VSSM planted VSSM planted 4900 trees in Khanpur village with the help from our well-wisher The Heart Foundation and Research Institute…

Mittal Patel along with Shri Dr. Nitin Sumant Shah during 
plantation program

Today we planted breaths.. You might wonder, can breaths be planted again? And we say yes, they can be planted, provided there is a sentiment in the heart.. Today, in Khanpur village of Dehgam in Gandhinagar, we came together with the whole village to plant breaths, not just with a few people.

The village invited us to create a village forest in the village grazing land. We gladly accepted. Dr. Nitin Sumant Shah from the Heart Foundation and Research Institute came to help plant 4,900 trees. The residents of Khanpur also participated. VSSM led the initiative, the Forest Department provided the trees, and with collective efforts, a beautiful task was accomplished.

We consider trees as gods and where they are planted as a tree temple. Before a deity is enshrined in any temple, a ceremonial procession takes place. Today, before enshrining the trees in our Pratiksha Gramvan, we held a procession in which the MLA of Dehgam, the Collector, Nitinbhai Shah, and the entire village joined. With much fanfare, the procession of the tree gods reached the tree temple… 51 couples from the village, children, and others participated in the ceremonial planting of the trees.

Esteemed Nitinbhai gave his wife Pratikshaben a memorable gift for future generations by creating Pratiksha Gramvan. Many works are being done in VSSM with their help.. having them with us is significant. We are grateful to them…

For the residents of Khanpur, this was an exceptional celebration, so residents of Khanpur living in Mumbai and Ahmedabad came specially to participate in the program. Such enthusiasm needs to be instilled in every village.

MLA Shri Balrajsinhji, Collector Shri Mehul Dave, Prant Collector, esteemed Bhagwandas Panchal, officials of the Forest Department, Hitendrabhai Patel, the Sarpanch, members of the Taluka Panchayat, and all the villagers were present at the program. We are grateful to all of you…

Our team, including Tohidbhai, Maheshbhai, Pravinbhai, Kalpeshbhai, and the entire VSSM team, is committed to ensuring that the trees planted grow well. We salute their dedication. This was possible due to the hard work of the team day and night, and we are proud to have such a strong team…

We plant and nurture trees with the village’s participation. The residents of Khanpur understood this well, so they gathered a significant amount as a donation for planting and nurturing the trees. Khanpur village’s participation is unique.

During the breath-planting program, the villagers promised to give an additional twenty bighas of grazing land for planting and nurturing trees, besides the land given for Pratiksha Gramvan…

Salute to esteemed Nitinbhai and the residents of Khanpur who have such a sentiment for trees…

Vriksham Rakshati Rakshita: Whoever protects the trees, The trees protect them…

We pray that the trees protect esteemed Nitinbhai and the villagers who helped in this endeavor…

આજે અમે શ્વાસ વાવ્યા..

તમને થશે શ્વાસ ને તે વળી વવાય?

ને અમે કહીએ હા વવાય, બસ મનમાં ભાવના હોવી જોઈએ..

અમે આજે ગાંધીનગરના દેહગામના ખાનપુરગામે એકલ દોકલ માણસો સાથે નહીં પણ આખા ગામ સાથે ભેગા મળી શ્વાસ વાવ્યા.

ગામે અમને ગામની ગૌચર જમીનમાં ગ્રામવન બનાવવા આમંત્રણ આપ્યું. અમારે તો ભાવતુ તુ ને વૈદે કીધા જેવું થ્યું.

4900 વૃક્ષો વાવવા મદદે આવ્યા ડો. નિતીન સુમંત શાહ – હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ. ખાનપુર નિવાસીઓએ પણ ભાગીદારી નોંધાવી. VSSM એ આમાં આગેવાની લીધી, વન વિભાગે વૃક્ષો આપ્યા ને સહિયારા પ્રયાસથી સુંદર કાર્ય પાર પડ્યું.

