VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Mudetha…

Mittal Patel visits tree plantation site

“Where are you headed, Kaka?” someone asked Nathakaka while he passed through the village.

“Mahodiye!”

“to book your place?”

“No, to dig pits.”

The pits were for planting trees.

VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Mudetha. Nathakaka, who loves nurturing the trees has been a great help in raising these trees. Once Kaka had shared the above incident which,  had cracked me into laughter. I so hoped for others also to follow suit.

We have taken up the task of planting trees in Banaskantha. This year the plan is to plant 1.5 lacs trees. We are in the process of finalising the villages where the plantation will be undertaken. As a part of the process, I was in Juna Deesa recently.

We have plans to plant and raise 2500 to 3000 trees with support from Rosy Blue (India) Pvt. Ltd. on the grounds of Ramapir Bhawan temple.

VSSM’s strategy to appoint a ‘vruksh mitr’ to care and nurture the planted trees has assured trees are well-looked after. The village youth too is enthused to do their best for the upcoming drive.

Banaskantha’s Forest Department has also assured all the support they can.

We have pledged to make Banaskantha green and bring rains to the region, to make it water sufficient and  make it prosperous once again…

Those willing to plant trees in their village do get in touch with Naran Raval at 9099936035.

ગામની વચમાંથી પસાર થતા  નાથાકાકાને કોઈએ પુછ્યું,

‘ચો હેડ્યા કાકા?’

‘મહોળીયે’

ચમ જગ્યા રોકવા?”ના ખાડા કરવા..’ આ ખાડા કરવા એટલે વૃક્ષો વાવવાના ખાડા…

બનાસકાંઠાના મુડેઠામાં અમે વૃક્ષો ઉછેરીયે. વૃક્ષપ્રેમી નાથાકાકા એની દેખરેખમાં ઘણી મદદ કરે.  તે કાકાએ એક વખત આ બીના કહેલી.. સાંભળીને ઘણું હસવું આવ્યું. પછી થયું કાશ આવા ખાડા સૌ કરતા થઈ જાય તો…

છેલ્લા બે વર્ષથી બનાસકાંઠામાં વૃક્ષ ઉછેરનું અભીયાન હાથ ધર્યું છે. આ વર્ષે દોઢ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ છે. ગામો નક્કી થઈ રહ્યા છે.. આ પ્રક્રિયાના ભાગરૃપે જૂના ડીસા જવાનું થયું.

રામપીર ભગવાનના મંદિરમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી  2500 થી 3000 વૃક્ષો વાવવાનું ને વાવ્યા પછી ઉછેરવાનું આયોજન છે.

VSSMની આગવી પદ્ધતિ વૃક્ષ ઉછેર માટે પગારદાર વૃક્ષમિત્ર રાખવાની. ગામના યુવાનોની ટીમ પણ બહુ ઉત્સાહી.

જંગલવિભાગ બનાસકાંઠાએ પણ મદદ કરવાની ખાત્રી આપી.હરિયાળુ બનાસકાંઠાનો પ્રકલ્પ છે.. મૂળ વરસાદ આ વિસ્તારમાં ઓછો પડે વૃક્ષો વાવીશું તો વરસાદ થશે ને સુખાકારી વધશે..

બનાસકાંઠાના કોઈ ગામમાં વૃક્ષો ઉછેરવા માંગતા હોવ તો નારણ રાવળ -9099936035 પર સંપર્ક કરવા વિનંતી..

#MittalPatel #vssm

Mittal Patel discussing Tree platation with the village youth
Tree Plantation site
Tree Plantation site

 

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required…

Mittal Patel asking Sadik to give up smoking

“Because you are asking me to, I give up smoking bidi from today!”

“This won’t convince me, take a vow!”

“Your word is our command, Ben. Yet if you insist I vow in the name of our community Goddess.”

And Sadik broke into pieces the bidi pack he was carrying with him.

“If you break your pledge the Goddess will be really angry.”

“Oh Ben, trust me, when I have committed to you, I will not break the pledge till the end of my life.”

“Think twice before committing, you cannot break Ben’s trust.” Sadik’s wife who was standing next to us  warned him.

Sadik and his wife have worked hard, borrowed money to buy a plot with a  dream to build a house upon it.

VSSM, with the support from its well-wishers  and  Government assistance  has helped 29 families of Chapi build houses of their own.  Sadik happened to see these houses coming up and approached us for some help. If you help me, I too will be able to build my own house,” he had shared while requesting for support.

“Why should we help you when you have enough money to waste on  bidi?” I had questioned him when he had come to meet us with this request, with bidi in hand. As I always do, I  gave him a long lecture on these life threatening habits. In his response to my lecture, Sadik pledged to leave smoking bidi.

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required. But what is important here is the right they  have given me to rebuke them. It truly is a blessings to have such dear ones.

‘તમે કો’છો તે આજથી આ બીડી મેલી..’

‘એમ ન માનું. ખાવ તમારી માતાના હમ..’

‘તમન કીધુ એટલે પતી જ્યું બુન તોય વિસવા ના આવતો હોય તો લો મા જોગણી ના હમ’

એમ કહીને સાદીકે બીડીની ઝૂડી મારી સામે તોડી મે કહ્યું,

‘જો જો વચન તોડશો તો મા જોગણી તમને ઝાલશે હો…’

‘મારી બુન તમન એક ફેરા કઈ દીધુ પસી બધુ આઈ જ્યું..’

સાદીક બોલી રહ્યો હતો ત્યારે એની ઘરવાળી એની બાજુમાં ઊભી હતી એણે કહ્યું,

 ‘જોઈ વિચારન્ વચન આલજે હો બુન આગળ ખોટા પડીએ એ ના ચાલ..’ સાદીક ને એની ઘરવાળીએ મહેનત મજુરી કરીને અને થોડા ઘણા ઉછીના પાછીના કરીને છાપીમાં ઘર બાંધવા પ્લોટ ખરીદેલો.

મૂળ #છાપીમાં #વિચરતી_જાતિના 29 પરિવારોના ઘર બાંધવામાં સરકારની સહાય ઉપરાંત #VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરે. આ પરિવારોના બંધાતા ઘર જોઈને સાદીકને સરકાર ને સંસ્થા મનેય મદદ કરે તો મારુયે ઘર થઈ જાય એવી લાગણી થઈ. તે આ વાત કરવા એ આવ્યો ને હાથમાં બીડી જોઈ મે એને બીડી પીવા પૈસા છે તો અમે શું કામ મદદ કરીએ વગેરે કહીને ટેવ પ્રમાણે લાંબુ લેક્ચર આપ્યું જવાબમાં સાદીકે બીડી છોડી..

