Makhanu village shows awareness towards environment conservation by tree plantation…

Mittal Patel with Makhanu village sarpanch and his team
geared up for the tree plantation drive

“Ben, we shall not only plant trees, but also create a nursery for plants.  We already have a person assigned with the responsibility of raising and caring for the trees. . Along with the trees we will raise 400-500 saplings for the plantation drive next year. This way we can plant trees over the land where the  gando baval  rules these days. The village wasteland will transform to green from the arid it is right now.”
Mittal Patel with Ashokbhai and Narsinhkaka our tree
guardian

Bhanabhai, sarpanch of Makhanu village was quite confident that this shall happen, “ It is not easy to carry our development related tasks these days. But the entire Makhanu Panchayat will stand besides us. Our Panchayat team is extremely strong and determined and we have the cooperation of our members.”
Makhanu lake after digging
Bhanabhai’s narration on the village dynamics is absolutely true. There are Sarpanch who would go beyond their responsibility to get the work done, they would also never hesitate to spend their own money towards public works  while there are others who can be extremely selfish too.  It was because of  the leadership of Makhanu that we could get two lakes deepened from the contribution of the villagers while the third one deepened with government support.
The village  collectively decided to appoint Narsinhbhai as the caretaker for the trees, from 15th May onwards he will start preparing the soil and plantation beds for the upcoming tree plantation drive.

Bhanabhai and others have agreed to take up the responsibility of monitoring and driving the effort.

In the pictures – The lake that was flat and filled up after we deepened, the Makahnu Sarpanch and his team geared up for the plantation drive, Narsinh kaka our tree guardian and Ashokbhai.

‘બેન આ ફેરા ઝાડખા વાવશું ઈની હારો હાર નર્સરીયે કરશું. ઝાડખાની હાચવણી હાતર મોણસ તો રાખેલો જ હ. આ ઝાડખા હારોહાર બહો પાંનસો રોપા ઉસરે તો આવતા ચોમાસે ગોમના ચરામાં થેલા બાવળિયા કાઢીન તો આ રોપા રોપીએ તો ઘણી લીલોતરી થઈ જાય…’
મખાણું ગામના સરપંચ ભાણાભાઈ આ કામ થશે એવા ભરોષા સાથે આ વાત કરી રહ્યા હતા..
એમણે કહ્યું,
‘પંચાયતના બધા સભ્યો આપણા કોમમાં આપણી હારો હાર ઊભા રેસે. અમાર સભ્યોની ટીમ મજબૂત હ. સભ્યોના સાથ સહકાર ઘણો હ નકર ગોમમાં વિકાસના કોમો કરવા આજ હેલા નહીં.’
ભાણાભાઈની વાત સો ટકા સાચી. કેટલાક ગામોમાં સરપંચ બહુ ઉત્સાહી પોતાના ઘરના પૈસા કાઢીને કામ કરે એવા તો કેટલાક સખત સ્વાર્થી…
ખેર મખાણુંની આવી મજબૂત ટીમના લીધે અમે ગામમાં બે તળાવો ગ્રામજનો અને એક તળાવમાં સરકારની મદદ લઈને ઊંડા કરી શક્યા.
ગામના નરસીહભાઈને પંચાયતના તમામ સભ્યોએ મળીને ઝાડની જાળવણી માટે સેવક સહાય સાથે નિયુક્ત કર્યા.
આગામી 15મેથી જ્યાં ઝાડ વાવવાના છે તે જગ્યા ફરતે વાડ કરવાનું નરસીહભાઈ શરૃ કરશે.
ભાણાભાઈ અને પંચાયતના અન્ય સભ્યોએ આ ઝાડની દેખરેખની જવાબદારી સ્વીકારી.
ફોટોમાં જ્યાં પહેલા નામનું જ તળાવ હતું તે તળાવ જે અમે ઊંડું કર્યું…
તથા વનીકરણ માટે સજ્જ મખાણું સરપંચની આગેવાનીમાં પંતાયતની ટીમ, 
અશોકભાઈ તથા ઝાડની માવજત કરવાની જેમને જવાબદારી સોંપી છે તે નરસીંહકાકા.
#VSSM #MittalPatel #VSSMMittalPatel #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation

Will these Dafer families live in their own house in this lifetime??

