With the help of our dear well-wishers along with the government supplies, we provided ration kits to more than 700 nomadic families in Surendranagar

The nomadic families of Surendranagar received grain kits
The presence of our dear well-wishers, our guardian angels in quite a few districts eases a lot of our stress, to whom we just do not need to ask for help. During any crisis or calamity, it is they who call us up to inquire if we need some help!!
The nomadic families of Surendranagar received grain kits
 The district collector of Surendranagar Shri K Rajesh tops the list. After the lockdown was announced he calls up Harshad, our team Surendranagar team member and assigns him the task to ensure that any of the poor and needy individual or family that VSSM knows or comes into contact with VSSM should not remain hungry. Shri Rajesh had already ensured and put the machinery in place to ensure that the ration supplied by government reaches the needy families on time but he also made sure that the other supplies like oil, spices, pulses, lentils that are not part of the government supplies also reach these families through individuals and organisations prepared to contribute during these times. 
The nomadic families of Surendranagar received grain kits
 It is this foresightedness and the empathetic approach that evokes respect for him.
The nomadic families of Surendranagar received grain kits
Shri Rajesh does not just ensure that the local authorities act as per the rules on the pending application files of the nomadic families but also follows up on each file he has processed, unlike other seniors who simply live it to the hands of the junior officials. It is because of his proactiveness that numerous nomadic families have received residential plots during his tenure. It is no doubt that the marginalised families will receive the required care and attention when we have a sensitive official at the realm. Salute to you, Sir. 
The nomadic families of Surendranagar received grain kits
 Another well-wishing friend we have in Surendranagar is its eminent citizen Madhviben Shah who is also associated with Zalawad Chamber of Commerce and Industries. On the very next day I received a call from her saying not to worry about her district, just let her know where help was needed and she will take care of the rest. And that is what they did by reaching to families we required support for. We shall be grateful to you Madhviben, for your unflinching support always. 
The nomadic families of Surendranagar received grain kits
 Shri K Rajesh and Madhviben brought us in contact with S. S. White Company’s Rahulbhai Shukla, Jaybhai of Omtext Cotton Speen Pvt. Ltd. As well as Mamlatdars of each block who have helped us tremendously in each block. Vadwala Temple and other organisation also helped with meals in the settlement. 
The nomadic families of Surendranagar received grain kits
We will always remain grateful for your support and kind gestures. Along with the government supplies, your support and Harshad’s untiring efforts  have helped us reach more than 700 families of Surendranagar. 
Our Harshad was not keeping well for a long time. Every couple of months he had to be hospitalised. I would always tell him, “Keep all your health-related concerns aside rather completely engage yourself in the work. All your worries will run away.”  At times he would listen to be or else ignored what I said. After Shri K Rajesh has taken charge of Surendranagar, Harshad has been so busy that he has forgotten the gates of any hospital, he has been so busy with the works assigned to him that his health concerns seem to have disappeared. Respect you for all that you do, Harshad. 
Our deepest  regards to all who have decided to support during this crisis. India shines because of the noble people like you. 
Just as our nomads would say, “May Almighty grant you happiness, keep you healthy and shower you with prosperity!!’
Namaste!!!
કેટલાક જિલ્લામાં અમારા એવા પ્રિયસ્વજનો બેઠા છે જેમને મદદ માટે કહેવું જ નથી પડ્યું.
આફતની આ ઘડીમાં એમણે સામેથી બોલો ક્યાં મદદની જરૃર છે એમ કહીને સામેથી મદદની તૈયારી દાખવી..
એમાં સૌથી પહેલું નામ લેવું હોય તો સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કે. રાજેશનું. અમારા કાર્યકર હર્ષદને બોલાવીને કોઈ ગરીબ VSSMના સંપર્કમાં હોય અને ભૂખ્યું ના રહે તે જોવાનું તારા શીરે એમ કહીને.. સરકાર દ્વારા અપાતું રાશન તો એમને સમયસર મળે તે એમણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટીતંત્ર સાથે ગોઠવ્યું પણ એ સિવાય પણ જિલ્લાના સેવાભાવી માણસોને સરકાર દ્વારા અપાતા રાશન સિવાયની જરૃરિયાત જેમ કે, તેલ, મરચુ, મસાલા, કઠોળ, દાળ માટે જોડ્યા.
કે. રાજેશની આવી લાગણીના લીધે જ મને એમના માટે વિશેષ માન છે. 
વિચરતી જાતિઓના પ્રશ્નને નિયમોનુસાર કાર્યવાહી કરવા નીચેના અધિકારીઓને ફાઈલ પર એ કહે. પણ અન્ય ઘણા અધિકારીની જેમ પછી ધક્કો દઈ દીધો હવે નીચેથી આવે તો આગળ વધવું એમ નહીં એ પોતે પાછું ફોલઅપ કરે અને એટલે જ એમના જિલ્લામાં ઘણા પરિવારોને રહેવા પ્લોટ ફાળવાયા.. આવા લાગણીશીલ વ્યક્તિ જ્યાં હોય ત્યાં આવી સ્થિતિમાં તકવંચિતોનું વિશેષ ધ્યાન રખાય એમાં શંકા ક્યાંથી હોય.. તમને સલામ સાહેબ..
સુરેન્દ્રનગરના બીજા પ્રબુદ્ધ નાગરિક એટલે માધ્વીબેન શાહ જેઓ ઝાડાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ સંક્ળાયેલા તેમણે લોક઼ડાઉનના બીજા દિવસે જ કહી દીધેલું મારા જિલ્લાની ચિંતા ના કરતા કાંઈ પણ મદદની જરૃર હોય તો જાણ કરજો અને જ્યાં મદદ માંગી ત્યાં તેમણે કરી પણ ખરી. ધન્યવાદ માધ્વીબેન
આવા જ અન્ય સ્વજનો કે જેમણે કલેક્ટર સાહેબે તો ક્યાંક માધ્વીબહેને અમારી સાથે જોડ્યા એવા  એસ.એસ.વ્હાઈટ કંપની ના રાહુલભાઈ શુક્લ, ઓમેક્ક્ષ કોટન સ્પીન પ્રા. લી.ના જયભાઈ 
અને દરેક તાલુકાના મામલતદાર શ્રી એ પણ ખુબ જ મદદ કરી.. વડવાળા મંદિર અને અન્ય સંસ્થાઓએ  પણ વસાહતોમાં જમાડવાની વ્યવસ્થા કરી. 

