Kalubha Bharthari’s family could get two meals with the help of VSSM…

Mittal Patel meets Bharthari families of Sutharnesdi
A meal for four in any five star hotel can cost anywhere between Rs. 10 to 12 thousand, you would be surprised to know that the same amount can change life of some of the most poor families of India.
 Kalu Ba Bharthari of Sutharnesdi had knowledge about VSSM’s interest free loan initiative but feared asking for loan.
“What if I cannot repay?”
Kalu ba Bharthari’s son with the bicycle and other tools
they have purchased from the loan
 In the times when news of multi crore rupees bank frauds are frequent news,  these honest and humble humans we work with on daily basis are like a breath of fresh air.
A very apprehensive Kalu Ba requested VSSM’s Naran for a loan of Rs. 10,000 to start a microbusiness of selling balloons, hair accessories etc. 
The current living condition of nomadic families
“You should take a loan and so should both your sons Ramabhai and Shivabhai so that they too can start their independent businesses,” advised Naran.
“What if there are some hiccups and we fail to pay the instalments?” Kalu Ba had inquired.
Naran gave them some sound advice to help them  shed away their concerns. Kalu Ba took the loan and has repaid it without missing a single instalment.
The small amount they managed to save helped  with repairs of their tattered dwellings.
The positive experiences of availing loan for the first time provided strength to the trio who asked for a loan of Rs. 10,000 each after the repayment of the first one. These are the very people for whose benefit the Swavlamaban program has been designed. We provided them with second loan too. Their business is doing good, it is bringing them food at the end of the day.
For these extremely poor families finding two square meals a day is a great achievement. The next step would be to move from a saree house to a brick house. The current administration of Banaskantha has pledged to help such families hence, a house too shall happen.
We were in Sutharnesdi recently and happened to meet these families. We are grateful for your support to help us spread joy in lives of such individuals.
The bicycle and other tools why have purchased from the loan can be seen in the picture.
ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ લોકોને લઈને જમવા જઈએ તો દસ હજારની ચટણી એ એક ભાણામાં જ થઈ જાય.
ભારતમાં ગરીબી છે પણ પાંચ મીનીટમાં દસ હજારની જાયફત ઉડાનારા લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નથી.
પણ તમને જાણીને નવાઈ લાગશે કે નાની લાગતી આ દસ હજારની રકમ કોઈની જીંદગી બદલી શકે છે..
સુથારનેસડીમાં રહેતા કાળુ બા #ભરથરી સંસ્થા ધંધા હાટુ લોન દે છે એ વિગત જાણે. પણ માંગતા બીક લાગતી. રખે ને લોન લઉં ને ના ભરાય તો?કેવા ઈમાનદાર લોકો.. બેંકોમાંથી કરોડો રૃપિયા લઈને નાદારી નોંધાવનાર ઘણાના નામો આપણે દઈ શકીએ એની સામે કાળુ બા જેવા માણસો જેની પાસે રહેવા પોતાનું ઘરેય નથી પણ ઈમાનદારીની એ મિશાલ છે.
અમારા કાર્યકર નારણ પાસ કાળુબાએ ડરતાં ડરતાં ફુગ્ગા, બોરિયા, બકલ વેચવા દસ હજારની લોન માંગી.
નારણે કહ્યું, ‘તમેય લ્યો અને તમારા બે દિકરા રામાભાઈ અને શિવાભાઈનેય લોન આપો. એ લોકો પણ પોતાની રીતે સ્વતંત્ર ધંધો કરે’
‘પણ કાંઈ તકલીફ થશે ને લોન નહીં ભરાય તો?’
કાળુ બાની એવી બીક નારણે ભાંગી અને કાર્યકર ઈશ્વરે એમના ફોર્મ ભર્યા. લોન મળી. ધંધો શરૃ કર્યો અને એકેય હપ્તો પાડ્યા વગર આખી લોન ભરપાઈ કરી.નાનીસી બચત થઈ અને ઘર આમ તો ઘર નથી છાપરુ છે એ છાપરાંમાં થોડી સગવડેય બચતમાંથી કરી. હવે થોડી હિંમત વધી. બાપ દીકરાઓએ મળીને લીધેલી 30,000ની લોન પતાવી અને ફરી દસ – દસ હજારની ત્રણેયને લોન આપવા વિનંતી કરી. વ્યવહાર સારો હતો અને આજ લોકો અમારુ ટાર્ગેટ ગ્રુપ હતું. એટલે બીજી વાર લોન આપી. ત્રણેય જણા સરસ ધંધો કરે છે.
ભૂખ્યા સુવાનો વારો હવે નથી આવતો. બે ટંક ભરપેટ ભોજન મળવું એ સૌથી પહેલું સુખ જે એમને મળ્યું હવે બીજુ સુખ સાડીઓમાંથી પોતાના પાક્કા ઘરનું છે.
#બનાસકાંઠા વહીવટીતંત્ર હાલ તો આ પરિવારોને મદદરૃપ થવા કટીબદ્ધ છે. એટલે ઘરેય થશે..
કાળુ બા જેવા હજારો માણસોના મુખ પર સ્મિત લાવવામાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર..
#સુથારનેસડી ગયા તે વેળા તેમને મળ્યા ને એમણે કહ્યું એ બધુ લખ્યું. સાથે લોનમાંથી તેમણે વસાવેલું સાધન સાયકલ સાથે રામાભાઈ અને કાળુબાનો પરિવાર ફોટોમાં જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #NomadsOfIndia #Bharthari #Interest_free_loans #empowerment #financial_inclusion #condition_of_nomads_in_financial_inclusion #Banaskantha #financial_condition_of_nomadic_Tribes #livelihood #Swavlamban #development

