To wed or get engaged saves the daughters of this particular village from a life of hell. Here is an opportunity to contribute to the weddings of such daughters!
Vadia village of Banaskantha has been known for unpleasant reasons. It is not only the girls; parents are also educating their sons. As a result, many boys have graduated from college.
Getting their daughters married has become a custom now. Many families even dread the name Vadia. Hence they have relocated to other places. Two daughters belonging to such families recently got married. The economic condition of these families is deplorable; many tried to lure them into sending their daughters into prostitution (which was the traditional occupation of this village). But the families remained determined, “how can we call ourselves parents if we push our girls into a life of hell?” was their firm reply.
If parents of all of Vadia’s daughters could think like so, the conditions would improve only for the better.
Well, we were instrumental in getting the two daughters married. US-based respected Shri Rameshbhai Shah provided huge support to meet the expenses of the weddings. We are grateful to Shri Shah for the support he has provided.
VSSM’s team member Rameshbhai has pledged to make sure each daughter of Vadia is married; we pray for his pledge to come true. Ramesbhai worked tirelessly during this wedding.
We wish both these daughters happiness and prosperity in their lives.
દિકરીઓના લગ્નમાં નિમિત્ત બનવું એ તો લાહવો. પાછુ એવા ગામની દીકરીઓ કે જ્યાં લગ્ન કે સગાઈ એ દિકરીઓને નર્કાગારમાં જતી રોકે.
બનાસકાંઠાનું વાડિયા. ત્યાંની શકલ હવે બદલાઈ રહી છે. પરિવારો દીકરીઓને સાથે સાથે છોકરાંઓને ભણાવી રહ્યા છે. કેટલાક દીકરાઓ ગ્રેજ્યુએટ પણ થયા.
દીકરીઓના લગ્નોની જાણે હવે પરંપરા બની ગઈ. ઘણા પરિવારોને તો વાડિયા નામથી પણ છોછ છે એટલે ગામ છોડી દીધું છે. આવા જ પરિવારોની બે દિકરીઓના લગ્ન હમણાં થયા. આર્થિક સ્થિતિ પરિવારની નબળી. મજૂરી કરીને નભે. લાલચો ઢગલો. દીકરી દેહવ્યાપાર કરે એમાં આપણે ક્યાં મેણું હોય એવું લોકો કહે. પણ આ પરિવારોએ કહ્યું દીકરી તો સાસરે શોભે. એને જાતે કરીને નર્કમાં ધકેલવાનું અમે કરીએ તો મા-બાપ શેના?
બસ આટલી વાત વાડિયાના દરેક મા-બાપ સમજી જાય તો સ્થિતિ બદલાઈ જાય..
ખેર આ દિકરીઓના લગ્નમાં અમે નિમિત્ત બન્યા. અમેરિકામાં રહેતા આદરણીય રમેશભાઈ શાહે આ બે દિકરીઓના લગ્ન ખર્ચમાં ઘણી મોટી મદદ કરી. તેમનો ઘણો આભાર.
અમારા કાર્યકર રમેશભાઈ ખડેપગે રહ્યા. તેમની નેમ ગામની દરેક દિકરી પરણે તેવી.. તેમની આ ભાવનાને પણ પ્રણામ.
બાકી બેય દિકરીઓ સુખી થાય તેવી શુભભાવના…
#miitalpatel #vssm #prostitution #savelife #marrige