VSSM do not stop at planting trees but also care for them to they are raised well…

Mittal Patel visits tree plantation site in Juna Deesa

We have embarked on a massive campaign of planting and raisin trees, an imminent need of the current times…

As a human race, we are staring at difficult times if we do not pull our act together and begin planting and raising trees.

It is important to think in the direction of introducing diverse trees to the otherwise arid or ganda-baval packed village wasteland and crematorium compound.

Tree Plantation Site
We planted trees around Ramdevpir temple in Juna Deesa

VSSM has selected Banaskantha district for the implementation of its tree plantation campaign, and as part of our program, we do not stop at planting trees but also care for them to they are raised well.

In August 2021, with the help of the forest department and village community, we planted trees around Ramdevpir temple in Juna Deesa. The attached image shares a glimpse of how well the trees are growing. Within coming  3-4 years, these trees will have a canopy to provide shade to other living beings.

Planted trees are growing well

 

We planted trees around Ramdevpir temple in Juna Deesa

We are grateful to Rosy Blue Pvt. Ltd for financially supporting the plantation at Juna Deesa, gratitude to the forest department and the village community as well.

You can also choose to support our ongoing efforts of making Banaskantha green and water sufficient.

Mittal Patel visits tree plantation site

વૃક્ષો ઉછેરવાનું અમારુ અભીયાન. આમ જુઓ તો આજના સમયની આ તાતી જરૃરિયાત.

નવા વૃક્ષો નહીં વાવીએ ને જે વાવેલા છે એનું જતન નહીં કરીએ તો આવનારો વખત વધારે કઠીન આવવાનો..

ગામના ગૌચર, સ્મશાનભૂમી આજે બંજર અથવા ગાંડાબાવળથી ભર્યા પડ્યા છે ત્યારે આ ગૌચર જમીન અને સ્મશાનભૂમીને હરિયાળી કરવાનું આપણે કેવી રીતે કરી શકીએ તે દિશામાં ઝાઝુ વિચારવાની જરૃર છે.

અમે બનાસકાંઠામાં વૃક્ષો વાવી ને ત્રણ વર્ષ સુધી તેની માવજત એટલે કે સરખી રીતે ઉછરે તે જોવાનું નિર્ધારીત સંકલ્પ સાથે કરી રહ્યા છીએ.

જૂના ડીસાના રામદેવપીરના મંદિરમાં ગામ અને વનવિભાગની મદદથી અમે ઓગષ્ટ 2022માં વૃક્ષો વાવ્યા. અમે વાવેલા વૃક્ષો કેવા સરસ ઉછર્યા તે ફોટોમાં જોઈ શકાય છે.

આ વૃક્ષો ઘટાટોપ થાય ને એના માંડવા નીચે સૌ જીવ સુખેથી બેસી શકે તેવું આવનારા ત્રણેક વર્ષમાં થશે.

રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. એ અમને જૂના ડીસામાં વૃક્ષો ઉછેરવા મદદ કરી. તેમનો ગામલોકોનો અને વનવિભાગનો ઘણો આભાર.

તમે પણ અમારા વૃક્ષ ઉછેર અભીયાનમાં જો઼ડાવ.

ચાલો સાથે મળીને મા ધરાને લીલુડો શણગાર ચડાવીએ

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022…

Mittal Patel with the Vruksh Mitra

“Ben, trust us, we shall raise all the trees we will plant!”  Bhikhabhai and Haribhai from Banaskantha’s Bharkavada had mentioned this firmly.

In July 2021, after it was decided to raise trees in the village amidst a partnership between VSSM and the village community, 501 couples had planted 2300 trees at the village crematorium.

As a result of the enthusiasm of village youth, retired forest officer and the specially appointed Vruksh Mitra, all the planted trees are growing well.

We are grateful for the support from  Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

It is fitting to mention the proactiveness of the village community towards ensuring the trees are well looked after and grow well. The villagers have volunteered to plough the soil around the trees so that the roots breathe well.

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022. Of course, we will be partnering with the local community and administration.

The local administration has joined hands to fulfil this pledge; we want more companies/corporates like Rosy Blue to partner with the cause and adopt one or two village woodland.

We request you join hands to help us cover our mother Earth in green. The trees will be home to thousands of living species. And that means being drenched in an abundance of blessings. I hope you choose to be showered with such blessings!!

‘બેન ભરોસો રાખજો જેટલા વૃક્ષો વાવશો એ બધાય ઊછરશે..’

બનાસકાંઠાના ભરકાવાડાના ભીખાભાઈ અને હરીભાઈએ દૃઢતાથી આ કહેલું.

જુલાઈ 2021માં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષો ઉછેરવાનું અમે નક્કી કર્યું.ને ગામના સ્મશાનમાં 501 દંપતી સાથે અમે સૌએ પૂજન કરીને 2300 થી વધુ વૃક્ષો વાવેલા. ગામના ઉત્સાહી યુવાનો, નિવૃત વન અધિકારી અને વૃક્ષોની માવજત માટે અમે રાખેલા વૃક્ષમિત્રની ઘણી માવજતના લીધે વાવેલા તમામ વૃક્ષો આજે સરસ ઉછરી રહ્યા છે.

રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી. એ અમને વૃક્ષો ઉછરેવા માટે આર્થિક સહયોગ કર્યો. જે માટે અમે એમના આભારી છીએ.

સાથે ગામ પણ એવું સજ્જ. એક વર્ષમાં લગભગ ચારેક વખત તો એમણે સ્વખર્ચે વૃક્ષોની વચ્ચે ખેડાણ કર્યું જેથી વૃક્ષોને ઓક્સિજન સતત મળે ને એનો ગ્રોથ સરસ થાય.

જુન 2022 થી બનાસકાંઠાના વિવિધ ગામોમાં બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે રહીને 5 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ છે.

આ સંકલ્પને પૂર્ણ વહીવટીતંત્ર તો સાથે આ્વ્યું. હવે રોઝી બ્લ(ઈન્ડિયા) પ્રા. લી. જેવી વધુ કંપનીઓ જોડાય તેમ ઈચ્છીએ. એક એક કંપની – વ્યક્તિ એક એક ગામમાં ઉપવન ઊભુ કરવા આર્થિક મદદ કરે તો આ લક્ષાંક એવડો મોટો નથી કે પૂર્ણ ન થાય..

વૃક્ષો ઉછેરવા, ઘરતી માને એનો લીલુડો શણગાર આપવા આપ સૌને મદદ કરવા વિનંતી.. મૂળ આ લીલુડો શણગાર હજારો જીવોનું ઘર થશે ને એ સુખી થશે તો આપણે પણ સુખી થઈશું.

#vssm #MittalPatel

Tree Plantation site at Bharkavada village
Tree Plantation site at Bharkavada village
Mittal Patel with Bhikhabhai and Haribhai discusses Tree Plantation
Mittal Patel at Tree Plantation site
VSSM recieved support from Rosy Blue (India) Pvt Ltd towards this plantation.

 

GACL organisation supports our tree plantation drive in Banaskantha…

Mittal Patel discusses tree plantation in meeting

“Is Banaskantha your native, or  is  it the only region you work in?” I have often been asked.

I am a believer of  Vasudhaiva Kutumbakam. VSSM’s various initiatives are implemented in 22 districts, but the tree plantation campaign and the deepening of lakes are only implemented in Banaskantha. If we focus our resources and energy on one region, its far-reaching impact will be felt in 10-15 years.

Many get upset at our stance of focusing our environmental activities only in Banaskantha. They invite us to come and work in their region.

GACL organisation supports our tree plantation drive in  Banaskantha. They requested us to implement our tree plantation drive in 10 villages of Baroda while assuring financial support for the same.

There is an urgent need for such massive efforts in all the regions, and ‘if GACL supports, we can work in other regions,” the team opined.

We had an introductory meeting at the GACL office chaired by Shri Sanjaybhai Bhatt and the Sarpanchs of 10 shortlisted villages. We shall now arrange to visit these villages and launch our tree plantation campaign in the region.

We are delighted our universe expanded a little more; I am sure this must have delighted Mother Earth as well.

ઘણી વખત લોકો મને કહે, બેન તમારુ વતન બનાસકાંઠા? અથવા ફક્ત બનાસકાંઠામાં જ તમે કાર્ય કરો?

સાંભળીને હું તો વસુદૈવ કુટુંબમાં માનુ એમ કહુ. આમ તો અમે 22 જિલ્લામાં વિધવિધ પ્રવૃતિઓ કરીએ. પણ વૃક્ષોઉછેરવાનું ને તળાવો ઊંડા કરવાનું કાર્ય ફક્ત બનાસકાંઠામાં કરીએ. મૂળ એક જિલ્લામાં કાર્ય કરીએ તો દસ પંદર વર્ષે પછી એની ઈમ્પેક્ટ જોઈ શકીએ માટે..

પણ આ નિર્ણયથી ઘણા નારાજ પણ થાય. અમારા વિસ્તારમાં પણ તમે આ કાર્ય માટે આવો અમે મદદ કરીશુંનું કહેણ પણ ઘણા મોકલે..

#GACL સંસ્થા અમને #બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવામાં મદદ કરે. એમણે આ વખતે વડોદરામાં દસેક ગામોમાં વૃક્ષો ઉછેરવા અમને કહેણ મોકલ્યું ને આર્થિક મદદની ખાત્રી આપી.

આમ તો પર્યાવરણનું કાર્ય ગામે ગામ થાય તે આજના સમયની તાતી જરૃર. વળી GACL મદદ કરે તો નવા વિસ્તારમાં પણ જઈએ એવું ટીમ સાથે નક્કી થયું.

બસ નક્કી થયાના ભાગરૃપે જે દસ ગામોમાં વૃક્ષો ઉછેરવાનું કરવાનું છે તે ગામના સરપંચો સાથે GACLના કાર્યાલય પર શ્રી સંજયભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક બેઠક થઈ. હવે ગામોની મુલાકાત ગોઠવીશું ને જુન 2022 પછી ત્યાં વૃક્ષો ઉછેરવાનું આયોજન કરીશું.

ફલક બહોળુ થયાનો આનંદ… ને મા ધરતી રાજી થશે એ નક્કી…

#MittalPatel #vssm

Mittal Patel had an introductory meeting at the GACL office
Mittal Patel had an introductory meeting at the GACL office chaired by Shri Sanjaybhai Bhatt

 

VSSM is undertaking tree plantation drive in the Bharkawada village …

Ramjibhai shared how they tackled the onslaught of covid’s devastating second wave with Mittal Patel

Bharkawada is one unique village that did not register a single hospitalization or death during the Covid second wave.

While rarely has a village escaped the onslaught of Covid’s  second wave, this narration by Ramjibhai of Bharakwada astounded me. Bharkawada had 3-4 cases and the infected recovered well. How did no one require hospitalization?

“The village youth took up the responsibility of sensitizing individuals who were hesitating to take the vaccine. We also took advantage of our village WhatsApp group to share information on the benefits of vaccination,how vaccinated people escaped with minor symptoms etc. In short, vaccination saved them from facing severe consequences of the second wave. Apart from this the ones who were still awaiting vaccination took good care of themselves.” Ramjibhai shared how they tackled the onslaught of covid’s devastating second wave.

There are many misconceptions making waves about the side effects of the vaccine. Many told me how they ran to the fields when the vaccination team visited their homes.

‘Infact, vaccination saved us, just like the polio eradication campaign, the 2 drops that have made polio cases almost non-existent, similar has to happen with Covid-19” shares Ramjibhai.

Bharkawada is a village with a population of 2200 to 2500 people. VSSM is undertaking tree plantation drive in the village with the assistance of Rosy Blue (India) Pvt. Ltd. The village youth has been enshrined the responsibility of undertaking plantation drive. Apart from the crematorium,  VSSM plans to plant trees on either side of the lane leading from Palanpur Highway to the village’s main entrance. This would provide the much needed green shade to those walking into the village.

Hope like Bharkawada other villages too wake up to the needs of current times….

ભરકાવાડા એક એવું ગામ જ્યાં કોરોનાની બીજી લહેરમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું ના કોઈને હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું.

ગામના રામજીભાઈની વાત સાંભળી નવાઈ લાગી.. મૂળ કોરોનાની બીજી લહેરમાં ભાગ્યેજ કોઈ ગામ #કોરોના મુક્ત રહ્યું હશે. ત્યારે #ભરકાડાવાડામાં બે પાંચ લોકોને ખાલી કોરોનાના લક્ષણો દેખાયા વળી એ લોકો ઘરે જ સાજા થયા. હોસ્પીટલના દ્વારે કોઈને જવું જ ન પડ્યું. આવું કેવી રીતે થયું?

રામજીભાઈએ કહ્યું, ‘કોરોનાની રસી માટે ગામમાં યુવાનો જે લોકો રસી ન લે એને ઘરે જઈને સમજાવીએ. અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ ચાલે એમાં અમે રસીકરણના ફાયદા જેમને રસી લીધી હોય તેમને કોઈ નુકશાન નથી થયું વગેરે વાતો મુકીએ એના પ્રતાપે સૌને હિંમત આવી. આ રસીકરણે એમને બચાવ્યા. આ સિવાય રસી માટે જેમનો વારો નહોતો આવ્યો તેમણે પોતાની કાળજી બરાબર કરી’

રસીને લઈને કેટલી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી છે. ઘણા લોકોએ કહેલું કે, બેન રસી વાળા આવે એટલે અમે ખેતરમાં ભાગી જઈએ. રસી લઈએ તો મરી જઈએ.. આ થાય ફલાણું થાય…

પણ રામજીભાઈ કહે, ‘રસી લઈએ તો જીવી જવાય. જેમ #પોલીયો નાબુદ કરવા બાળકોને રસીના બે ટીપા પીવડાવાય ને એના લીધે પોલીયોના કેસ હવે ક્યાંય જોવા નથી મળતા બસ આવું કોરોનાનું છે’

ભરકાવાડા 2200 થી 2500ની વસતિવાળુ જાગૃત ગામ..અમે આ ગામના સ્મશાનમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી વૃક્ષો વાવના છીએ.. ગામના નિવૃત ફોરેસ્ટ અધિકારી આ વૃક્ષોની માવજતની જવાબદારી યુવાનોની ટીમ સાથે નિભાવાના છે..અમે સ્મશાન સિવાય #પાલનપુર હાઈવેથી ગામમાં પ્રવેશવાના રસ્તેથી છેક ગામ સુધી વૃક્ષો વાવવાનું આયોજન પણ કર્યું છે. જેથી રાહદારી રસ્તો લીલોછમ બને..

ભરકાવાડાની જેમ અન્ય ગામો પણ જાગૃત થાય એમ ઈચ્છીએ..

#MittalPatel #vssm Galav Dairy

#vaccination #vaccinationday2021

#vaacine #COVID19 #Covid19India

#coronavirus #TreePlantation

Tree Plantationn site
Mittal Patel meets the villagers of Bharkawada village
Bharkawada village sign board

 

 

 

 

The community participation helped us take the tree plantation drive forward…

 

Mittal Patel with Shefuddinbhai and others at Shiya tree plantation site

The community participation helped us take the tree plantation drive forward Kankrej’s Shiyagaum where we planted 2000 trees in and around the cemetery. Participatory tree plantation program requires commitment from the community to identify a spot, make water arrangements, protection fence while VSSM clears the space, brings the saplings and pays monthly remuneration to Vriksh Mitra/tree caretaker.

The community of Shiyagaum is very proactive and volunteered to take up the responsibility. The very active Abbasbhai, Shefuddinbhai and other youth managed to raise 1982 trees in 4 months, with just 18 trees dying.

 

Shiya Tree Plantation Site
The active members managed to raise 1982 trees in 4 months

They also spent around Rs. 1 lakh to house the Vriksh Mitra near the site. One look around the area the trees have been planted one gets a sense that they are well maintained and looked after.

“Plant trees to bring rains…” a slogan we have heard growing up needs to come to life in Banaskantha, a region that remains rain starved. In 2019 we initiated tree plantation drive in villages of Banaskantha, with plantation happening at 22 sites.

Along with the Vriksh Mitra,  VSSM team members also work round the clock to ensure the saplings take roots, they don’t get infected with pests, provide manure, maintain a tree count, rebuke the vriksh mitra where required. The VSSM team members Naranbhai, Ishwarbhai, Bhagwanbhai are on a constant move.

During the monsoon of 2021, we plan to plant 1 lakh trees in rural Banaskantha,  provided the village communities are prepared to their bit and share the responsibility.

Mittal Patel visits Shiya Tree Plantation site

Trees are our lifeline, they take care of us, they make earth look beautiful. Hope people sign up for this task of making our rath look beautiful.

In the picture – Shefuddinbhai taking us around the site!!

કાંકરેજનું શિયાગામ..

ગામના કબ્રસ્તાનમાં અમે 2000 વૃક્ષો ગામના સહયોગથી વાવ્યા. આમ તો વૃક્ષો વાવવા માટે અમારી કેટલીક શરતો જેમાંની મુખ્યત્વે વૃક્ષો ઉછેરવા જગ્યા, એની ફરતે કાંટાળી વાડ અને પાણીની વ્યવસ્થા ગામલોકોએ કરી આપવાની.

અમારા ભાગે વૃક્ષો લાવવાનું, જગ્યાની સફાઈ ને વૃક્ષોનું જતન કરનાર વૃક્ષોની મા કે મિત્રને માસીક સેવક સહાય આપવાનું.શિયાના જાગૃત બિરાદરોએ આ જવાબદારી સ્વીકારી એટલે જ અમે ત્યાં વૃક્ષો વાવ્યા.

અમને સતત ચિંતા આ વૃક્ષોના ઉછેરની હોય. પણ વૃક્ષમિત્ર અબ્બાસભાઈ બહુ સક્રિય ને એમને સહયોગ શેફુદ્દીનભાઈ અને અન્ય સ્વજનોનો એટલે ચાર મહિનામાં ફક્ત 18 વૃક્ષ બળ્યા બાકી 1982 હયાત.

વૃક્ષમિત્ર વૃક્ષારોપણ કરેલી જગ્યા પર રહી શકે તે માટે એકાદ લાખના ખર્ચે નાનકડુ ઘર પણ કબ્રસ્તાનમાં જ બનાવી દેવામાં આવ્યું. વૃક્ષારોપણ કરેલી જગ્યા જોઈને સરસ માવજત કરી છે એવું આપોઆપ બોલાઈ જાય.

બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ ઓછુ.. નિશાળમાં ખુબ ભણ્યા, વૃક્ષ વાવો વરસાદ લાવો. આ વાક્ય અમલી બનાવવાનું અમે 2019થી શરૃ કર્યું ને શિયા જેવા અન્ય ગામોમાં મળીને કુલ 22 સાઈટ પર વૃક્ષારોપણ કર્યું.

વૃક્ષમિત્રની સાથે સાથે અમારા કાર્યકરો નારણભાઈ, ઈશ્વરભાઈ, ભગવાનભાઈની પણ સખત મહેનત.

દર મહિને ઝાડની ગણતરી, વૃક્ષમિત્રની મહેનત નબળી દેખાય ત્યાં ટકોર, ઝાડને રોગ લાગુ ન પડે તે માટે જરૃરી દવા, ખાતર.. કાંઈ કેટલુંયે ધ્યાન રાખવા એ સતત ફરતાં રહે…

2021 ના ચોમાસે 1 લાખ ઝાડ વાવવાનું આયોજન છે.. ગ્રામજનો જાગે ને ભાગીદારી સાથે આ કાર્ય કરવા તૈયાર થાય ત્યાં આ કરવું છે…

ઝાડ એ આપણી ધરતી માનો શણગાર છે. દરેક ગામ ધરતીમાના શણગાર માટે સજ્જ થાય એવી આશા…

ફોટોમાં શેફુદ્દીનભાઈ લખ્યા પ્રમાણેની વૃક્ષારોપણની સાઈટ બતાવતા…

#MittalPatel #vssm #tree #greenvillage

#TreePlantation #green #greencover

#GreenGujarat #save #saveearth

#donate #villagelife #mission

#missionmilliontree