VSSM receives and values contribution it receives from its compassionate and caring patrons…

Mittal Patel with Ravjibhai Kangsiya
VSSM receives and values contribution it receives from its compassionate and caring  patrons. However,  when donations are made by individuals of the communities it works for, the joy increases many folds. We recently experienced the same joy.
Rqavjibhai Kangsiya giving socks to our VSSM
co-ordinator Kanubhai and Chhayaben
Rajkot’s RavjibhaiKangasiya  assists his wife with her business of selling scrunchies, combs, fancy hair accessories, cosmetics, imitation jewellery etc. She is one of the many women retailers you might have seen selling their stuff along  the roadsides, each item neatly lined-up on the floor-spread. The mobile-shops are set up  each day on the urban streets.
VSSM’s team members Kanubhai, Chayaben help them and other numerous families with the tasks relating to application with government offices and likes. Kanubhai had asked Ravjibhai to expand their business with some aid from VSSM’s interest free loan program.
Ravjibhai Kangsiya in his shop 
“That would be great!!” Ravjibhai readily  welcomed the idea.
“What will you plan to do with the loaned amount?” Kanubhai inquired.
“Increase the items on our spread!” Ravjibhai replied.
“No, not on the spread. You have to plan a shop to sell these items on wholesale rates.” Kanubhai recommended.
“That is beyond my capacity. Who will buy from me?”
 “The members of your community!”
“No, no!!”
“There is no time for your “no-no”, you have to do it!!” Kanubhai insisted.
Khodhubhai, the Kangasiya community leader and others extended their support and a shop happened. Enough stock was stored in the shop. The amount of loan in rotation increased gradually. Today Ravjibhai stocks goods worth Rs. 2.5 lacs. The members of Kangasiya community buy goods from him and Ravjibhai sells it at rates that are lower than the wholesale prices. It is happy days for Ravjibhai now. He never forgets to send some amount as donation to the organisation. “Help those who are poorer than me with this amount!” he would say while handing us the amount. He also never forgets the girls studying at our hostel. “The socks for these girls during winters will be from me always,” he would say. This year he not only remembered the girls but offered to buy socks for the boys as well. Kanubhai curtailed him from doing so, Ravjibhai felt offended but all was well later.
It brings us immense pride and joy to see names of individuals from nomadic community feature on the list of our donors, Ravjibhai you contribution holds great value for us.
You are a real hero for us and we are grateful for your being part of our VSSM family.
Of course there should be a picture of us and your wholesale shop!!
નિષ્ઠા અને શુદ્ધભાવથી વંચિતોના કલ્યાણ અર્થે દાન દેવા સંસ્થામાં ઘણા આવે. સંસ્થામાં આવનાર આ બધાય અમારા માટે શીરમોર..
પણ આ બધામાં જેમના કલ્યાણ અર્થે કામ થાય છે તે સમાજમાંથી કોઈ આવીને શક્તિ એવી ભક્તિ કરે તો વધુ રાજી થવાય.આજે એવો જ પ્રસંગ બન્યો.
રાજકોટમાં રહેતા રવજીભાઈ કાંગસિયા. એમના પત્ની કાંસકી, બંગડી, બોરિયા, બકલ વેચવા રાજકોટ શહેરમાં પથારો પાથરીને બેસે. તમે પણ નાના શહેરોમાં પથારો પાથરીને શૃંગાર પ્રસાધનો વેચતી આ બહેનોને જોઈ હશે. રવજીભાઈના પત્ની આ બધુ વેચે અને રવજીભાઈ તેમને મદદ કરે.
અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેન આ પરિવારોને નાના મોટા સરકારી કામોમાં મદદ કરે. કનુભાઈએ એક વખત રવજીભાઈને સંસ્થામાંથી વગર વ્યાજે લોન લઈને ધંધો વધારવા કહ્યું.
રવજીભાઈએ પણ ‘તો તો બહુ હારુ’ એમ કરીને વાતને વધાવી લીધી. કનુભાઈએ પૂછ્યું,
‘લોનની રકમથી શું કરશો?’
‘પથારામાં સામાનનો વધારો કરીશ’
‘ના પથારો નહીં. પણ શૃંગારપ્રસાધનો વેચવા હોલસેલની દુકાન
કરવાની’
‘મારી એ કેપેસીટી નહીં અને સામાન લાવું તો પણ મારી પાહેથી લે કોણ?’
‘આપણા સમાજના લોકો’
‘ના ના..’
‘નાનાના નહીં એ કરવાનું છે’
પછી તો કાંગસિયા સમાજના ખોડુભાઈ અને અન્ય આગેવાનોએ પણ હામ આપી. છેવટે દુકાન થઈ અને એમાં સામાન ભરાયો. લોનનું રોટેશન વધ્યું આજે લગભગ બે થી અઢી લાખનો સામાન એમની દુકાનમાં ભર્યો છે અને કાંગસિયા સમાજના ફેરિયા તેમની પાસેથી સામાન લે છે. તે બજાર કરતા થોડા ઓછાભાવે સામાન આપે. આમ હવે રવજીભાઈ બં પાંદડે થયા.
સંસ્થાને દર મહિને લોનના હપ્તા સાથે અનુદાન તો ભૂલ્યા વગર મારાથીયે ગરીબ કોઈને મદદ કરજોનું કહીને આપી જાય. સાથે શિયાળો આવતા હોસ્ટેલમાં ભણતા દીકરીઓને પગના માંજા તો યાદ કરીને મારા તરફથી જ એમ કહીને કનુભાઈ છાયાબહેનને બોલાવીને આપી દે. જે ફોટોમાં જોઈ શકાય છે.
આ વખતે તો એમણે એકલી દીકરીઓને નહીં પણ આપણી હોસ્ટેલમાં ભણતા દીકરાઓને પણ મોજા દેવાની વાત કરી. કનુભાઈએ એમના આ હરખને અટકાવ્યો. થોડા નારાજ થયા પણ પછી સમજ્યા.
રવજીભાઈ તમારુ આ અનુદાન અણમોલ છે..
દાતા તરીકે વિચરતી જાતિના એક વ્યક્તિનું નામ અમારા મેગેઝીનમાં છપાતું જોઈને રાજી થવાય..
આભાર રવજીભાઈ. તમારી સાથે એક ફોટો તો બનતા હૈ.. અમારે મન તમે રીયલ હીરો છો..
ફોટોમાં તેમની હોલસેલની દુકાન પણ જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #MittalPatel #VSSM #NomadsOfIndia #Patan #humanrights #raval #denotifiedtribes #noamdictribes #society #community #Ravalcommunity #rights #entitlements #gujarat #empathy #raiseyourvoice #education #housing #livelihood #NTDNT #Social #help