આપ સૌ પ્રિયજનોનો  હૃદયપૂર્વક આભાર…

આપની મદદથી સુરેન્દ્રનગરમાં રહેતા 700 ઉપરાંત તકવંચિત પરિવારોને સરકાર દ્વારા મળતી સહાય ઉપરાંત અન્ય રાશન આપવામાં અમે કાર્યકર હર્ષદ થકી નિમિત્ત બન્યા..
કાર્યકર હર્ષદની તબીયત ઘણી નાજુક રહેતી. દર થોડા વખતે એ હોસ્પીટલમાં દાખલ હોય. હું એને કહેતી હર્ષદ તબીયતની ચિંતા બાજુએ મૂકી કામમાં પરોવાઈ જા આ બધું ભાગી જશે. પણ ક્યારેક એ મારી વાત માનતો ક્યારેક નહીં. પણ કે. રાજેશે – કલેક્ટર તરીકે સુરેન્દ્રનગરનો ચાર્જ સંભાળ્યો ત્યારથી હર્ષદે હોસ્પીટલનો દરવાજો નથી જોયો. મૂળ તો કલેકટર શ્રીએ એને એવો કામમાં પરોવ્યો કે વાત ના પુછો..
હર્ષદ તારા માટે વિશેષ માન…
અને મદદ કરનાર સૌ આત્મીયજનો ને વંદન.. આપ જેવાથી જ દેશ ઊજળો છે..
વિચરતી જાતિની ભાષામાં કહુ તો ભગવાન આપનું ભલુ કરે, હાજા નરવા રાખે.. અને તમને ખુબ આપે…
પ્રણામ

With the help of Maharshibhai and his organisation SPARSH, we provided ration kits to more than 125 nomadic families in Bagasara

The nomadic families of Bagasara village received grain kits
During any crisis, many well-wishing friends call us to inquire if we need any help or to let us know that they are ready to help when needed.
Immediately after the lockdown was announced following the COVID-19 situation, Maharshibhai called to inquire for the help needed. “Lot of people and organisations are helping people in need and distress. There is enough help pouring in, will definitely reach out to you when we need your support!!” I replied after thanking Maharshibhai for his support.
The nomadic families of Bagasara village received grain kits
On the 14th -15th day of the lockdown, we felt the need to call Maharshibhai as the grains given by individuals and organisations began to exhaust, some community kitchens were shutting down. The government supplies did not have spices, oil or pulses. I received countless calls with the mentioned issues. My writing on Facebook and Twitter too had repercussions that people from my large family had to face. “Ben, villagers reprimand us because you write on social media,” they complained.
“What should I do?”
The nomadic families of Bagasara village received grain kits
I remembered Maharshibhai’s call, he had told us to call up whenever the need arises. In fact, he was the first to offer help. I decided to request him for support. I was explaining him in detail that why do we need his help now, “Mittalben, you do not need to explain so much. Please do whatever needs to be done!!”
So with the help of Maharshibhai and his organisation SPARSH, we provided ration kits to more than 125 families in Bagasara. We are also taking his support for families staying in North Gujarat.
The nomadic families of Bagasara village received grain kits
The image shared here is from Bagasara. It does not look appropriate to share images of ration being distributed, this is just to share the inspiring people are doing in such unprecedented times.
Thank you Maharshibhai,  Rutu,  Sparsh and all the compassionate individuals who joined hands in this effort.
આફતની ઘડીમાં કેટલાક પ્રિયજનો હું છું, ‘જરૃર પડે યાદ કરજો’ એવું ફોન કરીને કહેતા હોય..
કોરોનાના લીધે લોકડાઉન થયું ને તુરત આવા જ પ્રિયજન મહર્ષીભાઈનો ફોન શું મદદ જોઈએ એ માટે આવેલો.
મે કહ્યું, હાલ ઘણા લોકો, સંસ્થાઓ વંચિતોને મદદ કરે છે. એટલે હાલ મદદની જરૃર નથી. જ્યારે લાગશે ત્યારે કહીશ.
લોકડાઉનના 14માં પદંરમાં દિવસે મદદ માટેનો વખત આવ્યાનું અમને લાગ્યું.
લોકો અને સંસ્થાઓએ આપેલું રાશન ખૂટ્યું, ક્યાંક જમવાનું આપતા તે બંધ થયું. સરકારે જે આપ્યું તેમાં મસાલા, તેલ કઠોળ નહીં.
આવી વિગતે રોજિંદા ઢગલો ફોન.. હું ફેસબુક અને ટવીટર પર લખુ પણ એનાથીએ જુદી તકલીફો ઊભી થઈ. બેન ગામના લોકો ધમકાવે છે તમે લખો છો ને એટલે..
શું કરુ?
આખરે અમારા પર વિશ્વાસ રાખનાર પ્રિય સ્વજનો યાદ આવ્યા. તેમણે કહેલું મદદની જરૃર હોય ત્યારે કહેજો એ વાત યાદ કરીને તેમને મદદ માટે વિનંતી કરવાનું નક્કી કર્યું. મહર્ષીભાઈ એમાં પહેલાં હતા.
એમને હું વિસ્તારથી સમજાવી રહી હતી કે હવે મદદની કેમ જરૃર છે એમણે કહ્યું, ‘અરે મિત્તલબેન કશુંયે કહેવાની જરૃર નથી તમને જે લાગે તે કરી કાઢો..’
અને મહર્ષીભાઈ અને તેમની સંસ્થા સ્પર્શની મદદથી અમે બગસરામાં 125 ઉપરાંત પરિવારોને રાશન કીટ આપવાનું કર્યું.
ઉત્તર ગુજરાતમાં પણ એમની મદદથી કામ કરી રહ્યા છીએ…
પણ હાલ પુરતુ બગસરાના ફોટો સમજવા ખાતર મુક્યા છે.
કોઈને રાશન આપતા ફોટો મુકવા બહુ ગમે નહીં પણ ક્યાંક પ્રેરણા પણ મળતી હોય છે.
ધન્યવાદ મહર્ષીભાઈ, રુતુ અને સ્પર્શ સાથે આ કાર્યમાં મદદ કરનાર તમામ સ્નેહીજનોને
#VSSM #MittalPatel Maharshi K Dave

The nomadic families of Banaskantha’s Diyodar received grain kits from our dear Maharshibhai and Rutu…

The nomadic families of Diyodar village received grain kits
Recently, the families of Banaskantha’s Diyodar received grain kits from our dear Maharshibhai and Rutu. The kits were specially curated after consulting the preferences of these families.