અમે વૃક્ષને દેવ કહીએ ને જ્યાં એનું સ્થાપન કર્યું તે વૃક્ષમંદિર. કોઈ પણ મંદિરમાં દેવ બિરાજમાન થાય એ પહેલા એની શોભાયાત્રા નીકળી. આજે અમે પણ અમારા પ્રતિક્ષા ગ્રામવનમાં વૃક્ષનું સ્થાપન કરતા પહેલા તેની શોભાયાત્રા કાઢી ને એમાં દેહગામના ધારાસભ્ય શ્રી, કલેક્ટર શ્રી,નિતીભાઈ શાહ સહિત આખુ ગામ જોડાયું. વાજતે ગાજતે વૃક્ષ દેવની શોભાયાત્રા પહોંચી વૃક્ષમંદિરમાં… ગામના 51 દંપતીઓ તેમજ બાળકો ને અન્ય સૌએ મળીને વૃક્ષોનું સ્થાપન એ પણ પુજન સાથે કર્યું. 

આદરણીય નિતીનભાઈએ તેમના પત્ની પ્રતિક્ષાબેનને ભાવી પેઢી યાદ રાખે તેવી ઉત્તમ ભેટ પ્રતિક્ષા ગ્રામવન બનાવીને આપી. તેમની મદદથી VSSMમાં અનેક કામો થઈ રહ્યા છે.. તેમનું સાથે હોવું એ મોટી વાત. અમે એમના આભારી છીએ… 

ખાનપુર નિવાસીઓ માટે આ અનેરો ઉત્સવ હતો એટલે મુંબઈ, અમદાવાદમાં રહેતા ખાનપુર નિવાસીઓ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. આવો ઉત્સાહ દરેક ગામોમાં ઊભો થાય એ જરૃરી.

ધારાસભ્ય શ્રી બલરાજસિંહજી, કલેક્ટર શ્રી મેહુલ દવે, પ્રાંત કલેક્ટર શ્રી, આદરણીય ભગવાનદાસ પંચાલ, વન વિભાગના અધિકારીઓ,  હીતેન્દ્રભાઈ પટેલ, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેમજ સમગ્ર ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આપ સૌના અમે આભારી છીએ.. 

વૃક્ષો વાવી તે બરાબર ઉછરે તે માટે મથતી અમારી ટીમ તોહીદભાઈ, મહેશભાઈ, પ્રવિણભાઈ, કલ્પેશભાઈ ને સમગ્ર VSSM ટીમની કટીબદ્ધતાને પ્રણામ. ટીમની રાતદિવસની મહેનતથી આ બધુ શક્ય બને આવી મજબૂત ટીમ સાથે હોવાનું ગર્વ..

અમે ગામની ભાગીદારીથી વૃક્ષો વાવી ઉછેરવાનું કરીએ.  ખાનપુર નિવાસીઓ આ બાબતને યોગ્ય રીતે સમજ્યા એટલે એમણે વૃક્ષો વાવી ઉછેરવા માટે માતબર રકમ અનુદાન પેટે એકત્રીત કરી. સહભાગીતા નોંધાવવામાં ખાનપુરગામ એકદમ નોખુ. 

શ્વાસરોપણ કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રતિક્ષા ગ્રામવન માટે આપેલી જગ્યા સિવાયની બીજી વીસ વીઘા ગૌચર જમીન વૃક્ષો વાવી ઉછેરવા આપવાનું પણ વચન આપ્યું..

વૃક્ષો માટે આવી લાગણી રાખનાર આદરણીય નિતીનભાઈ તેમજ ખાનપુર નિવાસીઓને સલામ… 

વૃક્ષં રક્ષતિ રક્ષતિઃ

વૃક્ષોની જે રક્ષા કરે છે 

તેનું રક્ષણ વૃક્ષ કરે છે..

