VSSM'S IMMEDIATE RESPONSE TO COVID-19

Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

0
Ration Kits provided by VSSM directly
0
Families in distress received Ration Kits and Meals through VSSM's efforts
VSSM : Support for a better world.
VSSM : Support for a better world.
અધિકારીગણ અને અધિકારી બનાવની ઈચ્છા રાખનાર લખાણ લાંબુ છે પણ વાંચે એમ ઈચ્છુ...

નારણમૂર્તી ઈન્ફોસીસની સ્થાપના કરનારમાંના એક અને જેમને કોર્પોરેટ ગાંધી પણ કહ્યા છે. તેઓ કહેતા આપણે ઘણા ઉદ્યોગો સ્થાપ્યા, અવકાશમાં રોકેટ અને ઉપગ્રહ મોકલ્યા પરંતુ,આ બધામાં તમામ દેશવાસીઓ સુધી પાયાની જરૃરિયાતો આપણે પહોંચાડી શક્યા નથી.
દરેકને પૂરતું ભોજન, યોગ્ય દાકતરી સગવડો, રહેવા ઘર અને શિક્ષણ મળવું જોઈએ.. જેમાં આપણે ઊણા છીએ.. મૂર્તીએ આ વાત કહ્યાને પણ વર્ષો થયા છતાં...
ત્યાકે કોણ કરશે આ બધુ?
સરકારની મુખ્ય અને એ પછી સમાજની આ બાબતે ફરજ..
કોઈ વ્યક્તિને અધિકાર સાથે એક પદ મળે અને એ વ્યક્તિ એ પદનો યોગ્ય ઉપયોગ કરવા માંડે તો જે પરિણામ મળે તેનાથી હજારોનું ભલુ આપો આપ થઈ જાય..

સુરેન્દ્રનગરના કલેકટર શ્રી કે રાજેશ બહુ ઉમદા વ્યક્તિ. ગરીબ અને તકવંચિત જેમની પાસે રહેવા ઘર નથી તેવા પરિવારોને ઘર મળવા જ જોઈએ એવી ભાવના તેઓ રાખે અને તે માટે તેમણે જિલ્લાના તમામ અધિકારીઓને સાબદા કરી દીધા.

આપણે જાણીએ છીએ. રહેવા પ્લોટ કે રાશનકાર્ડ માટે ફાઈલો તૈયાર થાય પણ પછી એ ફાઈલો પર કાચબાની ગતિએ કામ થાય. કે રાજેશ દરેક ફાઈલોમાં શું તકલીફ છે તેનો જાયજો પોતે લે અને ફટાફટ કાર્ય પૂર્ણ કરવા સૌને સૂચના આપે.

જરૃર પડે જાત તપાસ માટે જાય અને ક્યાંક પોતે સાક્ષી બની જાય.
હું અમદાવાદમાં અધિકાર બનાવાના સમણાં સાથે આવી. પત્રકારત્વ ભણી અને ઘણા અધિકારીઓના સંપર્કમાં આવી. નકારાત્મક અભીગમ મોટાભાગનામાં જોવા મળ્યો. એ પછી વિચરતી જાતિઓ સાથેના કામોમાં પણ એજ અભીગમ. થકવાડી નાખે એટલા ધક્કા..
સીસ્ટમ બદલવા માટે સીસ્ટમનો ભાગ થવાનું મે માંડી વાળ્યું. હું પણ આમના જેવી થઈ જઈશ તો? મારો માંહ્યલો જીવતો રહે એ મારે મન મહત્વનું મે અધિકારી બનવાની મનછા બાજુએ મૂકી દીધી અને જેમાં હું રાજી હતી તે કાર્ય મે કર્યું...

પણ આજે કે રાજેશ.જેવા જૂજ અધિકારીઓની કાર્ય કરવાની પદ્ધતિ જોઈને રાજીપો થાય છે. બધાનો માંહ્યલો બદલાતો નથી એ પણ જોવું છું.
સરનામાં વગરના 789 પરિવારોને ખૂબ જ ટૂંકાગાળામાં કલેક્ટર શ્રી અને એમની ટીમે સરનામુ આપ્યું છે. અને આ કાર્ય અટક્યું નથી ચાલી જ રહ્યું છે..
તાજેતરમાં ધ્રાંગધ્રામાં રહેતા 89 દેવીપૂજક પરિવારોને રહેવા પ્લોટ મળ્યા. સૌ રાજી છે..

અમારા બીજા વિસ્તારમાં કાર્ય કરતા કાર્યકરો કહે છે, બને કે રાજેશ અમારા જિલ્લામાં આવી જાય તો સરકારી કચેરીમાં વર્ષોથી પેન્ડીંગ પડેલી અમારી ફાઈલો પણ સજીવન થઈ જાય..
હું હંમેશાં કહુ છુ આશા અમર છે..
કોરાનાને લીધે આજે કચેરીઓમાં કાર્યો પહેલાં પણ ધીમાં હતા એમાં વધુ ધીમાં થઈ ગયા છે ત્યારે કે રાજેશ વંચિતોના કાર્યો ધમધમાવીને કરી રહ્યા છે.
તેમના માટે મને વિશેષ આદર છે..
આજે હજારોની સંખ્યામાં યુવાઓ સરકારી અધિકારી બનવાના સમણાં સાથે તૈયારી કરી રહ્યા છે. આ બધાને દેશ કેવો બનાવો છે તે તમારા હાથમાં છે તેવું ખાસ કહીશ..