Mittal Patel meets landless Devipujak and Raval families of Mitha Dharva village…

Kokilaben Raval of Mitha Dharva greets Mittal Patel
“Ben, it has been decades  yet a decent house remained a distant dream. Thank God for Mohanbhai who showed us the way and the very empathetic  Collector Saheb who thought about our well-being. You know how we have survived without power, water and other basics!!” Kokilaben Raval of Chanasma block’s Mitha Dharva village shared this honest narrative.
Mittal Patel visited nomadic families of Mitha Dharva
 Many Raval families have made Mitha Dharva their home, most of these families had managed to construct houses with government support or through their own hard work. However, there were 20 families whose mud walled houses were in crumbling state (as seen in the picture). Also, the location of these houses was government wasteland and not their own plots. VSSM’s Mohanbhai had submitted applications for allotment of plots to these families. Collector Shri. Anand Patel is a very empathetic and compassionate officer. He instantly processed the applications and  granted plots to these 20 families.
The current living condition of the nomadic families
While we were working on applications of these 20 families we came in contact with the Devipujak and other Raval families staying in vicinity where the plots have been allotted. We have also initiated the process of filing applications for these new found families as well.
It would have been impossible to process the applications without the support of Sarpanch Shri Hargovanbhai, who showed empathy for these families and helped us, remained by our side during  the entire effort.
Mohanbhai, our senior team member, remained constantly at it to ensure the families find a place to have a home. VSSM is blessed and proud to have team members like Mohanbhai who strive constantly for the welfare of the marginalised.
Mitha Dharva’s nomadic families was struggling with issues of sewage line, road etc. for which I was amidst them as always the welcome to these settlements feels like a warm embrace.  
‘બેન વર્ષો નેહરી જ્યાં પણ રહેવા બલ્લે પાકુ ઘર નસીબ નતુ થતું. ભલુ થજો મોહનભઈનું તે ઈમને રસ્તો વતાડ્યો અન કલેટર સાહેબે અમારા ગરીબો હોમુ તાચ્યુ. નકર લાઈટ, પોણી વના અંધારામોં ચેવા પડ્યા સીએ તમે જોયુન?’
ચાણસ્મા તાલુકાના મીઠા ધરવા ગામમાં રેહતા કોકીલાબહેન #રાવળે આ વાત કરી.
રાવળ સમુદાયના ઘણા પરિવારો ગામમાં રહે. મોટાભાગના પરિવારોના ઘરો સરકારની મદદથી બન્યા તો ક્યાંક વ્યક્તિએ પોતાની મહેનતથી ઘર ઊભા કર્યા. પણ 20 પરિવારો એવા હતા જેઓના ઘરોની માટીની ભીંતો પડુ પડુ થઈ રહી છે. જે ફોટોમાં દેખાય છે. વળી તેમનું રહેવાનું પણ સરકારી ખરાબાની જમીનમાં. કાર્યકર મોહનભાઈએ આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય તે માટે અરજી કરેલી.
કલેક્ટર શ્રી આનંદ પટેલ બહુ ભલા અને ગરીબો પ્રત્યે લાગણી રાખનારા એકદમ અચ્છા અધિકારી. તેમણે 20 પરિવારોને તુરત પ્લોટ ફાળવ્યા.
જો કે આ પરિવારોને પ્લોટ ફાળવાતા ત્યાં વસતા #દેવીપૂજક અને રાવળ સમાજના રહેણાંક અર્થે પ્લોટ ન ધરાવતા અન્ય પરિવારો પણ સંપર્કમાં આવ્યા. તેમની પ્લોટની માંગણી કરતી દરખાસ્તો પણ કરી દીધી છે.
આ આખુ કામ ગામના સરપંચના સહયોગ વગર શક્ય નહોતું. હરગોવનભાઈની લાગણી આ પરિવારો માટે ઘણી તેમણે સતત સાથે રહીને આ કામ પાર પાડ્યું.
મોહનભાઈની દોડધામ વગર તો આ બધુ ક્યાં શક્ય હતું.. આવા સંનિષ્ઠ કાર્યકર અમારી સાથે છે એનો અમને ગર્વ છે.
સૌનો આભાર..
મીઠા ધરવાના આ પરિવારોની વસાહતમાં ગટર લાઈન, રોડ વગેરેના પ્રશ્નો હતા એ માટે તેઓ ઘણા વખતથી વસાહતમાં આવવા આગ્રહ કરતા હતા એટલે જવાનું થયું. તેમણે સરસ ફુલ આપીને સ્વાગત કર્યું.
#MittalPatel #VSSM #NomadsOfIndia #Patan #humanrights #raval #denotifiedtribes #noamdictribes #society #community #Ravalcommunity #rights #entitlements #gujarat #empathy #raiseyourvoice #education #housing #livelihood #NTDNT

Lakhabhai Dafer’s life got Transformed with the help of VSSM Interest Free Loans…

Mittal Patel visits Lakhabhai Dafer at his kiosk

‘Ben, this is Lakho speaking. Since you have been telling us to walk the right path and give up our rogue behaviour I have  decided to do just that. But I need your support, I need some loan for that.”