The nomadic families of Diyodar village received grain kits
“Ben, we need red chilli powder. It is the spice we can eat anything with. Rotla with chilli will also be enough. We need heat in our meals to make us feel satisfied. And please no rice, we and not rice-eating people, we cannot eat Khichri every day. Don’t waste your grains, give them to someone who prefers to eat rice,” these are challenging times and the condition of the daily wage earners who buy their food on daily basis is traumatic but Dewaba’s request brought a smile on my face.
The nomadic woman with her grain kit
We finally decided to provide only those grains, flours and spices the families need. Maharshibhai through his organisation Sparsh provided the financial assistance to prepare these kits.
 We must be aware of the fact that these families are self-respecting people, they do not like to take anything for free or beg for food. “I don’t have a choice but to take charity…” many have been telling us these days.
The nomadic families of Diyodar village received grain kits
 “I have stacks of chairs and tubs (plastic ware she sells) lying here next to me. Arrange something that we can go and sell them so that we are not required to stretch our hands for food, can you do that?” requested Mashruba.
The nomadic families of Diyodar village received grain kits
 We could coordinate with Sparsh organisation to ensure food reaches these self-respecting families. We are grateful to Maharshibhai and Sparsh for their generous support.
 And salute to our Naran and Eshwar for their commitment to work and deciding venture out in such difficult times when staying at home is the only way to remain safe.
The nomadic family of Diyodar village received grain kit
 બનાસકાંઠાના દિયોદરમાં અમારા પ્રિય સ્વજન મહર્ષીભાઈ અને ઋતુ થકી 150 પરિવારોને તેમને શું જોઈએ છે એ પુછીને રાશન આપવામાં આવ્યું.
 Shri Maharshibhai through his organisation Sparsh provided
the financial assistance to prepare these kits.

અમારા લોકોએ કહ્યું ‘બેન, મરચુુ અન તેલ આલશો તોય ચાલશે રોટલો અને મરચુ ખઈન પડ્યા રઈશું, કોકો તીખુ ખઈએ તો ખાધુ હોય એવું લાગ.અન ભાત ભઈ સાબ રોજ રોજ આ સીચડી નહીં ભાવતી. તમ તમાર બીજા ગરીબ ગરબોન આલજો. નકોમો બગાડ ના કરો. અમારાથી હવ સીચડી ગળે નહીં ઉતરતી’ દેવાબાની આ વાત સાંભળીને સ્થિતિ કરુણ છે છતાં હસવું આવી ગયું.

આખરે એ લોકોએ જે કહ્યું એ પ્રમાણેની એમને ગમતી કીટ બનાવીને આપવાનું અમે નક્કી કર્યું.
The nomadic family of Diyodar village received grain kit
મહર્ષીભાઈએ તેમની સંસ્થા સ્પર્શમાંથી આ પરિવારોની કીટ માટે આર્થિક મદદ કરી.
આ લોકો આમ બહુ ખાનદાન માણસો છે. મફતનું ખાવાની વૃતિ એમનામાં નથી. પણ ના છૂટક્યાનું આ ધર્માદુ ખાવુ પડે એવું કહેનાર આમાં ઘણા છે.
The nomadic man of Diyodar village received grain kit
અમારા મશરૃબા એ તો કહ્યું, ‘આ મારી કને ખુરશી અને તગારાં પડ્યા સે (પ્લાસ્ટીકના તગારાનો એ વેપાર કરે) ઈન વેચવા જવા દેવાનું કોક ગોઠવી આલો ન બાપલા એ વેચાય તો કોઈ હોમે હાથ લોબો ના કરવો પડ…’
The nomadic family of Diyodar village received grain kit
આવા ખાનદાન માણસોને આજે સ્પર્શની આર્થિક મદદથી VSSMના સંકલનથી રાશનની કીટ આપવામાં આવી.
આભાર મહર્ષીભાઈ, સ્પર્શ..
ઘરમાં રહેવું સુરક્ષીત છે. ત્યારે VSSMની ટીમ પોતાની સુરક્ષીતતાની ચિંતા કર્યા વગર ફીલ્ડમાં કાર્યરત છે .
The nomadic family of Diyodar village received grain kit
દિયોદરની અમારી ટીમમાં કાર્યરત નારણ અને ઈશ્વરને સલામ…
The nomadic families of Diyodar village received grain kits
  The nomadic man of
Diyodar village received
grain kit
#MittalPatel #VSSM

Lalitbhai goes above and beyond to feed hundreds of nomadic families.

Lalitbhai serving meals to these families
 

 On the second day of lockdown, I received a call from Shri Lalitbhai of Banaskantha’s VSSM inspired public association.

“Ben, we will need to act quickly, the condition of the poor families here is pathetic. We will need to give them food at the earliest!!”
We connected him local administration of Banaskantha.
Lalitbhai also pledged to mobilize all his contacts to pitch in to help during this crisis. He knew he had to respond swiftly hence,  instead of waiting for others  Lalitbhai began with his own home. Lalitbhai’s family went above and beyond to help these families as they began sending out cooked meals for these families.  Other team members from VSSM’s public association;  Balubhai, Gulabhai, Balvantbhai also joined Lalitbhai.
Lalitbhai and his family members preparing food for these
families

Cooking at an event for 200 to 500 persons for a day or two is ok but doing the same on an everyday basis is a huge challenge that Lalitbhai has taken upon him in spite of financial limitations. There are individuals especially from Palanpur who are also contributing to his efforts. As a result of these endeavours, many nomadic settlements of Palanpur have received regular meals since the lockdown.

