“Ben, whenever we are asked which village we belong to, we feel embarrassed to reveal that we belong to Vadia. Out village has always carried a bad image. And we want to change that image, wipe off that stigma. We are ready to work hard and with your support we want to change that image!!”
Tag: Nomadic Tribes
Compartment Bunding in Vadia- Returning the Favour of Mother Nature…
With the desilting and deepening of 45 lakes in Banaskantha, we were eagerly awaiting the arrival of rains that would fill up these thirsty and parched lakes. However, the rain gods decided otherwise. The entire region received almost no rain. Narmada that has turned out to be lifeline of Gujarat is also drying up soon.
The forecast is that Gujarat is heading towards potable water crisis this year. Chances are that even drinking water will be hard to access this summer.
ગુજરાતથી વરસાદ રીસાયો.
બનાસકાંઠામાં અમે 45 તળાવો ખોદાયા.
ગામના તમામ અમી દૃષ્ટિએ વરસાદની રાહ જોતા રહ્યા પણ વરસાદ તો સાચે રીસાયો..
આખો પંથ કોરો ભઠ્ઠ રહ્યો. નર્મદા જીવાદોરી. પણ એના નીરેય આવતા ઉનાળા સુધી ખુટવાના..
પીવાનું પાણી મળી રહે તોય ઘણું એવો ઘાટ ઘડાયો..
વરસાદ રીસાયો પણ આપણાથી થોડી એની કટ્ટી કરાય.
એના આવવાની રાહમાં તો લાલ જાજમ પાથરવાની..
બનાસકાંઠાના વાડિયાએ આવી જ લાલજાજમ પાથરી..
આખરે ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં એ થીયરીથી થોડા આગળ ચાલી ખેતરનું પાણી ખેતરમાં એ વાત ઉપર અમે આવ્યા.
સ્ત્રી સરાણિયા સહકારી મંડળીના ચાલીસ ખેડુત ખાતેદારોના ખેતરોમાં VSSM એ કંપાર્ટમેન્ટ બંડીંગ કર્યું. ખેતરમાં પાણીનો ઢાળ જે બાજુ હોય તે બાજુ શેઢાની અંદરની બાજુ સળંગ મોટા ખાડા કર્યા જેથી ખેતરમાંથી વરસાદી પાણી વહીને આ ખાડામાં જ આવે ને ત્યાંથી જમીનમાં ઉતરે. (ફોટોમાં કંપાર્ટમેન્ટ બંડીંગ જોઈ શકાય છે)
વાડિયા જેવું સૌની નજરે નાસમજ ગામ પાણીનું મહત્વ સમજે એનાથી રૃડુ શું.
A gift that proved to be a great source of income at Vadia
VSSM and the Saraniyaa families of Vadia approach the Collector for allotment of residential plots….
Thank you Well-Wishers this wedding ceremony was not possible without your support…

Work begins in Vadia for rainwater harvesting…..
A few of weeks back we had written about our efforts on sensitising the community of Vadia towards rainwater harvesting. Our constant well wisher and guide Shri. Rashminbhai Sanghvi from Mumbai had briefed the families on the same and provided guidance on how to go about it. He had advised them to deepen the already existing ditch the village had in its periphery. This was intended to accumulate the rain water so as to recharge the ground water.

The community of Vadia is on a path of rehabilitation. The families are choosing to stop pushing their daughters in to sex trade, instead they are sending them away for education. So creating other sources of income for these families is very crucial. Agriculture is becoming one of the prime occupations here but availability of water is a big issue. One bore well isn’t enough to meet the demands of a 100 families. Hence it is important these families harvest whatever little rain the region receives.

Will the families do it was a big question because it was not an individual job but a community effort as the common property was being created. To our surprise the families have began digging a canal to take the rain water to this large ditch (as seen in the picture).