“What do you plan to do with the loan you take?”
“The place where I stay not only has houses of people like me but some factories as well. If I start selling vegetables, snacks, groceries the income will be enough to sustain us.”
Lakhabhai Dafer sharing his journey to Mittal Patel
“But you have no experience of the working or doing any business in the past, will you know how to run a business?”
“ No one arrives in this world learning anything in his mother’s womb, we all learn as we grow, I too shall learn!!”
“Ok. Get Tohid to fill up your application form. Do not borrow large amount in the beginning. It is better to start small and gradually increase the amount.”
“Rest assured, Ben! But do sanction my application at the earliest.”
“Sure!”
Lakhabhai Dafer selling vegetables
We sanctioned a loan of Rs. 30,000/- to Lakhabhai. Although he has never gone to school and does not even know how to read or write, he successfully manages his kiosk. The daily income of Rs. 600-700 helped him save enough to build a decent house. Recently, when I met him I was given a tour of his neatly decorated house.  Lakhabhai shared his journey, which we have captured and shared in the attached video. As the family stays of government wasteland we have asked him not to  build a pucca house. Although his savings are enough to  help him build a one room house. He repaid the entire loan amount of Rs. 30k without missing an instalment. Lakhabhai intends to upscale his business now for which he needs bigger amount from VSSM.
VSSM’s has envisaged to provide dignified living to the marginalised nomadic  communities and the interest free loans are doing just that.  Also the Dafer community he belongs to needs our trust and support. Our policies need to be more inclusive for communities like these. This helps ensure  they improve their image amongst the police and administration. The unwarranted  police harassment of Dafers will stop  when they see the Dafer individuals working and earning rightful incomes like so.
‘બુન લાખો બોલુ સુ. તમે ક્યો સો ને કે હવે આડા અવળા રસ્તા મેલી સીધા રસ્તે ચડી જાવ તે ઈ હાટુ મારે લોણ જોવે સે’
‘લોન લઈને શું કરવા ના?’
‘મુ જ્યાં રઉં સુ ન્યાં અમારા તો ઘર સે જ પણ બાજુમાં ફકેટરીએ સે. શાકબકાલુ, નાસ્તાના પડીકા અન થોડો કરિયાણાનો સોમાન એવું બધુ થોડ થોડું રાખુ તોય મારા જોગુ નેહરી જાય’
‘પણ તમે પહેલાં કોઈ દિવસ ધંધો કર્યો નથી તો આવડશે?’
‘આ દુનિયામાં કોઈ ક્યાં એની માના પેટમાંથી શીખીને બારો આયો તો બધાય શીખ્યા તો અમે ચમ નઈ શીખીએ?’
‘સારુ તોહીદ પાહે ફોમ ભરાવી દેજો અને બહુ મોટી રકમનું સાહસ નો કરતા બધુ ધીમે ધીમે કરવું સારુ’
‘ઈ નો કેવું પડે બુન. ફારમ ભરી મેલુ પહી ઝટ કરી દેજો’
‘હા’
અમે લાખાભાઈને ત્રીસ હજારની લોન આપી. એમણે ફોટોમાં દેખાય એવો સરસ ગલ્લો કર્યો. લાખાભાઈ એક ચોપડી ભણ્યા નથી. પણ વ્યવહાર બરાબર આવડે. ગલ્લામાંથી રોજની છસો – સાતસોની આવક થાય છે એમાંથી એમણે પોતાનું સરસ ઘર પણ બનાવ્યું. લાખાભાઈના ઘરનાએ મને એમણે બાંધેલું અને સજાવેલું ઘર બતાવ્યું જે ફોટોમાં જોઈ શકાય છે. પોતાના ધંધાની વાત પણ લાખાભાઈએ આ સાથેના વિડીયોમાં કરી છે.