પૈસો જીવનમાં જરૃરી છે પણ એના માટે આંધળી દોટ નકામી છે. જીવનમાં એક તબક્કે આત્મ નિરીક્ષણ કરીએ ત્યારે સંતોષ થાય તેવું કરીને જઈએ તે મારા હિસાબે ઉત્તમ છે... વળી આવા વંચિતોના કાર્યોમાં આશિર્વાદના ભાથાની તો કોઈ કિંમત જ નથી..
આશા રાખુ અન્ય જીલ્લામાં પણ સુરેન્દ્રનગર મોડલ અનુસરાય...

આ કાર્ય કે. રાજેશ કરી શક્યા તે માટે તેમને મજબૂત પીઠબળ પુરુ પાડનાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી અને સમાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારનો ખૂબ આભાર..

કે. રાજેશને આગળ પણ આવા સુંદર કાર્યો કરવાની શુભેચ્છા...

#mittalpatel #vssm #collector
#collectorkrajesh #surendranagar
#surendranagarcollector #krajesh
#plotdistribution #housing #ntdnt
#Housing #nomadiccommunity
#denotifiedcommunity #goverment
#inspiration #motivational #inspirationoffcer
#govermentsupport #india #gujarat
VSSM : Support for a better world.
VSSM : Support for a better world.
નામ રીટા,

નાનપણથી મા-બાપને મૂર્તી બનાવતા જોયેલા. તે ગણેશચતુર્થી તો કરવી જ પડે એવું બરાબર ઠસ્સી ગયેલું. નુકશાન થાય ત્યારે કહીએ કે આવતી ફેરા ચતુર્થી નથી કરવી. પણ ચતુર્થી આવવાના ચાર મહિના પહેલાં તો મન પાછુ પાતળુ થઈ જ જાય. અમે રહ્યા બાવરી મૂર્તી બનાવવાનું કામ તો બાપ દાદાનું એટલે એમ કાંઈ છુટે?

પ્રદુષણની વાત સમજીએ પણ માટીમાંથી ગણેશ બનાવવા સહેલા નથી અને પાછુ વેચાય નહીં તો અમારા નાના છાપરાંમાં એને સાચવવા બહુ અઘરાં. એટલે પ્લાસ્ટર ઓફ પેરીસનો ઉપયોગ કરતા.

પણ આ ફેરા અમે નક્કી કર્યું માટીમાં કામ કરવાનું તે લ્યો માટીમાંથી ગણેશ બનાવ્યા. માટીમાંથી બનાવેલા ગણેશ મોંધા થાય. લોકો ભાવતાલેય ખુબ કરે. ઘણી વખત મળતરેય બહુ ના મળે..

તે હે બેન, તમે બધા પેલા મોલમાં જઈને ખરીદી કરો ત્યાં તમે પાંચ ઓછા લ્યો એમ કો છો? તો અમારી પાસેથી પાંચ ઓછા કેમ? ભાવતાલ ના કરે તો અમારેય ક્યાં વધુ કિંમત કહીને વેચવા છે? બસ મહેનતનું મળી જાય તો ઘણું.

કોરાનાના લીધે આ ફેરા ચતુર્થી કરવી શક્ય નહોતી પણ દર વખતની જેમ તમે (VSSM) મદદ કરી તે ચતુર્થી ફળશે એ આશાયે કામ કરીએ છીએ.બધે તકલીફ છે જાણીએ છીએ પણ વિધનહર્તા બધુ ઠીક કરશે..

અમદાવાદના રામદેવનગરની બાવરી વસાહતમાં ઘણા પરિવારોને સ્વમાનભેર રોજગારી મળી શકે તે માટે VSSMમાં અનુદાન આપનાર પ્રિયજનોની મદદથી મદદરૃપ થઈ રહ્યા છીએ જેનો આનંદ છે...

#MittalPatel #VSSM #Bavari
#livelihood #employment
#ganeshfestival #ganeshidol
#ecofriendly #interestfreeoan
#ganeshchaturthi #nomadiccommunity
#વ્યાજવગરલોન #ગણેશમુર્તિ
#રોજગારી #બાવરીસમુુદાય
VSSM : Support for a better world.
VSSM : Support for a better world.
VSSM Tree Plantation Drive

This Year VSSM planting 50,000
trees in different district of Banaskantha.
VSSM : Support for a better world.

If you would like to Donate

Kindly draw the cheques/DD of your donations in favor of
“Vicharta Samuday Samarthan Manch” or “VSSM”

For Indian Donation

Bank Name : Dena Bank
Branch Name : Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
RTGS/IFSC Code : BKDN0110857

For Foreign Donation

Bank Name : State Bank of India
Branch Name : Manekbaug , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 33732434635
SWIFT code : SBININBB410 (For Foreign Transactions Only)
RTGS/IFSC Code : SBIN0008052