On behalf of the organisation am thankful to our donor and well wisher Shri. Rameshbhai Kacholia for providing the financial support for deepening the ditch. The community of Vadia requires our support, once they are up and about they will not need our help and the demonstration of such sincerity shows that day isn’t very far…..
વાડીયાના પરિવારોએ વરસાદી પાણી સંગ્રહ કરવા કેનાલ ખોદવાનું શરુ કર્યું…
બનાસકાંઠાના વાડિયા માટેની એક ધારણા જનમાનસ ઉપર પડી ગયેલી કે આ ગામના લોકો કોઈ દિવસ મહેનતનું કામ ના કરે. એમને એમની બહેન –દીકરીઓને દેહવ્યાપાર કરાવીને સરળતાથી મળતાં પૈસામાં જ રસ છે. જોકે આ વાત કેટલાક અંશે મોટાભાગના પરિવારો માટે સાચી પણ હતી. ગામના પુરુષોની કામ કરવાની કોઈ માનસિકતા જ નહોતી. પણ હવે આ પરિવારો પોતે આ દોઝખ ભરી જિંદગીમાંથી બહાર આવવા ઈચ્છે છે. ખેતીવાડી તો એમણે શરુ કરી છે. જ્યાં પાણી પહોચે એવી તસુ એ તસુ જમીન એમણે ખેતીલાયક કરી દીધી છે અને એમાં કાળી મજૂરી કરવા માંડી છે.
ગામમાં સિંચાઈ માટે એક બોરવેલ છે જે પુરતો નથી બીજો બોરવેલ કરવો છે. પણ એ પહેલાં જમીનમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને બોર બનાવીને પાછું પાણી ખેંચવાનું? જમીનમાં પાણી ઉતાર્યા વગર ખેંચ્યા જ કરીશું તો એક વખત પછી એ પાણી પણ ખૂટવાનું. વળી બોરવેલ ચલાવવાનો ખર્ચ પણ ખરો. આ બધી બાબતો ઉપર મુંબઈના આદરણીય શ્રી રશ્મિનભાઈ સંઘવીએ આ પરિવારો સાથે ખુબ વિગતે વાત કરી અને ઉકેલરૂપે જમીનમાં પાણી ઉતારવાનું, ગામમાં તળાવ તો ના કહી શકાય પણ એક મોટો ખાડો છે એને ઊંડો કરીને ગામનું ચોમાસાનું તમામ પાણી એ ખાડામાં ભરવાનું નક્કી થયું. આ બધું નક્કી તો થયું પણ આ લોકો કામ કરશે કે કેમ એ પ્રશ્ન હતો. કામ વ્યક્તિગત નહિ પણ સહિયારું હતું એટલે. પણ આશ્ચર્ય વચ્ચે એમણે તળાવ (ખાડા)માં પાણી લઇ જવા માટે કેનાલ ખોદવાનું કામ શરુ કરી દીધું છે. જે ફોટોમાં જોઈ શકાય છે.
સંસ્થાગત રીતે vssmના શુભેચ્છક દાતા શ્રી રમેશભાઈ કચોલીયાએ તળાવ ઊંડુ કરવા માટે આર્થિક મદદ કરવા કહ્યું છે. આ પરિવારોને એક વખત બેઠા કરવાની જરૂર છે અને એ થઇ જશે પછી એમને આપણી જરૂર નહિ રહે.. અને એ દિવસ ઝટ આવશે એ હવે લાગી રહ્યું છે..
As Vadia moves forward……