A big salute and thank you to Lalitbhai, Balubhai, Gulabhai and Balvantbhai, you have portrayed the true spirit of VSSM.
Lalitbhai’s family members preparing food for these families
Lalitbhai, please remember we are just a phone call away whenever you need us. It is important Palanpur also takes note of Lalitbhai’s perseverance. Our usual belief that it takes lots of money to be able to give back to the society has been proved wrong by efforts taken up by Lalitbhai.
Palanpur please rise up and support Lalitbhai.
Our country has been able to stand up to such this catastrophic challenge because of hundreds of Lalitbhais around us and we salute these noble souls.
 Many nomadic settlements of Palanpur have received
regular meals since the lockdown.
લોકડાઉનના બીજા દિવસે VSSM પ્રેરિત લોકસંગઠન- પાલનપુરના પ્રમુખ શ્રી લલીતભાઈનો ફોન આવ્યો.
‘બેન લોકોની દશા માઠી છે..
અનાજ, ખાવાનાનું કાંઈક કરવું પડશે..’
અમે એમને જોડ્યા બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે..
એ સિવાય લલીતભાઈના પોતાના સંપર્કો પણ ખૂબ. એમણે એ બધાને
આ મહામારીમાં એકબીજા સાથે જોડવાનો નિર્ધાર કર્યો.
Lalitbhai’s family members preparing food for these families
જો કે શરૃઆત કરી પોતના ઘરે રસોઈ બનાવવાથી… અહીંયા લલીતભાઈની ભાવના સેવાની ખરી પણ પરિવાર તો એમનાથીયે ચડીયાતો નીકળ્યો. સૌ પ્રેમથી બે ટંક રસોઈ બનાવીને ગરીબ, વંચિત વિચરતી જાતિના લોકોને પહોંચાડવા માંડ્યા.
અમારી vssm લોકસંગઠનની ટીમના બલુભાઇ, ગુલાબભાઇ. બળવંતભાઇ પણ લલીતભાઈ સાથે જોડાયા.
A big salute and thank you to Lalitbhai, Balubhai, Gulabhai
and Balvantbhai,you have portrayed the true spirit of VSSM.
આપણા ઘરે એક દિવસનો પ્રસંગ હોય અને બસો – પાંચસો માણસોનું જમવાનું બનાવવાનું હોય તોય આપણે થાકી જઈએ છીએ. જ્યારે અહીંયા તો લલીતભાઈએ આ સેવાયજ્ઞ કેટલા દિવસોથી શરૃ કર્યો છે.
આર્થિક રીતે એવી કોઈ જોરદાર સ્થિતિ નથી. પણ મનની ભાવના બહુ ઊંચી છે.. મદદ કરવાવાળા મળી રહે છે અને જુઓ પાલનપુર સીટીની ઘણી વસાહતો સચવાઈ ગઈ છે..
Lalitbhai’s team serving food to nomadic families
થેક્યુ લલીતભાઈ, બલુભાઈ, ગુલાબભાઈ, બળવંતભાઈ તમે સંસ્થાના સાચા અને સંનિષ્ઠ કાર્યકર છો.
જ્યાં અટકો ત્યાં કહેજો અમે છીએ… પાલનપુરની પ્રજા પણ લલીતભાઈ અને મિત્રોની સેવાની નોંધ લે એ જરૃરી…
પૈસા ટકે સુખી હોઈએ તો જ સેવા થાય એ વાત લલીતભાઈએ ખોટી સાબિત કરી છે..
લલીતભાઈ અને ટીમને પ્રણામ.. ફરી અટકો ત્યાં અમે છીએ… પાલનપુર વાસીઓને પણ મદદ માટે આહવાન..
Lalitbhai’s family went above and beyond to help these
 families as they began sending out cooked meals
for these families.  
આપણો દેશ આવી મહામારી સામે ટકી શક્યો છે એની પાછળ લીલતભાઈ જેવા હજારો લલીતભાઈ છે.. સમાજના આવા પ્રહરીઓને પ્રણામ
ફોટોમાં એ લોકો જે સેવા કરે છે તેના….
— 

Ration cards prove to be blessings in disguise for thousands of needy families….

Nomadic woman obtained Rationcard
with the help of VSSM
“This ration card you helped obtain has come to our rescue during these challenging times. There has brought us great relief for our food needs. The ration shops gave us wheat, rice, sugar and dal. Oil and chilli would have made it even better nonetheless, something is better than nothing.”
Thousands of families who have obtained Ration Cards as a result of VSSM’s efforts have always blessed and these blessings are even more profound in the recent times of COVID crisis.
 I am grateful to the government for considering our cognizance and making the required amends to ease the process of acquiring ration cards for such homeless families. The amend to consider Voter ID card as the only pre-required document to process ration card applications of nomadic and de-notified communities has enabled thousands of families to access ration cards.
Hope and prayers for these difficult times get over soon…
The image shared here for reference was captured by our dear and well-wishing patron, the UK based  Bharatbhai Patel!!
‘તમે આ આ કેડ કઢઈ આલ્યુ પસી દોણા પોણીની રાહત થઈ જીતી..
હાલના કપરા વખતમો તમે કઢઈ આલેલું આ કેડ જ કોમ આયું..
આજ કંટોલમોંથી ઘઉં, ચોખા, ખોડ અન દાળ મલી. હા મરચું અન તેલ મલ્યું હોત તો થોડી ઠીક રેત પણ હેડો ના મોમા કરતા કોણો મોમો હારો…’
VSSMના કાર્યકરોના પ્રયત્નોથી જેમને રેશનકાર્ડ મળ્યા છે તેવા હજારો લોકો આમ પણ આશિર્વાદ આપતા હોય છે પણ હાલની ઘડીમાં તો તેમના હૃદયમાંથી ખરા આશીષ નીકળે છે..
સરકારનો પણ આભાર માનુ છુ. વિચરતી જાતિઓને સહેલાથી રેશનકાર્ડ મળે તે માટે અમારી રજૂઆતના પગલે એમણે ફક્ત મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાનો ઠરાવ કર્યો ને એના આધારે જ અમે હજારો લોકોને મતદારકાર્ડની જેમ જ રેશનકાર્ડ અપાવી શકેલા..
ખેર ઝડપથી આ કપરો કાળ માથેથી હટી જાય એવી પ્રાર્થના…
આ ફોટો પ્રતિક રૃપે. જેને પાડ્યો છે, ઈગ્લેન્ડમા રહેતા અમારા પ્રિય ભરતભાઈ પટેલે…
#MittalPatel #VSSM

Some lighter moments of working with the humble and gullible communities…

Nomadic man

‘Ben, I wouldn’t have called you up with this request since it is becoming difficult to live without it I decided to call you up!!”