Mittal Patel in Dafer Danga

“When did we ever have the proofs of our identification, our entire life  has been  spent wandering around the wastelands. It was our good fate that almighty sent you and Tohidbhai otherwise who else was prepared to hold our hand. In fact, we have suffered a lot. The moment we saw someone dressed in Khakhi (colour synonymous to police uniform in India) we would run for our lives. But because of you  we are at peace now and life has offered us hope.”

Dafer Danga at Rajpur
“Ben, can you help us with land to build a house. How long will we stay in shanties like these?”
Lakhabhai Dafer a resident of Rajpur, Mehsana and many like him have weaved a dream of a home and keep requesting us for the same.
We have filed the applications  and submitted it to the concerned department however, for some or the other reasons the  applications are refusing to move forward to see the light of the day.
“We will get to stay in our own house in this lifetime, right?” curious  Lakhabhai and Dilabhai raise questions we have yet to find answer to.
“Ben, we even have voter ID cards now, so why is it so  difficult to find land for us??”  inquired Lakhabhai and others showing me their voter ID cards when I was at their settlement recently.
Honestly, I have now answers to all these questions. But, I wish these questions reach those concerned who have decided to remain blind to the plight of these families and turned a deaf ear to their repeated requests.
‘સીમાડે રઝળતા અમારી કને અમારી ઓળખના એકેય આેધારો ચો હતા. એ તો હારા પરતાપ માલીકના કે તમન ન તોહીદભઈન મેલ્યા. નકર અમારુ કુણ ધણી થાતુ તુ. બહુ દુઃખ વેઠ્યું, જંગલી પ્રાણીઓ ઘોડે ખાખી વરદીન ભાળી ન નાહતા ફરતા પણ હવે બધી વાતનું હખ હ.’
‘બેન રેવા બલ્લે જમીનું કોક કરી દો ન ચો હુદી ઓમ સાપરાંમો પડ્યા રેવાનું?’
મહેસાણાના રાજપુરમાં રહેતા લાખાભાઈ ડફેર અને તેમના જેવા બધાયની ઘર બાંધવા પોતાની જમીન મળે એવી એક જ વિંનંતી.
દરખાસ્ત આખી તૈયાર કરીને આપી દીધી છે પણ કોણ જાણે આ દરખાસ્તના નિકાલનું મુહરત નથી નીકળી રહ્યું.
લાખા ભાઈ અને દીલાભાઈ કહે એમ,
‘અમારા જીવતા ઘર જડી તો જાહે ને?’
મનેય નથી ખબર શું થવાનું…
એમની વસાહતમાં ગયા ત્યારે લાખાભાઈને અન્ય સૌએ મતદારકાર્ડ બતાવ્યા અને કહ્યું, ‘બેન હવ તો કેડેય જડી ગ્યા તોય ઘર કેમ નથી આલતા??’
જવાબ મારી પાસે નથી….
પણ હવે બહેરા કાનને આ અવાજ સંભળાય એમ ઈચ્છીએ…
#MittalPatel #VSSM #NomadsOfIndia #Dafer

Remarkable efforts by Roopsinhbhai and the village people for tree plantation in Bhimpura village…