A lot has been written about the on Vadia a village where in prostitution is practised as a traditional occupation. And no one can deny this fact, the families here still need to fall back on prostitution as there is absence of other options of earning livelihood. This precisely was the reason why almost six decades ago few women of this village had taken up this trade to meet the needs of their family. Later as time went by pimps entered this village and the trade. For them money was of utmost import ace and hence a practice that was taken up voluntarily began to be forced upon small and young girls of this village. The men in the families rather than working to earn living enjoyed the incomes the women fetched. The families also began to fall prey of the debt traps that the pimps strategically weaved around them. The victim families have had no option but to push their daughters/sisters in to prostitution.
VSSM has been working in Vadia since 2006. The activities of VSSM in this village influence social, economical, education aspects of the families here. A lot of families have pledged to stop sending the daughters in their families into prostitution. VSSM is striving to pull these families out of the traps of the pimps, it supports families and youth willing to start up their own business so that the women in their families can live a dignified life.
The picture below is of young man who has set up his own kiosk with the funds provided by VSSM.
ગુજરાતીમાં અનુવાદ..
‘બનાસકાંઠાના વાડિયાગામના સરાણીયા પરિવારો પોતાની બહેન દીકરીઓ પાસે દેહવ્યાપાર કરાવે છે’ આ લખાણ સાથે વાડિયાની કેટલીયે વાર્તાઓ અત્યાર સુધી વિવિધ માધ્યમોમાં છપાઈ ગઈ છે. જોકે આ હકીકત પણ હતી. (અલબત આજે પણ કેટલાક પરિવારોમાં આજ સ્થિતિમાં જીવે છે) આર્થિક મુશ્કેલી અને રોજગારના વિકલ્પો ના શોધી શકવાના કારણે આ ગામમાં વસતા પરિવારોની દીકરીઓએ આજથી ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં દેહવ્યાપાર અપનાવેલો. પણ પછીતો દલાલોને આ લોહી
ના વ્યાપારમાં પૈસા દેખાતા એ સક્રિય થયા અને કોઈ પરિવારની ઈચ્છા પોતાની દીકરીને આ દોઝખભરી જિદગીમાં ધકેલવાની ના હોય તો પણ એનકેન પ્રકારે ફરજ પાડવામાં આવે. જેમકે જરૂરિયાતના સમયે પૈસા આપે અને એ પૈસાનું તગડું વ્યાજ ગણે. આ વ્યાજ સહિતની રકમ ત્યાં સુધી માંગવામાં ના આવે જ્યાં સુધી આ પરિવારની દીકરી ૧૦ કે ૧૨ વર્ષની ન થાય અને દીકરીની ઉમંર ૧૦ – ૧૨ ની થાય એટલે એ પરિવારનું જીવવું હરામ કરી નાખે. છેવટે એ પરિવારને પોતાની લાડલી દીકરીને આ વ્યવસાયમાં મુકવાની ફરજ પડે. આ પરિવારોથી આસપાસના ગામલોકો પણ આભડછેટ રાખતા હોય એટલે ક્યારેય મદદમાં ના આવે. (જોકે હવે વાડિયાગામની આસપાસના ગામલોકો આ પરિવારોને મદદરૂપ થઇ રહ્યા છે.)
૨૦૦૬ થી આપણે આ ગામમાં કામ શરુ કરું છે. ગામના વિકાસની સાથે જે પરિવારો દલાલોની ચુંગાલમાંથી નીકળવા ઈચ્છતા હોય તેમને આપણે આવકના સાધનો ઉભા કરવામાં મદદરૂપ થઇ રહ્યા છીએ. ગામના પુરુષો પહેલાં કામ કરવાનું ટાળતા આજે એ vssm પાસેથી લોન લઈને એમને ગમે અને ફાવે તેવા વ્યવસાય કરી રહ્યા છે અને પોતાના પરિવારની દીકરીઓને સમાજમાં માન સન્માન મળે એ માટે પ્રયત્ન કરે છે. નીચે ફોટોમાં આવા જ એક યુવાને vssmની મદદથી ગામમાં ગલ્લો કર્યો છે અને એમાંથી સારું કમાઈ રહ્યો છે…
Winds of Change…….
Even before a girl is born, her fate is sealed in the village of Vadia. It is an unwritten rule of this small village tucked between the boundaries of Gujarat and Rajasthan that if a girl is born she will have to take up ‘prostitution’ thetrade that women of this village have been practicing traditionally. Another unwritten code that that this village practices is if the girls is engaged or married when she is young she will never be allowed to enter the occupation of prostitution. Hence marriage became important for the girls of Vadia if they had to save themselves from the clutches of such horrifying trade.

VSSM has been working in Vadia since 2006. With the support and contributions from our well-wishers we have been able to create opportunities for the villagers to earn their livelihood with dignity. We have been able to bring about a change, which is much evident in the village. The infrastructure facilities have changed the façade of the village, the village is also witnessing a gradual yet consistent shift in public attitude . They are showing readiness to stop sending their daughters into flesh trade and try other options to earn living. Last year, 90 families pledged to stop pushing their daughters into flesh trade.

