It always brings immense joy and zeal when people join in the efforts and the efforts payoff so well…

Mittal Patel meets Amrabapa when he visited Golvi village

I happen to meet Amraa Bapa when I was at Banaskantha’s Golvi village recently. The clothes he adorned gave a glimpse into his love for greens and the care he takes for the planted trees. “You will have to come home today,” he insisted. His sons have decent jobs, are settled well. They also are into dairy farming.

“Everyone in the family asks me to leave all this and rest,  I have lived and worked for myself and my family. This is for others, for the greater good. Now I need to create a bank balance that will talk of my good deeds when I meet the Almighty. And the joy this work  brings is priceless.”

In 2019, on the insistence of its Sarpanch Dashrathbhai and tree-loving elder Dharmabhai we planted 1000 trees around its cricket ground. Amraabapa and Dhramabhai nurtured and raised the trees well.

“If I had a room here, I will not need to go home. Just live here with these beautiful souls (trees) and care for them!”

Every village needs individuals like Amraabapa, Dharmabhai and leaders like Dashrathbhai who do everything in their power to ensure the village and its future generations benefit. Dashrathbhai not only spared land for plantation but also created irrigation facility for the trees. VSSM just supports Vriksh Mitra remuneration and pesticides when needed, rest it is the village’s responsibility to ensure the trees are well looked after.

It always brings immense joy and zeal when people join in the efforts and the efforts payoff so well.

We are grateful to all our well-wishers who have supported this cause.

The plan is to plant 1 lac trees this monsoon. Waiting for the villages to come forward with positivity and consent.

બનાસકાંઠાનું ગોલવી..

હમણાં ગોલવી ગઈ ત્યારે અમરા બાપા મળ્યા. મેલાં ઘેલાં કપડાંમાં વૃક્ષોની ખરા મનથી એ ચાકરી કરે. મને કહે, ‘આજે તો તમારે મારા ઘરે આવવું જ પડશે..’ 

એમના દીકરા સરસ જગ્યા એ નોકરી કરે. ઘરે દૂધાળાં ઢોર પણ ઘણા.

બાપા કહે, ‘મારા છોકરાં ને ઘરના બધા ના પાડે કે હવે મૂકો આ બધુ. પણ બેન હું તો પરમાર્થ માટે આ કરુ. પોતા માટે તો અત્યાર સુધી ઘણું જીવ્યા, ઘણું ભેગુંયે કર્યું પણ હવે વારો છે ઉપર જઈએ ત્યારે બતાવવાના બેંક બેલેન્સ ભેગું કરવાનો… અને આમાં જે આનંદ છે એનું કોઈ મુલ્ય નથી..’

કાકાએ સંસારનું સાચુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. 

ગોલવીમાં 2019માં અમે ગામના સરપંચ અને વૃક્ષપ્રેમી ધરમાભાઈના આગ્રહને કારણે વૃક્ષારોપણ કરેલું. ક્રિક્ટના મેદાનની ફરતે 1000 ઉપરાંત વૃક્ષો વાવ્યા ને ધર્માભાઈ ને અમરાબાપાના જતનથીએ વૃક્ષો સરસ ઉછર્યા. 

બાપા કહે, ‘બેન તમે અહીંયા જ એક રૃમ બનાવી દ્યો ને તો મારે ઘેરેય શું કામ જવું. બસ કુદરતની વચ્ચે રહેવું અને આ જીવો(વૃક્ષો)ને સાચવવાના’

દરેક ગામોમાં આવા વૃક્ષપ્રેમી અમરાબાપા ને ધર્માભાઈની જરૃર છે. સાથે દશરથભાઈ જેવા સરપંચની પણ જેઓ વૃક્ષારોપણ માટે જગ્યાની સાથે સાથે પાણીની સગવડ ને તાર ફ્રેન્સીંગની વાડ કરી આપે. 

અમે તો વૃક્ષમિત્રને તેમણે કરેલી વૃક્ષોની માવજતની સેવક સહાય , વૃક્ષો ને વૃક્ષોને જરૃરી દવા પૂરી પાડીએ. બાકી મુખ્ય જવાબદારી તો એમની જ.. સૌના સહિયારા પ્રયાસો રંગ લાવતા દેખાય ત્યારે કાર્ય કરવાનો ઉત્સાહ બમણો થઈ જાય.. 

આ કાર્યમાં સાથે આવેલા અને મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર.. 

આ જુનમાં 1 લાખ વૃક્ષ કરવા છે. ગામ સામેથી તૈયાર થાય એની રાહ છે બસ…

#MittalPatel #vssm

Golvi Tree plantation site

Golvi tree plantation site

VSSM planted 1000 trees around cricket ground in 2019

Our heartfelt gratitude to all our well-wishers who have come forward to support Mavjat Karyakram

Elderly couple
with their ration kit

 No food on the plate or larder when children are crying of hunger is heart-wrenching for any parent.

At the age when it is time to be at peace, retire and relax, Rajkot’s  Pooni Maa and Valabha were buried under the responsibility of raising their grandchildren after the death of their son and daughter-in-law walking away from the children.

They were physically incapable of working are manual labourers. Hence, Pooni Maa would take her grandchildren to pick scrap or beg. “Why did God choose this pain for us??’ was the constant question in their mind.