આ બધા વહાલા છે એટલે એમને વઢી શકુ..

પણ અગત્યનું એમણે આ અધિકાર આપ્યો એ છે…કુદરતની કૃપા હોય તો જ આવા સ્વજનો મળે.. એ રીતે હું નસીબદાર

#MittalPatel #nomadiclife

#denotifiedtrivbe #meercommunity

#humanity #people #બનાસકાંઠા

VSSM with support from well-wishers provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions…

VSSM with support of their well-wishers provided tarpaulin
sheets to 528 families 

“These sheets (tarpaulin) are strong and sturdy. If used well, we need not worry for the next 2-3 years. The cyclone took away our roof and walls, but these sheets will ease our monsoon pains. This year we will experience some peace during monsoons.” Bhagwanbhai from Amreli’s Bagasara shared this sentiment on receiving a tarpaulin sheet given to cover their roof.  

Cyclone Tauktea devastated Saurashtra. VSSM,with support from Krishnakant Uncle and Indira  Auntie and Milanbhai Shah of Kudrati Upchar Trust provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions whose roofs were blown away by the cyclone. 

VSSM’s Ramesh, Vinod, Madhuben, Rajnibhai immediately surveyed the condition of the affected, gathered the required information and completed the distribution of the sheets. While Dimpleben poured in efforts to ensure we procured the best quality tarpaulins at the best prices. 

Immensely grateful for the support of our well-wishers and the strength of VSSM’s team.

 ‘બહુ મજબૂત કાગળ(તારપોલીન) દીધા સે. બે તણ વરહ હુદી આને હરખો હાચવીએ તો કાંઈ થવાનું નથ. અમારુ ચોમાસુ હખેથી નીહરી જશે.. આ વાવાઝોડાએ અમારી વલે કરી નાખી’તી. પણ હવે ચિંતા નથ..’

#અમરેલીના બગસરાના ભગવાનભાઈએ પોતાના છાપરાં પર તારપોલીન ઢાંકતા આ ભાવના વ્યક્ત કરી..

#તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું. અમે અમરેલી અને અન્ય વિસ્તારમાં જ્યાં લોકો ઝૂંપડાં બાંધીને રહેતા અને જેમનું બધુ વાવાઝોડામાં ખતમ થઈ ગયું તેવા 528 પરિવારોને તારપોલીન આપવાનું અમારા પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટી તેમજ પ્રિય મીલનભાઈ શાહ – કુદરતી ઉપચાર ટ્રસ્ટના માધ્યથી કર્યું. આપની આ લાગણી માટે આભારી છીએ.

અમારા કાર્યકર રમેશ, વિનોદ, મધુબહેન, રજનીભાઈ સૌએ જરૃરિયાતવાળા પરિવારોની માહિતી જાતે જઈને એકત્રીત કરી અને વિતરણ પૂર્ણ કર્યું.. 

જ્યારે ડીમ્પલબેને સારી ગુણવત્તાવાળી તારપોલીન એ પણ ઓછા ખર્ચમાં મળે તે માટે ઘણી મહેનત કરી.

આપ સૌ પ્રત્યે રાજીપો…

#MittalPatel #vssm #house

#nomadiclife #denotified

#care #તૌકતે #CycloneTauktae

#saurashtra #gujrat #india

Cyclone Taukatae devastated nomadic families shanties

Nomadic women covered her roof with new tarpaulin sheet 

Cyclone Tauktea devastated Saurashtra

Nomadic families covered their roof with new tarpaulin sheet

The current living condition of nomadic families

Nomadic men covered his roof with new tarpaulin sheet

VSSM gave new tarpaulin sheets to cover their roof

Nomadic families received new tarpaulin sheets to cover their
roof

Nomadic women covered her roof with new tarpaulin sheet

Nomadic families covered their roofs with new tarpaulin sheets
given by VSSM

528 families from Amreli and surrounding regions whose roofs
were blown away by the cyclone

VSSM is undertaking tree plantation drive in the Bharkawada village …

Ramjibhai shared how they tackled the onslaught of covid’s
devastating second wave with Mittal Patel

Bharkawada is one unique village that did not register a single hospitalization or death during the Covid second wave.

While rarely has a village escaped the onslaught of Covid’s  second wave, this narration by Ramjibhai of Bharakwada astounded me. Bharkawada had 3-4 cases and the infected recovered well. How did no one require hospitalization? 

“The village youth took up the responsibility of sensitizing individuals who were hesitating to take the vaccine. We also took advantage of our village WhatsApp group to share information on the benefits of vaccination,how vaccinated people escaped with minor symptoms etc. In short, vaccination saved them from facing severe consequences of the second wave. Apart from this the ones who were still awaiting vaccination took good care of themselves.” Ramjibhai shared how they tackled the onslaught of covid’s devastating second wave. 

There are many misconceptions making waves about the side effects of the vaccine. Many told me how they ran to the fields when the vaccination team visited their homes.

‘Infact, vaccination saved us, just like the polio eradication campaign, the 2 drops that have made polio cases almost non-existent, similar has to happen with Covid-19” shares Ramjibhai. 

Bharkawada is a village with a population of 2200 to 2500 people. VSSM is undertaking tree plantation drive in the village with the assistance of Rosy Blue (India) Pvt. Ltd. The village youth has been enshrined the responsibility of undertaking plantation drive. Apart from the crematorium,  VSSM plans to plant trees on either side of the lane leading from Palanpur Highway to the village’s main entrance. This would provide the much needed green shade to those walking into the village. 

Hope like Bharkawada other villages too wake up to the needs of current times…. 

 ભરકાવાડા એક એવું ગામ જ્યાં કોરોનાની બીજી લહેરમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું ના કોઈને હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું.

ગામના રામજીભાઈની વાત સાંભળી નવાઈ લાગી.. મૂળ કોરોનાની બીજી લહેરમાં ભાગ્યેજ કોઈ ગામ #કોરોના મુક્ત રહ્યું હશે. ત્યારે #ભરકાડાવાડામાં બે પાંચ લોકોને ખાલી કોરોનાના લક્ષણો દેખાયા વળી એ લોકો ઘરે જ સાજા થયા. હોસ્પીટલના દ્વારે કોઈને જવું જ ન પડ્યું. આવું કેવી રીતે થયું?

