The wise financial planning helped Naranbhai Bajaniya build a beautiful house and move his family from a shanty to under a proper roof over head…

Naranbhai resides in Mandvi village of Patan district. Like most Bajaniyaa he too trades fashion accessories and likes in exchange of hair. The hair that collets and falls during combing is bought by the Bajaniyaa who then sell it to merchants. And because the Bajaniya earn from it we women giving hair refuse to give it for free. They always trade it  in exchange of  hair accessories or toys for their children.

Naranbhai and many like him do not have enough capital to buy such accessories in bulk hence they sell the collected hair on a daily basis.  The returns on smaller quantity of hair remains small. The merchants offer Rs. 1500 to 1800 per kilo of hair but if you take 7-8 kilos to sell the amount stretches up to Rs. 2600 per kilo.

The loan of Rs. 10,000 VSSM had offered to Naranbhai is not a big amount but Naranbhai planned it wisely to earn well.  He also managed to save enough from the earnings. The wise financial planning helped him build a beautiful house (as seen in the picture) and move his family from a shanty to under a proper roof over head. Recently, he requested for a bigger loan of Rs. 30,000 to expand his business of selling fashion and hair accessories, toys, lingerie  etc. The joy of supporting such growing needs always cheers us up.

The house he has built of one room with a porch, adjoining it he built another similar house. “I need to earn enough to cover these houses with a roof, after which I will be at ease. Monsoons are difficult to spent under kuccha roofs.” Naranbhai shared and we couldn’t agree more.

We are grateful to all of you for support the cause that has helped us reach to thousands of individuals like Naranbhai. Without your support it would have been impossible to spread happiness in lives of so many families.

The role of our team members Mohanbhai in identifying the right kind of individuals in need is commendable.

નામ એમનું નારણભાઈ. પાટણના માંડવીમાં એ રહે.. બજાણિયા સમુદાયના મોટાભાગના લોકો કરે એ વ્યવસાય કટલરી વેચવાનો ને એની સામે વાળ ખરીદવાનો એ કરે..

કાંસકામાં ઉતરી આવતા આપણા વાળ ભેગા કરીને બજાણિયા બે પાંચ રૃપિયા કમાય છે એવી લોકોને ખબર પડી ને બસ પછી આપણો સ્વાર્થ જાગ્રત થયો. મારા વાળમાં મારી હિસ્સેદારી કેમ નહીં? એટલે વાળના બદલામાં બોરિયા, બકલ, કશું નહીં તો ફુગ્ગો મફત આપો ને વાળ લઈ જાવનું આપણે કહેવા માંડ્યા..

નારણભાઈ પાસે ઝાઝો સામાન ખરીદવા કે વાળ ભેગા કરવા પૈસા નહીં. એટલે રોજે રોજ થાય એટલો વેપાર કરે. પણ એમાં મળતર ઝાઝુ ન રહે. અમે એમને દસ હજાર લોન પેટે આપ્યા. જેમાંથી એ સામટો કટલરીનો સામાન લાવ્યા ને વાળ પણ ખાસા ભેગા કરીને પછી વેપારીને વેચવા ગયા. પહેલાં અઢીસો કે પાંચસો વાળ વેચતા તો વેપારી મનફાવે તેવો ભાવ પ્રતિ કી.ગ્રામે 1500 કે 1800નો ભરે. પણ સામટા પાંચ સાત કિ.ગ્રા. વાળ વેચવા જતા 2600 સુધીનો ભાવ મળ્યો.

દસ હજાર મોટી મૂડી નથી પણ એ દસ હજારનું આયોજન નારણભાઈએ બરાબર કર્યું ને એમાંથી એ સરસ કમાયા. આ કમાણીમાંથી એમણે બચત કરી.. પેલું ત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય બસ એની જેમ. આ ત્રેવડમાંથી જ છાપરાંમાં રહેતા એમાંથી ફોટોમાં દેખાય એવું સરસ મજાનું ઘર એમણે બનાવ્યું.

હમણાં એમણે વાળ એકત્રીત કરવાની સાથે સાથે કટલરી વેચવાના વ્યવસાય માટે બીજી ત્રીસ હજારની લોન માંગ ને અમે આપી. મૂળ ધંધો કરવાની ધગશ વધે એનાથી રૃડુ શું હોય…

બચતમાંથી એમણે એક રૃમ ઓસરીવાળું સરસ ઘર ઊભુ કર્યું. આ ઘરની બરાબર બાજુમાં ભીંતો ચણીને બીજુ આવું જ ઘર એમણે તૈયાર કર્યું છે. નારણભાઈ કહે,

‘બસ છત નાખવાના પૈસા ધંધામાંથી કમાઈ લઈશ. પછી શાંતિ. ચોમાસે સખત હેરાન થવાતું હવે નિરાંત છે’ નારણભાઈએ હરખાતા  આ કહ્યું. ને એમને સાંભળી અમને રાજીપો..

નારણભાઈ જેવા હજારો લોકોને લોન આપી તેમને સ્વતંત્ર ધંધા કરવા પ્રોત્સાહીત કરનાર VSSM સાથે સંકળાયેલા સૌ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર. તમે ના હોત તો આ બધુયે થવું અસંભવ હતું.

કાર્યકર મોહનભાઈની ભૂમિકા નારણભાઈને શોધીને તેમને યોગ્ય મદદ કરવાની રહી…

#Mittalpatel #vssm #bajaniya

#nomadic #denotified #business

#smallbusiness #employment

#patan  #mandvi #Gujarat

Mittal Patel meets Naranbhai Bajaniya at his newly
build home

 

Naranbhai Bajaniya sharing his experience with
Mittal Patel

 

Naranbhai expanded his buisness after getting big amount
interest free loan from VSSM

 

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve…

Mittal Patel visits water management site

One does not need to keep lecturing on the need for water and lake deepening; it is a fact that if the lakes can retain monsoon waters the groundwater tables in the vicinity will rise.  VSSM carries participatory water management programs in Banaskantha district where certain regions are in such dire need of water conservation initiatives and the absence of it might result in an apocalyptic scenario.  

The water of Sardar Sarovar has been boon to many water-starved regions of Gujarat. As the outreach of Narmada water increases,  we observe an increasing trend of reverse migration of families who had left this parched landscape return to their native and begin tiling their farms once again. The government has taken up the task of filling the lakes by laying pipelines from the canal to lakes.

This year’s budget has provisions for filling up lakes within 3 kilometres radius of canal or pipeline, this has been raised by a kilo-meter. This indeed is a much-needed step in addressing the chronic water crisis in the region.  But the lakes farther from 3-kilometres also need to be covered, one can encourage community participation for the same. The farmers are hungry for water and they will spend it to get it to their village. The villages where average rainfall is very less and the groundwater tables have depleted to below 1000 feet require urgent redressal of the water crisis and a more acute one that is looming on the horizon. The 60 villages of Lakhni, Lavana have no option but to depend on underground water. The region needs support and encouragement to adopt rainwater harvesting methods like lake deepening, bunding, farm-ponds etc.