“What?”
“We have enough food to survive!”
“Then what?”
“Will share if you promise not to scold!!”
“OK, I won’t scold. Tell me.”
“Ben, can you help me with bidi?”
I couldn’t stop myself from breaking into loud laughter after hearing Devabhai’s request. 
“I am so glad to hear this. When I would request or school you would tell me that if you did not smoke you felt gas building up, constipated, you experienced pain in the chest. I cannot help you in any way in this matter.”
“O my Ben, this is not the time to laugh at me. I might die. It is so difficult to survive a day without smoking. Please help me find bidi!!”
“I would never do that in my life. Have patience maybe these conditions might help you give up your addiction completely.”
Many addicts like Devabhai are reeling under tremendous withdrawal symptoms because the complete lockdown and closure of non-essential services. 
The women of Ramdevnagar’s Bawri settlement were overjoyed with the post-lock-down conditions of the addicted men in their settlement. 
“Ben there is no sight of alcohol or marijuana. All those who said they would die if they don’t drink are all lying in corners of their houses and surviving on Khichri meals. God Bless Modi Saheb, he has made it hard for all these addicts to access their addictions.”
The social media is buzzing with discussions on the advantages and disadvantages of a 21-day lock-down. And these are some liked and un-liked repercussions of the present lockdown.  
My phone has been continuously ringing ever since the lockdown was announced. Today, there has been no call to complain about the non-availability of ration. And that brings much relief to me. No calls also mean I could have my lunch on time today because last few days have been maddening and the calls to ensure my large family received grains to cook and eat gave too little time to eat lunch. Maulik and Kiara have been very patient and supportive. 
And Devabhai’s call today brought that much-needed laughter in this trying times. 
Thought of sharing this incidence with you all to lighten up the atmosphere. 
 The image isn’t of Devabhai and neither have I clicked it. Of course, this is a member of my vast family but the image isn’t captured by me. The moment any of my family members sees me approaching their bidis and gutka go into hiding or else they have to listen to my long lecture. But yes it is from one of the settlements. 
ભલું થજો મોદી સાહેબનું આ 21 દિવસમાં બંધાણીઓના છક્કા સોડાઈ દીધા
‘બેન તમન ના કેવરાય પણ હવ રેવરાતુ નઈ એટલ કઉ સુ…’
‘શું?’
‘ખાવા પીવાની તો બાપલા તમે હખ કરી આલી..પણ..’
‘પણ શું?’
‘તમે લડો નઈ તો કઉ..’
‘નઈ લડુ બોલો..’
‘આ બીડીનું કાંક કરી દ્યો ને…’
દેવાભાઈનો કરુણ અવાજ સાંભળીને હું જોરથી હસી અને કહ્યું,
‘ચાલો સારુ થયું હું વર્ષોથી વઢતી વ્યસ્ન મુકો ત્યારે કહેતા બેન,બીડી ના પીવું તો ગેસ થઈ જાય, છાતીમાં ગભરામણ થઈ જાય. અરે કબજિયાત થઈ જાય એવું પણ કહેતા..હવે આમાંનું કશું થાય છે?’
‘ઓ મારા બેન તમારી ગા શું મજાક હું લેવા કરો સો..મારો જીવ જાય સે. કેમેય કરીન્ દાડો ટૂંકો જ નઈ થતો.. તમે બીડીનું કાંક કરી દ્યો ભઈ’સાબ’
‘હું તો જીંદગીમાં ના કરુ..થોડી ધીરજથી કામ લ્યો. આ ફેરા બીડી છૂટી જશે…’
દેવાભાઈ અને એમના જેવા ઘણાય વ્યસનના બંધા
ણીની દશા આજે માઠી છે.
અમારા રામદેવનગરની બહેનો તો રાજી રાજી છે.
‘બેન દારૃ અને ગાંજાનું ટીપુંયે મલતું નઈ. મુ દારૃ ના લઉ તો મરી જવું એવું કેવાવાળા બચારા ઘરનો ખૂણો પકડી ખીચડી ખાઈન પડ્યા સે…ભલું થજો મોદી સાહેબનું આ 21 દિવસમાં બંધાણીઓના છક્કા સોડાઈ દીધા’
21 દિવસના ફાયદા – ગેરફાયદાની ઘણી વાતો સોસીયલ મિડીયામાં ચાલે છે.,વ્યસનને લઈને પણ ફાયદા – ગેરફાયદા…
આજે રાશન નથી, ખાવા નથી એવું કહેનારાના ફોન નથી એટલે મનેય નિરાંત છે..
કોરાનાએ ઘરમાં બેસાડ્યા પણ આટલા દિવસે પહેલીવાર એક વાગે જમી. નહીં તો મારા બહોળા પરિવારની રાશનની ચિંતા કરવામાં ચાર ક્યારે વાગી જતા એનો ખ્યાલ નહોતો આવતો.
મૌલિક અને કિઆરાએ આટલા દિવસ ઘણું વેઠ્યું…
ત્યાં દેવાભાઈના આ ફોને મને ઘણી હળવી કરી..
તમેય મજા લ્યો માટે તમને આ વાત કહી..ફોટો દેવાભાઈનો નથી.. પણ છે મારા બહોળા પરિવારના જ એક સભ્યનો…
અનેરી અમારી આ વસાહતોમાં ગયેલી એ વેળા એણે લીધેલો ફોટો..
મારા નસીબમાં આવા ફોટો નહીં. મને તો જોઈને જ બીડી ગાયબ થઈ જાય નહીં તો મારુ લેક્ચર સાંભળવું પડે બિચારા આ બંધાણીઓને….
#MittalPatel #VSSM #મિત્તલપટેલ #વિચરતીજાતિ #બંધાણી #વ્યસન #NomadicTribes #Nomadsofindia
#lockdownindia #coronavirus #fightagaistcorona #21daylockdown
#deaddiction

The enriching experiences of working at the grassroots….

Mittal Patel meets Sedi Ma during her visit to Surendranagar
Laughter they say is the best medicine, let’s lighten up our moods and take our attention off the COVID talks!!
“How old are you Ba?”
“Must be 150 -200 years!”
“This made you laugh, right? I had laughed too. However, to Sedi Ma these numbers do not matter.”
Nomadic Women

Allow me to share an interesting episode of the time I had begun working to help these nomadic communities obtain their identity documents.

