175.00

SKU: GUJ-BK-001 Category:

Description

આપણા સમાજમાં, આપણી આસપાસ એક એવી પ્રજા પણ વસે છે જે આજીવિકા માટે ગામેગામ રઝળપાટ કરે છે, કાળી મજૂરી કરે છે, જીવન જીવવા માટે પોતાના ભાગ્ય સામે ઝઝૂમે છે. આવી વિચરતી, ઝૂરતી, ઝઝૂમતી પ્રજાનાં જીવનની વ્યથા અને કથા, પ્રસંગો, સ્મૃતિઓનું હૃદયસ્પર્શી આલેખન આ પુસ્તકમાં લેખકે કર્યું છે. જેમનું કોઈ ઘર નથી કે નથી કોઈ સરનામું એવાં આ સરનામાં વિનાનાં માનવીઓની કથની કોઈ પણ સંવેદનશીલ ઇન્સાનને હચમચાવી મૂકે એવી છે.

લેખક પોતે આ વિચરતી પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રવૃતિઓ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે.

ગુજરાતી ભાષાનાં લબ્ધપ્રતિષ્ઠિત સર્જક શ્રી માધવ રામાનુજનો આ પુસ્તક અંગેનો અભિપ્રાય જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.

Additional information

Weight 500 g
Dimensions 2 × 21 × 29.7 cm
Title

સરનામાં વિનાનાં માનવીઓ (Sarnama Vinana Manavio)

Author

Mittal Patel

Publication Year

2020

ISBN

9788172299200

Pages

175

Binding

Paperback

Language

Gujarati