નથી છતાં તેમના નવા સાહસમાં એ સંસ્થામાંથી ટોકન રકમ માંગે. અમે કહીએ હવે 5,000 કે 11,000ની લોનની તમને ક્યાં જરૃર છે? ત્યારે એ કહે, સંસ્થાનો પૈસો બરકતનો એ અમારા ધંધામાં ભળે તો અમારી ગાડી નીકળી પડે..

મુળ વાત શ્રદ્ધાની છે.. ને ભગુ જેવા ઘણાની નિષ્ઠાથી એમની શ્રદ્ધા ફળી પણ છે..

અમારા આ પરિવારોને લોન આપવામાં મદદરૃપ થનાર સૌ સ્વજનોનો આભાર તેમના થકી જ આ બધાના જીવનમાં બદલાવ આવી શક્યો છે.

#MittalPatel #vssm #livelihood

#livelihoodprogram #employment

#dream #business #empower

#humanity #humanrights

Bhagubhai Kangsiya expand his buisness with the help of
interest free loan from VSSM

Mittal Patel visits Bhagubhai  Kangsiya’s kiosk

Bhagubhai Kangsiya at his kiosk