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve. A committee needs to be set up to monitor the work and progress, it is crucial to conduct social audits at regular intervals during the process.

The lakes VSSM deepened at Doodhwa, Kataav, Kankar villages did fill up with rainwater,  but they also need water from Narmada because rains aren’t a normal occurrence in this region. Only then will the groundwater tables rise and enable farmers to take 2-3 crops.

The images are of Doodhwa, Kataav and Kankar lakes.

તળાવની જરૃરિયાત વિષે ઝાઝુ બોલવાનું કે ભાષણ કરવાના નહોય.. પણ તળાવોમાં ભરાતા પાણીના લીધે જ ધરતીના પેટાળ પાણીથી ભરેલા રહે..

અમારો જળસંચયને લઈને વધારે અનુભવ બનાસકાંઠા જિલ્લાનો.ત્યાંના કેટલાક વિસ્તારમાં પાણીના કાર્યો કરવા અત્યંત જરૃરી નહીં તો આગામી સમયમાં સ્થિતિ ભયંકર થશે એવું જણાય છે.

નર્મદાના પાણી ઘણા વિસ્તારમાં આશિર્વાદ રૃપ બન્યા છે. પાણી નહોતા એટલે સ્થળાંતર કરી ગયેલા ઘણા લોકો આજે ગામમાં પરત આવીને ખેતી કરતા થયા છે. સરકારે પણ કેનાલ કે પાઈપલાઈન થકી તળાવો ભરાવવાનું કાર્ય આરંભ્યું છે.

સરકારે જાહેર કરેલા આ વર્ષના બજેટમાં પાઈપલાઈન કે કેનાલની આસપાસના બે કિ.મી.ની ત્રીજીયામાં આવતા તળાવો ભરાવવાની વાતને આગળ વધારતા હવે ત્રણ કિ.મીની ત્રીજીયામાં આવતા તળાવો ભરવાની વાત કરી છે અને એ માટે પૈસા પણ ફાળવ્યા છે. આભાર.. આ થવું જ જોઈએ..

પણ એક વાત હજુ વધારે.. ત્રણ કિમી થી વધારેની ત્રીજીયા વાળા તળાવોય આવરીયે. આમાં લોકોની ભાગીદારી પણ કરી શકાય. મારા ખ્યાલથી પાણીની જે ખેડૂતોને ભૂખ છે તે તો પોતાના ખર્ચેય આ કાર્ય કરશે.જ્યાં વરસાદ ઓછો છે ને પાણીના તળ 1000 થી વધુ ઊંડા ગયા છે. ત્યાં સઘન કાર્ય જરા ઉતાવળે કરવાની જરૃર છે.  જેમ કે અનુભવે કહુ તો બનાસકાંઠાનો લાખણી, લવાણા વાળો વિસ્તાર લગભગ 60 ઉપરાંત ગામોમાં બોરવેલ સિવાય પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટેની ઉત્તમ વ્યવસ્થાઓ તળાવો, ખેતતલાવડીઓ, ખેતરમાં કંપાર્ટમેન્ટ બંડીંગ વગેરેને પ્રોત્સાહનની જરૃર છે. 

આ સિવાય જળસંચયના કાર્યો માટે ફળવાયેલા પૈસા એકદમ યોગ્ય રીતે ખર્ચાય તો સરકારનો ઉદેશ્ય બર આવશે. તળાવો માટે જે પૈસા ખર્ચાય એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવા કમીટીનું ગઠન થવું જરૃરી છે. દેખરેખ, સોસીયલ ઓડીટની વાત કરવી પડે એવી સ્થિતિ છે. કારણ સવાલ પાણીનો છે.. 

અમે બનાસકાંઠામાં દૂધવા, કટાવ, કાકરગામમાં તળાવો ગાળેલા એ તળાવો વરસાદી પાણીથી તો ભરાયા પણ નર્મદાના પાણીથીયે એ ભરાયા જેના લીધે તળમાં ફરક પડે ને ખેડૂતો બે- ત્રણ પાક પણ લઈ શકે…

ફોટોમાં #દૂધવા, #કટાવ અને #કાકરનું #તળાવ..  

#MittalPatel #vssm #water

#savewater #waterrecharge

#watermanagement #goverment

#budget #environment #climatechange

This year’s budget has provisions for filling
 up lakes within 3 kilometres radius of canal
or pipeline, this has been raised by a kilo-meter. 

The lake VSSM deepened fill up with rainwater

Mittal Patel discusses water management 

The government has taken up the task of filling the lakes by
laying pipelines from the canal to lakes.

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater

VSSM request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022…

Mittal Patel meets mir families of Ratanpur village
in Kheda district

 “Ben, please do something to help us get a house. We have been staying in Ratanpur for a very long time; we even have identity proofs of this village yet we cannot have a house. Living next to a highway gets scary at night!” Darghbhai Mir, a community leader residing at Matar’s Ratanpur shared the plight of his community. 

“Since you have been staying here for so long are your names on the BPL list?”

“That we do not know, but why BPL?”

“Our Prime Minister has pledged to provide homes to all homeless by 2022. So if your name is on the BPL list you might have already been surveyed for the house!”

“So wouldn’t it be possible now?”

“We have appealed, so it should happen!”

Everyone dreams of a house; we request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022. 

‘બેન આ રહેવાનું કોક ઠેકાણું પાડોને. આ રતનપુરામાં અમે ઘણા ટેમથી પડ્યા સીએ. અમારા બધા ઓધારો ઓયના પણ બળ્યું આ રહેવા બલ્લે ઘર નથી થતું.અમે પાસા પડ્યા સીએ રોડની બાજુમોં એટલે રાત વરત બીકેય ઘણી રે.’

ખેડાના માતરના રતનપુરામાં રોડની બાજુમાં રહેતા મીર આગેવાન દરઘાભાઈએ આ રજૂઆત કરી..
‘ગામમાં વર્ષોથી રહો તે બીપીએલ યાદીમાં તમારા નામ ખરા કે નહી?’
‘ઈની અમન ખબર નહીં… પણ બીપીએલ ચમ?’
‘આપણા વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં તમારા જેવા ઘરવિહોણા પરિવારોના ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે. જો બીપીએલ યાદીમાં નામ હોત તો કદાચ તમારો સર્વે થઈ ગયો હોત એટલે પુછ્યું’
‘તે હવે નહીં થાય’
‘થશે.. આપણે રજૂઆત કરી છે..’
ઘરનું સમણું બધાને હોય.. રતનપુરામાં રહેતા આ મીર પરિવારોને 2022 પહેલાં રહેવા જગ્યા ને એના માથે ઘર બાંધવા સહાય મળી જાય તેવી કલેકટર શ્રીને વિનંતી…

The current living condition of nomadic families

The current nomadic settlement of nomadic families

Mir families sharing their plight with Mittal Patel

The Ramparabeti settlement and many others that we have built are an outcome of generosity and good-will of our will-wishing friends and supporters…

Devi Ma along with her mentally challenged grandson

 Devi Ma resides in Rajkot’s Ramparabeti along with her mentally challenged grandson. The parents (Devi Ma’s son and daughter-in-law) have almost abandoned him. Devi Ma works menial jobs to earn to feed the son under her care, for days when she has no strength to work,  she begs for money and food.

Devi Ma’s nephew stays in the vicinity;  although he is quite old to work and support Devi Ma, he tries his best to be of maximum support.

VSSM helped Devi Ma acquire a residential plot at Ramparabeti, it also did the paperwork to ensure she receives Rs. 1.20 lacs in government assistance to build a house over it. The cost to build the house is Rs. 2.25 lacs meaning there is a deficit of more than a lakh rupees. In the first phase of building houses at Ramparabeti,

VSSM initiated the construction of 68 houses. Today the number of houses under construction has grown to 71. Usually, VSSM provides Rs. 50,000 to families who need support to build houses but for this particular settlement we had to raise the amount to Rs. 55,000 because the condition of these families is poor. And four families amongst these are so poor that they need further assistance for us. Devi Ma is one of them, she will need Rs. 1,05,000 and not Rs. 55, 000. We are hopeful that the request we have made to our well-wishing donors will be heard.

The significant support for construction on homes at Ramparabeti comes from our dear and respected Krishnakant Uncle and Indira Auntie. Respected Rashmikantbhai, Kumudbahen and many of our well-wishing have supported us generously to help us build the Ramparabeti settlement.

The Social Welfare Officers have also expedited the release of funds to these families, the visible outcome is shared in the images herewith.

Respected Ujamshibhai relieved us from major worry by taking the onus of construction. The construction will come to an end by March or April end when these families will be able to move in as homeowners.

WASMO will enable us to bring water to this settlement, the community contribution to be paid to WASMO for this facility will be supported by respected Shri Piyushbhai Kothari.

As evident, the Ramparabeti settlement and many others that we have built are an outcome of generosity and good-will of our will-wishing friends and supporters. It is this compassion that leads to such communes of love and hope.

Gratitude to all who have helped.  The hard-hard work and efforts of our team members Kanubhai, Chayaben and community leaders Dungarbhai, Jivabhai has made all of these possible.

દેવી મા.. #રાજકોટના #રામપરાબેટી માં રહે.. તેમના દીકરાનો દીકરો માનસીક રીતે વિકલાંગ જે એમની સાથે રહે..દીકરાના મા -બાપ વર્ષો પહેલાં તેને દાદી પાસે મૂકીને જતા રહ્યા, આમ તો ભાગી ગયા એમ કહેવું વધારે ઉચીત.. દેવી માએ મજૂરી કરીને ને મજૂરી કરવાની શારિરીક ક્ષમતા ન રહી પછી ભીખ માંગીને પોતાનું ને આ દીકરાનું પુરુ કરે. 

દેવી માના ભત્રીજા એય ઉંમરમાં ઘણા મોટા. એમનાથીયે મહેનત ન થાય છતાં એ પણ શક્ય મદદ કરે. આવા દેવી માને રામપરા બેટીમાં VSSMની મદદથી રહેણાંક અર્થે પ્લોટ મળ્યો. 

ઘર બાંધવાનો અંદાજ અમે કઢાવ્યો ને એક ઘરનો ખર્ચ 2.25 લાખનો અંદાજ આવ્યો. સરકાર 1.20 લાખ આપે બાકીના પૈસા ક્યાંથી કાઢવા?

સંસ્થાગત રીતે અમે 68 પરિવારના ઘર બાંધવાનું પ્રથમ ફેઝમાં શરૃ કર્યું ને 68માંથી વધીને આજે 71 ઘર બંધાઈ રહ્યા છે. સંસ્થાએ પ્રત્યે પરિવારને પહેલાં 50,000ની મદદ કરવાનું નક્કી કર્યું પણ સ્થિતિ જોઈને 55,000ની મદદ કરવાનું જરૃરી લાગ્યું. 

પણ રામપરામાં રહેતા ચાર પરિવારોની હાલત ખૂબ ખરાબ. દેવી મા પણ એમાંના એક. તેમને  55,000 નહીં પણ 1,05,000 ની મદદ કરવી પડે..પ્રિયજનો સામે ટેલ નાખી છે. આશા છે એ થઈ જશે…

આ પરિવારોના ઘર બાંધકામમાં સૌથી મોટી મદદ આદરણીય ક્રિષ્ણકાંત અંકલ ને ઈન્દિરા આંટીએ કરી.. એ સિવાય આદરણીય રશ્મીકાંતભાઈ, કુમુદબેન વગેરે ઘણા સ્વજનોની મદદ  મળી રહી છે ને ઘરો બંધાઈ રહ્યા છે. 

સમાજ કલ્યાણ અધિકારીએ પણ સહાયની રકમ આ પરિવારોને ઝડપથી આપી દેવાનું કર્યું. જેના લીધે ફોટોમાં દેખાય એ સ્થિતિમાં ઘરો બાંધી શકવાનું થઈ શક્યું. 

આદરણીય ઊજમશીભાઈએ આ બાંધકામનું કામ કરી આપી અમારા માથેથી બાંધકામનો ભાર હળવો કરી આપ્યો. મોટાભાગે માર્ચ અંત સુધીમાં અથવા એપ્રિલ સુધીમાં આ કાર્ય પૂર્ણ થશે ને આ પરિવારો ઘરવાળા થશે.

આ વસાહતમાં પીવાના પાણીની વ્યવસ્થા વાસ્મો કરશે. ને એ માટે ભરવો પડતો લોક ફાળો ભરવા આદરણીય પિયુષભાઈ કોઠારીએ મદદ કરી.. 

ટૂંકમાં કાંઈ કેટલાય સ્વજનોની મદદથી વગડાંમાંથી વહાલપની આ વસાહત નિર્માણ થઈ રહી છે..

મદદ કરનાર સૌનો આભાર ને કનુભાઈ, છાયાબહેન અમારા કાર્યકર સાથે વસાહતના આગેવાન ડુંગરભાઈ, જીવાભાઈની સક્રિયતાને લીધે આ બધુ શક્ય બન્યું આપ સૌને પ્રણામ…

#MittalPatel #vssm #housing

#humanrights #humanity

#nomadsofindia #denotified

#mavjat #elderlycare

#rajkot #Gujarat #રામપરાબેટી

VSSM initiated construction of 68 houses

The current living condition of nomadic families

Ongoing housing construction of Ramparabeti 
settlement

Rampara beti housing settlement

The ongoing construction of nomadic families’s dreamhouse

The current living condition of nomadic families

Thousands of individuals has succeeded in their ventures after receiving interest-free loans from VSSM…

Vipulbhai sharing his story with Mittal Patel

If one knows the correct way to use it, Facebook too has advantages and it is something we recently experienced when Vipulbhai from Radhanpur’s Amirpura shared his story with us.

The stories I share on our Facebook account talk about the work VSSM does with the marginalised communities, the stories people share and our learnings from it. The stories help us make you all part of our journey.

Sometime back I had shared the success story of Lilabhai. VSSM had provided him with an interest-free loan to help him begin his independent venture. Radhabpur’s Ganpatbhai Joshi happened to read the post and contacted us with a request to provide a loan to a young fellow from Amirpura, interested in starting his own business. I put him in touch with our Shankarbhai, which he did. This led to our meeting Vipulbhai Rana who worked as an assistant tailor with someone else’s shop. He has had aspirations to have his shop and stock ready-made garments but lack of funds impaired him to realise his aspirations. VSSM’s interest-free loan program is that ray of home for individuals likes people like Vipulbhai achieve their dreams and aspirations. Thousands of individuals has succeeded in their ventures after receiving interest-free loans from VSSM.

We have neither known Vipulbhai or Ganapatbhai for long hence Shankarbhai had to brief them about the loan protocol which Vipulbhai complied to. The twenty thousand rupees loan helped him stock ready-made salwar-kurta, selling them was his additional income apart from his tailoring job. The business grew and he had to employ an additional person for tailoring jobs. Vipulbhai began earning more and paid the instalments on time, we never had to remind him of his instalment dates.

Vipulbhai dreams of expanding his business. Since hard work and passion drives him,  I am sure the universe will conspire and help him achieve his dreams.

Yes, we get anxious loaning money to individuals we don’t know yet. But these are heuristic ways of helping the unknown and the universe does support our endeavours.

And we are grateful to Vipulbhai and Ganapatbhai for upholding our faith in them. 

ફેસબુક ઉપયોગ કરતા આવડે એના માટે ઉત્તમ માધ્યમ હમણાં એનો અનુભવ થયો…

વાત રાધનપુરના અમીરપુરાગામના વિપુલભાઈની…

વંચિતો અને વિચરતી જાતિઓ માટે જે કાર્યો કરીએ તેની વાત ફેસબુક પર લખુ. રાધનપુર પાસે રહેતા લીલાભાઈને અમે સ્વતંત્ર ધંધા માટે લોન આપેલી ને એમની તરક્કીની વાત મે ફેસબુક પર લખી. એ વખતે રાધનપુર વિસ્તારમાં રહેતા ગણપતભાઈ જોષીએ પોસ્ટ વાંચી ને સ્વતંત્ર વ્યવસાય કરવાની ધગશ રાખતા અમીરપુરાગામના એક યુવાનને લોન આપવા તેમણે કહ્યું. 

મે એમને અમારા કાર્યકર શંકરભાઈનો સંપર્ક કરવા કહ્યું ને શંકરભાઈને એ મળ્યા. એ પછી લોન લઈને જેઓ પોતાનો વ્યવસાય વધારવા ઈચ્છતા તે વિપુલભાઈ રાણા અમારા સંપર્કમાં આવ્યા. 

વિપુલભાઈ બીજાની દુકાનમાં સીલાઈ કામ કરે. પોતાની દુકાન કરવાની ને સાથે તૈયાર કપડાં રાખવાની એષણા ખરી પણ પાસે પૈસા નહીં.. 

અમારો લોન પ્રોગ્રામ પોતાના સ્વપ્ન કારગત કરવાની ખેવના રાખનાર માટે આશાનું કીરણ જેવો..

કેટલાય વ્યક્તિઓએ VSSMમાંથી લોન લઈને ધંધો શરૃ કર્યો ને આજે તેઓની ગાડી બરાબર પાડે ચડી ગઈ છે…

વિપુલભાઈ સાથે ને આમ જુઓ તો ગણપતભાઈ સાથેય તે અમારો એવો કોઈ લાંબો પરિચય નહીં પણ શંકરભાઈએ લોન આપતા પહેલાં વ્યવહાર બરાબર રાખવાની વાત યોગ્ય કરેલી ને વિપુલભાઈએ વાટકી વ્યવહાર બરાબર જાળવ્યો પણ ખરા. 

વીસ હજારની લોનમાંથી એ તૈયાર ડ્રેસ લાવ્યા. સિલાઈ કામની સાથે ડ્રેસનો વેપાર એ કરે. ધંધો વધ્યો હવે એમણે સિલાઈ માટે એક બીજો કારીગર પણ રાખ્યો, જેથી કામની ગતિ વધે..  લોનના હપ્તા ભરવા વિપુલભાઈને ક્યારેય ફોન નથી કરવો પડ્યો… 

વિપુલભાઈનું સ્વપ્ન ધંધો વધુ મોટો કરવાનું છે.. કુદરત એ પણ કરાવશે.. મૂળ તો નિષ્ઠા ને પાછી મહેનતની ધગશ બેઉ છે માટે..

અજાણ્યા સાથે વ્યવહાર કરતા હંમેશાં ડર લાગે.. પણ વસુદૈવ કુટુંબ કમઃમાં માનુ ને ક્યારેક આવા અખતરા કરુ. જો કે કુદરત આ અખતરા સમા સુતરા પાર પાડે છે.. 

વિપુલભાઈને ગણપતભાઈ બેઉનો આભાર મૂળ આ શ્રદ્ધા ટકાવી રાખવા માટે…

#MittalPatel

Vipulbhai has stocked ready-made salwar-kurta

VSSM’s interest free loan helped vipulbhai to
stock ready-made salwar-kurta selling them, was his
additional income apart from his tailoring job

#MittalPatel #vssm

VSSM’s interest free loan enables a dignified living to individuals like Jesangbhai…

Mittal Patel meets Jesangbhai Bajaniya

Recently, I was at Bajaniya settlement located at the edge of Mandvi village of Patan’s Sami block.

“I purchased this rickshaw from the loan I received from VSSM!” Jesangbhai pointed at the rickshaw parked in front of his house when I met him at the settlement.

VSSM had offered Rs. 20,000 as a loan to Jesangbhai. How could he buy a brand new auto from such a small amount?

“Ben, for a very long time I wanted to drive a rickshaw to earn my living. But the shortage of funds prevented me from achieving it. We are people who earn living from labour, we have no family heirloom to fall back on. Neither do banks or finance companies lend money to people like us. We also do not have stuff to mortgage so borrowing money is very difficult for us.  I knew VSSM provides loans, Mohanbhai had briefed me on that. He had also mentioned that the first loan will be small once we know your capacity and will to return the money, we shall sanction a bigger loan. I knew Rs. 20,000 will not enable me to buy a rickshaw nonetheless, I decided to give it a go.

I reached the auto-rickshaw showroom. The price for brand new rickshaw was Rs. 2.75 lacs. Never have in my life I have seen this kind of amount. They wanted Rs. 50,000 as a down payment or a second-hand auto rickshaw. Rest of the amount was to be paid-off as monthly instalments. It was an option I found doable. I searched for an old auto-rickshaw for Rs. 20,000. I found one and took it to the showroom. They gave me Rs. 50,000 on it and rest of the amount was converted into EMI. This way I managed to more than double the amount I received from VSSM and also became a brand new rickshaw owner!”

Jesangbhai acted very cleverly. Along with paying the EMIs he also managed to repair and upgrade his kaccha house to a little better version. The enterprising nomads seldom disappoint when it comes to thinking out of the box.

We are grateful for your unflinching support that enables us to provide a dignified living to individuals like Jesangbhai.

 પાટણના સમીના માંડવીમાં રહેતા #બજાણિયા પરિવારોની વસાહતમાં જવાનું થયું એ વખતે જેસંગભાઈ મળ્યા. એમણે આંગણે ઊભેલી રીક્ષા બતાવતા કહ્યું, ‘સંસ્થામાંથી લોન લઈને મે આ રીક્ષા ખરીદી’

અમે જેસંગભાઈને વીસ જ હજાર આપ્યા હતા, એમાંથી આ નવી નક્કોર રીક્ષા કેવી રીતે આવે? જવાબમાં એમણે જે કહ્યું એ એમના જ શબ્દોમાં;

‘રીક્ષા ઉપર ધંધો કરવાની ઈચ્છા મન ઘણા ટેમથી. પણ પાહેણ પૈસા નહીં. અમે મજૂરી કરીને રળવાવાળા. બાપીકી કોઈ મીલકત અમારી કને નઈ. આપણી સંસ્થામોંથી લોન મળ એવી મન્ ખબર. તે આપણા કાર્યકર મોહનભઈન વાત કરી અન્ મન પેલીવારકી વીસ હજારની લોન મલી. વીસમોં હું થાય? પણ મોહનભઈ હાચા હતા એક ફેરા વેવાર હારો રાખીએ તો બીજી લોન મલ. અસુબાની મોટી લોન તો કુણ આલ્? પાસુ અમારી કને ગીરવે મુકી હકાય એવી માલ મીલકતેય ચો હતી?

મુ શો રૃમમોં રીક્ષાની કિંમત પુસવા જ્યો. ઈમને તો પુણા તૈઈણ લાખ કીધા. આટલા તો બાપગોતરમોંય ભાળ્યા નતા. ઈમને કીધુ પચાસ હજાર ડાઉનપેમેન્ટ ભરો અથવા તમારી પાહે જુની રીક્ષા હોય તો એ આલો. એ જુની રીક્ષાની રકમ મજરે આલીશું. અન બાકીની લોન કરી આલશું. મન આ વાત ગળે ઊતરી. મે વીસમોંથી મલ એવી જુની રીક્ષા હોધી કાઢી અન્ એ રીક્ષા લઈન્ શો રૃમમોં જ્યો. એ જુની રીક્ષાના મન પચાસ હજાર મલ્યા અન બાકીની લોન કરી આલી તે આ નવી રીક્ષા મારી પાહે આઈ જઈ. ઓમ જુઓ તો સંસ્થામોંથી લીધેલા વીસ હજારના મે મહિનામોં જ પચા હજાર કર્યા. અન્ તીસનો મન સીધો ફાયદો થ્યો..’

જેસંગભાઈ એ જબરી બુદ્ધી વાપરી. એમણે રીક્ષાનો હપ્તો ભરવાની સાથે સાથે એ છાપરુ બાંધી રહેતા ત્યાં બચત કરીને ઈંટોથી કાચુ પાકુ મકાન પણ બનાવ્યું. 

જેસંગભાઈને આર્થિક રીતે સ્વતંત્ર કરવા માટે મદદ કરનાર પ્રિયજનોનો આભાર. તમની મદદ વગર આ બધુ ક્યારેય સંભવ નહોતું.

#MittalPatel #vssm #livelihood

#livelihood #InterestFreeLoan

#employment #smallbusiness

#patan #gujarat #india

Jesangbhai bought Auto Rickshaw from VSSM’s 
interest free loan program

Jesangbhai with his family and autorickshaw in front
of his house 

VSSM became instrumental in providing ration and feed to the elderly…

 

Mittal Patel’s arrival brings joy to Shanti Ma’s face

“We try to manage our expenses within Rs. 1400 pension we receive. If that does not suffice, we beg or borrow.”

If you look at her; Shanti Ma comes across as an able bodied, normal individual who loves to seat and chat. But looks can be deceiving so one needs to build opinion by listening to people like Shanti Ma,  instead of going by the looks.

Shanti Ma suffers from a condition called Albinism to a layman, it is a skin condition. But Albinism has various types. The skin on the entire body including hair turns white, if one comes in contact with heat the skin starts burning. The sight weakens and lacks judgement. People suffering from this condition need to cover their body completely to protect themselves from burning and itching. 

Shanti Ma does not remember when did this condition emerge but she has been working as menial labour even with it. Shankarbhai, her husband also works as a daily wage-earning labour. The couple has a daughter who is married and stays with her husband. After their daughter’s marriage, the couple had to work to earn daily food and they did so religiously. Life was moving at a steady pace but one day a wooden block fell on Shankar kaka while he was lying on a charpoy outside his home. The incident resulted in internal injury. Shanti Ma took him to numerous doctors but the condition kept worsening. Shankarkaka had to be with a catheter all the time and became bed-ridden. Shanti Ma worked hard to earn for two but, now she too cannot work as much. VSSM provides ration kits to the couple.

I was around Radhnpur recently, the thought of Shanti Ma crossed my mind. I reached to meet her., my arrival brought joy to her face.

“Does the ration reach you well?” I inquired.

“Yes, it is a great help. How would I manage to sustain both ourselves on a pension of Rs. 1400?? There are power expenses, the medical bills(for catheter) and other expenses. I would have to ask for money from others. Today, thanks to the ration kit I buy bajra worth Rs. 100 to feed these birds. They are destitute like us, the feed brings them happiness.

It is difficult to comprehend the nobility of these individuals. They don’t have enough,  every penny matters for them yet they spare money to feed others in need.

We wish good health to these elders. We are grateful for the support we have received from you all, it helps us provide for 145 elders in need of care and support. 

‘1400 રૃપિયા પેન્શનના મળે એમાંથી ઘર ચલાવીએ.. તૂટો આવે તો માંગી ભીખી લઈએ…’ 

રાધનપુરમાં રહેતા શાંતી માએ આ કહ્યું. પહેલી નજરે શાંતી મા શારિરીક રીતે સ્વસ્થ ને કામ કરી શકે એવા જણાય. પણ ઘણીવાર આંખો દગો દહીં દે…. સાચી સ્થિતિનો વર્તારો આંખે દેખ્યા કરતા બેસીને વાતો કરતા મળી જાય..

શાંતી મા એલબિનિઝમ નામની બિમારીથી પીડાય. સામાન્ય રીતે આપણે એને કોઢ કહીએ. પણ આ કોઢનો જરા જુદો પ્રકાર. આખું શરીર ચામડીનો મૂળ રંગ ખોઈ ધોળો રંગ ઓઢી લે. તડકાના સંપર્કમાં એ સીધા આવે તો એમની ચામડી બળવા માંડે. આંખો જજમેન્ટ પાકુ ન લઈ શકે.. સામાન્ય રીતે આ બિમારીથી પીડાતા વ્યક્તિ પોતાના શરીરને ઢાંકીને રાખે જેથી તકલીફ ઓછી થાય..

શાંતી માને આ બિમારી ક્યારે થઈ એનો ખ્યાલ નથી પણ એ તો આ તકલીફ સાથેય મજૂરી કરે જતા. તેમના પતિ શંકરભાઈ પણ છૂટક કામ કરે. પરિવારમાં દીકરી એને એમણે પરણાવી સાસરે મોકલી. એ પછી કાકા ને શાંતીમા બેઉ થતી મહેનત કરે. પણ એક દિવસ શંકરકાકા ખાટલામાં સુતા હતા ને ઉપરથી તેમના પર લાકડુ પડ્યું ને કાકાને આંતરભાગમાં તકલીફ થઈ ગઈ. શાંતી મા કાકાને લઈને ઘણા દવાખાના ફર્યા પણ ધીમે ધીમે મંદવાડ વધતો ચાલ્યો. કેથેટર કાયમી પહેરી રાખવું પડે. આમ કાકાએ ધીમે ધીમે ખાટલો પકડ્યો. કાકી જે મળે તે મજૂરી કરીને ઘરનું ગુજરાન ને કાકાની દવાનો ખર્ચ કાઢતા. પણ હવે કાકીથીયે ઝાઝુ કામ નથી થતું. આ બેઉને અમે દર મહિને રાશન આપીએ. 

વિચરતા પરિવારોની રાધનપુર પાસે આવેલી વસાહતમાં જવાનું થયું ને મને શાંતી મા યાદ આવ્યા ને અમે પહોંચ્યા એમના ઘરે. અમને જોઈને એ રાજી થઈ ગયા. રાશન પહોંચી રહે છે એવું પુછ્યું તો કહ્યુ, ‘હા વળી એનાથી ટેકો થઈ ગ્યો. બાકી 1400 પેન્શનના મળતા એમાંથી ખાવાનું, ઘરનું લાઈટબીલ, આ નળી(કેથેટરની) બદલવાનું બધે નહોતું પહોંચાતુ. ગમે નહીં તોય લોકો હામે હાથ લાંબો કરવો પડતો પણ હવે નથી કરવો પડતો. હવે તો દર મહિને સો રૃપિયાની બાજરી લાવુ છું. આ ચકલાંને નાખવા. એય બિચારા અમારા જેવા નોધારા. એમને દાણા મળે તો રાજી થાય’

 શાંતી મા કાકાને તો એક એક રૃપિયો વિચારીને ખર્ચવાનો છે તોય ચકલા માટે થોડું જુદુ કાઢવું. આ ભાવના જ ઉત્તમ.. 

ઈશ્વર આ બેઉ માવતરોને સાતા આપે એવી પ્રાર્થના ને સાથે આવા 145 માવતરોને સાચવવાની તક અમને અમારી સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી મળી તે માટે રાજીપો…

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #RationDistribution

#albinism #Radhanpur

#માવજત #રાધનપુર #ગુજરાત

Mittal Patel meets Shanti Ma and Shankarbhai
during her visit to Radhanpur

 

The honesty and humility Haribhai portrays is rare in current times…

Haribhai sharing his story to Mittal Patel

 

“I wanted to be like the ideal mother they depict in Hindi films…” Haribhai grinned while sharing his story.

“Why mother?”

“My youngest was one and a half years old, middle child was three and the eldest was five and a half when their mother passed away. Family and friends consoled for a while and got back to their lives while we are left to mourn our loss and grapple with the realities life throws. I was hoping that the family will help me raise my children while I earned for them but no one came to even inquire about our well-being. Many advised me to re-marry, that it is difficult to raise children single-handedly. But when my own did not support me how will someone I don’t even know help me raise my children How can another woman treat my children as her own? They said there will be caring women but it was a risk I wasn’t prepared to take. I was not bringing some product from the market, I had married and bring home a mother to my children and I wasn’t convinced to do so. I decided to be a mother and father to my children.”

It evoked a sense of respect as Haribhai spoke candidly of his life as a single parent. It also made me curious to learn about the challenges he encountered on his journey. Because Haribhai earned his living as a mason, and it is not easy to raise three children on construction sites. And their home too is a shanty on an open expanse of land in Diyodar.

“I would take all my children with me to work. They would be around me while I worked. Every morning I cooked and packed our tiffin before we left the house. Summers and winters were bearable but monsoons were agonizing. The area around our house would get flooded with rainwater. Once that happened I would pack the kids and our beddings to take refuge at Diyodar bus-stop. Those were extremely challenging times. 

Despite all these challenges Haribhai educated his children till 9th grade, they are all grown-ups now. The family received a residential plot from the government and assistance to build a house.

VSSM’s Naranbhai got to know Haribhai because he was the mason at many of VSSM supported construction works. Recently, Naranbhai had sought Haribhai’s services for installing a plaque at one of its sites. Strangely, Haribhai was unable to sit properly. On inquiring we learnt that he needs surgery for some medical issue. But, Haribhai feared his children’s well-being, what if his health went south during the surgery!! Hence, he had decided to undergo one after his children were married. Despite experiencing pain while sitting or lying down he delayed the treatment all for the well-being of his children. 

Naranbhai talked to convince him for treatment, another issue was funding to support the treatment. Haribhai had meagre savings. Naranbhai offered to help but accepting charity was against his grain. After persuasion, he agreed to accept the help as a loan and asked him not to worry about paying it back immediately but only after he recovers completely.

Haribhai first consulted doctors in Patan and Radhanpur who advised further examination. The treatment estimates there were quite high plus he would require to undergo 4 different surgeries. VSSM assured complete support but Haribhai wanted to be wise with his expenses. On 26th January he admitted himself to Civil Hospital and got the surgery done. The total expense was close to Rs. 2700. While he was in Ahmedabad recently for follow-up with the doctor he came and met us at the office.

“I am a little weak, but feeling quite better. If Naranbhai had not insisted and you had not supported morally,  I might not have decided to undergo the surgery. It is a great feeling to be pain-free once again.”  Haribhai was grateful for the support VSSM had extended.

“We merely played our part of bridging the gap,  the help reached you from Dubai based Krushnakant uncle and Indira auntie, we need to be grateful for their support. They have wished you good health and happiness always.” I expressed.

“My Pranams to Krushnakantbhai, he has been God sent for me. Rs. 5000 is all I will need to cover the cost of medicines and auto rent for my commute to Diyoder from Civil hospital.” Haribhai responded with humbleness.

The honesty and humility Haribhai portrays is rare in current times. He had no intention of taking anything more than he needed. Haribhai had gone above and beyond to fulfil the dual responsibility of becoming a mother and father to his three children.

“I hope and pray that every motherless child is blessed to have a mother like you!!”

Haribhai grinned.

While we were talking his son came to fetch him.

 “Pappa, shall we leave?”

Haribhai got up and prepared to leave.

“Never forget the sacrifices your father has made to raise you all. You are fortunate to have a parent like him.”

“We know all that he has endured to raise us well. He gave us a safe childhood and we shall provide him with secured old age.”

‘હિંદી ફીલ્મોમાં માનું પાત્ર કેવું આદર્શ હોય બસ મારે એવી મા થવું હતું..’  એવું કહી હરીભાઈ મંદ હસ્યા. 

‘કેમ મા?’

‘મારી નાની દીકરી દોઢ વર્ષની વચોટ ત્રણ વર્ષની ને મોટો છોકરો સાડાપાંચ છ વર્ષનો હતો ને એની મા ગુજરી ગઈ. સગાવહાલાં બારદાડા દિલાસો આપે પણ પછી એય એમના કામોમાં પરોવાય ને રહી જઈએ આપણે ને આપણા દુઃખો. કુટુંબના કોઈકને તો દયા આવશે ને મારા દિવસો થોડા ટૂંકા કરાવશે એવું હતું પણ કોઈ ખબર પુછવાય ન આવ્યું. એ વખતે સલાહ ઘણાએ આપી આખો જન્મારો એકલાથી કઢાય ને પાછા આ ત્રણ છોકરાં, લગ્ન કરી લે. પણ મને થયું મારી દશા ખરાબ થઈ ત્યારે મારા પોતાનાય ક્યાં મારી પાસે આવ્યા. તો પારકી જણી લાવું એ મારા આ મા વનાના છોકરાને કેટલા પોતાના માને? કોઈ કે, બધા એવા ન હોય. જીવનમાં થોડું જોખમ તો ખેડવું પડે. પણ આ દસ રૃપિયાની વસ્તુ ઘરે નહોતી લાવવાની. મા લાવવાની હતી. મારુ મન માન્યુ નહીં અને મે નક્કી કર્યું હું જ મારા બચુડિયાઓની મા ને બાપ બેય થઈશ’

હરીભાઈની વાત સાંભળી એમના પર માન થયું.. ને પાછો પ્રશ્ન પણ. 

હરીભાઈ કડિયાકામ કામ કરે. આમાં બાળકોને સાચવવાનું કેવી રીતે કર્યુ? વળી પાછુ એ રહે દિયોદરમાં ખુલ્લામાં છાંપરુ બાંધીને..

‘હું ત્રણેયને સાથે લઈને કામે જતો. એ લોકોને એક બાજુ બેસાડતો ને હું કામ કરતો. ટીફીન ભેગો લઈ જતો.. જેથી એમને તકલીફ ના પડે. પણ બેન ઉનાળો ને શિયાળો તો નીકળી જતો ચોમાસુ ભારે થઈ જતું. ઝૂંપડું જ્યાં હતું ત્યાં પાણી ભરાતુ. એટલે ગોદડા સાથે ત્રણેયને લઈને દિયોદર બસસ્ટેશને દોડતો ને ત્યાં જ પડી રહેતો બહુ દુઃખે દિવસો કાઢ્યા.

આવી સ્થિતિમાં રહ્યા છતાં હરીભાઈએ પોતાના ત્રણે બાળકોને નવ ધોરણ સુધી ભણાવ્યા..

આજે એમના ત્રણે સંતાનો મોટા થઈ ગયા છે. સરકારે રહેવા પ્લોટ આપ્યોને મકાન બાંધવા સહાય પણ આપી ને એમાંથી એમણે ઘર બાંધ્યું.

આવા હરીભાઈને અમારા કાર્યકર નારણભાઈ સાથે પરિચય. મૂળ તો સંસ્થાના બાંધકામના કામોમાં હરીભાઈ કડિયા તરીકે આવે. હમણાં એક જગ્યાએ તકતીનું કામ કરવાનું હતું. નારણ સાથે હરીભાઈ તકતી જ્યાં લગાવવાની હતી ત્યાં પહોંચ્યા. પણ હરીભાઈ સરખી રીતે બેસીને કામ ન કરી શકે.પુછતા ખ્યાલ આવ્યો કે, એમને શારિરીક તકલીફ થઈ છે. ડોક્ટરે ઓપરેશનનું કહ્યું છે. પણ હરીભાઈને બીક છે કે ઓપરેશન વખતે કાંઈક થઈ જાય તો ત્રણે બાળકો રઝળી પડે. 

એટલે આ ત્રણેના લગ્ન થઈ જાય પછી ઓપરેશન કરાવીશ. આવી ભાવના સાથે એ છેલ્લા સાડા ત્રણ વર્ષથી પીડા સહન કરે જાય.. ના સરખી રીતે બેસી શકે, ના સુઈ શકે. છતાં બાળકોની ચિંતા ના કારણે એ નિર્ણય ન લે..

નારણભાઈએ એમને સમજાવ્યા ને ઓપરેશન કરાવવા કહ્યું, પણ પાછી વાત આવી પૈસાની. પાસે એવી ઝાઝી બચત નહીં. નારણે કહ્યું, અમે મદદ કરીશું.. હરીભાઈએ બધુ મફતનું લેવાની ના કહી છેવટે નક્કી થયું કેટલીક રકમની મદદ ને કેટલીક લોન રૃપે આપવાનું. લોન ધીમે ધીમે ચુકવાશે પણ એક વખત આ પીડામાંથી મુક્ત થઈ જાવ..એવી વાત એમને કરી.

પાટણ અને રાધનપુરના દવાખાનામાં એ ગયા. રીપોર્ટ કરાવ્યા. પણ ખર્ચો વધારે કહ્યો. સાથે જુદા જુદા ચાર ઓપરેશન કરવા કહ્યું. 

અમે મદદ વધારે કરીશુંનું કહ્યું. પણ હરીભાઈએ કહ્યું, ભલે મદદ કરો પણ મારાથી ખોટો ખર્ચ ના કરાવાય. એમણે સિવીલ હોસ્પીટલમાં આવવાનો નિર્ણય કર્યો ને 26 જાન્યુઆરીના દાખલ થયા ને સુખરુપ ઓપરેશન થઈ ગયું. 

ખર્ચો પણ 2700 આસપાસ. ઓપરેશન પછી ઘરે ગયા ને ફરી બતાવવા આવ્યા ત્યારે મને મળવા ઓફીસ આવ્યા. 

‘શરીરમાં નબળાઈ છે. પણ હવે શાંતિ છે બેન. આ નારણભાઈએ તાણ કરી ના હોત અને તમે અમે સાથે છીએ એવું ના કહ્યું હોત તો કદાચ ઓપરેશન ના થાત. મને નવું જીવતદાન આપ્યું. તમારો ખુબ આભાર’ એવું એમણે કૃતજ્ઞતા ભાવથી કહ્યું.

મે કહ્યું, ‘મદદ તો અમારા દુબઈમાં રહેતા કૃષ્ણકાંત અંકલને ઈન્દિરા આંટીએ કરી. આભાર તેમનો માનવો ઘટે. એમણે  જ તમને સાતા રહે એ મદદ કરવા કહ્યું છે’

એમણે કહ્યું, આ દવાના ને સીવીલથી દિયોદર જવા રીક્ષા ભાડે કરી તે એના થઈને 5,000ની મદદ કરશો તો મને ઘણું થઈ રહેશે. ને ક્રિષ્ણકાંત ભાઈને મારા પ્રણામ. ભગવાનના એ દેવદૂત..

કેવો પવિત્ર શબ્દને કેવી પવિત્રભાવના. વધારાનું લેવાની જરાય લાલચ નહીં. વળી હીન્દી ફીલ્મોમાં બતાવે એવી મા તો ફીલ્મી હોય હરીભાઈ તો ખરી મા હતા.. મે કહ્યું, તમારા જેવી મા દરેક મા વગરના બાળકોને મળે એવી પ્રાર્થના કરુ.. એ મંદ હસ્યા.

અમે વાતો કરતા હતા ત્યાં એનો દિકરો આવ્યો ને કહ્યું, જઈએ પપ્પા. ને હરીભાઈ ઊભા થયા. મે એમના દીકરાને કહ્યું, ‘તારા બાપાનો ગણ હંમેશાં યાદ રાખ જે. આવા બાપા નસીબવાળાને મળે…’ 

એણે કહ્યું, ‘એમણે અમારા માટે જે વેઠ્યું એ બધું એ જાણીએ. ચિંતા ના કરો.  અમારુ બાળપણ એમણે ઊજાળ્યું હવે એમનું ઘડપણ અમે ઊજાળશું..’

#mittalpatel #vssm #health

#help #mother #motherhood

#vssm #nomadic #denotified

 

VSSM facilitates the process of desilting and deepening of lake in Bhadvel village…

Mittal Patel discusses Water Management with the Sarpanch
of Bhadvel village and the farmers

 

Banaskantha’s Bhadvel village.

“Our village lake needs to be deepened. Can you please come and have a look at it?”

It surprises us when someone approaches us with such a request. We keep writing about the value of unkept and unattended community lakes and the need to deepen them but it hardly draws the required attention.

So when Kamleshbhai Acharya, the young and sensitive Sarpanch of Bhadvel village approached us with this request,  it did cheer us up. It was not just Kamleshbhai,  but the well-informed farmers of the village also were equally eager to initiate water conservation work in Bhadvel. And all of them participated in the meeting we had in the village.

Under the participatory water conservation efforts, VSSM contributes the cost of JCB machine used to excavate the soil, while the community needs to ferry the excavated soil and each household is also required to contribute in cash for the upkeeping of the deepened lake. The moment we talk about community contribution and their responsibility in facilitating the soil lifting their enthusiasm diminishes. But Bhadvel community absorbed the concept and were prepared to play their part. During the meeting itself, they offered to mobilize Rs. 1 lac for the task.

I am sure if we receive such acceptance from every village all lakes would be deepened within no time. The groundwater tables in Bhadvel have shrunk to 700 feet and below. And the villagers are hopeful that once the lake is excavated,  the groundwater table will rise. The community is also prepared to set apart land for the tree plantation campaign along with a fence and water to irrigate the saplings.

Hope to come across more and more villages that follow Bhadvel’s path…..

વાત #બનાસકાંઠાના #ભડવેલગામની
‘અમારા ગામમાં તળાવ ગાળવાની ખાસ જરૃર છે. તમે એક ફેરા તળાવ જોઈ લોને?’
સામેથી કોઈ વ્યક્તિ તળાવ ગળાવવાની વાત કરે એ વાત જ નવાઈ પમાડે. બાકી નોધારા તળાવોનું મહત્વ ને એ કેમ ગાળવું જોઈએ વગેરે બાબતે તો કેટલું લખ્યા અને બોલ્યા કરીએ.ખેર આનંદ થયો
બનાસકાંઠાના વાવના ભડવેલગામના જાગૃત અને યુવા સરપંચ કમલેશભાઈ આચાર્યની તળાવ ગાળવા માટેની લાગણી જોઈને.. જો કે આ લાગણીમાં સહભાગીતા આખા ગામની.. ભડવેલ ગઈ ત્યારે સરપંચ સહીત ગામના જાગૃત ખેડૂતો આ વાત કરવા હાજર હતા.
અમે તળાવ ગાળવા જેસીબી આપીએ, માટી ઉપાડવાનું કાર્ય ગામના શીરે એ ઉપરાંત ગામલોકો યથાશક્તિ ફાળો ભેગો કરે. જેનો ઉપયોગ તળાવ ખોદાવવામાં જ અમે કરીએ.. જેમાં ફાળાની વાત સમજાવવામાં અમને ખુબ મહેનત પડે. પણ ભડવેલગામના ખેડૂતો આ બાબતે એકદમ સહમત થયા. અમે ત્યાં બેઠા હતા એ દરમિયાન જ એમણે 1 લાખનો ફાળો ભેગા કરવાનું કહી દીધું. 
આવો ઉત્સાહ દરેક ગામમાં જોવા મળે તો ગામનું એકેય તળાવ ઊંડુ થયા વગરનું ન રહે. 
ભડવેલમાં પાણીના તળ 700 ફૂટથી વધુ નીચે ગયા છે. જો તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો પાણીના તળ ઉપર આવવાના એ નક્કી… 
ભડવેલમાં વૃક્ષારોપણ માટે પણ જગ્યા ફાળવવા ગામલોકોને વાત કરી ને એ લોકો એ માટે પણ તૈયાર થયા. તારની વાડ અને પાણીની વ્યવસ્થા વૃક્ષારોપણની જગ્યા માટે એ કરી આપશે… 
તળાવના કાર્યો સક્રિય રીતે થાય એ માટે અમારા કાર્યકર નારણ ખુબ જહેમત ઉઠાવે. ગામને શોધવા, તેમની સાથે વાત કરવી વગેરે જેવું થકવાડનારુ કાર્ય એ ઉત્સાહથી કરે. બાકી દરેક ગામ ભડવેલની જેમ જાગૃત થાય એમ ઈચ્છીએ…
#mittalpate #VSSM #waterconservation
#water #savewater #જળસંચય
#savelife #બનાસકાંઠા #ગુજરાત

Bhadvel Water Management site

Lake before digging

Mittal Patel meets Sarpanch, farmers, villagers and leaders
of Bhadvel village