સરકારી ખરાબાની જમીનમાં રહે છે એટલે પાકુ ઘર બાંધવાની અમે ના પાડી, નહીં તો થોડી બચત કરીને એક રૃમનું ઘર બાંધવાની ક્ષમતા તો હવે થઈ ગઈ છે.
તેમણે લીધેલી લોન એક હપ્તો ચુક્યા વગર એમણે ભરપાઈ પણ કરી દીધી. હવે મોટો ધંધો કરવા બીજી લોન આપવા તેમણે કહ્યું.
બીજી લોન પણ આપીશું. મૂળ તો લાખાભાઈ જેવા સૌ તકવંચિતો બે પાંદડે થાય એ તો ઉદૃશ્ય છે અમારો..
વળી એ જે સમાજમાંથી છે એ ડફેર સમાજના સૌ મહેનત કરી રોજી રોટી રળતા થાય, પોલીસ એમને પજવે નહીં ને સમાજ એમને માનભેર જુએ એ સ્વપ્ન પણ અમે સેવ્યું છે..એટલે આ સમાજનો દરેક માણસ સ્વતંત્ર ધંધો કરીને આર્થિક રીતે સ્વતંત્ર થાય તે જરૃરી..
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat #livelihood #helpforlivelihood

Devipujak families of Samidhiyana village needs residential plots nothing else..

Mittal Patel visits devipujak families of Samdhiyana village
in Amreli district

45 Devipujak families reside  Samdhiyana village in Amreli’s Bagasara block. The families who earn subsistence living through their work as farm labour had erected huts while  some had built  mud houses as well,  but the issue was about the ownership of land. In 2007 with an objective to allot plots the administration had processed affidavits for 14 out of 45 families, they were also informed that the plots have been allotted but where have these plots been allotted is still not known.  

The current living condition of nomadic families

“Please find us place to build our homes,” was the request by all when I recently met these families in Samdhiyana.
An appeal requesting allotment of plots to these families has already been sent to Mamlatdar’s office by VSSM team member Rameshbhai. Applications for the same will be sent within the next couple of days.

We hope these families’ request for allotment of plots meets favourable response very soon.
અમરેલીના બગસરાના સમઢિયાળા ગામમાં 45 દેવીપૂજક પરિવારો વર્ષોથી રહે છે.
The nomadic child at his small shanty
ખેતરમાં મજૂરી કરીને ગુજારો કરતા આ પરિવારોએ વર્ષો પહેલાં સરકારી જમીનમાં માથુ ઢાંકી શકાય તે માટેના ઝૂંપડાં બાંધેલા. એમાંથી કેટલાકે ગાર માટીના ઘરો બાંધ્યા પણ મૂળ પ્રશ્ન માલીકીની જમીન નહીં હોવાનો.
2007માં 45માંથી 14 પરિવારોને વહીવટીતંત્રએ ખાતેદાર થવા માટેનું કબુલાયતનામુ પણ કરાવેલું. જે ફોટોમાં દેખાય છે. આ કબલાતનામુ થયા પછી આ પરિવારોને પ્લોટ ફાળવાઈ ગયા તેવું કહેવામાં આવ્યું પણ પ્લોટ ક્યાં ફાળવાયા તેની જગ્યા તેમને આજ સુધી ખબર નથી.
Mittal Patel meets nomadic families at Samidhayana village
સમઢિયાળાના આ પરિવારોને મળવાનું થયું. સૌની એક જ રજૂઆત અમારા નામે રહેવાની જગ્યા મળે તેવી હતી. આ પરિવારોની પ્લોટની માંગણી કરતી અરજી તો VSSM ના કાર્યકર રમેશ દ્વારા કલેક્ટર તેમજ મામલતદાર કચેરીમાં થઈ ગઈ છે.
દરખાસ્ત પણ બે દિવસમાં પૂર્ણ કરીને કચેરીમાં આપીશું.આ પરિવારોની વિનવણી તેમને ઝડપથી પ્લોટ ફાળવવાની ફળે તેમ ઈચ્છીએ..
In the year 2007 14 nomadic families
were informed that the plots have been
alloted
In the year 2007 14 nomadic families 
were informed that the plots have been 
alloted
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Devipoojak #NomadicDenotified #collector_Amreli #NomadicTribes #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humanity #NTDNT #denotifiedtribes

