Compartment Bunding in Vadia- Returning the Favour of Mother Nature…

With the desilting  and  deepening of 45 lakes in Banaskantha, we were eagerly awaiting the arrival of rains that would fill up these thirsty and parched lakes. However, the rain gods decided otherwise. The entire region received almost no rain. Narmada that has turned out to be lifeline of Gujarat is also drying up soon.

The forecast is that Gujarat is heading towards potable water crisis this year. Chances are that even drinking water will be hard to access this summer.

However, Banaskantha’s Vadia decided to try its level best to save as much water possible. It decided to put into practice the theory of restricting the village water within village boundaries. It went a bit further and captured the rain water falling on the farmlands by designing and implementing compartment bunding on the farms of 40 farmer members of Saraniya Women Cooperative Society.
Large pit have been created to ensure that the rain water through the farms flows in these pits and begins percolating underground (can be seen in the picture).
Vadia, a village believed to be ignorant and illiterate managed to work wonderfully to preserve water. We hope other villages try to emulate these efforts.
Here’s praying for a better monsoon next year….
ગુજરાતીમાં રૂપાંતર

ગુજરાતથી વરસાદ રીસાયો.

બનાસકાંઠામાં અમે 45 તળાવો ખોદાયા.

ગામના તમામ અમી દૃષ્ટિએ વરસાદની રાહ જોતા રહ્યા પણ વરસાદ તો સાચે રીસાયો..

આખો પંથ કોરો ભઠ્ઠ રહ્યો. નર્મદા જીવાદોરી. પણ એના નીરેય આવતા ઉનાળા સુધી ખુટવાના..

પીવાનું પાણી મળી રહે તોય ઘણું એવો ઘાટ ઘડાયો..

વરસાદ રીસાયો પણ આપણાથી થોડી એની કટ્ટી કરાય.

એના આવવાની રાહમાં તો લાલ જાજમ પાથરવાની..

બનાસકાંઠાના વાડિયાએ આવી જ લાલજાજમ પાથરી..

ગામમાં એકેય તળાવ નહીં. પણ વરસાદી પાણીને તો બચાવવું રહ્યું. શું કરવું?

આખરે ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં એ થીયરીથી થોડા આગળ ચાલી ખેતરનું પાણી ખેતરમાં એ વાત ઉપર અમે આવ્યા.

સ્ત્રી સરાણિયા સહકારી મંડળીના ચાલીસ ખેડુત ખાતેદારોના ખેતરોમાં VSSM એ કંપાર્ટમેન્ટ બંડીંગ કર્યું. ખેતરમાં પાણીનો ઢાળ જે બાજુ હોય તે બાજુ શેઢાની અંદરની બાજુ સળંગ મોટા ખાડા કર્યા જેથી ખેતરમાંથી વરસાદી પાણી વહીને આ ખાડામાં જ આવે ને ત્યાંથી જમીનમાં ઉતરે. (ફોટોમાં કંપાર્ટમેન્ટ બંડીંગ જોઈ શકાય છે)

વાડિયા જેવું સૌની નજરે નાસમજ ગામ પાણીનું મહત્વ સમજે એનાથી રૃડુ શું.

વાડિયાગામની પાણી બચાવવાની આ સમજમનું અનુકરણ ગુજરાતનો દરેક ખેડુત કરે એવી આશા રાખીએ…
સાથે ભઈ’સાબ આવતે ચોમાસે ના રીસાતો હો… એવા કાલાવાલાય વરસાદને અત્યારથી…

Work begins in Vadia for rainwater harvesting…..

A few of weeks back we had written about our efforts on sensitising the community of Vadia towards rainwater harvesting. Our constant well wisher and guide Shri. Rashminbhai Sanghvi from Mumbai had briefed the families on the same and provided guidance on how to go about it. He had advised them to deepen the already existing ditch the village had in its periphery. This was intended to accumulate the rain water so as to recharge the ground water.