Mittal Patel with Roopsinhbhai
“Yes of course I will do it, there is no  task  as noble as raising  trees. These trees have favoured me a lot, I will surely take up the task.”
We  found Roopsinhbhai in Bhimpura, a person who showers love and affection on the trees as he would on  his own children.  He was responding to our inquiry whether he would be interested in taking up the responsibility of raising the trees we intend to plant  in his village as part of VSSM’s campaign to make Banaskantha green and water sufficient once again.
Mittal Patel addressing a meeting in Bhimpura with the
community leaders
We have initiated the planning for the mentioned campaign of planting trees. Meetings are underway to decide the first phase of villages to be covered under the tree plantation drive during this monsoon. There are villages who have approached us with the request of planting trees in their villages. If they agree to the precondition of providing contribution and take up the responsibility of watering and caring for  the trees regularly only then will we initiate the program in any village.
Mittal Patel Roopsinhbhai and others alongside the
lavish green trees he has raised
We had a meeting in Bhimpura with the community leaders Khumabhai and others. They agreed to raising Rs. 20 every month per house and water the trees as well. The amount raised will serve as remuneration to be paid to the person assigned the responsibility of raising and nurturing the trees. If required VSSM shall contribute,  provided the village has played its part of raising the amount. The leadership of Bhimpura have agreed to this pre-condition.
It was Khumabhai who suggested we assign the responsibility to  Roopsinhbhai.
Bhimpura lake after digging lake
“If there are 4-5 households who do not pay, I will pay on their behalf, but this must be done!!” said Valjibhai.
As of now in Bhimpura we have decided  to plant trees on the banks of the newly deepened lake and the land adjoining the lake.
We are in process of identifying  villages for our tree plantation drive. By June we should have identified the villages and individuals to be assigned the responsibility of caring for the trees. We request you to begin planning in your region too,  before the onset of monsoon. It is  crucial we plant and raise as many trees possible.
In the picture – Roopsinhbhai  and us alongside  the lavish green trees he has raised. Also seen are Khumabhai, Valjibhai and others,  the lake VSSM helped deepen where we plan to carry the first phase of tree plantations
ભીમપુરામાં વૃક્ષને પોતાના બાળકની જેમ પ્રેમ કરનાર રૃપસીંહભાઈ મળી ગયા. 
‘અમે તમારા ગામમાં ઝાડખાં વાવવાનું આયોજન કરી રહ્યા છીએ. આ ઝાડના ઉછેરની જવાબદારી તમને સોંપવી છે તે તમે કરશો આ કામ?’
‘હોવ ચમ નઈ કરુ. ઓના જેવું ઉત્તમ કોમ એકેય નહીં. અન મન આ ઝાડખાંએ ઘણો લાભ કરી આલ્યો હ્. તમ તમાર કરીશ કોમ.’
ચોમાસુ શરૃ થતા પહેલાં ક્યા ગામોમાં વૃક્ષારોપણનું કામ કરવું એનું આયોજન કરી રહ્યા છીએ. ઘણા ગામોએ અમારા ગામમાં પણ વૃક્ષો વાવવાનું કરોની વાત કરી. પણ અમારી શરત પ્રમાણે ગામ પોતે ફાળો આપે ઉપરાંત ઝાડને પાણી આપવાની જવાબદારી સ્વીકારે તે ગામમાં આ કામ કરીશું.
ભીમપુરામાં ખુમાભાઈ અને ગામના અન્ય આગેવાનો સાથે બેઠક થઈ તેમણે કહ્યું દર મહિને ઘર દીઠ વીસ રૃપિયા ફાળો અમે આપીશું. સાથે ઝાડને પાણી આપવાની જવાબદારી પણ અમારી.
આ ફાળો ઝાડના જતન માટે રાખેલા માણસના પગાર પેટે જશે. જરૃર પડે સંસ્થા પણ પગાર આપવામાં પોતાનું ભંડોળ વાપરશે પણ ગામ સહયોગ કરે તો જ સંસ્થા સહયોગ કરશે. એ શરત ભીમપુરાવાસીઓએ માન્ય રાખી છે.
રૃપસીંહભાઈને આ કામની જવાબદારી સોંપવાનું પણ ખુમાભાઈ જેવા આગેવાનોએ જ નક્કી કર્યું. ગામના વાલજીભાઈએ તો કહ્યું કે, ગામના બે પાંચ માણસો ફાળો ના આપે તો હું આપી દઈશ પણ આ કરવા જેવું કામ છે બેન….
હાલ પુરતુ VSSMના પ્રયત્નથી ખોદાયેલા તળાવની પાળ અને તળાવની બાજુના ચરામાં ઝાડ વાવવાનું આયોજન કર્યું છે..
વૃક્ષારોપણ માટે ગામોની પસંદગી થઈ રહી છે….
જુન શરૃ થતા પહેલાં બધી શરતો સાથે ગામો અને ઝાડને બાળકની જેમ ઉછેરવાની, ઝાડ પ્રત્યે મમતા દાખવાનાર માણસોની પણ પસંદગી થઈ જશે.. 
તમે પણ તમારા વિસ્તારમાં આયોજન કરો… વરસાદ આવે તે પહેલાં 
આ આયોજન થાય તે જરૃરી….
ફોટોમાં રૃપસીંહભાઈ પોતે ઉછેરેલા લીલાછમ વૃક્ષો સાથે ગામના અને અમે સૌ.. સંસ્થાએ ખોદાવેલું તળાવ જ્યાં ઝાડ વાવીશું અને ખુમાભાઈ, વાલજીભાઈ આગેવાનો…
#MittalPatel #VSSM #watermanagement #environment #treeplantation #VSSMMittalPatel #greenery #trees #environmentconservation #greenearth #earth #mothernature #Banaskantha #drought #floods #villageparticipation #lovefornature #worldenvironmentday #fifthjune #humanrights