The Dafer leaders from entire Gujarat gathered in Ahmedabad to clear their tarnished image with the help of VSSM…

Mittal Patel during the gathering of dafer leaders 

 “If you cannot fill your hungry bellies, stab it. But do not punish the entire tribe for the misdeeds of selected few. Be human. If the atrocious behaviour does not stop we all  will soon be dead …”

Mittal Patel talking with the dafer community
This was Dafer leader Patel Dinabhai Dafer talking at the gathering of Dafer leaders organised by VSSM. The leaders are not prepared to allow the entire community to suffer because of few delinquents  individuals of their stigmatized tribe. The leaders had gathered to make concrete plans to prevent them becoming  repeated  targets of police harassment. The meeting was held at VSSM’s  head office at Sadvichar Campus in  Ahmedabad. At the end of the detailed discussions  agreement was reached on following points:
It was decided to form a committee of Dafer community  comprising of 15 members including women and men.
The nomadic women at the gathering of Dafer community
The leader of each Dafer Danga,  who are considered to be the wardens of  the settlement was  assigned the responsibility to ensure order in  their respective Dangaa.
The leaders and the committee members will collectively ensure that the residents of their settlements are not involved in loots, robberies or any unlawful activities.
The Dafer community at the gathering
If they find any community member engaged in any  such illegal  activity they will bring  him to police. In fact, a leader informed us about the presence of 3 such individuals in his Dangaa and took responsibility of taking them to the police.
It was also decided that the members of community from other Dangaas will cut off all relationships with the Dangaas found harbouring individuals involved in crimes.
One of the Dafer leader talking at the gathering of Dafer
leaders organised  by VSSM 
Any person providing shelter to criminals will be termed as criminal too. Hence, no criminals will be given refuge even if they are family – be it father or brother!! 
The Dafer community members assembled at Ahmedabad
VSSM’s office
The team members of VSSM  will be informed immediately if police summons any Dafer for inquiry. If feasible, few members of the committee or VSSM representative will accompany the summoned to the police station. No one will ever report to the police alone. The members of the committee will be informed about the discussion and deliberations at the police station.
It was also decided to share details of Dangaas where not a single individual is involved  in any unlawful activity with Director General of Police as well as District police heads.
Dafer leaders discussing issues with Mittal Patel
It was also decided that the committee  members of three Dangaa still involved with criminal activities will share their information with district  head of police and DGP’s office.
All the above mentioned rules and guidelines  were collectively  framed by leaders from 50 Dangaa. The rules are quite strong and  there were some challenges we faced however, in the end things settled well. We have pledged  to erase the stigma attached with the Dafer. They promised  their loyalty, unity and disconnecting from unlawful activities. The status of Dafer is changing rapidly with most staying away from unlawful activities. They pour in hard work to earn subsistence  living. The police and society need to see the community afresh. They need to recognize the change and provide Dafer residential plots in the villages itself.