રામજીભાઈએ કહ્યું, ‘કોરોનાની રસી માટે ગામમાં યુવાનો જે લોકો રસી ન લે એને ઘરે જઈને સમજાવીએ. અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ ચાલે એમાં અમે રસીકરણના ફાયદા જેમને રસી લીધી હોય તેમને કોઈ નુકશાન નથી થયું વગેરે વાતો મુકીએ એના પ્રતાપે સૌને હિંમત આવી. આ રસીકરણે એમને બચાવ્યા. આ સિવાય રસી માટે જેમનો વારો નહોતો આવ્યો તેમણે પોતાની કાળજી બરાબર કરી’

રસીને લઈને કેટલી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી છે. ઘણા લોકોએ કહેલું કે, બેન રસી વાળા આવે એટલે અમે ખેતરમાં ભાગી જઈએ. રસી લઈએ તો મરી જઈએ.. આ થાય ફલાણું થાય… 

પણ રામજીભાઈ કહે, ‘રસી લઈએ તો જીવી જવાય. જેમ #પોલીયો નાબુદ કરવા બાળકોને રસીના બે ટીપા પીવડાવાય ને એના લીધે પોલીયોના કેસ હવે ક્યાંય જોવા નથી મળતા બસ આવું કોરોનાનું છે’

ભરકાવાડા 2200 થી 2500ની વસતિવાળુ જાગૃત ગામ..અમે આ ગામના સ્મશાનમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી વૃક્ષો વાવના છીએ.. ગામના નિવૃત ફોરેસ્ટ અધિકારી આ વૃક્ષોની માવજતની જવાબદારી યુવાનોની ટીમ સાથે નિભાવાના છે..અમે સ્મશાન સિવાય #પાલનપુર હાઈવેથી ગામમાં પ્રવેશવાના રસ્તેથી છેક ગામ સુધી વૃક્ષો વાવવાનું આયોજન પણ કર્યું છે. જેથી રાહદારી રસ્તો લીલોછમ બને..

ભરકાવાડાની જેમ અન્ય ગામો પણ જાગૃત થાય એમ ઈચ્છીએ..

#MittalPatel #vssm Galav Dairy

#vaccination #vaccinationday2021

#vaacine #COVID19 #Covid19India

#coronavirus #TreePlantation

Tree Planttaiopn site

Mittal Patel meets the villagers of Bharkawada village
Bharkawada village sign board

The nomadic families of Chaapi village are about to become first generation home owners with the help of VSSM…

Mittal Patel meets nomadic families of Chaapi village

“Even the birds have their nests, it’s only us who have nothing to call home!” Some nomadic families living in Chaapi had shared this with us with a heavy heart.

Later, the government had sanctioned residential plots for these families and Rs. 70,000 as construction assistance. They always said, no one from their precious 71 generations has stayed in a pucca house. Meaning no one in these communities have had the good fortune in staying in a brick and mortar house or have a permanent address to belong to.

Life of these 36 families was suddenly filled with hope because they had to build houses of their own. And as each one of us, they too aspired for big houses and designed accordingly. “So what if we are required to work overtime, we will only build big houses,” they had mentioned at that time.

However, families who survive on rusty occupations like knives sharpening or selling junk seldom manage to achieve their dreams. The construction cost they had calculated did not match the actuals. The assistance government provided and the amount they added remained insufficient to enable them to accomplish the construction project. Since we are like their own, these families reached out to us for support.

7 families began constructing the houses on their own, we provided whatever little economic support they required. However, the remaining 29 families requested us to build their houses.

Although there was a huge need for plots and houses for nomadic communities who now experienced the need to give up their itinerant more than ever. We approached  our trusted well-wisher Shri Ujamshi Khandla for guidance on the design and cost of each house, the estimate for which came to Rs. 1.5 lacs each.

VSSM shared this need with its well-wishing friends and donors. Our dear Chainikabehen was the first to offer support. However, there was a substantial need for funds. Our dear Kesubhai Goti and Pareshbhai introduced us to Respected Dayalbhai  (Kapu Gems) whose financial aid enabled us to construct houses for these families.

A conversation with our dear Bhavna Mehta (Auntie) led her to include respected Vimlabahen Mehta, Shri Vinay Shah, Shri Prabodh Mehta, Shri Mukesh Manek, Shri Raj Manek, Shri, Rajesh Mithalal all of whom went on to support these families.

Our dear Dhirenbhai Dalal of Caring Friends, who supports many of our activities led us to fetch aid from Global Worth Securities Pvt. Ltd.

Dear Rashi Gabaa, Shri Prashant Bhagat, Shri Sanjay Parekh, Amil Adaatiya, Giving Foundation, Shri Hemant Nimavat, Shri Rameshchandra Patel, Shri Viral Shah, Prakash Sakarlal Gandhi Charitable Trust, Shaishvi Kadakiya, Shri Nikunj Sanghvi and many well-wishing friends extended support for the construction of houses.

It is said, “Home means the end of the world, you need not look further!” The families who have been wandering for years will experience the feeling of ‘homecoming.’ We are grateful for the support you all have provided. And special thanks to Social Welfare Officer Shri H. S. Patel for the timely release of government assistance.

Images shared show current houses of families looking forward to pucca homes which are currently under construction…

 પંખીયોને પણ પોતાના માળા હોય બેન ત્યારે અમે એક જ ઘર વગરના..’ ભારે હૈયે #છાપીમાં રહેતા #વિચરતી જાતિના પરિવારોએ આ કહેલું.

એ પછી સરકારે એમને રહેવા પ્લોટ આપ્યા ને ઘર બાંધવા 70,000ની સહાય આપી. પોતાની 71 પેઢીમાં કોઈએ ક્યારેય ઘર ક્યાં ભાળ્યું હતું. જો કે બોલવામાં 71 બાકી એ પહેલાંનાય પાસે ક્યાં પોતાનું પાક્કુ સરનામુ હતું?

પહેલીવાર 36 પરિવારોના ઘર બનવાના હતા એટલે એમણે તો ખુબ મોટા ઘરનું આયોજન ક્યું. મહેનત મજુરી કરીશું પણ ઘર તો મોટા જ બાંધીશું એવું એમણે એ વખતે કહેલું.

પણ આજની મોંધવારીમાં છરી ચપ્પુની ધાર કાઢીને કે લારીમાં ભંગારનો ધંધો કરીને ઈચ્છીત ઘર બનાવવું મુશ્કેલ..એટલે એમણે કરેલી ગણતરી ખોટી પડી. સરકારની મદદ ને પોતાના ઉમેરીને બાંધેલું ઘર અઘરુ રહ્યું.

અમારા આ બધા પ્રિયજનો. તે એમણે મદદ કરવા વિનંતી કરી..

7 પરિવારોએ પોતાની રીતે ઘરો પૂર્ણ કરવાનું શરૃ કર્યું. અમે એમને આર્થિક ટેકો કર્યો. જ્યારે 29 પરિવારોએ તો તમે જ કરી આપો. અમારાથી હવે નહીં થાય એમ કહ્યું.

#વંચિત પરિવારોના બાંધકામના કાર્યોમાં અમને મદદકર્તા ઊજમશીભાઈ ખાંદલા પાસે એસ્ટીમેટ કઢાવ્યો લગભગ દોઢ લાખનો ખર્ચ એક મકાન પૂર્ણ કરવામાં લાગશે એવું એમણે કહ્યું.

VSSM સાથે સંકલાયેલા પ્રિયજનો સાથે આ બાબતે વાત કરી ને પ્રથમ પ્રિય ચૈનીકાબહેને મદદ માટે હાથ લંબાવ્યો. પણ જરૃર ઘણી હતી. પ્રિય કેસુભાઈ ગોટી અને પરેશભાઈએ આદરણીય દયાળભાઈ (કપુ જેમ્સ)ને મેળવ્યા ને તેમની મદદ મળી એટલે અમે કામ ચાલુ કરાવ્યું.

એ પછી વહાલા ભાવના મહેતા (આંટી) સાથે વાત થઈને એમણે ઘણા પ્રિયજનોને જોડ્યા જેમાં આદરણીય વિમલાબહેન મહેતા, શ્રી વિનય શાહ, શ્રી પ્રબોધ મહેતા, શ્રી મુકેશ માણેક, શ્રી રાજ માણેક, શ્રી રાજેશ મીઠાલાલ વગેરેને એમણે જોડ્યા.

એ સિવાય હંમેશાં VSSMના કાર્યોમાં મદદ કરતા પ્રિય ધીરેનભાઈ દલાલ – કેરીંગ ફ્રેન્ડસ થકી ગ્લોબલ વર્થ સીક્યુરીટી લી. ની મદદ મળી.

પ્રિય રાશી ગબા, શ્રી પ્રશાંત ભગત, શ્રી સંજયભાઈ પારેખ, અલીમ અદાતિયા, ગીવીંગ ફાઉન્ડેશન, શ્રી હરેશ નિમાવત, શ્રી રમેશચંદ્ર પટેલ, શ્રી વિરલ શાહ, પ્રકાશ સાકરલાલ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી શૈશવી કડકિયા, શ્રી નિકુંજ સંઘવી સાથે અન્ય સ્વજનોએ પણ મદદ કરી ને આ પરિવારોના ઘરો બંધાવવાનું શરૃ થયું.

દુનિયાનો છેડો ઘર એવું આપણે કહીએ ત્યારે સદીઓથી રઝળપાટ ભર્યું જીવન જીવતા આ પરિવારોના નસીબમાં હવે ઘર થશે. આ માટે મદદ કરના સૌ સ્નેહીજનનો આભાર તેમજ સરકારી સહાય સમયસર ચુકવનાર સમાજ કલ્યાણ અધિકારી એચ.એસ.પટેલનો પણ આભાર…

ઘરનો રાજીપો વ્યક્ત કરતા આ પરિવારો અને બંધાઈ રહેલા ઘર, હાલમાં એ લોકો જ્યાં રહે છે તે બધુંયે ફોટોમાં

#MittalPatel #VSSM #families

#nomadic #denotified #housi’

#છાપીમાં #વંચિત #humanity

#humanrights #villagelife

 

Ongoing construction site of Chhapi settlement

 

The current living condition of these families

 

Chappi Housing settlement

 

VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts…

Mittal Patel visits Aakoli WaterManagement site

Across the villages there is a growing noise around dwindling groundwater tables. Since last several years, VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts. As a part of these efforts VSSM engages with lake deepening in Banaskantha. This year the partial lock down as a result of the pandemic and government challenges has impacted our plans. This year the target we had set for ourselves was quite high and despite of the restrictions we managed to deepen 20 lakes.

This year we teamed up with government under its Sujalam Sufalam scheme. This partnership helped deepen few lakes one of which is Aakoli. The village lake here was deepened in partnership with the government and with the support of  our well wishers

The lake is huge and we hope it fills up till the brim. It will receive rain water but the desire is to also get it filled with Sardar Sarovar water. This surely will help recharge the surrounding regions

પાણીના તળ ખાલી થઈ રહ્યાની ફરિયાદ લગભગ દરેક ગામલોકો કરે. અમે તળ રીચાર્જ કરવાની કામગીરીના ભાગરૃપે તળાવો ગાળવાનું કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠામાં કરીએ. આ વર્ષે કોરોનાના લીધે એ કાર્ય થોડુ મોડેથી શરૃ થયું. વળી સરકારની મંજૂરીની માથાકૂટેય ખરી..

તેમ છતાં તળાવો ગળાવવાનું શરૃ કર્યું. લક્ષાંક ઘણો ઊંચો હતો છતાં  20 તળાવો આ સીઝનમાં ગાળી શક્યા.

આ વખતે સરકાર સાથે રહીને સુજલામ સુફલામ અભીયાન અંતર્ગત અમે કેટલાક તળાવો ગાળ્યા. આમાનું એક આકોલી. સરકારનો સહયોગ ઉપરાંત VSSM સાથે સંકળાયેલા પ્રિયજનની મદદ અને માટી ઉપાડવાનું ગામલોકોએ કર્યું. આમ ત્રણેયની ભાગીદારીથી આકોલીનું તળાવ ઊંડુ થયું.

ખુબ મોટુ તળાવ વરસાદી પાણીથી તો એ ભરાય છે પણ નર્મદાના પાણી પણ એમાં નંખાય તો આખુ વર્ષ તળાવ ભરેલું રહે ને આસપાસના વિસ્તારને ઘણો ફાયદો થાય.

 

Ongoing lake deepening work

 

The once shy and fearful girl is now a confident 10th grader…

Mittal Patel visits Ganga and her family during her
Surendranagar visit

Ganga lives in Surendranagar’s Doodhrej.

The school is a little away from her settlement. The parents remain at work throughout the day. There was no one to bring her to and from the school. But they wanted their daughter to study. However, from the 7th standard Ganga started getting teased and harassed while commuting to school and back. The fear of these anti-social elements resulted in her refusing to go to school. Like all parents,  Ganga’s parents also wanted her to have a better future hence,  they wanted her to continue with her schooling. They shared their dilemma with VSSM’s  Harshadbhai. This is how Ganga reached our hostel in Ahmedabad.

The guidance and mentoring of VSSM’s education team consisting of Dimpleben, Vanita, Kokila ironed away all the academic deficiencies Ganga had when she first arrived at the hostel. Initially, for the fear of being harassed, she hesitated going back to her village.  The once shy and fearful girl is now a confident 10th grader.

“I wish to have a job and build a house of my own when I grow up,” she shares.

The safety a house provides might have made her aspire for one, we wish and pray her aspirations to turn into reality.

“Once the schools reopen, along with Ganga,  I want to send my other two daughters to study at VSSM.” Ganga’s mother had mentioned when I was in Surendranagar recently and decided to visit her.

Such good intents are always welcome…

ગંગા… સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહે. 

સાતમાં ધોરણમાં ભણતી એ વેળા એની છેડતીના પ્રશ્નો થવા માંડ્યા. મૂળ એના છાપરાંથી નિશાળ દૂર. મા -બાપ બેય મજૂરી કરે. નિશાળે લેવા મૂકવા જવાનું એ કરી ન શકે. પણ બેઉની લાગણી પોતાની દીકરી ભણે એવી. 

આવામાં ગંગા અસમાજિક તત્વોના ડરથી નિશાળ જવાની ના કહેવા માંડી. પોતે ભણ્યા નથી એટલે આજે દુઃખોનો પાર નથી. દીકરી નહીં ભણે તો એની દશાય પોતાના જેવી..એમણે આ મૂંઝવણ અમારા કાર્યકર હર્ષદને કહી ને ગંગા આવી અમદાવાદ અમારી હોસ્ટેલમાં. 

ભણવામાં નબળી પણ અમારા ડિમ્પલબેન, વનીતા, કોકીલા વગેરેની મહેનતથી ધીમે ધીમે એ બધુ શીખવા માંડી. હાલ દસમુ ધોરણ ભણે. શરૃઆતમાં વેકેશનમાં કોઈ હેરાન કરશે તો એવો ડર એને સતાવતો. પણ હવે એ આત્મવિશ્વાસથી ભરપૂર છે. 

‘મોટા થઈ ને નોકરી કરીશ અને પોતાનું પાક્કુ ઘર બનાવીશ’ એવું ગંગા કહે. 

ઘર બનાવવાની વાત કદાચ સુરક્ષીત વાતાવરણના પરીપેક્ષમાં એ કરતી હશે.. પણ એની આ ભાવના કુદરત પૂર્ણ કરાવે.

થોડા સમય પહેલાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે ગંગાને ખાસ મળવા ગઈ.. એની મા કહે છે, ‘આ નિશાળો ખુલે એટલે ગંગા ભેગી મારી બીજી બે દિકરીઓને પણ તમારી પાહે ભણવા મુકી દેવી છે.. 

‘આ તો મંગલ વાત વધાવવાની જ હોય ને… 

#MittalPatel #VSSM #education

#educationforall #RightToEducation

#GirlChildren #GirlChildRights

#surendranagar #gujrat #india

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

The nomadic families received their ration kit
 ‘How can a mother be so heartless?’ I had thought when our team member Vinodbhai had shared an incident from Chotaudaipur’s Lunja village.

Three kids whose father had died, mother looked after them for a while before she left them to marry someone else. The responsibility of these children fell upon their Kaka-kaki ( paternal uncle-auntie) who already had 2 children of their own. Yet the couple decided to care for these children. The couple laboured hard to provide for all 5 children. Life continued and suddenly we were all reeling under the deadly second wave of the pandemic.  Kaka had a fever and cough, Ritaben (Kaki) assumed he will soon be alright, also there was no money to seek medical help. The issue continued for few days before Kaka passed on.

The nomadic families received
their ration kit
The responsibility of raising five kids fell on Ritaben. VSSM immediately brought them ration and supplies. We also offered to bring the children to our hostel once it begins functioning as usual.  As of now,  Ritaben has agreed to send them. Apart from this,  we also intend to support Ritaben’s wish to start a small business of selling vegetables either through a hand cart or kiosk.  These children can benefit under the government’s guardian scheme since their father is dead and mother has abandoned them but because the mother is still alive they aren’t eligible. We will be raising this query with the government.

Valabhai from Radhanpur’s Limbad village is an elderly gentleman. Completely blind at one eye, the second eye has partial vision. His wife also is vision impaired. Valabhai worked to earn a daily living but with age, that too has become difficult. The wife sets out to beg. The couple has 3 children. The lady who helped them the most to run the house succumbed to Covid. The living condition has gone turned worst. Valabhai too sets out to beg along with the three children. 

Every day we come across many such cases. The first thing we do is to comfort these families and provide them with ration kits. If needed we also assist with the treatment if the person is hospitalised.

The nomadic families received their ration kit
The pandemic has directly and indirectly impacted all of us. The condition of daily wage earners has turned worst. So has the condition of many performing artists. The Bhavai performers never seek help from VSSM, but the pandemic has adversely impacted them as there is a ban on gatherings. Baldevbhai from Kalol has requested help on behalf of the Bhavaiya community.

The nomadic families received their ration kit
In a nutshell, we are trying to help economically deprived families whose conditions have turned pathetic as a result of this pandemic. The information of truly deserving families reached us through our team at the grassroots, of by the people themselves or by individuals like Shankarbhai Chamtha, Pravinbhai Desai… Thank you for helping us reach the most impacted.

As humans if not now when will we stand beside our fellow human beings?? And as I always say, we play the role of facilitator it is you who keep the ball rolling.

The nomadic families received
 their ration kit
Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

મા આવું કરી શકે?

અમારા કાર્યકર વિનોદના મોંઢે છોટાઉદેપુરના લુણજાગામની વાત સાંભળી મન હચમચી ગયું.ત્રણ બાળકોના પિતા ગુજરી ગયા. માએ થોડા જ સમયમાં એ બાળકોને મુકીને બીજે ઘર માંડી દીધું. કાકા કાકીને પોતાને બે બાળકો. એમણે આ નોંધારા બાળકોની કાળજી લેવાનું શરૃ કર્યું.. મજૂરીમાં જે મળે તેમાં આ બધાનો ગુજારો ચાલે. ત્યાં કાળમૂખા કોરોનાની બીજી લહેર આવી. કાકા નેે તાવ, ખાંસી થયા. કાકી રીટાબહેનને લાગ્યું મટી જશે. વળી એવા પૈસાય ક્યાં હતા તે દવાખાને જાય.. દર્દ વધ્યું ને કાકા દેવલોક પામ્યા. હવે રીટાબહેન માથે પાંચે બાળકોની જવાબદારી આવી.. અમે તત્કાલ તો રાશન પહોંચાડ્યું, બાળકોને પણ અમારી હોસ્ટેલ શરૃ થાય એટલે અમારા ત્યાં ભણવા મુકવા રીટાબહેનને કહ્યું, એમણે હાલ તો હા પાડી છે.એ સિવાય રીટાબહેન શાકભાજીની લારી કે નાની દુકાન કરવા ઈચ્છે તો એ મદદ માટે પણ કહ્યું છે. સરકારની પાલક યોજનામાં મા-બાપ વિહોણા બાળકોને મદદ મળે. અહીંયા બાપ નથી ને મા જતી રહી છે તે બાળકોને કઈ કેટેગરીમાં મુકવા તેમને મદદ ના મળી શકે? ખેર આ તો સરકારને પુછીશું.

The nomadic families received their ration kit
રાધનપુરનું લીંબડકાગામના વાલાભાઈની ઉંમર ઘણી. એક આંખે અંઘ બીજીમાં ઝાંખુ દેખાય. તેમના પત્ની પણ દિવ્યાંગ. ભાઈ મજૂરી કરતા પણ ઉંમર થતા કામ મળવાનું બંધ થયું. પત્ની ગામમાંથી માંગી લાવે ને ગુજારો ચાલે.આ બેઉને ત્રણ બાળકો. આ કોરોનામાં ઘરનું ગુજરાન ચલાવાવમાં જેમનો મોટો ફાળો રહેતો તે બહેન ગુજરી ગયા. ઘરની સ્થિતિ હવે એકદમ ખરાબ થઈ. વાલાભાઈ બાળકને લઈને માંગવા જાય..

આવા કેટલાય કિસ્સા અમારી સમક્ષ નીત આવે છે. અમે પ્રથમ તો સાંત્વના આપી રાશન આપવાનું કરીએ. એ પછી જરૃર પડે હોસ્પીટલમાં વ્યક્તિ દાખલ હોય તો સારવારમાં મદદ કરીએ. 

The nomadic families received their ration kit
આ સિવાય કોરાનાને લઈને સીધી નહીં પણ આડકતરી અસર થઈ હોય તેવા વ્યક્તિઓમાં રોજમદાર કામદાર તો ખરા પણ ભવાઈ ભજવતા ભવાયા જેમણે ક્યારેય અમારી પાસે મદદની માંગણી નથી કરી. પણ છેલ્લા એક વર્ષથી બેન કોરોનામાં ભવાઈ ભજવવા ક્યાંય જવાયું નથી કહીને કલોલના બળદેવભાઈ ભવાયાએ સમાજ માટે મદદ માંગી.. 

ટૂંકમાં કોરોનાને લઈને દયનીય સ્થિતિમાં મુકાયા હોય એમને અમારાથી શક્ય મદદ કરવાનું અમે કરી રહ્યા છીએ..

આફતમાં આવી પડેલા સ્વજનોની રાવ અમારા સુધી અમારા કાર્યકરો, ક્યાંક સીધા અસરગ્રસ્ત લોકો તો ક્યાંક શંકરભાઈ ચામઠા ને પ્રવિણભાઈ દેસાઈ જેવા લોકોએ પહોંચાડી.. આભાર આપ સૌનો..

The nomadic families received their ration kit
માણસ છીએ.. આવા સમયે આપણા પ્રિયજનોની પડખે ઉભા નહીં રહીએ તો ક્યારે રહીશું? વળી હંમેશાં કહુ અમે તો નિમિત્ત માત્ર કોઈ આપે એ યોગ્ય જગ્યા પહોંચાડવાનું…આભાર મહર્ષીભાઈ, ઋતુ, અને સ્પર્શનો તમે આ કાર્યમાં સાથે છો એનો રાજીપો…

#MittalPatel #vssm Maharshi K Dave

The nomadic families received their ration kit

 

 

VSSM provides ration kits to 156 elderly every month like Laxmikantkaka…

Mittal Patel meets Laxmikantkaka during her visit to Rajkot

  Let us move our attention from the topic of Covid…

A recent meeting with Laxmikant Kaka in Rajkot reminded me of childhood stories on fate and destiny. VSSM’s Chayaben and Kanubhai introduced me to Laxmikant Kaka whilst I was in Rajkot recently.

Kaka was a cloth merchant living in Pune, more than 50 people worked at his factory. Sheth Laxmikant as he was called by all was a generous philanthropist always eager to offer help when needed. But as fate would have it, a fatal road accident snatched away his entire family including his wife, sons, daughter-in-law…. with only kaka surviving the car crash. The accident hurt Kaka’s mental health. He boarded some random train,   left Pune to reach no destination. He reached Rajkot and stayed back at the railway station.

It has been 25 years since 15 years ago he suddenly remembered his past. Kaka travelled back to Pune but found no remains from his past, he did not feel like meeting his relatives. After returning to Rajkot, he took up odd jobs to earn his living.

Laxmikant Kaka has aged, he cannot work as before. A non-profit trust was sending him tiffin but that too suddenly stopped. Later Khodubhai and others from the settlement have been bringing food to him. The families took turns to feed Kaka but eating food for free was not something that Kaka desired. However, since he had no option he accepted these favours. Khodubhai, took special care of Kaka in sickness and in health.

Once the VSSM team came in contact with Kaka they helped him obtain a ration card, voter id card and pension for the elderly. It has been very tough for Kaka to accept charity or be dependent on others. The awkwardness was quite evident on his face.

VSSM’s Chayaben began bringing a ration kit to Kaka under our Maavjat initiative. This did bring a sense of relief and joy to him but how to cook was a big question. “If it is ok we will cook three meals for you?” Kodhubhai had proposed.  Khodubhai himself was a man with limited means but he never turned away from helping kaka.

“There was a time when I provided for people in need…” Kaka could say no further as tears rolled down his eyes when we brought the first ration kit to him.

Kanubhai requested him to not lose heart, this was part of VSSM’s duty towards the elders it comes across.

Every month when we bring the ration kit to Kaka he notes down the details in a register and says a little prayer to thank God.

VSSM provides ration kits to 156 elderly every month. It is the support and donations from our society that enables us to do what we are doing.

The current situation helps us understand the power of nature, meeting kaka and learning about him was a similar experience. The helplessness he must have experienced then….

કોરોનાથી હટીને એક વાત કરવી છે.. 

પેલું નસીબ રાજાને પણ રંક બનાવી દેની વાત સાંભળેલી પણ રાજકોટમાં લક્ષ્મીકાંત કાકાને મળીને પ્રત્યક્ષ આ અનુભવ્યું..

લગભગ દોઢ મહિના પહેલાં રાજકોટ જવાનું થયેલું એ વેળા અમારા કાર્યકર છાયાબહેન, કનુભાઈએ મને લક્ષ્મીકાંત કાકાને મળાવી. 

કાકા વર્ષો પહેલાં પુનામાં રહેતા.એમનો કાપડનો મોટો ધંધો. પચાસ માણસો એમની ફેક્ટરીમાં કામ કરે. શેઠ તરીકે એ ઓળખાય. દાન ધરમમાંય એ ઘણું માને. આવા કાકા પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા હતા ને તેમના વાહનને અકસ્માત નડ્યો. આખો પરિવાર દીકરા, વહુ, તેમની પત્ની ને બધુ સાફ થઈ ગયું. કાકા એકલા બચ્યા.  

આ ઘટનાનો આઘાત કાકાનું મન અને મગજ સહન ન કરી શક્યુ. મગજ અસ્થિર થયું. એમણે પૂના છોડ્યું. ટ્રેનમાં બેસી બસ મુસાફરી કર્યા કરે. ફરતાં ફરતાં એ રાજકોટ આવ્યા ને રેલવે સ્ટેશન પર રહી ગયા. 

લગભગ 25 વર્ષ આમ ગયા. 15 વર્ષ પહેલાં અચનાક સુધ બુધ આવી. પૂના પરત ગયા પણ ત્યાં તો પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું. સગાઓને મળવાનું મન ન થયું. એ રાજકોટ પાછા આવ્યા ને મળે તે મજૂરી કરી જીંદગી ગુજારવા લાગ્યા. 

રાજકોટના ચુનારાવાડમાં એક ભાઈએ પોતાનું કાચુ મકાન કાકાને કોઈ ભાડા વગર રહેવા આપ્યું. મૂળ કાકાનો સ્વભાવ પરગજુ એટલે એ સૌ કોઈને એ વહાલા લાગે.. 

વર્ષો આમ નીકળી ગયા.હવે કાકાથી કામ નથી થતું. થોડો સમય સ્થાનીક કોઈ ટ્રસ્ટે ટીફીન આપ્યું પણ પછી એ અચાનક એ બંધ થયું. એ પછી તેમની વસાહતના ખોડુભાઈને અન્ય સૌ મદદે આવ્યા. વારા ફરથી કાકાને બધા જમાડે પણ કાકાને આ ગમે નહીં. પણ શરીર સાથ ન આપે એટલે ના છૂટકે ન ગમતુ પણ કરે. જો કે ખોડુભાઈ વિશેષ ધ્યાન આપે. બિમારીમાં પણ કાકાની સારવાર એ કરાવે. 

આવા કાકાને અમારા કાર્યકરો મળ્યા ને એમના બધા ડોક્યુમેન્ટ બનાવી આપ્યા. રાશનકાર્ડ, મતદારાકાર્ડ મળ્યા પછી વૃદ્ધ પેન્શન પણ મળવાનું શરૃ થયું. પણ કાકાને  કોઈની ઓશિયાળી ન ગમે એમની વાતોમાં પણ એ દેખાય..

અમારા કાર્યકર છાયાબહેને કાકાને અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને એમને ચાલે એટલું રાશન આપવા કહ્યું. કાકા સાંભળીને રાજી.. પણ જમવાનું કેવી રીતે બનાવશો? એ પુછતા કાકાની મદદે ખોડુભાઈ આવ્યા.  એમણે કહ્યું, ‘તમને વાંધો ન હોય તો ત્રણે ટંકનું રાંધી અમે આપી જઈશું.’ આમ પણ આર્થિક રીતે એવા સમૃદ્ધ નહીં છતાં ખોડુભાઈ કાકાનું ધ્યાન રાખતા એમને જમાડાય ખરા…(ફોટોમાં કાકા સાથે ખોડુભાઈને જોઈ શકાય)

અમે કાકાને પહેલી વાર રાશનકીટ આપી ત્યારે એમની આંખોમાંથી ઝળઝળિયા આવી ગયા. 

‘એક વખત હતો જ્યારે હું સૌને આપતો આજે મારે….’

કાકા વધુ બોલી ન શક્યા..

કનુભાઈએ એમને દુઃખી ન થવા કહ્યું ને આ અમે અમારી ફરજના ભાગરૃપે કરીએ છીએ એ સમજાવ્યું. 

કાકાને દર મહિને રાશન આપવા જઈએ એ પછી એ રાશનની વિગતો ચોપડામાં લખે ને છેલ્લે ભગવાનનો આભાર માને…

લક્ષ્મીકાંત કાકા જેવા 156 માવતરોને અમે દર મહિને રાશન આપીયે છીએ.. આમ તો અમે કહેવા કરતા સમાજ સહયોગ કરે ને એમાંથી આ બધુ થાય… 

કુદરત શું કરી શકે તે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ.. 

કાકાને મળી ત્યારે પણ આજ અનુભવ થયેલો.. 

લખ્યું એ બધુયે ફોટોમાં.. 

#MittalPatel #vssm #humanity

#humanrights #stories #Gujarat

#Rajkot #Gujarat’

Kaka notes down the ration kit details in a register and
says a little prayer to thank God.

Laxmikantkaka with his ration kit

LaxmikantKaka with Khodubhai

 

VSSM became instrumental in providing medical assistance to Geetaben…

Mittal Patel with Rameshbhai and Geetaben

 Recently some work took me to Surat. Since I had to finish some administrative work I reached my brother-in-law’s office. I was finishing my work from my brother’s office when a man dressed in clothes that were stained with myriad colours entered the office and paid his pranams by touching my feet.

It felt awkward when someone my age would fall to my feet, I did not like it. Also, I did not even know him.

“You had saved my Geeta!” he said after sensing my awkwardness.

“Geeta?” I could not recollect. Just then my brother Rakesh entered the office, “This is Ramesh, two years ago I had spoken to you and sent his wife to Ahmedabad for treatment and you had arranged for her treatment at Kidney hospital in Ahmedabad. He would always tell me to inform him when you were in Surat. So here he is today…

“Oh, I had completely forgotten about it.”

Geetaben was suffering from kidney and intestine issues. The doctors in Surat had asked for Rs. 13 lakhs for the treatment with no assurance that it would save her life. My brother-in-law asked me to not worry about the financial implications of the treatment. Also, I was more focused on saving her life along with spending the money. We asked Rakesh to bring Geeta to Ahmedabad. Shri. Madhavbhai Ramanuj, the very compassionate President of VSSM also happens to on the Board of Directors at the Kidney Hospital. We shared Geeta’s case with him, and Geeta’s treatment began free of cost. She was required to stay in Ahmedabad for 3 months. Ramesh would bathe and freshen up and the hostel facility and VSSM would send him a daily tiffin from its hostel. Geeta was in bad shape for proper treatment, warmth and care helped overcome her ailment.

“I have two small children, what if something untoward had happened to Geeta??”

Ramesh and Geeta are natives of Jamnagar but search for better-earning options had brought them to Surat. After a brief chat, he asked if he can call Geeta to meet me. “She has been wanting to meet you for long…” Ramesh asked. I said it was ok to call her.

A very skinny looking Geeta walked into the room.

“How is your health now?”

“I am absolutely good, I can now work out of my home too,” Geeta replied with confidence.

“Can I take your picture? I want to share it with the world, especially for the people who hesitate to come for treatment at public hospitals. The feel the treatment at such hospitals is not up to the mark. If they read your story, many might want to opt for treatment at a government hospital.” I explained my request.

“Please do Ben, I read your posts  on Facebook.

At VSSM, we are just play our role to bridge the gap… rest lies in the hands of Almighty…

તાજેતરમાં સુરત જવાનું થયું. થોડુંક કામ હોવાથી મારા જીજાજીની ફેક્ટરીયે હું પહોંચી. મારા ભાઈની ઓફીસમાં બેસીને હું કામ કરી રહી તે વેળા કલરના ડાઘવાળા કપડાં પહેરેલા એક ભાઈ ઓફીસનો દરવાજો ખોલી મારી પાસે આવ્યા અને મને પાગે લાગ્યા. 

હમઉમરનું કોઈ આમ પગે લાગે! ગમ્યું નહીં. વળી ભાઈને હું ઓળખીયે નહોતી. મારા મોંઢા પરના ભાવ જોઈને એણે કહ્યું,

‘તમે મારી ગીતાને બચાવી હતી’ ગીતા.. મને કશુંયે યાદ નહોતું. ત્યાં મારો ભાઈ રાકેશ આવ્યો ને એણે કહ્યું,

‘આ રમેશ બે વર્ષ પહેલાં તારી સાથે વાત કરીને, એની પત્નીની સારવાર માટે અમદાવાદ મોકલ્યો હતો ને તે કીડની હોસ્પીટલમાં બધુ ગોઠવી આપેલું. મને હંમેશાં કહે, મિત્તલબેન આવે તો મને કહેજો. મારે મળવું છે. તે આજે…’

‘ઓહ.. હું તો ભૂલી ગયેલી’ 

ગીતાબેનને કીડની અને આંતરડાની તકલીફ થયેલી. સુરતના ડોક્ટરે 13 લાખનો ખર્ચ કહ્યો પણ બચવાની સંભાવનાની કોઈ ખાત્રી ન આપી. મારા જીજાજીએ આર્થિક ચિંતા ન કરવા કહ્યું. પણ મુદ્દો પૈસા ખર્ચતા માણસ બચે એનો હતો. રાકેશે મને વિગત કહી મે એમને અમદાવાદ આવવા કહ્યું, કીડની હોસ્પીટલમાં અમારા આદરણીય માધવભાઈ રામાનુજ.. ઋજુ હ્રદયના વ્યક્તિની સાથે સાથે VSSMના એ પ્રમુખ પણ. એમની સાથે ગીતાની સ્થિતિની વાત કરી અને ગીતાની સારવાર અમદાવાદમાં વિનામૂલ્યે  શરૃ થઈ. ત્રણ મહિના અમદાવાદ રહેવું પડ્યું. રમેશનું જમવાનું અમારી હોસ્ટેલમાંથી નિયમીત પહોંચે.  નાહી ધોઈને ફ્રેશ થવા પણ એ હોસ્ટેલે જાય.. 

ગીતાની હાલત ખરાબ હતી પણ યોગ્ય સારવાર અને માનસીક હૂંફથી ગીતા સાજી નરવી થઈ ગઈ. રમેશભાઈએ કહ્યું, 

‘મારે બે નાના બાળકો. ગીતાને કાંઈ થ્યું હોત તો?’ મૂળ એ જામનગરના વતની કામ ધંધા અર્થે સુરતમાં રહે. અમે થોડી વાતો કરી ત્યાં એમણે કહ્યું, ગીતાને બોલાવી લાવુું એ તમને ક્યા
રનીયે મળવા માંગતી હતી. મે હા કહી.. થોડીવારમાં શરીરે સુકલકડી એવા ગીતાબેન આવ્યા. 

‘તબીયત હવે?’ 

‘બહુ સારી બેન. હું તો હવે કામ જવું છું…’

મે કહ્યું, ‘તમારો ફોટો પાડુ. મૂળ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારોના ત્યાં બિમારી આવે ને અમે સિવિલ આવવા કહીએ તો પહેલાં તૈયાર નથી થતા.એમને લાગે કે અહીંયા સારવાર બરાબર નથી થતી. તમારી વાતથી લોકોને પ્રેરણા મળશે માટે…’  

રમેશભાઈએ કહ્યું, ‘ ચોક્કસ બેન,,  ફેસબુકમાં તમને જોવું છું’

આપણું કામ આંગળી ચિંધવાનું… બાકી બધુ તો કુદરત કરે… 

#MittalPatel #vssm #medical

#surat #CivilHospital #care

#help #helpinghands #Team Madhav Ramanuj