We need your support to help us take care of orphan parents ….

Nomadic and deprived elders at L.P.Savaninagar Deesa

 The orphaned and unprivileged children find numerous sponsors and angle guardians, but the elders who are rendered destitute because of age, poverty and children who have decided to look away,  have few empathisers. I request you to join us to become caretakers of elderly who have no one else to turn to.

Mittal Patel with elderly woman
In Nava Deesa’s L. P. Savani Nagar there are 12 elderly who have no one to look after them. These people have worked hard,  earned and raised families, they also begged when they were too weak to work but now they can barely get up and move. If someone is kind enough she/he comes and gives them food otherwise they just sleep with empty bellies. Some have lost their vision, some can’t walk, some have children who too are extremely poor to be able to take care of parents.
It is always said,  that it is a blessings to be born as human however, after watching the pain and misery of these elders a prayers escapes from within requesting almighty to not be born as human again.
Community Kitchen for elderly at Deesa
We have initiated a communal kitchen to provide lunch and dinner to these elderly of L. P. Savani Nagar. The cost per individual is Rs. 1600 per month.

I request you to sponsor an elder just like you would sponsor a child.

Yes, we are aware of government schemes for the destitute, widow and elderly hence, please refrain from advising on them.
Dependence of OldAge
The elderly pension helps them with medication and clothing. We are requesting for grains.
For further details please call Ms. Dimple Parikh on 9099936019.
Make your donations to ‘Vicharta Samuday Samarthan Manch’ or ‘VSSM‘ .
Our bank details are
Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857
If using PAYTM the number is : 9909087669. The number belongs to VSSM’s Finance Manager.
The images shared here will help throw light on the narrative above.
Mittal Patel having food at community kitchen at Deesa
માવતર અનાથ થયા છે. એમને જીવનની પાછલી અવસ્થા સુખેથી જીવવા મદદની જરૂર છે.
અનાથ અથવા તકવંચિત બાળકોના પાલક આજે ઘણા બને છે અને એ બાળકનો નિભાવ ખર્ચ પણ ઘણા આપે પણ આજે આપને એવા માવતરના પાલક બનવા વિનંતી કરી રહી છું. જેમનું આ દુનિયામાં કોઈ નથી.
નવા ડીસામાં એલ.પી. સવાણી નગરમાં 12 વડિલો રહે છે. જેમની સંભાળ રાખનાર કોઈ નથી. કામ થતુ તુ ત્યાં સુધી એમણે કર્યું. હાથ પગ નબળા પડ્યા પછી ભીખ માંગવાનું કર્યું. પણ હવે તો ચલાતુયે નથી. વસાહતમાંથી કોઈને દયા આવેને કોઈ ખવડાવી દે તો ચાલે. બાકી ભૂખ્યા રહેવાનું.
તમામ જીવ સૃષ્ટિમાં માણસનો અવતાર સૌથી શ્રેષ્ઠ એવું માનવામાં આવે પણ આ વડિલોને જોયા પછી આવો અવતાર જો શ્રેષ્ઠ કહેવાય તો ભગવાનને ફરી માણસ તરીકે જનમ ના આપવા વિનંતી કરુ..
કોઈ આંખે અંધ છે, કોઈ ચાલી શકતુ નથી. કોઈને દિકરા છે પણ એ પોતાનુ પુરુ કરી શકતા નથી એવામાં વડીલો તો પ્રાથમિકતામાં ક્યાંથી આવે?
અમે બપોર અને સાંજ આવા વડિલોને જમાડવાનું શરૃ કર્યું છે. એક વૃદ્ધનો માસીક ખર્ચ લગભગ 1600 આવે છે.
આપને બાળકની જેમ આ વડિલોના પાલક બનવા વિનંતી કરી રહી છું.
મહેરબાની કરી સરકારની વૃદ્ધ પેન્શન યોજના કે ફલાણી યોજનામાં જોડવાની સલાહ ના આપવા વિનંતી.
વૃદ્ધ પેન્શન મળે તો એમને દવા અને કપડાં કાજ કામ આવે.
વધુ માહિતી માટે ડિમ્પલબેન પરીખ – 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.
આપને અનાજનું દાન કરવા પણ વિનંતી.
આપના અનુદાનનો ચેક ‘Vicharta Samuday Samarthan Manch’ અથવા ‘VSSM’ ના નામનો લખશો.
અમારા બેંક એકાઉન્ટની વિગતો નીચે મૂજબ છે:
Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857
આપ આપનું અનુદાન પેટીએમ પર આ નંબર પર પણ મોકલી શકો છો: 9909087669. આ નંબર સંસ્થાના ફાયનાન્સ મેનેજરનો છે.
ફોટોમાં જેમની સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરી છે એ માવતર દેખાય છે.
#mittalpatel #vssm #nomadictribes #nomadsofinfia