આ કાર્યમાં મદદ કરનાર નિતીનભાઈ તેમજ ગ્રામજનોનું રક્ષણ વૃક્ષ કરે તેવી પ્રાર્થના… 

#vssm #MittalPatel #treeplatationdrive #onemillionraise #heartfoundation Nitin Sumant Shah

Mittal Patel with VSSM team at Khanpur tree plantation site

Mittal Patel with others performing vruksh poojan

Mittal Patel, Shri Dr. Nitin Sumant Shah ,the MLA of Dehgam,
 the Collector joined tree plantation program

All the villagers were present at the tree plantation program

Khanpur Tree Plantation site

The villagers performed pooja and planted the saplings

The tree worship ceremony was carried in presence of everyone

Esteemed Nitinbhai gave his wife Pratikshaben a
memorable gift for future generations by
creating Pratiksha Gramvan

VSSM provides monthly ration kit to Urmilaba through its Mavjat initiative…

Mittal Patel meets Urmila Ba

 In Patel’s place  they have done up a small room with metal sheets but there is no door. “Why don’t you make a door for the home.” Urmilaba requested. 

“If I have to go somewhere, I can close the door. Since you have started giving food grains it is getting stolen. I feel ashamed to ask Mohanbhai for more grains within a few days. He may think I have sold the grains that were given. That’s why a door is important.

This was stated by Urmilaba, who lives in Patan. Her husband passed away some time ago. There is no one in the family who takes care of her now..

Neighbours are good and they often provide Urmilaba with food. However Ba does not like it. Earlier she had no choice but to take it from the neighbours but since VSSM started providing it , she does not have to borrow from any one. 

With old age pension and the ration, Ba can manage. She requested that if she can get some help for the medicine that she has to buy, it will be good. She doesn’t like to ask for financial help but sometimes it becomes a compulsion..

Like her, we take care of 600 other elderly destitutes every month. You too can become such a guardian for the elderly by contacting 90999-36013 between 11 and 6.

Dear Ashvanibhai Chaudhary, residing in Palanpur, is Urmilaba’s guardian… He has taken care of 100 grandmothers. We at VSSM are grateful to him for this contribution…

‘પટેલની જગ્યામાં આ પતરાની ઓરડી કરી છે પણ દરવાજો નથી તમે પતરાનો દરવાજો કરી આપો ને’ ‘કેમ દરવાજો નથી..’

‘ના હું ક્યાંક જવું તો પતરુ આડુ કરીન જવું. પણ હમણા હમણાથી તમે જે અનાજ આપો એ ચોરાઈ જાય. મોહનભાઈ(vssm ના કાર્યકર) આપી જાવ એટલે ફરી પાંચ દાડામાં એમની પાહે માંગવામાં શરમ આવે. એમને થાય કે વેચી માર્યું હશે પણ ચોરી જાય હું કરુ. એટલે દરવાજો..’

પાટણમાં રહેતા ઊર્મીલાબાએ આ કહ્યું. એમના પતિ થોડા વખત પહેલા મૃત્યુ પામ્યા. પરિવારમાં કાળજી કરે એવું હવે કોઈ નથી. 

બાના પડોશીઓ ઘણા સારા એ લોકો ઘણી વખત ખાવાનું આપી જાય. પણ બાને એ ખાસ ગમે નહીં. ના છુટકે લેવું પડતું. પણ હવે દર મહિને રાશન મળતા એમને નિરાંત થઈ ગઈ. 

વૃદ્ધ પેન્શન મળે ને અમે આપીયે એ રાશનકીટ એનાથી એમનું ચાલી જાય. દવાનો ખર્ચ જરા વધારે થાય છે એ મદદ મળે તો સારુ એવું ભારે હૈયે એમણે કહ્યું. દરેક વ્યક્તિને માંગવું ગમે નહીં.. પણ ક્યારેક મજબૂરીમાં…

ઉર્મીલાબા જેવા 600 બા દાદાઓને અમે દર મહિને સાચવીએ. તમે પણ આવા માવતરના પાલક બની શકો એ માટે 90999-36013 પર 11 થી 6માં સંપર્ક કરી શકો.

પ્રિય અશ્વનીભાઈ ચૌધરી પાલનપુરમાં રહે તે ઉર્મીલાબાના પાલક… એમણે 100 માવતરોને દત્તક લીધા છે. તેમની આ લાગણી માટે તેમની આભારી છું…

Urmila Ba gets Monthly ration kit
with the help from VSSM