VSSM Tohid has put in immense hard work  for this community. The gathering and consensus result of Dilbhai, Umarbhai, Lakhabhai, Rehmanbhai’s efforts.
Dafer aim for improved life and we are committed to support them achieve it. The leaders coming together today reflects their intense desire to come out of the clutches abused living, they have taken a  positive step in the direction we hope the unlawful harassment of this community begins to ebb….
 ‘પેટ ના ભરાય તો પેટમાં કોસ મારી દ્યો. પણ હવે કાંક માણહ થાવ. બે ચાર જણાના વાંકે આખા સમાજને દંડવાનું થાય સે હવે બંધો નઈ કરીએ તો મરાઈ જાસુ બધા..’
ડફેર સમાજના પટેલ દીનાભાઈ ડફેરે આજે ડફેર સમાજની વ્યથા કથા કાર્યક્રમમાં પોતાની વાત કરી. સમાજમાં ગણ્યા ગાંઠ્યા લોકોના કારણે આખો સમાજ બદનામ થાય નહીં. પોલીસ ખોટી રીતે સમાજને કનડે નહીં. તે માટેના નક્કર આયોજનોની વાત કરવા માટે આજે ડફેર સમાજની એક બેઠક અમદાવાદમાં સંસ્થાના કેમ્પસ સદવિચાર પરિવારમાં યોજાઈ.આ બેઠકમાં નીચેના મુદ્દે ચર્ચા થઈ…
(1) બેઠકમાં ડફેર સમાજની કમીટી બનાવવાનું આયોજન થયું. જેમાં બહેનો અને ભાઈઓ મળીને કુલ 15 સભ્યોની નિયુક્તી થઈ.(2) આ સિવાય દરેક વસાહતના આગેવાન પોતાની વસાહતના ઘણીધોરી તેઓ વસાહતનું ધ્યાન રાખશે તેવું નક્કી થયું.(3) કમીટી તેમજ આગેવાનો પોતાના સમાજનો કોઈ વ્યક્તિ ચોરી, લૂંટ કે અન્ય કોઈ પ્રકારના ગુનામાં નથી ને? તેનું ધ્યાન રાખશે અને ગુનેગાર જણાશે તો એને પોલીસને હવાલે કરશે. આ બેઠકમાં આજે એક ડંગાના આગેવાને પોતાના ડંગાના ત્રણ આરોપીને હાજર કરવાનું પણ સ્વીકાર્યું. (4) જે ડંગાના લોકો ગુનાહીત પ્રવૃતિ કરતા જણાય તે ડંગા સાથે રોટી બેટી વ્યવહાર બંધ કરવાનું પણ આજે નક્કી થયું(5) ગુનેગારને આશરો આપનાર વ્યક્તિ પણ સમાજનો ગુનેગાર ગણાશે. આમ સમાજના કોઈ વ્યક્તિએ ગુનેગારને તે સગો ભાઈ કે બાપ કેમ ના હોય આશરો નહીં આપવો તેવું નક્કી થયું.(6) પોલીસ ડફેર સમાજને કોઈ પુછપરછ માટે બોલાવે ત્યારે સૌથી પહેલાં VSSM ને જાણ કરશે અને શક્ય હશે તો કમીટીના બે ચાર સભ્યો અથવા સંસ્થાના પ્રતિનિધિ સાથે જ સૌ પોલીસ પાસે જશે. કોઈ એકલા નહીં જાય અને પોલીસ પાસે ગયા પછી પોલીસ દ્વારા જે કહેવામાં આવ્યું તેની જાણ કમિટીના તમામ સભ્યોને કરશે.(7) જે ડંગામાંથી એક પણ માણસ ચોરી લૂંટ ફાટ જેવી પ્રવૃતિમાં સામેલ નથી તે ડંગાની વિગતો આગેવાનોના નામ સાથેની પોલીસ મહાનિર્દેશક શ્રીને તથા જે તે જિલ્લા પોલીસ વડાને આપવાનું પણ આજ રોજ ઠરાવ્યું (8) જે ત્રણ ડંગાના માણસો ચોરી લૂંટ વગેરે જેવા ગુના કરે છે તે ડંગાની માહિતી સામેથી કમીટીના સભ્યો દ્વારા જે તે જિલ્લા પોલીસ વડા તેમજ ડીજીપી ઓફીસ પર આપવાનું પણ ઠરાવ્યું.
બહુ કડક કહી શકાય તેવા આ નિયમો બનાવવાનું કામ 50 ડંગાના આગેવાનોએ ભેગા મળીને કર્યું. આજની બેઠકમાં ઉપસ્થિત આ 50 આગેવાનોએ બહુ કડક રીતે નિયમો બનાવ્યા. હા બેઠકમાં થોડી બોલાચાલી પણ થઈ પણ અંતે બધુયે સુખરૃપ પાર પડ્યું.
સમાજની સાથે રહેવું છે તેમની વચ્ચે ભળવું છે એ લાગણી સાથે મેલી મંથરાવટીની છાપ ભૂંસવાનો સકંલ્પ આજે ડફેર સમાજે કર્યો અને અલ્લાતાલા તેમજ જેમને એ વધુ માને છે તે પીરના સોગંદ સૌએ ખાધા અને સમાજના સારા કામમાં સૌ સાથે રહેશેની વાત કરી..ડફેર સમાજની સ્થિતિ ઘણી બદલાઈ છે. આજે મોટાભાગના લોક ગુનાહીત પ્રવૃતિમાંથી બહાર નીકળી ગયા છે. મહેનત મજૂરી કરીને જીવે છે તેમની આ સ્થિતિ સમાજ, પોલીસ જુએ. તેમના આ બદલાવને સ્વીકારી ગામ તેમને અપનાવે તે પણ જરૃરી…ખેર ડફેર સમાજને શુભેચ્છાઓ…
અમારા કાર્યકર તોહીદની આ પરિવારો માટે લાગણી પારાવાર એની મહેનત અને સમાજ ના દિલભાઈ, ઉમરભાઈ, લાખાભાઇ, રહેમાનભાઈ વગેરે ની જહેમતથી આજે બેઠક થઈ. સૌનો આભાર
#humanrights #Dafer #denotifiedtribes #noamdictribes #nomadsofindia #society #community #dafercommunity #rights #entitlements #gujarat #raiseyourvoice #education #housing #livelihood #policeatrocity #police #NTDNT

