VSSM were instrumental in getting the two daughter’s Wedding of Vadia Village….

VSSM were blessed with the opportunity to marry 2 daughters of Vadia

To wed or get engaged saves the daughters of this particular village from a life of hell. Here is an opportunity to contribute to the weddings of such daughters!

Vadia village of Banaskantha has been known for unpleasant reasons. It is not only the girls; parents are also educating their sons. As a result, many boys have graduated from college.

Getting their daughters married has become a custom now. Many families even dread the name Vadia. Hence they have relocated to other places. Two daughters belonging to such families recently got married. The economic condition of these families is deplorable; many tried to lure them into sending their daughters into prostitution (which was the traditional occupation of this village). But the families remained determined, “how can we call ourselves parents if we push our girls into a life of hell?” was their firm reply.

If parents of all of Vadia’s daughters could think like so, the conditions would improve only for the better.

Well, we were instrumental in getting the two daughters married. US-based respected Shri Rameshbhai Shah provided huge support to meet the expenses of the weddings. We are grateful to Shri Shah for the support he has provided.

VSSM’s team member Rameshbhai has pledged to make sure each daughter of Vadia is married; we pray for his pledge to come true. Ramesbhai worked tirelessly during this wedding.

We wish both these daughters happiness and prosperity in their lives.

દિકરીઓના લગ્નમાં નિમિત્ત બનવું એ તો લાહવો. પાછુ એવા ગામની દીકરીઓ કે જ્યાં લગ્ન કે સગાઈ એ દિકરીઓને નર્કાગારમાં જતી રોકે.

બનાસકાંઠાનું વાડિયા. ત્યાંની શકલ હવે બદલાઈ રહી છે. પરિવારો દીકરીઓને સાથે સાથે છોકરાંઓને ભણાવી રહ્યા છે. કેટલાક દીકરાઓ ગ્રેજ્યુએટ પણ થયા.

દીકરીઓના લગ્નોની જાણે હવે પરંપરા બની ગઈ. ઘણા પરિવારોને તો વાડિયા નામથી પણ છોછ છે એટલે ગામ છોડી દીધું છે. આવા જ પરિવારોની બે દિકરીઓના લગ્ન હમણાં થયા. આર્થિક સ્થિતિ પરિવારની નબળી. મજૂરી કરીને નભે. લાલચો ઢગલો. દીકરી દેહવ્યાપાર કરે એમાં આપણે ક્યાં મેણું હોય એવું લોકો કહે. પણ આ પરિવારોએ કહ્યું દીકરી તો સાસરે શોભે. એને જાતે કરીને નર્કમાં ધકેલવાનું અમે કરીએ તો મા-બાપ શેના?

બસ આટલી વાત વાડિયાના દરેક મા-બાપ સમજી જાય તો સ્થિતિ બદલાઈ જાય..

ખેર આ દિકરીઓના લગ્નમાં અમે નિમિત્ત બન્યા. અમેરિકામાં રહેતા આદરણીય રમેશભાઈ શાહે આ બે દિકરીઓના લગ્ન ખર્ચમાં ઘણી મોટી મદદ કરી. તેમનો ઘણો આભાર.

અમારા કાર્યકર રમેશભાઈ ખડેપગે રહ્યા. તેમની નેમ ગામની દરેક દિકરી પરણે તેવી.. તેમની આ ભાવનાને પણ પ્રણામ.

બાકી બેય દિકરીઓ સુખી થાય તેવી શુભભાવના…

#miitalpatel #vssm #prostitution #savelife #marrige

VSSM Coordinator Rameshbhai attends wedding ceremony
VSSM coordinator with Groom bride and other family members
US-based respected Shri Rameshbhai Shah provided huge support to meet the expenses of the weddings

VSSM and the Saraniyaa families of Vadia approach the Collector for allotment of residential plots….

A couple of years back a substantial number of families walked out of the infamous Vadia to start their life afresh!! The intent behind this movement was not  only to walk away from the physical space of Vadia but also from the occupation practiced in Vadia and stigma attached to being from that village. Sadly though the stigma just does not seem to let them be!! A recent episode has brought back the pain of belonging to Vadia in the lives of these nomadic families.

