Mittal Patel will receive Narishakti Award at State and National level on International Women’s Day

When work gets Award, it becomes the occasion of happiness!
State Government along with Central government has respected my work with ‘Nari Shakti Award’, obviously I feel humbled with the recognition.
Initially those who had been asking the question, “who are the Nomadic Tribes?” are now aware about Nomadic Tribes. We are painstakingly trying since the year 2006 for this community, to get accepted by government and society. I would certainly say that by showing such a respect, everybody has accepted our family. Yes, there are problems but I am sure that it will also get solved. Everybody who supported me in this work has right for this recognition and respect. Their constant feelings and warmth as well as their trust in us has made this happened. 
I would also give credit to the people who are sensitive authorities in the government.
I bow down to the Nomadic Tribes and De-Notified Tribes who gave me chance to peep in to their lives, understood my feeling of being one among them, accepted, gave me chance to live with them and gave a hope that everything will be fine being with them. 
Many thanks to all my loving people… and to all my team whose support is very important to reach at this stage. 
My daughter Kiara and Maulik are the integral part of the team, their time share in my life which they gave up and the whole team of VSSM Trustees who gave me enough freedom, trusted me… I express immense gratitude to all…
I am grateful to the Minister Vibhavariben Dave, Officer Shri Digant Brahmbhatt, B. B. Patel, Pravinbhai Mali etc. who trusted me and recommended me for the recognition and Award…
કામને કોઈ સન્માને એ અવસર આનંદનો.
ભારત સરકારની સાથે રાજ્ય સરકાર પણ સન્માને એ મજાનું. હરખ તો થાય જ.
વિચરતી જાતિ એટલે કોણ એવા શરૃઆતી પ્રશ્નો પુછનારને આજે ખ્યાલ છે વિચરતી એટલે કોણ. 2006થી આ સમુદાયને સરકાર અને સમાજ સ્વીકારે એ માટેની મથામણ અમે સૌ કરતા ને આવા સન્માનથી અમારા આ પરિવારને સૌએ સ્વીકાર્યો તેવું ચોક્કસ કહીશ. હા પ્રશ્નો છે પણ એય હલ થશે એની ખાત્રી છે.
આ સન્માનના હકદાર આ કાર્યમાં મદદરૃપ થનાર સૌ. તેમની સતત હૂંફ,લાગણી અને અમારામાં દાખવેલી શ્રધ્ધાથી આ થયું.
સરકારમાં બેઠેલા સંવેદનશીલ વ્યક્તિઓને પણ આનો શ્રેય આપવો ઘટે.
અને વિચરતી વિમુક્ત જાતિઓને નતમસ્તક વંદન એમણે એમના જીવનમાં ડોકિયું કરવાની તક આપી ને તેમનામાંના એક હોવાની લાગણીને સમજી એમની સાથે જીવવાની તક આપી ને એમની સાથે ઊભા રહી સારુ થશેની આશા જન્માવી.
આભાર સૌ પ્રિયજનોનો… ને મારી આખી ટીમનો જેમના ટેકાથી આ બધુ ઊભુ થયું છે.
મારી દીકરી કિઆરા ને મૌલિક તો ટીમનો અભીન્ન હીસ્સો એમણે જતો કરેલો એમના હિસ્સોનો સમય ને vssmનુ ટ્રસ્ટી મંડળ જેમણે મને મોકળાશ આપી. મારામાં વિશ્વાસ મુક્યો.. સો પ્રત્યે કૃતજ્ઞતા…
આ સન્માન માટે રેકમન્ડ કરનાર સૌ મંત્રી શ્રી વિભાવરીબેન દવે, અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ્, બી.બી.પટેલ, પ્રવિણભાઈ માળી વગેરે જેમણે અમારામાં શ્રધ્ધા રાખી સૌનો આભાર..

#vssm #NomadsOfindia #NomadicTribes #DenotifiedTribes #MittalPatel #nationalawards #happiness #womensday #narishaktiaward #gratitude #મિત્તલપટેલ