VSSM plan to launch a new initiative. A beginning that is impossible without your support. Can we join hands?

We plan to launch a new initiative. A beginning that is impossible without your support. Can we join hands?
The plan is to plant trees in your village, trees that are native to our land, trees that can become home to birds, trees under whose shade  children can live their childhood, trees that will provide shade for us to rest under the brazing sun and we need your support to begin this endeavour.
You must be thinking why am I discussing trees in the middle of a difficult summer!!
Yes it’s isn’t June yet, but we have begun planning for June. We all agree to  the fact that trees are life and life is impossible without trees. Trees bring rains, cools down the temperatures, stop desertification of earth yet, we have not cared for our trees, we took then for granted all these years. Just because they do not voice their pain we have chopped them off like never before. How selfish and ruthless are we??
We at VSSM  want to begin planning tree plantation with you for this monsoon. We would have preferred villages taking the entire responsibility of this plantation drive, but because as communities we are always against each other, divided rather than united we have decided to be part of this  campaign until you shed away your differences for larger good.
The plan is to assign the responsibility of caring and raising the trees to one individual who will water it, manure it, nurture it. It will be village’s responsibility to provide her/him remuneration by collectively raising the amount required. Each household will contribute Rs. 20 a month and balance difference will be borne by VSSM.
It will be an ongoing drive and we will be planting more trees every year for next 10 years. Whoever wishes to plant trees in memory of their forefathers  can do so and we will name the trees accordingly. The idea is to created woods and tree heaven. We will work with only those who want to commit to this cause and work collectively. The village that joins this initiative will have newly formed Tree-Temple committee which will be responsible for this entire pursuit. All those who have moved away from their villages can also be part of it and sponsor a tree, pledge for its protection by contributing towards the same.