While there is Ramankaka who constantly worries for her mentally challenged daughter. His physical condition is not favourable and so is Jivat maa’s. Both are frail and weak to work and earn for themselves. The couple waits for their neighbour Keshabapa to finish meals so that the leftovers can reach them.

The living conditions of such destitute elderlies is pathetic, to say the least.

Ranchodkaka and his wife with their ration kit

We have been working with the needy and marginalized for years, but this section of the society never caught our attention. Maybe because we thought their needs could be met through the programs we have for the needy. However, the destitute elderly have special needs. It was obvious we had to plan some special remedial program for them. We decided to care and nurture the destitute elderly who needed support.  We launched Maavtar, elderly care and support program with one elderly. Today we support 124 of which 16 elderly eat at one kitchen.

It is a work that brings solace to the soul and people it supports.

Pooni Ma and Valabha with their ration kit

Again, as we always say VSSM has just been a medium, it is the support you provide that enables us to reach people in need. It is not difficult at all  Manishabahen Rajput, Nishabahen Bhutani, Prajakta Bhave,  Darshita, Heena Desai…have adopted our elderly parents for life.

And well-wishing friends Bhavnabahen Mehta, Shri Rashmikant Shah, Kusumbahen Shah, Lions Club of Shahibaugh. Estate of Bomi Sohrabji Bulsara, Madhvi Mehta, Amolibahen Shah, Maheshbhai Dave… have been consistently supporting us with Maavtar.

Elderly couple with their ration kit

It is hard to mention all whose contribution has enabled us to continue with our work, and we are grateful for their support. It is your generosity that has helped us continue our work. May Almighty provide you with the opportunities to continue your noble deeds.

Pranaams.

Nomadic woman with their ration kit

ભૂખ લાગી હોય પણ પાસે ખાવા ના હોય એ સ્થિતિ બહુ કપરી છે..રાજકોટમાં પૂનીમા ને વાલાભાને હરી ભજવાના સમયે પૌત્રપુત્રીને ઉછેરવાની જવબાદારી આવી. દીકરો હરી નાની ઉંમરે બાળકોને અને માવતરોને નોંધારા મુકીને ભગવાનના ઘરે પહોંચી ગયો ને વહુને પિયરીયા તેડી ગયા..મજુરી કરવા તો શું જવાય. નાના ભૂલકાં ક્યાંક પ્લાસ્કીટક વિણવા ને પુની માં ભીખ માંગવા જાય. પણ પાછલી અવસ્થાએ આ પીડા સીદ આપી એવું એમને થાય. 

Nomadic woman with their ration kit

તો રમણકાકાને પોતાના કરતાં પોતાની માનસીક અસ્થિર દીકરીની ચિંતા વધારે. વળી એમના પણ હાથપગ કામ ન કરે. જીવત માથી તો સીધુ ચલાય પણ નહીં. તો કેશાબાપા જેવા પડોશીઓના ત્યાં ઝટ બપોરો ને સાંજનું વાળુ પાણી પતે તેની રાહ જુએ. મૂળ તો જમ્યા પછી વધે તો એમને મળે માટે..કેવી કપરી સ્થિતિમાં ઘડપણ જીવવાનું..

વર્ષોથી સમાજ કાર્યો સાથે સંકળાયેલી પણ ક્યારેય આ દિશામાં ધ્યાન નહોતું ગયું. પણ અચાનક કુદરતે ધ્યાન દોર્યું ને પછી આવા માવતરોને સાચવવાનું નક્કી કર્યું.. એક માવતરથી શરૃ કરેલું આ કાર્ય આજે 124 માવતરો સુધી પહોંચ્યું છે અને 16 માવતરો એક જગ્યાએ સાથે બેસીને જમે છે..

Nomadic woman with their ration kit

રાહત આપનારુ, મનને સાતા આપનારુ કાર્ય.. 

ફરી કહુ તો અમે નિમિત્ત માત્ર બાકી મદદ કરવાવાળા કરે ને આ કાર્ય આગળ ધપે.. જો કે આ કાંઈ બહુ અઘરુયે નથી.. મનીષાબહેન રાજપૂત , નીશાબહેન ભૂતાણી, પ્રજકતા ભાવે, દર્શીતા, હીના દેસાઈએ તો પોતાની ક્ષમતા મુજબ માવતરોને દત્તક લીધા જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને સાચવશે..

આ સિવાય ભાવનાબહેન મહેતા, શ્રી રશ્મીકાંતભાઈ શાહ, કુસુમબહેન શાહ, લાયન્સ કલ્બ શાહીબાગ, એસ્ટેટ ઓફ બોમી સોહરાબજી બુલરાસા, માધ્વી મહેતા, અમોલીબેન શાહ, મહેશભાઈ દવે . વગેરે જેવા ઘણા પ્રિયજનો આ કાર્યમાં સતત મદદ કરી રહ્યા છે માટે આ કાર્યો થાય છે.

અહીંયા તમામ સ્વજનોના નામ નથી લખી શકી પણ આપ સૌના અનુદાનની નોંધ લઈને આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું..આપ સૌ સાથે છો માટે જ આ કાર્યો થઈ રહ્યા છે.. આપની લાગણીને પ્રણામ ને ઈશ્વર આપને વધુ સેવાની તક ખુબ આપે તેવી શુભભાવના…

#MittalPatel #vssm #RationDistribution

#food #foodsecurity #rationkit

#humanity #humanrights #care

#elderlycare #elderly #caring