The families have began digging a Canal

The community of Vadia is on a path of rehabilitation. The families are choosing to stop pushing their daughters in to sex trade, instead they are sending them away for education. So creating other sources of income for these families is very crucial. Agriculture is becoming one of the prime occupations here but availability of water is a big issue. One bore well isn’t enough to meet the demands of a 100 families. Hence it is important these families harvest whatever little rain the region receives.

Canal Deepened

Will the families do it was a big question because it was not an individual job but a community effort as the common property was being created. To our surprise the families have began digging a canal to take the rain water to this large ditch (as seen in the picture).

The Families have began digging a Canal

On behalf of the organisation am thankful to our donor and well wisher Shri. Rameshbhai Kacholia for providing the financial support for deepening the ditch. The community of Vadia requires our support, once they are up and about they will not need our help and the demonstration of such sincerity shows that day isn’t very far…..

વાડીયાના પરિવારોએ વરસાદી પાણી સંગ્રહ કરવા કેનાલ ખોદવાનું શરુ કર્યું…

બનાસકાંઠાના વાડિયા માટેની એક ધારણા જનમાનસ ઉપર પડી ગયેલી કે આ ગામના લોકો કોઈ દિવસ મહેનતનું કામ ના કરે. એમને એમની બહેન –દીકરીઓને દેહવ્યાપાર કરાવીને સરળતાથી મળતાં પૈસામાં જ રસ છે. જોકે આ વાત કેટલાક અંશે મોટાભાગના પરિવારો માટે સાચી પણ હતી. ગામના પુરુષોની કામ કરવાની કોઈ માનસિકતા જ નહોતી. પણ હવે આ પરિવારો પોતે આ દોઝખ ભરી જિંદગીમાંથી બહાર આવવા ઈચ્છે છે. ખેતીવાડી તો એમણે શરુ કરી છે. જ્યાં પાણી પહોચે એવી તસુ એ તસુ જમીન એમણે ખેતીલાયક કરી દીધી છે અને એમાં કાળી મજૂરી કરવા માંડી છે.

ગામમાં સિંચાઈ માટે એક બોરવેલ છે જે પુરતો નથી બીજો બોરવેલ કરવો છે. પણ એ પહેલાં જમીનમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને બોર બનાવીને પાછું પાણી ખેંચવાનું? જમીનમાં પાણી ઉતાર્યા વગર ખેંચ્યા જ કરીશું તો એક વખત પછી એ પાણી પણ ખૂટવાનું. વળી બોરવેલ ચલાવવાનો ખર્ચ પણ ખરો. આ બધી બાબતો ઉપર મુંબઈના આદરણીય શ્રી રશ્મિનભાઈ સંઘવીએ આ પરિવારો સાથે ખુબ વિગતે વાત કરી અને ઉકેલરૂપે જમીનમાં પાણી ઉતારવાનું, ગામમાં તળાવ તો ના કહી શકાય પણ એક મોટો ખાડો છે એને ઊંડો કરીને ગામનું ચોમાસાનું તમામ પાણી એ ખાડામાં ભરવાનું નક્કી થયું. આ બધું નક્કી તો થયું પણ આ લોકો કામ કરશે કે કેમ એ પ્રશ્ન હતો. કામ વ્યક્તિગત નહિ પણ સહિયારું હતું એટલે. પણ આશ્ચર્ય વચ્ચે એમણે તળાવ (ખાડા)માં પાણી લઇ જવા માટે કેનાલ ખોદવાનું કામ શરુ કરી દીધું છે. જે ફોટોમાં જોઈ શકાય છે.

સંસ્થાગત રીતે vssmના શુભેચ્છક દાતા શ્રી રમેશભાઈ કચોલીયાએ તળાવ ઊંડુ કરવા માટે આર્થિક મદદ કરવા કહ્યું છે. આ પરિવારોને એક વખત બેઠા કરવાની જરૂર છે અને એ થઇ જશે પછી એમને આપણી જરૂર નહિ રહે.. અને એ દિવસ ઝટ આવશે એ હવે લાગી રહ્યું છે..