We urge  all those interested to contact Naran Raval on 9099936035 or get in touch with us at
એક પહેલ કરવી છે … પણ એ પહેલ તમારા સહયોગ વગર શક્ય નથી તો સહયોગ આપશો ને મિત્રો…
તમારી ભાગીદારીથી તમારા ગામમાં વૃક્ષો અને એ પણ એવા કે જેના ઉપર પક્ષીઓ માળા મૂકી શકે અને જેની ડાળમાં હીંચકા બાંધી આપણે સૌ ઝૂલી શકીએ એવા વાવવા છે…
તમે કહેશો બેને આજે આ ભર ઉનાળે ઝાડની વાત કેમ માંડી છે?
આજે પાંચ જૂન નથી એ જાણુ છું. પણ પાંચમી જૂનનું આયોજન અત્યારથી કરવું છે..
ઝાડ વગર જીવન અશક્ય છે અને ઝાડ વગરની ધરતી રણ જેવી લાગે.
ઝાડ વરસાદ તો લાવે સાથે વાતાવરણ ઠંડુ રાખે.. છતાં આપણે એનું જતન ના કરીએ..
કેવા સ્વાર્થી…
તમારા ગામમાં આ ચોમાસે ઝાડ વાવવાનું આયોજન તમારી સાથેની ભાગીદારીથી કરીએ.
આમ તો તમે એટલે કે ગામ જ જવાબદારી લે એ ઉત્તમ પણ ગામમાં સ્વાર્થ ઘણો છે.. સ્વાર્થ મુક્ત થાવ તો રાજી. પણ એ થાય ત્યાં સુધી….
ઝાડ વાવવા તથા તેની માવજત કરવા એક માણસ રાખીશું. જે ઝાડનું ધ્યાન રાખશે. ઝાડ ફરતે વાડોલિયા કરવાથી લઈને ઝાડને પાણી આપવાનું, તેમાં ખાતર નાખવાનું કરશે.
આ માણસને પગાર ચૂકવવામાં ગામ ભાગીદારી કરશે. ગામ દર મહિને 20 રૃપિયા ઘર દીઠ ઉઘરાવશે અને બાકીના પૈસા સંસ્થા પગાર પેટે ઝાડની માવજત કરનારને આપશે.
દર વર્ષે ગામમાં ચોક્કસ સંખ્યામાં ઝાડ વાવીશું. આ ક્રમ દસ વર્ષ સુધી તો ચાલુ રાખીશું જ.
જે વ્યક્તિ પોતાના દાદા પરદાદાના નામે ઝાડ વાવવાનું કરાવવા ઈચ્છે તેમને એ ઝાડનું નામ પણ આપીશું.
આ યોજનાથી જે ગામ પોતાના ગામને નંદનવન કરવા તૈયાર થાય અમે તેમની સાથે કામ કરવાનું કરીશું.
આ કાર્યક્રમમાં જે ગામ જોડાશે તે ગામમાં વૃક્ષમંદિરની એક કમીટી બનશે. જે આ કામનો વહીવટ તેમજ દેખરેખ રાખવાનું સ્વયંમ કરશે.
ગામ બહાર રહેતા પણ જેમને વતન માટે અને સૌથી અગત્યનું ઘરતી માતા પ્રત્યે પ્રેમ છે એ લોકો પણ પોતાના ગામમાં ઝાડ વાવવાના આ કામને પ્રોત્સાહન આપી આર્થિક સહયોગ આપી શકે.
રસ ધરાવતા ગ્રામજનોએ નારણ રાવળ 9099936035 પર સંપર્ક કરવા વિનંતી.
તથા વિચરતા સમુદાય સમર્થન મંચ
હરીકુટીર, સદવિચાર પરિવાર કેમ્પસ, રામદેવનગર ચાર રસ્તા, અમદાવાદ -51 પર લેખીતમાં અરજી કરવા વિનંતી.
આ સબબની વિનંતી વિડીયો દ્વારા પણ કરી છે.. સાંભળીને શેર જરૃર કરજો.. કોઈના મનમાં આ વાત ક્લીક થાય ને પ્રકૃતિનું કામ થઈ જાય…
#MittalPatel #VSSM #Water #environment #world_environment_day #