 

The families who had gathered to present their case before the District Collector..
“Our daughters are teased and harassed when they go to fetch water. Our neighbours keep inquiring, if we are from Vadia!! We left Vadia and inspite of trying so hard Vadia just isn’t prepared to let us be!! Until now no one had sensed that we belonged to Vadia but ever since one of the daughters belonging to Vadia has eloped the horrors have come back knocking our doors. The grocers, the houses we work at all of them have sensed our identity and they want us to vacate the huts we stay in, what are we supposed to do now? Where do we go with our young daughters, we do not want to return to Vadia, we do not want our daughters to fall prey to prostitution!! We would be extremely thankful to the government if it helps us find a place to create a roof on head and live in peace!!” This was the collective urge of the pain stricken families who once stayed in Vadia.
On 26th September 2016 Rameshbhai, Soni Ma, Ani Masi and 40 other individuals,  once belonging to Vadia and VSSM’s Shardaben reached the Collector’s office to make a concrete presentation of their issues. Since last two years we have been requesting to the authorities to allot plots to these families. As evident it is the officials have preferred to avoid the requests. Obviously, the endurance levels of these families are withering. “We have been asked to leave our current lodging and now that everyone knows we are from Vadia finding a new place is going to be impossible. Under such circumstances it would be wise if we built our shanties in the compound of the Collector’s office!!
If the authorities continue to ignore the repeated requests the families will be left with no choice  but to  take such extreme steps,  since now they have no other place to call home!!!
We would want a peaceful resolution to the issue and hope the authorities understand the conditions of these families and provides them with some place to build their homes!!!
સરાણિયા પરિવારોને પ્લોટ મળે તે માટે vssm દ્વારા રજૂઆત કરવામાં આવી…
બેન પાણી ભરવા જતી અમારી દીકરીઓની છેડતી કરવામાં આવે છે. તમેય વાડિયાના છો એવું અમારા છાપરાંની આજુ બાજુ રહેતા લોકો પૂછે છે. શું જવાબ આપવો. ગામમાં ચાલતા ખરાબ ધંધાથી અમે કંટાળ્યાતા અને એટલે જ અમે ગામ છોડ્યું હતું. પણ જુઓને વાડિયા અમારો પીછો છોડતું નથી. એનાથી અમે મથીયે તોય છૂટા થઈ નથી શકતા. અત્યાર સુધી પાલનપુરમાં રહેતા પણ કોઈને ખબર નોતી કે અમે વાડિયાના છીએ પણ ગામની એક છોકરી ભાગી અને એના કારણે આખા બનાસકાંઠામાં ખબર પડી. અમારા છાપરાંની બાજુમાં રહેતા દુકાનવાળા, સોસાયટીવાળાનેય ખબર પડી કે અમે વાડિયાના એટલે હવે બધા લોકો અમારાં છાપરાં ખાલી કરાવે છે. શું કરીએ?
જુવાન દીકરીઓને લઈને અમે ક્યાં જઈએ. અમારે એ ગામમાં જવું નથી, એ ગામનો કોઈ પુરાવોય નથી જોઈતો, અમારી દીકરીઓને અમારે ખરાબ ધંધાય નથી કરાવવા. અમને માથુ ઘાલવા અમારી એક જગ્યા મળી જાય તો આખી જીંદગી સરકારના આભારી રહીશું.
પોતાના માથે લખાયેલી વાડિયાના નામની છાપ ભૂંસવા પ્રયત્નો કરતા રમેશભાઈ, સોનીમા, અનીમાસી વગેરે જેવા 40 વ્યક્તિઓ તા.26 સપ્ટેમ્બરના રોજ કંટાળીને કલેક્ટર કચેરીએ vssmના કાર્યકર શારદાબહેન સાથે રજૂઆત માટે ગયા. આમ તો vssm દ્વારા આ પરિવારોને પાલનપુર આસપાસમાં રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ પણ કોઈ જવાબ નથી. આ પરિવારો કહે છે, ‘હાલમાં જ્યાં રહીએ છીએ ત્યાંથી વાડિયાના છો એમ કહીને કાઢી મૂકે છે અને હવે તો આખા પાલનપુરમાં ખબર પડી ગઈ કે અમે વાડિયાના છીએ એટલે કોઈ પોતાના ત્યાં રહેવા નહીં દે. આવામાં કલેક્ટર કચેરીએ જ ડંગા લઈને બેસવાનું નક્કી કરી રહ્યા છીએ.’
સરકાર ના સાંભળે તો ના છૂટકે આવા નિર્ણયો પણ કરવા પડે. ખેર અમે તો આશા રાખીએ કે કલેક્ટર આ પરિવારોની વેદના સમજે અને એમને કોઈ જ પ્રકારના આંદોલન કે ઘરણાં વગર રહેણાંક અર્થે પ્લોટ મળે…
ફોટોમાં રજૂઆત માટે આવેલા પરિવારો..