I was filling up the forms for Voter ID cards. I would make everyone sit a queue, come up when their turn came and fill up their details. Two women lead an elderly lady to me.
“Ben, her form needs to be filled up.”
“Ba, what is your age?” I inquired after filling up the other required details.
“I think it must be 30-35!!”
“Ba, it cannot be only 35!” I said as she was unable to walk on her own.
“Cannot be a year more than 35,” Ba replied confidently.
I know it is forbidden to ask women their age, but Ba was beyond comprehension.
Well, I called her eldest child and her son whose age was above 65 years for sure turned up. I asked him his age to which he replied, “almost 30!”
I stopped myself for arguing with him and called his eldest child…. That way I called upon Ba’s 4 generations and wrote her age to be 85 years.
After so many years Sedi Ma whom you see in the picture reminded me of that Ba. Sedi Ma stays in Surendranagar.
“Ma, there is a 50 years difference in 150-200!” I told Sedi Ma.
“How do I know that, but I know for sure we have settled here for 150 years. His father (Navghanbhai) and I have set up our caravan here.” she laughed and replied.
“Ma, you should be featured in Guniess Book!!”
“What would that be??”
કોરોનાનું વાંચી વાંચીને ટેન્શન થતું હોય તો ચાલો થોડું હસીએ… આમ પણ હસવું તબીયત માટે સારુ છે ને ઘેર બેઠા બેઠા કંટાળોય ઘણો આવતો હશે….
‘તમને કેટલા વરસ થ્યા બા’
‘થ્યા હશે દોઢસો બસો… ‘સાંભળીને હસવું આવ્યું ને? મનેય એમ જ થયું. પણ સેદી માને આ વરસ સાથે સાચે કાંઈ લેવા દેવા નથી…
એક રસપ્રદ ઘટના કહુ… એ સમય હતો વિચરતી જાતિઓ સાથે કામ શરૃ કર્યાનો. હું એ વખતે આ જાતિઓને તેમની ઓળખના આધારો અપાવવાનું કરી રહી હતી.
રાજકોટ પાસેના પારેવડામાં હું તેમના મતદારકાર્ડના ફોર્મ ભરતી હતી. લોકોને એક લાઈનમાં બેસાડી વારાફરતી બોલાવી તેમના ફોર્મ ભરવાનું હું કરતી. આવામાં બે બહેનો એક માડીને ટેકો દઈને મારી પાસે લાવ્યા અને કહ્યું, બેન આમનું ફારમ બાકી સે…મે માડીને નામ પુછ્યું.. એમણે કહ્યું ને મે લખ્યું. એ પછી મે પુછ્યું મા ઉંમર શું થઈ…
એમણે કહ્યું, થ્યાં હસે તરી પાંતરી…બે જણાના ટેકે આવેલા માજીના તરી પાંતરી! મે કહ્યું મા આટલા નો થાય… તો એમણે કહ્યું, પાંતરીથી તો એકેય વધારે નઈ થ્યું હોય..
બહેનોની ઉંમર ના પુછાય એ વાત સાચી પણ આ માડી…
ખેર પછી તો મે એમના સૌથી મોટા સંતાનને બોલાવવા કહ્યું. એમનો દીકરો આવ્યો.. જેની ઉંમર લગભગ 65 ઉપર હશે.. એને પુછ્યું કે તમારી ઉંમર? તો એણે કહ્યું. તરી થ્યા હશે.. આખરે ઉંમર પુછવાનું મે રહેવા દીધુ અને એ ભાઈને એના સૌથી મોટા સંતાનને બોલાવવા કહ્યું, એ આવ્યો.. એની ઉંમર પુછવા કરતા એના સૌથી મોટા બાળકને બોલાવવા કહ્યું… આમ કરતા કરતા મે માડીની ચાર પેઢી જોઈ.. અને પછી માડીની ઉંમર પંચ્યાસી લખી…
એક એ માડી ને બીજા સેદીમાં જેમની સાથેનો ફોટો તમે પણ જોઈ શકો છો.. સેદી મા સુરેન્દ્રનગરમાં રહે છે. મે સેજીમાને કહ્યું દોઢસો અને બસ્સોમાં પચાસ વર્ષનો ફેર હોય મા?એ હસ્યા અને કહ્યું.. બળ્યું ઈ બધું ધ્યાન અમારાથી નો રે.. પણ અમારો વસાવટ આંયા સુરેન્દ્રનગરમાં દોઢસો બસો વરહનો… મે અને આના(નવઘણભાઈના) બાપાએ આંયા ગાડા ખોઈલાતા….
મે કહ્યું, મા તમારુ નામ તો ગ્રીનીસ બુકમા ંલખાવું જોવે… એમણે કહ્યું, ઈ વળી કઈ બલા…
હવે હું ઉંમરને લઈને ઝાઝી માથાકૂટ અમારા પરિવારોમાં નથી કરતી….
#mittalpatel #nomadic #denotied #surendranagar #socialimpact #ntdnt #nomadicfamily #noamdicpeople #denotifiedpeople #lifeofnomadic #humanrights #votercard #વિચરતા #વિમુક્ત #સુરેન્દ્રનગર #ગુજરાત #માનવઅધિકાર
#મિત્તલપટેલ