Mittal Patel meets landless Bharthari families near Rampura village…

Mittal Patel meets Bharthari families of Sutharnesdi
Ramabhai Bharthari with his cycle and products he
took from VSSM’s interest free loan
I was on my way to monitor the ongoing water management works at Rampura. En route to  Rampura falls Sutharnesdi, the thought of  Kaluba crossed our mind and we decided to stop at Sutharnesdi to meet her. The families of Sutharnesdi had struggled very hard to obtain the proofs of their existence, their citizenry documents. They were just three families but no-one seemed to  inclined to ensure they received those documents. VSSM’s Naran had worked on campaign mode to  ensure these families receive documentary proofs of their existence. Consequently, they received Voter ID cards and  Ration cards too. “We no longer wish to sing lullabies, please give us loan to help us start some new occupation,” they had requested. Eventually, we sanctioned Rs. 5000 each to help both the sons of Kaluba buy bicycle to start selling cosmetics and hair accessories.
Kalubha Bharthari with his family
Life is a little easier for them now. We have also filed their  applications for obtaining residential plots from government. The Bharthari never featured on the official list of nomadic and de-notified communities. As a result of VSSM’s extensive advocacy,  the government officials did consider and included Bharthari as well as numerous other communities we had suggested into the official list. This community can now expect to obtain plots and assistance from the government. It is pertinent that  now their life changes for better and these families are determined to make that happen.
“It is because of you we are able to stay here, you are well aware that Bhartharis aren’t blessed to lead such good life!!” Kaluba shared when we stopped to meet her.
It is an incredible feeling to learn  that our existence has brought so much peace and happiness into someone else’s life. Today, there are thousands of individual who feel the same as Kaluba. We are grateful to have been given this opportunity to be helpful to so many.
However, it is crucial that we spot for families like these and make concrete plans  to ensure they are given residential plots. We have presented these to the administration and are hopeful they will plan diligently.
In the picture – Kaluba with her family and her son Ramabhai with the bicycle and products he took from VSSM’s  loan.
રામપુરામાં થઈ રહેલા જળ વ્યવસ્થાપનના કામો જોવા જતી હતી અને વચમાં સુથારનેસડી આવ્યું. નારણે કાળુ બા ભરથરીને યાદ કર્યો અને અમે ત્યાં થંભ્યા.
પોતાની ઓળખનો આધાર મેળવવા આ પરિવારોએ ઘણો સંઘર્ષ કર્યો હતો. 
ત્રણ જ પરિવાર છતાં કોઈની એના પર નજર જ નહોતી પડી. 
કાર્યકર નારણે એમને નાગરિકત્વ અપાવાની ઝૂંબેશ હાથ ધરી ને મતદારકાર્ડના ફોર્મ ભરાયા. એ પછી તો રાશનકાર્ડ પણ થાય ને હવે રાવણહથ્થો લઈને હાલરડા નથી ગાવા તમે લોન આપો એવી વિનંતી સામે શૃંગારપ્રસાધનો, બોરીયા – બકલ વેચવા સાયકલ અને થોડો સામાન ખરીદવા 5000 -5000ની લોન કાળુ બાના બે દિકરાને આપી.
જીંદગી પહેલા કરતા સરળ થઈ છે. 
રહેવા કાયમી જમીન મળે એ માટે અરજી કરી છે. ભરથરીનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં નહોતો એટલે પ્લોટ મેળવા મુશ્કેલ જણાતા હતા પણ 2017માં VSSMના પ્રયત્નોથી ભરથરીનો સમાવેશ વિચરતી જાતિમાં થયો છે એટલે ઘર તો થવાના. હવે જીવન બહેતર થાય એ વધુ જરૃરી છે. એ માટે એમણે કમર કસી છે.
કાળુ બા મળ્યા અને એમણે કહ્યું, ‘તમે બધા હોવને અમે અહીંયા રહી હકીએ બાકી અમારે આવુ રૃડૃ રહેવાનું શાને હોય?’
આપણા હોવાથી કોઈને સંતોષ થાય એ વાત જ અનેરી છે. આજે હજારો માણસો છે જેમની લાગણી કાળુ બા જેવી જ છે… 
કુદરતે નિમિત્ત બનાવ્યા અનો રાજીપો છે…
પણ હવે આવા પરિવારોને શોધીને તેમને રહેવા લાયક યોગ્ય જગ્યાઓ મળે તે અંગે સચોટ આયોજન થાય એ જરૃરી છે. 
વહીવટીતંત્રમાં રજૂઆતો કરી છે નક્કર થશે એવી આશા છે…
ફોટોમાં કાળુ બા તેમના પરિવાર સાથે તથા તેમના દિકરા રામાભાઈએ સંસ્થામાંથી લોન લઈને લીધેલી સાયકલ અને સામાન…
#SocialChange #MittalPatel #VSSM #NomadsOfIndia #Bharthari #empathy #ChangeMaker #Pathetic #OneSolution #solutions #PolicyMaking #ResidentialPlots #TheSocialWarrioers #Nt #DNT #NomadicTribes