In March 2012 Vadia witnessed its first ever-mass marriage ceremony. The ceremony was able to ignite the much-needed faith of the families in the institution of marriage. On March 24th this year two daughters from Vadia got married and so did another two, Bhanu and Savitri on March 26th this year. The marriage took place in the city of Palanpur amidst the presence of leading social and administrative leaders of the district. The district collector was also present in the ceremony. He was briefed about the winds of change that are sweeping Vadia. He has promised to do the needful and help us maintain the momentum.
The leading citizenries of Palanpur Dr. Surendra Gupta, Shri.BharatbhaiThakor, ShriKanubhaiAcharya, ShriBhagwandasBandhu were present at the ceremony. Their presence uplifted the morals of the community. These gentlemen also helped in easing out some financial burden of this wedding.
We are very thankful to all those who have been our pillars of strength in this extremely difficult struggle of securing freedom for the daughters of Vadia…
ગુજરાતીમાં અનુવાદ ..
વાડિયામાં લગ્નોની પરંપરા શરુ થઇ ગઈ…
બનાસકાંઠાના થરાદ તાલુકાના વાડિયા ગામમાં સરાણિયા પરિવારો વસે છે. કોઈ એવી નાજુક સ્થિતિમાં રોજગારીનો વિકલ્પ ના મળતા આ ગામની દીકરીઓએ દેહવ્યાપાર અપનાવ્યો. ધીમે ધીમે ગામની એક પરંપરા જ બની ગયેલી કે, દીકરી જન્મે એટલે એ દેહવ્યાપારમાં જ જોડાય. આ ગામની એક પરંપરા એવી પણ બની કે, એક વખત દીકરીના લગ્ન કરવાનું નક્કી થાય તો એ દીકરી ક્યારેય દેહવ્યાપાર નથી કરતી અને મોટાભાગે લગ્ન કરાવવાનો નિર્ણય દીકરી નાની હોય ત્યારે જ લેવાય છે. આમ વડીયામાં દેહ્વ્યાપારની જિંદગીમાં જતિ દીકરીઓને બચાવવાનો એક ઉકેલ લગ્ન પણ છે.
vssm વાડીયામાં ૨૦૦૬ થી કામ કરે છે ગામમાં ઘણા બદલાવ આવ્યા છે. સંસ્થાના શુભચિંતકોની મદદથી ગામનાલોકોને રોજગારીના સાધનો ઉપલબ્ધ થયા છે. ટૂંકમાં ગામનું જીવન ધોરણ બદલાયું છે. વાડીયાના ૯૦ પરિવારોએ પોતાની દીકરીઓને દેહવ્યાપારમાં નહિ મુકવાનો નિર્ણય કર્યો છે. આ પરિવારની દીકરીઓ હવે પરણવા માંડી છે. માર્ચ ૨૦૧૨માં આપણે પ્રથમ સમુહલગ્ન કર્યા. એ પછી તા.૨૪ મે ૨૦૧૪ના રોજ બે દીકરીઓના લગ્ન થયા અને તા. ૨૮ મે ૨૦૧૪ ના રોજ ભાનુ અને સાવિત્રીના લગ્ન થયા. આમ વાડીયામાં હવે લગ્નની પરંપરા શરુ થઇ ગઈ છે.
તા.૨૮મે ના રોજ આયોજિત લગ્નમાં જીલ્લા કલેકટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા પોલીસ અધિક્ષક શ્રી અશોક યાદવ ઉપસ્થિત રહ્યા. કલેકટર શ્રીએ વાડિયાના પ્રશ્નોમાં શક્ય તમામ રીતે મદદરૂપ થવાની ખાત્રી આપી. આ સમૂહલગ્નમાં પાલનપુરના જાણીતા ડૉ. શ્રી સુરેન્દ્રભાઈ ગુપ્તા, શ્રી ભરતભાઈ ઠક્કર અને જાણીતા સાહિત્યકાર શ્રી કનુભાઈ આચાર્યે વગેરે જેવા શુભચિંતક સ્વજનોએ આર્થિક રીતે ઘણી મદદ કરી. વાડીયામાં વસતા પરિવારોને નવું જીવન આપવામાં નિમિત બનનાર સૌ સ્વજનોનો આ તબક્કે આભાર માનીએ છીએ.
એક ફોટોમાં નવદંપતી છે તો બીજા ફોટોમાં કલેકટર શ્રી મહેન્દ્રભાઈ, પોલીસ અધિક્ષક શ્રી અશોક યાદવ, ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, શ્રી કનુભાઈ આચાર્ય નજરે પડે છે.