On 3rd January the Dafer leaders from entire Gujarat will congregate in Ahmedabad to deliberate on the solutions to their pertinent issue of police harassment and atrocities and plan ways to earn dignified living…

Mittal Patel during the meeting with Dafer Community
“We are so tired  of being constantly on the run our entire lives but the police never tires of  chasing us. Once upon a time some individuals from our tribe took up the some unlawful activities, today they have given up all those activities for good yet, the police keeps harassing them and us!!”
Mittal Patel meets the Dafer leaders of  North Gujarat
“For few individuals in a community the entire tribe is repeatedly  subjected to atrocious behaviour by police. How does one justify such harassment? Please help us stop this or one day we will kill ourselves at a police station!”
Dilabhai and Lakhabhai Dafer were in deep anguish when they  shared their plight with us. They reside in Rajpura village of Mehsana’s Kadi block. The families were under distress for three days after  some episode in Kadi had once again brought police to their Dangaa/settlement and resulted in arrest of the Dafer men.
The nomadic women of Dafer Community
It took great altercation and Tohid’s constant running around to release the arrested men. Every year we do witness 3-4 such instances of police atrocities. Last year we had Dilabhai’s entire Dangaa suffer massive destruction. Honestly, it is one episode after the other.
The current living condition of  nomadic families
We had a meeting with the Dafer leaders of North Gujarat. What is the solution to this constant anguish, how does one stop it?? It has been decided to hold a meeting in Ahmedabad to find answers to this quest.
On 3rd January the Dafer  leaders from entire Gujarat will congregate  in Ahmedabad to deliberate on the solutions to their pertinent issue of police harassment and atrocities and  plan ways to earn dignified living.
Mittal Patel during the meeting with Dafer Community
Dafer is an extremely marginalised and deprived community, there needs to be some focused  collective efforts for their inclusive growth,  for which we request the government to take the lead and plan some concreted measures.
The picture is of our recent meeting with the Dafer leaders of north Gujarat.
‘આખી જીંદગી પોલીસ અમારી વાંહે રહી ને અમે એમનાથી ભાગતા રીયા. પણ હવે થાઈકા બાપલા. પેલાં અમારામાંના કોક ક્યાંક આડા મારગે વળી ગ્યા’તા પણ હવે તો ભગવાનનો મારગ ઝાલ્યો સે, સતાંય પોલીસ કનડે!અમારા આખા સમાજમાં પાંચ – દહ માણહ ખરાબ નીહરે પણ આખો સમાજ એ દહ માણહના વાંકે પોલીસ દંડી નાખે ઈ ક્યાંનો ન્યાય? હવે આ બધાનું કાંક કરો નકર દવા પીને પોલીટેશણે જ મરી જાવું સે’
મહેસાણાના કડીના રાજપુરગામમાં રહેતા દીલાભાઈ અને લાખાભાઈ ડફેરે વલોવાતાં હૈયે આ વાત કરી. કડીમાં કોઈ બનાવ બનેલો ને પોલીસે એમના ડંગામાં જઈને પુરુષોને પકડી લીધેલા. ત્રણ દિવસ સખત હેરાનગતી આ બધાય પરિવારોને થઈ. છેવટે ઘણી માથાકૂટ કાર્યકર તોહીદની સતત દોડધામ પછી એ બધાને છોડાવવામાં અમે સફળ રહ્યા. પણ વરસમાં બે ચાર વખત આવી ઘટનાઓ તો ઘટે જ.
ગયા વર્ષે દીલાભાઈના આખા ડંગાની તોડફોડ કરેલી. આમ એક ઓલવાતું નથી ત્યાં બીજુ તૈયાર..
ઉત્તર ગુજરાતમાં રહેતા ડફેર આગેવાનો સાથે આ બાબતે બેઠક થઈ અને ડફેર સમાજે આ દશામાંથી છુટવા શું કરવું તેનું મનોમંથન કરવા અમદાવાદમાં એક બેઠક બોલાવવાનું આયોજન ક્યું.
ત્રીજીએ સમગ્ર ગુજરાતના ડફેર સમાજના આગેવાનો અમદાવાદમાં ભેગા થશું અને આ બધી માથાકૂટોમાંથી છુટવા, સ્વમાનભેર રોજગારી મેળવવા શું કરવું તેનું આયોજન પણ કરીશું.પણ એક વાત ચોક્કસ આ બહુ દુઃખી સમાજ છે એની ચિંતા કરી તેમના વિકાસના કામો થાય તે માટે સરકારને પણ વિનંતી કરીએ છીએ.
ફોટોમાં ઉત્તર ગુજરાતના ડફેર આગેવાનો સાથે થયેલી બેઠક.. તથા આ પરિવારો જે હાલમાં રહે છે એ પણ ફોટોમાં જોઈ શકાય છે.
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat