
Yes, the COVID19 pandemic has brought life to a standstill, for a very long time it will be safe to stay at home. However, as they say, life must go on and we will have to begin working soon. The cycle of nature does not wait for anything, it keeps changing.


Lake deepening works have begun in Khorda and Rajkot villages of Banaskantha’s Tharad. VSSM works in partnership with the government and village.
ઘરમાં રહીએ સુરક્ષીત રહીએ એ સાચુ પણ કામ તો કરવું પડશે ને?
કુદરત તો એના નિત્યક્રમ પ્રમાણે ચાલવાની જ.. એ કોઈની રાહ જોઈને નથી બેસતી..
આગામી એકાદ દોઢ મહિનામાં વરસાદ પડવાનો. પાણીનું સંકટ પણ માથે છે જ ખાલી એના સમાચાર અત્યારે કોરાનાની મોટી બૂમના કારણે સંભળાતા નથી.
પાણી બચાવવાની અમારી ઝૂંબેશના ભાગરૃપે બનાસકાંઠામાં તળાવ ગળાવવાની અમારી ઝૂંબેશ અત્યારે તો પૂર બહાર શરૃ થઈ ગઈ હોત પણ કોરોનાએ આ વખતે જરા બ્રેક મારી..
VSSMની મજબૂત ટીમે તળાવોના કામ ઝટ આરંભીએ એવી ભાવના વ્યક્ત કરી. ડર્યા વગર રાશનકીટનું વિતરણ તો એમણે કર્યું હવે પોતાના ઘરથી છેટે કોઈ બીજા ગામમાં સુખ સુવિધાઓ વગર રહીને તળાવોના કામ કરવા બધા તૈયાર હતા.
ગામલોકો સાથે તળાવો ગળાવવા બાબતે વાત કરી અને એ લોકો પણ તળાવો ગળાય તો ટ્રેક્ટર આપવાની સહમતી આપી.
સરકારે શરૃ કરેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ગાળવામાં સરકારનો સહયોગ મળે તે માટે કલેક્ટર શ્રીને વિનંતી કરી અને બધુ સમુ સુતરુ ગોઠવાયું.
બનાસકાંઠાના થરાદના ખોરડા અને રાજકોટગામમાં તળાવો ઊંડા કરવાના કામો શરૃ કર્યા.
સરકાર, VSSM અને ગામની ભાગીદારીથી તળાવો ઊંડા કરવાનું શરૃ કર્યું છે… જે ફોટોમાં જોઈ શકાય છે.
પાણી સમગ્ર જીવસૃષ્ટિ માટે જરૃરી.. કુદરતને પણ સમગ્ર જીવ સૃષ્ટિ માટે થઈ રહેલા આ કાર્યને લઈને રાજી થશે….
#MittalPatel #VSSM