Together we can…

We are grateful to the government and  society for a heartfelt response to our appeal…
The PDS stores will begin providing ration grains from 1st April,  but our respected Chief Minister has instructed the authorities to ensure that food grains or meals reach the poor before that. 
 My appeal that the daily wage earning families in Viramgaum, Banaskantha, Rajkot are in dire need of food received prompt responses from officials as well as individuals from political wing ensuring that the families will receive food supplies by tomorrow. 
 The SDM from Deesa called up  asking for the information of the deprived families of Kankrej and Deesa. “We will send grains and food supplies tomorrow,” he ensured. 
 The Viramgaum district Collector, MLA, Councillor, SDM, Mamlatdar have all geared up. They visited families in the settlements at 10.30 PM to better understand the conditions and assured them that the ration will reach them tomorrow.  
Nagjibhai from Tharad’s Khanpur village ensured to personally go and provide grains to 10 families.
Husainbhai from Simasi village in Gir-Somnath has begun feeding Natda families with the help of 40 youth of his village. 
Madhviben from Surendranagar has prepared  kits for the needy families. 
Numerous individuals have messaged me extending their help. I have tried connecting them to people and families in need. I am extremely grateful for this generous response. 
It is humbling to witness humanity triumph during these trying times.  People enthusiastically prepared to help each other. Our Prime Minister, Chief Minister, Doctors, Nurses, Government officials, Political Wing are all working hard to protect us all. My deepest regards to you all.  
A small request, whereever you may be if you learn or find families with not enough food kindly call the Mamlatdar’s Office, they will ensure that the families receive food. 
 Stay home, stay safe and keep others safe!!
આભાર સરકાર અને સમાજ બેયનો…
ભલે રાશનની દુકાનો પહેલી એપ્રિલથી રાશન આપવાનું કરશે એવી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કરી પણ એ જાહેરાતની સાથે જ એમણે વહીવટીતંત્રને સૂચના પણ આપી, તમામ ગરીબોની વસતિમાં અનાજ, ભોજન પહોંચાડવાની….
મે વિરમગામ, બનાસકાંઠા, રાજકોટમાં લોકો ભૂખ્યા છે તે બાબતે લખ્યું..અને સાંજ સુધીમાં તો અધિકારીગણની સાથે સાથે પોલીટીકલ વીંગના માણસો પણ આમાંની કેટલીક વસાહતમાં પહોંચ્યા અને કાલ સુધી રાશન આપવાની ખાત્રી આપી..
ડીસા એસડીએમનો ફોન આવ્યો. કાંકરેજ અને ડીસામાં રહેતા ગરીબ પરિવારની માહિતી આપો.. એમના ત્યાં રાશન પહોંચાડવાનું અમે કરી લઈશું..
વિરમગામમાં પણ કલેક્ટર શ્રી, ધારાસભ્ય, કાઉન્સીલર, એસડીએમ. મામલતદાર સૌ સક્રિય થયા. રાતના સાડા દસે વસાહતમાં જઈને મળી આવ્યા. પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. કાલ સુધી રાશન આપી દેશે એમ જણાવ્યું..
તો થરાદના ખાનપુરથી નાગજીભાઈએ કહ્યું, બેન મારા ગામમાં દસેક પરિવાર છે રૃબરૃ મળી આવીને તેમને અનાજ આપવાનું કરી લઈશ.
તો ગીર સોમનાથના સીમાસીગામમાં રહેતા હુસેનભાઈએ નટડા પરિવારોને પોતાના ત્યાં 40 યુવાનોની મદદથી જમાડવાનું શરૃ કર્યું.
એસિવાય માધવીબેને સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારો માટે કીટ બનાવી..
અગણીત લોકોએ મેસેજ કર્યા કેવી રીતે મદદ કરીએ તે જણાવવા કહ્યું..મે સૌને સંપર્કો આપ્યા..આભાર આપ સૌનો…
આફતની આ ઘડીમાં માનવતા મહેકી છે.. સૌ એકબીજાને મદદ કરવા તત્પર થયા .ડોક્ટર, નર્સ, પોલીસ, અધિકારીગણ, પોલીટીકલ વિંગ, મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન શ્રી સૌ સક્રિય રીતે પ્રયત્ન આપણા સૌની સુરક્ષા માટે કરે છે..આપ સૌને મારા પ્રણામ…
આપ જ્યાં છો ત્યાં આવા કોઈ પરિવારો કે જેમની પાસે રાશન નથી તેવી માહિતી મળે તો આપ તત્કાલ મામલતદાર શ્રીનો સંપર્ક કરશો. ત્યાંથી તુરત રાશનની વ્યવસ્થા થઈ જશે.
સમાજ તરીકે આપણે ઘરમાં રહીએ અને આપણાથી કોઈને પરેશાની થાય નહીં તેની તકેદારી રાખીએ…

Let is all be for each other and for those is dire need of food…

Nomadic Child 
Ahmedabad’s Ramdevnagar houses a huge settlement/ghetto of Bawri community, most of whom are daily wage-earning labourers. 
Their houses are scant of food supplies and essentials, their small children are hungry. 
“Ben, can we have some grains?” Neniben Bawri was crying while asking me for help.
 The government is working a war footing to save millions of Indians, their efforts need to be saluted and call for huge appreciations.  
 I understand there are many families willing to help poor and deprived families around them,  but are unable to step out of their homes. Also, most do not have enough supply at home. The government’s PDS/Ration shops serve as an excellent platform to distribute grains to the poor. We request the government to activate the food grain distribution through these stores. The officials have told us that these stores will be functional from 1st April, which means  still a week to go. The daily wage earning families cannot sustain themselves without food for so long 
Officials from Rajkot requested a list of settlements from us to arrange for distribution of grains to these families. I hope other districts carry similar operations. 
I request farmers to share grains from their stockpile at home with the poor families in their villages. It is ok if you will send less milk to the dairy, please make buttermilk from it and give it to the needy families in your village who are in severe need of food. 
Let us all help each other overcome this unprecedented crisis on human race. Our empathy will help 21 days seem shorter for these extremely poor sections of our country. 
Let us follow our Prime Minister appeal to be concerned for others as well. 
I request you all to provide warmth and support to those in need!!
અમદાવાદના રામદેવનગરમાં બાવરી પરિવારોની મોટી વસતિ છે.
અહીં રહેનારા મોટાભાગના રોજનુંલાવીને રોજ ખાનારા..
ઘરમાં અનાજ નથી. મરચુ અને હળદર છે. નાના છોકરાં ભૂખ્યા છે.. બેન અનાજ મળે… આટલું બોલતા બોલતા નેનીબહેન બાવરી રડી ગયા..
સરકાર અત્યારે ભારતવાસીઓ માટે ખડે પગે છે. સરકારની આ કામગીરીને હું બિરદાવું છું તેમને સલામ કરુ છું..
ગરીબ અને તકવંચિતોને અમારા જેવા ઘણા મદદ કરવા ઈચ્છે છે પણ અમે બહાર નીકળી શકતા નથી. વળી અનાજનો પુરતો જથ્થો અમારી પાસે પણ નથી.
સરકારની સસ્તા અનાજની દુકાનોમાંથી આવા તકવંચિતોને રાશન આપવાની વ્યવસ્થા ઉત્તમ છે.. એ વ્યવસ્થા ઝડપથી સક્રિય કરીને સૌને રાશન આપવા વિનંતી.
1 લી એપ્રિલથી આ વ્યવસ્થા સક્રિય કરવાનું અધિકારી કહે છે પણ 1 લી એપ્રિલને હજુ છ દિવસ બાકી છે.
રાજકોટમાં અધિકારી ગણે જેમ અમારી પાસે વસાહતોની યાદી માંગી અને તેમણે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરી દેશે તેમ કહ્યું તેમ અન્ય જિલ્લામાં થાય તેમ કરવા વિનંતી…
ગામડાંઓમાં ખેડૂતો પોતાના ઘરમાં ભરેલા ધાનમાંથી થોડું થોડું તમારા ગામમાં રહેતા આવા વંચિતોને આપજો. દૂધ ડેરીમાં ના ભરાય તો ચાલશે છાસ કરીને અનાજ સાથે છાસ પણ આપજો..
આવું કરશું તો 21 દિવસ તો ફડાકામાં નીકળી જશે..
આપણા વડાપ્રધાનની અપીલને આપણે માનીએ અને સૌની ચિંતા કરીએ..
આ ફોટોમા દેખાય એવી હૂંફ આપવા સૌને બે હાથ જોડી વિનંતી…
#humanity #humanrights #help #effect #coronavirus #covid19 #pandemic #helppeople #indiafightsagaistcorona
#virus #ahmedabad #gujarat #mittalpatel #મિત્તલપટેલ #કોરોનાવાઇરસ #કોરોના #માનવઅધિકાર

Let’s wish for a race where everyone wins…

Mittal Patel with the people of
Shihori
“The government sunk borewell in our village for water supply to neighbouring towns of Radhanpur and Santalpur. Now that the Narmada waters reached us and the borewells have fallen quite. We farmers too sunk borewells to irrigate our crops and continued drawing waters until we emptied the belly of mother earth. The groundwater levels have depleted to 800 -1000 feet. If we do not realise it now we are going to reach a point of no return very soon, we will have no water to drink or farm. It is time we wake up and perform our role….”
Shihori Water Management Site
Vipulbhai from Shihori, Banaskantha narrated the above while appealing us for deepening the lake in their village. We had stated our preconditions, i.e. to ferry the excavated soil and collect a contribution from each and every family to build a corpus for managing community water sources
Lake Deepening work
We have experienced that many times the tractors arrive until good quality topsoil is been excavated, once the quality of soil changes the tractors stop. Hence, It was also mentioned that the tractors to ferry the soil should not stop mid-way but arrive until the entire task is finished. 
Vipulbhai and the farmers who have land around the lake had assured all the above would be followed and they did. Our experience in Shihori has been very encouraging. We were in the village to monitor the ongoing lake deepening work, and were impressed by the disciplined manner it was been carried out. They were grateful for the support VSSM and financial assistance from Fine Organic Industries Pvt. Ltd. 
Mittal Patel meets the people of Shihori Village
We thanked them for their awareness and their proactiveness. “Ben, we have many visitors through the day who come to witness this work and they do tell us that they would be contacting you soon. How wonderful it would be if everyone woke up to this need, the earth will once again be alive and beautiful!!” Vipulbhai shared. 
We are delighted with the acceptance and recognition the water conservation efforts are receiving. Hope this village leadership competes with each other and races to deepen as many lakes possible. It sounds like a perfect race, where everyone will win!! 
 The images share glimpses of Shihori before the works began and the ongoing efforts and the youth behind these efforts. 
 અમારા વિસ્તારમાં સરકારે બોરવેલ કર્યા અને અહીંયાથી પાણી લઈને અછતવાળા વિસ્તારો -રાધનપુર, સાંતલપુરમાં ખુબ આપ્યું. હવે નર્મદા આવીને બોરવેલ બંધ થયા. આ સિવાય અમે ખેડૂતોએ પણ ખેતી માટે બોરવેલ કર્યાને પાણી કાઢે રાખ્યું. એટલે અમારા તળ 800 થી 1000 ફૂટ પહોંચ્યા. હવે નહીં જાગીએ તો શહેરમાં જઈને મજૂરી કરવા’વારો આવવાનો એટલે ભઈ’સાબ હવે જાગો…’
બનાસકાંઠાના શિરોહીગામમાં રહેતા વિપુલભાઈએ આ વાત એમના ગામનું તળાવ ગાળવાની વિનંતી કરતી વખતે કરેલી. 
અમે કહેલું માટી ઉપાડવા ટ્રેક્ટર મુકવા ઉપરાંત નાનો ફાળો ભેગો કરવો પડશે તો તળાવનું કામ કરીશું. પાછુ ટ્રેક્ટર ખોદકામ થાય ત્યાં સુધી સતત આવવા જોઈએ. 
વિપુલભાઈ અને શિહોરીનું જે તળાવ ખોદાઈ રહ્યું છે તે તળાવ આસપાસના ખેડૂતોએ આ વાતની ખાત્રી આપી અને એ ખાત્રી બરાબર પાળી. 
ઘણી જગ્યાએ ફળદ્રુપ માટી હોય ત્યાં સુધી ટ્રેક્ટર આવે પછી કોઈ તકવાય આવે નહીં. અમારા આવા ઘણા અનુભવ છે માટે જ લખુ છું. પણ શિરોહી અનુભવ નોખો હતો.
અમે તળાવનું કામ કેવું ચાલે છે તે જોવા ગયા તો એકદમ સીસ્તબદ્ધ કામ થઈ રહ્યું હતું.
સૌએ સંસ્થા અને આ તળાવ જેમની મદદથી થાય છે તે ફાઈન ઓર્ગેનીક ઈન્ડ્રસ્ટ્રીઝ પ્રા. લી.નો આભાર માન્યો.
અમે ગામનો આભાર માન્યો. મૂળ તો જાગૃત થયા એ માટે. જો કે વિપુલભાઈએ કહ્યું, ‘આપણા આ તળાવને જોવા ઘણા લોકો આવે છે અને પોતાના ગામના તળાવો ઊંડા કરાવવા માટે સંસ્થાનો સંપર્ક કરાવવા કહે છે..બેન બધા જાગી તો કેવું રૃડુ થઈ જાય નહીં?’
ચાલો સારુ થઈ રહ્યું છે.. 
જ્યોત સે જ્યોત જલે… ની જેમ હકારાત્મક તળાવ ગળાવવાનો વાદ સૌ લઈ રહ્યા છે એનો રાજીપો…
શિહોરીના તળાવની ખોદકામ શરૃ કર્યા પહેલાંની દશા.. હાલ ખોદાઈ રહ્યું છે અને ગામના જે યુવાનો આ કાર્યમાં સક્રિય છે તે સૌની સાથેના ફોટો….